Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
Catalog link: https://jainqq.org/explore/034389/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - અને જૈન ધર્મ ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ දේවංශවං ලඉඥදේවං જ્ઞાનધારા - ૧૭-૧૮ - અને જૈન ધર્મ : સંપાદન : - ગુણવંત બરવાળિયા : પ્રકાશક : અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરરી રિસર્ચ સેન્ટર ઘાટકોપર -મુંબઈ ∞ල වෛයHRO 00000000000 - Ane Jain Dharma Edited by: Gunvant Barvalia octo. : 2018 સૌજન્ય : શ્રી મગનલાલ હરિલાલ દોશી શ્રી દશાશ્રીમાળી વણિક સોસાયટી ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવા અને જૈન ધર્મ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૭ અને ૧૮ના પ્રાપ્ત શોધપત્રો - નિબંધોનો સંચય સંપાદન : ગુણવંત બરવાળિયા ઑક્ટો. ૨૦૧૮ પ્રકાશક : અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરરી રિસર્ચ સેન્ટર - ઘાટકોપર (મુંબઇ). ઑફિસઃ ૪૩૭ કૈલાસ પ્લાઝા, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ). gunvant.barvalia@gmail.com M : 9820215542 પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. મૂલ્ય ઃ રૂ।. ૨૦૦/ મુદ્રણ વ્યવસ્થા : અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, ઘાટકોપર (ઈ). M : 9223430415 8 වස දේවාදේව Page #3 -------------------------------------------------------------------------- ________________ આપણ પરમ દાર્શનિક પૂ. જયંતીલાલ મહારાજ સાહેબ તથા અધ્યાત્મયોગિની પૂ. બાપજી – લલિતાબાઈ મહાસતીજીની પાવન સ્મૃતિને . વિનમ્રભાવે ... 000000000 OC સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરરી રિસર્ચ સેંટર આયોજિત, ઉવસગ્ગહર સાધના કેન્દ્ર પ્રેરિત, રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. આદિ વિશાળ સતીવૃંદની નિશ્રામાં, સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુના ૧૨૦મા જન્મોત્સવ અંતર્ગત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને રાજકોટ રૉયલ પાર્કમાં તા. ૨૭ અને ૨૮ ઑગસ્ટ-૨૦૧૮ના રોજ યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર૧૭ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો તથા માતુશ્રી પુષ્પાબહેન ભૂપતભાઈ બાવીસી હઃ યોગેશભાઈ પ્રેરિત અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા તત્ત્વચિંતક પૂ. ડૉ. તરુલતાજીસ્વામીની પાવન નિશ્રામાં, પરમદાર્શનિક દિવંગત પૂ. જયંતમુનિના જન્મોત્સવ અંતર્ગત પાવનધામ, કાંદિવલી મુકામે તા. ૨૦ અને ૨૧ ઑક્ટોબર-૨૦૧૮માં યોજાનાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૮ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો તથા નિબંધોનો સંચય — અને જૈન ધર્મ” 8මේවා වෛස හ : මේ Page #4 -------------------------------------------------------------------------- ________________ (સંપાદકીય) આ પ્રસગે “પાહિણીદેવી” એકપાત્રીય નાટકની ઉત્કૃષ્ટ ભાવવાહી રજૂઆત કરનાર સુશ્રી અર્ચના શાહ અને શ્રી હોની શાહનો આભાર સમગ્ર આયોજન કે સંપાદનમાં કોઈ જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં. -ગુણવંત બરવાળિયા ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). ૨-૧૦-૨૦૧૮ (ગાંધીજયંતી) જૈન સાહિત્ય જ્ઞાનસત્ર -૧૭ અને ૧૮ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોનો સંચય ‘– અને જૈન ધર્મ' રૂપે ગ્રંથસ્થ કરી પ્રગટ કરવાના અવસરે આનંદની અનુભૂતિ કરું છું. આયોજનમાં, ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ, કલ્પતરુ સાધના કેન્દ્ર, રૉયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ - રાજકોટ, પાવનધામ જૈન સંઘ - કાંદિવલી, શ્રી યોગેશભાઈ બાવીશી તથા શ્રી ખીમજીભાઈ છાડવાનો સહકાર બદલ આભાર માનું છું. રાજકોટમાં જેમની પાવન નિશ્રામાં આ જ્ઞાનસત્ર યોજાયેલ હતું તે રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આદિ વિશાળ સંત-સતીવૃંદ અને કાંદિવલીમાં તત્ત્વચિંતક પૂ. ડૉ. તરુલતાજીસ્વામી આદિ સતીવૃંદના મળેલા માર્ગદર્શન માટે ઉપકાર સ્મરણ કરી અભિવંદના કરું છું. જ્ઞાનસત્રોના પ્રમુખસ્થાને ડૉ. કુમારપાળ દેસાઈ તથા જ્ઞાનસત્રોમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર વિદ્વાનોના કારણે જ આ આયોજન સફળ રહ્યું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા - ૧૭-૧૮ ...અને જૈન ધર્મ અનુક્રમણિકા ક્રમ વિષય ૧. કેશલુંચન અને જૈન ધર્મ ૨. ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ ૩. મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ ૪. નિશ્ચય, વહેવાર અને જૈન ધર્મ લેખકનું નામ - રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. - પૂ. ડૉ. ચિંતનમુનિ મ.સા. ૧૨ - પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી ૨૧ - પૂ. ડૉ. સાધ્વી આરતીજી ૩૨ શ્રુતસંપદા અને જૈન ધર્મ ૮. સમાજ અને જૈન સાહિત્ય - ડૉ. બળવંત જાની ૯. લિપિ વાંચન અને હસ્તપ્રતોના સંશોધની પ્રવૃત્તિ - ડૉ. પાર્વતબેન ખીરાણી ૧૦. કવિતાનો આનંદ અને આનંદની કવિતા - જહોની શાહ - ડૉ. રેખા વોરા ૧૧. માનતુંગ આચાર્ય અને શ્રી હરિભદ્રસૂરીજીનું જૈન શ્રુતમાં યોગદાન ૧૨. કથાવિશ્વ અને જૈન ધર્મ ૫. અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ - પૂ. ઊર્મિલાજી મહાસતીજી ૬. સંયમજીવન અને જૈન ધર્મ - પૂ. સાધ્વી સુતિર્થીકાજી ૪૩ ૭. ડાયસ્પોરા અને જૈન ધર્મ - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૪૮ વિજ્ઞાન અને જૈન ધર્મ ૧૩. જૈન ધર્મનું આહારવિજ્ઞાન, શરીરવિજ્ઞાન ૧૪. વૈશ્વિક તાપમાન, પર્યાવરણ અને જૈન ધર્મ ૧૫. યોગ અને જૈન ધર્મ ૧૬. વિજ્ઞાન અને જૈન ધર્મ - ડૉ. અભય દોશી પૃષ્ઠ ક્ર. - બીના ગાંધી - ગુણવંત બરવાળિયા - જિતેન્દ્ર કામદાર ડૉ. પ્રીતિ શાહ '' ૩૬ EO ૬૪ ૭૨ = te '-૫ ૧૦૧ ૧૧૨ ૧૨૭ ક્રમ વિષય ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ૧૭. આચાર્ય પરંપરાનું જિન શાસનમાં યોગદાન ૧૮. જિન શાસનનમાં દિવંગત શ્રમણીજીઓનું યશસ્વી પ્રદાન ૨૪. ૨૫. ૨૬. ૧૯. શ્રાવકાચાર અને જૈન ધર્મ - ડૉ. સેજલ શાહ ૨૦. ચતુર્વિધ સંઘ-સંચાલનના પ્રશ્નો અને સમાધાન- ખીમજીભાઈ છાડવા ૨૧. શાસન પ્રભાવનામાં ચતુર્વિધ સંઘની ભૂમિકા ૨૨. દાનભાવના અને જૈન ધર્મ ૨૩. સેવાભાવ અને જૈન ધર્મ ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. લેખકનું નામ - સુરેશ ગાલા - ભારતી દીપક મહેતા પત્રકારત્વ અને જૈન ધર્મ તીર્થસ્થાનો અને જૈન ધર્મ ધ્યાનસાધના અને જૈન ધર્મ શ્રાવકનાં વ્રતો અને જૈન ધર્મ સંલેખના અને જૈન ધર્મ મુનિ સંતબાલજી, પૂ. જયંતમુનિ, પૂ. વિજયવલ્લભસૂરીજી અને પૂ. અમરમુનિના જીવન-કવન સંદર્ભે જૈન ધર્મમાં સેવાભાવ મહાવીરનું અર્થશાસ્ત્ર અને જૈન ધર્મ - યોગેશ બાવીસી પૃષ્ઠ ક્ર. શિલ્પ સ્થાપત્ય, કલાવૈભવ અને જૈન ધર્મ- ડૉ. રેણુકા પોરવાલ અનેકાંત અને જૈન ધર્મ ૧૨૮ ૧૫૨ ૧૬૩ - શૈલેષી હેમાંગ અજમેરા ૧૬૩ - ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) ૧૭૧ - ડૉ. રતનબહેન છાડવા ૧૩૯ ૧૪૦ ૧૮૯ ૧૯૩ ડૉ. મધુબહેન જી. બરવાળિયા ૨૦૩ મણિલાલ ગાલા ૨૦૩ - ચીમનલાલ કલાધાર ૨૧૧ - ડૉ. રશ્મિ ભેદા ૨૧૬ - ડૉ. ઉત્પલા મોદી - જસવંતભાઈ શાહ ૨૨૦ ૨૨૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ કેશલંચન અને જૈન ધર્મ - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. લોચ તો મારી લૉટરી છે !!! કેશકુંચન... જેમાં વેદનાને હસતાંહસતાં સહન કરવાની હોય. લોચ એટલે વેદનાની, દુઃખની આગતા-સ્વાગતા કરવાની. જગત આખું જ્યારે સુખની, ગમતાની આગતા-સ્વાગતા કરે છે ત્યારે સાધુ દુઃખની વેદનાની આગતા-સ્વાગતા કરે છે, કેમ કે, તેને ખબર છે આ જ દુઃખ મારા પરમસુખનું કારણ છે, આ જ દુઃખ મારાં અનંતા કર્મોના શયનું કારણ છે અને આ જ દુઃખ મને પરમસુખ તરફ લઈ જનારું છે. “આખા વિશ્વના જે પોણા બસ્સો ધર્મ અત્યારે પ્રચલિત છે એમાં માત્ર એક જ ધર્મ એવો છે જેમાં કેશકુંચનની વિધિ બતાવી છે. એકએક વાળને ચૂંટીને કાઢવાની કેશાંચનની આવી વિધિ એ જૈન ધર્મની શ્રેષ્ઠ સાધના છે.” કેશાંચન એ જૈન સાધુત્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેદજ્ઞાન આપતું પર્વ છે. જેમ સંસારીઓ માટે દિવાળી એક તહેવાર હોય છે, તેમ સંયમીઓ માટે ‘લોચ’ એક તહેવાર હોય છે. આત્મયુદ્ધ જે નીકળ્યા હોય છે એવા શુરવીર યોદ્ધાને જ્યારે શત્રના સૈનિકો હારે અને પોતાના સૈનિકો જીતે ત્યારે જે આનંદ થાય એવો આનંદ સાધુને લોચ કરતી વખતે થાય છે, કેમ કે, સાધુ આત્મયુદ્ધનો સેનાની હોય છે. હે આત્મન ! આત્માના દમનમાં જ તારું આત્મહિત છે. આત્મદમન ખરેખર દુષ્કર છે, પણ જો તું આત્મદમન કરીશ તો જ તું સુખી થઈશ, જો તું આત્મદમન કરીશ તો જ આ ભવમાં અને પરભવમાં, આ લોકમાં અને પરલોકમાં સુખી થઈશ. જો આ ભવે તું આત્મદમન નહીં કરે તો પશુઓના ભવમાં, તિર્યંચના ભવમાં, નરક આદિ યોનિમાં તારે પરાણે આત્મદમન કરવું પડશે. આ સંસારમાં આપણે જોઈએ છીએ, ઘોડાને ચાબુક મારતા હોય, બળદને માર મારતા હોય, હેલ માછલીને બ્લાસ્ટ કરીને મારી નાખતા હોય, સૂવરને પકડીને હર - અને જૈન ધર્મ 900 0 નિર્દયતાથી એના વાળ ખેંચીને કાઢતા હોય, સસલાંની ખાલ ઉતારાતી હોય. આવા ભવમાં પરાણે પીડા સહેવી પડે છે. હે પ્રભુ ! આ સંસારમાં જ્યારે કર્મોના કારણે દુઃખ ભોગવતા હોય એવા અનેક જીવો છે, ત્યારે ધર્મના કારણે દુઃખ સહન કરવાની મારી તૈયારી જ છે, અનંતા કર્મોની સેનાને હટાવવા હું તૈયાર જ છું. લોચ તો મારા લોચનને ખોલવાની પળ છે. મારો લોચ મારા આત્મલોચનને ખોલવા માટે છે, મારી આત્મદૃષ્ટિને ખીલવવા માટે છે. લોચ સમયે મનમાં આ ભાવો સાથે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ. જે મજેમ કાળા કે શ ઊતરે છે દેહ પરથી, તેમતેમ કાળાં કેમ ઊતરે છેઆત્મા પરથી. આ જીવે તો રડતાંરડતાં બહુ દુઃખો સહન કર્યા છે, પણ હસતાં હસતાં જે દુઃખને સહન કરે છે તે શૂરવીર યોદ્ધા કહેવાય છે. લોચ એ તો હસતાં હસતાં સહન કરવાની એક કળા છે. એક કાવ્ય છે : વેદના ! તમને હો મારી વંદના !! વેદનાને કહેવાનું છે, વેદના ! હું તને વંદન કરું છું, કેમ કે, તારા કારણે જ મારી આત્મચેતના જાગૃત થઈ છે, તારા કારણે જ મને પ્રભુનાં ચરણ મળ્યાં છે અને પ્રભુ જેવું આચરણ મળ્યું છે. જો પ્રભુનાં ચરણ અને પ્રભુ જેવું આચરણ મળતું હોય તો ગમે તેવી વેદના પણ સહન કરવા તૈયાર છું. વેદના ! આવ.. હું તને આવકારવા તૈયાર છું, મેં જ તને આમંત્રણ આપ્યું છે. જે દિવસે મેં સાધુત્વનો સ્વીકાર કર્યો હતો તે જ દિવસે મેં વેદનાને આમંત્રણપત્રિકા મોકલી હતી. સાધુત્વ એ કંટકનો માર્ગ છે અને એમાં પળેપળે વેદના આવવાની જ છે અને મેં એને સ્વેચ્છાએ જ સ્વીકારી છે. માટે જ, હું વેદનાને વેદનારૂપે નહીં, પણ સંપત્તિરૂપે જોઉં છું. વેદના સંયમીઓની એ લક્ષ્મી છે જે એમને આત્મધનથી ધનવાન બનાવે છે. જેમ સંસારીઓ લમીનું સ્વાગત કરવા તૈયાર હોય તેમ સંયમી વેદનાનું સ્વાગત કરવા તૈયાર હોય. જેમ સંસારીને ખબર છે, સંપત્તિથી એમનું ઘર સમૃદ્ધ થશે, એમ સંયમીને ખબર છે કેસમતાભાવે વેદનાને સહન કરવાથી એનાં કર્મો ખપશે અને એને આત્મઘરની પ્રાપ્તિ થશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 80 . કેશાંચન અને જૈન ધર્મ છે વિચાર કરો... દુઃખ આવીઆવીને કેટલું આવે ? ટકીટકીને કેટલું ટકે? લોચ સમયે વાળ ખેંચાય... ખેંચાયખેંચાયને કેટલા ખેંચાય ? બહુબહુ તો ટશિયા ફૂટે અને વધીવધીને લોહી નીકળે, એનાથી વધારે શું થાય ? સાધુ તો શૂરવીર યોદ્ધા હોય અને યોદ્ધા ક્યારેય કાયર ન હોય. યાદ રાખવાનું... અંતે તો હું આ દેહથી જુદો જ છું. જે જુદું છે તે જુદું પડવાનું જ છે, માટે મારેનથી વધારે દુઃખી થવાનું કે નથી કોઈ ચિંતા કરવાની ! સાધુજીવનનો પહેલો લોચ એ તો પહેલી આત્મલકમીની પધરામણી કહેવાય. લોચ સમયે ઉત્કૃષ્ટ ભાવો સાથે ભાવના ભાવવી જોઈએ કે, ‘લોચ તો મારી લૉટરી છે, જે મને આજે પહેલી વાર લાગી છે'. જગતના અનંતા જીવોને જે લૉટરી નથી લાગી તે લૉટરી આજે મને લાગી છે. સંસારની લૉટરી તો લાખ, દસ લાખ કે કરોડની હોય, જ્યારે સાધુનો એક વાળ, એક લટ ખેંચાય એટલે પહેલું દેવલોક, બીજી લટ ખેંચાય અને બીજું દેવલોક, ત્રીજી લટ ખેંચાય અને ત્રીજું દેવલોક એમ એક પછી એક આત્માની ઉચ્ચ અને ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરતાં કરતાં એક દિવસ સિદ્ધશિલાને પ્રાપ્ત કરી શકીએ, એવી લૉટરી છે લોચ !! આવી ઉત્તમ લૉટરીનું ઈનામ લેવા હું માત્ર તૈયાર જ નહીં, તત્પર ... અનંતા જીવે મારો નંબર લાગ્યો છે એનો આનંદ અપરંપાર છે, આવી ચિત્તપ્રસન્ન ભાવના કેશલુચનને શ્રેષ્ઠ સાધના બનાવે છે. દુઃખને જે આમંત્રણ આપી શકે તેને ભગવાન પણ ક્યારેય દુઃખી ન કરી શકે. લોચ એ તો અનુભવની અનેરી પળ હોય છે. લોચ એ તો સંયમજીવનની શ્રેષ્ઠ ક્ષણ હોય છે. માટે જ લોચ સમયે ભય નહીં, ભાવના હોવી જોઈએ. (ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના કૃપાપાત્ર પૂ. ગુરુદેવ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમનાં ચિંતનસભર પ્રવચનો કેટલીક ચૅનલો પર નિયમિત ટેલિકાસ્ટ થાય છે. પૂજ્યશ્રી પ્રેરિત Look-n-Lear અને અઈમ્ યુવા સેવા ગ્રુપ દેશ-વિદેશમાં વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે). ભાવના-અનપેક્ષા ચિંતન અને જૈન ધર્મ - પૂ. ડૉ. ચિંતનમુનિ મહારાજ સાહેબ માણસ જીવે છે ભાવનાથી ! આરાધે છે ભાવનાઓને! ઉપાસે છે ભાવનાઓના ભાવ ! આત્મતત્ત્વની ઓળખ માટે પસાર થાય છે ભાવનાના પથ પરથી ! જીવન એટલે જ વિકાસ. સામાન્ય માનવી બાહ્ય વિકાસમાં ડૂબેલો રહે. સાધક આંતરિક વિકાસમાં પ્રગતિ કરે. આવા આંતરિક વિકાસની પ્રગતિ માટે વ્યક્તિએ આત્મતત્વની ઓળખ મેળવવી પડે છે. આ આત્મતત્ત્વની ઓળખ એ જ આત્મકલ્યાણનો આધાર છે. જૈન દર્શનની મળતી બાર ભાવનાઓ એ એક પછી એક એવાં સોપાન દર્શાવે છે કે જેના પર આરોહણ કરીને વ્યક્તિ પોતાનું કલ્યાણ સાધે છે. માણસનું મન એને સદા ભ્રમિત કરતું રહે છે અને મન સદ્ધાર્ગે જવાને બદલે ક્યારેક કુમાર્ગે આકર્ષાતું હોય છે. આવા મનમાં રહેલી મલિનાને દૂર કરવાનું અમોઘ ઔષધ છે ભાવના. આ ભાવનાઓ માનવીને એના લક્ષસ્થાનનો ખયાલ આપે છે. જેમ ગુણસ્થાનના ક્રમને જોઈએ અને અંતિમ લક્ષની ઝાંખી થાય, એ જ રીતે આ ભાવનાઓ દ્વારા મનને નિર્મળ કરીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ થાય છે. આ ભાવના વિશે વિચારણા કરતાં શતાવધાની, ભારતભૂષણ પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજે ભવ્ય જીવોના ભવભ્રમણનો નાશ કરનાર ‘ભાવના શતક' ગ્રંથના વિષયનું સુંદર નિરૂપણ કર્યું છે. ‘ભાવના શતક' ગ્રંથના પ્રારંભે માનવજીવનના ઉત્થાનના પથનો શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજ આલેખ આપે છે. એનો પ્રારંભ પહેલી અનિત્ય ભાવનાથી કરે છે. શાશ્વતને ઓળખવું હોય તો પહેલાં ક્ષણભંગુરને જાણવું પડે, શિખરે પહોંચવું હોય તો તળેટીની ઓળખ મેળવવી પડે, એ જ રીતે નિત્યને જાણવા માટે અનિત્યની જાણકારી જરૂરી છે. અનિત્યના ત્યાગ પછી જ નિત્યનો સ્વીકાર થઈ શકે. આ અનિત્યમાં પણ સૌથી વધારે ચંચળ, માયાવી અને અનિત્ય બાબત કઈ ? અહીં Page #8 -------------------------------------------------------------------------- ________________ છેક ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ છે એક મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજ સર્વપ્રથમ લક્ષ્મીની અનિયતા બતાવે છે. ૧) અનિત્ય ભાવના : લીંબડી અજરામર સંપ્રદાયના આગમદિવાકર પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્ર મહારાજના સુશિષ્ય શતાવધાની, ભારતભૂષણ પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજે ‘ભાવના શતક'ની રચના કરી. બાર ભાવનામાં પહેલી અનિત્ય ભાવના છે. અનિત્ય ભાવના વિશે સ્વરચિત આઠ શ્લોકો રચ્યા છે. પ્રથમ લક્ષ્મીની અનિત્યતા બતાવી છે. વેગપૂર્વક ચાલતા પવનની સામે દીપક મૂકવાથી જેમ દીપશિખા અસ્થિર બને છે, તેવી જ રીતે લક્ષ્મી પણ અસ્થિર-ચંચળ અને ચપળ છે. ગમે ત્યારે એ લક્ષ્મી માનવીને છોડીને ચાલી જશે અથવા માનવી એને છોડીને ચાલ્યો જશે. એ પણ આ જ જન્મમાં, બીજા જન્મમાં નહીં. શરીરની અનિત્યતા, રોગોની પ્રચુરતા અને આયુષ્યની ક્ષણભંગુરતાને પરિણામે આ શરીર અનિત્ય, નાશવંત અને ક્ષણભંગુર છે, છતાં પણ પ્રત્યેક માણસ આ શરીર પર કેટલો બધો મોહ રાખે છે ! ચિત્ત, વિત્ત, જીવન, યૌવન, સંસાર - બધું જ ચલાયમાન છે, તો પછી પ્રશ્ન થશે નિશ્ચલ, અડગ અને અસ્થિર શું ? તો જવાબ છે કે માત્ર ધર્મ જ નિશ્ચલ અને સ્થિર છે. એનું શરણ જ સાચું છે. ધર્મ, ન્યાય, નીતિ, પ્રામાણિકતાને છોડીને જે લક્ષ્મી સંપાદન કરી તે લક્ષ્મી તને મૃત્યુના મુખમાંથી છોડાવી નહીં શકે. ૨. અશરણભાવના : જે સ્ત્રીને તું તારા પ્રાણથી પણ વધારે ચાહે છે,એને પ્રસન્ન રાખવા તું યોગ્યઅયોગ્ય કાર્યો કરે છે, એ વિષયમાં પુષ્પ-પાયને જોતો નથી. જ્યાં સુધી તારા તરફથી સુખ મળતું રહેશે, ત્યાં સુધી તારી પત્ની તને પ્રેમ કરશે, તે પણ અંદરથી નહીં, પણ બહારથી વહાલ કરશે, પણ જ્યારે મોતનો સમય આવશે ત્યારે બૅન્કના લૉકરની ચાવીની ભાળ પૂછશે, સોના-ચાંદી અંગે સવાલ કરશે, પણ તને મૃત્યુના પંજામાંથી છોડાવી નહીં શકે. આ ભાવનાને સ્પષ્ટ કરવા હરણના બચ્ચાનું અનાથીમુનિનું સુંદર દૃષ્ટાંત મૂક્યું છે. અને છેલ્લે જણાવ્યું છે કે, કલ્યાણમિત્ર ધર્મ જ એકમાત્ર શરણદાતા છે. ૩) સંસાર ભાવના : ધર્મનું શરણું અંગીકાર ન કરનાર જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ માટે ત્રીજી સંસાર ભાવના બતાવવામાં આવી છે. પાપાચરણના પ્રભાવે માનવીએ અનંતકાળથી જન્મ, વૃદ્ધત્વ અને મૃત્યુનાં દુઃખો વારંવાર સહન કર્યા છે, તે એટલી હદ સુધીનું કે ચૌદ ૧૩ - ક00 _ અને જૈન ધર્મ છે જ રાજલોકના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાંના દરેક પ્રદેશ અનંતાનંતવાર જન્મ-મરણ કર્યો, અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા, છતાં હજી સુધી સંસાર સીમિત થયો નથી. આવો જીવાત્મા જ્યારે નરકમાં ગયો, ત્યારે ત્યાંની અતિશય ઠંડી અને અતિશય ગરમીની જે વેદના એક સમયમાં સહન કરી, એ પીડાની કોઈ માણસ ગણતરી કરવા બેસે તો તે પોતાની જીભથી તો ગણી શકે નહીં, પણ કોઈને એક લાખ જીવ દૈવયોગે પ્રાપ્ત થઈ જાય અને એ બધી જીભોથી તેનું વર્ણન કરવા બેસે, તોપણ પાર પામી શકે નહીં. એટલી અપરંપાર વેદના એક સમયમાં ભોગવી, તો પછી આ જીવે પલ્યોપમ અને સાગરોપમ સુધી કેવી રીતે સહન કરી હશે ? આટલું દુઃખ ભોગવ્યું, પણ છતાં હજી સુધી દુઃખનો પાર આવ્યો નથી. શુભ કર્મના ઉદયથી આ જીવ ક્યારે રાજકુળમાં ઉત્પન્ન થઈને મહારાજા બન્યો, તો વળી કવચિત્ દેવતાઓના અધિપતિ ઇન્દ્ર પણ થયો. કાલાન્તરે શુભ કર્મનો ઉદય પૂર્ણ થતાં અને અશુભ કર્મના પ્રભાવથી નીચ કુળમાં ઉત્પન્ન થઈને અધમ જાતિમાં જન્મ્યો. ક્યારેક મનુષ્યયોનિમાં તો ક્યારેક ડુક્કર જેવી તિર્યંચ યોનિમાં પેદા થયો. આવી વિચિત્રતાની સાથે જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, છતાં પણ હજી સુધી ભવભ્રમણથી નિવૃત્તિ મળી શકી નથી. આ સંસારના સંબંધોનું માયાવીપણું તો જુઓ ! હમણાં તને જે પુત્ર પિતા કહીને બોલાવે છે, એ જ તારો પુત્ર પૂર્વભવમાં ઘણી વખત તારો પિતા થયો છે. હમણાં જે તને પતિ કહીને સંબોધે છે, તે જ સ્ત્રી એક વખત તારી માતા હતી અને હમણાં જે પુત્રીનો તે પિતા થયો છે, પૂર્વભવમાં એક વખત એ તારી વનિતા હતી. આમ ભવભ્રમણ કરતાં જે નવાનવા સંબંધો બાંધ્યા તે એક પછી એક યાદ કરવામાં આવે, તો અતિવિસ્મય થાય ! કેવાકેવા વિચિત્ર સંબંધો કર્યા છે. અરે ! બીજા ભવની તો શું વાત કરવી, એક ભવમાં પણ એક જીવે અઢાર સંબંધો જોડ્યા, તે દર્શાવતી કુબેરદત્ત અને કુબેરદત્તાની કથા જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૪) એકત્વ ભાવના એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે, ત્યારે એ ગર્વભેર છાતી પર હાથ રાખીને કહે છે કે, આ બંગલો તો મારો પોતાનો છે. આ રમણીય બગીચો મેં મારા માટે ઘણી મહેનત કરીને બનાવેલો છે. આ અશ્વશાળા મારા અશ્વોને બાંધવા માટેની છે. આ બળવાન હાથી મારી સવારી માટે છે. આ બધા તો મારા નોકર છે. પોતાની ભૌતિક વસ્તુઓ વિશે અહંકાર સેવવાની એને આદત પડી જાય છે. એને માટે ૧૪. Page #9 -------------------------------------------------------------------------- ________________ છેક ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ છિક પારાવાર આસક્તિ ધરાવે છે. પોતાની પ્રત્યેક વસ્તુની સાથે મમત્વ લગાડીને મારું-મારું કહ્યા કરે છે, પણ જ્યારે મૃત્યુના માર્ગે પ્રયાણ કરવું પડશે, ત્યારે બગીચામાંથી કોઈ વસ્તુ એની સાથે આવતી નથી. આલીશાન બંગલો, મૂલ્યવાન અલંકારો, વિશાળ ઉદ્યાન, સઘળી ભૌતિક સિદ્ધિ અને સમૃદ્ધિ પર ગમે તેટલું મમત્વ હોય તોપણ તે અંતિમ વિદાય સમયે એકલો જ પ્રવાસી થવાનો છે. સ્વજનો કે સંપત્તિ એની સાથે કંઈ આવવાનું નથી અને એનું થવાનું નથી. રાજા-મહારાજાઓ પણ એકલા ગયા. એવા જેમની કીર્તિ દશે દિશામાં પ્રસરેલી હતી, જેની નીતિ-રીતિ અને પ્રીતિ અત્યંત ઉત્તમ હતી, એવા દાનેશ્વરી રાજા ભોજ, પ્રજાનાં દુઃખને પોતાનું માનનાર અને દુઃખ દૂર કરનાર મહાપ્રતાપી રાજા વિક્રમ, અન્યાયરૂપી દુશ્મનની સામે લડનાર અને દિલ્હીના તખ્તાને શોભાવનાર બાદશાહ અકબર, એ બધા જ્યારે મૃત્યુને શરણ થયા, ત્યારે તેઓ એમનો રાજભંડાર. સેના કે ખજાનો કે અંતઃપુર - એ સર્વને છોડીને એકલા જ ગયા. કશું સાથે લઈ જઈ શક્યા નહીં, ત્યારે સામાન્ય વ્યક્તિની તો વાત જ શું કરવી ! માટે નક્કી માનજો કે આ જીવ એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે. ૫) અન્યત્વ ભાવના માનવીનું જન્મ અને મરણની વચ્ચે એકાકીપણું એકત્વ ભાવનામાં દર્શાવ્યું, તો વચ્ચેની સ્થિતિમાં પોતાના માની લીધેલા પદાર્થો ખરેખર પોતાના નથી, તે અન્યત્વ ભાવનામાં બતાવવામાં આવ્યું છે. હું કોણ છું ? મારી ઉત્પત્તિ આ જગતમાં ક્યારથી છે? મારાં માતા, પિતા, પત્ની, પુત્ર વગેરે કોણ છે? એમની સાથે મારો સંબંધ કયા નિમિત્તે થયો ? તે વિશે પાંચમી ભાવનામાં આલેખન કર્યું છે. ઉત્કૃષ્ટ વૈરાગ્ય તરફ કેવી 29) O_ અને જૈન ધર્મ ) Sep જુદાંજુદાં પક્ષીઓ ભિન્નભિન્ન દિશામાંથી આવીને વૃક્ષ પર બેસે છે, તેવી જ રીતે ઋણાનુબંધથી એક ઘરની અંદર જુદીજુદી ગતિમાંથી આવેલા કુટુંબીજનો એકઠા થાય છે, કિંતુ આયુષ્યરૂપી રાત્રિ પૂર્ણ થતાં તે સઘળા જુદા પડવાના. જગતના સર્વ સંયોગ એ વિયોગી સ્વભાવના છે. ૬) અશુચિ ભાવના : માણસને સૌથી પહેલી મમતા કેળવાય છે એના પોતાના શરીર સાથે. તેની સ્થિતિ વિશે વિચારીએ. આ દેહનું બાહ્ય રૂપ ક્ષણમાં સુંદર અને બીજી ક્ષણે અસુંદર થઈ જાય છે. દેહ એનો એ જ હોય છે, છતાં જુવાની અને બુઢાપામાં કેવો જદ્દો થઈ જાય છે! વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડનારા શેરપા તેનસિંગને બુઢાપામાં ઘરનો ઉંબરો ઓળંગવો એવરેસ્ટથી વધુ કઠિન લાગતો હતો. આ અનિત્ય રૂપનું વ્યક્તિ ચિંતન કરે, તો નિઃસાર શરીર પ્રત્યે મોહ ઉત્પન્ન થાય નહીં. આ શરીરમાં અનંતા રોગ છે અને હજારો વ્યાધિઓનું સ્થાન છે. આ શરીરને કારણે અનેક દુઃખો, વેદના અને કષ્ટો સહન કરવો પડે છે. આ શરીર માત્ર બહારથી સુંદર છે, પરંતુ ચામડી ઉતારીને અંદર નિરીક્ષણ કરીએ, તો હાડ-માંસ અને લોહી-મળમૂત્ર સિવાય કંઈ જ નથી. આવી નિંઘ અને તુચ્છ વસ્તુઓથી ભરેલા આ શરીરને કયો માણસ સૌંદર્યમય, રમણીય કે આકર્ષક કહેશે ? આ શરીરમાં મોહ ઉપજાવે તેવી બાબત કઈ છે? આ શરીરની અંદર જોઈએ તો પુષ્કળ મલિન વસ્તુઓ મળે છે. ઉપર તો ચામડીનું આવરણ છે. એની નીચે નાનાંમોટાં હાડકાં એકબીજાની સાથે જોડાઈને ગોઠવાયેલાં છે. હાડપિંજર જોયું ને! ચામડીની નીચે માંસના લોચા છે અને તેના પર ઝીણી-જાડી નસો પથરાયેલી છે. તેમાંથી આખા શરીરમાં રુધિરાભિસરણ ચાલે છે. ચરબી, મજા, પિત્ત, કફ-મૂત્ર અને વિષ્ટાથી શરીર વ્યાપ્ત છે. આવા મલિન દેહને કયો બુદ્ધિમાન માનવી પવિત્ર કહી શકે ? કોઈ નહીં. આ અનુપ્રેક્ષા ચિંતન વૈરાગ્યને પુષ્ટ કરનાર છે. ૭) આશ્રવ ભાવના : જેવી રીતે પિતા કે દાદાએ મેળવેલી લક્ષ્મી તેના પૌત્રોને વારસામાં મળે છે. વાસ્તવમાં એમણે આ સંપત્તિ કમાવાની પ્રવૃત્તિમાં કોઈ ભાગ લીધો નહોતો, છતાં એમને તે વારસામાં મળે છે અથવા બૅન્કમાં મૂકેલી થાપણનું વ્યાજ તેના વારસદારોને મળે છે, તેવી રીતે આગળના અનંત ભવોને વિશે આ જીવ જે પાપકર્મોનાં સાધનો ભેગાં કરીને મૂકી આવ્યો છે, તેની સાથે હમણાં કોઈ સંબંધ નથી તોપણ જ્યાં સુધી તેવાં ક્રમબદ્ધ ગતિ ! માનવી જેને પોતાના માને છે, એવી એની મોટરો, સ્કૂટરો, કૉપ્યુટરો, લેપટોપ, નોકરી, બંગલાઓ, બગીચાઓ અને વૈભવો એ બધાંની સાથે એનો સંબંધ કેટલા સમયથી થયો છે ? અને તે સંબંધ કેટલા સમય સુધી ટકવાનો છે? તેનો વિચાર આ પાંચમી અન્યત્વ ભાવનામાં કરવામાં આવ્યો છે. જન્મ, મરણ, રોગ, ભોગ, હાનિ અને વૃદ્ધિ - એ બધા ધર્મો શરીરના છે. આમાંથી એક પણ ધર્મ આત્માનો નથી. માનવી એક જ ઘરમાં પિતા, પત્ની, પુત્ર, પુત્રવધૂ સહુની સાથે રહે છે અને પરસ્પર સંબંધથી જોડાયેલો રહે છે, પણ એ બધાં એનાથી જુદાં અને બધાંથી જુદો છે. તેમની સાથેનો સંબંધ કેવળ વૃક્ષ અને પક્ષીના સંબંધ જેવો છે. જેવી રીતે સંધ્યાકાળે - ૧૫ - ૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ $ $ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ 92 ) પાપસ્થાનોનો મન, વચન, કાયાથી ત્યાગ કર્યો નથી, અવ્રતને અટકાવી વ્રતો ધારણ કર્યો નથી, ત્યાં સુધી પૂર્વનાં અધિકરણોની સાથેનો સંબંધ નષ્ટ થતો નથી, જેથી તે પાપની ક્રિયા જીવને લાગે છે. આમ્રવના પ્રકારો-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ - એ પાંચ ભેદ છે. કર્મવર્ગણાને ગ્રહણ કરવામાં અને આત્મપ્રદેશની સાથે તેને બંધ કરવામાં પાંચ આશ્રવ સિવાય બીજું કોઈ કારણ નથી. