Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 84
________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે ગુરુદેવની પ્રેરણાથી કેટલાંય મિશનની હારમાળા ચાલી રહી છે જેનાથી શાસનપ્રભાવનાનાં ઉત્તમ કાર્યો ચાલી રહ્યાં છે. સંબોધી સત્સંગ ગ્રુપમાં ભાવિકો અઠવાડિયામાં એક કલાક મળીને પરમાત્માનાં બોધવચનો સમજીને આચરણમાં ઉતારવાનો ભાવ કરે છે અને શાસનપ્રભાવક ગ્રુપ જેમાં પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં તૈયાર થયેલ ઉપાસકો દેશવિદેશમાં પર્યુષણની આરાધના કરાવી જનજનનાં હૃદયમાં સત્યની સમજ પ્રગટાવે છે અને તેમને ધર્મ સાથે જોડે છે. આ શૃંખલા અંતર્ગત હવે જૈન વિશ્વકોશનું પ્રકાશન થઈ રહ્યું છે. જૈન ધર્મના વિવિધ લાખો ગ્રંથોમાં પુષ્કળ માહિતી હોય છે, પરંતુ આ માહિતીનું વ્યવસ્થિત એકત્રીકરણ થયું નથી. જૈન વિશ્વકોશ નામે એક છત્ર હેઠળ જૈન સમાજના અને જૈન શાસનના તમામ વિષયોને આવરી લેવામાં આવશે. વિવિધ કલાઓ, ધર્મતત્ત્વ, ભાષા, સાહિત્ય, જૈન પત્રિકાઓ, દાનવીરો, મંદિરો, તીર્થો, પારિભાષિક શબ્દો, યુગપુરુષો, જૈન સંશોધન, શિક્ષણ, જૈન સાધુ, સાધ્વીજી, જિન પ્રતિમાઓ વગેરે સર્વાગીણ માહિતીનો ભંડાર છે જૈન વિશ્વકોશ. પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી છેલ્લાં ચાર વર્ષમાં ૧૦૦ જેટલા વિદ્વાનો કાર્યરત છે અને ગીતાર્થ ગુરુભગવંતોના માર્ગદર્શનથી જૈન વિશ્વકોશના ચાર ભાગો પ્રકાશિત થયા છે. કક્કાવારી પ્રમાણે માહિતી સંગ્રહિત હોવાથી જિજ્ઞાસુઓને કોઈ પણ વિષય શોધીને સમજવામાં સરળતા રહેશે. આવા હજી ઘણા ભાગો આવનાર સમયમાં પ્રકાશિત થશે. જૈન ધર્મના શ્રુતજ્ઞાનનો આ મહાસાગરસમ જૈન વિશ્વકોશ-Jain Encyclopedia બિનસાંપ્રદાયિક સર્વપ્રથમ વિશ્વકોશ છે જે માત્ર જૈનો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક અમૂલ્ય ભેટ છે. પૂજ્ય ગુરુદેવના જૈન વિશ્વકોશ માટેના ઉદ્ગારો, “જૈન વિશ્વકોશ એટલે હજારો માહિતીનાં પગથિયાં દ્વારા પ્રજ્ઞાનાં શિખરો સર કરવાનો મહાપ્રયાસ !” ધુરંધર સાધુ-સાધ્વીજીઓની સાથેસાથે અનેક પાત્રવાન શ્રાવક અને શ્રાવિકાઓ પણ જિન શાસન પ્રત્યેની અટૂટ શ્રદ્ધા અને સમર્પણતાને કારણે ઉત્તમ યોગદાન આપી ધર્મના આધારસ્તંભ બની રહે છે. આવા જ એક શ્રાવક હતા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. તેમણે ૧૮૯૩માં, chicago, Americaમાં થયેલા વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલ હતું. ભારતીય પરંપરાગત પહેરવેશથી શોભતા ૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તાભરી તટસ્થવૃત્તિથી સભર આકંઠ સરસ્વતીનું પાન વિશ્વ ધર્મ પરિષદના ચાર હજાર શ્રોતાઓને મંત્રમુગ્ધ બની કર્યું હતું. અમેરિકન અખબારે - ૧૬૫ - #– અને જૈન ધર્મ છીછરછી) નોંધ્યું હતું કે, જૈન યુવકે જૈન દર્શન નીતિ અને તત્ત્વજ્ઞાનસંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૂર્વના વિદ્વાનોનું સાંભળ્યું ન હતું. ત્યાર બાદ દેશ-વિદેશમાં ૬૫૦ જેટલાં પ્રવચનો દ્વારા અનેક લોકોનાં હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવ્યો હતો અને શાસનપ્રભાવનાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું. એક ધર્મજિજ્ઞાસુ અંગ્રેજ હર્બર્ટ વોરેન, એમના વક્તવ્યથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે માંસાહારનો ત્યાગ કરીને જૈન સિદ્ધાંતોનો સ્વીકાર કરી આચરણમાં પણ મૂક્યા અને એવા ઘણા foreigners વીરચંદભાઈના ચાહકો અને અનુયાયીઓ પણ બન્યા હતા. આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં એક ઉત્તમ શ્રાવિકા થઈ ગયાં, જેમણે પોતાના ઉત્તમ તપધર્મના આચરણ વડે સમસ્ત નગરીમાં જિન શાસનનો ડંકો વગાડ્યો તે હતાં ચંપા શ્રાવિકા. કઠોર તપસાધના સંપન્ન થયા પછી તેમની તપશ્ચર્યાની અનુમોદના કરવા એક ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અજ્ઞાનીઓ મોટા ભાગે ભવ્યતાના પ્રભાવથી આવે છે અને પછી તેના આત્મામાં ભાવ જાગૃત થાય છે અને તે ધર્મ સાથે જોડાઈ જાય છે. એકનો ત્યાગ અનેકો માટે પ્રેરણારૂપ બની રહે છે અને સહુના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અહોભાવ પ્રગટે છે. એટલે જ આપણા પૂર્વાચાર્યોએ જૈન ધર્મનાં વિશિષ્ટ તપ અને ત્યાગનાં અનુષ્ઠાનોની અનુમોદના અને ધર્મપ્રભાવનાના ભાવથી મહોત્સવો અને ઉજવણીનો સંકેત કર્યો હશે. ચંપા શ્રાવિકાની ભવ્ય શોભાયાત્રાને જોઈને એ નગરીના રાજા અકબર બાદશાહને કુતૂહલતા થાય છે અને વધુ તપાસ કરાવ્યા બાદ એમનું હૃદય ભગવાન મહાવીર અને એમના ધર્મ અને સિદ્ધાંતોને સાંભળીને અહોભાવિત થાય છે. પરમાત્માના ધર્મ માટે અતૂટ શ્રદ્ધા ધરાવનારા અનુયાયીઓ માટે તેમનું મસ્તક આદરભાવથી ઝૂકી જાય છે. આવા અનન્ય ભાવિકોની અનુમોદના અને સન્માનના ઉત્કૃષ્ટ ભાવથી તેમણે એક ફરમાન બહાર પાડ્યું કે, પર્યુષણ મહાપર્વના પાવન દિવસોમાં સર્વ કતલખાનાં બંધ રહેશે અને બધાં પશુઓને અભયદાન અપાશે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ હંમેશાં કહેતા હોય છે, “દરેક ભવી આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા રહેલી હોય છે. માત્ર તેની આંતરિક ચેતનાને જગાડવાની જરૂરત છે, તેનો આત્મવિકાસ કરવાની જરૂરત છે”. ઝળહળતા જૈન ઇતિહાસનાં પાનાંઓ પર જ્યારે આપણે દૃષ્ટિપાત કરીએ ત્યારે આપણને અનેક વીર મહાપુરુષોનાં જીવનચરિત્રમાંથી કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય ૧૬૬

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117