________________
પત્રકારત્વ અને જૈન ધર્મ
- મણિલાલ ગાલા ૩૮ વર્ષ પહેલાં માર્ચ, ૧૯૮૦માં પત્રકારત્વમાં પદાર્પણ કર્યું. મુંબઈના ફ્રી પ્રેસ ગ્રુપનું ‘જનશક્તિ' ગુજરાતી અખબાર મારી કારકિર્દીનું પ્રથમ અખબાર. ઉપતંત્રી અને સંવાદદાતા તરીકે શરૂઆત કર્યા બાદ પછીનાં વર્ષોમાં ‘મુંબઈ સમાચાર”, “સંદેશ” અને હાલ જન્મભૂમિ અખબાર જૂથનાં “જન્મભૂમિ” અને આર્થિક અખબાર ‘‘વ્યાપાર''માં છેલ્લાં ૧૫ વર્ષથી વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ બજાવું છું. ‘જન્મભૂમિ'માં અન્ય સમાચારો ઉપરાંત ૧૫ વર્ષથી “જૈન જગત” કૉલમનું સંપાદન કરું છું. દર શુક્રવારે આ કૉલમ પ્રસિદ્ધ થાય છે જેમાં જૈનોના ચારેય ફિરકાઓના ધાર્મિક તેમ જ સામાજિક સમાચારોને સ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રતિષ્ઠિત મુખપત્ર પખવાડિક “જૈન પ્રકાશ''નું સંપાદનકાર્ય છેલ્લાં ૧૨ વર્ષથી સંભાળું છું. છેક ૧૯૧૩માં શરૂ થયેલા ૧૦૫ વર્ષથી અવિરત પ્રગટ થતા “જૈન પ્રકાશ''ની ૧૨,૦૦૦ નકલો દેશ-વિદેશમાં લાખો જેનો વાંચે છે.
આટલી પૂર્વભૂમિકા એટલા માટે આપવી જરૂરી જણાઈ કે જૈન સમાજ અને ચતુર્વિધ સંઘના સમાચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાની મારી વિશેષ જવાબદારી બની રહી છે. ચતુર્વિધ સંઘના ચાર સ્તંભ – શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓને લગતા સમાચારોમાં ક્યારેય કોઈને અન્યાય ન થાય, કોઈને વિશે ઘસાતું ન લખાય કે વ્યક્તિગત ષ તેમાં ન ભળે એની પણ કાળજી લેવી પડે છે અને એમાં હું ખરો ઊતર્યો છું એવું મારું માનવું છે.
અનેક વાર એવા પ્રસંગો બન્યા છે કે શ્રાવકાચાર કે સાધુ-સાધ્વીજી ભગવંતોની સમાચારીમાં શિથિલતા અંગેના સમાચાર મળ્યા હોય, પરંતુ તેને અખબારના પાને ચડાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાથી દૂર રહ્યો છું. ત્યારે એમ માનીને સમાધાન કર્યું છે કે પ્રમાદ કે કર્મોદયને કારણે અથવા માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવી ગઈ હશે. ત્યારે સંબંધિત વ્યક્તિનો વ્યક્તિગત સંપર્ક કરીને એ ઊણપ દૂર કરવાના પ્રયાસ થવા જોઈએ, નહીં કે છાપે ચડાવીને. આમ છતાં જરૂર જણાઈ છે ત્યારે આ ચાર સ્તંભોમાંથી કોઈની ઊણપ દેખાઈ
$$ $$0 0 _ અને જૈન ધર્મ શ09 હોય તો તે પ્રત્યે અંગુલીનિર્દેશ જરૂર કર્યો છે.
શાસનદેવની પરમકૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદને કારણે આજે આટલાં વર્ષોથી જૈન સમાજના સમાચારો અવિરતપણે આપી રહ્યો છું.
પત્રકારમાં વાચકોને શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. તેઓ માને છે કે પત્રકારે લખલું બધું સત્ય હોય છે અને ત્યારે પત્રકારની સમાજ પ્રત્યેની જવાબદારી ઑર વધી જાય છે. પત્રકાર સત્યનો શોધક અને સંશોધક હોય છે. જેને પત્રકારત્વનો અર્થ પત્રકારત્વમાં જૈન દૃષ્ટિ. જૈન પત્રકારને હૈયે ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત વસેલું હોય. શ્રાવકાચાર-શ્રાવિકાચાર પ્રત્યેની સભાનતા, સાધુ-સાધ્વીજીઓની સમાચારી પ્રત્યે જાગૃતિ અને ક્યાંક શિથિલાચાર થતો હોવાનું જણાય તો તેને ચારિત્રમાં સ્થિર કરવાનો સમ્યક પુરુષાર્થ કરે એ ખરો જૈન પત્રકાર ગણાય એમ હું માનું છું.
સમાજ અને વાચકોમાં સનસનાટી ફેલાવીને અખબારોનું સર્ક્યુલેશન વધારવાની આજે હોડ લાગી છે. એમાં સારાસાર અને વિવેક બાજુ એ રહે છે ત્યારે જિન શાસનની છબી ખરડાય તેવા લેખ કે ચતુર્વિધ સંઘના ચારે સ્તંભો વિશે ઘસાતું. લખવાનું ટાળે અને તે પત્રિકામાં પ્રગટ કરે નહીં કે તેની ચૅનલમાં રિલીઝ કરે નહીં તેવી સમતા દાખવનારને હું ખરો જૈન પત્રકાર માનું છું. જૈન દર્શનના ચાર પાયા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે તેમ જૈન સમાજના ચાર પાયા છે, શ્રાવક, શ્રાવિકા, શ્રમણ અને શ્રમણી.
ઉતાવળે, વિવેકબુદ્ધિ વિના અને સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના સમાચારપત્રો કે ઉલેક્ટ્રોનિક ચૅનલમાં સમાચાર પ્રસારિત કરવા ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય એ રીતે વર્તમાન સમસ્યાઓ કે તિથિ-તીર્થની ચર્ચાનું સમ્યક વિશ્લેષણ કરે એ સાચો જૈન પત્રકાર.
પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણમાં આવ્યા વિના, તટસ્થ રીતે અહેવાલ આપે એ ખરો કર્મશીલ પત્રકાર છે.
અદભુત નિરીક્ષણ અને સંવેદના સાથે વૃત્તાંતને વિવેકબુદ્ધિ અને તટસ્થતાના કિનારા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ આદર્શ પત્રકાર કરી શકે છે.
વિખ્યાત સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે, પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ, ચારણોનો ચારણ, દીનદુખિયા અને મૂક વર્ગ પર થતા જુલમ અને અત્યાચાર સામે તે સેનાપતિ થઈને પત્રકારત્વ ધર્મ નિભાવે. રાજકર્તાઓની અયોગ્ય નીતિઓ સામે લોકમત કેળવી પ્રજાનો પ્રતિનિધિ
૨૦૭
૨૦૮