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં આત્માએ જે કર્મની વર્ગણાઓ ગ્રહણ કરી તે બધી પાંચ આસવોને આધીન છે. કર્મબંધન કાર્ય અને પાંચ આશ્રવો કારણ છે. કર્મબંધનાં જેટલાં કારણો છે તે આ પાંચમાં સમાઈ જાય છે. પાંચ આસવના વિશેષ પાંચ પ્રકારો મિથ્યાત્વ અને કષાય, બંનેના પચીસ ભેદ છે, અવ્રતના બાર ભેદ છે, પ્રમાદના પાંચ ભેદ છે, યોગના પંદર ભેદ છે, પાંચ આશ્રયના ૮૨ ભેદ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ૮) સંવર ભાવના: સૂર્યનો પ્રકાશ કે વીજળીનો પ્રકાશ ચારેબાજુ અજળાવું ફેલાવતો હોય, પણ આંખો વગર શું કામનો ? જમીન ફળદ્રુપ હોય, ઉત્તમ પ્રકારનાં બીજ હોય, યોગ્ય સમયે જમીનમાં વાવેતર કરવામાં આવે, પણ સમયસર વરસાદ જ ન થાય તો શું કામનો ? તેવી જ રીતે સમક્તિ દૃષ્ટિ જાગી ન હોય તો તપ, જપ, કષ્ટ, ક્રિયા સઘળું એકડા વિનાના મીંડા જેવું નકામું છે. સમ્યક દૃષ્ટિ વિના ઇચ્છિત ફળ મોક્ષ-સુખ મળી શકતું નથી. સંવર ભાવનાનો આ પ્રથમ ભેદ સમ્યકત્વ છે. બીજો વિરતિ, ત્રીજો અપ્રમાદ, ચોથો અકષાય અને પાંચમો ભેદ અશુભ યોગનો ત્યાગ છે. આ ભાવના આવતા કર્મને રોકવાની સાધના છે. ૯) નિર્જરા ભાવના : ભૂતકાળમાં જે જ્ઞાની અને આત્મદર્શી પુરુષો થયા, તેમના નિરાબાધ (એટલે જેનો કોઈ પણ પ્રમાણથી બાધ થઈ શકે નહિ) એવું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણીય આદિ કર્મનાં આવરણો હોય, ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્ત થતું નથી, તે પુરુષોએ આવરણો તોડવાં અને જ્ઞાનાવરણીય આદિની સર્વથા નિર્જરા કરવા માટે કયાકયા ઉપાયો લીધા, કયા માર્ગે ચાલ્યા અને કેવા પુરુષાર્થ સર્વથા નિર્જરા કરીને નિરાબાધ જ્ઞાન મેળવ્યું, તે વાતનો વિચાર નવમી નિર્જરા ભાવનાથી કરવો જોઈએ. નિર્જરાના બે પ્રકાર છેઃ સકામ અને અકામ. અકામ નિર્જરા અપ્રશસ્ત છે અને સકામ નિર્જરા પ્રશસ્ત છે. ઉદયમાં આવેલાં કે ઉદયિત થયેલાં સંચિત કર્મોનો પરવશપણે કહી છે – અને જૈન ધર્મ કે જ અજ્ઞાન કષ્ટથી ભોગવટો થતાં જે નિર્જરા થાય, તે અકામ નિર્જરા અને જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને પરિષહ આદિ સહન કરવાથી વિના વિપાકે જે નિર્જરા થાય, તે સકામ નિર્જરા. જ્ઞાન એ જ નિર્જરાનું મુખ્ય સાધન છે. અજ્ઞાનથી કષ્ટ સહન કરીને બાળતપસ્વીઓ કરોડો વર્ષ સુધી મા ખમણ કરે છે. સૂર્યની આતાપના લે. કુશના અગ્ર ભાગ પર રહી શકે તેટલા જ અનાજથી પારણું કરીને તેના પર માસખમણ કરે. આવી કરોડો વર્ષની તપશ્ચર્યાથી તે જેટલાં કર્મો ખપાવે, તેટલાં કર્મો જ્ઞાનીપુરુષ જ્ઞાનબળથી ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. માટે કર્મોને સાફ કરનાર ઉત્તમ પ્રાણી જે જ્ઞાન-આત્મજ્ઞાન છે તેને મેળવે છે. ૧૦) લોક ભાવના : નિર્જરા વગેરે બનાવો લોકમાં બને છે. સર્વનું અધિષ્ઠાન છે માટે નિર્જરા પછી લોકભાવના બતાવવામાં આવી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યોનો સમૂહ તે લોક કહેવાય. લોકના દરેક ભાગમાં આ છે દ્રવ્યોમાંથી કોઈ ને કોઈ દ્રવ્ય હોય. આ છ પદાર્થો જે ભાગમાં વ્યાપ્ત છે, તે ભાગને ‘લોક'ની સંજ્ઞા આપવામાં આવી છે. આકાશાસ્તિકાય સર્વત્ર વ્યાપક છે. તેના બીજા પાંચ વ્યાપ્ય છે, એટલે આકાશ પાંચ દ્રવ્યની સાથે પણ છે અને પાંચથી બહાર પણ છે. તે અનંત છે, એટલે તેનો છેડો મળે તેમ નથી. તે આકાશાસ્તિકાયની વચ્ચે છે દ્રવ્યના સમૂહરૂપ લોકતત્ત્વ વિદ્યમાન છે. તો પછી આ લોકનો કર્તા કોણ છે? આ લોકને બનાવનાર કોઈ છે ખરો ? ના, કોઈ બનાવનાર નથી. આ લોક કોઈએ બનાવ્યું નથી. આ લોકનો પાલક કે સંહારકર્તા પણ કોઈ નથી. તો શું તે પોતાની રીતે ઉત્પન્ન થયો? નહીં, તે ક્યારેય ઉત્પન્ન થયો નથી. અનાદિકાળથી છે તેમ જ છે. એ સર્વથા નાશ પામવાનો નથી. એ નિત્ય અને શાશ્વત છે. આ લોકની સ્થિતિ વિશે વિચારીએ. જેના પર સર્વ પ્રાણીઓ રહે છે તે પૃથ્વી ઘનોદધિ-જળને આધારે છે. તે ઘનોદધિ, વાયુ-ઘનવાને આધારે અને ઘનવા તનવાને આધારે રહે છે. તે તનુવાયુ પણ આકાશને આધારે છે. આ આકાશનો અમુક ભાગ મૂક્યા પછી અલોકની હદ આવે છે. તે અલોકમાં એક આકાશાસ્તિ સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી. માત્ર એક આકાશ અને તે પણ સીમા વગરનું - અનંત છે, તેથી અલોક પણ અનંત છે. જીવની ચૈતન્યશક્તિ અગુરુ લઘુ સ્વભાવવાળી છે. તેનો સ્વભાવ ઊર્ધ્વગામી ૧૮ ૧૭. Page #11 -------------------------------------------------------------------------- ________________ કરી ભાવના-અનુપ્રેક્ષા ચિંતન અને જૈન ધર્મ ઈલે છે. તેજસ્ શરીરાદિ પુદ્દગલ ગુરુલઘુ છે. ગુરુત્વવાળી વસ્તુ હંમેશાં નીચે જાય, તેથી પુદ્દગલના સંગે જીવનું નીચે ગમન થાય છે. જેમ કર્મબળ વધારે અને પુદ્દગલનો સંગ વિશેષ જેથી આ જીવ નીચેના સ્થાનમાં જન્મ લે છે અને સ્વભાવની નિર્મળતા તેમ જીવનું ઊર્ધ્વગમન થાય છે. જ્યારે સંપૂર્ણ કર્મ નિલેપ થાય છે, ત્યારે કેવળ ચિત્ત્વભાવથી લોકને અગ્ર ભાગે સ્થિર થાય છે. લોકને અગ્ર ભાગે સ્થિર થવાની અભિલાષા હોય, તો કર્મના મેલને દૂર કરવા અને ચિત્તના નિર્મળ સ્વભાવને પ્રગટ કરવા ધર્મનું આચરણ કરી આત્મિક ગુણોને પ્રગટ કરવા જોઈએ. ૧૧) બોધિદુર્લભ ભાવના : એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં જીવ અપાર દુઃખ, વેદના, પરિશ્રમ સહન કરતાં અશુભ કર્મો ઓછાં થયાં ત્યારે ઊંચા સ્થાન પર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયવાળો થયો, ત્યાં સંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરીને તેઇન્દ્રિય અને ચઉરેન્દ્રિયમાં જન્મ્યો. અહીંયાં દુઃખ ભોગવતાંભોગવતાં સંખ્યાત કાળ સુધી ભમ્યો, પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. ત્યાં નારકી, તિર્યંચ, જ્યાં દુઃખ છે ત્યાં સુખ વગરનો ઘણો સમય પસાર કર્યો અને વારંવાર બે યોનિમાં જ ભવભ્રમણ કર્યું. એ પછી દુઃખિત અને સંકીર્ણ યોનિમાં ભવભ્રમણ કરતાં અને દુઃખ ભોગવતાં અશુભ કર્મો જ્યારે ભોગવાઈ ગયાં, ત્યારે શુભ કર્મોનો ઉદય થયો અને સુકૃતનો યોગ મળતાં પુણ્યનો સંચય થયો, પછી અતિપુણ્યના યોગથી ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે કીમતી અને મહામહેનતથી મળી શકે તેવો મનુષ્યનો અવતાર આ જીવને પ્રાપ્ત થયો. મનુષ્યભવમાં પણ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ પુણ્ય વિના આર્યદેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતો નથી, એટલે કે વિશિષ્ટ પુણ્ય હોય, તો જ ધર્મના વાતાવરણવાળા દેશ અને કુળમાં જન્મ મળે છે. જ્યારે વધારે પુણ્ય જાગ્રત થાય છે ત્યારે સુંદર શરીર, ઇન્દ્રિયોની પરિપૂર્ણ શક્તિ, શરીરના આરોગ્યની સાથે મનની સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે, પણ સર્વાધિક પુણ્ય વિના આર્યદેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતો નથી, પણ સર્વાધિક પુણ્ય વિના ઉપર કહેલી ઉત્તરોત્તર સંપત્તિ મળી શકતી નથી. આવો દુર્લભ માનવભવ મળ્યા પછી આરાધના કરી સંસાર તરવાની આ ભાવના પુષ્ટિ કરે છે. ૧૨) ધર્મ ભાવના : બોધિરત્નની પ્રાપ્તિ થતાં ધર્મની સીમામાં પ્રવેશ થાય છે, માટે બોધિદુર્લભ ભાવના પછી ધર્મ ભાવના દર્શાવવામાં આવે છે. જે ધર્મ સફળ, સિદ્ધ, દિવ્યસિદ્ધિ અને ૧૯ —અને જૈન ધર્મી આત્મશુદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેનો વિચાર કરવો જોઈએ. તે વિચાર કોઈ પણ જાતનો પક્ષપાત રાખીને કે ઉપરછલ્લી બુદ્ધિથી કરવાનો નથી, પણ નિષ્પક્ષપાત રીતે તાત્ત્વિક બુદ્ધિથી ધર્મનો વિચાર કરવાનો છે. આ ધર્મના ભેદો જોઇએ. જે આત્માને પરભાવમાં જવા ન દે અને પોતાના સ્વભાવમાં રાખે તે ધર્મ. ધર્મના બે પ્રકાર છે ઃ શ્રુત ધર્મ અને ચારિત્ર્ય ધર્મ. શ્રુત ધર્મના બે પ્રકાર છે - જ્ઞાન ધર્મ અને દર્શન ધર્મ, જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય એ ત્રણ ભેદને રત્નત્રયી એ કહેવામાં આવે છે. રત્નત્રયી મોક્ષના ઉપાય તરીકે પ્રસિદ્ધ છે. મોક્ષનો જે માર્ગ તે જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. આવા ધર્મના સેવનથી જે ફળની સિદ્ધિ થાય છે, તે ફળ તો કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી મળી શકતું નથી. કલ્પવૃક્ષથી જે ફળ મળે, તે ફળ થોડો સમય પણ પૂર્ણ સિદ્ધિ આપી શકતું નથી, જ્યારે ધર્મના આચરણથી મળતું મોક્ષરૂપી ફળ ચિરકાળ ટકે એવું સ્થાયી અને સંપૂર્ણ સુખને આપનાર છે. આ રીતે શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ બારમી ભાવનાના વિસ્તૃત ચિંતનના ઉપસંહારમાં ‘ભાવના શતક’માં કહે છે કે, જે કૃત્ય દુર્ગતિરૂપ કૂવામાં લઈ જાય જે અથવા એ કૂવામાં પડી રહેલાં પ્રાણીઓને દુઃખમાંથી બચવા કે બહાર આવવા માટે ધર્મ સિવાય બીજું કોઈ આલંબન નથી. પૈસા, સત્તા, રાજ્ય, કુટુંબ કે બીજી કોઈ પણ વસ્તુ સતિમાં લઈ જનાર નથી, દુર્ગતિમાંથી ઉગારી સદ્ગતિમાં અને મુક્તિમાં લઈ જનાર માત્ર ધર્મ જ છે, માટે જ્યાં સુધી સમય અને સંયોગો અનુકૂળ છે ત્યાં સુધી તું ધર્મના માટે તમામ પ્રયત્ન કર. સમય હાથમાંથી ક્યારે સરી જશે એનો ખયાલ નહીં આવે. પછી ગમે તેટલો પશ્ચાત્તાપ કરીશ તોપણ વીતી ગયેલો સમય ફરી મળવાનો નથી. ભવિષ્યનો વિચાર કરીને પ્રમાદ કર્યા વગર, સમયને બગાડચા વિના, શુભ પુરુષાર્થ કર, પછી પશ્ચત્તાપ અને પસ્તાવો કરવો ન પડે એવું જીવનનું આયોજન કર. આ રીતે આ સઘળી ભાવનાઓ પૂર્વે માનવીએ મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી જોઈએ. જો આવી શુદ્ધિ સાથે પોતાના જીવનમાં ભાવનાઓનું અવગાહન અને આચરણ કરે તો જરૂર કષાયો પર વિજય મેળવીને મુક્તિ પંથનો પથિક બની શકે. (લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી મહારાજસાહેબના સુશિષ્ય ડૉ. મુનિરાજ શ્રી ચિંતનમુનિએ ‘બાર ભાવના’ પર શોધપ્રબંધ લખી Ph.D.ની ડિગ્રી મેળવી છે. ભાવના શતક પર તેમનો ‘ભાવે ધર્મ આરાધીએ' ગ્રંથ પ્રગટ થયો છે). ૨૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ - પૂ. ડૉ. તરુલતાજીસ્વામી કુમાર વર્ધમાન, મુનિ વર્ધમાન બની સાધનાના માર્ગે આરૂઢ થયા. હવે એમના સાધનામાર્ગ વિશે વિચારીએ. પ્રભુની સાધના વિશે કંઈ પણ કહેવું તે અત્યંત અઘરું છે. આચારાંગ સૂત્રનાં પાનાં ઉથલાવું છું. પ્રભુ મહાવીરના અંતરમનમાં ડૂબકી મારવાની કોશિશ કરી રહી છું. ઘણી જ અસમંજસમાં પડી જાઉં છું. શું કર્યું? ક્યાંથી શરૂ કરું ? તેમના ધ્યાનની વાત કરું કે તપની વાત કરું ? અભિગ્રહની વાત કરું કે મૌનની વાત કરું ! કેટલું કહું ! જેટલુંજેટલું લખવા માગું છું તે બધું જ અધૂરું લાગે છે. લખું છું, પણ સંતોષ થતો નથી. પ્રભુના ગુણો અનંત અને મારી લેખની એક. પ્રભુનો મહિમા અસીમ અને મારી ભક્તિ સંસીમ !! શાસ્ત્રમાં કહ્યું છે તથા મારા અનુભવથી પણ જાણું છું કે અમુક વાતો એવી હોય છે કે ભૂમિકા વિના સમજાતી નથી. જેમજેમ ભૂમિકા વધતી જાય તેમતેમ ઉપરની વાતો સમજમાં આવતી જાય. સમાજાય પછી પણ શબ્દોમાં મૂક્વાનો પ્રયત્ન કરીએ ત્યારે અપર્ણ જ લાગે. છતાં અત્યારે મારી ભક્તિનું એક પુષ્પ ભગવાન મહાવીરનાં ચરણે અર્પિત કરવાસમું આ કાર્ય મેં હાથ ધર્યું છે અને મારે કંઈક કહેવું છે તો ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે ! તેમાં ઘણી ક્ષતિઓ થશે, ત્રુટિઓ રહેશે, છતાં એ તરફ લક્ષ્ય ન આપતાં પ્રભુની સાધનામાંથી કોઈક સાધના આપણને સાધનામાર્ગે ઉપયોગી થાય, એવા ધ્યેયથી આ કાર્યને મૂલવીશું તો કંઈક અંશે સફળતા પ્રાપ્ત કરી શકીશું. પ્રભુ મહાવીરનો સાધનાકાળ બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસનો જે થાય, તે થાય. જિદ્દ કે હઠ એ માર્ગ જ નથી. નિર્વસ્ત્ર રહેવું, તપ કરવું, ઘનઘોર જંગલમાં રહેવું કે સ્મશાન જેવી ડરામણી ભૂમિમાં વિહરવું તેમના માટે સહજ હતું. અભયને અરણ્ય શું ને અટ્ટાલિકા શું? બળપૂર્વક વૃત્તિઓને દબાવવી એ દાબેલી સ્વિંગ કે ભૂખ્યા વાઘ જેવી છે. એ વૃત્તિમાં જોરથી ઊછળે છે. ભૂખ્યો વાઘ મુક્ત થતાં જે સામે હોય તેના પર તૂટી પડે છે. આ માર્ગ તો વિવેનો છે. શમન કે દમન વૃત્તિઓને નિર્મૂળ નથી થવા દેતાં. થોડો સમય દબાવે છે. જ્યારે અહીં વૃત્તિઓનો સર્વથા ક્ષય કરવાનો છે. આખીય સાધના ક્ષાયિક ભાવની છે. વૃત્તિઓને S 9 – અને જૈન ધર્મ * * જાણીને, ઓળખીને મૂળમાંથી ઉખેડી ફેંકવાની છે, એય સહજ માર્ગે. પ્રભુ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા અપ્રમત્ત છે. પ્રમત્ત દશામાંથી અપ્રમત્ત દશામાં જવું એ પ્રયત્નથી નથી થતું. બળપૂર્વક નથી જવાતું. અહીં આગ્રહ-દુરાગ્રહ હોતો નથી. અનાગ્રહ દશામાં આત્મસ્થિરતા વધે તે અપ્રમત ગુણસ્થાન, સ્થિરતા ઘટે તે પ્રમત્ત ગુણસ્થાન. આ ઝૂલો અનાયાસે ચાલ્યા કરે છે. ભગવાન મહાવીરનો આખોય સાધનાકાળ ધ્યાન અને કાયોત્સર્ગમય હતો. દીક્ષા લેતાંની સાથે જ પ્રભુએ ધ્યાનનો સંકલ્પ કરી લીધો હતો. આ કાળમાં ઘણી લાંબી તપશ્ચર્યાઓ થઈ, તેથી તેઓ ‘દીર્થ તપસ્વી' કહેવાયા. આ તપશ્ચર્યા ધ્યાનશૂન્ય ન હતી. આપણામાં બહુ મોટી ભ્રાન્તિ છે કે મહાવીરના દીર્ધતપસ્વી રૂપને પકડી લીધું અને ધ્યાન-સાધક રૂપને છોડી દીધું. આનું પણ કારણ છે. આપણો વધારેમાં વધારે પરિચય તપ સાથે છે, કારણ, શરીર બહારથી દેખાય છે તેમ તપ પણ બહારથી દેખાય છે. તપ આત્માનું શરીર છે. આપણે શરીરથી પરિચિત છીએ અને તપથી પણ પરિચિત છીએ, પરંતુ આપણો આ પરિચય અધૂરો છે, અપૂર્ણ છે. જૈન દર્શન માન્ય આર્તધ્યાન, જે સર્વથા હોય છે, તે પહેલે ગુણસ્થાને છે તથા છઠ્ઠા ગુણસ્થાને પણ છે. આ બંનેમાં અંતર હશે ને? કેવું હશે છઠ્ઠા ગુણસ્થાનનું આર્તસ્થાન? તેની ઉપસ્થિતિ છતાં મુનિ છ-સાતમે ઝૂલે છે. ભગવાન મહાવીર સાડા બાર વર્ષ છઠ્ઠા-સાતમામાં ઝૂલ્યા છે. ઇષ્ટ યોગ અને અનિષ્ટ વિયોગનું ચિંતન એ છે આર્તધ્યાનની વ્યાખ્યા. છઠ્ઠા ગુણસ્થાનવર્લી મુનિને વ્યાખ્યા તો એ જ હશે, પણ વિષય બદલાઈ જતા હશે. પહેલા ગુણસ્થાને દેહ ઇષ્ટ છે. દર્દ અનિષ્ટ છે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાને આત્મા ઇષ્ટ અને આત્મવિસ્મૃતિ અનિષ્ટ, આટલું મોટું અંતર પડી જાય. આવું પણ આર્તધ્યાન છૂટ પછી જ સાધકની ગાડી સ્પીડ પકડે છે અને ધર્મધ્યાનની સાથે શુક્લધ્યાન ભળતાં ગુણસ્થાનના ક્રમમાં આગળ કદમ માંડે છે. અંતે પૂર્ણ શુક્લધ્યાન પ્રગટ થતાં સર્વ કર્મક્ષય થઈ મોક્ષ થાય છે. ધ્યાન વિના મોક્ષ થતો નથી. દયાનની ભિન્નભિન્ન વ્યાખ્યાઓ - ધ્યાનપદ્ધતિ તથા ફળશ્રુતિ વિષયક ઉલ્લેખો આગમોમાં અત્ર-તત્ર મળે છે. મનુષ્યના શરીરમાં મસ્તક મુખ્ય છે અને વૃક્ષમાં એનું મૂળ મુખ્ય છે, તેમ ૧. મહાવીરદર્શન : ભાગ ૧, ઓશો. પ્ર. ૨૨ ૨૨ ૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ * ક હી જ મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ જ સાધુના સર્વ ધર્મોમાં ધ્યાન મુખ્ય છે." પાણીમાં મીઠું ઓગળી જાય તેમ જેનું ચિત્ત ધ્યાનમાં વિલીન થઈ જાય છે, તે વ્યક્તિની અંદર શુભ-અશુભ સર્વ કર્મોને ભસ્મ કરનારો આત્માગ્નિ પ્રગટ થાય છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એવાં ત્રણ રૂપે પરમાત્માનું ધ્યાન કરવું. કર્મક્ષયની સાધનામાં લીન અને હજી કર્મના આવરણમાં રહેલ અહત એ પિંડસ્થ ભગવાન છે. કૈવલ્યને પ્રાપ્ત કરી ચૂકેલા, પરંતુ હજી દેહધારી અહંત એ પદસ્થ ભગવાન છે. દેહ તથા કર્મથી મુક્ત સિદ્ધાત્મ સ્વરૂપ અહંત એ રૂપાતીત ભગવાન છે. કંઈ કરો નહીં, કંઈ બોલો નહીં અને કંઈ વિચારો નહીં - જેથી આત્મા આત્મામાં જ સ્થિર થાય. આ જ પરમધ્યાન છે.' પવનનો જેને સાથ હોય એવો અગ્નિ વર્ષોનાં સંચિત લાકડાંના ઢગલાને પણ જરા વારમાં બાળી નાખે છે, તેમ ધ્યાનાગ્નિ અનેક જન્મોથી સંચિત કર્મોનાં ઇંધણને ક્ષણવારમાં બાળી નાખે છે." અજ્ઞાની જે કર્મો ખપાવે, લક્ષ કોટિ ભવ વડે. તે કર્મશાની ત્રિગુપ્ત બસ, ઉચ્છવાસ માત્રથી ક્ષય કરે. આગમિક આધાર પરથી હવે એ ભ્રાંતિ ભાંગી જાય છે કે જૈન સાધના પરંપરામાં ધ્યાનને સ્થાન નથી. આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના ધ્યાન વિશે કહ્યું છે - ૧. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા -૪૮૪ ૨. સમણ સુત્ત - ધ્યાન સૂત્ર – ગાથા – ૪૮૬ ૩. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા – ૪૯૮ ૪. સમણ સુત્ત – ધ્યાન સૂત્ર - ગાથા – ૫૦૧ ૫. સમણ સુd - ધ્યાન સૂત્ર - ગાથા – ૫૦૪ अवि झाई से महावीरे, आसणत्ये अकुक्कुएं झाणं । उठे अहे य तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥ ભગવાન મહાવીર ઉડુ આસન, વીરાસનાદિ આસનોમાં સ્થિત અને #શિવાજી – અને જૈન ધર્મ 928 29 ) સ્થિરચિત્ત બનીને ધ્યાન કરતા. ઊર્ધ્વ, અધો અને મધ્યલોકમાં રહેલા જીવાદિ પદાર્થોના દ્રવ્ય-પર્યાય નિત્યાનિત્યને ધ્યાનનો વિષય બનાવતા હતા અને સંકલ્પોવિકલ્પોથી દૂર રહી આત્મસમાધિમાં જ લીન રહેતા હતા.' ભગવાનની જીવનઘટનાઓથી એમ લાગે છે કે પ્રકૃતિથી પ્રતિકૂળ ચાલવું તેમનો સહજ ધર્મ બની ગયો હતો. હેમન્ત ઋતુમાં ભગવાન છાયામાં ધ્યાન કરતા, ગરમીમાં તડકામાં ધ્યાન કરતા. ભગવાનના આ પ્રયોગ પ્રકૃતિ પર પુરુષના વિજયના પ્રતીક બની ગયા. સાધનાના પાંચમા વર્ષમાં ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી હલેદક ગામની બહાર પહોંચ્યા. ત્યાં હલેક્ફ નામનું એક વિશાળ વૃક્ષ હતું. ભગવાન તેની નીચે ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા. એક સાર્થવાહક શ્રાવસ્તી જઈ રહ્યો હતો. તેણે એ વિશાળ વૃક્ષ પાસે પડાવ નાખ્યો. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. રાત્રિ આગળ વધી રહી હતી. જેમજેમ અંધકાર ગાઢ થતો ગયો તેમતેમ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો હતો. ભગવાન આવી ઠંડીમાં નિર્વસ્ત્ર ઊભા હતા. એ વૃક્ષ જ છત, એ જ આંગણ, એ જ ઘર અને એ જ વસ્ત્ર, બધું જ એ હતું. સાર્થના લોકો સંન્યાસી ન હતા. તેઓની પાસે સંગ્રહ પણ હતો. પાગરણ-ધાબળા, રજાઈ વગેરે ઘણું હતું, તોપણ તેઓ ખુલ્લા આકાશ નીચે ધ્રુજી રહ્યા હતા. તેઓએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું. રાતભર તેનો તાપ લેતા રહ્યા, પાછલી રાતે ત્યાંથી રવાના થયા. તાપણાને એમ જ છોડી ચાલ્યા ગયા. હવા શરૂ થઈ, તેની ગતિ વધી. આગ આગળ વધવા માંડી. ગોશાલક ભગવાનની સાથે હતા. તેઓ બોલ્યા: ભંતે ! આગ આ બાજુ આવી રહી છે. આપણે અહીંથી જઈ કોઈ બીજી જગ્યાએ જતા રહીએ.” ભગવાન ધ્યાનમાં ઊભા રહ્યા. આગ ખૂબ જ નજીક આવી ગઈ. ગોશાલક ત્યાંથી દૂર ચાલ્યા ગયા. વૃક્ષની નીચે બહુ ઘાસ ન હતું, તેથી વૃક્ષની નીચે આવતાં આવતાં આગની ગતિ ધીમી થઈ ગઈ. તેના ધીમા તાપમાં ભગવાનના પગ દાઝી ગયા. ભગવાન સ્વતંત્રતાના વિવિધ પ્રયોગ કરી રહ્યા હતા. તેઓ પ્રકૃતિના વાતાવરણની પરતંત્રતાથી પણ મુક્ત બનવા ઇચ્છતા હતા. ઠંડી અને ગરમી બધાં પ્રાણીઓને પ્રભાવિત કરે છે. ભગવાન તેના પ્રભાવ નીચે રહેવા ઇચ્છતા ન હતા.* પ્રભુ પરિષહવિજેતા બનવાની સાધના કરતા હતા. ક્રમેક્રમે તેઓનું વિજયઅભિયાન આગળ વધતું જતું હતું. કોઈ વ્યક્તિ પર નહીં, ભૂખ-નિદ્રા, ૧. આચારાંગ સૂત્ર ૧૯૫૪ ગાથા – ૧૪. - ૨૩ - Page #14 -------------------------------------------------------------------------- ________________ ક હી જ મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ જ શરીરની ચંચળતા, અહં, મન અને મનની ચંચળતા પર તેઓ વિજય પ્રાપ્ત કરી રહ્યા હતા. અનાદિના અધ્યાસથી જ્યાંજ્યાં આત્મા પરાજિત થઈ, આત્મસામ્રાજ્યને હારી, મોહ રાજાનો બંદી બન્યો હતો. તેને બંધનમાંથી મુક્ત કરી નિજ સામ્રાજ્યને પાછું મેળવવા, પૂર્ણ સ્વતંત્રતાની પ્રાપ્તિ અર્થે આ પ્રયોગો ચાલુ હતા. પ્રભુએ પોતાના સાધનાકાળમાં બહુ જ અલ્પ ઊંઘ લીધી છે. તેઓ સતત જાગૃત રહેતા. ઊંઘનું આક્રમણ થાય તો થોડું ચાલતા, ઊભા ઊભા ધ્યાન કરતા. વળી અત્યંત અલ્પ આહાર લેતા તેથી તેઓને બહુ જ ઓછી ઊંઘની જરૂર પડતી. જે સાધક સહજ સમાધિદશામાં લાંબો સમય સ્થિર રહે છે, તેને શારીરિક, માનસિક એટલી તૃપ્તિ મળે છે કે ઊંઘ અને આહાર બન્નેની આવશ્યકતા ઓછી થઈ જાય છે. ભગવાન મહાવીર શૂલપાણી યક્ષના ચૈત્યમાં ધ્યાન કરી રહ્યા હતા. રાત્રિના પાછલા પહોરમાં એક અંતમુહૂર્ત જેટલો સમય તેમને ઊંઘ આવી, તેમાં પ્રભુએ ૧૦ સ્વપ્નો જોયાં. ૧. તાલ પિશાચને પરાજિત કરવાનું સ્વપ્ન – મોહના ક્ષીણ થવાનું સૂચક છે. ૨. સફેદ પાંખવાળા નર કોયલનું સ્વપ્ન - શુકલધ્યાનમાં વિકાસનું સચૂકે છે. ૩. રંગબેરંગી પાંખવાળા નર કોયલનું સ્વપ્ન - અનેકાન્ત દર્શનના પ્રતિપાદનનું સૂચક છે. ૪. બે રત્નમાળાનું સ્વપ્ન - સાધુધર્મ અને ગૃહસ્થધર્મ - આ બે ધર્મની સ્થાપનાનું સૂચક છે. ૫. સફેદ ગોકુળનું સ્વપ્ન - સંઘની સમૃદ્ધિનું સૂચક છે. ૬. વિકસિત પદ્મ સરોવરનું સ્વપ્ન - દિવ્યશક્તિની ઉપસ્થિતિનું સૂચક છે. ૭. તરંગિત સમુદ્રને તરવાનું સ્વપ્ન - સંસારસાગરથી પાર થવાનું સૂચક છે. ૮. જાજવલ્યમાન સૂર્યનું સ્વપ્ન - કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સૂચક છે. ૯. આંતરડાથી માનુષોતર પવર્તને વીંટવાનું સ્વપ્ન - પ્રતિપાદિત સિદ્ધાંતોની વ્યાપકતાનું સૂચક છે. ૧૦. મેરુ પર્વત પર ચઢવાનું સ્વપ્ન - ધર્મનું ઉચ્ચતમ પ્રસ્થાપન કરવાનું સૂચક ક00 _ અને જૈન ધર્મ છે જ આ દસ સ્વપ્નોના સંકેત સ્વ-પર બન્નેનું કલ્યાણ પ્રભુ મહાવીર દ્વારા થશે તેનાં સૂચક છે. પ્રભુના આત્માની વધતી વિશુદ્ધતાનાં પરિણામો પરાકાષ્ઠાનાં આત્મિક ફળો આપવા સમર્થ છે. તો બીજી બાજુ સદ્ધર્મનું પ્રવર્તન કરવા માટે તીર્થકર ભગવંતની નિષ્કારણ કરુણાના ફળસ્વરૂપ સંઘને શું - શું ઉપલબ્ધ થશે તેના પણ સૂચક છે. સાધકની સાધનાના વિકાસ સાથે તેની દૃષ્ટિ આત્મામાં ઊંડી ઊતરતી જાય અને આત્મામાં રહેલ અખૂટ આનંદનું વેદન અનુભવાય તેમતેમ બાહ્ય જગતનાં ગુપ્ત રહસ્યો તેમની દૃષ્ટિ સામે ખૂલતાં જાય છે. પ્રભુ અંતરદૃષ્ટિથી પોતાને તો જાણે જ છે, પણ એ જ દૃષ્ટિ બહાર પણ જુએ છે. 'जे अज्झत्थ जाणड़ से बहिया जाणई' જે આત્માને જાણે છે તે અન્યનાં સુખ-દુઃખને જાણે છે. મહાકરુણાસાગર પ્રભુ સ્વને જાણે છે. જીવોનાં સુખ-દુઃખને પણ જાણે છે. જાણીને, દુઃખ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય એવો માર્ગ બતાવે છે. તેથી જ સંપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થયા પછી, સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા કૃત્કૃત્ય થઈ ગયા છે. છતાં જગતજીવો પર વહેતી કરુણાના કારણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ભગવાન મહાવીરની અભય અને મૈત્રીની સાધના ચંડકૌશિકના નિમિત્તે પૂર્ણ થાય છે. ચંડકૌશિક ડંખ દે છે છતાં પ્રભુ કલેશ નથી પામતા. અદ્ભુત સમતાનું દર્શન આ પ્રસંગથી થાય છે. ભગવાન મહાવીર ત્યાં ૧૫ દિવસ સુધી રહ્યા. તેમનો આ પ્રવાસ : ૧. અભ્ય અને મૈત્રીની કસોટી ૨. ધ્યાનકોષ્ઠમાં બાહ્ય પ્રભાવમુક્તિનો પ્રયોગ ૩. અહિંસાની પ્રતિષ્ઠામાં ક્રૂરતાનું મૃદુતામાં પરિવર્તન અને ૪. જનતાના ભયનું નિવારણ આ ચાર નિષ્પત્તિઓ સાથે પૂરો થયો ? પ્રભુએ જાણ્યું કે માર્ગમાં મહાદષ્ટિવિષ સર્પ છે. તેના વિષથી કોઈ બચી શકતું નથી. છતાં પ્રભુએ એ જીવ સાથે મૈત્રી પ્રસ્થાપિત કરી. મૃત્યુના ભયથી ભયભીત ન થયા. સાક્ષાત્ મૃત્યુ સામે હોવા છતાં વિચલિત ન બન્યા. અંતરમાં -------------- ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત. ૨. આચારાંગ ૧૯૨-. ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત. ૨. આચારાંગ સૂત્ર ૧} {૭-૨. ૨૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ Bી એક મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ છે જ રહેલ સર્વ જીવો પ્રત્યેના મૈત્રીભાવનાં આંદોલનો વહેતાં મૂક્યાં અને સર્પ શાંત થયો. પ્રભુ ધ્યાનમુદ્રામાં ઊભા છે. ચંડકૌશિકના ક્રોધભર્યા ફંફાડા કે ઝેરભર્યા વારંવારના દંશનો પ્રભાવ મન પર પડ્યો નહીં. પ્રભુની સાધનાનો આ પ્રયોગ બાહ્ય પ્રભાવથી મુક્ત થવાનો હતો, જેમાં પ્રભુ વિજય પામ્યા. પ્રભુની અહિંસા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ હતી. પાપીને સજા નહીં, પણ પાપીના હૃદયનું પરિવર્તન, એ એમનું અભિયાન હતું. માર- માર કરતો, ક્રોધાગ્નિથી બળતો સર્પ, પ્રભુની અડગ નિશ્ચલતા અને પ્રેમરસથી તરબોળ પરમાણુઓનો સ્પર્શ પામી ક્રમાંથી મૃદુ બની ગયો. એ શીતળતાને પામ્યો. પ્રભુએ સાધના દ્વારા અનેક જીવોના વિકારોને બાળી મૂક્યા. ઉપદેશ નહીં, તેમનું જીવન જ ઉપદેશરૂપ બની ગયું. સર્પ શાંત થયો, પરિણામે તેનાથી ભયભીત જનતાના ભયનું નિવારણ થયું. આમ પ્રભુના એકએક સાધના પ્રયોગ સ્વની સાધના સાથે પરકલ્યાણના કારણરૂપ બની રહ્યા. ભગવાન મહાવીર સ્વતંત્રતાના સાધક હતા. બધી જ પરંપરાઓથી મુક્ત થવાની દિશામાં તેઓનું પ્રયાણ થઈ ગયું હતું. પોતાથી અલગ કોઈ પરસત્તાની પરતંત્રતા શા માટે ? પ્રભુએ પરમસત્તાને પોતાના દેહદેવળમાંથી જ હાથ કરી લીધી હતી. તેઓનું ધ્યેય હતું આત્મા, તેઓનું ધ્યાન હતું આત્મા, તેઓનો ધ્યાતા હતો આત્મા. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા ત્રણેય એક થઈ ગયાં હતાં. માટીમાં સોનું, દૂધમાં માખણ દેહદેવળમાં સિદ્ધ પરમાતમ ભેદવિજ્ઞાને પ્રગટાવ મુસાફીર જીવન ઝોલાં ખાય. જેમ ખાણની માટીમાં સોનું, દૂધમાં માખણ, તલમાં તેલ અને અરણિનાં લાકડાંમાં અગ્નિ છે, તેમ દેહદેવળમાં સિદ્ધસ્વરૂપી આત્મા વ્યાપ્ત છે. જેમ અગ્નિની વાળામાં ઓગાળી માટીમાંથી સોનું જુદું કરી શકાય, મંથન દ્વારા દૂધમાંથી માખણ મેળવી શકાય, ઘર્ષણ દ્વારા અરણિકાષ્ટ અને અગ્નિ જુદાં કરી શકાય, તેવી જ રીતે ભેદવિજ્ઞાન દ્વારા દેહદેવળમાં બિરાજિત સિદ્ધસ્વરૂપી આત્માને દેહથી જુદો કરી શકાય છે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી સમયસાર’માં કહ્યું છે કે, જેટલા જીવો સિદ્ધ થયા તે ભેદવિજ્ઞાનના બળથી જ થયા છે અને જે હજુ સુધી બંધાયેલા છે તે ભેદવિજ્ઞાનના અભાવે જ બંધનમાં છે. ભગવાનના સાધનાકાળમાં અનેક ઘટનાઓ એવી ઘટી કે જેને આપણે ઉસપર્ગ- પરિષહરૂપે ગણાવી છે, પરંતુ પ્રભુ એવા ઉસપર્ગોની સામે પણ અવિચલ રહ્યા. ભગવાન લોહાર્ગલામાં પધાર્યા. એ રાજ્યને પાડોશી રાજ્ય સાથે ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યાંના અધિકારીઓ દરેક આવનાર-જનાર પર ચોકીપહેરો રાખતા હતા. ભગવાન ત્યાં આવ્યા. પ્રહરીઓએ ભગવાનનો પરિચય પૂછ્યો. ભગવાને ન આપ્યો. તેઓને બંદી બનાવી રાજા જિતશત્રુ પાસે મોકલી દેવામાં આવ્યા. નૈમિત્તિક ઉત્પલ અસ્થિગ્રામથી ત્યાં આવ્યો હતો. રાજ્યસજામાં હાજર હતો. તે ભગવાનને બંદીવાન જોઈને સ્તબ્ધ થઈ ગયો. ભાવાવેશમાં આવી તે બોલી ઊઠ્યો : ‘આ કેવો અન્યાય ?' રાજાએ કહ્યું: ‘રાજ્ય અધિકારીઓના કાર્યમાં હસ્તક્ષેપ કરવો એ પણ શું નિમિત્તશાસ્ત્રનું કોઈ વિધાન છે ?” ‘હસ્તક્ષેપ નથી મહારાજ ! અધિકારીઓનો અવિવેક છે.” ‘આ તું શું કહે છે ઉત્પલ ? તને શું થયું છે ?' ‘કંઈ નથી થયું મહારાજ! મારું માથું શરમથી ઝૂકી ગયું છે !” કેમ ?' શું આપ નથી જોઈ શકતા કે આપની સામે કોણ ઊભું છે?” ‘બંદી છે. હું જોઈ રહ્યો છું.’ આ બંદી નથી, મુક્તિના મહાન સાધક ભગવાન મહાવીર છે.' મહાવીરનું નામ સાંભળતાં જ રાજા સંકોચ પામ્યા. તેઓ જલદી ઊઠ્યા અને ભગવાનનાં બંધન ખોલી નાખ્યાં. પોતાના અધિકારીઓની ભૂલની ક્ષમા માગી. ભગવાન બંદી બનવાના સમયે પણ મૌન હતા. હવે મુક્તિના સમયે પણ મૌન. નિયતિની આ કેવી વિડંબના છે કે ભગવાન મુક્તિની સાધનામાં રત છે અને કેટલાક તેમને બંધી બનાવવામાં પ્રવૃત્ત છે ! ૧. ‘સમયસાર', સંવર અધિકાર – ભેદવિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધયે કિલ કેચન યસ્ય એવ અભાવતઃ બધ્ધાઃ બધ્ધા યે કિલ કેચન. કળશ – ૧૩૧. ૧. “શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત. Page #16 -------------------------------------------------------------------------- ________________ દ ર મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ છે આવા બંધનથી અનેકવાર લોકોએ પ્રભુને બાંધ્યા, પરંતુ પ્રભુને બાંધનાર પર દ્વેષ કે છોડાવનાર પર રાગ થતો નહીં. બંધન કે મુક્ત શરીર જ થતું હતું. પ્રભુ ક્યારના દેહભાવથી ઉપર ઊઠી ચૂક્યા હતા. તેઓ મુક્ત જ હતા. આત્મા ક્યાંય બંધાતો નહોતો. ભગવાનની આત્મરસિકતા કેવી હતી કે એક પ્રસંગથી પરિલક્ષિત થાય છે. શ્રાવસ્તીની રંગશાળામાં મહારાજાએ આયોજન કર્યું છે. નટમંડળીની કુશળતાની ચર્ચા બધે થઈ રહી છે. મંડળીના મુખીએ ભગવાનને જોઈ લીધા. તેણે ભગવાનને રંગશાળામાં પધારવા વિનંતી કરી. ભગવાને આમંત્રણ સ્વીકાર્યું નહીં. નટે કહ્યું : શું તમને નાટક જોવાની ઉત્સુકતા નથી ?” ના.' કેમ? તમને નાટક નથી ગમતું ?' પોતપોતાની દૃષ્ટિ છે.’ શું લલિતકળા પ્રતિ પણ દૃષ્ટિભેદ હોઈ શકે ?' ‘એવું કંઈ પણ નથી કે જેના પ્રતિ દૃષ્ટિભેદ ન થઈ શકે !' ‘એ અજ્ઞાની લોકોમાં હોઈ શકે, પણ આપ તો જ્ઞાની છો.’ ‘જ્ઞાની સત્યની શોધમાં સંલગ્ન હોય છે. તે વિશ્વના કણકણમાં અભિનયનો અનુભવ કરે છે. તે કણકણમાં પ્રકંપન અને ગતિશીલતાનો અનુભવ કરે છે. તેમની રસમયતા એટલી વ્યાપ્ત થઈ જાય છે કે તેમને માટે કંઈ જ નીરસ નથી રહેતું. અન્ય શાસ્ત્રો જાણનાર કલેશનો અનુભવ કરે છે. અધ્યાત્મને જાણનાર રસનો અનુભવ કરે છે. ગર્દભ ચંદનનો ભાર વહન કરે છે અને ભાગ્યશાળી માનવ તેની સુગંધ અને શીતળતાનો ઉપભોગ કરે છે.” નટનું શિર શ્રદ્ધાથી નમી ગયું. તે રંગશાળામાં ચાલ્યો ગયો. અહીં અધ્યાત્મની રસમયતા દૃય છે. સામાન્ય રીતે એમ લાગે છે કે અધ્યાત્મ એટલે તદ્દન શુષ્કતા, બિલકુલ નીરસતા, બાહ્ય દષ્ટિથી જોવા ટેવાયેલ આંખો આવું જુએ છે. પણ સાપેક્ષ સુખ-આનંદને જ સુખ માનનાર દૃષ્ટિને નિરપેક્ષ આનંદ કે સુખ ન દેખાય તે સ્વાભાવિક છે. અધ્યાત્મરસમાં તરબોળ સાધકને સર્વત્ર ધબકતું ચૈતન્ય દેખાય છે. જ્યાં ચૈતન્ય છે ત્યાં રસિકતા છે જ. ચેતન પોતે જ e k _ અને જૈન ધર્મ છે અનંત આનંદનો સ્વામી છે. અધ્યાત્મરસના ઉપાસક આત્મદર્શી સાધકને પોતાના જાગૃત થયેલા આત્માનંદના અંશોનો અનુભવ થતો જ હોય છે. જેવો રસ પોતામાં છે તેવો જ પ્રત્યેક ચૈતન્યમાં છે. તેથી તેને કણકણમાં આ રસનો અનુભવ થાય છે. સંસારના કોઈ પણ પદાર્થ કે સંયોગજન્ય પરિસ્થિતિમાં આ આનંદનો અંશ પણ હોતો નથી, પણ સંસારરસના રસિયાને અધ્યાત્મ આનંદનો સ્વાદ શું હોય તે ક્યાંથી ખબર હોય! ખાખરાની ખિસકોલી આંબાના રસને શું જાણે !! સુદૂર અતીતમાં સંચિત સ્વપ્નને સાકાર થવાની મહામૂલી પળ આવી પહોંચી. પશ્ચિમાકાશમાં પ્રાદુર્ભત થયેલ બીજનો ચંદ્ર એકએક કલાથી વૃદ્ધિ પામતો સોળે કળાઓથી સુશોભિત, પૂર્વાકાશમાં ઉદિત થવા ઉત્થાન તરફ અગ્રસર થઈ રહ્યો. પ્રાચિ ક્ષિતિજમાં સ્વર્ણાભ ગગનમાં નિવૃત બાલરવિ સહસ્ર કિરણોથી આભાન્વિત થઈ પૃથ્વીના અંધકારને ચીરી રહ્યો. ભગવાન મહાવીરનો આત્મા અપૂર્વ આભાનો અનુભવ કરી રહ્યો. અંતરમાં અહેસાસ થઈ રહ્યો કે અનાદિથી અસ્તિત્વ પર પડેલ આવરણનો પડદો સહજમાં ચીરાઈ જશે. ભગવાન પુણ્ય ક્ષેત્રે જંભકા ગામની બહાર, ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર, ઈશાન ખૂણામાં શ્યામક નામના ગાથાપતિના ખેતરમાં, ગોદુહ આસને બેઠા છે. બે દિવસના ઉપવાસ છે. સૂર્યની આતાપના લઈ રહ્યા છે. શુકલધ્યાનમાં લીન બન્યા છે. ધ્યાનની અંતિમ શ્રેણી પર આરોહણ થતાં મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; ચાર ઘાતી કર્મનો સર્વથા ક્ષય થતાં સર્વ આવરણોથી મુક્ત થયા. કેવળજ્ઞાનનો શાશ્વતસૂર્ય ઉદય પામ્યો. એ પાવન દિવસ હતો વૈશાખસુદ ૧૦, ચોથો પહોર, વિજયમુહૂર્ત. ચંદ્ર હતો ઉત્તર ફાળુની નક્ષત્રમાં. આવી પાવન ક્ષણોમાં પ્રભુ કેવળી થયા. સર્વજ્ઞતા અને સર્વદર્શિતાથી આત્મઅંબર ઝળહળી ઊર્યું. ત્રણ લોકનાં સર્વ દ્રવ્યો - સર્વ પર્યાયો સૈકાલિકરૂપે આત્મદર્પણમાં ઝળકવા માંડ્યાં. નથી કોઈ જાણવાની ઇચ્છા, નથી કોઈ જાણવાનો પ્રયત્ન. બધું જ સહજ, બધું જ આત્મસ્થ. સર્વ ઇચ્છાઓ વિરામ માપી ગઈ. શાંત સરોવર જેવા શાંતનિદ-નિશ્રેષ્ટ સાધનાનાં આરોહ-અવરોહ, ભરતી-ઓટ, ઉત્થાન-પતન સર્વ વિલીન થઈ ગયાં. માત્ર શાંતિ-પરમશાંતિ. સર્વ સાધના સ્થિર થઈ. પ્રભુ કૃત્કૃત્ય થયા. ધ્યાતા-ધ્યાન-ધ્યેય એકરૂપ બની ગયાં. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અભેદ ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત, પૃ. ૭૭. ૨૯ ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત, પૃ. ૫૮-૫૯. Page #17 -------------------------------------------------------------------------- ________________ અને જૈન ધર્મ 989 મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ પરિણતિથી પરિણત થયાં. સાદી-સાન્ત શાશ્વતીમાં પ્રભુ સમાધિસ્થ થયા. જીવનમાં અંતિમ પ્રાપ્તવ્યને વરી પૂર્ણતાને પામ્યા. બાકી રહેલ અઘાતી કર્મો તેની સ્થિતિ પૂરી થતાં સહજ ચાલ્યાં જશે. હવે નથી કોઈ માર્ગ, નથી કોઈ મંજિલ! ભગવાન મહાવીર સ્વ-પર કલ્યાણકારી થયા. તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ માત્રથી કેટલાં કાર્યો થાય છે. તેમનું અવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન તથા નિર્વાણ બધું જ સ્વ-પરનાં કલ્યાણનાં નિમિત્ત બને છે. માટે કલ્યાણક કહેવાયા. એ ક્ષણે ત્રણે લોકમાં પ્રકાશ થાય. આ પ્રકાશનું નિમિત્ત પામી કેટલાક જીવ સમ્ય દર્શનને પ્રાપ્ત થાય. તીર્થકર ભગવાનની દેશના સાંભળી સુપાત્ર જીવને પરિણામની ચડતી ધારાએ ચોથું-પાંચમું કે છ ગુણસ્થાન સ્પર્શી જાય. એ જ સમયે સભામાં પ્રભુની સમક્ષ ધૂળવ્રતો કે મહાવ્રતરૂપ ચારિત્રને ગ્રહણ કરે, એટલું જ નહીં, મોક્ષ પામવા માટેની અંતિમ સોપાનશ્રેણી જ્યાંથી શરૂ થાય છે તે ક્ષપકશ્રેણી પણ બહુધા તીર્થકર ભગવાનની હાજરીમાં થાય એવી પણ એક માન્યતા છે. ભગવાન મહાવીરનું નિમિત્ત પામી સેંકડો-સેંકડો આત્મા સર્વ સંસારથી પાર થયા. ભગવાનનાં દૂરથી જ દર્શન થતાં ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાનોનાં માન ગળી ગયાં અને પ્રભુનાં ચરણોમાં સદાસર્વદા માટે સમર્પિત થઈ ગયા. પછી તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. કેવો નિમિત્ત-નૈમિત્તિકનો સરસ સુમેળ !!! આ યુગમાં આપણે આત્મદર્શન માટે નૂરીએ છીએ. કંઈકેટલા પ્રયત્નો કરીએ છીએ, છતાં થતું નથી. ભગવાનની હાજરીમાં જે સહજ હતું. આપણી પાત્રતા ઓછી પડે છે. આપણા કમભાગ્યે સાક્ષાત્ તીર્થંકરનું નિમિત્ત પણ નથી, કે જેથી સંવેગ ઊપડે. છતાં ભગવાન મહાવીરને આપણા હૃદયસિંહાસન પર બિરાજમાન કરી, તેમનાં કહેલાં તત્ત્વોને આત્મસાત્ કરી, તેમના બતાવેલ માર્ગે ચાલવા પ્રબળ પુરુષાર્થ ઉપાડીએ તો આત્મદર્શન દૂર નહીં હોય !! | (ગોં. સ.