Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 115
________________ ©ed સંલેખના અને જૈન ધર્મ માટે કે તે સમજ મળે છે, પ્રબળ પુણ્યોદયે તેની શ્રદ્ધા થાય છે અને શરીર વગેરે પુલોની નશ્વરતાના જ્ઞાન સાથે જ શાશ્વત એવા આત્મદ્રવ્યનું સતત ચિંતન થાય છે, આત્મસાધનાની ઉત્કંઠા થાય છે, આગળ વધતાં સંવેગ જાગે છે અને આત્માના શરીરથી ભેદીપણાની શ્રદ્ધા દૃઢ થાય છે. ધમ્મો મંગલ મુક્કિé, અહિંસા, સંયમો, તવો; દેવાવિત્ત નમસંતિ, જલ્સ ધમ્મ સયામણો. - શવૈકાલિક સૂત્ર - સાધક જીવ લોકના બધા જીવો પ્રત્યે અવેરભાવ, મૈત્રીભાવ, સમભાવ કેળવી એ જ ખરી અહિંસા છે એમ સમજતા એના જીવનમાં અનાયાસે સંયમ આવે છે અને જરૂરી પ્રવૃત્તિઓ ને વૃત્તિઓ સંકોચાતાં જરૂરિયાતો ઘટતી જાય છે અને આરાધના તપમાં પરિણમે છે. આવા અંતરના મૈત્રીભાવપૂર્ણ અહિંસા, સંયમ, તપને જ્ઞાનીઓએ ઉત્કૃષ્ટ અને મંગળકારી ધર્મ બતાવ્યો છે જેના આરાધકને દેવો પણ નમે છે. આમ, સાધકજીવ આત્મભાવમાં સ્થિરતા કેળવતાં શરીરની નશ્વરતાનો વિચાર કરે છે. શરીર સમય પાક્ય મને કે કમને છોડવાનું જ છે. તો લાવ ને મૃત્યુ શરીરને આંચકી લે એ કરતાં હું જ શરીર પ્રત્યેનો એકાત્મભાવ છોડી તેનો આરાધનામાં સદુપયોગથી પૂરો કસ કાઢી છેવટે એને પોષણ અટકાવીને, કૃશ કરીને સામે ચાલીને કાળને સોંપી દઉં ! ત્યાગની આ ઉત્તમોત્તમ ભાવના છે, આ સંલેખના છે. શરીરમાં રોગ, દર્દ હોય તો તેને મટાડવાની ઇચ્છા રહે છે. અકસ્માતથી અપંગતા આવે કે વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયોની નબળાઈના કારણે પરવશતા કે મુશ્કેલીઓ વધે તોપણ જિજીવિષા રહે જ છે, પણ મનની સ્વસ્થતા સાથે પૂરા આત્મલક્ષપૂર્વક શરીરનો શક્ય તે પૂરો ઉપયોગ આત્મસાધનામાં કરીને તેનો ત્યાગ કરવો તે સંલેખના છે. અહીં સાધક દ્વારા શરીરમાંના એકપણાનો જ ત્યાગ થાય છે. આત્માના સ્વતંત્રપણાનો, તેની પૂર્ણ શક્તિઓનો, તેનાં શુદ્ધ, બુદ્ધ સ્વરૂપનો, અગુરુલઘુપણું વગેરે ગુણોના સ્વીકાર સાથે એની દઢ શ્રદ્ધા થાય છે. ઇચ્છાઓનો પૂર્ણ ત્યાગ થાય છે, આ સંલેખના છે. સંથારપ્રયોગ : જીવ જ્યારે જીવનના એવા તબક્કે પહોંચે કે જ્યારે શરીર ધર્મારાધનામાં કામ લાગે એવું ન રહે ત્યારે સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, પ્રાયઃ એની નિશ્રામાં જ લોકના બધા જીવોને ખમાવીને, પૂર્વ ભવોના શક્ય બધા દોષો, અતિચાર, અનાચારોની આલોચના કરીને, બધા સાથે પૂર્ણ-મૈત્રીભાવ સાથે શરીરનો મમત્વભાવ ત્યાગે છે, ક્ષેત્રની મર્યાદા કરે છે, શરીર માટેના જરૂરી સાધનોની પણ મર્યાદા સ્વીકારે છે, દવાઉપચાર અને ખોરાકનો ત્યાગ કરે છે, પીવાના પાણીની મર્યાદા સ્વીકારતાં ધીરે ધીરે