________________
૩૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન બરાબર ટકે. સ્થૂલાક્ષરી પુસ્તકો લખવાનો વિકાસ કાગળના યુગમાં જ થયો છે."
કોતરેલા અક્ષરવાળાં પુસ્તકો :
આ જાતનાં પુસ્તકો તૈયાર કરવામાં શાહીનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી. જેમ સાદા કોરા કાગળને કાપીને જેમ વૃક્ષ, વેલબુટ્ટા વગેરે આકૃતિઓ બનાવવામાં આવે છે. તેમ કાગળ પર અક્ષરો કોતરીને પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. આમાં લખવાના પદાર્થ ઉપર એટલે કે કાગળ પર અક્ષર કોરી કાઢેલા હોય છે. આ પ્રમાણે કોતરીને તૈયાર કરેલી કવિ જયદેવ કૃત 'ગીતગોવિંદ' કાવ્યની પ્રત ગાયકવાડ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સુરક્ષિત છે."
ચિત્રાત્મક પુસ્તકો :
ચિત્રપુસ્તકોની બાબતમાં તેને સજાવટ કરવામાં દોરાયેલા ચિત્રોના માધ્યમ દ્વારા બે વિભાગ પાડવામાં આવે છે. (૧) ફકત પૃષ્ઠને સુશોભન કરવાની વૃત્તિને લીધે (૨) સંદર્ભગત ઉપયોગને લીધે દોરેલા ચિત્રોને લીધે એટલે કે “સચિત્ર હસ્તપ્રતો”
(૧) સુશોભનાત્મક પુસ્તકો :
સુશોભનાત્મક પુસ્તકોને અનેક રીતે સજાવવામાં આવે છે. એક પ્રકારમાં ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠની ચારે બાજુના હાંસિયાને ફૂલપાન અથવા ભૌમિતિક આકૃતિઓથી તથા પશુપક્ષીઓની આકૃતિઓથી સજાવવામાં આવતું. બીજા પ્રકારમાં આરંભમાં જ્યાં પુપિકા આપવામાં આવેલી હોય છે, અથવા અધ્યાયના અંતે ફૂલ, વેલ, પત્તિઓવાળી અશોકચક જેવી આકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ અને પશુપક્ષીઓની આકૃતિઓથી પૃષ્ઠ અથવા પુસ્તકને સુશોભનાત્મક બનાવવામાં આવતું.
પૃષ્ઠના મધ્યભાગની જગ્યા છોડીને પણ ચિત્રો બનાવવામાં આવતાં. આમાં અનેક જાતનાં સુશોભનાત્મક ચકો ઉપરાંત મનુષ્યની અથવા પશુની આકૃતિઓનાં ચિત્રો દોરવામાં આવતાં. આ બધી જાતનાં ચિત્રો લિપિકાર કે લેખકની લેખન કલાનું કૌશલ્ય પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત તાડપત્રવાળી જ હસ્તપ્રતોને વચમાં દોરી નાંખવા માટે જે છિદ્ર રાખવામાં આવતું તે ગોળાકાર જગ્યાને વિવિધ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org