નાં અધ્યાત્યયોગિની પૂ. બાપજી લલિતબાઈ મહાસતીજીનાં સુશિષ્યા ડૉ. તરુલતાજીસ્વામીએ અવધૂતયોગી આનંદઘન, કવિ બનારસીદાસ, કબીરજી અને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન-કવન પર શોધ પ્રબંધ રચી Ph.D. કરેલ છે. પૂજ્યશ્રીનાં સાત પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં ‘હું આત્મા છું' ગ્રંથ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં કેટલીક આવૃત્તિ થઈ છે. આ લોકપ્રિય ગ્રંથનો દેશ-વિદેશમાં અનેક સંસ્થાઓ સમૂહ સ્વાધ્યાયમાં સુપેરે ઉપયોગ કરે છે). નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ - ડૉ. સાધ્વી આરતીજી ધર્મ શું છે ? વાસ્તવમાં વધુ Hદાવો ધબ્બો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. જે વસ્તુનો જે સ્વભાવ છે, તે તેનો ધર્મ છે. જયે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે. તેથી ઉષ્ણતા તે અગ્નિનો ધર્મ છે. શીતળતા તે પાણીનો ધર્મ છે. આ રીતે દરેક પદાર્થના ધર્મ ભિન્નભિન્ન હોય છે. પ્રસ્તુત પ્રસંગમાં આપણે આત્મધર્મ વિષયક વિચારણા કરવાની છે. આત્માનો સ્વભાવ તે જ આત્મધર્મ છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે : ને આવા રે favoTTEા, ને વિUTTયા છે આવા અધ્ય. ૫/૫ જે આત્મા છે, તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે, અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન તેનો સ્વભાવ છે. તેથી જ્ઞાન તે જ આત્મધર્મ છે. આત્માના લક્ષણમાં પણ તેનું ચૈતન્યલક્ષણ છે. સ્થિતિ જ્ઞને વિન્ - ધાતુ જ્ઞાન અર્થમાં પ્રયુક્ત થાય છે, અર્થાત્ ચૈતન્ય એટલે જ્ઞાનયુક્તતા, જ્ઞાનમયતા. જે જ્ઞાનમય છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાનમય છે. સામાન્ય રીતે સંસારી જીવોનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય છે. ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન અત્યંત સીમિત છે તેમ જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન અનેક વિકલ્પોથી યુક્ત હોય છે. હું આ પદાર્થને જાણું, જોઉં, સાંભળું આવા અનેક વિકલ્પો યુક્ત હોય છે. તે ઉપરાંત ઇન્દ્રિયજન્ય જ્ઞાન થયા પછી તુરત જ રાગદ્વેષાત્મક પ્રતિક્રિયા પણ થાય છે. આ સારું - ખરાબ, મારું -તારું, ગમો- અણગમો વગેરે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓની સંભાવના છે. પરંતુ આત્મજ્ઞાનમાં આવું કાંઈ જ થતું નથી. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. કેવળ = Only. શાન, માત્ર જ્ઞાન. કોઈ પણ પ્રકારના વિકલ્પરહિતનું જ્ઞાન, કાઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વિનાનું જ્ઞાન, વસ્તુ-વ્યક્તિ કે પરિસ્થિતિના નિમિત્ત વિના પ્રગટેલું જ્ઞાન તે જ કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન તે જ આત્માનો સ્વભાવ છે અને તે જ આત્મધર્મ છે. આત્માની પરમવિશુદ્ધ સ્થિતિ તે શુદ્ધ આત્મધર્મ કે નિશ્ચય આત્મધર્મ છે. આત્માની શુદ્ધ વાસ્તવિક સ્થિતિને પામવાનો પરમપુરુષાર્થ કરવો, તે જ ધર્મારાધના - ૩૧ રે Page #18 -------------------------------------------------------------------------- ________________ # Bીક નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ છે એક કે આત્મસાધના છે. પરમવિશુદ્ધ કેવળજ્ઞાનયુક્ત આત્મા અત્યંત નિર્મળ અને પારદર્શક થઈ જવાથી તે આત્મદ્રવ્યમાં ત્રણે લોકના, ત્રણે કાળના ભાવો સહજ રીતે પ્રતિબિંબિત થાય છે. તેને આત્મા જાણે છે અને જુએ છે. તેથી કહેવાય છે કે કેવળજ્ઞાની ત્રણે લોકની અને ત્રણે કાળની વાત જાણે-દેખે છે. વાસ્તવમાં આત્માની શુદ્ધ સ્થિતિ તે જ કેવળજ્ઞાન છે, પરંતુ વ્યવહારમાં ત્રણ લોક અને ત્રણ કાળની વાતો જેનાથી જણાય તે કેવળજ્ઞાન છે. શાસ્ત્રકારોએ આ બંને દૃષ્ટિકોણને, બંને અપેક્ષાઓને સમજાવવા બે પ્રકારના નયનું કથન કર્યું છે. વસ્તુની કે આત્માની વાસ્તવિકતાનું દર્શન કરાવે તે નિશ્ચયનય અને વ્યવહારજગતની અપેક્ષાએ વસ્તુનું દર્શન કરાવે તે વ્યવહારનય, નિશ્ચયનયના દૃષ્ટિકોણને પામવું આપણું ચરમ અને પરમ લક્ષ્ય છે. તે જ નિશ્ચયધર્મ છે અને તે લક્ષ્યને સન્મુખ રાખીને, લસિદ્ધિ માટેની તમામ પ્રવૃત્તિઓ વ્યવહારધર્મ છે. આત્માની શુદ્ધ સ્થિતિને અશુદ્ધ બનાવનાર રાગ-દ્વેષાદિ, મલિન ભાવોનો નાશ કરવા તે જ સાધકની સાધના છે. તેના માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે, જીવને આ વાસ્તવિકતાનો યથાર્થ બોધ જ થવો અનિવાર્ય છે. અનાદિકાળતી જીવ શરીર અને શરીરજન્ય સંયોગોને જ પોતાનું સ્વરૂપ માનીને જીવી રહ્યો છે. તેને અરૂપી, ચૈતન્યઘન આત્મતત્વનો અનુભવ નથી તેથી શરીરમાં જ તેને મારાપણાનો અનુભવ થઈ રહ્યો છે. દેહ તે હું છે, આ દેહાધ્યાસ તેની ભ્રાંતિ છે, તેની મૂઢતા છે, તેની મૂળની ભૂલ છે. આ મૂળની ભૂલથી જ અનંતસંસારનું સર્જન થયું છે. દેહ હું છે તેથી દેહથી સંબંધિત સ્વજનોને પોતાના માને છે. આ રીતે પોતાના સંબંધોને વધારતા રાગ-દ્વેષાત્મક ભાવોને વધારે છે અને પરિણામે તેનું ભવભ્રમણ વધી રહ્યું છે. આ ભવભ્રમણમાં જીવ આધિવ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યો છે. શાસ્ત્રકારો આ ભ્રાંતિને દર્શન મોહનીય કર્મ કહે છે. જ્યાં સુધી આ ભ્રાંતિ તૂટે નહીં ત્યાં સુધી જીવની આ દુઃખમય પરિસ્થિતિનો અંત આવતો નથી. દર્શન મોહનીય કર્મના પરિણામે થતાં રાગ-દ્વેષ, આસક્તિ આદિ ભાવો, દુરાચરણ વગેરેને શાસ્ત્રકારો ચારિત્ર મોહનીય કર્મ કહે છે. ચારિત્ર મોહનીય કર્મનું મૂળભૂત કારણ દર્શન મોહનીય છે. જીવને પોતાની રાગ-દ્વેષાત્મક મલિન સ્થિતિને દૂર કરવી હોય તો સહુ પ્રથમ તેને પોતાના ભ્રાંતિરૂપ દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવો પડશે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી જ્યારે જીવને સત્ય સમજાઈ જાય છે કે, “હું શુદ્ધ આત્મા છું, શરીર તે હું નથી'. આ સત્યનો બોધ થતાં જ તેને સહજ રીતે દેહરાગ તેમ જ સ્વજનોનો રાગ કે દ્વેષ ક્રમશઃ છૂટતો જાય છે. રાગ-દ્વેષાદિ વિભાવોનો ત્યાગ કરવો, તેના લશે વ્રત-તપ-જ૫ આદિ અનુષ્ઠાનો કરવાં, સાધુધર્મ કે શ્રાવકધર્મનું પાલન કરવું વગેરે ઉપાયો ચારિત્ર મોહનીય કર્મને દૂર કરવા માટે છે. દર્શન મોહનીય કર્મના નાશ માટેનો પુરુષાર્થ અર્થાત્ હું શુદ્ધ આત્મા છું. કેવળજ્ઞાન મારો સ્વભાવ છે. આ શુદ્ધ પ્રતીતિ તે નિશ્ચયધર્મ છે અને તે લક્ષ્યસિદ્ધિ માટે શરીર દ્વારા થતી પ્રત્યેક આરાધનાઓ વ્યવહારધર્મ છે. મહાવ્રત કે અણુવ્રતનું પાલન, તપ-જપ વગેરે વ્યવહારધર્મ છે. આધ્યાત્મિક વિકાસ કે આત્મશુદ્ધિ નિશ્ચયધર્મથી થાય છે. વ્યવહારધર્મ તેમાં સહાયક બની શકે છે. સાધક જ્યાં સુધી શરીરધારી છે ત્યાં સુધી તેને શરીરજન્ય દરેક ક્રિયાઓ કરવી પડે છે. તે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે પણ પ્રારંભમાં તે દેહ દ્વારા શુભ ક્રિયાઓ કરશે, અર્થાત્ તે પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરીને વ્યવહારધર્મનું પાલન કરે છે. ત્યાર પછી તેને સત્યનો બોધ થતાં તે નિશ્ચયધર્મની સ્પર્શના કરે છે. નિશ્ચયનય અને વ્યવહારનય બંને પરસ્પર વિરોધી નથી, પરંતુ બંને નય ભિન્નભિન્ન દૃષ્ટિકોણ કે અપેક્ષા છે. બંને નયના સ્વીકારથી જ વાસ્તવિક્તાનો બોધ થાય છે, પરંતુ કોઈ પણ એક જ અપેક્ષાને સ્વીકારી બીજી અપેક્ષાનો વિરોધ કરવો તે યથાસંગત નથી. હું શુદ્ધ આત્મા છું. દેહજન્ય ક્રિયાઓથી આત્મશુદ્ધિ થતી નથી તેવું એકાંતે સ્વીકારીને કોઈ વ્યવહારધર્મનો નિષેધ કરે તો તે યોગ્ય નથી, કારણકે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી યૌગિક પ્રવૃત્તિને જીવ છોડી શકતો નથી. જો તે વ્યવહારધર્મનો નિષેધ કરીને અશુભ ક્રિયાઓ કે પાપાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જશે અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માય | લોએ સવ્યવહારને, સાધન રહિત થાયઆત્મસિદ્ધિ ગાથા-૨૯. તે જ રીતે કદાચ કોઈ નિશ્ચયધર્મને ગૌણ બનાવી કેવળ વ્યવહારધર્મને જ પ્રધાનતા આપે તો તે પણ યોગ્ય નથી, કારણકે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા-૨૮. - વાસ્તવિકતાના સ્વીકાર વિના ત્રણે કાળમાં સત્યની પ્રાપ્તિ થતી નથી. ૩૪ * - ૩૩ - Page #19 -------------------------------------------------------------------------- ________________ જ®®ક નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ પ ર વાસ્તવિકધર્મ કે નિશ્ચયધર્મ જ આત્મધર્મ છે. તેની મુખ્યતાને સ્વીકારીને, તેનું લક્ષ્ય બનાવીને સાધકે વ્યવહારધર્મનું યથાર્થ પાલન કરવું જરૂરી છે. નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનો સમન્વય કરતાં ગણિ શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે કે: યોગ જે આસ્રવ પદ હતો, તે કર્યો નિર્જરરૂપ રે, લોહથી કાંચન મુનિ કરે, સાધના સાધ્ય ચિદ્રુપ રે અષ્ટપ્રવચન માતાની સઝાયમાં રાગ-દ્વેષ યોગની પ્રવૃત્તિ આમ્રવનું કારણ છે, પરંતુ તે યોગને ઉપયોગસમ પારસમણિનો સ્પર્શ થાય તો તે યોગ કાંચન બની જાય છે, અર્થાત્ તેનાથી કર્મનિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં પાંચ સમિતિનું પાલન યોગની પ્રવૃત્તિરૂપ છે. તેનું પાલન કરવું તે પરમાત્માની આજ્ઞા છે. સાધક તે પ્રવૃત્તિઓ ઉપયોગના અનુસંધાનરૂપ કરે, અર્થાત્ લક્ષ્યને સન્મુખ રાખીને દરેક પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તે પ્રવૃત્તિઓ કર્મબંધના સ્થાને કર્મનિર્જરાનું કારણ બને છે. કેવળીભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ યૌગિક ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ સમિતિપૂર્વક કરે છે, તે ક્રિયાઓ આત્માના અખંડ ઉપયોગપૂર્વક કરે છે. તીર્થકરોનું તથા પ્રકારનું આચરણ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મના સમન્વયનો સંકેત આપે છે. સાધકોએ જીવનના પ્રત્યેક વ્યવહારમાં શુદ્ધાત્મામાં સ્થિર થવાનું લક્ષ્ય સતત સન્મુખ રાખીને વ્યવહારનું પાલન કરવું જોઈએ, તે જ તેનો વિવેક છે, તે જ તેની સાધના છે. સંયમજીવન, અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ - સાધ્વીરત્ના ઊર્મિલાજી મહાસતીજી. વિશ્વ લેવલ પર સર્વ ખંડોમાં એશિયા ખંડસ્થિત, પરમપાવની, ભારતભૂમિ, ધર્મભૂમિ, આર્યભૂમિ, સંતોની ભૂમિ તરીકેનું મહત્ત્વભર્યું સ્થાન ધરાવે છે. ભારતીય આર્યભૂમિ સદાકાળ આધ્યાત્મિકતાના રંગે રંગાયેલી રહી છે. આ ભૂમિમાં અત્ર, તત્ર, સર્વત્ર ધાર્મિકતા દૃષ્ટિગોચર થાય છે. વિધવિધ ધર્મોનાં સ્થાનો, મંદિરો, મસ્જિદો, ચર્ચ, દેવળ, દેરાસરો, ઉપાશ્રયો નજરે ચડે છે. વ્યક્તિ-વ્યક્તિના હદયમાં ધર્મભાવ જીવંત છે, માનવમન ધર્મસૌરભથી સુવાસિત છે. આબાલવૃદ્ધમાં ધર્મક્રિયાઓ, ધર્મનુષ્ઠાનો પ્રત્યે પ્રેમ અને સંવેદનાઓ ભર્યા છે... આ બધાંની પાછળ પરાપૂર્વથી ચાલી આવતી ભારતભૂમિની બે ઉમદા, જાજ્વલ્યમાન સંસ્કૃતિઓનું યોગદાન છે. ૧ - શ્રમણ સંસ્કૃતિ અને ૨- બ્રાહ્મણ સંસ્કૃતિ. સમસ્ત માનવસમાજ શિષ્ટ, સભ્ય અને ધાર્મિક બને એવા ભાવથી આ બન્ને સંસ્કૃતિઓ ધર્મ સાથે સદા સંકળાયેલી રહી છે. સુદીર્ધકાળથી ધર્મ અને સંસ્કૃતિ પેરેલલ ચાલ્યાં આવે છે ! ધર્મવિહોણી સંસ્કૃતિ કે સંસ્કૃતિવિહોણો ધર્મ જાણે કે અપૂર્ણ લાગે ! એવું બન્ને વચ્ચે સામંજસ્ય છે. ભારતીય આર્યભૂમિની બ્રાહ્મણ સંસ્કૃતિ ક્રિયાકાંડ, અનુષ્ઠાનો યજ્ઞયાગના માધ્યમથી ફાલીફૂલી રહી, તો શ્રમણ સંસ્કૃતિ તપ, ત્યાગ, સંયમ દ્વારા અપ્રતિબદ્ધપણે વિકસતી આજ પર્યત નવપલ્લવિત રહી. વળી, તેતે સંસ્કૃતિના પ્રણેતાઓ, અનુયાયીઓ, હિમાયતીઓ દ્વારા જ ભદ્ર, સભ્ય સમાજની સંરચના થઈ. આ સમાજમાંથી કેટલીક વ્યક્તિઓ સમષ્ટિના કલ્યાણ માટે ધર્મસન્મુખ થઇ ધર્મ ક્ષેત્રે પ્રવેશવા, ધર્મ સમજવા, ધર્મ અપનાવવા, ધર્મનું યથાર્થ પાલન કરવા સદાકાળ તત્પર રહી. તપ, ત્યાગ, સંયમ કે યમ, નિયમ, ધ્યાન, ધારણા, સમાધિ કે વિધવિધ ઉપાસનાઓ, આરાધનાઓ વિના ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ શક્ય જ નથી. પુણ્યોદયે પ્રાપ્ત બાહ્ય ઉપલબ્ધિઓને સ્વેચ્છાએ છોડવી તે ત્યાગ અને મળેલાં મન, વચન, કાયા, ઇન્દ્રિયો તથા આત્માને નિયંત્રિત કરવા તે સંયમ. સંયમજીવનઃ વિષયો પ્રત્યેની મૂર્છાથી બેફામપણે દોડતા મન, વચન, કાયાના, ઇન્દ્રિયોના ઘોડાને વશમાં રાખવા, નિયંત્રિત કરવાં તે સંયમ. ૩૬. (વિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મ.સ.નાં સુશિષ્યા ડૉ. આરતીજીસ્વામીએ ખતરગચ્છીય આચાર્ય શ્રી દેવચંદજીના જીવન-કવન પર સંશોધન કરી મુંબઈ યુનિ.માં Ph.D. કરેલ છે. ગુરુ પ્રાણ આગમ બત્રીશીનાં સહ-સંપાદિકા છે. રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ પ્રેરિત જેન વિશ્વકોશનાં તેઓ પરામર્શક છે).. Page #20 -------------------------------------------------------------------------- ________________ HD. અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ શું ભગવાન મહાવીરની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ ૩મા અધ્યયનમાં શ્રી કેશીસ્વામી અને ગૌતમસ્વામીના સંવાદમાં શ્રી ગૌતમસ્વામી કહે છે, “મળો સાઇલીયો મીમો, વુછુસ્સો પરિધાવણ્ડ । तं सम्मं निगिण्हामि; धम्मसिकरवाइ कन्थत्रं ॥" અર્થાત્ મનરૂપી સાહસિક, ભયંકર, દુષ્ટ, દોડી રહેલા અશ્વને ધર્મશિક્ષાઓ દ્વારા સમ્યક્ રીતે નિગ્રહ કરું છું, જેથી હું ઉન્માર્ગને બદલે સન્માર્ગે જઈ શકું છું. ઉપરોક્ત શાસ્ત્રનો રેફરન્સ પણ ‘‘સંયમ’’ને સમજવા માટે પૂરક છે. કોઈ વ્યક્તિ જ્યારે અકાર્ય કરવા તત્પર બને ત્યારે તેને પોતાના આત્માનો એક અવાજ રોકે, જે સાધક એ નાદ સાંભળી અકાર્યથી અટકે, જાત પર ટ્રોલ રાખે તે છે આત્મસંયમ ! માટે જ એક તત્ત્વચિંતક કહે છે કે, "Self control is the great gate of freedom." “આત્મસંયમ એ મુક્તિનો ભવ્ય દરવાજો છે.'' મોક્ષપ્રવેશ કે આત્મપ્રવેશ સંયમના દરવાજેથી જ થાય. ભલે માધ્યમ ગમે તે ધર્મનું કે ગમે તે પરિધાનનું હોય... સંયમ હોય તો જ મુક્તિ મળે. જૈન દર્શનને એથી જ ૧૫ ભેદે મુક્તિનું વિધાન કર્યું છે. સંયમજીવન અને જૈન ધર્મ ઃ બંનેનો જાણે તાદાત્મ્ય સંબંધ જોવા મળે. વિશ્વના સર્વ ધર્મો તથા તેમના પ્રરૂપકોએ વ્રત, નિયમ, વિધિવિધાનો, અનુષ્ઠાનો, આરાધનાઓ વગેરે દર્શાવ્યાં છે, જેના યથાશક્તિ પાલન દ્વારા તેતે ધર્મ પામી શકાય, પરંતુ સર્વોત્કૃષ્ટ, ઉત્તમોત્તમ, મંગલકારી, કેવલી-પ્રરૂપિત જિન ધર્મ સંયમના પાલન દ્વારા જ વિકસિત થયો, પાંગર્યો છે. સંયમ જ જિન ધર્મનો શ્વાસ છે, પ્રાણ છે, આત્મા છે. નાનામાં નાનું અનુષ્ઠાન પણ સંયમપૂર્વકનું હોય. જ્ઞાનોપાસના - ભણવા ભણાવવાના સમયે સંયમ હોય તો શીઘ્ર જ્ઞાનપ્રાપ્તિ થાય, દર્શન (શ્રદ્ધા) ધર્મના પાલનમાં તો ડગલે ને પગલે સંયમ જોઈએ. ચારિત્રપાલનનું તો યથાર્થ, વરવું રૂપ જ સંયમ છે. “સંયમ મારો શ્વાસ ! સંયમ પ્રભુનો અહેસાસ’'. સંયમજીવનના જિન ધર્મ આધારિત બે મુખ્ય વિભાગ : ૧. દેશવિરતિ (શ્રાવક) ધર્મનાં ૧૨ વ્રતોનું પાલન અને ૨. સર્વવિરતિ (સાધુ) ધર્મનાં પાંચ મહાવ્રતોનું પાલન. આ બન્ને સંયમ વિના શક્ય જ નથી. ૩૭ અને જૈન ધર્મ જૈનત્વ (જૈન હોવાપણું) જ સંયમમય...! જૈનોએ કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય ભક્ષણ, અસભ્ય આચરણ, અભદ્ર વ્યવહાર ન કરાય, એમ કહીને જૈનો પ્રતિ ‘‘સંયમ’’ની લાલ બત્તી ધરી છે. શ્રાવકત્વ (૧૨ વ્રતધારીપણું) ૧૨ વ્રતોની ધારણા, ત્યાગનું ક્ષેત્રફળ વધારે હોય, ‘‘શ્રાવકજન તો તેને રે કહીએ’’ એમ કહીને ગૃહસ્થાશ્રમોમાં રહીને સંયમયુક્ત, સ્વૈચ્છિક ત્યાગપૂર્ણ જીવનનું દિગ્દર્શન કરાયું છે. સાધુત્વ (પંચ મહાવ્રતધારીપણું) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના મહાભારને જીવન પર્યંત સ્વીકારનારા મહાત્માઓના જીવનની પળેપળ, ક્ષણેક્ષણ ત્યાગમય, તપમય, સંયમમય હોય, શ્રમ એમનો જીવનમંત્ર હોય. “જેઓની આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહિ, અંતરમાં અંધકાર નહિ, જીભમાં તિરસ્કાર નહિ.' તે જ સાચા સંયમી...તેજ સાચા સંત. સૌરાષ્ટ્ર કેસરી, પૂજ્યપાદ પ્રાણગુરુદેવ કહેતાં કે, “જેમને તંત ન હોય, તે સંત.’’ અર્થાત્ જેમને પૂર્વગ્રહ, કદાગ્રહ કે હઠાગ્રહ, મતાગ્રહ ન હોય, જેઓ પ્રભુઆજ્ઞા, શાસ્ત્રાજ્ઞા અને ગુર્વાજ્ઞા મુજબ જ જીવન પર્યંત વર્તે તે સંત. તેઓ સતત રટણ કરતા કે, પુવી સમે મુળી વિજ્ઞા” અર્થાત્ સંયમી મુનિ પૃથ્વીસમાન સહનશીલ હોય, સંયમીજીવનમાં આવતા પરિણો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે, કારણકે સંયમી મહાત્માઓ સંયમીજીવન સ્વીકારતાં પહેલાં સત્તમ = શ્રદ્ધા. પતિયામિ = પ્રતીતિ અને રોમ = રુચિ કેળવે. સંયમ સ્વીકારતી વખતે દામિ = સ્પર્શના કરે. સંયમ સ્વીકાર્યા બાદ પાસ્ટેમિ, અણુપામિ = પાલન અને વારંવાર પાલન કરે. તેથી સંયમી મહાત્માઓ આવતાં કષ્ટોથી જરામાત્ર ડગે નહીં, દઢપણે સંયમની કેડી પર ચાલતા રહે. અષ્ટપ્રવચનમાતા ઃ સંયમીજીવનમાં પંચમહાવ્રતો મૂળગુણ છે, તો તેની યથાર્થ પાલના માટે પાંચ સમિતિ + ૩ ગુપ્તિ = અષ્ટપ્રવચનમાતા એ ઉત્તરગુણ છે. “સંયમની કેડી સાંકડી, સંતોએ સહુને બતાવી, એ રસ્તે ચડિયા જે ભવિ, તેણે ભવોભવની ભીતિ ભગાવી રે....” પંચમહાવ્રત પ્રાણીને ભવસાગર પાર ઉતારે છે (૨) સમિતિ ગુપ્તિને આદરી, ગુણોનો બાગ સજાવી રે... સંયમની કેડી... ૩૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ 80 0 અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ છે જ જે સંયમી સાધકો અષ્ટપ્રવચનમાતાના ખોળે રમતા હોય અર્થાત્ ૧. ઈર્યાસમિતિ = ચાલતી વખતે ઉપયોગ રાખતા હોય, ૨. ભાષાસમિતિ = બોલતી વખતે ઉપયોગ રાખતા હોય, ૩. ઐષણાસમિતિ = ગૌચરી કરતી વખતે ગવેષણા કરતા હોય, ૪. આયાણ ભંડમત્ત નિપ્નવણા સમિતિ = ભંડોપકરણ જતનાપૂર્વક મૂકતા હોય, ૫. ઉચ્ચાર પાસવાણ ખેલ-જલ્લ-સિંઘાણ પારિઠાવણિયા સમિતિ = પરઠતી વખતે ઉપયોગ રાખતા હોય તથા મન, વચન, કાયાના યોગોને ગોપવતા હોય, તે સંયમી મહાત્માઓ નિર્ભયપણે, નિશ્ચિતપણે, કુદરતના ખોળે જીવનયાપન કરતા વિચરે છે. આવા સંયમીઓ દુનિયાના બેતાજ બાદશાહ બની શકે. એક શાયર કહે છે ... વાદ થી વિતા મિટી, કનુમા વૈપરવાદ નિસો વધુ વા, વો દી શાદુંદ ” જેઓ કંચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, મહાવરાગી હોય, જેની વદ = ઇચ્છા જ નહીં હોય તેને ચિતા શાની? જેમને કંઈ જ ન જોઈતું હોય તે શાહના શાહ બની શકે. એને કોઈની પરવાહ ન હોય. પાદવિહારઃ સંયમમાર્ગે ચાલતા, પંચમહાવ્રધારી, સાધુ-સાધ્વીજીઓનાં જીવનનું મહત્ત્વનું પાસું તેઓનો “પાદવિહાર” છે. હા, પ્રત્યેક ધર્મના સાધુઓ પદયાત્રા કરતા ભ્રમણ કરતા જ હોય છે, માટે જ ઉપનિષદ્ગા ઋષિમુનિઓ પણ કહે છે, “ર તિ, વરે તિ' ચાલતા રહો, ચાલતા રહો. ચાલવાના શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક ઘણા ફાયદાઓ છે. “સાધુ તો ચલતા ભલા” એ ઉક્તિ દ્વારા સાધુને એક સ્થાને સ્થિર ન રહેવાનું આડકતરું સૂચન છે. સ્ત્રી પિયર, નર સાસરે, સંયમીઓ સ્થિરવાસ, એ તો હોય અળખામણો, જો રહે એક વાસ.'' ફક્ત એક વર્ષ સ્ત્રી પિયરમાં, પુરુષ સાસરિયામાં અને સાધુ એક જગ્યાએ સ્થિર રહે તો અળખામણાં થઈ જાય... લોકોને એમના પ્રત્યે અણગમો થઈ જાય તથા સાધુને તે સ્થાનનો મોહ, આસપાસની વ્યક્તિઓમાં અનુરાગ - મમત્વભાવ થઈ જાય. સાધુ પોતાની સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય. તેથી સંયમ-સુરક્ષા માટે પણ “પાદવિહાર” - ૩૯ - e k _ અને જૈન ધર્મ છે અત્યંત આવશ્યક અનુષ્ઠાન છે. શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ આવે છે કે, “પુષ્યાળુપુસ્વિં ચરમા, માજુમં તુક્તમને '' અર્થાત્ ક્રમેક્રમે આગળ ચાલતા, એક ગામથી બીજા ગામની સ્પર્શના કરતાંફરતાં સંતો વિચરણ કરે છે. પાદવિહાર'નો બીજો આશય એ પણ છે કે, સાધુઓ જ્યાં પધારે, સંયમીઓ જ્યાં પદાર્પણ કરે ત્યાં ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્મમાર્ગે વાળે. ધર્મના પ્રચાર-પ્રસાર માટે “પાદવિહાર’’ બહુ જ ઉપકારક છે. “પાદવિહાર'નું કષ્ટ વેઠીને તેઓ ધર્મની સુવાસ ફેલાવે છે, કારણકે તેઓનું સંયમી જીવન જ સુવાસિત જીવન છે. સંતો પરોપકાર માટે તથા સંયમી જીવનની સુરક્ષા માટે ટાઢ-તડકા વેઠીને “પાદવિહાર” કરે, કારણકે સંતો પરમ ઉપકારી હોય છે. સરોવર, તરુવર, સંત જન, ચોથા વરસે મેહ, પરોપકારને કારણે, ધરે અપનો દેહ''. સંતો જંગમતીર્થ છે, પાદવિહાર કરતાંફરતાં જે ગામમાં પધારે તે ગામને તીર્થભૂમિ જેવું સુરમ્ય, મંગલમય બનાવી દે. ધર્મમય વાતાવરણ બનાવી છે. જે ગામ, નગરમાં સંતો પધારે ત્યાં “સાધુ સંત યેતિ ધરા, તોચી દિવાલી દસહરા' - જ્યાં સાધુ પધારે ત્યાં દિવાળી, દશેરા જેવું વાતાવરણ સર્જાઇ જાય. મસ્તપણે પાદવિહાર કરતા, કષ્ટને સામેથી આવાન કરતા, સંયમીઓ માટે આ શ્લોક (સુભાષિત) બહુ એપ્રોપ્રીએટ છે.... "न चोरभयं, न च राजभयं, न वृत्तिभयं, न वियोगभयम् । इहलोकसुखम्, परलोकहितम्, श्रमणत्त्वमिदम् रमणीयतरम् ।। અર્થાત્ સાધુને વિચરણ વખતે ચોરનો, રાજાનો, આજીવિકાનો કે વિયોગનો ભય ન હોય, આ લોકમાં સુખકારી, પરલોક માટે હિતકારી એવું સાધુજીવન તો અત્યંત રમણીય છે... તેથી સાધુને જોતાં જ હાથ જોડાઈ જાય, મસ્તક ઝૂકી જાય, એમને કંઈક આપવાનું મન થાય, એમના કષ્ટમય જીવનને જોઈ અહોભાવ જાગે ! હા, ગૃહત્યાગી સાધુ બનવું કઠિન છે, પણ એનાથી અનેક ગણું કઠિન છે સાધુ બન્યા પછી સાચા અર્થમાં સંત બનવું. સંત બનવા માટે તો “યા હોમ” કરીને ઝંપલાવવું પડે, કાયાની માયા ત્યાગી કષ્ટમય, સાધનામય, તપમય, ધ્યાનમય જીવન સ્વીકારવું પડે. “કંઈક મેળવવા માટે કંઈક ત્યાગવું પડે” એ ન્યાયે પેલા કવિએ કહ્યું કે, નથી મફતમાં મળતાં રે, એનાં મૂલ ચૂકવવા પડતાં રે, ૪૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ક0% – અને જૈન ધર્મ 5888 આ રીતે ક્રમેક્રમે સંયમપર્યાય વધતાવધતા અનંતઅનંત આત્મિક સુખનો અનુભવ કરે. ધન્ય તે મુનિવરો ! ધન્ય તેઓનું જીવન ! કહેવાય છે કે પૃથ્વી પર ધરતી કરતાં ત્રણ ગણું પાણી હોવા છતાં આવા સંયમીઓના સંયમના પ્રભાવે એ પાણી ધરતી પર ફરી વળતું નથી. વર્તમાન જગતમાં વિજ્ઞાન જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પણ... સંયમીઓ બાહ્ય શોધને બદલે આંતરખોજમાં લાગી ગયા છે... “આ છે અણગાર અમારા... આ છે શણગાર અમારા...” ધન્ય..ધન્ય... તે મુનિવરા !! (ગોં. સં.ના પ્રાણપરિવારનાં પૂજ્ય ઊર્મિલાજી મહાસતીજીએ પ્રાણ આગમ બત્રીશીના આગમનું સંપાદન કાર્ય કર્યું છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે). 88080 અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ 9 0 % - સાધુને સંતપણા રે, જગમાં નથી મફતમાં મળતાં.” જીવન પર્યંત, પ્રતિદિન, ક્ષણેક્ષણે જાગૃતિપૂર્વક સ્વીકારેલાં મહાવ્રતો અને અષ્ટપ્રવચનમાતાનું નિર્મળપણે પાલન કરનાર સંયમી આત્માઓને લાખલાખ વંદન !! એમના સંયમી જીવનની ભૂરિભૂરિ અનુમોદના ! “આગ લગી આકાશ, ઝરે ઝરે બરસત અંગાર, સંત ન હોત જો જગતમેં, જલ જાતા સંસાર.” આવો નિર્મળ સંયમ પાળતા સંયમીને કેટલું સુખ મળે ? કેવું આત્મિક સુખ અનુભવાય તેનું વર્ણન જૈનશાસ્ત્ર આધારિત થોકડાઓમાં નીચે પ્રમાણે કર્યું છે - ૧. એક માસનો નિર્મળ સંયમ પાળવાથી વણવ્યંતર દેવોના સુખને ઉલ્લંઘી જાય ૨. બે માસનો નિર્મળ સંયમ પાળવાથી નવ નિકાયના દેવોના સુખને ઉલ્લંઘે ૩. ત્રણ માસનો નિર્મળ સંયમ પાળવાથી અસુરકુમારના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૪. ચાર માસનો નિર્મળ સંયમ પાળવાથી ગ્રહ, નક્ષત્ર, તારાના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૫. પાંચ માસનો નિર્મળ સંયમ પાળવાથી સૂર્ય-ચંદ્રના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૬. છ માસનો નિર્મળ સંયમ પાળવાથી પહેલા-બીજા દેવલોકના દેવોના સુખને ઉલંઘી જાય ૭. સાત માસનો નિર્મળ સંયમ પાળવાથી ત્રીજા-ચોથા દેવલોકના દેવોના સુખને ઉલ્લંઘી જાય. ૮. આઠ માસનો નિર્મળ સંયમ પાળવાથી પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૯. નવ માસનો નિર્મળ સંયમ પાળવાથી સાતમા-આઠમા દેવલોકના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૧૦. દસ માસનો નિર્મળ સંયમ પાળવાથી નવમાથી બારમા દેવલોકના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૧૧. અગિયાર માસનો નિર્મળ સંયમ પાળવાથી નવ નૈવેયકના દેવલોકના દેવોના સુખને ઉલંઘી જાય ૧૨. બાર માસનો નિર્મળ સંયમ પાળવાથી પાંચ અનુત્તર વિમાનવાસી દેવલોકના દેવોના સુખને ઉલ્લંઘી જાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ સંયમ જીવન અને જૈન ધર્મ - પૂ. સાધ્વી સુતિર્થીકાજી વનમાં ખોવાયેલ યાત્રીને ધ્રુવનો તારો દિશા બતાવે છે. ગાઢ રાત્રિને સૂર્યનું વિમાન ઉજ્જવલ દિવસમાં રૂપાંતરિત કરે છે. જૈન દર્શન, તે ધ્રુવના તારા સમાન છે. જૈન દર્શન, સૂર્યના વિમાન સમાન છે... કારણકે અસત્યના ભવંડરમાંથી સત્યના આકાશમાં તે જ તો લઈ જાય છે. આત્મવિશ્વાસની છે જૈન દર્શન, આત્મસંકલ્પ છે જૈન દર્શન. આત્મલગની છે જૈન દર્શન, આત્મખ્યાતિ છે જૈન દર્શન. આવાં આત્મવૈભવી દર્શનના દૃષ્ટિકોણને ચાલો થોડું સમજીએ. વસ્તુમાં વસ્તુપણું, વસ્તુને વસ્તુ બનાવે છે. વસ્તુપણું એટલે કે વસ્તુત્વ. જો વસ્તુત્વ નહીં તો વસ્તુનું હોવાપણું પણ નિરાધાર છે. સાકરમાં મીઠાશ ન હોય તો તે સાકર કહેવાય નહીં. કારેલામાં કડવાશ ન હોય તો તે કારેલું કહેવાય નહીં, અર્થાત્ સારમાં સાકરપણું અને કારેલામાં કારેલાપણું ન હોય તો તે સાકર અને કારેલાનું અસ્તિત્વ હાજર નથી એમ કહેવાય તેમ જ એક જૈનીમાં જૈનપણું ન હોય તો તેનું જૈન હોવું નિરાધાર છે. જૈનત્વ જ વ્યક્તિત્વે જૈન બનાવનાર હોય છે; જન્મથી, કુળથી, ગોત્રથી કે નામથી કોઈ જૈન હોતું નથી. જૈન દર્શન બહુ જ સ્પષ્ટપણે એવું માને છે કે જૈનત્વ એ કોઈ જૈનોની મોનોપોલી નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સાચા બ્રાહ્મણની વ્યાખ્યા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં જે રીતે આપી છે, તેનાથી તેઓએ માત્ર બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ જ નહીં, પરંતુ જૈનોનું જૈનત્વ પણ સ્પષ્ટ કર્યું છે. જેમ કોઈ વ્યક્તિ જન્મથી, કુળથી કે ગોત્રથી બ્રાહ્મણ નથી હોતી તો કોઈ વ્યક્તિ જન્મથી, કુળથી કે ગોત્રથી જૈન શી રીતે હોઈ શકે ? આ વાત કહીને એક ગંભીર વાત ખૂલે છે કે જૈન દર્શનને સંકુચિત વિચારધારાથી તોળવું એ સૃષ્ટિને કૂવા જેટલું સમજવું છે. માટે જૈન દર્શનને સમજવા એક વિસ્તૃત વિચારધારા અપનાવવી એ અતિઆવશ્યક છે. પદ્દર્શનમાંથી ત્રણ દર્શનોને આસ્તિક દર્શન તથા ત્રણ દર્શનને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. તેમાં જૈન, બૌદ્ધ અને ચારવાક તે નાસ્તિક દર્શન કહેવાય છે. આ મતનું ખંડન તો નહીં, પરંતુ તેનું બીજું એક પાસું આજે સમજવાનો પ્રયાસ કરીએ. ૪૩ ...અને જૈન ધર્મ આસ્તિક્તા અને નાસ્તિકતાની સાચી પરિભાષા શું ? જે અસ્તિત્વને માને તે આસ્તિક અને જે અસ્તિત્વને ન માને તે નાસ્તિક. આ પરિભાષા તે શબ્દોને શોભતી હોય એવું લાગે. જે દર્શનનો આધાર જ અસ્તિત્વ હોય, જેના સર્વ સિદ્ધાંતો એક અસ્તિત્વ પર આધારિત હોય, એ દર્શન નાસ્તિક શી રીતે હોઈ શકે ? હા, ચોક્કસ નિશ્ચયથી પરમાત્માના કર્તુત્વભાવનો નકાર તે કરે છે, પરંતુ પરમાત્માના અસ્તિત્વનો નકાર કદાપિ તેણે નથી કર્યો. હવે તેને નાસ્તિક કહેવું કે આસ્તિક તે વિવાદનું કારણ નહીં, પરંતુ ચિંતનનું કારણ બનવું જોઈએ. વાસ્તવમાં તો જૈન દર્શન નથી આસ્તિક નથી કે નાસ્તિક. અસ્તિ અને નાસ્તિ તો એકાંતવાદનો વિષય હોય, જેની માતા જ અનેકાંતવાદ છે એવું આ દર્શન તે આસ્તિક કહેવાય કે નાસ્તિક તેનાથી સાચા જૈનીને ફરક પડતો નથી. તેને તો આસ્તિકતા અને નાસ્તિકતાથી પરે થવામાં જ રસ છે. જે આસ્તિક બન્યો તે સમર્થક બની જશે અને જે નાસ્તિક બન્યો તે વિરોધી અને જે સમર્થન તથા વિરોધ સ્વયંના અનુભવથી ઉત્પન્ન નથી થયો તે સમર્થન અને વિરોધની કોઈ કિંમત જૈન દર્શનને નથી. જૈન દર્શન તો સન્માન રાખે છે તેનું જેણે સત્યનો અનુભવ કર્યો છે. માટે જેણે સત્યને એક વાર અનુભવ્યું તે કોઈનો એકાંત સમર્થક કે એકાંતવિરોધી બની ન શકે. એટલે જ જૈન દર્શનને માત્ર જૈન દર્શન નહીં, પરંતુ સત્ય દર્શન કહી શકાય. માત્ર જૈન દર્શન જ નહીં, અપિતુ જેજે દર્શન સત્યનું દર્શન કરાવે તે સર્વ દર્શન સત્ય દર્શન કહી શકાય. હા... એક એવું દર્શન જે દર્શનની શુદ્ધિને સાધનાનું સર્વપ્રથમ પગલું માને છે તે જૈન દર્શન. જેની દૃષ્ટિ મિથ્યા માન્યતાથી મુક્ત છે તે શુદ્ધ દૃષ્ટિનો ધણી. હજી સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જે માન્યતામાત્રથી જ મુક્ત છે તેની દૃષ્ટિ શુદ્ધ. જે માનતો નથી પણ માત્ર જાણે છે... પોતાને અને બીજાને-તે જ માન્યતાઓથી મુક્ત કહેવાય. બાકી જ્યાં માનવાપણું છે ત્યાં આસ્તિકતા અથવા નાસ્તિકતાને સ્થાન છે, પરંતુ જે માત્ર જાણે છે તે જ બંનેથી પરે છે, તે જ અલૌકિક છે... અને તે જ સાચો સત્યપ્રેમી છે. * જૈન દર્શન સત્યરૂપી ખજાનાને સાચવનારો એક રહસ્યમય પિટારો છે, જેનો એક દરવાજો વ્યવહાર છે તો બીજો નિશ્ચય. કોઈ એક દરવાજો ઉઘાડવાથી ખજાનો મળતો નથી. એકલા વ્યવહારને જાણવાથી સત્ય હાથ નહીં લાગે અને એકલા નિશ્ચયને જાણવાથી સત્યમાંથી સત્યની સુગંધ ઊડી જશે. કેટલાક એવું માને છે કે જૈન દર્શન એટલે કે નિષેધાત્મક દર્શન. દરેક વસ્તુનો નિષેધ કરી ત્યાગ કરી દેવાનું દર્શન. કેટલાક એવું માને છે કે નિર્લેપતાના નામે દરેક વિષયને સહમતી આપનારું દર્શન. અહીં આવશ્યક છે કે જૈન દર્શનને ઊંડાણથી સમજવાનો સમ્યક્ પ્રયાસ કરવામાં આવે. ૪૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ કરીના અને સંચમ જીવન અને જૈન ધર્મ તેઓની માન્યતા ખોટી નથી, પણ પૂર્ણપણે સત્ય પણ નથી. પર્વતની ચોટી જો વ્યવહાર છે તો પર્વતની તળેટીનો નીચેનો ભાગ નિશ્ચય છે. જેણે માત્ર ચોટીને જોઈ તેણે સંપૂર્ણ પર્વત જોયો નથી અને જેણે તળેટીનો નીચેનો ભાગ જોયો તેણે પણ અધૂરા પવર્તને જ જોયો છે. સંપૂર્ણ પર્વત તા તેણે જ જોયો છે જેણે ચોટી અને તળેટીનો નીચેનો ભાગ બંને જોયાં હોય. જૈન દર્શન તે પર્વત સમાન છે, જેને ચોટીવ્યવહાર અને તળેટીનો નીચેનો ભાગ નિશ્ચય છે. બંનેને આત્મસાત કરનારાને જ જૈન દર્શન શું છે તે સમજાય છે. સ્પષ્ટ ત્યારે આ પર્વતને પૂર્ણપણે જોવાનું એક સાધન છે સંયમજીવન. આ વાત તો છે કે પ્રભુ દ્વારા મળેલ ઉત્તમોત્તમ મિષ્ટાન્ન એટલે કે સંયમજીવન... પ્રભુ દ્વારા મળેલ સર્વશ્રેષ્ઠ ભેટ એટલે કે સંયમજીવન. આ મિષ્ટાન્ન અને આ ભેટ પ્રભુએ સર્વ જીવોને સમાન આપી છે. જેમ પ્રકૃતિ તો ભૂમિ પર સમાન જ વર્ષા કરે છે, કોઈ ઝીલી લે તો ઉપજાવ બની જાય અને ન ઝીલે તો બંજર રહી જાય તેમ જ આ સંયમવર્ષા ભગવાને બધા પર કરી, કાઈએ ઝીલી તો મુક્ત થયા અને બાકીનાના હાથમાં તો બેડીઓ જ બંધાણી. સંયમજીવન... આખરે સંયમજીવન છે શું ? ઘણા એવું માને છે કે સહનશક્તિ એ સંયમ છે ! સહનશક્તિ જો સંયમ હોત તો દરેક પ્રાણી તે સંયમી કહેવાત, કારણકે દરેક પ્રાણી કંઈક ને કંઈક સહન તો કરે જ છે. મજૂર થાક, ગરીબી અને લાચારી સહન કરે છે. અમીર સત્તા, સંપત્તિ તથા બીમારીને સહન કરે છે. પશુ ક્રૂરતા સહન કરે છે ત્યારે વૃક્ષ તાપ અને વર્ષા બંને સહન કરે છે. આ રીતે તો બધા જ સંયમી કહેવાશે, પરંતુ ના. સંયમ શબ્દ બોલતા જ એક ખુમારીભર્યો ભાવ તેમાંથી વહે છે. સહનશક્તિને સંયમયાં રૂપાંતરિત કરનારું એક તત્ત્વ છે તે સહજતા. સંયમી સંયમથી સુશોભિત છે ત્યારે સંયમ સહજતાથી. એક સંયમીના જીવનમાં જે કાંઈ બને છે તે બનાવને તે સહજતાથી સહન કરે છે, આકુળતા કે વ્યાકુળતાનો અંશમાત્ર ન હોય ત્યારે તે સંયમ કહેવાય. