________________
૩૭
હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ચોખંડુ હોય તે બંનેને “પુષ્ટિ પુસ્તક' કહે છે.
આના પહેલા પ્રકારના દાખલામાં ગાયકવાડ ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૩૫૭૭ નંબરનું 'ભગવદ્ગીતા” નામનું પુસ્તક છે. આ પુસ્તક મુઠ્ઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મુકીની જેમ ગોળ વાળી શકાતું હોવાથી તે ‘મુષ્ટિ પુસ્તક’ કહી શકાય. જોકે અહીં લંબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે. તેમ છતાં નાના કદમાં લખાતા પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. જેમ કે હૈદરાબાદના સાલારજંગ સંગ્રહાલયમાં એક ઈચના કદવાળું (૨.૫ સે.મી.) પુસ્તક છે. જેનો સમાવેશ ‘મુષ્ટિ-પુસ્તક માં કરવામાં આવેલો છે."
બીજા પ્રકારમાં અત્યારની નાની નાની ડાયરીઓ કે હાથપોથી જેવા લિખિત ગુટકાઓને ગણી શકાય. આમાં નાના ચોરસ કે લંબચોરસ ગુટકાઓને મુઠ્ઠીની બેવડમાં રાખી શકાય. તેવાનો ‘મુષ્ટિ-પુસ્તકના પ્રકારમાં સમાવેશ કરી શકાય. ૨૨
સંપુટફલક : - લાકડાની પાટીઓ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક' છે. સામાન્ય રીતે યંત્ર, ભાંગા, સમવસરણ વિગેરે ચિત્રોવાળી કાષ્ટપટ્ટિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય અથવા લાકડાની પાટી ઉપર લખેલા અને લખાતા 'પુસ્તકને સંપુટફલક’ કહી શકાય.
છિવાડી : (છેદપાટી)
'છિવાડી પ્રાકૃત શબ્દનું સંસ્કૃતરૂપ ' છેદપાટી' છે એવું મુનિ પુણ્યવિજ્યજીએ કહ્યું છે. જ્યારે કેટલાક વિદ્વાનો ગાથામાં આવતા 'છિવાડી" શબ્દનું સંસ્કૃતરૂપ પાટિકા' કરે છે.
જે પુસ્તકના પાનાં થોડાં હોઈ ઊંચાઈમાં થોડું હોય છે અર્થાત્ જે પુસ્તક લંબાઈમાં ગમે તેટલું લાંબું કે ટૂંકું હોય પણ પહોળાઈ હોવા છતાં તેની સરખામણીમાં જાડાઈ ઓછી હોય એટલે કે પુસ્તકની ઊંચાઈ ઓછી હોય તેની છિવાડી- છેદપાટી-સુપાટિકા પુસ્તક કહેવાય છે. આમાં લખાયેલા પત્રોની સંખ્યા ઓછી હોવાને લીધે તેની ઊંચાઈ ઓછી હોય છે. કાગળ પર લખાયેલા આ પ્રકારનાં પુસ્તકોનો છેદપાટી' માં સમાવેશ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org