________________
૩૬
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
બાહ્ય પ્રકારો :
પ્રાચીન હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી તથા પાતળી પટ્ટીઓના રૂપમાં મળે છે. એને એકની ઉપર એક એમ રાખીને ગડી બનાવવામાં આવતી. એક એક પટ્ટીને એક એક પત્ર ગણવામાં આવે છે. આથી ભૂર્જ પત્ર અને તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતોના પાના ‘પત્ર’ કહેવાતાં. સમય જતાં કાગળની શોધ થઈ પણ ગ્રંથ લેખન માટે કાગળનાં પુસ્તકો તાડપત્રીય પુસ્તકની લંબાઈ પહોળાઈ પ્રમાણે લખાવવાં લાગ્યાં.
પ્રાચીન હસ્તપ્રતોના પાનાં છૂટાં અથવા ખુલ્લાં પત્રાકાર પાનાનાં રૂપમાં જ રાખવામાં આવતાં. આવા ખુલ્લાં પત્રો કે નાના કે મોટા હોવાને લીધે તેના આકાર પરથી હસ્તપ્રતોના મુખ્ય પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. જૈન ભાષ્યકાર, ચૂર્ણિકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે, તેમાં પણ મુખ્ય પ્રકારો પાંચ ગણાવ્યા છે. તેમાં પુસ્તકોની આકૃતિ અને માપને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે:૦
(૧) ગંડી, (૨) કચ્છપી, (૩) મુષ્ટિ, (૪) સંપૂટફલક, (૫) છેદપાટી.
ગંડી :
જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું એટલે કે ચોખંડુ હોઈ લાંબું (લંબચોરસ) હોય તે ‘ગંડીપુસ્તક’ કહેવાય છે. ‘ગંડી' શબ્દનો અર્થ ગંડીકા - કાતળી થાય છે. એટલે કે પુસ્તક ગંડીકા - ઊંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવાય છે. હસ્તલિખિત નાનાં મોટાં તાડપત્રીય પુસ્તકો અને તાડપત્રીય આકારના કાગળ ઉપર લખાયેલાં પુસ્તકોનો ‘ગંડી' પ્રકારમાં સમાવેશ થઈ શકે.
કચ્છપી :
જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું અને વચમાં પહોળું હોય તેને ‘કચ્છપી પુસ્તક’ કહેવાય છે. આવા પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા અણીદાર હોવા જોઈએ. હાલ આવાં પુસ્તકો ક્યાંય જોવા મળતા નથી.
મુષ્ટિ :
કદમાં નાનું અને મૂઠ્ઠીમાં રહી શકે તે પુસ્તકને ‘મુષ્ટિ-પુસ્તક’ કહેવાય છે. જેની લંબાઈ ચાર આંગળની હોય અને વૃત્તાકાર હોય અથવા જે ચાર આગળનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org