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું...દુઃખ તથા ક્રોધની પરમસીમા અનુભવી રહી છે. તે ક્રોધમાં સમસ્ત સભાને શ્રાપિત કરી દેવાના નિર્ણયે પહોંચી છે, ત્યારે અર્જુન કહે છે, “હે દ્રૌપદી, તમારો સંયમ નહીં ગુમાવો.’’ ક્રોધથી ભડભડતી દ્રૌપદી કહે છે, “સંયમ ! આ પરિસ્થિતિમાં સંયમ કઈ રીતે રાખવો ? તમામ ભાઈઓએ મને દાવ પર લગાડી ત્યારે ક્યાં ગયો હતો તેમનો સંયમ ?’’ ત્યારે જ અચાનક શ્રીકૃષ્ણનું મુખડું યાદ આવે છે અને શ્રાપને સ્થગિત કરી દે છે, પરંતુ અંદરનો ક્રોધ અને વેદના શાત નથી થયાં. કોઈનું પણ મુખ જોવા તે તૈયાર નથી. કોઈની વાત સાંભળવા તે સજ્જ નથી. શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. અત્યાર સુધી દ્રૌપદીએ કોઈને પોતાના કક્ષમાં આવવા નથી દીધા. ભીમ પોતે ૪૫ —અને જૈન ધર્મ કરીને પણ તેનો દરવાજો તોડી શકતો નથી. કારણ... દ્રૌપદીની સંકલ્પશક્તિ... શ્રીકૃષ્ણ એટલે કે સત્ય, શ્રીકૃષ્ણ એટલે કે જ્ઞાન, શ્રીકૃષ્ણ એટલે સંયમ. શ્રીકૃષ્ણ નહીં પરંતુ સ્વયં જ્ઞાન, સત્ય તથા સંયમદ્વાર સામે આવી ઊભું હતું અને ત્યારે દ્વારને ખૂલવું પડ્યું. ભીતર દુઃખના સાગરને પીને દ્રૌપદી બેઠી હતી. શ્રીકૃષ્ણ ત્યારે દ્રૌપદીને હિતશિક્ષા આપે છે, ‘દ્રૌપદી, દુર્યોધનને ક્ષમા કરી દે. જો તું ક્ષમા નહીં આપે તો તું પ્રતિશોધમાં અટવાઈને રહી જઈશ, ન્યાય નહીં કરી શકે. એક વાર પોતાના દુઃખથી ઉપર ઊઠી વિચાર કર કે જે વ્યક્તિએ આર્યવર્તની સામ્રાજ્ઞી સાથે આ વ્યવહાર કર્યો છે, તો રાજ્યની સામાન્ય નારીના શું હાલ કરશે ? પોતાના દુઃખમાં સંસારનું દુઃખ જો, પરંતુ પોતાના વ્યક્તિગત દુઃખનો ત્યાગ કર અને મુક્ત થઈ જા.’’ આ શબ્દો સાંભળતાં જ દ્રૌપદીના હૃદયમાં જ્ઞાન અને સત્યની સ્થાપના થઈ અને તેથી જ સહજતાપૂર્વક દુર્યોધનને ક્ષમા કરી દે છે. આનું નામ છે સંયમ. ઘુતસભામાં જ્યારે શ્રાપ સ્થગિત કરવામાં આવ્યો તે સહનશીલતાનું દર્શન કહેવાય, પરંતુ દુર્યોધનને જ્યારે દ્રૌપદીએ હૃદયના સહજભાવો સાથે ક્ષમા આપી ત્યારે આ સંસારને સંયમનું દર્શન થયું. અર્થાત્ કોઈ પણ ક્રિયા જે આકુળતા અને વ્યાકુળતારહિત છે તે છે સંયમ અને સંયમનો પળેપળે અનુભવ કરાવતું જીવન એટલે કે સંયમજીવન, પછી એવું જીવન શ્રમણ જીવે કે શ્રમણોપાસક. સંયમજીવન, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી સુશોભિત નથી, પરંતુ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમથી સુશોભિત છે. ઇરિયા સમિતિ માત્ર જતનાથી જોવું અને જતનાથી ચાલવું એટલું જ નથી, કારણકે જતનાથી ગતિ તો એક રૉબર્ટ પણ કરી શકે. એક રૉબર્ટની પ્રોગ્રામિંગ કરી દેવા પર તે માનવ કરતાં પણ વધારે જતના પાળી શકશે, પરંતુ આ જતના સહજ નથી. જ્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ વગર – ઉપયોગપૂર્વક સહજ જતના પળાઈ જતી હોય તો તે સહજ સંયમજીવનની ઇરિયા સમિતિ. જતના જ્યારે વિકલ્પપૂર્વક થતી હોય ત્યારે તે માત્ર એક ક્રિયા છે, પરંતુ જ્યારે તે સહજરૂપે થતી હોય ત્યારે જ તે ઇરિયા સમિતિ છે. પાંચેપાંચ ઇન્દ્રિયોનું દમન એ વહેવારસંયમ હોઈ શકે, પરંતુ નિશ્ચયસંયમ ઇન્દ્રિયોનું સહજપણે શમન છે. માટે પ્રથમ તો વહેવાર સંયમસાધન બને છે જે નિશ્ચયસંયમના સાધ્ય સુધી પહોંચાડે છે. કોઈ એકની પણ ગેરહાજરી સંયમને શ્વાસરહિત બનાવી દે છે. સાથેસાથે એવું પણ સ્પષ્ટપણે સમજાય છે કે સંયમજીવન એ અનેક રહસ્યમય ઘટનાઓને સમજવા માટેનું એક સાધન છે. આ પ્રકૃતિ હરક્ષણ અનેક રહસ્યને કાનમાં કહી જાય છે, પરંતુ સાધક પોતાનાં સુખ-દુઃખના અવાજને સાંભળતો બંધ થાય ત્યારે જ આ પ્રકૃતિનો અવાજ સાંભળી શકે છે, અન્યથા નહીં. ગોચરી અનુકૂળ મળી ૪૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ જેને સંયમ જીવન અને જૈન ધર્મ અને જો અનાંદ અનુભવાય તો હું મારા સુખને જ સાંભળું છું અને ગોચરી ન મળી તેનો અફસોસ રહ્યો તો ફરીને મેં મારા દુઃખને જ સાંભળ્યું. ત્યારે પ્રકૃતિ શું કહે છે તે તો ચૂકી જ ગઈ. તે સમયે જો પોતાનાં સુખ-દુઃખને સાંભળવા કરતાં પ્રકૃતિ શું કહે છે તે ધ્યાન રાખ્યું હોત તો કદાચ કોઈ રહસ્ય સમજાયું હોત. ગોચરી તો ઉપાશ્રયથી બહાર નીકળવાનું એક બહાનું છે. બહાર નીકળી આ આકાશને તો જો... ! બધાને સ્થાન આપે છે, પોતે કાંઈ માગતો નથી. આ ધરતીને તો જો ! બધાને આધાર આપે છે, પણ પોતે ઇચ્છામુક્ત છે. આ હવાનો અનુભવ તો કર,,, બધાને શાતા પમાડે છે અને પોતે અપેક્ષારહિત છે. આ આકાશમાં પંખી ઊડે કે પતંગ, તેને કોઈ વિરોધ નથી, આ ધરતી પર કોઈ ફૂલ ઉગાડે કે તેને પ્રદૂષિત કરે તેનો પણ તેને વિરોધ નથી. આ હવા કોઈનો પ્રાણ બને કે પ્રદૂષણનો સ્વીકાર, તેને બંને સ્વીકાર છે. ત્યારે ગોચરી મળે કે ન મળે, કે શ્રમણ, તું પણ આ પ્રકૃતિનો એક અંશ છે... સ્વપ્રકૃતિમાં સ્થિર બન. સંયમજીવનની આ સૌથી મોટી વિશેષતા છે કે સંયમીઓ માટે સ્વયં પ્રકૃતિ ગુરુ બને છે, સ્વયં આ બ્રહ્માંડ ગુરુ બને છે. બસ, આ બ્રહ્માંડના સાચા શિષ્ય બનવું પડે છે. સમાજ આજે સંયમજીવનને માત્ર do's and dont'sથી ભર્યું જીવન સમજે છે. અરે ! આ તે એવી વાત થઈ કે દરિયાના ઊંડાણને દરિયાની પરિધિથી માપવું. સંયમજીવન એક દરિયો છે, જેના ઊંડાણ સુધી ગોતા લગાવવામાં આવે ત્યારે સમજાય કે તે શું છે ! કેવું છે ! ત્યારે જ કહેવું પડે કે, “નાવિક કા સંબંધ જૂઠા જો તરત તરમાંહી મોતી ગહરા ખોજ નિકાલે મરજીવા ભય ટાલી જાને હૈ જગત અનેરા જાને લહેર કી બાની મીઠા લાગત ખારા પાની જગ ભીતર કા જાની''. અંતે એટલું જ કે જે નાવિક બને છે તેને સાગરની લંબાઈ અને પહોળાઈ કદાચ ખબર પડે છે, પરંતુ જે મરજીવા બને છે તેને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેની જાણ થાય છે તેમ જ જૈન દર્શન તથા સંયમજીવનને જાણવાનો પ્રયાસ જો નાવિક બનીને કરવામાં આવે તો સાધક ઘણુંઘણું ચૂકી જાય, પરંતુ મરજીવાની જેમ જો ઊંડાણમાં જવાય તો સાચાં મોતી તો હાથ લાગે જ, પરંતુ તરવાનો આનંદ શું છે તે પણ સાથે માણી શકે છે. (ગોં. સં.ના પ્રાણપરિવારનાં પૂજ્ય ડૉ. તરુલતાજી મહાસતીજીનાં નવદીક્ષિત સુશિષ્યા, પૂજ્ય શ્રી સુતિર્થીકાજી જૈન દર્શન અને ષટ્કર્શનનાં અભ્યાસુ છે અને સુંદર પ્રવચનો આપે છે). ૪૭ ડાયસ્પોરા અને જૈન ધર્મ - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાહસ અને વ્યાપારી સૂઝ ધરાવતી પ્રજા કોઈ એક ક્ષેત્રમાં સીમિત રહેતી નથી. વેપારી સાહસ અને ખંત ધરાવનારા જૈન સમાજે ગુજરાત, રાજસ્થાન બિહાર ઉપરાંત ભારતનાં અનેકવિધ રાજ્યોમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે. એમણે ‘અંધારિયા ખંડ’ કહેવાતા આફ્રિકાના અજાણ્યા પ્રદેશમાં સાહસભેર પગ મૂક્યો અને આજે અનેક દેશોમાં વેપાર, ઉદ્યોગ, મૅનેજમેન્ટ, કૉમ્પ્યુટર જેવાં ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે. અમેરિકા અને યુરોપના દેશમાં પ્રત્યેક દેશના જૈન સમાજને જુઓ એટલે ખયાલ આવશે કે તેઓએ અહિંસા, જીવદયા, તપશ્ચર્યા, ક્ષમાપના, સમન્વય, પર્યુષણ, અનેકાંત જેવા ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું યથાશક્તિ પોતીકી રીતે પાલન કર્યું છે. જૈન પરંપરા એ તત્ત્વજ્ઞાનની પરંપરા છે, માત્ર કોઈ વૈશ્વિક પરંપરા નથી, પણ એ વિચારની, આચારની અને આહારની આગવી શૈલી છે, આથી આ પરંપરાના મર્મને સમજવો, એને અપનાવવી અને એને પરિભાષિત કરવી એ અત્યંત મહત્ત્વની બાબત છે. આધુનિક સમયમાં જૈન સમાજ પોતાની પ્રતીતિ, પોતાની અસ્મિતા અને પોતાની પહેચાન ઊભી કરે તે જરૂરી છે. આ સમાજમાં દૂરદર્શિતા છે. આજે પર્યાવરણની વાત કરવામાં આવે છે. પ્રદૂષણ દૂર કરવાની વાત થાય છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની શરૂઆત થાય છે, ત્યારે જૈન ધર્મમાં હજારો વર્ષ પૂર્વે પ્રકૃતિ સંરક્ષણ, પ્રાણીરક્ષા અને પર્યાવરણની વાત કરવામાં આવી છે. ભગવાન મહાવીરસ્વામીએ વો હૈં માપુસ્સે ના’ (સમગ્ર મનુષ્યજાતિ એક બને) એવો મહાન સંદેશ આપ્યો, ત્યારે આજે જૈન સમાજે એક બનીને અહિંસામય વિશ્વની રચનામાં પોતાનું યોગદાન આપે તેનો સમય પાકી ગયો છે. હિંસા, આતંક, વેરભાવ, ધાર્મિક વિદ્વેષ, પર્યાવરણની અસમતુલા, માનવીની વ્યથિત જીવનશૈલી - એ બધી બાબતોમાં નવો રાહ ચીંધી શકે તેમ છે. જૈન ધર્મ એ વિશ્વનો એક પ્રાચીન ધર્મ છે. એની પાસે એનાં આગવાં મૂલ્યો, સિદ્ધાંતો અને પરંપરા છે, જેને પરિણામે આજ સુધી એ એનાં મૂલ્યો, ભાવનાઓ અને ક્રિયાકાંડોથી સતત ચાલુ રહ્યો છે. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં અનેક તત્ત્વપરંપરાઓ હતી, પરંતુ એમાંના મોટા ભાગના ધર્મો કે વિચારપરંપરા આજે ૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ હજી ડાયસ્પોરા અને જૈન ધર્મ છે, તિજ અસ્તિત્વમાં નથી. આવી ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનું પ્રદાન કરનારા ધર્મને અત્યાર સુધી સાવંત જીવંત રાખનારી એની શક્તિને માધ્યમ બનાવીને સંગઠિત સમાજની રચના કરવી જોઈએ. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન આગવું હોવાથી એનો સર્વત્ર પ્રસાર થાય તે જરૂરી છે, જેમ કે, આ ધર્મ ધર્માતર (conversion)માં માનતો નથી. બીજાં રાજ્યો કે દેશો પર આક્રમણમાં સહેજે વિશ્વાસ રાખતો નથી, પરંતુ ભાવનાપૂર્ણ જીવનશૈલી, આત્માનુભૂતિ અને અહિંસામાં માને છે. એવા જીવનદર્શનને સહયોગ, સંસ્કાર, સહમતિ, સેવા અને સમર્પણ દ્વારા કાર્યાન્વિત કરવાનો સમય આવી ચૂક્યો છે. આને અભિયાનનું રૂપ આપવાની જરૂર છે. અહિંસાથી અભયની યાત્રા થાય, મૈત્રીથી મનુષ્યતાની યાત્રા થાય, કરુણાથી સંવેદનાની યાત્રા થાય, ત્યારે જૈન સંસ્કૃતિ સાર્થક થાય. આ સમાજ વૈશ્વિક રીતે વાણિજ્યની દૃષ્ટિએ, આચારશાસ્ત્રની દૃષ્ટિએ, પર્યાવરણ, અહિંસા અને જીવનના સંબંધોની દષિાટએ જોડાયેલો રહે તે જરૂરી છે. જૈનોની સ્વતંત્રતા એ અંગ્રેજ શાસનમાંથી ભારતને મુક્ત કરનારી સ્વતંત્રતા નથી. આ તો એ સ્વતંત્રતા છે જેમાં મનુષ્ય સ્વયં આત્માનુશાસનથી જીવી શકે. આજના મૂલ્યવિહીનતા તરફ જતા સમાજમાં, જીવનનાં સત્યોની ઉપેક્ષા કરતી પરિસ્થિતિમાં અને હિંસા અને આક્રમણનો મહિમા કરતાં પરિબળોની વચ્ચે જૈન ધર્મ એની વિશિષ્ટ દૃષ્ટિને કારણે જગતને ઘણું આપી શકે છે અને તે આપવાની જવાબદારી ગમે તે સ્થળ, દેશ કે કાળમાં વસતા પ્રત્યેક જૈનની છે. જૈન સમાજ પ્રગતિશીલ હોવાને કારણે એ ભારતની બહાર અનેક દેશોમાં ફેલાયો છે. આ સમાજ સંપ્રદાય, ગચ્છ વગેરે ધરાવે છે. આ બધા જ સંપ્રદાયો જૈનત્વની બાબતમાં એક થાય તે જરૂરી છે. ( ક્યુને સંપવિત) - એટલે કે કળિયુગમાં સંઘશક્તિનું મહત્ત્વ છે. આવી સંઘશક્તિ એટલે કે એકતાને ખંડિત કરનારી કેટલીક પરિસ્થિતિઓ હોય છે. જુદાજુદા પંથના લોકો વચ્ચે તીર્થની બાબતમાં, ધર્મગ્રંથની બાબતમાં કે ધર્મના આચારની બાબતમાં મતભેદો જોવા મળે છે. આવા મતભેદો અન્ય ધર્મોમાં પણ પ્રવર્તે છે, પરંતુ ક્યારેક આ મતભેદ મનભેદ અને ઘર્ષણમાં પરિણમે છે અને એને પરિણામે એક જ સંપ્રદાયમાં માનનારાઓ વચ્ચે અંદરોઅંદર અથવા તો અન્ય સંપ્રદાયો સાથે ઘર્ષણ થાય છે. કોર્ટના કેસ થાય છે, ક્યારેક મારામારી પણ થાય છે. આપણો દૃષ્ટિકોણ સંકુચિત થતો જોવા મળે છે. હકીકતમાં આપણો દષ્ટિકોણ એ વિસ્તારનો છે. જેમણે ‘વપુર્ધવ કુટુંવમ્' શ્રી કચ્છી – અને જૈન ધર્મ છે કહ્યું, તે કઈ રીતે સંકુચિત રીતે વિચારી શકે? આ સમયે સૌથી મોટી બાબત ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખીને વ્યાપક દૃષ્ટિ કેળવવાની છે, એનેકાંત દૃષ્ટિનું વ્યવહારમાં અમલીકરણ કરવાની છે. “જૈન ડાયસ્પોરા” દ્વારા વિવિધ ગ્રુપોને એકઠાં કરીને એમની વચ્ચે સંવાદિતા સાધી શકે છે. કોઈ યોગ્ય ઉકેલ શોધી આપે. અમેરિકાની ‘જેના’ સંસ્થા, ‘અણુવિભા’ કે બ્રિટન-ભારતની ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી તથા ઇંગ્લેન્ડનું ‘વન જૈન ઑર્ગેનાઇઝેશન' આવા વિદેશની જેવી સંસ્થાઓ જે તે દેશ સાથે ભારતનું અનુસંધાન સાથે છે. આવી એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના થવી જોઈએ, જે વિશ્વના પ્રશ્નો વિશે અને વિવિધ દેશોમાં વસતા જૈન સમાજની સમસ્યાઓને વાચા આપી શકે અને જૈન ધર્મ-દેશનાના પ્રસારમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે. જૈન સમાજ એકતામાં દઢ શ્રદ્ધા રાખનારો સમાજ છે. મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ-પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એકતા (Unity of Life)માં માને છે, તેથી જૈન સમાજ વચ્ચેની એકતા એ તો પ્રાથમિક વાત છે, એની બુનિયાદ પર જ “પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની ભાવના સેવતા આ ધર્મની સૃષ્ટિના જડ-ચેતન સમગ્ર સાથેની એકતા સાધી શકાય. અહીં એક સ્મરણ જાગે છે બેલ્જિયમ દેશના એન્ટવર્પ શહેરમાં દેરાસરની પ્રતિષ્ઠા પછી એક બાળકે આવીને બૅન્ક યુ કહેતાં કહ્યું, ‘મારો મિત્ર માઇકલ દર રવિવારે એના ભગવાનને મળવા જતો. સોમવારે એ મને કહેતો કે, હું રવિવારે ‘ગોડ' સમક્ષ પ્રાર્થના કરવા ગયો હતો. તારા ‘ગોડ' ક્યાં છે? તમે અમને “ગોડ' આપ્યા. થેન્ક યુ!” એક મોટો પડકાર આસપાસની પરિસ્થિતિના દબાણનો છે. જુદાજુદા ધર્મનાં બાળકો સાથે ભણવાને કારણે સ્વધર્મની ક્રિયા અને આચાર વિશે તુલના થાય છે. વિદેશમાં જૈન બાળકો પર પ્રભાવ પાડતું આ મોટું પરિબળ છે. જુદાજુદા ધર્મો પોતાનો પુષ્કળ પ્રચાર (ક્યાંયક પ્રલોભન પણ) કરીને આવું એક ‘પ્રેસર' ઊભું કરતા હોય છે. એ ધર્મો આકર્ષવા માટે વિનામૂલ્ય સાહિત્ય આપતા હોય છે અથવા તો જીવન જીવવા માટે આર્થિક સુવિધા આપતા હોય છે. આની સામે ઊભા રહેવા માટે સજ્જ થવાની વેળા પાકી ગઈ છે. ડાયસ્પોરામાં આપણે ભારતની બહાર વિદેશોમાં પ્રસરેલા જૈન ધર્મની વાત કરીએ છીએ, પરંતુ સવાલ તો એ છે કે ખરેખર ભારતનાં રાજ્યોમાં જૈન ધર્મનો કેવો પ્રભાવ હતો અને વર્તમાનમાં એની કઈ પરિસ્થિતિ છે એની વિગતો પણ ૫૦. Page #27 -------------------------------------------------------------------------- ________________ લકી ડાયસ્પોરા અને જૈન ધર્મ છે. આપણે ક્યાં જાણીએ છીએ ? આથી તો આજે બંગાળમાં જૈન મૂર્તિઓને ભૈરવનાથરૂપે અથવા મનસાના રૂપમાં પૂજવામાં આવે છે. બંગાળના તેલકૂપીમાં આવેલી ભૈરવનાથની મૂર્તિ એ હકીકતમાં ભગવાન મહાવીરની મૂર્તિ છે. જૈન ધર્મના કેટલાય શબ્દો તમને બંગાળી ભાષામાં મળી આવશે. જૈનશાસ્ત્રોમાં ગામને માટે ‘પલ્લી’ શબ્દ આવે છે. બંગાળી ભાષામાં ગામને ‘પલ્લી’ કહેવામાં આવે છે. જૈન સાધુના ઉત્તરિયને ‘પછેડી’ કહેવામાં આવે છે, તો બંગાળીમાં એને ‘પછોડી’ કહે છે. જૈન સાધુ જે રજોહરણથી સૂક્ષ્મ જંતુઓની જયણા કરે છે અને ધૂળ દૂર કરે છે તે રજોહરણને ‘પીછી’ કહેવામાં આવે છે. બંગાળમાં પણ ઝાડુને પીછી કહેવામાં આવે છે. બંગાળમાં પૂજાતી મનસાદેવી એ મૂળ ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતી છે અને બંગાળના નાથ સંપ્રદાયના આદિ ગુરુ આદિનાથ એ ભગવાન ઋષભદેવ છે. ઓરિસ્સામાં ખારવેલના સમયમાં કલિગમાં જૈન ધર્મનો સુવર્ણયુગ પ્રવર્તતો હતો. ચીની પ્રવાસી યુ.એન. સાંગે એના પ્રવાસવર્ણનમાં આનો ઉલ્લેખ કર્યો છે. ઉડિયા ભાષામાં જે ભાગવત્ મળે છે, એમાં ઋષભદાન અને એમના એકસો પુત્રોનો વાર્તાલાપ આપવામાં આવ્યો છે, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતોની છણાવટ કરી છે. જૈન ધર્મની ‘નાથ એ ઉપાધિ કે પદવી એ જગન્નાથના ધર્મસંપ્રદાયમાં પણ જોવા મળે છે. ખંગિરિ અને ઉદયગિરિમાં જૈન કલા અને વાસ્તુશિલ્પના ઘણા નમૂના મળે છે. ઝારખંડ, બિહાર, બંગાળ અને ઉડિયામાં સરાક જાતિ વસે છે. પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિજી મહારાજે જંગલમાં વસતી આ જાતિના ઉત્થાન માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. મૂળ શ્રાવકમાંથી ‘સરાક’ શબ્દ આવ્યો છે. આ જાતિનાં રીતરિવાજ, રહેણીકરણી અને ખાનપાન જૈન ધર્મની સાથે સામ્ય ધરાવે છે. સરાક લોકો પૂર્ણ અહિંસામાં દૃઢ શ્રદ્ધા રાખે છે. જેમાં કીડા હોય એવાં ફળ કે શાકભાજીનો ઉપયોગ કરતા નથી. પાણી ગાળીને પીએ છે. ભાષામાં પણ હિંસાનો પ્રયોગ ન થાય તેની તકેદારી રાખે છે. પોતાની આસપાસની પ્રકૃતિ પ્રત્યે એમને અગાધ પ્રેમ છે અને ઋષભદેવ, અનંતદેવ, ધર્મદેવ જેવાં એમનાં ગોત્રો છે. જૈન તીર્થંકરો અને એમના ગણધરોનાં નામ પરથી એમનાં ગોત્રનાં નામ પડચાં છે. આજે અનેક અવશેષો અને સ્મારકો જૈન ધર્મની જાહોજલાલીના એ સમયનું સ્મરણ કરાવે છે. કેરળમાં પણ જૈન ધર્મ વ્યાપક પ્રસરેલો હતો. તમિલ મહાકાવ્ય ‘સિલપ્પાદિકરમ્’ના રચયિતા શ્રી ઇલાન્ગો આદિગલ કેરળના અત્યંત પ્રભાવશાળી જૈન ઉપાસક હતા. તેઓ ત્રિકન્નક મથિલાકમમાં રહેતા હતા, જે જૈન શિક્ષણ અને ૫૧ ...અને જૈન ધર્મ સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું હતું. જૈન ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ અંગે ઘણાં સંશોધનો થયાં. બે ખાસ ટુકડી એની તપાસ માટે કૈલાસ-માનસરોવર ગઈ હતી અને આજે એવાં એંધાણ મળ્યાં છે કે તિબેટ અને ચીનની સરહદ પર આ અષ્ટાપદ આવેલું છે. સંશોધન એમ પણ કહે છે કે એક સમયે તિબેટનો મુખ્ય ધર્મ જૈન ધર્મ હતો. આને વિશે વિશેષ વિચાર કરીએ તો તિબેટના પ્રાચીન ઇતિહાસમાં જોઈએ તો તેમાં લિચ્છવી જાતિનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ભગવાન મહાવીરના સમયમાં વૈશાલીના ગણતંત્રમાં છ વંશો ભેગા થઈને આખું ગણતંત્ર બન્યું હતું. આ છ વંશોમાં લિચ્છવી વંશ સૌથી મુખ્ય હતો અને વૈશાલીના ગણતંત્રના પ્રમુખ ચેટક લિચ્છવી જાતિના હતા. આ ચેટક તે ભગવાન મહાવીરના પરમભક્ત એવા રાજાઓમાં સમાવેશ પામે છે. ઇતિહાસ કહે છે તેમ અજાતશત્રુએ શૂરવીરતાને ભૂલીને સૌંદર્યતામાં પડેલા અને કુસંપથી નબળા બનેલા લિચ્છવી ગણતંત્રનો સર્વનાશ કર્યો છે, ત્યારે લિચ્છવી જાતિના લોકો પોતાનો પ્રદેશ છોડીને નેપાળ અને તિબેટના આશરે ગયા હતા. આમ પ્રાચીનકાળથી આ લિચ્છવી જાતિનો તિબેટ સાથે સંબંધ રહ્યો છે. તિબેટમાં આ લિચ્છવી જાતિના રાજાઓનો સમય ઇ.સ. પૂર્વે ૪૦૦થી ઈ.સ. પૂર્વે એકસો સુધીનો ગણે છે. વળી એમ માનવામાં આવે છે કે આ જાતિના પ્રથમ રાજા એ તિબેટની બહારથી આવ્યા હતા એ વાત પણ આનું પ્રમાણ છે. આજનો બૌદ્ધ ધર્મ સાતમી શતાબ્દીમાં તિબેટ ગયો અને એમ માનવામાં આવે છે કે બંગાળના મિલરેપા સૌપ્રથમ તિબેટમાં ગયા હતા અને તેઓ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેતા હતા. પહાડોમાં તપશ્ચર્યા કરતા હતા. તિબેટમાં બૌદ્ધ ધર્મ પૂર્વે બૌન ધર્મ પ્રચલિત હોવાના સંકેત મળે છે, જેની ઘણી માન્યતાઓ જૈન ધર્મની સાથે મળતી આવે છે. બૌદ્ધ ધર્મનું મુખ્ય સ્વસ્તિકનું પ્રતીક આજે પણ તિબેટનાં ગામોમાં જોવા મળે છે અને બરાબર એ જ રીતે જૈનો જિનમંદરોમાં ચોખાથી સ્વસ્તિકનું પ્રતીક રચે છે. આ પરંપરા એ વાતને પુષ્ટ કરે છે કે તિબેટનો મૂળ આદિ ધર્મ જૈન હતો. લાંબા સંશોધનના પરિણામે એવી પણ જાણકારી મળે છે કે જિન, વ્રઅત્ય અને શ્રમણ શબ્દનો ઉદ્ભવ તિબેટ, ચીન અને મંગોલિયાની સરહદ પર મળે છે. ઉલ્લેખનીય પર Page #28 -------------------------------------------------------------------------- ________________ 80% ડાયસ્પોરા અને જૈન ધર્મ છે બાબત એ છે કે આ શબ્દ પ્રાચીનકાળમાં જૈન ધર્મનું પાલન કરનારાઓ માટે પ્રયોજાતો હતો. મૌર્યયુગમાં સમ્રાટ અશોકના પ્રજ્ઞાચક્ષુ પુત્ર કુણાલે પોતાન શહેર વસાવ્યું હતું. ઇતિહાસકાર નીલકંઠ શાસ્ત્રી આમ માને છે તેમ જ ચીની સાહિત્યમાં એનું વર્ણન પણ ઉલબ્ધ છે. કુણાલ જૈનધર્મી હતો અને એના પુત્ર સંપતિએ પોતાના સામ્રાજ્યમાં અને વિદેશોમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એમ માનવામાં આવે છે કે સમ્રાટ સંપ્રતિના આક્રમણથી રક્ષણ મેળવવા માટે ચીનની પ્રસિદ્ધ દીવાલનું નિર્માણ થયું હતું. આમ મૌર્યકાળમાં પણ તિબેટ ભારતનો હિસ્સો હતું અને ત્યાં જૈન ધર્મ એનો મુખ્ય ધર્મ હતો. દલાઈ લામાના નિવાસસ્થાન ધર્મશાળામાં પ્રાચીન તિબેટી ભાષામાં લખાયેલા અનેક ગ્રંથો મળે છે. આ ગ્રંથોમાંથી જૂની તિબેટી ભાષામાં લખાયેલા ‘ગાંગકારે ટેકશી’ (શ્વેત ક્લાશ) નામના ગ્રંથમાં જૈન ધર્મના તેમ જ ભગવાન ઋષભદેવ, બાહુબલી અને અન્ય તીર્થકરોના ઉલ્લેખ મળે છે. તિબેટનાં કેટલાંક પ્રાચીન ચિત્રોમાં દિગંબર મુનિઓનાં ચિત્રો પ્રાપ્ત થાય છે, જેનું વર્ણન “ધ હિસ્ટ્રી ઑફ વેસ્ટર્ન તિબેટ'માં A. H. Frankeએ કર્યું છે, જ્યારે “એ શોર્ટ હિસ્ટરી ઑફ તિબેટ' T. T. Moh લખે છે કે ઈ.સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ સેમિ તિબેટિયન લોકોને જિઆન કહેવામાં આવતા હતા. જિનનો અર્થ છે વિજેતા. તિબેટમાં આજે પણ શીલજિઆન કહેવામાં આવે છે અને એના પરથી ચીનમાં આવેલા સિકિયાંગને શીલજિયાન કહેવામાં આવે છે. - પંડિત રાહુલ સાંકૃત્યાયને એમની તિબેટ યાત્રાના વિવરણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, એમણે ત્યાં કોઈ બંધ ઓરડામાં અનેક જૈન મૂર્તિઓ જોઈ હતી, જેમાં લખેલા લેખોનું વર્ણન મળે છે. ક્યાંકક્યાંક પ્રાચીન પ્રતિમાઓ પર લખવામાં આવેલા લેખો અને ચિનોને ઘસીને ભૂંસવાનો પ્રયાસ પણ થયો છે, આમ છતાં સાહિત્ય અને પુરાતત્ત્વ બંનેના આધાર પર નિઃસંદેહ એમ કહી શકાય કે તિબેટનો આદિ ધર્મ જૈન ધર્મ હતો. વર્તમાન સમયની વાત કરીએ તો એક અંદાજ એવો છે કે ભારતની બહાર ત્રણેક લાખ જેટલા જૈનો વસે છે, જેમાં ઉત્તર અમેરિકા (અમેરિકા અને કેનેડા)માં સવાલ લાખ, યુરોપમાં પચાસ હજાર, આફ્રિકામાં ચાળીસ હજાર, નેપાળમાં આઠ હજાર, અખાતી દેશોમાં છ હજાર, સિંગાપોર અને મલેશિયામાં કુલ ત્રણ હજાર, જાપાન, થાઈલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા નાના દેશોમાં કુલ ૨૫૦૦ જેટલા જૈનો ૫૩ e k _ અને જૈન ધર્મ છે વસવાટ કરે છે. ‘આશરે ચાળીસ જેટલા દેશોમાં જૈનોએ વ્યાપાર અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં વસવાટ કર્યો છે અને પ્રગતિ હાંસલ કરી છે. વિદેશમાં વસતા જૈનોમાંથી ત્રીસેક ટકા જેટલા જેનો જુદાજુદા ઉદ્યોગો અને વેપારમાં કામ કરે છે. જ્યારે એમની આજની પેઢી ડૉક્ટર, એન્જિનિયર, સૉફ્ટવેર ડિઝાઈનર અને ડાયમંડ ડીલર જેવા વ્યવસાયોમાં વધુ રસ ધરાવે છે. અગાઉની પેઢીઓએ દેરાસરનું નિર્માણ કરીને પોતાના પુત્રો અને પૌત્રોમાં જૈન ધર્મનો વારસો આપવા પ્રયત્ન કર્યો, પરંતુ દુર્ભાગ્યે યુવાનોને જૈન ધર્મમાં પૂરતો રસ લેતા કરી શક્યા નથી. આનું એક કારણ એ પણ હોય કે પહેલી પેઢીના જૈનો ક્રિયાકાંડથી ટેવાયેલા હતા અને એમનામાં શિક્ષણ માટેની ઇચ્છા હતી અને એમના જૈનત્વને કારણે તેઓ એમની વિદેશની કર્મભૂમિમાં ઊંચા સ્થાને પહોંચ્યા. આ સંદર્ભમાં અમેરિકાની જૈના સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહે નોંધ્યું છે કે, આપણે ત્યાં હજી જૈન ડાયસ્પોરા સંગઠિત થઈ શક્યો નહીં, જ્યારે યહુદી ડાયસ્પોરા અથવા ગ્રીક ડાયસ્પોરા એ સંગઠિત રીતે કાર્ય કરી શક્યો, એનું કારણ એમની સામે એમના જીવનની અને એમની સંસ્કૃતિની રક્ષાનો સવાલ હતો, એવો સવાલ જૈન સમાજ સામે નહોતો, પરંતુ સામે પક્ષે જૈન સંકૃતિ ઝાંખી પડવા લાગી અને જૈનોની સંખ્યા ઘટવા લાગી, પરંતુ આ અંગે લોકો જાગૃત નહોતા. કેનિયાના જૈનો અને સિંગાપોરના જૈનો વચ્ચે અથવા તો ઑસ્ટ્રેલિયાના જૈનો અને કેનેડાના જૈનો વચ્ચે કોઈ સંવાદ નથી. તત્કાળ પ્રસારણનાં સાધનોની સુવિધા હોવા છતાં આ જૈન સમાજો વચ્ચે પરસ્પર સંવાદ નથી તે દુઃખદ બાબત કહેવાય. આખા વિશ્વમાં સન્માનિત થાય તેવું ભારતની બહાર કોઈ દેશમાં એક જૈન દેરાસર નથી. પશ્ચિમના કે ભારતના જૈન સ્કૉલરો વિશે ડેટાબેઝ નથી તેમ જ વિશ્વકક્ષાના ભારતની બહાર વસતા વિજ્ઞાનીઓ, ડૉક્ટરો અને દાનવીરો અંગે કોઈ માહિતી નથી. જૈન ડાયસ્પોરાની સ્થાપના માટે ત્રણ બાબતો મહત્ત્વની છે : જે ધરતી પર વસતા હોઈએ તે કર્મભૂમિના વિકાસમાં ભળી જવું. પોતાના વતન સાથેના સંબંધો સુદૃઢ કરવા અને જુદીજુદી કૉમ્યુનિટીઓ વચ્ચે સંવાદ સ્થાપવો. જેન ડાયસ્પોરા એ વિદેશમાં વસતા જૈન સમાજ માટે પરસ્પર આદાન-પ્રદાનને માટે અને જૈન સંસ્કારોની જાળવણી માટે આજની સૌથી મોટી જરૂરિયાત છે. આ સંદર્ભમાં ઇંગ્લેન્ડમાં ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી દ્વારા ચાલતી પ્રવૃત્તિ દિશાદર્શક બને તેવી છે. આ સંસ્થાએ તૈયાર કરેલા જૈનડેકલેરેશન ઑન નેચર નામની ૫૪ - Page #29 -------------------------------------------------------------------------- ________________ અહીં ડાયસ્પોરા અને જૈન ધર્મન પુસ્તિકા ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે આ પુસ્તિકા લંડનના પાંચે ખંડના જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ વાઈડ ફંડ ફૉર નેચર' સંસ્થાના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને અર્પણ કરવામાં આવી. આની સાથોસાથ જૈન ધર્મનો wwના નેટવર્કમાં સમાવેશ થયો. આ પુસ્તિકાની આઠ હજાર પ્રત અમેરિકાની ‘જૈના’ સંસ્થાએ અમેરિકા અને કૅનેડામાં વસતા જૈન સમાજને મોકલી તથા સિંગાપોર, હૉંગકૉંગ અને જાપાનમાં પણ તેનું વિતરણ થયું. એ જ રીતે ઇંગ્લૅન્ડમાં ઓશવાળ અને નવનાત વિણિક સમાજમાં તથા બૅલ્શિયમના એન્ટવર્પ ઇન્ડિયન ઍસોસિયેશનમાં પણ આ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું. આમ ભારત અને વિશ્વભરમાં વ્યાપકપણે તેનું વિતરણકાર્ય થયું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ અમદાવાદમાં આને પુનઃમુદ્રિત કરી. અત્યાર સુધીમાં આ પુસ્તિકાની અંગ્રેજી ભાષામાં ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. બ્રિટનની કેટલીક સ્કૂલોમાં એના ધર્મવિષયક અભ્યાસક્રમમાં આ પુસ્તક્નો ઉપયોગ કરવામાં આવે છે. માદામ કૉલેટ કાયા અને ડૉ. નલિની બલબીરે પ્રગટ કરેલો એનો ફ્રેન્ચ અનુવાદ ફ્રાંસના ભારતીય વિદ્યાનાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થયો. એ પછી વિદેશમાં રહેલી મૂલ્યવાન જૈન હસ્તપ્રતોના ટલોગનું કામ હાથ પર લેવામાં આવ્યું, જેના માનદ પેટ્રન તરીકે એ સમયના ભારતના વડા પ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજી હતા. એ પછી કૅટલોગના ત્રણ ગ્રંથોનું દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિમોચન કરવામાં આવ્યું, તે સમયે ભારતના વડા પ્રધાન શ્રી મનમોહન સિંહ, સાંસ્કૃતિક મંત્રી શ્રી અંબિકા સોની અને બ્રિટનના હાઇ કમિશનર ઉપસ્થિત હતાં. વિદેશમાં ગયેલા ભારતીય જ્ઞાનને પાછું લાવવામાં સંસ્થાના પ્રયત્નોની સહુએ સરાહના કરી. એ પછી આ સંસ્થાએ આચાર્ય શ્રી ઉમાસ્વાતિજીએ રચેલા ‘તત્ત્વાર્થ સૂત્ર’નું અદ્યતન અંગ્રેજી ભાષામાં 'That Which is'ના નામે ભાષાંતર તૈયાર કરાવ્યું. આ કાર્યમાં ભારતના તમામ સંપ્રદાયોના અગ્રણી સાધુપુરુષો, મહાનુભાવો તેમ જ ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ, બ્રિટનના ઓશવાળ ઍસોસિયેશન ઑફ યુ.કે. અને નવનાત વણિક ઍસોસિયેશને ઉમદા સહયોગ આપ્યો. જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. નથમલ ટાટિયાના સંપાદન હેઠળ આ અનુવાદકાર્ય થયું. લંડનના સેન્ટ જેમ્સ પૅલેસમાં ૧૯૯૫ના જૂન મહિનામાં પ્રિન્સ ફિલિપના હસ્તે તેનું વિમોચન થયું અને વિખ્યાત પ્રકાશન-સંસ્થા હાર્પર કોલિન્સ દ્વારા ઇન્ટરનૅશનલ સૅક્રેડ લિટરેચર ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં એ પ્રકાશિત થયું અને આ રીતે જૈન ધર્મનો એક મહત્ત્વનો ગ્રંથ કે જેમાં જૈન ધર્મ અને દર્શનનાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે, તે અદ્યતન ૫૫ ...અને જૈન ધર્મી અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થયો. વળી, આ ગ્રંથરચનામાં જૈન ધર્મના ચારેય મુખ્ય સંપ્રદાયોએ ફાળો આપ્યો અને એના મહાત્માઓએ આશીર્વાદ આપ્યા, તે વિશિષ્ટ ઘટના બની. એવી જ રીતે ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી “પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ’’ના શતાબ્દી સમારોહ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ વિશ્વભરના જૈનોને ‘‘ધ જૈન્સ’’ના એક જ બેનર હેઠળ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો, જેમાં ‘‘જૈના’ ફૅડરેશન તથા ‘જૈન સોસાયટી ઑફ શિકાગો''એ સાથે રહીને આ કાર્ય કર્યું. આ પ્રસંગે એકસો જેટલા સંશોધનપત્ર મારફતે જૈન ધર્મ વિશે પ્રભાવશાળી રજૂઆત કરી. પરિષદના અંતે ‘‘ગ્લોબલ એથિક્સ’' નામના તૈયાર થયેલા ડેક્લેરેશનમાં પણ જૈનોની દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં ૧૯૯૯માં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ જૈન વિદ્વાનોને મોકલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. તે સમર્થ વિદ્વાને અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં પાંચસોથી વધુ પ્રવચનો આપીને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને જૈન દર્શનના ઊંડાણનો પશ્ચિમના લોકોને ખયાલ આપ્યો હતો. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની બે અર્ધપ્રતિમા તૈયાર કરાવી અને તેમાંની એક એમના જન્મસ્થળ મહુવામાં અને બીજી શિકાગોના જૈન દેરાસરના પરિસરમાં મુકાવી. જુદીજુદી સંસ્થાઓના સહયોગથી એમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં અને અમદાવાદના નવરંગપુરા બસસ્ટેંન્ડની નજીક વીરચંદ રાઘવજી ગાંધી ચૉકનું નામાભિધાન કર્યું. ૧૯૯૫ની ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટન ખાતેના ભારતીય હાઈ કમિશનર ડૉ. એલ. એમ. સિંઘવી સાથે સર્વપ્રથમ જૈન ડેલિગેશન નામદાર પોપ જ્હૉન પૉલ (દ્વિતીય)ને વેટિકન સિટીમાં મળ્યું. આ સમયે કાર્ડિનલ ફ્રાન્સિસ આરીઝે, આર્ય બિશપ માઈકલ ફિટ્ઝજેરાલ્ડ અને પૉન્ટિફિસિયલ કાઉન્સિલ ફૉર ઇન્ટર રિલિજિયસ ડાયલૉગના બીજા સભ્યો સાથે જૈન તત્ત્વજ્ઞાન, પર્યાવરણ અને સામૂહિક રસના વિષયો પર ચર્ચા કરવામાં આવી. લંડનની થેમ્સ નદીના કિનારે ૨૦મી સદીના સમાપન વેળાએ અને ૨૧મી સદીના ઉષાકાળે બ્રિટિશ સરકારે મિલેનિયમ ડૉમનું આયોજન કર્યું. એમાં જુદાજુદા ધર્મના ‘ઝોન’માં બ્રિટિશ સરકારે જૈન ધર્મના ઝોન માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીને ૫૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ @@ડાયસ્પોરા અને જૈન ધર્મ 9099022 નિમંત્રણ આપ્યું અને આ સંસ્થાએ ભારતમાંથી આ માટે તસવીરો, જૈન સંગીત અને જૈન કથાઓ આપી. એમાં ઇંગ્લેન્ડમાં આવેલાં જૈન દેરાસરો, ધર્મક્રિયાઓ કરતાં બાળકો અને મહત્ત્વના ઉત્સવ ઊજવતા જૈન પરિવારોની તસવીરો પ્રસ્તુત કરવામાં આવી. ઈ.