એનો પણ ત્યાગ કરે છે. આ બધું પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણીપૂર્વક કરે છે, એમાંથી હવે २२७ #S OON – અને જૈન ધર્મ 5000 કિ પાછા હટવાનું નથી. આમ, શરીરને પોષણ બંધ કરીને પૂર્ણ આત્મધ્યાનમાં લાગે છે. એમાં સહાયક એવાં જાપ, સ્તુતિ, ભક્તિ, શાસ્ત્રસ્વાધ્યાય, ધાર્મિક વાચન-શ્રવણ વગેરે આત્મજાગૃતિની પ્રવૃત્તિઓ કરે છે અને આસપાસના સહાયકો જેને કરોઈયા કહેવાય છે તેના દ્વારા ચાલુ રખાવે છે. શરીરનો પૂરો કસ આત્મસાધના માટે જ કાઢે છે. એનો ઉદ્યમ સતત આત્મજાગૃતિનો રહે છે અને સમય પાક્ય શરીરશક્તિ ક્ષીણ થતાં શરીર છૂટી જાય છે. આત્મશક્તિ મહઅંશે પ્રગટ થાય છે. શરીરનો મોહ છોડવાનો, સામે ચાલીને શરીર કાળને સોંપી દેવાનો અને આત્મભાવમાં સ્થિર થવાનો આ પ્રશસ્ત પુરુષાર્થ છે. આ આત્મહત્યા નથી, મૃત્યુ નથી; આ મૃત્યુ સામેનો જંગ છે. મૃત્યુના શરણે થવાના બદલે આત્માનો ઉપયોગ પૂર્ણપણે આત્મામાં લીન કરીને મૃત્યુને પોતાના શરણે સામેથી બોલાવાય છે. આ સંલેખના છે. ઉપાસક દશાંગ સૂત્રમાં દશ મહાન વ્રતધારી શ્રમણોપાસક શ્રાવકોનાં જીવનચરિત્ર આવે છે. એ બધાં ખૂબ જ સમૃદ્ધિશાળી હતા, પણ વ્રતધારી હતા, શ્રમણોપાસક હતા. ધીરેધીરે પરિગ્રહત્યાગ અથવા તેની મર્યાદા કરતાં ગયા, ધર્મારાધના વધારતા ગયા. છેવટે શ્રાવકની ૧૧ પડિમાઓ પાળી. કોઈએ મુનિદક્ષા લીધી ન હતી. છતાં બધાએ અંત સમયે સંલેખના કરી હતી. પરમશુદ્ધ શ્રાવકના ઉત્તમ ઉદાહરણ બન્યાં. શુભગતિ પામી એકાવતારી થઈ ગયાં. તીર્થકરો તો નિયમથી આયુષ્યના છેડે સંથારો કરે જ છે. આત્મા અને શરીરના જુદાપણાની જાણકારી શર થયેલી આત્મયાત્રા સંથારાના પ્રયોગથી પરાકાષ્ટાએ પહોંચે છે, સાધક કૃતકૃત્યતા અનુભવે છે એ જ મોક્ષની પ્રક્રિયા બની રહે છે. મરણના પ્રકાર : શરીર ત્રણ રીતે છોડાય છેઃ - (૧) આત્મહત્યામાં શરીરની કે સંયોગોની પ્રતિકૂળતાથી કંટાળીને આધિ, વ્યાધિ, ઉપાધિ સાથે તેનાથી છૂટવાનો પ્રયાસ છે, પણ આર્તધ્યાન અને રોદ્રધ્યાનના પરિણામે જીવને આગળ દુર્ગતિ જ મળે છે. (૨) કુદરતી મૃત્યુમાં રિબાતાં, કચવાતા આર્તધ્યાન થાય તો દુર્ગતિ થાય છે અને સમભાવ રહે તો સુગતિ પણ મળે છે. (૩) જ્યારે સંથારામાં લોકના બધા જીવોને ખમાવીને પૂર્ણ મૈત્રીભાવ અને બધાના લ્યાણનો અનુકંપાભાવ કેળવ્યો છે, પૂર્વેના બધા અતિચાર, દોષોની આલોચના કરી છે, સંસારની ઇચ્છા છૂટી છે અને હું જ પરમાત્માસ્વરૂપ શુદ્ધાત્મા છું એવી દૃઢ શ્રદ્ધાપૂર્વકની જાગૃતિ છે, ખુશીપૂર્વક શરીર છોડાય છે, આવા શુદ્ધ આત્મપરિણામથી ઘણીબધી કર્મનિર્જરા થાય છે અને ભવભ્રમણ મટે છે અથવા ૨૨૮*

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117