________________
૩૮
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
ઉપર્યુક્ત પાંચ પ્રકારો ઉપરાંત બાહ્ય પ્રકારનાં ‘કુંડળીની-પ્રકાર'નો પણ સમાવેશ થઈ શકે છે.
કુંડળીની પ્રકાર :
ઉપરનાં પુસ્તકોના જે પ્રકાર જયા તેમાં આ એક મહત્ત્વનો પ્રકાર છે. આને અંગ્રેજીમાં Scroll કહે છે. આજે જ્યોતિષ-ફળ બતાવતી જન્મ- પત્રિકાઓ કુંડળી સ્વરૂપમાં જોવા મળે છે. તે એક વીંટાના સ્વરૂપમાં હોય છે. ભારતમાં આવા કુંડળીગ્રંથ લખાતા હતા. ‘ભાગવતપુરાણ” નો કુંડળી- ગ્રંથ જે પાંચ ઈંચ (૧૩ સે.મી.) પહોળો અને ૬૫ ફૂટ (૨૦ મીટર) લાંબો છે તે બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરમાં હસ્તલિખિત સચિત્ર સંપૂર્ણ મહાભારતની પ્રત છે. આ કુંડળીગ્રંથમાં એક લાખ શ્લોકો છે અને તે ૬૯.૫ મીટર લાંબું અને ૧.૨૭ મીટર પહોળું છે. આવા કુંડળી ગ્રંથોને ગોળ ગોળ વીંટાની માફક વાળીને તેને પિટક (પેટી) માં રાખવામાં આવતાં. જૈનોના વિજ્ઞમિ પત્રો પણ કુંડળી સ્વરૂપમાં હોય છે.
ઉપર્યુક્ત છ પ્રકારના પુસ્તકોના આકાર તેમના પાનાના આકાર પર આધારિત છે. કારણકે કુદરતી પ્રાપ્ય સાધનોમાંથી જે વૃક્ષની છાલ કે પાંદડાં હોય છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી લેવામાં આવતો હોવાથી તેમાં કરકસર કરી તેના કદ અને આકાર નકકી કરી લેવામાં આવે છે ત્યાર બાદ તેના પર લખવામાં આવે છે.
પાદટીપ ૧. ભા. પ્રા. લિ, પૃ. ૧૦૮ ૨. ભા. જે. શ્ર. લે, પૃ. ૭૨ ૩. એજન, પૃ. ૭૨-૭૩
‘પાડુલિપિવિજ્ઞાન” પૃ. ૧૫૯ ૪. એજન, પૃ. ૭૨
‘પાડુલિપિ વિજ્ઞાન” પૃ. ૧૫૯ ૫. પાડુલિપિ વિજ્ઞાન, પૃ. ૧૫૯ ૬. એજન, પૃ. ૧૫૯ ૭. એજન, પૃ. ૧૫૯ ૮.ભા. જૈ. 2. લે, પૃ. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org