સ. ૨૦૦૦ના એપ્રિલ મહિનામાં આને મળેલી સફળતા જોઈને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજીએ ભગવાન મહાવીરની ૨૬૦૦મા જન્મકલ્યાણકની ઉજવણીરૂપે ડૉમના સેન્ટ્રલ હૉલમાં ભવ્ય શો કર્યો. ૧૪ ઑક્ટોબર, ૨૦૦૩ના રોજ ઈન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજીએ બ્રિટનના હાઉસ ઑફ કોમન્સમાં “અહિંસા દિવસની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઑક્ટોબરના જન્મદિવસના સંદર્ભમાં એની અસાપાસના દિવસોમાં આ ઉજવણી બ્રિટનની આમસભામાં થાય છે. વમી એની સાથોસાથ જૈન ધર્મની અહિંસાની ભાવનામાં રહેલા અનુકંપાના ખયાલ રજૂ કરતી વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દલાઈ લામા, નેલ્સન મંડેલા, આચાર્યા મહપ્રજ્ઞ જેવી વિભૂતિઓને આ એવૉર્ડ અર્પણ થયો છે. વિશેષમાં તો બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓ આજે વન જૈન્સ ઑર્ગેનાઈઝેશનના નેજા હેઠળ એકત્રિત બની છે અને જૈન સમાજને સ્પર્શતા બ્રિટનના રાજકીય પ્રવાહો અંગે પોતાનાં આગવાં મંતવ્યો પ્રસ્તુત કરે છે. અમેરિકામાં જૈના સંસ્થાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જૈન ઈ-લાઈબ્રેરીએ અનેક પુસ્તકો ધરાવતી સીડી તૈયાર કરી છે. ૧૯૮૭માં જૈના સંસ્થાની સ્થાપના થઈ એ પછી એ સતત વિકાસ સાધતી રહી છે. યુવાનો માટે પણ એમની સંસ્થા કાર્યરત કરે છે. હવે આજે એક એવી સંસ્થાની સ્થાપના કરવી કે જે જૈન ધર્મ વિશે વિશ્વસ્તરે એકઅવાજે વાત કરી શકે અને જૈન દર્શનની દૃષ્ટિએ બાહ્ય સંજોગો સમયે પોતાનું આગવું વલણ અને અભિગમ દાખવી શકે. અત્યારે પાટીદાર સમાજ અને ઓશવાળ સમાજ આવાં વિશ્વવ્યાપી સંગઠનો ધરાવે છે, એવી જ રીતે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ દ્વારા પણ જગતભરમાં વિશ્વના જુદાજુદા દેશોમાં વસતા ગુજરાતી સમાજને એકસૂત્રે બાંધવાનો પ્રયાસ ચાલે છે. આવું થાય તો જૈન ડાયસ્પોરાની વિશ્વવ્યાપી સંગઠનશક્તિનો લાભ મળે. આ સંદર્ભમાં આ લેખકે ૨૦૧૭ની ત્રીજી જુલાઈએ ન્યૂ જર્સીમાં યોજેલા ઓગણસીમા દ્વિમાસિક જૈના કન્વેન્શનમાં આયોજિત જૈન ડાયસ્પોરા કૉન્ફરન્સમાં એક વિશેષ વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે, જૈન ડાયસ્પોરાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દૃષ્ટિએ જુદીજુદી શાખાઓમાં વિભાજિત કરવી જોઈએ. એની જ્ઞાનશાખામાં જૈન ધર્મના ૫૭ #શિવાજી – અને જૈન ધર્મ ) ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને સમગ્ર પરંપરાને અનુલક્ષીને અભ્યાસ થવો જોઈએ, જેમ કે ભારતના જ્ઞાનભંડારોમાં વિપુલ સંખ્યામાં જૈન ધર્મની હસ્તપ્રતો રહેલી છે, પરંતુ એ જ રીતે વર્ષો પૂર્વે જૈન ધર્મની ઘણી મહત્ત્વની હસ્તપ્રતો વિદેશનાં ગ્રંથાલયોમાં ગઈ હતી અને તે આજે જળવાઈ પણ છે. જર્મની, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, ઈટાલી જેવા દેશોમાં રહેલી જૈન ધર્મની કીમતી હસ્તપ્રતોનું કેટલોગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ભારતના એ સમૃદ્ધ જ્ઞાનવારસાને આપણે અહીં લાવવો રહ્યો. એવી જ રીતે એની જ્ઞાનશાખા દ્વારા દેશ અને વિદેશમાં ચાલતી પાઠશાળાઓ માટે નવા અભ્યાસક્રમો, ધાર્મિક શિક્ષકોને તાલીમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની આવશ્યકતા છે, જેથી સંસ્કારોના મૂળનું સિંચન કરતી આ પ્રવૃત્તિ જળવાઈ રહે. એવી જ રીતે વિશ્વભરની લાઈબ્રેરીઓમાં અને ભારતના ગ્રંથભંડારોમાં જુદાજુદા જૈન ગ્રંથો ઉલપબ્ધ થાય તેને ઑન લાઈન કરીને વિશ્વભરના અભ્યાસીઓને ઉપલબ્ધ કરાવવા જોઈએ. શ્રી પ્રવીણ શાહના માર્ગદર્શન હેઠળ ‘જૈના ઇ-લાઇબ્રેરી’ આજે સુંદર રીતે આ કાર્ય કરે છે. જન ડાયસ્પોરાની બીજી શાખા તે દર્શન શાખા. જૈન ધર્મના જ્ઞાનના પ્રચાર માટે પુસ્તકો, પૅફ્લેટ, વીડિયો વગેરે માધ્યમો દ્વારા કાર્યો કરશે. કેટલાંક માધ્યમો, પુસ્તકો અને મંડળો જૈન ધર્મ વિશે અપપ્રચાર કરતાં હોય તેનો તાર્કિક વિરોધ કરશે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના અમલ માટે વ્યાવહારિક, રાજકીય કે આર્થિક દૃષ્ટિએ વિશ્વભરમાં થઈ રહેલા જુદાજુદા પ્રયાસને વેગ આપશે તેમ જ જૈન યોજ જેવી બાબતો અંગે તાલીમ આપશે. આજે વિશ્વમાં ઇન્ટરફેઈથની પ્રવૃત્તિ દ્વારા ધર્મો એકબીજાની વિચારસરણીને સમજવા અને આદર આપવા પ્રયત્ન કરે છે. આને માટે જૈન ધર્મની પ્રવૃત્તિઓને ઉદાહરણરૂપ ગણી શકાય. જૈનોએ ક્યારેય પોતાના આગવા પ્રદેશની કે રાજ્યની માગણી કરી નથી. ભારતમાં ગોરખાલેન્ડ, બોડોલેન્ડ જેવી ઘટનાઓથી આપણે વાકેફ છીએ. જૈન પ્રજા જે કોઈ સ્થાને રહી છે ત્યાં ઓતપ્રોત બનીને રહી છે. એણે ક્યારેય ધર્મઝનૂનનો આશરો લીધો નથી, બલકે, અન્ય ધર્મો સાથે ઉદારપણે હાથ લંબાવ્યો છે. એનું કારણ આ ધર્મમાં જાતિ, કુળ કે વર્ણથી મનુષ્ય ઓળખાતો નથી, માત્ર એનાં કર્મથી અને એના ગુણોથી ઓળખાય છે. પરિણામે ઘણા જૈન આચાર્યોએ અન્ય ધર્મો વિશે ગ્રંથરચના કરી છે. જૈન સાધુને એની પદવી મેળવવા માટે માત્ર પોતાના ધર્મના જ ગ્રંથો નહીં, પણ અન્ય ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે છે. કળિયુગમાં સર્વજ્ઞ તરીકે ઓળખાયેલા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે સોમનાથના ૫૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસંપદા અને જૈન ધર્મ # ડાયસ્પોરા અને જૈન ધર્મ જ મંદિરમાં શિવસ્તુતિ કરી હતી. વસ્તુપાળ અને તેજપાળે મસ્જિદને માટે જમીનનું દાન આપ્યું હતું. ત્રણત્રણ વર્ષ સુધી વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫માં ભારતમાં આવેલા દુષ્કાળ સમયે જગાએ ખાલી ૧૧૫ અન્નશાળાઓ ખોલાવી હતી, જેમાં કોઈ પણ જાતિ, જ્ઞાતિના ભેદ વગર સહુને અનાજ આપ્યું હું. આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ શીખ ગુરુદ્વારાના મકાન માટે મહત્ત્વનું યોગદાન કર્યું હતું. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ હરિજનો માટે છાત્રાલયો ખોલ્યાં હતાં. ઝારખંડના પેટરબાર વિસ્તારમાં આદિવાસી સમાજમાં પરમદાર્શનિક શ્રી જયંતમુનિજીએ આદિવાસીઓના કલ્યાણ માટે ‘જ્ઞાનજ્યોતિ’ અને ‘નેત્રજ્યોતિ' દ્વારા મહાન સેવાયજ્ઞ કર્યો. વિરાયતનનો જીવંત દાખલો આપણી પાસે છે અને વિશેષ તો જૈન સમાજે બંધાવેલી સ્કૂલો, હૉસ્પિટલો, પાંજરાપોળો અને અન્નક્ષેત્રો સહુ કોઈને માટે ખુલ્લાં હોય છે. આજથી ચારસો વર્ષ પહેલાં શહેનશાહ અકબર અને આજના સમયમાં મહાત્મા ગાંધીજી પણ જૈન ધર્મની વ્યાપક ઉદારતા અને અનેકાંતદષ્ટિથી આકર્ષાયા હતા. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે અનેકાંતવાદનો અભ્યાસ કર્યો અને તે સમયે તેમણે લખ્યું કે એ દિવસે હું હિંદને હિંદની દૃષ્ટિએ અને મુસલમાનોને મુસલમાનની દૃષ્ટિએ જોતાં શીખ્યો. જૈન ધર્મનો સ્યાદ્વાદ એ ઇન્ટરફેઈથ પ્રવૃત્તિની આધારશિલા બની શકે તેમ છે અને તેથી જૈન ડાયસ્પોરા દ્વારા આ ભાવનાઓનો વિશ્વભરમાં પ્રચાર કરવામાં આવે. ત્રીજી ચારિત્રશાખામાં ધરતીકંપ, પૂર, સુનામી, લડાઇ જેવી બાબતોમાં વિશ્વના જૈન સમાજે સંગઠિત બનીને આગવું યોગદાન આપવું. વ્યવસાય, વાણિજ્ય અને વેપાર અંગે ‘જીતો’ સંસ્થા જુદાજુદા દેશોમાં કાર્ય કરતી રહી છે. એવી જ રીતે જૈન સોશિયલ ગ્રુપ, જેન જાગૃતિ સેન્ટર જેવાં અનેક ગ્રુપો બીજા દેશ પર આવેલી કુદરતી આપત્તિ સમયે પોતાના સાધર્મિક ભાઈઓની મદદે દોડી જાય છે. હવે જ્યારે દુનિયા પરસ્પરની નજીક આવી રહી છે, ત્યારે જૈન ડાયસ્પોરા એ આપણી આજની અત્યંત મહત્ત્વની આવશ્યકતા છે. માત્ર જરૂર છે તેને માટે વ્યાપક દૃષ્ટિની, નિસ્પૃહ કાર્યકરોની, અથાગ પરિશ્રમની અને એક વિરાટ આંદોલનની. (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં ૧૦૦થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ ચિંતન સભર પ્રવચનો યોજાય છે. ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશના મુખ્ય સંપાદક છે). જૈન સાહિત્ય અને સમાજ: વૈશ્વિક સંદર્ભે આગવું, અનોખું અને અસરકારક પ્રદાન - ડૉ. બળવંત જાની જૈન સમાજ અને સાહિત્યનો વૈશ્વિક સંદર્ભે વિચાર કરીએ ત્યારે મહત્ત્વનો મુદો એ દૃષ્ટિ સમક્ષ રાખવાનો હોય કે જે પ્રચલન હોય, સ્થિર બાબત હોય એને અતિક્રમીને વિશેષરૂપે પ્રદાન કરીને એમાં આગવું, અનોખું અને અસરકારક ઉમેરણ કરવામાં આવ્યું હોય. ડાયસ્પોરા સમાજ માટે એવી સૈદ્ધાન્તિક બાબત સ્થિર હતી કે માઈગ્રેશન હંમેશાં મોટાં શહેરોમાં થાય. જૈન વેપારીઓ સાગર ખેડીને આફ્રિકા ગયા તો ત્યાંનાં મોટાં શહેરોને બદલે નાનકડાં ગામડાં, જંગલમાં હાટડી-કૂડા દ્વારા વેપાર અને નિવાસ કરીને નવી, આગવી, પોતીકી વિભાવના સ્થાપી અને સ્થિર કરી. બીજું, બહુધા ડાયસ્પોરા સમાજનું વલણ જે-તે શહેરમાં સવલતો અને સુવિધાઓનો ઉપયોગ કરવા પરત્વેનું હોય. જ્યારે જૈન વેપારીઓએ આફ્રિકામાં પોતાના તરફથી મૂળ નિવાસીઓ માટે સવલતો અને સુવિધાઓ જેવી કે નિશાળ, દવાખાનાં, બગીચા અને રસ્તા વગેરેનું નિર્માણ કરીને સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી. ત્રીજું મહત્ત્વનું ઘટક ડાયસ્પોરા સમાજ જ્યાં માઈગ્રેટ થયો હોય ત્યાંનો પ્રભાવ ઝીલે, જીવનશૈલી અપનાવે. જ્યારે જૈન વેપારીઓએ આફ્રિકન નેટિવનો પ્રભાવ ઝીલવાને બદલે પ્રભાવ પાડ્યો. જીવન જીવવાની સાચી શૈલી, રીતભાત શીખવી. ડાયસ્પોરા સમાજ તરીકે વિશ્વમાં આગવાં ધોરણો સ્થાપીને ડાયસ્પોરાની પ્રચલિત થિયરીને આગવું અને અસરકારક પરિમાણ અર્પેલું. ધર્મ, ઉત્સવ અને મેળાવડામાં પણ ત્યાંની પ્રજાને જોડી. અચાર, વિચાર અને વ્યવહારથી અનેકને શાકાહારી બનાવ્યા. જેન સમાજનું આ વૈશ્વિક પ્રદાન સ્વીકારવાનું રહે. હવે સાહિત્ય પરંપરા સંદર્ભે વિચારણા કરીએ તો વિશ્વસાહિત્યનું અવલોકન કરતાં આપણને ખયાલ આવે કે જૈન સાહિત્ય એની પ્રાચીન પરંપરા, મધ્યકાલીન ૬૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ 80% શ્રુતસંપદા અને જૈન ધર્મ છે ભવ્યતા અને અર્વાચીન ઊંડાણને કારણે પારસી, અંગ્રેજ, બૌદ્ધ ઈત્યાદિ ધારાને મુકાબલે આગવી ઊંચાઈ ધરાવે છે. આગમ ગ્રંથોમાં આલેખાયેલી ધર્મકથાનુયોગમાંની કથાઓ, પંચતંત્ર, હિતોપદેશ કે ઉપનિષદની કથાઓની સામે મૂલ્યનિષ્ઠા, જીવદયા અને વ્યાપકરૂપનો માનવપ્રેમનો મહિમા પ્રગટાવે છે. પંચતંત્રમાંના શિયાળને લુચ્ચું કહીને સૂક્ષ્મ હિંસાબોધ એમાં નિહિત છે, જ્યારે જૈન સાહિત્યની પ્રાણીકથાઓ પણ પ્રાણી પરત્વે અપાર આદર, સમુદાર દૃષ્ટિબિંદુ અને સ્નેહાસિકત સમભાવ પ્રગટાવનારી છે. પૂ. હેમચંદ્રાચાર્યએ પણ પ્રાકૃત, અપભ્રંશ અને અર્ધમાગધીમાં રચાયેલા સાહિત્ય પરત્વે આપણે બહુ આભ્યાસ કર્યો નથી, પણ સિરિસિરિવાલ કહા, પહેમચરિઉ કે ત્રિષષ્ટિશલાકાપુરષોનો અભ્યાસ કરીને પંડિતોએ, વિશ્વના વિદ્વાનોએ જૈન સાહિત્યમાંથી પ્રગટતો ઉદાત્ત માનશ્રેમ એ સામાન્ય પરત્વે પણ સમભાવનું વલણ, તમામ જીવ પરત્વે સમુદાર વલણ રાખવાનું સૂચવે છે. વિષયસામગ્રીમાંથી પ્રગટતું આવું આગવું અને અનોખાપણું એ પહેલી મોટી વિશિષ્ટતા. વિશ્વમાં સાહિત્ય તો દરેક પ્રજાનું રહ્યું હોય, પ્રજાને ગમ્યું હોય, પોંખ્યું હોય અને વિસારે પાડી દીધું. જૈન સમાજની બીજી વિશિષ્ટતા એ કે એમણે માત્ર સાહિત્યનું શ્રમણપાન જ ન કર્યું, સંરક્ષણ અને પ્રસારણ પણ કર્યું. આજે પ્રાચીન સાહિત્ય તાડપત્રોથી માંડીને કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલું વિપુલ માત્રામાં કોઈ પરંપરાનું સાહિત્ય ઉપલબ્ધ હોય તો જૈન સાહિત્ય. કવનકાળ વર્ષો અને કૃતિઓની વિપુલતાની ત્રીજી અને ચોથી બાબતો તે છે અવલોકીએ તો, વિશ્વની દરેક પ્રજાને એના મધપુરુષો, મહાનુભાવો અને ઉપદેશકો હોય, પણ જૈન ધર્મપુરુષોની વિશ્વના ધર્મપુરુષોને મુકાબલે વિશિષ્ટતા એ કે એમણે માત્ર ઉપદેશ જ ન આપ્યો, માત્ર જ્ઞાનપ્રબોધન જ ન કર્યું, પણ સાથેસાથે જીવનબોધ, ભાવબોધ અને સૌંદર્યબોધ પ્રગટાવતું સાહિત્ય પણ રચ્યું. સાહિત્ય તો ઘણા ધર્મના ઘણા ધર્મપુરુષોએ રચેલ હોય, પણ જૈન ધર્મોપદેશકો-સંતો જેટલું વિપુલ, સત્ત્વશીલ અને નિરંતર સાહિત્યસર્જન ક્યાંય બહુ અવલોકવા મળતું નથી. તુરણ વયે દીક્ષા અને પછી શાસ્ત્રનો અભ્યાસ. સતત, નિરંતર અધ્યયન-સત્સંગ અને પછી વિહાર દરમિયાન પણ સાહિત્યઆલેખન. એટલે સામાન્ય રીતે સાહિત્યનું સર્જન કરનારનો સર્જનકાળકવનકાળ સમય વધુ ને વધુ ચાળીસ-પચાસ વર્ષનો હોય. જો કે, એવાં દૃષ્ટાંતો ઓછાં મળે. ત્રીસેક વર્ષના સર્જનકાળનાં થોડાંક દૃષ્ટાંતો પણ સતત, નિરંતર તો - ૬૧ #b) Dog – અને જૈન ધર્મ ) નહીં જ. જ્યારે જૈન ધર્મપુરુષો તો દીક્ષા, અધ્યયન અને સાહિત્યસર્જન પચીસેક વર્ષની વયે આરંભે અને સમગ્ર જીવનકાળ દરમિયાન સર્જન કરતા જ રહે, એટલે અંદાજે સાઠ-સિત્તેર વર્ષનો એમનો કવનકાળ હોય અને એમની પાસેથી વિપુલ માત્રામાં કથન-રચનાઓ પ્રાપ્ત થાય. પાંચમો વિશિષ્ટ મુદ્દો એ કે, આ રચનાઓમાં પણ વિષયવૈવિધ્ય, સ્વરૂપવૈવિધ્ય પણ આ ધારામાં અપાર દૃષ્ટિગોચર થાય. એ સ્વરૂપવૈવિધ્ય પણ ઘણું. રાસ, પ્રબંધ, ચોપાઈ, પદ, સજ્જાઈ, બારમાસી, ફાગુ, હરિયાળી એમ ત્રીસથી વધુ સાહિત્યરૂપી જૈન સાહિત્ય પરંપરામાં પ્રાપ્ત થાય. આટલું વિપુલ અને આવું સ્વરૂપવૈવિધ્ય અન્ય કોઈ સાહિત્યપરંપરા પાસે નથી. આપણે આપણને આપણા વર્તુળમાં સીમિત રહીને નહીં, પણ વૈશ્વિક સંદર્ભે અવલોકીએ તો આપણી રિદ્ધિ, આપણી સિદ્ધિ ભારે મોટી અને વ્યાપકરૂપની છે એવી પ્રતીતિ થાય. - છઠ્ઠો મહત્ત્વનો મુદ્દો એ કે, વ્યાકરણ ગ્રંથો, કોશ ગ્રંથો, એન્સાઈક્લોપીડિયા, પ્રારંભમાં વિશ્વમાં કોઈએ આપ્યા હોય તો પૂ. હેમચંદ્રાચાર્યએ. એમણે રચેલા કોશ અવલોકીએ ત્યારે ખયાલ આવે કે એમણે કેવી પ્રજ્ઞાથી સામગ્રીનું એકત્રીકરણ કર્યું હશે, એની સમુચિત રીતે ગોઠવણી કરી હશે અને આલેખન કર્યું હશે. છંદની, અલંકારની અને કાવ્યશાસ્ત્રની ખરી ખૂબીઓ ખોલવી, એને દૃષ્ટાંતો સાથે મૂકવી, સમજાવવી અને મુલવવી. આટલું બધું ભારે બૌદ્ધિક સર્જકો એમના જૂથ સાથે રહીને પણ માંડમાંડ એક આયખા દરમિયાન પૂર્ણ ન કી શકે. - જ્યારે પૂ.હેમચંદ્રાચાર્યએ તો એકલપંડે, એમના થોડા સાધુભગવંતોની સાથે રહીને એમણે છ જેટલા કોશ ગ્રંથો, ત્રણ વ્યયાશ્રય ગ્રંથો અને સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા અમૂલ્ય અને કાલજયી ગ્રંથો જગતને ભેટ ધર્યા. હજાર વર્ષ પછી પણ એમની ઉપયોગિતા જૂની થઈ નથી, ઓછી થઈ નથી. બહુવિઘાકીય વ્યક્તિ પ્રતિભા એ જૈન સર્જકોના સાહિત્યની સાતમી મોટી વિશિષ્ટતા છે. એમાં સાહિત્ય ઉપરાંત, જ્યોતિષ, આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, રસશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વ્યાકરણ આદિ વિવિધ વિદ્યાશાખા જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. કોઈ પરંપરાના લેખકોનું આવું બહુવિદ્યાશાખાકીય અર્થાત્ મલ્ટિીડિસિપ્લીનરી પ્રદાન પ્રાપ્ત થયું નથી. જૈન સર્જની વ્યક્તિ પ્રતિભા આવગી, અનોખી અને અપૂર્વ છે. ૬૨ - Page #33 -------------------------------------------------------------------------- ________________ જ®®® શ્રુતસંપદા અને જૈન ધર્મ ક આઠમી મોટી બાબત વિવિધ ભાષાઓનું જ્ઞાન, વિવિધ ધર્મોના મતવાદીઓ સાથે મંથન-વિમર્શ અને એ ભાષાનો પરિચય મેળવવો આ તો દુર્લભ કોટિની વ્યક્તિપ્રતિભા. ઔરંગઝેબ, અકબર આદિ મોગલ બાદશાહોના ઉપદેશક બનીને ઉપદેશ આપવા ઉઘુક્ત થતાં પૂર્વે ધર્મનું ઊંડું અધ્યયન, એમાંથી ઊપસતો સમાન ભાવનાનો સંદેશ અને અહિંસાનું પ્રબોધન જ માત્ર નહીં, એમને આચરણ પરત્વે વાળવાનું સામર્થ્ય જૈન સર્જકોની આગવી વિશિષ્ટતા ગણાય. મારો નવમો મહત્ત્વનો મુદ્દો એ છે કે, માત્ર ગુજરાતી સર્જકોનો જ અંદાજ આપું તો બે હજાર જૈન સર્જકોની સામે જૈનેતર છસો-સાતસો સર્જકો જ છે. કૃતિઓ જૈન સાહિત્યની આઠ હજાર, જ્યારે જૈનેતરની પંદરસોથી બે હજાર. મોટા ભાગના જૈન સર્જકોએ વધુમાં વધુ ત્રીસ-ચાળીસ અને ઓછામાં ઓછી દશ-બાર કૃતિઓ રચી હોય. જ્યારે જૈનેતરોમાં પંદર-વીસથી વધુ કૃતિઓ પણ બહુ ઓછા રચયિતાઓની. આ સંદર્ભને વૈશ્વિક રીતે અવલોકીએ તોપણ જૈન સાહિત્યની સત્ત્વશીલતા અને વિપુલતા શિરમોર જણાય. વિશ્વની તુલનાએ આમસમાજ સંદર્ભે ત્રણેક બાબતે અને સાહિત્ય સંદર્ભે નવ પ્રકારે જૈન સાહિત્ય આગવું, અનોખું અને અસરકારક જણાયું છે. એકાદ બે બાબતો તો સામાન્ય ગણાય, પણ આગવી પ્રકારની પ્રજ્ઞા, બૌદ્ધિકતા અને તત્વવેત્તા નિર્દેશતું, સાહિત્ય-કાવ્યત્વની દૃષ્ટિએ પણ ઊભું ન ઊતરે એવું સાહિત્યસર્જન વિશ્વમાં કોઈ એક પ્રજાએ કર્યું હોય તો એ જેન પ્રજા છે, જૈનસાહિત્ય પરંપરા છે. લિપિવાંચન અને હસ્તપ્રતોના સંશોધનની પ્રવૃત્તિ. - ડૉ. પાર્વતીબેન ખીરાણી જીવનનું ઘડતર કરવા માટે, બીજાનું જીવન સમજવા માટે, વિચારો રજૂ કરવા માટે, મનુષ્યોનું ચિંતન સમજવા માટે સૃષ્ટિના અંતરંગમાં રહેલાં સ્રોતનેશક્તિને અનુભવીને બીજા પાસે રજૂ કરવા માટે ભાષા જરૂરી છે. ભાષાને સાચવવા માટે લિપિ જરૂરી છે. લિપિની શરૂઆત ક્યારથી થઈ એ શોધવા બેસીએ તો એનું મૂળ આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર ઋષભદેવસ્વામી સુધી નીકળે છે, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે. (૧) ઋષભદેવ પ્રભુએ પોતાની જ્યેષ્ઠ સુપુત્રી બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિઓ શીખવાડી હતી.. (૨) પ્રભુએ પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને ૭૨ પ્રકારની કળા શીખવાડી જેમાં પ્રથમ કળા લેખનકળા છે. (૩) તેમ જ સામાન્યજનોને આજીવિકા માટે ત્રણ કર્મનું શિક્ષણ આપ્યું. એમાંનું એક છે મસિકર્મ. મસિ એટલે શાહી. શાહી બનાવવાની પ્રક્રિયા અને એનાથી લખવાની પ્રક્રિયા શીખવાડી. આ ત્રણ બાબતથી સિદ્ધ થાય છે કે લિપિજ્ઞાન પ્રથમ તીર્થંકરથી જ આવિષ્કાર પામ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષામાં બ્રાહ્મી, ખરોષ્ટ્રી, આદિ ૧૮ લિપિ છે. ત્યાર પછી જરૂરિયાત અનુસાર લિપિમાં ફેરફાર થયા હોવા જોઈએ. વિવિધ લિપિઓનો ઉદ્દભવ થયો હશે. કેટલીક લિપિના અક્ષરોના આકાર, વળાંક આદિમાં ફેરફાર થયા છે. હસ્તપ્રતોના અક્ષરોનું સંશોધન કરતાં ખયાલ આવે છે કે ૧૯ પ્રકારના અક્ષર છે તેમાંથી ચાર મુખ્ય છે. અશોકના કાળમાં દીર્થસ્વરો, વિસર્ગ, અનુસ્વાર પ્રાયઃ મળતા નથી. અને જ્ઞ પણ મળતા નથી. ક્ષના માટે ઉપર લાઈન થતી જેમ કે ક = ક્ષ, ક = કે ડાબી બાજુ લાઈન હોય તો કે વંચાય કે = કે, કે = કે, કી કુ આમ લિપિમાં થોડેઘણે અંશે ફેરફાર થતા રહે છે. હમણાંની લિપિ અને પહેલાંની લિપિના ઘણા ફેરફારો હોવા છતાં ભૂતકાળમાં જે સાહિત્ય સર્જન થયું છે એવું સર્જન સાંપ્રત સમયમાં થતું નથી. (ડૉ. બળવંત જાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષાભવનના ડીન છે. "GRIDsના ડાયરેક્ટર છે. તેમનાં સંત સાહિત્ય, વિવેચન અને જૈન ધર્મ પર અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. ભારતીય સંસ્કૃતિ, ધર્મો અને જૈન સાહિત્ય પર દેશ-વિદેશમાં તેમનાં પ્રવચનો યોજાય છે). Page #34 -------------------------------------------------------------------------- ________________

D શ્રુતસંપદા અને જૈન ધર્મ Dep® 2 એ વારસાને આપણે શ્રુતસંપદાના નામે ઓળખીએ છીએ. શ્રુત એટલે અહીં સાહિત્યના સંદર્ભમાં લેવાનું છે. શ્રુતસંપદા એટલે સાહિત્યરૂપ સંપત્તિ. આ સંપત્તિ જૈન સાહિત્યના નામે ઓળખાય છે. જૈન ધર્મમાં શ્રુતસંપદાનું અનન્ય મહત્ત્વ છે. તેથી જૈન ધર્મ શ્રુતસંપદાથી સમૃદ્ધ છે. એની સમૃદ્ધિનું કારણ એ છે કે એનો સમાવેશ શ્રુતજ્ઞાનની અંતર્ગત થાય છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં પહેલો જ ભેદ અક્ષરશ્રુતનો છે અને અક્ષરશ્રુત સાહિત્યના નિર્માણમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. જૈન દર્શનમાં પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ અદકેરું છે. કેવળજ્ઞાનની ગેરહાજરીમાં શ્રુતજ્ઞાન જ સાચાં તત્ત્વોની ઓળખાણ કરાવે છે. માટે એ નષ્ટ ન પામે એના માટે ગ્રંથો-પુસ્તકો કે હસ્તપ્રતો લખવાની પ્રેરણા ગુરુભગવંતો દ્વારા કરવામાં આવતી જેને કારણે જૈન સાહિત્ય સમૃદ્ધ છે. જૈન સાહિત્ય સ્થૂળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી, પરંતુ જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ-દર્શન, ભૂગોળ-ખગોળ, ગણિત-ઈતિહાસ વગેરે વિવિધ વિષયોથી સભર છે. અધ્યાત્મ અને અનુભૂતિનો અક્ષય ખજાનો છે. તેથી એની સૂચિ અત્યંત વિશાળ છે. દરેક પ્રકારની જુદીજુદી યોગ્યતાવાળા આત્માઓ જુદાજુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટે વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચ્યું છે. એમાં ભાષાવૈવિધ્ય છે જ, પરંતુ વિષયવૈવિધ્ય પણ છે. જૈન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, રાજસ્થાની, બંગલા, તેલુગુ, ઓડિયા, કન્નડ, તામિલ, ગુજરાતી, મારુ ગુજરાતી વગેરે ભાષાઓમાં લખાયેલું છે, પણ આ બધું સાહિત્ય મુખ્યત્વે મોટા પ્રમાણમાં હસ્તપ્રતોમાં સચવાયેલું છે. હસ્તપ્રત એટલે હાથે બનાવેલા કાગળ પર હાથે બનાવેલી સહીમાં હાથે બનેલી કલમ બોળીને અક્ષરો લખવા તે. હસ્તપ્રત અથવા તો તાડપત્ર કે ભોજપત્રને લખવાયોગ્ય બનાવીને એના પર હાથથી લખવું તે. મુદ્રણકળાને કારણે આજે તાડપત્રો પર લખવાની કળા ભુલાઈ ગઈ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં પરંપરાગત લહિયાઓ હતા જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ નકલ લખતા, પરંતુ મુદ્રણકળાયુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતા ગયા જેથી આજીવિકાર્થે તેમને પણ આ કળા છોડવી પડી. ૬૫ WO DI_ અને જૈન ધર્મ DHD હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે જ્યારે છપાયેલા ગ્રંથો દશકાઓમાં અર્થાત્ હસ્તપ્રત માટે જે કાગળ બનાવવામાં આવતા તે ૫૦૦થી ૧૦૦૦ વર્ષ ટકતા. કાશ્મીરી કાગળ રેશમથી બનતા હોવાથી સૌથી વધારે ટકતા હતા. સાંગાનેરી કાગળ ૭૦૦થી ૯૦૦ વર્ષ ટકે. ખાદી કાગળ ૧૦૦થી ૧૫૦ વર્ષ ટકે, જ્યારે મશીનથી બનેલા કાગળ ઓછા ટકે છે. છાપેલા પુસ્તક ઝડપથી તૈયાર થાય, પણ કાગળમાં કેમિકલ અને શાહી પણ કેમિકલ હોવાથી વધારેમાં વધારે ૧૦૦ વર્ષમાં પુસ્તક ખલાસ થઈ જાય, પરંતુ તાડપત્ર પર લખાયેલ પુસ્તકનું આયુષ્ય હજારો વર્ષથી પણ વધુ છે. ઈ.સ. બીજી સદીના તાડપત્રના પુસ્તક આજે પણ સુરક્ષિત છે. ઈ.સ. પાંચમા સૈકાની બનેલી કાગળની હસ્તપ્રતો આજે પણ મળે છે. એ વાત ધ્યાનમાં આવતા ‘શ્રુતગંગા’ પ્રોજેક્ટ દ્વારા પુનઃ લહિયાઓની ટીમ તેમ જ હસ્તલેખનનું કાર્ય શરૂ થયું છે, જે એક પ્રશંસનીય પગલું છે. ‘જ્ઞાનનું પ્રતીક શ્રુતજ્ઞાન છે, તેનો સ્રોત છે હસ્તપ્રત. સરકારી આંકડો એમ બતાવે છે કે આ વિશ્વમાં કોઈ એક ધર્મ પાસે જો સહુથી વધારે હસ્તપ્રત હોય તો તે જૈન ધર્મ પાસે છે.' – મુનિ શ્રી વૈરાગ્યરતિવિજયજીગણ. અનેક એવૉર્ડવિજેતા યુનિવર્સિટી ઑફ પુણેનાં પ્રાધ્યાપિકા ડૉ. નલિની જોષીએ પણ દાવા સાથે કહ્યું છે કે જેટલી ભાષામાં જૈનાએ લખ્યું છે એટલું કોઈ દર્શનવાળાએ નથી લખ્યું. એક સંશોધન અનુસાર પાંચ કરોડ હસ્તપ્રત હતી તેમાંથી ૪૫ કરોડ નષ્ટ થઈ ગઈ. જે છે તેમાંથી ૨૦ લાખ જૈન સાહિત્યની છે. પૂર્વાચાર્યોં હસ્તપ્રતનું મહત્ત્વ સારી રીતે જાણતા હતા તેથી પુસ્તક લખવા-લખાવવાની પ્રેરણા કરતા હતા તેથી પણ જૈન સાહિત્ય સર્વાધિક હતું. શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે એક કરોડ ગ્રંથનું લેખન કરાવ્યું હતું તેમાં પૂજ્ય હરિભદ્રસૂરિશ્વરજીએ ૧૪૪૪ પ્રાયશ્ચિત્તરૂપે સ્વહસ્તે લખેલા ગ્રંથો ઉમેર્યા. બીજા અનેકોના પણ ગ્રંથો ઉમેરાઈને જૈન સાહિત્ય સમૃદ્ધ બન્યું હતું, પણ મુસ્લિમ બાદશાહોના સમયમાં છ-છ મહિના સુધી સૈન્યના રસોડામાં ઈંધણ તરીકે ધર્મગ્રંથો (હસ્તપ્રતરૂપે હતા) બાળવામાં આવ્યા, જેને કારણે માંડ અંદાજિત ૧૫ હજાર ગ્રંથો બચ્યા. જે બચ્યા એના આધારે પણ સાહિત્ય સર્જનની પ્રક્રિયા ચાલુ જ રહી જેને કારણે જૈન સાહિત્ય આજે પણ વિશાળ શ્રેણીમાં મળે છે. અન્ય ક્ષેત્રમાં પહોંચેલું જૈન સાહિત્ય (૧) અમેરિકા - અમેરિકાની યુનિવર્સિટીની એક લાઇબ્રેરીમાં એક લાખ જૈન 55 Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩) 90990શ્રુતસંપદા અને જૈન ધર્મ છે. આ હસ્તલિખિત ગ્રંથો છે એવું જાણવા મળ્યું છે. જોકે એની ગુપ્તતા એટલી બધી રાખવામાં આવે છે કે મોટા ભાગના કોઈને આની ગંધ પણ ન આવે. (૨) જર્મન - જર્મનીની યુનિવર્સિટીમાં ૩૬૦૦ જૈન હસ્તલિખિત ગ્રંથો છે. લંડન - બ્રિટિશરાજ દરમિયાન ખંભાતથી એક આખી માલગાડી ભરીને હસ્તલિખિત ગ્રંથો અંગ્રેજોએ પરદેશ મોકલાવી દીધા. (૪) દિલ્હીમાં ડી.એન. ઈન્સ્ટિટ્યૂટમાં વિજયવલ્લભ મ.સા.એ પાકિસ્તાનમાંથી શોધેલી ૨૦૦૦૦ હસ્તપ્રત સુરક્ષિત છે. બીજા ક્ષેત્રોમાં પણ ગ્રંથો હોઈ શકે. આ સંશોધનનો વિષય છે. જોકે કેટલીક હસ્તપ્રતોની નોંધ જ થઈ નથી. ઘણા હસ્તપ્રતોનું પૂજન કરે છે, પણ એને વાંચવાનું કે સંશોધન કરવાનું સૂઝતું નથી. કેટલીય હસ્તપ્રતો નદી કે કૂવામાં પધરાવી દેવામાં આવે છે. કેટલીકને ઊધઈ ખાઈ જાય છે. આમ ઘણો ખજાનો નષ્ટ થઈ ગયો છે. પૂર્વકાળમાં ને હજુ થોડાં વર્ષો પૂર્વ પ્રાયશ્ચિત્તમાં સ્વાધ્યાયની જેમ શ્લોક લખવાનું કાર્ય પણ અપાતું. સુરતના એક જ્ઞાનભંડારમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રની એક પ્રત મળી. તેની પ્રશસ્તિમાં લખ્યું છે કે, “આ સાધ્વી મહારાજે પ્રાયશ્ચિત્તમાં ૧૦૦ દશવૈકાલિક લખેલ છે તેનું આ નવમું દશવૈકાલિક છે.” પ્રાયઃ દરેક સાધુ-સાધ્વી ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોચનામાં આવાં પ્રાયશ્ચિત્ત લે તો હસ્તપ્રતોમાં સમૃદ્ધિ થાય, હસ્તપ્રતની પરંપરા ચાલુ તો રહે જ, પણ લખવાને કારણે ચિત્ત એકાગ્ર કરવું પડે તેથી સ્વાધ્યાય પણ સરસ થઈ જાય. હજી દશ લાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની બીજી પ્રત લખાઈ નથી. જો તેની સંભાળ નહીં લેવાય તો તેનો નાશ થશે. તેની રક્ષા કરવી જરૂરી છે. આને માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ એકએક હસ્તપ્રત લખવા કે લખાવવાનો સંકલ્પ કરે તો શ્રુતરક્ષાનું કાર્ય સરળ બની જાય. જોકે આ કાર્ય જટિલ અને દુષ્કર પણ છે, કારણકે એના માટે હસ્તપ્રત શોધીને એકત્ર કરવાની હોય છે, પણ પ્રયત્ન થવો જરૂરી છે. એના માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. (૧) હસ્તપ્રત પ્રાપ્તિના સ્ત્રોત - (i) પરંપરાગત - વ્યક્તિગત સ્વામીત્વ હોય - ૬૭. e k _ અને જૈન ધર્મ છે એવી જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે (i) સામાજિક વ્યવસ્થાગત - મઠ, મંદિર, ચર્ચ, ગુરુદ્વારા, મદરેસા વગેરે (ii) સંસ્થાગત સરકારી એવું ગેરસરકારી સંસ્થાન. આ બધી હસ્તપ્રતોની પૂજા કરવા દેશે, પણ જોવા નહિ આપે. કેટલાક તો પોતાની પાસે હસ્તપ્રત છે એ સ્વીકારવાની ના પાડે છે. ધન પર સર્પ બેઠા હોય એમ બેસીને રક્ષા કરનારા વ્યવસ્થાપકો નજીક પણ આવવા દેતા નથી. આનો અનુભવ મને Ph.D. માટે સંશોધન કરતી વખતે થયો છે. છતાં પ્રયત્ન છોડવો નહીં. (૨) અસ્તવ્યસ્ત પત્ર - જેને શોધવા માટે સમય, ધન અને શ્રમની જરૂર પડે છે, તેની તૈયારી રાખવી. (૩) સંગ્રહણની પ્રક્રિયા - પ્રાથમિક અવલોકન, વર્ગીકરણ, રદ્દીકરણ, પંજીકરણ પ્રાથમિક (તાત્કાલિક) અને પરવર્તી (કાલાંતરમાં) વિસ્તૃત પંજીકરણ (નોંધ કરવી). છાયાંકન - સામાન્ય ફોટોગ્રાફી, ઝેરોસિંગ, વીડિયોગ્રાફી, સ્કેનિંગ, ડિઝિટલ ફોટોગ્રાફી, માઈક્રોફિક્સિંગ પ્રતિલિવ્યંતરણ. આમાંથી છેલ્લા ત્રણ કરવા વધુ યોગ્ય છે. ટુકડા થયેલી કૉપીની વીડિયોગ્રાફી કરીને લિવ્યંતર કરવું, સંસ્કૃત શીખેલા આ કાર્ય સરળતાથી કરી શકે. બુક આઈ કેનર (Scanner)- ઑટોમેટિક કૅમેરાથી ડિઝિટલાઈઝેશન કરે જેથી સુવાચ્ય બને. (૫) સૂચિકરણ - પરંપરાગત, કૉપ્યુટરગત, પ્રકાશિત મુદ્રિત પ્રતસૂચનાનું સંશોધન શોધ પ્રકાશન વગેરેથી થઈ શકે. લિપિવાંચન કરવા માટે હસ્તપ્રત સંપાદન કરનાર સંપાદકે ધ્યાન રાખવા યોગ્ય મુદ્દા. (૧) સંપાદકને લિપિજ્ઞાન હોવું જરૂરી છે. મરોડ-વર્ગોનું ઝીણવટભર્યું જ્ઞાન, સરખા દેખાતા અક્ષરોનું જ્ઞાન અને હ્રસ્વઇ ચિહુન વગેરેની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. ભાષાજ્ઞાન અત્યંત જરૂરી છે. તો જ લિપ્યતર શક્ય બને. (૩) વિજ્ઞાન પણ હોવું જોઈએ. તો જ વાચના શુદ્ધ બની શકે. (૪) વર્ણાનુક્રમ એકસરખા પણ અર્થ ફરી જાય એ પાઠ નિણર્ય કરતા આવડવો ૬૮ * Page #36 -------------------------------------------------------------------------- ________________ #ી છે કે શ્રુતસંપદા અને જૈન ધર્મ છે જોઈએ, જેમ કે (૧) કોશાઃ હું યવનભરી મને કાંટાળી. અહીં કાં ટાળી એટલે કેમ ત્યાગી એ અર્થ છે. હસ્તપ્રતોમાં સીધી લાઈનમાં અક્ષર હોય એટલે શબ્દો આપણી હૈયા ઉકેલથી બનાવવાના હોય એટલે ત્યારની ભાષા, વિષય, કથાવસ્તુ દરેકનું જ્ઞાન હોય તો ઉકેલવાનું કામ સરળ થઈ જાય (૨) મેખલ મેખલ કરી સંતાપી. અહીં અર્થ છે મેખલાએ મને ખલની જેમ સંતાપી (૩) સજનીય સપનાંતરી મત્યા નયન જાગી નીગમ્યા. (મેકમને+ખલ) અહીંયાં જાગીને ગમ્યા એમ નથી પણ જાગી ગયા એ અર્થ છે (૪) પંખુશાલવિજયગણિ. અહીં પં. ખુશાલવિજયગણિ છે. (૫) ભવસાગર નીતરીઓ રે. અહીં નીર તરીએ એમ નહીં, પણ નીસ્તરીએ રે એમ છે (૬) પાયપખાળ રે જાણે નીર. ‘ત્યાં પાપ પખાળે રે જાણે નીર’ છે. ભ્રષ્ટ પાઠોનું શુદ્ધિકરણ પણ કરતાં આવડવું જોઈએ. જેમ કે ભમુહ કમાણી કોશા કટાક્ષ તીર તાકે અહીં ભમુહ કમાણી એટલે ભ્રમરને કમાન કરીને કોશા કટાક્ષ તીર તાકે. મેં હસ્તપ્રત ઉકેલવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં ઉકેલતા બહુ સમય લાગ્યો. પછી અક્ષરો ઓળખવાની ટેવ પડી, વિષયને સમજવાની ટેવ પડી એટલે શબ્દો આપોઆપ ગોઠવાતા ગયા. શરૂઆતમાં હોમિંછુપજીવી'નું લોમિ ગુપ લસ્યા કર્યું પણ કોઈ અર્થ બેઠો નહીં. પછી અમારા ગુરુદેવ દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. અલ્પેશમુનિએ એકએક અક્ષર સમજાવ્યો ભોમિ કુપ ભસ્યા’ વિષયને અનુરૂપ આ શબ્દો છે એ સમજાવ્યું. ઘણી વાર હું થાપ ખાતી ત્યાં ગુરુદેવ મદદે આવતા. એમ કરતા હસ્તપ્રત ઉકેલતા શીખી અને