________________
હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ સજાવવામાં આવતી. જૂનામાં જૂની શ્વેતાંબર સંપ્રદાયની નિશીથચૂર્ણિ' પ્રતા (ઈ. સ. ૧૧0) પાટણના સંઘવીના પાડાના ભંડારમાં મળી આવેલી છે. આ હસ્તપ્રતમાં સુશોભનાત્મક વેલબુટ્ટાની સાથે પશુઓની આકૃતિ પણ ચિતરેલી છે. ઈ. સ. ૧૧૦૦થી ૧૪૦૦ સુધીની ચિત્રિત સુશોભનાત્મક હસ્તપ્રતો મળે છે. તેમાં અંગસૂત્ર (ઈ. સ. ૧૧૨૭), કથારત્નસાગર (ઈ. સ. ૧૨૫૦), ત્રિષષ્ટિશલાકા - પુરુષચરિત્ર (ઈ. સ. ૧૨૩૮), શ્રી નેમિનાથચરિત (ઈ. સ. ૧૨૪૨), શ્રાવક પ્રતિક્રમણમૂર્ણિ (ઈ. સ. ૧૨૭૧) મુખ્ય છે. જે અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમમાં સંગૃહિત છે.
(૨) સંદર્ભગત ચિત્રોથી સજાવેલાં પુસ્તકો :
આ જાતનાં પુસ્તકોમાં ચિત્રો એક જ શાહીથી અથવા વિવિધ શાહીના રંગોથી પાણ કરેલાં હોય છે. આવી સચિત્ર હસ્તપ્રતોવાળાં પુસ્તકોમાં સંદર્ભગત ચિત્રો દોરવામાં આવે છે. જેમ કે નૃત્યનાટ્યશાસ્ત્રનાં પુસ્તકમાં શરીરનાં અંગોપાંગનાં હલન ચલનનાં ચિત્રો આપવામાં આવે છે, અને એ જ રીતે હાથની મુદ્રાઓ અપાય છે, ‘રાગમાલા” ને લગતા સંગીતનાં પુસ્તકમાં અમૂર્ત રાગરાગીણીનાં ચિત્રો જોવા મળે છે. આવાં ચિત્રો પુસ્તકોના વિષયના પ્રતિપાદનને માટે તેને દક્ષાત્મક બનાવવામાં ઉપયોગી થાય છે. એટલે જ ‘રાગમાલા” ને ક્લોસ એબલિગે (Klaus Ebeling) ભારતીય દ્રશ્યાત્મક કે ચાક્ષુષ સંગીત કહ્યું છે. આવાં ચિત્રોથી ગ્રંથમાં આવેલી ઘટનાનું દશ્યચિત્ર બની શકે છે. આવાં પુસ્તકોમાં પૂરાં પૃષ્ઠોને પણ ચિત્રિત કરેલાં હોય છે. એ સિવાય આખા પૃષ્ઠના ઉપરના અડધા ભાગમાં, નીચેના અડધા ભાગમાં, પૃષ્ઠના ડાબી બાજુના ઉપરના ચોથા ભાગમાં કે ડાબી બાજુના નીચેના ચોથા ભાગમાં ચિત્ર બની શકે છે અથવા પૃષ્ઠની વચ્ચે પણ તેને બનાવવામાં આવે છે. આમાં ઉપર નીચે લખાણ અને વચ્ચે ચિત્ર હોય છે અથવા ડાબી જમણી બાજુ લખાણ અને વચ્ચે ચિત્ર હોય છે.
કોઈ કોઈ વાર કાવ્યના ભાવને પ્રન્ટ કરવા માટે ચિત્રો આપવામાં આવે છે અથવા કાવ્યનો કોઈ અંશ ચિત્રની ઉપર અથવા નીચે લખવામાં આવે છે. જેમ કે “રાગમાલા પુસ્તકોનાં ચિત્રોની ઉપર રાગોની ઓળખ અંગેનું લખાણ આપવામાં આવે છે. આ દશ્યાત્મક સંગીતની અસર ઊભી કરે છે. આ જાતના ચિત્રમાં તે તે કાળની ચિત્રકલાનું સ્વરૂપે પ્રગટ થાય છે. આ કારણને લીધે આ પુસ્તકો બહુમૂલ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org