Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 13
________________ * ક હી જ મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ જ સાધુના સર્વ ધર્મોમાં ધ્યાન મુખ્ય છે." પાણીમાં મીઠું ઓગળી જાય તેમ જેનું ચિત્ત ધ્યાનમાં વિલીન થઈ જાય છે, તે વ્યક્તિની અંદર શુભ-અશુભ સર્વ કર્મોને ભસ્મ કરનારો આત્માગ્નિ પ્રગટ થાય છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એવાં ત્રણ રૂપે પરમાત્માનું ધ્યાન કરવું. કર્મક્ષયની સાધનામાં લીન અને હજી કર્મના આવરણમાં રહેલ અહત એ પિંડસ્થ ભગવાન છે. કૈવલ્યને પ્રાપ્ત કરી ચૂકેલા, પરંતુ હજી દેહધારી અહંત એ પદસ્થ ભગવાન છે. દેહ તથા કર્મથી મુક્ત સિદ્ધાત્મ સ્વરૂપ અહંત એ રૂપાતીત ભગવાન છે. કંઈ કરો નહીં, કંઈ બોલો નહીં અને કંઈ વિચારો નહીં - જેથી આત્મા આત્મામાં જ સ્થિર થાય. આ જ પરમધ્યાન છે.' પવનનો જેને સાથ હોય એવો અગ્નિ વર્ષોનાં સંચિત લાકડાંના ઢગલાને પણ જરા વારમાં બાળી નાખે છે, તેમ ધ્યાનાગ્નિ અનેક જન્મોથી સંચિત કર્મોનાં ઇંધણને ક્ષણવારમાં બાળી નાખે છે." અજ્ઞાની જે કર્મો ખપાવે, લક્ષ કોટિ ભવ વડે. તે કર્મશાની ત્રિગુપ્ત બસ, ઉચ્છવાસ માત્રથી ક્ષય કરે. આગમિક આધાર પરથી હવે એ ભ્રાંતિ ભાંગી જાય છે કે જૈન સાધના પરંપરામાં ધ્યાનને સ્થાન નથી. આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના ધ્યાન વિશે કહ્યું છે - ૧. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા -૪૮૪ ૨. સમણ સુત્ત - ધ્યાન સૂત્ર – ગાથા – ૪૮૬ ૩. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા – ૪૯૮ ૪. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા – ૫૦૧ ૫. સમણ સુd - ધ્યાન સૂત્ર - ગાથા – ૫૦૪ अवि झाई से महावीरे, आसणत्ये अकुक्कुएं झाणं । उठे अहे य तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥ ભગવાન મહાવીર ઉડુ આસન, વીરાસનાદિ આસનોમાં સ્થિત અને #શિવાજી – અને જૈન ધર્મ 928 29 ) સ્થિરચિત્ત બનીને ધ્યાન કરતા. ઊર્ધ્વ, અધો અને મધ્યલોકમાં રહેલા જીવાદિ પદાર્થોના દ્રવ્ય-પર્યાય નિત્યાનિત્યને ધ્યાનનો વિષય બનાવતા હતા અને સંકલ્પોવિકલ્પોથી દૂર રહી આત્મસમાધિમાં જ લીન રહેતા હતા.' ભગવાનની જીવનઘટનાઓથી એમ લાગે છે કે પ્રકૃતિથી પ્રતિકૂળ ચાલવું તેમનો સહજ ધર્મ બની ગયો હતો. હેમન્ત ઋતુમાં ભગવાન છાયામાં ધ્યાન કરતા, ગરમીમાં તડકામાં ધ્યાન કરતા. ભગવાનના આ પ્રયોગ પ્રકૃતિ પર પુરુષના વિજયના પ્રતીક બની ગયા. સાધનાના પાંચમા વર્ષમાં ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી હલેદક ગામની બહાર પહોંચ્યા. ત્યાં હલેક્ફ નામનું એક વિશાળ વૃક્ષ હતું. ભગવાન તેની નીચે ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા. એક સાર્થવાહક શ્રાવસ્તી જઈ રહ્યો હતો. તેણે એ વિશાળ વૃક્ષ પાસે પડાવ નાખ્યો. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. રાત્રિ આગળ વધી રહી હતી. જેમજેમ અંધકાર ગાઢ થતો ગયો તેમતેમ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો હતો. ભગવાન આવી ઠંડીમાં નિર્વસ્ત્ર ઊભા હતા. એ વૃક્ષ જ છત, એ જ આંગણ, એ જ ઘર અને એ જ વસ્ત્ર, બધું જ એ હતું. સાર્થના લોકો સંન્યાસી ન હતા. તેઓની પાસે સંગ્રહ પણ હતો. પાગરણ-ધાબળા, રજાઈ વગેરે ઘણું હતું, તોપણ તેઓ ખુલ્લા આકાશ નીચે ધ્રુજી રહ્યા હતા. તેઓએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું. રાતભર તેનો તાપ લેતા રહ્યા, પાછલી રાતે ત્યાંથી રવાના થયા. તાપણાને એમ જ છોડી ચાલ્યા ગયા. હવા શરૂ થઈ, તેની ગતિ વધી. આગ આગળ વધવા માંડી. ગોશાલક ભગવાનની સાથે હતા. તેઓ બોલ્યા: ભંતે ! આગ આ બાજુ આવી રહી છે. આપણે અહીંથી જઈ કોઈ બીજી જગ્યાએ જતા રહીએ.” ભગવાન ધ્યાનમાં ઊભા રહ્યા. આગ ખૂબ જ નજીક આવી ગઈ. ગોશાલક ત્યાંથી દૂર ચાલ્યા ગયા. વૃક્ષની નીચે બહુ ઘાસ ન હતું, તેથી વૃક્ષની નીચે આવતાં આવતાં આગની ગતિ ધીમી થઈ ગઈ. તેના ધીમા તાપમાં ભગવાનના પગ દાઝી ગયા. ભગવાન સ્વતંત્રતાના વિવિધ પ્રયોગ કરી રહ્યા હતા. તેઓ પ્રકૃતિના વાતાવરણની પરતંત્રતાથી પણ મુક્ત બનવા ઇચ્છતા હતા. ઠંડી અને ગરમી બધાં પ્રાણીઓને પ્રભાવિત કરે છે. ભગવાન તેના પ્રભાવ નીચે રહેવા ઇચ્છતા ન હતા.* પ્રભુ પરિષહવિજેતા બનવાની સાધના કરતા હતા. ક્રમેક્રમે તેઓનું વિજયઅભિયાન આગળ વધતું જતું હતું. કોઈ વ્યક્તિ પર નહીં, ભૂખ-નિદ્રા, ૧. આચારાંગ સૂત્ર ૧૯૫૪ ગાથા – ૧૪. - ૨૩ -

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117