નવું શીખવાની મજા પણ ખૂબ આવી. (૫) ઉચ્ચારણનું જ્ઞાન પણ હોવું જોઈએ, જેમ કે છઈ = છે થાય, અર્થાત્ ઇની માત્રા સમજવાનો. ‘ઉ'નો ‘ઓ’ થાય, સુણઉ = સુણો, ક્યાંક “ઈની જગ્યાએ ‘ય’ લીધો જેમ કે મત્ય = મતિ. રેફને બદલે ‘રિ’ મુરિખ = મૂર્ખ, દરિસણ = દર્શન. આમ આ બધાં સ્વરૂપો મારા શોધનિબંધ ‘જીવવિચાર રાસ એક અધ્યયન’માં યથાસ્થાને મૂક્યાં છે. અર્થનિર્ણય કરતા આવડવું જોઈએ. શાણા પાસે સુંડલો ધરવાની વાતમાં કોઠીની નીચેના કાણાને શાણા કહેવાય. ત્યાંથી નીકળતા અનાજ માટે સુંડલો ધરવો જોઈએ એના બદલે સુંડલામાં છાણા ભર્યા એવો અર્થ થઈ - ૬૯ ( કહી છે – અને જૈન ધર્મ કે જ જાય. એમાંય હરિયાળી જેવા કાવ્ય પ્રકારમાં અર્થઘટન કરી શબ્દો ગોઠવવામાં ખૂબ મહેનત પડે છે. (આ એક બુદ્ધિને તીવ્ર કરવાવાળું કાવ્યમય ઉખાણું છે). આ રીતે ઘણાં મુદ્દાને દૃષ્ટાંત આપી શકાય, પણ અહીં પાનાંની મર્યાદા છે માટે સારરૂપ મુદ્દાની ચર્ચા કરી છે. જો કે, હસ્તપ્રતોને સાચવવા માટે પ્રતિલિપિ બનાવવા માટે, લિપિવાંચન અને સંશોધન કરવા માટે ગુરુભગવંતોમાં જાગૃતિ આવી છે જેથી એ માટેના પ્રયત્નો પણ સારા પ્રમાણમાં થઈ રહ્યા છે. “શ્રુતગંગા પ્રોજેક્ટનો ઉલ્લેખ આગળ કર્યો છે. અમિયાપુરના તપોવનમાં લહિયા તૈયાર થાય છે. શાહી વગેરે બનાવવાનું કાર્ય થાય છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી તરફથી પણ હસ્તપ્રત માટેના સેમિનાર અને લિપિ વાંચતા શિખડાવવાની ઝુંબેશ ચાલુ છે. એલ. ડી. ઇસ્ટિટ્યૂટમાં પણ આ કાર્ય માટે અભિયાન ચાલી રહ્યા છે. એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇકોલૉજીના અભિયાનમાં પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહવી, સાચવવી, અપ્રકાશિત રહેલી મહત્ત્વની હસ્તપ્રતોની સંશોધિત આવૃત્તિઓ તૈયાર કરવી, પ્રકાશિત કરવી વગેરે કાર્ય થાય છે. વિવિધ વિષયો અને ભાષાની ૭૫૦૦૦ પ્રાચીન હસ્તપ્રતો અહીં છે, જેનું સંશોધન કરવા માટે તેઓ કટિબદ્ધ છે. રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન દિલ્હી, ભાંડારકર ઇન્સ્ટિટયૂટ વગેરેમાં હસ્તપ્રત સંશોધન-જાણવણીનું કાર્ય થાય છે. કોબાની કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિરના દેવદ્વિગણિ 8માં શ્રમણ હસ્તભંડારમાં અઢી લાખ (૨,૫૦,૦૦૦)થી વધુ આગમાદિ વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. ૩૦૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. વર્તમાને હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ મેટરને ટેસ્ટના રૂપમાં પ્રાપ્ત કરી શકાય એવો પ્રોગ્રામ તૈયાર કરાયો છે, જેને ઓ. સી. આર. નામથી ઓળખવામાં આવે છે. કાળદોષથી લુપ્ત થઈ રહેલા સાહિત્યને સાચવવાના અને સંશોધનના પ્રયત્નો થઈ રહ્યા છે. તો વળી શ્રત ભવનમાં પણ ઉપલબ્ધ સૂચિપત્રને આધારે પ્રગટ-અપ્રગટ પાંડુલિપિઓનો વિભાગ કરીને લિવ્યંતર, પાઠાંતર, સંશોધન અને સંપાદન થાય છે. હસ્તપ્રત માટે સેમિનાર પણ યોજાય છે. રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન, ન્યૂ દિલ્હીનાં અધ્યક્ષા ડૉ. દીપ્તિ ત્રિપાઠી એમાં સારો રસ લે છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાના આચાર્યો-પ્રાધ્યાપકો પણ સંશોધન કરે છે. જૈન વિશ્વભારતી (૬) Page #37 -------------------------------------------------------------------------- ________________ દોરીઓ, શ્રુતસંપદા અને જૈન ધર્મ D સંસ્થાનના ડૉ. જગતરામ ભટ્ટાચાર્યને નેપાળથી પ્રશ્નવ્યાકરણની હસ્તપ્રત મળી છે, જેમાં શૌર સેની ભાષાનો પ્રભાવ છે. તેમાં મંત્ર-તંત્રાદિનો લુપ્ત મનાતો વિભાગ છે. દિગંબર મત ૧૨ અંગને વિચ્છેદ માને છે, પરંતુ જો સંશોધન કરવામાં આવે તો હસ્તપ્રતના માધ્યમથી ૧૨ અંગ પ્રાપ્ત થઈ શકે. શૌર સેનીમાં ‘ત’ની જગ્યાએ ‘દ’ વપરાય છે. પ્રાયઃ દિગંબર શાસ્ત્રોમાં ‘ત’ની જગ્યાએ ‘દ’ માટે પ્રશ્નવ્યાકરણ સૂત્રના આધારે સંશોધન કરવાની જરૂર છે. ભોજક વિદ્યાલયનાં અધ્યક્ષા ડૉ. ભારતીબેન સેલટ ૧૧ પ્રકારની લિપિ ઉકેલી શકે છે. એમણે પણ હસ્તપ્રતોનું સંશોધન કરવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. ડૉ. કનુભાઈ શેઠે બ્રિટિશની હસ્તપ્રતોનું કેટલોગ બનાવ્યું છે તેમ જ અહીં પણ હસ્તપ્રત ભંડારોની મુલાકાત લઈને કાર્ય ચાલુ છે. વિવિધ હસ્તપ્રતોના સંપાદક નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. કાંતિભાઈ શાહનું યોગદાન પણ સરાહનીય છે. ડૉ. મનોજ જૈન પણ લિપિના અચ્છા જાણકાર છે. આમ આ ક્ષેત્રે બીજાં પણ અનેક નામો ગણાવી શકાય, પણ વિસ્તાર ભયથી અહીં જ અટકું છું. અંતમાં જૈન ધર્મ અને શ્રુતસંપદાના સંદર્ભે લિપિવાંચન અને હસ્તપ્રતોના સંશોધનની પ્રવૃત્તિઓ વેગ પકડે અને લુપ્ત થયેલા આગમ આદિને આપણે પ્રાપ્ત કરીને આપણા અમર વારસાનું વિશ્વને દર્શન કરાવીએ એ જ અભ્યર્થના સહ વીરમું છું. સંદર્ભસૂચિ : (૧) શ્રુત કલ્યાણ વિશેષાંક : ૨૦૦૧૬ (૨) શ્રુત સાગર પં.પ્ર. અમૃતસાગરજી આ. પદ પ્રદાન મહોત્સવ વિશેષાંક મનોજ જૈન (૩) સન્મતિ પ્રકરણ - સિદ્ધસેન દિવાકર. - (પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. મહાસંઘનાં શિક્ષણ બોર્ડના ઉપપ્રમુખ છે). ૭૧ શ્રુતસંપદા અને જૈન ધર્મ કવિતાનો આનંદ અને “આનંદ”ની કવિતા – જ્હોની શાહ આ કુદરતની કિતાબમાં છે, સુંદર અપરંપાર કવિતા મૃદુ પાંખડી ગુલાબની ને શબનમનો શૃંગાર કવિતા આંબે આવે મોર અને આ કોયલનો ટહુકાર કવિતા ભરતી ઓટે ગાયે સાગર હરદમ જીવન સાર કવિતા તપ્ત હૃદયને ભીનું કરવા થઈ જાયે મલ્હાર કવિતા કરે કબૂતર ઘૂ..ઘૂ...ધૂ... થી બપોરનો વિસ્તાર કવિતા વાદળ કજ્જલ શ્યામ થયાં ને મોર તણો કલશોર કવિતા સૂરજ દે છે છેલ્લું ચુંબન એ ક્ષિતિજની ધાર કવિતા કહે છે મનનો ભાર તજી દો બાળકના પલકાર કવિતા ગાય કહે વાગોળો ઝાઝું મળશે જીવન સાર કવિતા હૃદય બને જો નિર્મલ કોમલ તો થાયે ધબકાર કવિતા મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજ આ કાવ્યમાં કહે છે કે, જ્યારે હૃદય નિર્મલ અને કોમલ બને છે ત્યારે તેનો ધબકાર કવિતા બની જાય છે. એવું હૃદય જ આનંદનો સ્રોત બની જાય છે. જેમ ફૂલની સુવાસ ચારેકોર ફેલાય છે તેમ એ કવિહૃદયમાંથી આનંદ ચારેકોર રેલાય છે. એ કવિની કવિતા વાંચનાર કે સાંભળનારના હૃદયમાં પણ આનંદના ગુણને અંકુરિત કરે છે અને કદાચ એટલે જ વિશ્વભરના સંતોએ પોતાની સાધનામાં માધ્યમ તરીકે કવિતાને પણ પસંદ કરી છે. કબીર, મીરાં, સૂરદાસ, તુલસીદાસ, આનંદઘનજી, ચિદાનંદજી, શ્રીમદ્ રાજચન્દ્રજી જેવા કેટલાય સંતોએ કવિતાના માધ્યમ દ્વારા પોતાનું ચિંતન રજૂ કર્યું અને લોકોને સત્સંગ કરાવ્યો. એ જ પરંપરાને મુનિ શ્રી મુનિચન્દ્રજીએ અપનાવી પોતાની કવિતાનો પ્રસાદ વહેંચ્યો. કેટલીક પંક્તિઓ ટાંકું છું : ૧) ‘ન આંસુ સાર તું પરમાત્માના દીદારને માટે, નજરને બંધ કર, અંદર ઊતર, સામે ઊભેલો છે.' ૭૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુતસંપદા અને જૈન ધર્મ ૨) નીચે જમીન છે અને ઉપર છે આસમાન ઓછું નથી ઈનામ, તું કુદરતનો પાડ માન !' ૩) તારા નયનના દામની મૂકી તો જો રકમ પછી કહે ગરીબ છે કે માલદાર તું અભેદથી નિહાળ ચઢી આસમાન પર બન્તોય તું જ છે અને પરવરદિગાર તું.’ મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજનો ટૂંકપરિચય તેમનો જન્મ ૨૩ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું કુટુંબ કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનું અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપરંપરાનું અનુયાયી. તેમનું મૂળ નામ લાલજીભાઈ હતું. તેમણે દશમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૮ વર્ષની વયે સંસારી કાકા મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીના પ્રભાવ હેઠળ આવીને ઈ.સ. ૧૯૫૪માં જૈનાચાર્ય શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજને હસ્તે દીક્ષા લીધી. શ્રી અમરેન્દ્રવિજયજી તથા આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીજી મહારાજના માર્ગદર્શનમાં સંસ્કૃત, અર્ધમાગધી ભાષા, સંસ્કૃત કાવ્યો, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જૈન ધર્મનાં મૂળ સૂત્રો, આગમ ગ્રંથો તથા તત્ત્વજ્ઞાન, ભારતીય દર્શનશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રમાં અભ્યાસ અને સાધનામાં ૧૪ વર્ષ જેટલો સમય તેમણે ગાળ્યો. તેઓ સાહિત્ય, સંગીત, કલા અને કવિતાના ચાહક હતા. સરસ્વતી મંત્રની સાધના પણ તેમણે કરી હતી. સાધુજીવનનાં પ્રથમ ૩૪ વર્ષ સુધી ભારતના કેટલાય પ્રદેશો જવા કે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એમણે પગપાળા વિહાર કર્યો હતો. આ વિહાર દરમિયાન જ્યાંજ્યાં તેમનો ઉતારો હોય ત્યાં, તે ગામમાં રહેતા કવિઓ તથા કલાકારોને તેઓ મળતા અને તેમની સાથે સાહિત્ય, કલા અને જીવન વિશે વિચારોની આપ-લે કરતા. મુનિચન્દ્રજીના દીક્ષાગ્રહણ પછી એમના પરિવારના અન્ય સભ્યો માતાપિતા, બે નાના ભાઈઓ તથા બહેન પણ દીક્ષિત થયાં. મોરબીની પૂરહોનારત વખતે મુનિચન્દ્રજી તથા તેમના બન્ને ભાઈઓનું ચાતુર્માસ પણ મોરબીમાં જ હતું. એ ભયંકર પૂરહોનારત વખતે માનવતા અને જીવદયાનું અદ્ભુત કાર્ય આ ત્રણેય બંધુઓએ કર્યું. પત્રકારોએ તેમને ‘બંધુ ત્રિપુટી’ નામ આપ્યું. ૭૩ ...અને જૈન ધર્મ કરા ‘બંધુ ત્રિપુટી’એ સાધુજીવન દરમિયાન જ કેટલાંક ક્રાંતિકારી પગલાં ભર્યાં, જેમ કે વલસાડ નજીક તિથલના દરિયાકિનારે ‘શાંતિ નિકેતન’ આશ્રમની સ્થાપના. પ્રવચન દરમિયાન માઈકનો ઉપયોગ. વ્યાખ્યાનનું ઑડિયો તથા વીડિયો રેકર્ડંગ. ત્યાર બાદ તપાગચ્છ શ્વેતાંબર સાધુસમાજમાંથી રાજીનામું આપી વાહનનો ઉપયોગ તથા વિદેશોમાં વસતી જૈન કોમને ધર્મલાભ આપવા વિદેશગમન. ઈ.સ. ૧૯૮૯ દરમિયાન છ મહિના સુધી ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા તથા ઈ.સ. ૧૯૯૦ના વર્ષમાં કેનિયા અને ટાન્ઝાનિયા (આફ્રિકા)માં બંધુ ત્રિપુટીએ ધર્મયાત્રાઓ કરી. જીવનનાં છેલ્લાં ૧૫ વર્ષ તિથલના શાંતિ નિકેતન સાધના કેન્દ્રમાં મુનિચન્દ્રજીએ સ્થિરવાસ કરેલો. તા. ૩-૪-૧૯૯૯ના રોજ ત્યાં જ તેઓ કાળધર્મ પામ્યા. ભાવિકોની હાજરીમાં તિથલના દરિયાકિનારે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. કવિ ‘આનંદ’ મુનિ શ્રી મુનિચન્દ્રજી મહારાજ કવિ હતા અને આનંદ’ના ઉપનામથી લખતા. શાળાજીવનથી જ કાવ્ય પ્રરત્વે પ્રીતિ હતી. સંગીતની સૂઝ અને સુરીલા કંઠને કારણે તેઓ મનગમતી કવિતાઓ લલકારતા. ધર્મસભાઓમાં પણ ગુરુના આદેશથી તેઓ ભજનો, સ્તવનો અને ભક્તિગીતો ગાતા. ઈ.સ. ૧૯૮૭માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હવાને હવાલે’ પ્રગટ થયો અને તેને બહોળી પ્રસિદ્ધિ મળી. એમના અન્ય કાવ્યસંગ્રહો ‘ખીલતાં પારિજાત' અને ‘કેમ રહેવાય કહો છાનાં' એમની હાજરીમાં જ પ્રગટ થયા હતા. એમણે લખેલા નિબંધોનો સંગ્રહ ‘કલા અને સાધના' ગુર્જરી ગ્રંથરત્ન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો. મુનિમહારાજના કાળધર્મ પછી તેમની દશમી પુણ્યતિથિએ તેમની પ્રગટઅપ્રગટ ૧૦૮ રચનાઓનું સંકલન ‘હું અવકાશી પંખી'ના નામે પ્રગટ કરવામાં આવ્યું હતું. એમનાં ગીતોને જાણીતા સંગીતકાર ગાયક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરીને વહેતાં કર્યાં હતાં. એમનાં એ ગીતો ‘હવાને હવાલે’ નામની ઑડિયો સી.ડી.માં સચવાયાં છે. વર્ષ ૨૦૧૩માં પરિચય ટ્રસ્ટે ‘બંધુ ત્રિપુટી-કવિ આનંદ' નામની ચિરય ૭૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ દાળ, શ્રુતસંપદા અને જૈન ધર્મ પુસ્તિકા પ્રકટ કરી. તેના લેખક શ્રી મેઘબિંદુ લખે છે, ‘કવિ આનંદ અલગારી જીવ હતા. વ્યવહારજગતથી તેઓ દૂર હતા. તેઓ એકાંતમાં એમની મહેફિલને માણી શકતા હતા અને મેળાની વચ્ચે પણ પોતાનું એકાંત શોધી શકતા હતા. એમની કવિતામાં અખિલાઈનો આનંદ અનુભવાતો, લયનું લાલિત્ય સમજાતું, શબ્દોની સરળતા અનુભવાતી અને નિખાલસતાની જાદુઈ અસર પણ એમનાં કાવ્યોમાં જોવા મળતી. પોતે કવિતાઓ ગાઈને આનંદ માણતા અને અન્યને કરાવતા. અન્ય કવિઓની રચનાઓને પણ તેઓ દિલથી દાદ આપતા. ગમતાંનો ગુલાલ કરવાની એમની નોખી-અનોખી રીત હતી. તેઓ ‘મરીઝ', ‘બેફામ’, ‘ઘાયલ', ‘શૂન્ય’ના ચાહક હતા તથા ‘ગાલિબ'ની ગઝલો એમને ગમતી. તેઓ ઘણી વાર એમની ગઝલો પોતાની રીતે લલકારતા. એમનો કવિતાપ્રેમ એમના હાસ્યમાં વરતાતો. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિઓ હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા તથા રાજેન્દ્ર શુક્લે તેમના અલગઅલગ કાવ્યસંગ્રહોની પ્રસ્તાવના લખી છે. ગુજરાતના જાણીતા કિવ ‘ઉશનસ્’કવિ ‘આનંદ’ વિશે લખે છે, ‘મુનિમહારાજ કેવળ એક સંત ન હતા, એક ઊંચા પ્રતિભાસંપન્ન કવિ પણ હતા. તેઓ અઢી અક્ષર પ્રેમના કવિ હતા અને મોટા સાધક હતા. જૈન ધર્મના મોટા સાધક અને સાધુ છતાં એ વિકસિત થતા ગયા તો પ્રેમ તરફ થતા ગયા. પોતાનું શાસ્ત્રજ્ઞાન અને જૈન ધર્મની સાધનાને વિકસાવી, વ્યાપક બનાવીને અખિલ ભારતીય કે અખિલ માનવીય કક્ષાનો પ્રેમ એમણે એમની કવિતામાં પ્રગટ કર્યો છે. મેં કોઈ જૈન કવિને આટલી ગઝલો ગાતા, ગીતો લખતાં અને ગીતોમાં જીવનનો ઉલ્લાસ ઉછાળતા જોયા નથી. ગુજરાતી સાહિત્યમાં તેઓ એક અને અદ્વિતીય છે.' કવિ ‘આનંદ’ના પોતાના અવાજનું ધ્વનિમુદ્રણ થયું છે અને તે ‘આનંદધારા’ ઑડિયો સી.ડી.માં સચવાયું છે. કવિ ‘આનંદ’ એકાંતપ્રિય અને મૌનના ઉપાસક હતા. ઇગતપુરીમાં આવેલા ગોયન્કાજી દ્વારા નિર્મિત વિપશ્યના ધ્યાન કેન્દ્રમાં યોજાતી વિપશ્યના ધ્યાનશિબિરમાં રહીને તેમણે ધ્યાન સાધના કરી છે તેમ જ સંત પૂજ્ય મોટાના નડિયાદના મૌન મંદિરમાં બંધબારણે સાત દિવસ સુધી એકલા રહીને જાત સાથેનો સંવાદ તેઓ કરી ચૂક્યા હતા. પરમને પામવાની મથામણ એમની કવિતામાં ઝળક્યા કરે છે. કદાચ એટલે જ સાંઈ કવિ મકરંદ દવે મુનિમહારાજ સાથે કાવ્યગોષ્ઠિ કરતા. વિશ્વકવિ ઉમાશંકર જોષી અને લોકપ્રિય કવિ સુરેશ દલાલ એમનાં કાવ્યોને ૭૫ ...અને જૈન ધર્મ બિરદાવતા. આજે પણ શાહબુદ્દીન રાઠોડ જેવા કેટલાય પ્રયવચનકારો અને કલાકારો પોતાનાં વક્તવ્યોમાં ‘આનંદ'ની કંઈકેટલીય પંક્તિઓ ટાંકતા હોય છે. હાલમાં તેમના કવિતાસંગ્રહો અપ્રાપ્ય હોવાથી શાંતિ નિકેતન સાધના કેન્દ્ર તરફથી તેમનાં ચૂંટેલાં કાવ્યોની બે નાનકડી પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી છેઃ ‘આનંદ’ની કવિતા - કવિતાનો આનંદ તથા સાત મંદિર મારી અંદર. ‘આનંદ’ની કવિતા મુનિ મહારાજનાં કાવ્યોમાં મુખ્યત્વે જીવનસ્પર્શી અધ્યાત્મનાં દર્શન થાય છે. કવિ શ્રી ઉમાશંકર જોષીએ જેને નખશિખ કવિતા કહીને સંબોધી હતી તે કવિતા જોઈએ. ધ્યાનની મસ્તી જેમાં છલકાય છે એ કાવ્યનું શીષર્ક છે ઃ મારી અંદર સાત સમંદર ઊછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર કોઈક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું અને કો'ક દી બધું જ લાગે મારી અંદર ધાગા જેવો છું મણકાથી જુદો તોય દરેક મણકો કહી રહ્યો ‘તું મારી અંદર’ જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને ચહલપહલ જે ગુપચુપ ચાલે મારી અંદર ચાલ્યો જયાં અંધાર ભેદતો ઊંડેઊંડે મળી તેજની કેડી મુજને મારી અંદર અગમ નિગમના દુર્ગમ રસ્તા ખુંઘા કિન્તુ અંતે તો હું પામ્યો મુજને મારી અંદર તીર્થંકર પરમાત્માએ અનિત્ય ભાવનાનો બોધ આપ્યો છે. ‘શાંતસુધારસ’ નામના ગ્રંથમાં ઉપાધ્યાય વિનયવિજયજીએ ખૂબ જ રસાળ ભાષામાં અનિત્ય ભાવના પર ગેયાષ્ટક લખ્યું છે. આ ભાવાનો લગતી કંઈકેટલીયે સૂજ્ઝાયો અને પદો જૈન સાહિત્યમાં જોવા મળે છે, પરંતુ મુનિમહારાજની આ ગઝલ ખૂબ સરળ શબ્દોમાં અનિત્ય ભાવનાને વર્ણવી દે છે. ૭૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ વીશે શ્રુતસંપદા અને જૈન ધર્મ અને ‘બદલાયા કરે’ રાહ એના એ રહે ને રાહી બદલાયા કરે વૃક્ષ ડાળી એ જ કિન્તુ પર્ણ બદલાયાં કરે એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એક શા ખયાલ ના આવે એ રીતે પાણી બદલાયા કરે નામ એનું એ રહે ને કાળ ના રાખે શરમ બાળપણ, યૌવન ને ઘડપણ રૂપ બદલાયાં કરે એ જ તખ્તો એ જ બેઠક એ જ છે ગીતો ભલે કાલના ગાયક ને શ્રોતા આજે બદલાયા કરે એ જ મુખ ને એ જ આંખો એ જ દિલ છે તે છતાં જે હતા ગઈકાલ ભાવો આજ બદલાયા કરે મુનિમહારાજે પર્યુષણ પર્વને લગતું એક સુંદર ગીત લખ્યું છે. પર્યુષણા પર્વનો હાર્દ સાવ સરળ શબ્દોમાં તેમણે વણી લીધો છે. તેનું શીર્ષક છે ઃ પર્યુષણા : આત્માની વસંત. તેની કેટલીક પંક્તિઓ જોઈએ. છે પર્યુષણા આતમાની વસંત, અહીં પ્રેમ જલનાં ઝરણ જોઈએ ક્ષમા, નમ્રતા, ધૈર્ય, ઔદાર્યથી, વિરોધો તણા બસ શમન જોઈએ અનેકાન્ત દર્શન છે મહાવીરનું, બધાને સમાવે છે આકાશ સમ ન વાદળને પકડી ઝઘડીએ હવે, ચલો ગાઈએ કે ‘ગગન જોઈએ’ અરિહન્ત ને સિદ્ધના ધ્યાનથી બને શાન્તરસમાં જ તરબોળ મન ટૂંકી જિંદગીનો તો પ્રત્યેક દિન ઊજવવો આ તહેવાર સમ જોઈએ. મુનિચન્દ્રજી મહારાજે પોતાના જીવન વિશે પણ કેટલાંક આત્મકથનાત્મક કાવ્યો અને ગીતો રચ્યાં છે. એવું જ એક સુંદર ગીત છે : ‘એકાન્તે પણ મેળા’. આમ જુઓ તો એકલદોકલ, આમ જુઓ તો મેળા આમ લાગીએ આગળ-પાછળ, આમ જુઓ તો ભેળા આમ લાગીએ સંત ધરમના, મરમ લગી પહોંચેલા આમ જુઓ તો છીએ મુસાફર થેલા લૈ નીકળેલા 99 થવું ગમે ના ગુરુ કોઈના, થઈ શક્યા ના ચેલા કેમ માનીએ છેલ્લા તમને, કેમ અમોને પહેલા ભીતરમાં ભગવાન વસે તો, બધા દાખલા સહેલા નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા ભલે લાગીએ જંગલમાં પણ છીએ અલખ અલબેલા અનુભૂતિના રંગ કસુંબલ, એકાન્તે પણ મેળા. મુનિ શ્રી મુનિચન્દ્ર મહારાજજી એટલે કે કવિ ‘આનંદ’નાં કાવ્યો અને ગીતો સીધાં જ લોકહૃદય સુધી પહોંચે છે. ભારેખમ શબ્દો નહીં, પરંતુ લોકની બોલચાલમાં વપરાતા શબ્દોને કારણે સૌ કોઈને તેઓ સ્પર્શે છે. તેમનાં કાવ્યો આપણને જાગૃત કરે છે. એમાંની એકાદ પંક્તિ પણ આપણે મમળાવતા રહીએ તો બેડો પાર થઈ જાય. એવી જ થોડી પંક્તિઓ સાથે આ લેખને વિરામ આપું છું : ૧) આ જાય સમય ! ઓ જાય સમય ! ના પળભર એ રોકાય સમય પકડું પકડું થાય મને ને હાથતાળી દઈ જાય સમય ઇચ્છાઓના સર્પ ડસે ને ડંખાતું મન દોટ મૂકે એના સ્પર્શ થકી જ સમય, લાગે અવિરત દોટ મૂકે મનની સાથે જાય સમય, મન જીતો તો જીતાય સમય. ૨) ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં ? ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં ? વસ્તુ (જ્હોની શાહ જૈન સાહિત્ય સંમેલનો તથા જૈન જ્ઞાનસત્રમાં અભ્યાસપૂર્ણ પેપર પ્રસ્તુત કરે છે. ‘પાહિણીદેવી’ નાટનકનું તેમણે સુંદર દિગ્દર્શન કર્યું છે). Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રુત સંપદા અને જૈન ધર્મ આર્ચા માનતુંગસૂરિ અને આચાર્ચ હરિભદ્રસૂરિનું જૈન શ્રતમાં યોગદાન - ડૉ. રેખા વોરા મહાપુરુષોનાં ઊંડાણો તો આભથી પણ અગાધ અને સમુદ્રથી વિશાળ હોય છે. તેમના બાહ્ય જીવનની વિગતો અને ઘટનાક્રમને પેલે પાર એક અપૂર્ણ આંતરજીવન વહેતું હોય છે, પરંતુ આપણી દષ્ટિ માત્ર એમના જીવનના પ્રસંગો અને મહત્ત્વપૂર્ણ પ્રસંગો પર જ કેન્દ્રિત થાય છે. બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો જૈન સ્તોત્રના નવસ્મરણમાં સાતમું સ્મરણ મહાપ્રભાવક ‘ભક્તામર સ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. “પઢાવલી સમુચ્ચય'માં આપેલી પઢાવલીઓમાં શ્રી મહાવીરસ્વામીની વીસમી પાટે શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ છે. શ્રી માનતુંગસૂરિનું ગૃહસ્થજીવન અને દીક્ષા પર્યાય સંબંધી વિશેષ વિગતો સૌથી પહેલાં લગભગ ઇ.સ. ૧૨૭૭માં રચાયેલા ‘પ્રભાવક ચરિત'માં મળે છે. તેમાં કહ્યું છે કે વારાણસી નગરીમાં હર્ષદેવ નામનો રાજા હતો. તે નગરીમાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામનો શ્રેષ્ઠી તેની પત્ની સાથે રહેતો હતો. તેમને માનતુંગ નામનો પુત્ર હતો. તેણે વૈરાગ્ય પામી ચાકીર્તિ નામના દિગમ્બરાચાર્ય પાસે દીક્ષા લીધી અને મહાકીર્તિ નામ ધારણ કર્યું. તેમના કમંડળમાં નિરંતર જળ ભરી રાખવાથી સંમૂર્ણિમ પોરા ઉત્પન્ન થયેલા જણાયા. તેમની બહેને આ વસ્તુ તરફ તેમનું ધ્યાન દોર્યું અને “વ્રતમાં દયા એ જ સાર છે'' ઇત્યાદિ ધર્મવચનો કહી તેમને શ્વેતામ્બર મતની દીક્ષા ગ્રહણ કરવા અનુરોધ કર્યો, એટલે ભવભીરુ એવા માનતુંગે શ્રી જિનસિંહ નામના શ્વેતામ્બરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. સમયઃ ‘પ્રભાવક ચરિત’ અનુસાર રાજા હર્ષવર્ધન (સમય ઈ.સ. ૬૦૬થી ૬૪૭)ની રાજસભામાં પ્રતિસ્પર્ધક કવિ મયૂર દ્વારા ‘સૂર્યશતક સ્તવ' અને કવિ બાણ દ્વારા ‘ચંડિકાશતક સ્તવ'ની ચમત્કારપૂર્ણ રચનાને લઈને જેન અનુયાયી મંત્રી દ્વારા જૈન મુનિ પણ આવી શાસનપ્રભાવક ચમત્કારી રચનાઓ કરી શકે છે તેવું જાણી રાજાએ શ્રી માનતુંગસૂરિને રાજસભામાં બોલાવ્યા. સૂરિજીને જંજીરોથી બાંધીને એક ઓરડામાં બંદીવાન બનાવ્યા. આ બંધનઅવસ્થામાં સૂરિજીએ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કરીને તેના પ્રભાવથી એકએક શ્લોકની રચના સાથેસાથે જંજીરો તૂટવાનો ઉલ્લેખ મળે છે. પ્રબંધચૂર્ણિ, અવચૂર્ણિ, ચરિતો ઇત્યાદિ મહિમાપ્રેરક સાહિત્યમાં ઘટનાસ્થળ, ૪ – અને જૈન ધર્મ * * સમકાલીન રાજાઓ, સમકાલીન કવિઓ સંબંધિત ભિન્નભિન્ન માહિતી જોવા મળે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં શ્રી માનતુંગસૂરિ અને તેમની રચના ભક્તામર સ્તોત્ર વિષયક કથાઓ ૧૩મી સદીથી જોવા મળે છે. જ્યારે દિગંબર સંપ્રદાયમાં ૧૭મી સદીમાં આની શરૂઆત થયેલી જોવા મળે છે. રચનાઓ : તાંબર સંપ્રદાય અનુસાર માનતુંગસૂરિની ત્રણ રચનાઓ પ્રસિદ્ધ છે. તેમાંથી પ્રથમ બે રચનાઓ ‘ભત્તિબ્લર સ્તોત્ર’ અને ‘ભયહર સ્તોત્ર' પ્રાકૃત ભાષામાં અને ‘ભક્તામર સ્તોત્ર’ સંસ્કૃત ભાષામાં રચાયેલી કૃતિઓ છે. તાત્પર્ય કે શ્રી માનતુંગસૂરિ પ્રાકૃત અને સંત બંને ભાષાના મહાવિદ્વાન હતા એવું માનવું યથાયોગ્ય છે. દિગમ્બર પટ્ટાવલી જે ૧૭મી સદીમાં રચાયેલી છે તેમાં શ્રી માનતુંગસૂરિના નામે પાંચ રચનાઓ છે - (૧) ચિંતામણિ કલ્પ (૨) મણિક૫ (૩) ચારિત્રસાર (૪) ઉવસગ્ગહર સ્તોત્ર અને (૫) ભક્તામર સ્તોત્ર. વિન્ટર નિ એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર કલાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ એવું તેમને શ્રી માનતુંગસૂરિની ભાષા અને શૈલીના આધારે લાગે છે. જર્મન વિદ્વાન હર્મન યકોબીનો મત પણ તેમને ૭મી સદીમાં રાખવાનો છે. મયૂર ભટ્ટ અને બાણ ભટ્ટે પણ આ જ સમયમાં થયા હોવાનું સમર્થન કરે છે. સંપ્રદાય : પ્રાચીન વિદ્વાન આચાર્યો શ્રી માનતુંગસૂરિનો સંપ્રદાય કયો હતો તે નક્કી કરી શકતા નથી. પશ્નાવલીના આધારે પણ આ સ્થિતિનું ચોક્કસ સ્પષ્ટીકરણ મળતું નથી. ક્રિયાકલાપના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પહેલા તેને વેતામ્બર કહે છે અને પછી દિગમ્બર. પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્રસૂરિએ પ્રથમ દિગમ્બર અને પછી શ્વેતાંબર કહ્યા છે. મુનિ શ્રી કલ્યાણવિજયે ચંદ્રકુલની પાટપરંપરા આપી છે, પણ તેમાં સમયકાળમાં તફાવત જોવા મળે છે. અષ્ટમહાભય અને મહપ્રતિહાર્ય સંબંધિત શ્લોકો પણ તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હશે એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેથી માનતુંગસૂરિ શ્વેતામ્બર કે દિગમ્બર તે વિશે વિદ્વાનો એકમત જોવા મળતો નથી. રચના સમય અને સર્જનકથાઃ પ્રભાચંદ્ર રચિત “પ્રભાવકચરિત', મેરૂતુંગચાર્ય કૃત ‘પ્રબંધ ચિંતામણિ’, ગુણાકરસૂરિ રચિત ‘ભક્તામર સ્તોત્ર વૃત્તિ’, પુરાતન પ્રબોધ સંગ્રહ’, બ્રહ્મરાય મલ્લ રચિત ‘ભક્તામર વૃત્તિ', ભટ્ટારક વિશ્વભૂષણ રચિત ‘ભક્તામર ચરિત', ‘વીર વંશાવલી'માં વર્ણવવામાં આવેલી કથા અને શ્રાવક ભીમસેન માણેકે રજૂ કરેલી Page #42 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુતસંપદા અને જૈન ધર્મ ‘ભક્તામર સ્તોત્ર ઉત્પત્તિ’ની કથામાં રાજા-ઘટનાસ્થળ, સમકાલીન કવિઓ, તાળાં કે બંધનોને આધારે શ્લોકોની સંખ્યાવિશેષાના વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે, પરંતુ આ સર્વ વિદ્વાનો એક વાત સાથે સંમત થાય છે કે ‘ભક્તામર સ્તોત્ર’ની રચના શ્રી માનતુંગસૂરિએ બંધનાવસ્થામાં કરી હતી અને તેમના પર કારાવાસનું જે સંકટ હતું તેમાંથી મુક્ત થયા હતા. કાવ્યત્વ : શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના માટે વસંતતિલકા છંદને પસંદ કર્યો છે. તેનું અપરનામ મધુમાધવી છે. તે શકવરી જાતિનો છંદ છે. શકવરી એટલે બળવાન બળદ – ‘ઋષભ’. શ્રી આદિનાથ ભગવાનનું લાંછન પણ ઋષભ છે. અન્ય એક કારણ એ પણ હોઈ શકે કે આ છંદના ચૌદ અક્ષર છે. પૂર્વ પણ ચૌદ છે, અર્થાત્ ચૌદ પૂર્વના સારરૂપ આ છદંની પસંદગી તેમણે કરી હોઈ, ભક્તામર સ્તોત્રમાં શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર એમ ત્રણે પ્રકારના અલંકારોથી વસંતતિલકા છંદમાં અલંકૃત થયેલું જોવા મળે છે. પ્રભાવક કથાઓ ઃ શ્રી ભક્તામર સ્તોત્રની સૌથી પ્રાચીન કથા ઈ.સ. ૧૩૭૦માં શ્રી ગુણાકરસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર વૃત્તિ’માં લખી છે. તેમણે ૨૮ પ્રભાવક કથાઓ લખી છે. આ કથાઓમાં ભક્તામર સ્તોત્રના શ્લોકોનું માહાત્મ્ય દર્શાવે છે કે, આ પ્રત્યેક શ્લોક મંત્રસમાન છે અને તેનું સ્મરણમાત્ર આવી પડેલી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર-તંત્ર અને અષ્ટકો ઃ ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર છે. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર જેવા નાનકડા સ્તોત્રમાં સંસ્કૃત સાહિત્યના અનેક તાંત્રિક ગ્રંથોનો સાર આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉપનિષદના ૐથી લઈને શક્તિપૂજાના ચંડીપાઠના ‘ૐ એ હીંક્લીં' આદિ મંત્રશક્તિશાળા મંત્રબીજોનો ઉપયોગ તેઓએ કર્યો છે. આ દરેક મંત્ર પર યંત્રો રચાયાં છે અને તેના પર રચાયેલાં તંત્રોની રચના પણ વિવિધ પ્રકારની જોવા મળે છે. ગુણાકરસૂરિની વૃત્તિમાં આપેલા મંત્રાખ્યાનોની સંખ્યા ૨૮ની છે. મંત્રની સામે ઋદ્ધિ મંત્ર પણ આપવામાં આવ્યો છે. આ સ્તોત્રમાં વિદ્યાષ્ટક અને ભયાષ્ટ એમ બે પ્રકારનાં અષ્ટકો સમાયેલાં છે. આ સ્તોત્ર પર જેટલાં મંત્ર-યંત્ર-તંત્ર રચાયેલાં છે એટલાં કદાચ અન્ય કોઈ સ્તોત્ર પર નહીં રચાયાં હોય તેવું વિદ્વાનોનું માનવું છે. દરેકેદરેક શબ્દ, અક્ષર બીજમંત્રસમાન છે, ગ્રહોને લગતા મંત્રો પણ આ સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગુંથાયેલા છે. વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ભક્તામર સ્તોત્રને લગતું સાહિત્ય વિશાળ પ્રમાણમાં ૮૧ અને જૈન ધર્મ D મળી આવે છે. આ સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારનું છે : (૧) વૃત્તિરૂપ (૨) પાદપૂર્તિરૂપ. શ્વેતાંબરોમાં વૃત્તિરૂપ સાહિત્યની સંખ્યા ૨૪ની છે, તેમાં વૃત્તિ, અવસૂરિ, બાલાવબોધ ઇત્યાદિ છે. દિગમ્બરોમાં પણ મળી આવતી વૃત્તિઓની સંખ્યા ૧૦ જેટલી છે. પાદપૂર્તિરૂપ કાવ્યોની સંખ્યા ૨૩ જેટલી છે. પદ્યસંખ્યા : ભક્તામર સ્તોત્રની પઘસંખ્યા વિશે વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. શ્વેતાંબરોની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૪ની છે. દિગમ્બરોના મતે શ્લોકો ૪૮ છે. શ્લોકવિષયક મતમતાંતરો હોવા છતાં બંને સંપ્રદાય ભક્તામર સ્તોત્રમાન્ય છે. દિગમ્બરોમાં જે ચાર અતિરિક્ત પદ્યો છે તેમાં પ્રયોજવામાં આવેલા અલંકારો-ઉપમા-ઉપમેય, શબ્દાલંકાર ઇત્યાદિના મૂળ સ્તોત્રના ૪૪ પદ્યોમાં પ્રયોજવામાં આવેલા સાથે સુમેળ બેસતો નથી. આ ચાર પદ્યોના પ્રાસો કંઈક જુદા જ પ્રકારના જણાય છે. આથી મૂળકર્તાની રચનાની તુલનામાં આ પઘો ઊતરતી કક્ષાના સાબિત થાય છે તેવું વિદ્વાનોનું માનવું છે. જે પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે તેમાં કોઈક અપવાદ સિવાય મોટા ભાગનાં કાવ્યો ૪૪ પદ્યવાળાં જ છે. સૌથી પ્રાચીન વૃત્તિ શ્રી ગુણાકરસૂરિ દ્વારા રચાયેલી છે તે પણ ૪૪ પદ્યો પર જ રચાયેલી છે. બાહ્ય જીવનની વિગતોને પેલે પાર રહેલા આચાર્ય શ્રી માનતુંગસૂરિના આંતરજીવનની ઓળખ મેળવવાનો પ્રયાસ કરીએ તો પહેલો વિચાર એ આવે છે કે, ભક્તામર સ્તોત્રની સાધનાનું કેન્દ્ર શું છે ? સામાન્ય દૃષ્ટિએ આપણને એમ લાગે છે કે અહીં તો જુદાજુદા ભયને દૂર કરીને અભય પામવાની વાત કરવામાં આવી છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ભક્તામર સ્તોત્રને ભયહર સ્તોત્ર કહેવામાં આવે છે, પરંતુ અહીં આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ અભયની નહીં, પણ એનાથી ઊંચા શિખરે આવેલા અપ્રમાદની વાત કરી છે. એ અપ્રમાદ એટલે ક્ષણેક્ષણની જાગૃતિ. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, જે જાગે છે તે સાધુ છે, જે ઊંઘે છે તે અસાધુ છે. આ જાગૃતિની વાત છે. ભક્તામર સ્તોત્ર એ ભયમુક્તિ કરતાં પણ વિશેષ અપ્રમત્તતાની સાધના છે. જો વ્યક્તિ અપ્રમત્ત બની જાય તો પછી તેઓ માત્ર આઠ ભયથી જ નહીં, પરંતુ તમામ પ્રકારના ભયોમાંથી મુક્તિ મેળવી શકે છે. બીજી બાબત એ છે કે, ભક્તામર સ્તોત્રમાં ભાવોની જાગૃતિ માટે માત્ર શબ્દોનું જ્ઞાન પૂરતું નથી, અર્થની ઓળખ પર્યાપ્ત નથી. એના માટે તો સૌથી વધુ એકાત્મતા જોઈએ, એકલીનતા જોઈએ. આ સ્તોત્ર એક વાતાવરણ રચે છે. એના શબ્દોનું સંગીત, ૮૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે શ્રુતસંપદા અને જૈન ધર્મ Dી છી છી જ એના અર્થની પ્રગભતા અને એના ભાવોનું માધુર્ય એક એવું વાતાવરણ રચે છે કે જે સાધકને પ્રભુભક્તિમાં એકલીન થઈ ઇજન (આમંત્રણ) આપે છે. આમ માત્ર મંત્રના શબ્દો જાણવા પૂરતા નથી, અર્થો જાણે તોપણ કામ ન સરે, એનું મનન કરવું પણ પર્યાપ્ત નથી, પરંતુ ચિત્તમાં એક વાતાવરણ સર્જીને તેમાં એકરૂપ બનવાનું છે. આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આ ભક્તામર સ્તોત્ર દ્વારા સાધકની કે મુમુક્ષુના ચિત્તની એકલીનતાનું સ્મરણ કર્યું છે. આથી આ સ્તુતિમાં જુદાજુદા ભયની વાત કરે છે. એ ભયને દૂર કરવા માટે આ સ્તોત્ર નથી. હાથીનો ભય, સિંહનો ભય, દાવાનળનો ભય, સર્પનો ભય, સંગ્રામ ભય, જલોદરનો ભય અને બંધનથી ઉત્પન્ન થયેલો ભય જેવા આઠ ભયોની વાત શબ્દોમાં કરી છે, પરંતુ એ દ્વારા એમણે એ સૂચિત કર્યું છે કે, ગમે તેવો ભય હોય તો પણ તમારી પાસે ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિથી જાગેલો એવો અભય હોય તો ભય તેમને સ્પર્શી શકે જ નહીં. આ મહામંત્રની બીજી શક્તિ પ્રબળ આત્મવિશ્વાસ જગાવે છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, ‘તું જ તારો ભાગ્યવિધાતા છે.' માણસ ભયગ્રસ્ત છે, વ્યથિત છે, શંકા- સંદેહ અને દ્વિધાના કિલ્લામાં કેદ થયેલો છે. ત્યારે ભક્તામર સ્તોત્ર એ માણસના મનની લેબૉરેટરીમાં પ્રચંડ આત્મવિશ્વાસ જગાડે છે. આસ્થા પર નજર ઠેરવીને, ચિત્તની ભાવના રાખીને, હૃદયમાં શ્રદ્ધા રોપીને અને મનોબળ જગાડીને આત્મવિશ્વાસ પ્રગટ કરવાની વાત કરે છે. એકવાર આત્મવિશ્વાતજયોત પ્રગટ્યા પછી માણસ હિમાલયને ડગાવી શકે છે. એ જ આત્મવિશ્વાસ. આચાર્ય શ્રી માનતુંગસૂરિજીની નજર અપ્રમાદ પર છે, અપ્રમત્તતા પર છે. આથી એમની આંતરભાવનાનું આ ચિત્ર આપણી આંખોના રંગથી, ભાવની રેખાથી અને અંતઃકરણનાં સંચાલનોથી દોરીએ તો ખયાલ આવશે કે આ સ્તોત્ર એ આત્માને પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરનાર સ્તોત્ર છે. જગતની બધી બેડીઓ આપોઆપ તૂટી જાય છે, ભવનું ચક્ર, સમસ્યાનું ચક્ર, ભવભ્રમણના ફેરા નષ્ટ થઈ જાય તેવું ઔષધ ભક્તામર સ્તોત્ર દ્વારા આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આપ્યું છે. તેથી જ આ સ્તોત્ર અત્યંત પ્રસિદ્ધ, પ્રચલિત અને પ્રભાવક સ્તોત્ર છે, જે જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. પ્રખર દર્શનશાસ્ત્રી હરિભદ્ર ચિત્રકૂટ મહારાજાના દરબારમાં પુરોહિતે ગૌરવવંત પદ શોભાવતા હતા. છતાં તેમનામાં બાળક જેવી સરળતાપૂર્વકનું વ્યક્તિત્વ મોટામોટા વિદ્વાનોને વ્યાકુળ કરી દેતું હતું. પુરોહિત હરિભદ્રમાં બાળસહજ જિજ્ઞાસા, કુતૂહલવૃત્તિ અને નવું જાણવાની ધગશ હતી. વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો e k _ અને જૈન ધર્મ છે સ્વાભાવિક રીતે હરિભદ્રને મળ્યો હતો. આ કારણે જૈન શાસ્ત્રો, જૈન દર્શન પ્રત્યે તેમને અરુચિભાવ હતો. એકવાર મધ્યાહુનના સમયે હરિભદ્રને રાજસભામાં જવાનું થયું. રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ભયગ્રસ્ત થયેલા લોકોનો આવાજ સાંભળ્યો, ‘ભાગો-દોડો.... પાગલ હાથી પાછળ આવી રહ્યો છે'. હરિભદ્રએ પાછળ ફરીને જોયું તો તેમને લાગ્યું કે સાક્ષાત યમરૂપે મદોન્મત્ત હાથ છે. તેની સમક્ષ જે કંઈ આવતું તેને ખેદાનમેદાન કરી ભયાનક ગર્જના કરતો દોડતો આવી રહ્યો હતો. હરિભદ્ર આકુળવ્યાકુળ બની ગયા. કરે તો શું કરે ? રસ્તો સાંકડો હતો, આગળ વધવું મુશ્કેલ હતું, તેથી દોડીને એક મકાનમાં ઘૂસી ગયા. મકાનમાં પ્રવેશીને જોયું તો સુંદર નયનરમ્ય જિનાલય હતું. તેમાં જિનેશ્વર પરમાત્માની અલૌકિક પ્રતિમા બિરાજમાન હતી, પરંતુ વંશપરંપરાગત સંસ્કારોને કારણે હૃદયમાં જૈન ધર્મ-દર્શન પ્રત્યે અરુચિ હતી. તેથી શ્રી વીતરાગ પરમાત્માના દર્શન કરતાં તેમનાં દિલમાં સદ્ભાવ જાગ્યો નહીં, પરંતુ મજાકના સ્વરમાં પ્રભુની સ્તુતિ કરી કે, ‘વપુરેવ તવાચક્ટ સ્પષ્ટ મિષ્ટાન ભોજનમ્ વાહ! તારું શરીર જ બતાવે છે કે તું મિષ્ટાન્ન ખાય છે.” હાથીનો ઉપદ્રવ શાંત થતાં જ ભય દૂર થયો અને હરિભદ્ર પોતાના સ્થાને જતા રહ્યા. તેઓને હંમેશાં એવું લાગતું હતું કે, આ જગતમાં ઘણુંબધું જાણવા જેવું છે. જ્ઞાનગર્વિષ્ઠ હોવા છતાં નવું માણવાની જિજ્ઞાસા પણ હતી. નવું જાણવું અને સમજણમાં ન આવે તો સમજાવનારનાં ચરણોમાં નમી જવું એવી અપૂર્વ સહૃદયતા તેમનામાં હતી. પંડિત હરિભદ્ર એકવાર સંધ્યાકાળે રાજસભામાંથી કાર્ય પૂર્ણ કરી પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે એક મકાન પાસેથી પસાર થતા હતા, તેવામાં સ્ત્રીના મધુર કંઠે ગવાતા એક શ્લોક-ગાથાના શબ્દો તેમના કાનમાં પડ્યા. આ અપરિચિત શબ્દોને તેઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા - ચક્કી દુર્ગ હિરપણાં, પણ ચક્કીણ કેસો ચક્કી ! કેસવો ચક્કી કસવ દુ, ચક્કી કેસીએ ચક્કી !! પંડિત હરિભદ્રે પહેલાં ક્યારેય પણ આ શ્લોક સાંભળ્યો ન હતો. તેથી જિજ્ઞાસાવશ તેઓ મકાનમાં પ્રવેશ્યા જે જૈન સાધ્વીજીઓનો ઉપાશ્રય હતો. સાધ્વીજીઓ સ્વાધ્યાયમાં મગ્ન હતાં. તેમણે સાધ્વીજી મહારાજસાહેબાને પૂછ્યું કે, “માતાજી, આ ગાથામાં ચાકચીક શું છે ? કૃપા કરી આનો અર્થ સમજાવો.” ૮૩ - Page #44 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુતસંપદા અને જૈન ધર્મ એ પ્રૌઢ સાધ્વી યાકિની મહત્તરા હતાં. તેમણે ધીર-ગંભીર સ્વરૂપે જવાબ આપ્યો કે, “ભાઈ ! અમારી મર્યાદા છે કે રાત્રિના સમયે અમે કોઈ પુરુષ સાથે વાત ન કરી શકીએ. ઉપદેશ આપવાનું કાર્ય અમારા આચાર્યશ્રીનું છે. તેઓ તમને આ ગાથાનો અર્થ સમજાવશે.'' પંડિત હરિભદ્ર આચાર્ય શ્રી જિનભદ્રસૂરિ મહારાજસાહેબ પાસે વંદન કરીને બેઠા અત્યાર સુધી જૈન ધર્મથી દૂર રહેવાવાળાને સાધુતામાં રહેલી પવિત્રતા, વિદ્વત્તા તથા ઉદારતાનાં પ્રથમ વાર દર્શન થયાં. તેમનું બાળસહજ નિર્મળ હૃદય જૈન ધર્મના આદર્શો સામે નતમસ્તક થઈ ગયું આચાર્યશ્રીએ જૈન શાસ્ત્ર અનુસાર અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં આરાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવ્યું અને ગાથાનો અર્થ સમજાવતાં જણાવ્યું કે, એક અવસિર્પિણીમાં ક્રમાનુસારે બે ચક્રવર્તી પાંચ વાસુદેવ, પાંચ ચક્રવતી એક વાસુદેવ, એક ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી એક વાસુદેવ, બે ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી એવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં પણ બાર ચર્તી અને નવ વાસુદેવ થાય છે.'' જૈન સિદ્ધાંતોમાં કાળ-આરા આદિના આવા સુંદર, સુસંવાદી સ્વરૂપને સમજ્યા પછી પંડિત હરિભદ્રનું પોતાના જ્ઞાનગર્વનું ખંડન થઈ ગયું. તેમનામાં રહેલી બાળસહજ સરળતા જીતી ગઈ. તેમણે જૈન ધર્મના સિદ્ધાંતો જાણવાની પ્રતિજ્ઞા કરી. આચાર્યશ્રી પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. મિથ્યાત્વનો આંચળો દૂર થઈ જતાં જિનમંદરમાં શ્રી જિનેશ્વરદેવની ભવ્ય પ્રતિમા જોતાં ભાવપૂર્વક બોલી ઊઠ્યા, “વપુરેવ તવા ચરે વીતરાગતામ્’’. ‘‘હે પરમાત્મા ! આપની આકૃતિ કહી રહી છે કે આપ રાગ આદિ દોષોથી પર છો. આપ વીતરાગ દશાના સાક્ષાત્કાર સ્વરૂપ છો.’’ તેમણે આગમોનો અભ્યાસ કર્યો. જેમજેમ જૈન ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ શ્રી હરિભદ્રના અંતરમાં દિવ્યસૃષ્ટિનું તેજ દેદીપ્યમાન થવા લાગ્યું સંસારરૂપી ભવસમુદ્રનો પાર પામવા માટે એકમાત્ર જૈન ધર્મ જ સાચો અને સરળ ધર્મ છે તેવું તેમને સમજાઇ ગયું. તેથી જ તેમનું આંતરમન પોકારી ઊઠયું કે, જો જૈન ધર્મની પ્રાપ્તિ ન થઈ હોત તો જીવન કેવું હોત ?' શ્રી હિરભદ્ર ધર્મગ્રંથોની રચના કરવા લાગ્યા. તેઓ શ્રી હરિભદ્રમાંથી આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા, પરંતુ સર્વપ્રથમ જેમના સ્વરેથી જૈન ધર્મની પ્રથમ ગાથા સાંભળ હતી તે સાધ્વી યાકિની-મહત્તરાને પોતાની ધર્મમાતા તરીકે સ્થાપિત કર્યાં અને તેથી જ ૮૫ કરી અને જૈન ધર્મ તેઓ જૈન શાસનમાં યાકિની ધર્મસુરિ-ધર્મપુત્રના નામે પ્રસિદ્ધ થયા. સાધ્વીજી શ્રી યાકિની મહત્તરા-ધર્મસૂરિ ધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ જન શાસ્ત્રોના પરમનિષ્ણાત બન્યા પછી તેમણે શ્રી નંદીસૂત્ર, આવશ્યક સૂત્ર, અનુયોગ દ્વારસૂત્ર ઇત્યાદિ આગમો પર વિસ્તૃત ટીકાઓ રચેલી છે. લલિત વિસ્તારા નામની ચૈત્યવંદના સૂત્ર-વૃત્તિ, યોગબિંદુ, ધર્મબિંદુ, યોગવિંશિકા, પંચાશક, આદિ તેમના ગ્રંથો પ્રસિદ્ધ છે તથા પદ્દર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા, સમુચ્ચય ઇત્યાદિ દાર્શનિક ગ્રંથો રચેલા છે. તેમનું સાહિત્ય વિવિધતાસભર, મૌલિક અને ચિંતનાત્મક છે. એવું માનવામાં આવે છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી ૧૪૪૦ ગ્રંથોની રચના થઈ ચૂકી હતી, પરંતુ ચાર ગ્રંથોની રચના બાકી રહી હતી. તે વખતે તેમણે સંસારદાવાનળ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ હણાઈ ગઈ. તેથી બાકીનાં ત્રણ ચરણની રચના શ્રી સંઘે કરી. ત્યારથી ‘ઝંકારારાવ’ શબ્દથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચસ્તરે બોલાય છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત આ અંતિમ રચના ‘સંસારદાવાનળ’ સ્તુતિનું આપણે આચમન કરીએ. આ સૂત્રમાં ચાર સ્તુતિનો સમાવેશ થાય છે અને એમાં ચાર વંદના કરવામાં આવી છે. પ્રથમ સ્તુતિ પ્રથમ વંદના ઃ પ્રથમ સ્તુતિમાં સૂરિજીએ ઉપજાતિ છંદમાં રચના કરી છે. જલના છંટકાવથી દાવાનળનો અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ સંસારનો દાવાનળ જે છે તે દાહ સામાન્ય ઉપાયોથી શાંત થતો નથી. તે તો જ્યારે શ્રી વીતરાગ પરાત્માઓની દેશના કે તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતોનો આશ્રય લેવામાં આવે ત્યારે જ શાંત થાય છે. અહીં તેવું કાર્ય કરનાર તરીકે વર્તમાન ચોવીશીના ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીને વંદના કરવામાં આવી છે. તેમનો અનંતો ઉપકાર કદી ભૂલી શકાય તેવો નથી. આજે પણ તેમણે સ્થાપેલી ધર્મતીર્થ અનેકાનેક ભવ્યાત્માઓને ધર્મઆરાધનાની, પ્રભુની દેશનાના સારરૂપ અનેકવિધ સામગ્રી પૂરી પાડે છે તેથી પહેલી વંદના વીર પ્રભુને કરવામાં આવી છે. બીજી સ્તુતિ બીજી વંદના : બીજી સ્તુતિની રચના વસંતતિલકા છંદમાં સૂરિજીએ કરી છે. બીજી વંદના સર્વ જિનેશ્વરોને કરવામાં આવી છે. તેઓ અર્હમ્ હોવાથી દેવેન્દ્રો, નરેન્દ્રો અને દાનવેન્દ્રો તથા માનવીઓના સ્વામી વડે ભક્તિભાવપૂર્વક પૂજાય છે. જેના પ્રભાવથી તેમને નમન કરનારા લોકોનાં મનવાંછિત કાર્યો પૂર્ણ થાય છે, તે Page #45 -------------------------------------------------------------------------- ________________ DD DDO શ્રુતસંપદા અને જૈન ધર્મ® De પ્રભાવશાળી જિન-ચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. ત્રીજી સ્તુતિ ત્રીજી વંદના ઃ ત્રીજી સ્તુતિની રચના આચાર્યશ્રીજીએ મંદાકાંતા છંદમાં કરી છે. ત્રીજી વંદના શ્રુતજ્ઞાનને અર્થાત્ શ્રી મહાવીરસ્વામીની દેશનાના સંપુટરૂપ આગમોને કરવામાં આવી છે. આ આગમો અનેક રીતે સમુદ્રના સ્વરૂપને મળતો આવતો હોવાથી તેની સરખામણી સાગર સાથે કરવામાં આવી છે. જેમ સાગર ગંભીર હોય છે તેમ આગમો બોધથી ગંભીર છે. જેમ સાગર તેના ઊછળતાં મોજાંઓ વડે સુંદર હોય છે તેમ આગમો તેની પદરચનાઓ વડે સુંદર છે. જેમ સાગર ઘણો ઊંડો હોય છે તેમ આગમો જીવદયાના સિદ્ધાંતોને લીધે ઘણા જ ગહન છે. જેમ સાગરમાં મોટી ભરતી આવ્યા કરે છે તેમ આગમોમાં ચૂલિકારૂપી ભરતીઓ આવે છે. જેમ સાગર રત્નોથી ભરપૂર છે તેમ આગમો આલાપકોથી ભરભર છે. જેમ સાગરનો પાર પામવો મુશ્કેલ છે તેમ આગમોનો સંપૂર્ણ પાર પામવો, મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે. ચોથી સ્તુતિ ચોથી વંદના ઃ આ સ્તુતિની રચના આચાર્યશ્રીએ સ્રગ્ધરા છંદમાં કરી છે. ચોથી વંદના શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા એવી શ્રુતદેવીને કરવામાં આવી છે. આ શ્રુતદેવીનો નિવાસ સુંદર કમળ પર છે કે જેની સુગંધમાં મત્ત થયેલા ભમરાઓ ચોપાસ મધુર ગુંજારવ કરી રહેલા છે, જે રૂપલાવણ્યની અપ્રતિમ પ્રતિમા છે, જેના કંઠમાં દેદીપ્યમાન હાર શોભી રહેલો છે, જેના કરકમળમાં કમળ છે અને જેનો સમગ્ર દેહ બાર અંગરૂપ પાણીના સમૂહથી બનેલો છે તેવી આ દેવી પાસે એવું ઉત્તમ વરદાન માગવામાં આવ્યું છે કે જેને લીધે ભવનો આત્યંતિક વિરહ થાય, અર્થાત્ મોક્ષ સુખરૂપી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. શ્રાવિકાઓ દેવસી અને રાઈ પ્રતિક્રમણમાં ‘સંસાર દાવાનળ' સ્તુતિની પ્રથમ ત્રણ ગાથાનો ઉપયોગ કરે છે તથા સાધુઓ અષ્ટમીના દિવસે દેવસી પ્રતિક્રમણના દેવવંદનમાં આ સ્તુતિનો ઉપયોગ કરે છે. ચતુર્વિધ સંઘ, પક્ષી, ચૌમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સજ્ઝાયના સ્થાને ઉવસગ્ગહરં સ્તોત્ર સાથે આ સ્તુતિનો ઉપયોગ કરે છે. તે વખતે પ્રતિક્રમણમાં જે વડીલ હોય તે આ સ્તુતિની ત્રણ ગાથા તથા ચોથી ગાથાનું પ્રથમ ચરણ બોલે છે અને બાકીનાં ત્રણ ચરણો સકળ સંઘ મોટા સ્વરે બોલે છે. ‘ભવવિરહ’ શબ્દ યાકિની-મહત્તરાના ધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિજીની કૃઓિના અંતમાં સંકેતરૂપે વપરાયેલો જોવાય છે, તે રીતે જ અહીં તે વપરાયેલો છે. આ સ્તુતિ પર શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા બીજાઓએ સંસ્કૃતમાં ટીકાઓ રચેલી WO DI_ અને જૈન ધર્મ DHD છે તથા તેનાં પ્રત્યેક ચરણની પાદપૂર્તિ પણ કરેલી છે. શ્રી હરિદ્રસૂરિનું જૈન શ્રુતમાં અપૂર્વ યોગદાન છે. શ્રી હરિભદ્રસૂરિજીના ગ્રંથોની સૂચિ આગમ (૧) આવશ્યક સૂત્ર (૨) અનુયોગદ્વાર સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) પ્રજ્ઞાપના સૂત્ર (૫) નંદી સૂત્ર (૬) જીવાભિગમ સૂત્ર. પ્રકરણ : (૧) અનેકાન્તવાદ પ્રવેશઃ સટીકઃ (૨) અનેકાન્ત જયપતાકા સટીક (૩) અપ્રકરણ (શ્રી અભયદેવસૂરિ) (૪) ઉપદેશ ગ્રંથ (શ્રી મુનિ ચંદ્રસૂરિ) (૫) શાસ્ત્રવાર્તા સમુચ્ચય સટીક (૬) સમ્યક્ત્વ સપ્તપતિ (શ્રી સિંહતિલકસૂરિ) (૭) સમરાઇચ્ચકણા (પંડિત ભગવાનદાસ કૃત) (૮) લલિત વિસ્તારા (શ્રી મુનિચંદ્રસૂરિ) (૯) લલિત વિસ્તારા સટીક (૧૦) ધ્યાનશતમ્ (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ) (૧૧) જમ્બુદ્વીપ સકગ્રહણી (શ્રી પ્રભાનંદસૂરિ) (૧૨) પશ્વવસ્તુક ગ્રંથ સટીકઃ (૧૩) પશ્ચાશક (શ્રી અભયદેવસૂરિ) (૧૪) પંચસૂત્ર (ચિરન્તનાચાર્ય વિરચિત) (૧૫) પ્રશમરતિઃ (શ્રીમદ્ ઉમાસ્વાતિ) (૧૬) શ્રાવક પ્રજ્ઞપ્તિઃ સટીક (૧૭) શ્રાવકધર્મ પ્રશ્વાશક ચૂર્ણિ (શ્રી યશોદેવસૂરિ) (૧૮) શ્રાવક ધર્મવિધિઃ (શ્રી માનદેવસૂરિ) (૧૯) પદ્દર્શન સમુચ્ચય : (શ્રી ગુણરત્નસૂરિ) (૨૦) ષગ્દર્શન સમુચ્ચય : (શ્રી સોમતિલકસૂરિ) (૨૧) ષોડશક પ્રકરણમ્ (શ્રી યશોવિજય (૨૨) ષોડશક પ્રકરણમ્ (શ્રી યશોભદ્રસૂરિ) (૨૩) યોગશતકમ્ સટીકઃ (૨૪) યોગ વિંશિકા (શ્રી યશોવિજયજી) (૨૫) યોગબિન્દુ સટીકઃ (૨૬) યોગદ્યષ્ટિ સમુચ્ચય સટીકઃ (૨૭) હિંસાફલાષ્ટક સટીકઃ (૨૮) સર્વજ્ઞસિદ્ધિ સટીકઃ (૨૯) સંસારદાવાનળ સ્તુતિઃ (શ્રી જ્ઞાનવિમલસૂરિ) (૩૦) ધર્મબિન્દુ (શ્રી મુનિચંદ્રસૂરિ) (૩૧) ધર્મસંગ્રહણિઃ (શ્રી મલયગિરિસૂરિ) (૩૨) ન્યાયપ્રવેશ સૂત્ર પંજિકા (૫. પાર્શ્વદેવગણિ), (૩૩) ન્યાયપ્રવેશ સૂત્ર સટીકઃ (૩૪) જ્ઞાનપચ્ચક વિવરણમ્ (૩૫) બોટિક પ્રતિષેધ (૩૬) દ્વિજવનિ ચપેટા. શ્રી હરિભદ્રસૂરિજીના મૂલ ગ્રંથોની સૂચિઃ (૧) સંબોધ પ્રકરણમ્ મૂલ (૨) વિંશતિવિંશિકા (૩) લોકતત્ત્વ નિર્ણય મૂલ (૪) ધૂમાવલી મૂલ (૫) નાના ચિત્ત પ્રકરણમ્ મૂલ (૬) ધૂર્તમાન મૂલ )૭) જિનપ્રતિમા સ્તોત્રમ મૂલ (૮) સર્વશ્રી જિન સાધારણ સ્તવનમ્ મૂલ (૯) લગ્નશુદ્ધિ મૂલ. (જૈન ધર્મનાં અભ્યાસ રેખાબહેને ભક્તામર સ્તોત્ર પર Ph.D. કર્યું છે. ઋષભચરિત્ર સહિત તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ એક્યુપ્રેશર નિષ્ણાત છે). Page #46 -------------------------------------------------------------------------- ________________ કથાવિશ્વ અને જૈન ધર્મ - ડૉ. અભય દોશી વિશ્વસાહિત્યમાં કથાસાહિત્યનું મહત્ત્વ ઘણું મોટું છે. કથઓએ મનુષ્યવિશ્વની જિજ્ઞાસાને સંતોષી છે. સાથે જ ન્યાય, નીતિ અને સંસ્કારનો બોધ આપ્યો છે. પ્રાચીન કથાસાહિત્યમાં ધર્મ સાથે સંકળાયેલું કથાસાહિત્ય વ્યાપક છે. વૈદિક ધર્મમાં વેદ અને પુરાણની કથાઓ, જૈન ધર્મમાં આગમની કથાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ સુપ્રસિદ્ધ છે. એ જ રીતે યહૂદી ધર્મની જૂના કરારની કથાઓ, ખ્રિસ્તી ધર્મની ઈશુ ખ્રિસ્તના જીવન સાથે સંકળાયેલી તેમ જ અન્ય બાઇબલની કથાઓ સુપ્રસિદ્ધ છે. આ કથાઓ દ્વારા સાધુ-સંતોએ સદાચારી જીવન જીવવાની તેમ જ ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યોનો ઉપદેશ આપ્યો છે. જૈન કથાઓના સંદર્ભે જોઈએ તો આગમોમાં અTTઘધts વI (જ્ઞાતાધર્મકથા) જેવા આગમોમાં અનેક કથાઓનો અમૂલ્ય ખજાનો રહ્યો છે. એ ઉપરાંતના અન્ય આગમો આચારાંગ, ભગવતી આદિમાં પણ અનેક ચરિત્રો તેમ જ દૃષ્ટાંતકથાઓ ઉપલબ્ધ થાય છે. વસ્તુને સરળ કરવા, લોકોને બોધ પ્રાપ્ત થાય એ માટે આગમના રચયિતા મુનિઓએ અનેક દૃષ્ટાંતકથાઓ, લોકકથાઓ આદિને પોતાના સૂત્રપ્રવાહમાં વણીને જીવંત રાખી છે. મૂળ આગમો ઉપરાંત ચૂર્તી અને ટીકાઓમાં પણ અનેક કથાઓ ઉપલબ્ધ થાય છે. | જૈન કથાઓનો આ આગમિક સ્રોત ઉપરાંત તીર્થકરો તેમ જ શલાકાપુરષોનાં ચરિત્રોનો વિપુલ સંચય દૃષ્ટિવાદ નામના અંગના ગંડિકામાં થયો હતો. કાળક્રમે આ દૃષ્ટિવાદ પૂર્વવિચ્છેદ પામતાં આ શલાકાપુરુષ ચરિત્રો ‘ચઉપન્ન મહાપુરુષચરિયન’, ‘મહાપુરાણ’, ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર' જેવા ગ્રંથોમાં કાંઈક અંશે ફેરફાર સાથે સચવાયો. | તીર્થંકરચરિત્રોમાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના અનેક ભવોની કથાઓ ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત ચંદ્રપ્રભસ્વામી અને મુનિસુવ્રતસ્વામીની કથાઓ પણ ક્યાંક અનુક્રમે નવ અને સાત ભવવાળી ઉપલબ્ધ થાય છે. શ્રી મલ્લિનાથ પ્રભુની કથા જ્ઞાતાધર્મકથાગમાં વિશિષ્ટ પ્રસંગોના આલેખનથી સભર ઉપલબ્ધ થાય છે. બાકીના ૧૬ તીર્થંકરોના ત્રણ #2982 – અને જૈન ધર્મ 922 ભવની કથાઓ મુખ્ય માળખાને વશવર્તી-વિશિષ્ટ ઘટનાઓના ઉલ્લેખોથી રહિત ઉપલબ્ધ થાય છે. શ્રી આદિનાથ (ઋષભદેવ) ધર્મના આદિકારી તેમ જ રાજ્યાવસ્થાના પણ અધિકારી હોવાથી તેમનું સુવિસ્તૃત ચરિત્ર તેમ જ તેમના ૧૦૦ પુત્ર અને બે પુત્રીઓનાં જીવનના મહત્ત્વપૂર્ણ પ્રસંગો આ કથામાં સુંદર રીતે સંકલિત થયેલા જોવા મળે છે. ઋષભદેવ ભગવાનના ૧૩ ભવની કથાઓમાં દાનધર્મનો મહિમા તેમ જ પ્રભુનો અન્યને સહાય કરવાના વિરલ ગુણનું આલેખન આપણા ચિત્તને પરમશાંતિ આપનાર બને છે. મહાપુરાણનો પ્રારંભિક ભાગ જે ‘આદિપુરાણ' નામે પ્રસિદ્ધ છે તે “આદિનાથચરિત્ર'ને વર્ણવે છે. શ્વેતાંબર-દિગંબર પરંપરાના અનેક આચાર્યોએ શ્રી આદિનાથચરિત્ર વિસ્તારથી, રસભરી રીતે વર્ણવ્યું છે. ભાગવતમાં પણ આ ઋષભદેવચરિત્ર થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે. ૧૬મા શાંતિનાથના બાર ભવની કથાઓ ઉપબ્ધ થાય છે. આ કથાઓમાં ન્યાય, નીતિ અને શાંતિ-સમાધાનના સંસ્કાર બાર ભવમાં કઈ રીતે વિકસ્યા તેની મનહરકથા છે. આ શાંતિનાથચરિત્ર પણ એક યુગમાં ખાસ્સે સુપ્રસિદ્ધ હતું. તેની વિવિધ કૃતિઓ દ્વારા લખાયેલી હસ્તપ્રતોની એક સચિત્ર હસ્તપ્રત શ્રી લા. દ. વિદ્યામંદિમાં સચવાઈ છે અને યુનેસ્કો' દ્વારા ‘વર્લ્ડ ટ્રેઝર'માં સન્માનિત સ્થાન પામ્યું છે, પૌર્ણિમા ગચ્છના અજિતપ્રભસૂરિએ સ. ૧૩૦૭માં શાંતિનાથચરિત્ર રચ્યું છે તે જ રીતે માણિજ્યચન્દ્રસૂરિએ પણ ૫૫૭૪ શ્લોકપ્રમાણ શાંતિનાથચરિત્ર રચ્યું. છે. દક્ષિણ ભારતમાં દિગંબર પરંપરામાં રચાયેલ ‘શાંતિપુરાણ'ની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ થાય છે. - ૨૨મા નેમિનાથનું ચારિત્ર અનેક કલમો દ્વારા સુમધુર રીતે આલેખાયું છે. નેમ-રાજુલનો વિયોગ અને દીક્ષા બાદ પુનઃ આધ્યાત્મિક મિલનની આ કથા કવિઓ માટે ખાસ્સા આકર્ષણનો વિષય રહી છે. કીર્તિરાજ ઉપાધ્યાય (પાછળથી કીર્તિરત્નસૂરિ)નું સં. ૧૪૯૫માં રચાયેલું ૧૨ સર્ગ અને ૭૦૩ શ્લોકવાળું કાવ્ય પણ અત્યંત મનોહારી છે. એ જ રીતે ગુણવિજયગણિ કૃત ‘નેમિનાથચરિત્ર' પણ નોંધપાત્ર છે. બ્રહ્મ નામિ દિગંબર-પરંપરાના કવિએ પણ ‘નેમિનાથ મહાકાવ્ય’ રચ્યું છે. ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને વર્ણવતાં ૨૫થી વધુ કાવ્યો મળે છે. આ કાવ્યોમાં પાર્શ્વનાથ ભગવાને વિવિધ ભવમાં દાખલ ક્ષમા અને સમાધિનો મહિમા કરવામાં આવ્યો છે. ૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી લોકપ્રસિદ્ધ કથાઓને થોડા ફેરફાર સાથે અથવા યથાતથ સાચવીને એ મનોરંજકરોચક કથાઓના માધ્યમથી જૈન ધર્મનો બોધ પ્રજા સુધી પહોંચાડ્યા છે. ગુણાઢય કૃત ‘બૃહક્કથા’ એ લોકકથાનો ખૂબ મોટો ભંડાર ગણી શકાય. કાળના પ્રભાવે ગુણાઢચ કૃત ‘બૃહસ્થા’ લુપ્ત થઈ, પરંતુ તેનાં સંસ્કૃત રૂપાંતરો સચવાયાં. સંઘદાસગણિએ ‘વસુદેવ હિંડી’માં વસુદેવનું પરિભ્રમણ તેમ જ પત્ની પ્રાપ્તિ નિમિત્તે અનેક ચમત્કારી લોકકથાઓનો સંગ્રહ આ કથાનકમાં કર્યો. સંઘદાસગણિ બાદ સમયાંતરે ધર્મદાસગણિએ પણ “મઝિમ વસુદેવ હિંડી'માં લોકકથાઓનો સંગ્રહ કર્યો. 0 શ્રુતસંપદા અને જૈન ધર્મ છે વાદીરાજ સૂરિ નામે દ્રવિડ સંઘના આચાર્યે શક સં. ૯૪૭માં વિસ્તારથી પાર્શ્વનાથચરિત્રની રચના કરી છે. માણિજ્યચન્દ્રસૂરિ રચિત પાર્શ્વનાથચરિત્ર અપ્રસિદ્ધ છે. સં. ૧૨૭૬માં આ કાવ્યની રચના થઈ છે. એ જ રીતે સં. ૧૪૧૨માં પાટણ નગરમાં ભાવદેવસૂરિએ પાર્શ્વનાથચરિત્ર આલેખ્યું છે. અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીનું ‘સન્મતિચરિત્ર' નામે ૧૮ સર્ગવાળું ચરિત્ર ઉપલબ્ધ થાય છે. એ ઉપરાંત સકલકીર્તિ, પદ્મનન્દી, કેશવ અને વાણીલ્લભ આદિ કવિઓએ ચરિત્રો રચ્યાં છે. ચોવીસ તીર્થકરોનાં ચરિત્રો ઉપરાંત અન્ય શલાકાપુરુષો ભરત, સનસ્કુમાર, સુભૌમ, કૃષ્ણ, રામ પર સ્વતંત્ર ચરિત્રો રચાયાં છે. ભરતનું ચરિત્ર ઋષભદેવના ચરિત્ર સાથે સંલગ્ન થાય છે, એ જ રીતે સગર ચક્રવર્તીનું ચરિત્ર અજિતનાથચરિત્ર સાથે સંલગ્ન થાય છે. આ ચરિત્ર પૌરાણિક સગરચરિત્ર અને ગંગાવતરણની કથા સાથે ઘણા અંશે સામ્ય ધરાવે છે. એ જ રીતે માવા, સનસ્કુમાર આદિ ચક્રવર્તીનાં નામે વૈદિક જૈન પરંપરામાં સમાન રીતે ઉપલબ્ધ છે. પદ્મમિત્ર ચક્રવર્તીના શાસનકાળમાં વિષ્ણુકુમારમુનિ દ્વારા નમુવિના મસ્તકે પગ મૂકવાની ઘટનાનું બલિ અને વામનાવતાર સાથેનું સામ્ય સહજે સ્મરણે ચઢે તેવું છે. નવ વાસુદેવોમાં ત્રિપૃષ્ટચરિત્ર પ્રભુ મહાવીર સાથે સંકળાયેલ છે. આઠમા બળદેવ-વાસુદેવ, લક્ષ્મણ-રામની કથામાં ‘રામાયણ’ તેમ જ નવમા બળદેવવાસુદેવ, બલરામ-શ્રીકૃષ્ણની કથામાં જૈન મહાભારત કથાનું અનુસંધાન જોઈ શકાય છે. જૈન કથાઓના વિશાળ ભંડારમાં તીર્થકરો અને ચક્રવર્તી, વાસુદેવ આદિ શલાકાપુરુષ ઉપરાંત અનેક તપસ્વી, વિદ્યાવંત, તેજસ્વી મહાપુરુષોનાં ચરિત્રો પણ આલેખાયાં છે. અભયકુમાર, ધન્ના, શાલિભદ્ર, કવન્ના, સુદર્શન શેઠ, અર્જુનમાળી, ચંદનબાળા, શ્રેણિક રાજા, ઉદાયિરાજા, ચંડપ્રદ્યોત, મૃગાવતી, જયંત, સુલસા આદિ અનેક મહાપુરુષો, મહાસતીઓનાં ચરિત્રો રોચક રીતે લખાયાં છે. એ જ રીતે ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, કાલિકાચાર્ય, હેમચંદ્રાચાર્ય આદિ આચાર્યો તેમ જ વસ્તુપાળતેજપાળ, વિમલમંત્રી, જગડુશાહ આદિ પ્રભાવશાળી પુરુષોની કથા આલેખાઈ છે. આ આગમિક અથવા પ્રાચીન કથાઓ ઉપરાંત જૈન કવિઓ દ્વારા લોકકથા, બોધકથા, પ્રાણીકથા, દૃષ્ટાંતકથા આદિના વિશાળ ભંડારોનું પોતાની કૃતિઓમાં યોગ્ય રીતે સંરક્ષણ થયું છે તેની માત્રા ઘણી મોટી છે. આ કવિઓ-કથાકારોએ અનેક ' લોકકથાઓના ભંડારને સંરક્ષિત કરવાનું કામ વસુદેવચરિત્રના માધ્યમથી થયું, તેવું જ બીજું મહત્ત્વનું કાર્ય ‘વિક્રમચરિત્ર'ના માધ્યમથી પણ મધ્યકાળના કવિઓએ કર્યું. પરદુઃખભંજન વિક્રમના જીવનની આસપાસ અનેક કથાઓનાં ચક્રો કાળાંતરે જોડાતાં ગયાં. સિંહાસન બત્રીસી, વિક્રમ અને વૈતાલ, વિક્રમ અને શનૈશ્વર, વિક્રમચરિત્ર, પંચદંડકથા આદિ સુપ્રસિદ્ધ છે. આ કથાઓમાં અનેક જૈન કવિઓએ રચના કરી. મલયચંદ્ર કૃત ‘સિંહાસન બત્રીસી’ અન્ય કવિઓ કૃત ‘વેતાલ પચીસી', ‘પંચદંડની વાર્તા', વિક્રમ શનૈશ્વરની વાર્તાઓ', ‘વિક્રમચરિત્ર’ આદિ સુપ્રસિદ્ધ છે. આ કથાભંડારોમાં અનેક કથાઘટકો ધરાવતી લોકકથાઓ સચવાઈ. સાવકી માતા દ્વારા દીકરા પર મુકાતું કલંક, ભાગ્યોદય માટે ઘર છોડતો દીકરો, રાક્ષસ દ્વારા અંજનના માધ્યમથી સ્ત્રીને બિલાડી કે ઊંટડી બનાવવી, આકાશગામિની વિદ્યા દ્વારા અન્ય દેશમાં જવું, અંજનના પ્રયોગથી અદશ્ય થવું, મંત્રેલા દોરાથી કૂકડો કે પોપટ બનાવવો (ચંદરાજાની કથા), પૂર્વભવનું જાતિસ્મરણ, પૂર્વભવની પ્રેમિકા સાથે મિલન (રાજસિંહ-રત્નવતી કથા), પુરુષષી રાજકુમારી, મનુષ્યનું પાષાણમૂર્તિમાં પરિવર્તન (ચિત્રસેન-પદ્માવતી કથા), સ્ત્રીના મસ્તક પર બગીચો (આરામશોભા રાસ) આદિ અનેક કથાઘટકો ઉપલબ્ધ થાય છે. આ કથાઘટકોની સમૃદ્ધિને લીધે પ્રારંભમાં એવું મનાતું રહ્યું હતું કે, ભારત લોકકથાનું પિયર છે. અત્યારે આ માન્યતા સંપૂર્ણપણે સ્વીકૃત નથી. એમ છતાં થોમ્પસનની બૃહદ્ સૂચિમાં સમાવિષ્ટ અનેકાનેક લોકકથાઘટકોનાં જૂનાં રૂપાંતરો આ જૈન કથાઓના ભંડારમાં ઉપલબ્ધ થાય છે. ‘આરામશોભા'ની લૌકિક કથા સમ્યક્ત્વનો મહિમા વર્ણવવા ‘દસલક્ષણ પર્વ‘માં આવતા ‘ધૂપદશની'ની કથારૂપે સુપ્રસિદ્ધ છે, એ જ રીતે શ્વેતાંબર પરંપરામાં પણ પ્રાચીનકાળથી આ કથા વિખ્યાત છે. શ્રી જયંત કોઠારીએ ૯૧ ૯૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ % % – અને જૈન ધર્મ * આ કથાઓમાં જૈન ધર્મે પ્રેરેલ અહિંસા-આદિ પચવ્રતો, ક્ષમા, નમ્રતા આદિ ઉત્તમ ગુણોનો મહિમા, દાન, શીલ, તપ, ભાવ આદિ ધર્મોનો પ્રભાવ આદિ અનેક પ્રકારના બોધોને લોકભોગ્ય રીતે વર્ણવવામાં આવેલ છે. આ કથાઓની વિશેષતાની નોંધ કરીએ તો, આ કથાઓમાં પાત્રોના અનેક ભાવોનું વર્ણન કરવામાં આવે છે. આ ભવચક્રના વર્ણન દ્વારા કર્મસિદ્ધાંત દઢ થાય છે. અંતે મનુષ્ય પોતાનાં શુભ કર્મો દ્વારા ઉચ્ચગતિ અને ઉત્તમ કુળ પામે છે, એ રીતે આ કથાઓ સમગ્ર મનુષ્યજાતિને ઉત્તમ આચરણની પ્રેરણા આપે છે. 1. Siri candppahsami cariyam- Ed. pt. Rupendra Kumar Pagariya Publisher - L. D. Institute of Indology, Ahmedabad - 9. 2. Munisuvratsvami carita - Ed. Pt. Rupendra Kumar Pagariya Publisher - L. D. Institute of Indology, Ahmedabad - 9. જ®®® શ્રુતસંપદા અને જૈન ધર્મ છge માતા પોતાની સાવકી દીકરીને પીડા આપે, પરંતુ કોઈ દિવ્યતત્ત્વ રક્ષણ આપે એ કથાઘટક (વિશ્વપ્રસિદ્ધ સિલાનું કથાઘટક)ના મૂળ ‘આરામશોભા કથામાં જુએ છે. અને એ ‘આરામશોભા કથા’ને ભારતીય પરંપરાની અનુપમ સંપત્તિ તરીકે ઓળખાવે છે. એ જ રીતે નંદીષેણ અને સંચાનકની કથામાં જૂનું કથાઘટક ઉપલબ્ધ થાય છે. શ્રી હરિવલ્લભ ભાયાણીએ ‘રત્નચૂડાસ'નું સંપાદન કર્યું અને તેમાં રહેલા ‘કટાહ' આદિ દ્વીપની ઓળખાણ ‘જાવા’ સાથે કરાવી. તેમણે ‘લોકકથાનાં કુળ અને મૂળ’ પુસ્તકમાં અનેક લોકકથાઓના પ્રાચીન જૈન-બૌદ્ધ રૂપાંતરો દર્શાવ્યાં. શ્રી બ. ક. ઠાકોરે અદભુત - ચમત્કારપ્રધાન કથાવાળા *અંબડ રાસ'નું સંપાદન કર્યું. એ જ રીતે અજકુમાર, સુરસુંદરી આદિની કથાઓમાં આવી અનેક ચમત્કારપૂર્ણ લોકકથાઓ અને તેનાં કથાઘટકો સચવાયેલા જોવા મળે છે. ‘હરિબલ'ની ચમત્કારપૂર્ણ કથામાં અહિંસાધર્મનો મહિમા જોવા મળે છે. માછીમારે લીધેલી નાનકડી પ્રાણરક્ષણની પ્રતિજ્ઞાનું પાલન કેવું ઉત્તમ ફળ આપનારી બને છે, તે આ કથામાં જોવા મળે છે. જૈન કથાઓનો એક ત્રીજો પ્રકાર ‘રૂપકગ્રંથિ' પ્રકારની રચના છે. આ રચનાઓમાં દસમી સદીમાં થયેલ પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધર્ષિની ‘ઉપમિતિ ભગપ્રપંચા કથા’ સુપ્રસિદ્ધ છે. આ કથામાં આ જૈનાચાર્યો સંસારને મહાનગરનું રૂપક આપી તેમાં ભટકતા આત્માની સ્થિતિનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. નિપૂણ્યક ભિખારી (આત્મા) સુસ્થિત રાજા (તીર્થંકરદેવ)ની સહાય મેળવી કેવી રીતે પોતાના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે તેનું આલેખન કર્યું છે. આ રૂપકાત્મક શૈલીનો પ્રભાવ ઝીલી હરિદેવક વિએ ‘નદન-પરાજય' નામની કૃતિ રચી છે. વળી ‘ભુવનભાનુ કેવલીચરિત્ર' આદિમાં પણ આ રૂપકાત્મક રૌલીનો આશ્રય લીધો છે. આમ, જૈન કથાઓનો ભંડાર આગમિક, અગમેતર (લોકકથા આદિ) અને રૂપકાધારિત કથાઓથી અત્યંત સમૃદ્ધ છે. વિશ્વના મહાન કથાના અભ્યાસીઓએ જૈન કથાસાહિત્યનું વૈવિધ્ય તેમ જ સમૃદ્ધિને ઓળખ્યાં છે. તે અભ્યાસીઓએ નોંધ લીધી છે કે, પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં સંરક્ષણ, સંવર્ધનનું કાર્ય જૈન મુનિઓએ મોટા પાયા પર કર્યું છે. તેમના આ અપ્રતિમ વિઘાકાર્યને લીધે જ વિશ્વને આ અદ્ભુત, ચત્મકારી કથાઓની ભેટ મળી છે. - ૯૩ સંદર્ભ : (૧) જૈન સાહિત્યનો બૃહદ ઇતિહાસ (ભાગ-૬). લે. : ગુલાબચન્દ્ર ચૌધરી - પ્ર. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, અમદાવાદ. (૨) જૈન રાસવિમર્શ સં. : ડૉ. અભય દોશી પ્ર. વીરતત્ત્વ પ્રકાશક મંડળ (૩) લોકકથા : કુળ અને મૂળ લે. : હરિવલ્લભ ભાયાણી (૪) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ખંડ-૨). પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ. ((ડૉ. અભય દોશી મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે, Ph.D.ના ગાઈડ છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ વ્યાખ્યાનો યોજાય છે. તેમનાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે). Page #49 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને જૈન ધર્મ જૈન ધર્મનું આહારવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને યોગ - બીના ગાંધી જૈન ધર્મ, જૈન દર્શન એટલે જીવન જીવવાની શૈલી. એના પાયામાં અધ્યાત્મ, વિજ્ઞાન અને કળાનો અદ્ભુત ત્રિવેણીસંગમ રહેલો છે. એમાં પ્રભુ મહાવીરે યોગ, ધ્યાન, આહાર, શરીર અને સ્વાસ્યની વાતો વૈજ્ઞાનિક રીતે બતાવેલ છે. આ દરેક પાસાં (યોગ, ધ્યાન, આહાર, શરીર, વિજ્ઞાન અને સ્વાશ્ય) એકબીજાં સાથે સંકળાયેલ છે. આજે એના પર વિચારણા કરીએ. યોગની વાત કરીએ તો પ્રભુ મહાવીર કહે છે, આત્માની વિશદ્ધિ એ જ યોગ. જ્યાં આત્માની વિશદ્ધિ નથી, ત્યાં આરોગ્ય નથી. આત્માની પવિત્રતા અને આરોગ્યને ઊંડો સંબંધ છે. આજકાલ યોગને આરોગ્ય માટે અપનાવાય છે, જેમાં આસન, પ્રાણાયામની મુખ્યતા હોય છે. આ યોગ એ ફક્ત શરીર, મન કે આહાર સુધી સીમિત નથી. મહર્ષિ પતંજલિ કહે છે, યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એમના મતે ચિત્તની શદ્ધિ એ યોગ. જ્યારે પ્રભુ મહાવીર કહે છે, આત્માની વિશદ્ધિ એ યોગ. આત્માનો સાક્ષાત્કાર એ યોગ. આમાં વિરોધાભાસ નથી, પણ જૈન દર્શનના સૂક્ષ્મતર લેવલની વાત જણાય છે. જેન દર્શનના શરીરવિજ્ઞાનની વાત કરીએ તો સાત અંગોની વાત કરવી રહી. ૧) શરીર ૨) ઇંદ્રિયો ૩) શ્વાસ ૪) પ્રાણ ૫) મન ૬) ભાવ ૭) ભાષા, શબ્દ. આ સાત અંગોની શદ્ધિ કરવાથી આરોગ્ય મળે. આ સાતે અંગો એકબીજા સાથે જોડાયેલ છે, જેમ કે શરીર અને મન, શ્વાસ અને મન, ભાવ અને શ્વાસ, ભાષા, વાણી અને મન, આ દરેક અંગ એકમેકને કાઈ ને કોઈ રીતે પ્રભાવિત કરે છે. માટે આ દરેક અંગની શદ્ધિ આવશ્યક છે. આ શદ્ધિમાં સમતોલ આહાર અને ધ્યાન ઉપયોગી તેમ જ આવશ્યક છે. શરીર એ આત્માને સહાયક અને ઉપયોગી સાધન છે. બસ, સાધન માત્ર છે, માટે શરીરની નહીં, પણ આત્માના સ્વાથ્યની વાત જ જૈન દર્શનમાં મુખ્ય છે. શરીર અને આહારવિજ્ઞાનની વાતો પરોક્ષ રીતે દર્શાવાઈ છે. ચાલો વિસ્તારથી જાણીએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીરનું શરીર ખૂબ જ દૃઢ હતું, વજ ૯૫ @@– અને જૈન ધર્મ ઋષભનારાચ સંગઠનનું બનેલું હતું, તેથી એમનું સ્વાશ્ય ખૂબ બળવાન અને ઉત્તમ હતું. આથી તેઓ ખૂબ બધી કઠિન પરિસ્થિતિઓ અને સમસ્યાઓને પાર કરી શક્યા. કેટલાય ઉપસર્ગોનો સામનો દૃઢતાથી કર્યો. જો શરીર મજબૂત હોય, સ્વસ્થ હોય તો આ વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. તે ઉપરાંત ચેતના પણ સરસ કામ કરે છે. એથી વિપરીત જો આ શરીરની અંદર કષાય, રાગ-દ્વેષ, ોધ, વિકાર વગેરે પ્રબળ હોત તો પ્રભુ મહાવીરનું આવું મજબૂત શરીર પણ સાથ ન આપી શક્ત, તો આપણી તો શી વિસાત? કહેવાનું તાત્પર્ય કે આપણું આજનું સંઘયણ તો કેટલું નબળું છે અને આપણા રાગ-દ્વેષ, મોહ વગેરે કેટલા તીવ્ર ? જો આપણે આ અંદરના વિકારોને શુદ્ધ નહીં કરીએ તો આપણે કઈ રીતે જીવનમાં આવનાર વિપરીત સંજોગોને પાર કરીશું ? અને ફકત બહારનાં પોષક તત્ત્વો, કેલ્શિયમ, B12, D-3, વ્યાયામ કે ડૉક્ટરની દવા પર જ ધ્યાન આપશું તો આપણાં દુઃખમાંથી બહાર કેમ આવશું ? જૈન દર્શન કહે છે, આ અંદરના વિકારોની શદ્ધિ, દયાન દ્વારા કરો. વીતરાગતાનો અભ્યાસ કરો. એટલે કે લોકો આપણી સાથે ગમે તેવો વહેવાર કરે, પણ આપણે ન રાગ, ન ષ, ન ક્રોધ, ન મોહ, ન વિકાર. અશક્ય લાગે છે ? પ્રભુ મહાવીરને યાદ કરો, એમની ભીતર બધું શાંત હતું, કોઈ ક્રોધ નહીં, આવેશ નહીં, આવેગ નહીં. એમનું સ્વસ્થ શરીર આની સાક્ષી પૂરે છે. આપણને સ્વસ્થ શરીર જોઈએ છે? તોપણ શરૂઆત આ ભીતરની સફાઈથી જ કરવી પડશે. મહાત્મા ગાંધી કહેતા હતા, ‘હું ક્યારેય બીમાર નહીં પડું, કારણકે હું વીતરાગતાની સાધના કરું છું, રાગ-દ્વેષથી બચું છું'. આવી યોગસાધનાથી પ્રભુ મહાવીર પરમાત્મા બની ગયા, મોહનદાસ ગાંધી મહાત્મા બની ગયા. તમારા અને મારા, આપણા સહુમાં એ જ આત્મબીજ પડેલું છે, જે પ્રભુ મહાવીરમાં કે બાપુમાં હતું, જરૂર છે એ બીજને ઉગાડવાની અને સાધના દ્વારા વૃક્ષ બનાવવાની. યોગ દ્વારા આ વીતરાગતા તરફ જવાનો નિયમિત અને નિરંતર અભ્યાસ કરીએ. આમ, જૈન દર્શનમાં યોગ એટલે ફક્ત આસન, પ્રાણાયામ નહીં, આત્માનો સાક્ષાત્કાર, એની શદ્ધિ દ્વારા આવું ઊંડાણભર્યું અને સૂક્ષ્મ છે જૈન દર્શન. અઠવાડિયે એક-બે વાર નહીં, પણ ૨૪x૭ (ચોવીસ કલાક અને સાતેય દિવસ) સતત ‘સ્વ'માં રહેવાનું નામ છે યોગ. જાગરુકતા (Awarness) દ્વારા પોતાની અંદર રહેલા ભાવની શદ્ધિ કરવાની છે. યોગ એટલે કષાય શદ્ધિ, અહનું વિસર્જન, ચિત્તની સ્વસ્થતા, નિર્મળતા અને પ્રસન્નતા, (અધ્યવસાય, વેશ્યા, ચિત્ત, ભાવ, મનની શદ્ધિ). આવી es Page #50 -------------------------------------------------------------------------- ________________ 02 વિજ્ઞાન અને જૈન ધર્મ છે સાધના કરવાની છે. આ ધ્યેય (કષાયશદ્ધિ, અહમનું વિસર્જન, ચિત્તની સ્વસ્થતા, નિર્મળતા અને પ્રસન્નતા) નજર સામે રાખીને આજથી આપણે સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન દ્વારા સાધના કરીએ. આને ક્રિયાકાંડ સુધી સીમિત ન રાખતાં વીતરાગતા તરફ જવાનો અભ્યાસ કરીએ. હા, આ શક્ય છે, અઘરું છે (સહેલું નથી), પણ complicated બિલકુલ નથી, સરળ છે, પણ મૂળ વાત, એ ખૂબ જ જરૂરી છે, તો પછી માત્ર અઘરું છે માટે ન કરીએ એ વાત કેટલી યોગ્ય કહેવાય ? એ દરેકે પોતે જ વિચારવું રહ્યું. બરાબર ને? આ જ જન્મમાં આનો અનુભવ કરી શકાય છે, જો ન કરીએ તો આ ફેરો ફોગટ ગયો એમ જાણવું. આવી સમજ સાથે કરેલ કોઈ પણ ધર્મક્રિયા જેમ કે સામાયિક, પ્રતિક્રમણ, મૌન કે ૧૨ પ્રકારનાં તપ - એ સમતા, સમભાવનો અનુભવ કરાવી, આપણી ચેતનાના ઊધ્ધરોહણમાં નિમિત્ત બની શકે છે. આવી યોગસાધના દ્વારા પોતાની ચેતનાનું રૂપાંતરણ કરવાનો સમય પાકી ગયો છે. જો શરીરવિજ્ઞાનની વાત કરીએ તો ક્યારેક કોઈને વિચાર આવે કે આ બધું આમ સમજપૂર્વક કરવા છતાં ક્યારેક શરીરની સ્વસ્થતા નથી રહેતી તેનું શું ? હા, આવું અપવાદરૂપ બની શકે ખરું કે જ્યાં ભીતર બધું શાંત હોય છતાં, પૂર્વે કરેલ અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે શરીર અસ્વસ્થ કે રોગથી ઘેરાઈ જાય. આવા સમયે તો સાધક ખાસ ભીતરની શાંતિનો જ અભ્યાસ કરે અને યોગ-ઉપયોગ દ્વારા સમજપૂર્વક પોતાના કર્મના ભુક્કા બોલાવવાના પુરુષાર્થમાં લીન થઈ જાય. આપણે અગાઉ સાત અંગોની વાત કરી. ૧) શરીર ૨) ઈન્દ્રિયો ૩) શ્વાસ ૪) પ્રાણ ૫) મન ૬) ભાવ ૭) ભાષા શબ્દ, આ સાત અંગોની શદ્ધિ કરવાની છે તો એને પણ જાણી લઈએ. ૧) શરીરઃ- આ માનવશરીરમાં નવ તંત્ર કાર્યરત છે. પાચન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, સ્નાયુ તંત્ર, અસ્થિ તંત્ર, જ્ઞાન તંત્ર, ગ્રન્થિ તંત્ર, પ્રજનન તંત્ર. આ નવ તંત્રોમાં ક્યાંય પણ કોઈ વિકૃતિ આવે તો શરીર બીમાર પડે છે, માટે આને શુદ્ધ રાખીએ. ૨) ઈન્દ્રિયો - આપણી પાંચેય ઇન્દ્રિયોનો અધિક ઉપયોગ કે દુરુપયોગ કરવાથી રોગ આવશે. જો આનો સદુપયોગ ન કરીએ તોપણ એ નકામી થઈ જશે. માટે આંખ, નાક, કાન, જીભ, સ્પર્શ - આનો ન અતિયોગ, ન અયોગ, પણ સમ્યક ઉપયોગ કરવાથી એ સ્વસ્થ અને શુદ્ધ રહેશે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી ૩) શ્વાસઃ- શ્વાસ એ શરીર, ઈન્દ્રિયો અને ભાવોને પણ પ્રભાવિત કરે છે. શ્વાસની અસર મસ્તિષ્ક પર, મગજ પર તેમ જ જ્ઞાનતંતુઓ પર પણ પડે છે. શ્વાસનું પણ એક અદ્ભુત વિજ્ઞાન છે. અભ્યાસ દ્વારા કેવળ શ્વાસ થકી પણ આરોગ્યની અનેક સમસ્યાઓનાં સમાધાન મળી શકે છે. ૪) પ્રાણ :- પ્રાણ છે તો જીવન છે. જૈન દર્શનમાં ૧૦ પ્રકારના પ્રાણ બતાવેલ છે. પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રાણ, શ્વાસપ્રાણ, શરીરબળપ્રાણ, મનોબળપ્રાણ, વચનબળપ્રાણ અને આયુષ્યબળપ્રાણ. આપણા શરીરનું સંચાલન આ પ્રાણ દ્વારા થઈ રહ્યું છે. આ પ્રાણનું અસંતુલન બીમારીને નિમંત્રણ છે. આ પ્રાણ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર વચ્ચેનો સેતુ છે. માટે બીમારીમાં ફક્ત દવાના ભરોસે ન રહો, સાથે પ્રયોગ કરો. શ્વાસપેક્ષા, ધ્યાન, કાયોત્સર્ગ, પ્રાણાયામ વગેરેથી પ્રાણસંતુલનમાં અદ્ભુત લાભ મળે છે. ૫) મન- મનનો સ્વભાવ છે ઉત્પન્ન થવું. વિલીન થવું. આપણે ધારીએ ત્યારે મનને પેદા કરી શકીએ છીએ અને ધારીએ ત્યારે વિરામ આપી શકીએ છીએ. આ મન ચંચળ, વ્યગ્ર કે એકાગ્ર થઈ શકે છે. એ બધી એની અવસ્થા છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. જ્યારે મન સારા વિચાર, સારું ચિંતન કરે તો ઉત્તમ પુદ્ગલોને ગ્રહણ કરે છે. એથી મન પ્રસન્ન રહે છે અને શરીર સ્વસ્થ બને છે. એથી વિપરીત ખરાબ વિચાર, ખરાબ કલ્પના, ખરાબ સ્મૃતિ ઊભરાય તો અનિષ્ટ પુદ્ગલોને ગ્રહણ કરે છે. માટે સાવચેત રહેવું. શરીરનો મન પર અને મનનો શરીર પર પ્રભાવ પડે છે, માટે સારો મનોયોગ એ માનસિક સ્વાથ્ય માટે ઔષધિ છે, ટૉનિક છે. અભાયાસ દ્વારા સારું મનોબળ કેળવીએ. ૬) ભાવ:- શરીર, ઇન્દ્રિયો, શ્વાસ, પ્રાણ અને મન આ બધાં પુદ્ગલ સાથે જોડાયેલ છે, જ્યારે ભાવ આત્મા કે ચેતના સાથે જોડાયેલ છે. આપણી ભાવનાઓ ભીતરથી આવે છે, બહાર સાથે એનો કોઈ સંબંધ નથી. ભાવજગત એ ભીતરનું જગત છે. મન જે વિચાર કરે છે, જે પુદ્ગલ ગ્રહણ કરે છે - આ મનનું નિયમન કે સંચાલન કોણ કરે છે ? ભાવ કરે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, ભય, વાસના, ધૃણા આ બધા ભાવ છે. જેવા ભાવ આવશે, એવા મનના વિચારો આવશે. આ ભાવની શદ્ધિ અને પવિત્રતા એ સ્વાથ્ય લાવશે. આ ભાવ આપણા અધ્યવસાય, વેશ્યા તેમ જ આભામંડળને પણ પ્રભાવિત કરે છે. આપણે ત્યાં ત્રણ શબ્દ પ્રચલિત છે : આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે ૯૮ : Page #51 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને જૈન ધર્મ છે મનની બીમારી, વ્યાધિ એટલે શરીરની બીમારી, ઉપાધિ એટલે ભાવનાત્મક બીમારી. Emotional imbalance, હવે આ ભીતરના ભાવોને શુદ્ધ કરી, શાંત રસ કેળવીએ. પવિત્રતાનો અનુભવ કરીએ. ૭) ભાષા :- આપણી ભાષા, આપણી વાણી એ શરીરના માથાથી લઈ પગ સુધી, દરેક તંત્રને, એની ક્રિયાઓને, ભાવ અને મનને પણ પ્રભાવિત કરે છે. માટે વાણીદ્ધિ, વાચાશિદ્ધ કરી, મીઠી ભાષાનો પ્રયોગ કરીએ. આમ, આ સાતે અંગોનો આરોગ્ય સાથે સંબંધ છે. એની શદ્ધિ આવશ્યક છે. હવે જોઈએ આહારવિજ્ઞાન. જૈન ધર્મમાં જેટલું આહારનું મહત્ત્વ, એટલું જ ઉપવાસનું મહત્ત્વ છે. ઉપવાસ એટલે જ્યાં સુધી મન સ્વસ્થ રહે, ત્યાં સુધી ન ખાવું. વિવેકપૂર્વક સમજણ સાથે જ આનો ઉપયોગ કરવાનો છે. અનેકાન્ત દૃષ્ટિથી કામ લેવાનું છે. એવું ભોજન લઈએ જે જીવવા માટે જરૂરી હોય, અનિવાર્ય હોય. સ્વાદની દૃષ્ટિએ ભોજન ન લેવાય. આહારમાં અહિંસાનો પણ ખયાલ રાખવાનો છે. અહિંસા એટલે ફક્ત હિંસા નહીં એમ નથી, પણ સાથે (ભોજન રાંધતી વખતે અને ખાતી વખતે) પ્રેમ, મૈત્રી, કરુણાનો ભાવ ઘુંટાયેલ હોય. સાધનામાં સહાયક થાય એવું સાત્ત્વિક ભોજન લેવું. અમુક વસ્તુઓનો સદંતર ત્યાગ, જેમ કે, મદિરામાંસ વગેરે જેથી આંતરિક વૃત્તિઓનું શદ્ધિકરણ થાય. આ ભોજન દ્વારા પ્રાણશક્તિ જળવાઈ રહે તેવો આહાર રુચિકર છે. સ્થૂળ શરીર મારફત જ સૂક્ષ્મ શરીરને શક્તિ મળે છે. ભોજન ખાતી વખતે મન શાંત હોવું જરૂરી છે. બે વાત છે, હિતાહાર અને મિતાહાર. હિતકારી અને ઓછું ખાવું. • સૂકો આહાર અને સ્નિગ્ધ આહારમાં સંતુલન જાળવવું. સૂકો આહાર નિરંતર લેવાય તો ક્રોધ અને ચીડિયાપણું વધી જાય, સ્નિગ્ધ આહાર કાયમ લેવાય તો વિકૃતિ અને વિકારો વધી જાય, માટે સંતુલન જરૂરી છે. • ૧૨ પ્રકારનાં તપમાં, ચાર પ્રકાર આહાર સાથે સંકળાયેલ છે, અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસપરિત્યાગ. આ ચારે તપ, એ સિવાય નવકારશી, પોરસી, દોઢપોરસી, એકાસણાં, બિયાસણાં, આયંબિલ, રાત્રિભોજન ત્યાગ વગેરે. સ્વાસ્થ્ય માટે, પાચનતંત્ર માટે તેમ જ ધ્યાન માટે પણ સહાયક છે. સૂર્યાસ્ત પછી પાચનતંત્ર નિષ્ક્રિય થાય છે. કંદમૂળ ત્યાગ, તિથિએ લીલોતરી ત્યાગ, ક્યારેક વિગયનો ત્યાગ વગેરે ઉત્તમ છે, પણ એકાંતે ન જોતાં વિવેકદષ્ટિ કેળવવી. આ દરેકમાં અહિંસા, ૯૯ ...અને જૈન ધર્મી સરળતાથી પાચન તેમ જ મનોબળથી પુષ્ટિ વગેરે તથ્યોનો સમાવેશ છે. આથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રાણઊર્જાનો વ્યય અટકે છે. ચૌદશ, પૂનમ, અમાસ આ તિથિના દિવસો માનસિક દૃષ્ટિએ બહુ ખરાબ છે. યાદ રહે, આપણા શરીરમાં ૮૦% પાણી છે જળતત્ત્વ. ચંદ્ર સમુદ્રનાં જળને પ્રભાવિત કરે છે. તેવી રીતે, ચંદ્ર આપણા મનને પણ પ્રભાવિત કરે જ છે. આ દિવસોમાં સૌથી વધારે અપરાધ થાય છે, માટે આ દિવસોમાં વધારે ધ્યાન, તપ, વ્રત, આરાધના કરાય છે. લીલોતરીનો ત્યાગ થાય છે, એટલા જીવોને અભયદાન અપાય છે. - જીવનનો સાર શું છે ??? જ્ઞાનનો સાર શું છે ? આચાર. ધર્મનો સારા શું છે ? - શાંતિ. જીવનનો સાર શું છે ? પ્રાણ, શ્વાસ, સ્વાસ્થ્ય. સ્વસ્થ વ્યક્તિ જીવનનો અનાંદ માણે છે, જ્યારે અસ્વસ્થ વ્યક્તિ નિરાશા અને દુઃખ સાથે જીવન જીવે છે. જેની પ્રાણશક્તિ પ્રબળ હોય, તેવી વ્યક્તિ હંમેશાં આશા, ઉત્સાહ અને શક્તિ સંપન્નતાનો અનુભવ કરે છે. શરીર સ્વસ્થ હોય તો જીવનનો રસ પ્રાપ્ત થાય છે. શરીર સ્વસ્થ અને મન અસ્વસ્થ હોય તો જીવનનો રસ ખંડિત થાય છે. શરીર અને મન, બન્ને સ્વસ્થ પણ ભાવ અસ્વસ્થ હોય તો શરીર અને મનમાં અસ્વસ્થતા, ગડબડ ઊભી થાય છે. સ્વાસ્થ્ય એટલે ભાવ, મન અને શરીરનું સ્વાસ્થ્ય. હવે, શારીરિક સ્વાસ્થ્યની કિંમત ૧૦% છે. માનસિક સ્વાસ્થ્યની કિંમત ૩૦% છે. ભાવસ્વાસ્થ્ય (ઉપાધિનો નિષેધ) એ આધ્યાત્મિક સ્વાથ્ય છે, તેની કિંમત ૬૦% છે. સહુથી વધુ મૂલ્ય છે ભાવસ્વાસ્થ્યનું. જે વ્યક્તિએ ભાવસ્વાસ્થ્ય મેળવી લીધું એને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપોઆપ મળી જાય છે અને આપણી વધારેપડતી ચિંતા શારીરિક સ્વાસ્થ્યની હોય છે. કેવી વિચિત્રતા !!! યોગનું પ્રથમ સૂત્ર છે, આધ્યાત્મિક સ્વાસ્થ્ય. ચાલો, સાચી કેડી પર ડગલાં માંડી સાધના કરીએ, એકાંતે ન વિચારતા અનેકાન્ત દૃષ્ટિ અને વિવેકથી મંડાણ કરીએ. (જૈન ધર્મનાં અભ્યાસુ બીનાબહેનને યોગ શિક્ષણમાં રસ છે. વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમતા યોગ-જીવનશૈલી વિષયક લેખો પ્રગટ થતા રહે છે). ૧૦૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક તાપમાન, પર્યાવરણ અને જૈન ધર્મ - ગુણવંત બરવાળિયા છેલ્લાં છવ્વીસ સો વર્ષથી વૈદિક ધર્મ જેટલા જ પ્રભાવથી જૈન ધર્મ પ્રભાવશાળી રહ્યો હતો અને સૂર્યસમાન ઝળહળતો હતો. જૈન પરંપરા અને વૈદિક હિન્દુ પરંપરા સમાંતર ચાલતી હતી. જ્યારે વૈદિક પરંપરાના મૂળમાં વેદોની ઋચા તથા વૈદિક ક્રિયાકાંડો હતાં અને તેનું ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું ત્યારે જૈનોએ પોતાની આગવી પવિત્ર આગમધારા વિકસાવી હતી, જેમાં આચારાંગ સૂત્રનો સમાવેશ થવા પામેલ હતો. તેનું નેતૃત્વ વિહારી સાધુજી તથા સાધ્વીજીઓના હાથમાં હતું જેને ચુસ્તતાથી અને પ્રામાણિકતા, નિષ્ઠાથી અનુસરવામાં આવતું હતું. ચતુર્વિધ સંઘનું પ્રાબલ્ય તથા પ્રભાવ હતો. ભારતભરમાં વિહારયાત્રા (પગપાળા) કરી સાધુસાધ્વીજીઓ જૈનત્વના મૂળ સિદ્ધાંતો તથા આચારોને લોકમાનસમાં અને લોકવ્યવહારમાં પ્રસારિત કરી ધર્મપ્રભાવના કરતાં હતાં. ઉપરોક્ત નિર્દેશ મુજબ હિન્દુત્વમાં દ્વૈત અને અદ્વૈત એમ બે પ્રકારની ઈશ્વરની પરિકલ્પના હતી અને તેના દરેકના વિભિન્ન પેટાભેદ હતા. જૈનોના સિદ્ધાંતના મૂળમાં અનંત જીવોથી ભરપૂર ત્રણ લોક ઊર્ધ્વ-મધ્ય-અધોની માન્યતા હતી. નારકીઓ અધોલોકમાં, મનુષ્યો અને તિર્યંચો મધ્યલોકમાં અને દેવદેવીઓ ઊર્ધ્વલોકમાં વસતાં હતાં. જૈન દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્થિર કરી, કર્મથી સર્વથા મુક્ત કરી શાશ્વત સુખનો અનંતકાળ સુધી આત્માનુભવ કરવાનું હતું. સ્વભાવમાં જ આત્માના શાશ્વત સુખની કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનું હતું. સિદ્ધ ક્ષેત્રના સ્થાનને લોકાગ્રે દેવલોકથી પણ ઉપર અંતિમ છેડા પર માનવામાં, શ્રદ્ધવામાં આવતું હતું, જ્યાં અનંતાનંત મુક્તાત્માઓ શાશ્વતપણે અનંત સુખની લહેરમાં બિરાજમાન થઈ સ્વસંવેદનરૂપ નિજભાવમાં ઉપયોગ અને નિજગુણરૂપ અનંતજ્ઞાન - અનંતદર્શનના ભોકતા હતા. પરમપદના અધિકારી હતા. આ લક્ષ્ય આત્માને સંસારનાં બંધનોથી સદા માટે મુક્ત કરી અજર-અમર-અવિનાશી એવું અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રેરતું હતું. આ પદ પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપે જેમ આત્માને સિદ્ધ ક્ષેત્રમાં અનંતાસિદ્ધ મુક્ત આત્માઓ સાથે અનેકતામાં સ્વતંત્ર ઐક્ય સ્થાપિત કરી એકમાં અનેક અને અનેકમાં એકનો સમાવેશ કરી, સ્થિરવાસ કરવાનો હોવાથી આ સૃષ્ટિ પર પણ અનેક-અનંત આત્માઓ-જીવો સાથે ભાવાત્મક એકતા સ્થાપિત ૧૦૧ અને અને જૈન ધર્મ પૂર કરી રાગદ્વેષ વગર, એકસાથે ઐક્ય સ્થાપવાનો આદર્શ વ્યવહારમાં મૂકવાની જૈનત્વ પ્રેરિત સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આથી જૈનોએ વાતાવરણ સાથે, પ્રાકૃતિક પરિબળોજીવસૃષ્ટિ સાથે ઐક્ય કેળવવા બોધ આપ્યો, જેમાં પર્યાવરણનો સમાવેશ થઈ જતાં જૈનો અને પર્યાવરણ એકમેકનાં પૂરક સહાયક તત્ત્વો ગણાયાં. અંતે તેનો પણ સંસારભાવે ત્યાગ કરવાના ઉદ્દેશ સાથે જૈન દર્શનનાં હાર્દસમા પંચમહાવ્રતો છે જે તેમના અનુયાયીઓ માટે દૈનિક જીવનમાં માર્ગદર્શકરૂપ છે. જૈન શ્રમણોના માત્ર પગપાળા વિહાર અને અષ્ટપ્રવચન માતા એટલે સ્વચ્છતા-જયણા-જીવદયા અને સંયમના પાલન માટેના આઠ નિયમોનું આચરણ પર્યાવરણ સહાયક છે. આ અનુયાયીઓ એટલે સાધુસાધ્વીજી, ભગવંતો, સર્વ વિરતિ, શ્રમણ-શ્રમણીઓ આ પાંચ મહાવ્રતો રાષ્ટ્રીય યુગપુરુષ શ્રી મહાત્મા ગાંધીજીને પ્રભાવિત કરી ગયાં. તે મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. વ્યક્તિ આ વ્રતોને ગ્રહણ કરી-સ્વીકારી સર્વ જીવોને ઓછામાં ઓછી પીડા પહોંચાડે છે. સર્વ જીવોને યથાશક્તિ અભયદાન આપી, નિર્દોષ, પવિત્ર જીવનને સાધના દ્વારા સાર્થક કરે છે. જૈન દર્શન જિન શાસનમાં જીવોના ભેદો તેને પ્રાપ્ત ઇન્દ્રિયો મુજબ પાડવામાં આવ્યા છે. દા.ત. એક ઇન્દ્રિય તથા મનવાળા સંજ્ઞી મનુષ્યોરૂપ, ત્રસ જીવો, ત્યાં સ્થાવર જીવો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વી, અપ (જળ), તેઉ (અગ્નિ), વાઉં (વાયુ), સૂક્ષ્મ-બાદર પ્રત્યેક સાધારણ વનસ્પતિ, છોડ, વૃક્ષાદિનો સમાવેશ થાય છે. આ બધાં સ્પર્શેન્દ્રિય દ્વારા સંસાર ભોગવે છે. કીટ, શંખ, છીપ આદિ સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવો જેમને સ્પર્શ ઉપરાંત મુખ (સ્વાદ-રસેન્દ્રિય) પણ હોય છે. માંકડ, કીડી આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શ, સ્વાદ ઉપરાંત સૂંઘવાની ઘ્રાણેન્દ્રિય હોય છે. ચોરેન્દ્રિય જીવો માખી, ભમરા વગેરે જીવોને જોવાની ઇન્દ્રિય આંખ પણ હોય છે. ત્યાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવો જેમાં ગાય, બળદ, ઘોડા, હાથી આદિ જીવો છે જેમાં પાંચમી શ્રવણેન્દ્રિય કાન હોય છે જે સાંભળવામાં સહાયરૂપ થાય છે. આમાં સ્થળચર-જળચર આદિ પ્રાણીઓનો સમાવેશ છે. તેઓમાંનાં કેટલાક મનરૂપી સંશીપણું પ્રાપ્ત થવાથી વિચારી પણ શકે છે. જૈન સાધકો માટે આમાંના કોઈ પણ જીવોની વિરાધના કરવી (દુઃખ પહોંચાડવું) તે જીવોની ઇન્દ્રિયોની શક્તિ મુજબ ઉત્તરોત્તર ગાઢ અશુભ કર્મબંધરૂપ ઠરે છે, જે દુ:ખકર્તા નીવડે છે. તે તેમની મોક્ષસાધનામાં બાધક થાય છે. કર્મોથી બચવા અને તેને વધતાં અટકાવવા જૈનો હિંસા સંબંધિત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને શાકાહારી ખોરાક આરોગે ૧૦૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે છે. સાધનામાર્ગે આગળ વધેલ સાધુ-સાધ્વીજીઓ તો વિકસેન્દ્રિય અને યથાસંભવ સ્થાવર જીવોની પણ યત્નાપૂર્વક દયા પાળી કર્મબંધથી હળવા થવા પુરુષાર્થ કરે છે. રજોહરણ (એટલે એક પ્રકારનું કોમળ દોરા દ્વારા બનાવેલ રજ-કચરો દૂર કરવાનું, જીવરક્ષા સાથે સફાઈ કરવાનું ઉપકરણ) દ્વારા તેમના ગમનાગમનની ક્રિયાને ઇરિયા સમિતિનું પાલન કરી યથાશક્ય જીવદયાપાલનમાં પ્રવૃત્ત રહે છે. તેઓ નાના-મોટા કોઈ પણ જીવોને કોઈ પ્રકારની હાનિ-ક્ષતિ-દુ:ખ પહોંચાડતા નથી અને સૂક્ષ્મ અપકાયા પાણીના જીવોની પણ દયા પાળે છે. જૈનોનું વિશ્વ દર્શન ધરતી અને અવકાશ (ગ્રહમંડળ) બન્નેને આવરી લે છે. વિશ્વમાં રહેલ ચૈતન્યશક્તિ-જીવનશક્તિનું તેમનું દર્શન-અવલોકન, માન્યતા, શ્રદ્ધા વગેરે અદ્ભુત છે. આને કારણે તેઓ પર્યાવરણ રક્ષા માટે અત્યંત સજાગ છે. તે આદર્શની પૂર્તિ માટે પર્યાવરણ રક્ષા આંદોલનમાં ઉત્સાહથી ભાગ લઈ સર્વ જીવરક્ષાના આદર્શને જીવંત રાખવા યથાશક્તિ યોગદાન આપે છે. આ દૃષ્ટિથી જૈનોનાં પાંચ મહાવ્રતોનું પર્યાવરણની રક્ષાની દૃષ્ટિએ પુન: અવલોકન કરવું જોઈએ અને તે મુજબ વિશિષ્ટ અર્થઘટન થઈ શકે. પહેલા વ્રતમાં જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાનામોટા જીવો પ્રત્યેની વિધવાત્સલ્યવૃત્તિનું કરુણ મંગલદર્શન કરાવે છે. બીજું, આ વ્રત પર્યાવરણ સંતુલનમાં સહાય કરે છે. સત્ય મહાવ્રતનું અનુસરણ પરસ્પર વસ્તુઓના જીવોના સંબંધને દર્શાવે છે. એક સત્યવાદી અને સત્યપ્રિય અસંયમિત દુર્ભયથી થતા પીડાત્મક નુકસાનને સહેલાઈથી અવગણી ન શકે. ત્રીજું, અસ્તેય મહાવ્રત (ચોરી ન કરવી). વિશ્વની મર્યાદિત સંપત્તિ પ્રત્યે નિર્દેશ કરી તેને આવતી પેઢીની જરૂરિયાત સંતોષવા માટે સંરક્ષણ કરવા પ્રેરિત કરે છે. (દુર્વ્યય, બેદરકારીપૂર્વકનો ઉપયોગ નિવારી કરકસરયુક્ત ઉપયોગ કરવા અને તે રીતે જીવરક્ષા-જીવસૃષ્ટિના સંરક્ષણ માટે યથાશક્તિ પ્રવૃત્ત રહેવા બોધ આપે છે). બ્રહ્મચર્ય પાલન દ્વારા ચોથું મહાવ્રત વિશ્વની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સારું યોગદાન આપી શકે અને સહાયભૂત થઈ શકે. જ્યારે અપરિગ્રહ વૃત્તિ-વ્રતનું પાલન એક પ્રકારની શિસ્ત પ્રેરે છે. વિચારણા કરવા સ્થિરતા બક્ષે છે. ચીજવસ્તુનો સંગ્રહ કરતાં પહેલાં ભૌતિક સંપત્તિ-દ્રવ્ય, મિલકતાદિની સંગ્રહવૃત્તિ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે વિચારવા જાગૃત કરે છે. અપરિગ્રહ વ્રત અમર્યાદ ભોગ-ઉપભોગનું નિયમન કરવા સહાયક છે જે કુદરતી સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. કર્માદાન એટલે મહાઆરંભ (સમારંભ - એકેન્દ્રીય આદિ) અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેવા ઉદ્યોગ-ધંધા. - ૧૦૩ - #– અને જૈન ધર્મ છીછરછી) માનવીમાં રહેલ અનિયંત્રિત સંગ્રહવૃત્તિ અને મમત્વ પર્યાવરણવિષયક ચિંતાનું મૂળ કારણ છે. સાધુજી-સાધ્વીજીઓ તેમની નિત્ય પ્રવૃત્તિમાં રોજિંદી આધ્યાત્મિક સાધના દ્વારા પર્યાવરણની વિશાળ સૃષ્ટિ પર ઊર્ધ્વવૃત્તિ દ્વારા ઘણું યોગદાન આપી અગત્યનો ભાગ ભજવે છે. પર્યાવરણ રક્ષા એ તેમનો આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ પર્યાવરણની જાળવણી માટે અત્યંત ઉપકારક છે. સ્વ-પર કલ્યાણનો ઘાતક છે. જૈન સમાજ તેમની સંભાળ, કાળજી અને લક્ષ દ્વારા આધ્યાત્મિક આદર્શ પરંપરા, ભૌતિકવાદ પ્રત્યેનો લાલસારૂપી પ્રમાદ છોડી તેમના અનુભવોને, અહિંસાના આદર્શને મૂર્તિમંત કરવાના ઉપયોગમાં લઈ પર્યાવરણ રક્ષાને નવું પરિમાણ બક્ષી શકે અને પોતાની ઉચ્ચ વૃત્તિનું દર્શન કરાવી શકે. પર્યાવરણની રક્ષાના પરિપ્રેક્ષ્યમાં જૈનોની અહિંસાપ્રધાન પરંપરાને કારણે તથા માંસાહાર વિરુદ્ધની તેમની ઝુંબેશના ઇતિહાસથી તેમ જ પશુબલિના ઉગ્ર વિરોધ ઉપરાંત જ્યાં હિંસાનો અતિરેક અર્થાત્ મહાઆરંભ થાય તેવી કર્માદાન-વ્યાપારની પ્રવૃત્તિને મહદ્અંશે ટાળવાના પ્રયાસ થતા હોય તેવા જૈનો પર્યાવરણ રક્ષા માટે સૌથી વધુ અનુકુળ બની રહે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો કરતાં અને પર્યાવરણને દૂષિત કરતાં ઉદ્યોગગૃહો સાથે જોડાયેલા જૈનો આ પ્રવૃત્તિમાં પરિવર્તન લાવી નિયમન કરે તો તેણે નિજી ધર્મ પ્રતિ વફાદારીનું દર્શન કરાવ્યું ગણાશે, જે સ્વ-પર કલ્યાણકારી ગણાશે. ગાય અને પશુરક્ષામાં જૈનો જેને કુળદેવી ગણે છે તેવી જીવદયા અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય આદરણીય માની બહુમાન કરે છે. તેમના મતે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુઆકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનશૈલી આર્થિક વિકાસ જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારાઆદર્શ ધરતીને એકેન્દ્રીય રૂપ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પરપસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની ૧૦૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધે છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાત્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિકતા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણા જ ઉપયોગી નીવડી શકે તેમ છે તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણી જ સહાયરૂપ-મહત્ત્વનાં છે. જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથેસાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે ! - સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સુષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્દભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો - ૧૦૫ જૈન ધર્મ છેદિલ્હી સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈન દર્શને ઊંડું ચિંતન કર્યું છે. અગ્નિ, પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર જીવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાનઇરાકના ખાડીયુદ્ધના તેલ-ચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. હિરોશીમા - નાગાસાકી પર થયેલા બોમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્ફા, બીટી, ગામા) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા. અમેરિકાના સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે. - આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જહોન રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકામાં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્ણય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉભવી છે. લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસસો ગેલન પાણી, અનેક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં - ૧૦૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ કરે વિજ્ઞાન અને જૈન ધર્મ મ ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું છે પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જો બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે. યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઓક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા પ૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જાઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવાસમાન છે. વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઑક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે. જૈન ધર્મ અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે. કોલાહલના કારણે થતાં ધ્વનિપ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે. આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં ૧૦૭ ...અને જૈન ધર્મ પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્થમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે. તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે. ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ ન તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદશ-તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. - અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડયું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ ૧૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે. જેનું સાન્નિધ્ય ચિત્તને આલાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થંકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જાડાયેલા છે. અજિતનાથને શક્રમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થકર સંભવનાથને સહરાવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર ઋષભદેવને શમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થંકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય વગેરે. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે. મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવાયોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું – પામવાનું છે. પ્રદૂષણની સમસ્યા મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અણીય કાર્ય છે. ધ્વનિ, વાયુપ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર વનસ્થલીનું નિર્માણ જ નથી. - ૧૦૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી શકાય એમ છે ખરી ? શું સંયમનો અર્થ સમજ્યા વગર આપણે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડી શકીશું ખરા ? પર્યાવરણનું પ્રદૂષણ આરોગ્યને પ્રભાવિત કરી રહ્યું છે. અધિક આવશ્યકતા, અધિક માગ, અધિક ખપત અને અધિક ઉપભોગ પર્યાવરણ-પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. આ વૈજ્ઞાનિક અને વિકાસના યુગમાં આવશ્યકતા તેમ જ ઉપભોગને ઘટાડવાની વાત કહેવી એ જાણે અપરાધ જેવું લાગે છે. આપણે સચ્ચાઈ સામે ક્યાં સુધી આંખમીંચામણાંની રમત રમતા રહીશું? આખાય યથાર્થને સ્વીકારવું જ પડશે. પર્યાવરણ વિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - લિમિટેશન. પદાર્થો ઓછા છે અને ઉપભોગતાઓ અધિક છે. આ સમસ્યાનું સમાધાન છે - સંયમ. વૃક્ષ પર્યાવરણના પ્રદૂષણને ઘટાડે છે. આ દૃષ્ટિએ બગીચાઓ અને જંગલોનું મહત્ત્વ અધિક છે. પ્રદૂષણના સ્ત્રોત નિરંતર વધી રહ્યા છે અને તે વધતા જ રહેશે તો બિચારાં વૃક્ષો ક્યાં સુધી પ્રદૂષણને ઘટાડતાં રહેશે ? મૂળ સમસ્યા પ્રદૂષણ ઘટાડનારી મનોરચનાની છે. સમાજની મનોરચના પ્રદૂષણ વધારનારી છે અને આપણો મુદ્દો છે તેને ઘટાડવાનો. આજનો માણસ માત્ર શારીરિક આરોગ્યની જ ઉપેક્ષા નથી કરી રહ્યો, તે માનસિક અને ભાવાત્મક આરોગ્યની પણ ઉપેક્ષા કરી રહ્યો છે. સ્વસ્થ શરીર તો સ્વસ્થ મન - આ સત્યને જોવાનું એક પાસું છે. તેનું બીજું પાસું છે - મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર અને મન બંનેનું આરોગ્ય આધ્યાત્મિક આરોગ્યનું કારણ બને છે. પદાર્થની ભાષાનો સમજદાર માણસ શું અહિંસાની આ ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે ખરો ? ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ માત્ર નથી આપ્યો, તેની ક્રિયાન્વિતીનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકતી હોય તે જીવની હિંસા ન કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપભોગ અનિવાર્ય છે, તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા આવશ્યક છે. આજે પૃથ્વીનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. તેનાથી જગતનું સંતુલન વેરવિખેર થઈ રહ્યું છે. ઊર્જાના સ્ત્રોત સમાપ્ત થઈ રહ્યા છે. ખનિજ ભંડારો ખાલી થવા લાગ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં સક્રિય બન્યા છે. સાથેસાથે ઉપલબ્ધ ૧૧૦ * Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪ લા ૪૨ વિજ્ઞાન અને જૈન ધર્મ જ સોતોની સમાપ્તિથી પણ ચિંતિત છે. પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. એવી આશંકા છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ બની જશે. જંગલો ને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેનાં પરિણામો અનેક પ્રદેશો અત્યારે ભોગવી રહ્યા છે. વરસાદની ઊણપનું બહુ મોટું કારણ વૃક્ષોનું નિકંદન માનવામાં આવી રહ્યું છે. ઇચ્છા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસા ભડકાવી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ છિન્નભિન્ન કર્યું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિ છે તો સાથેસાથે તે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થ સીમિત છે, ઉપભોક્તા અધિક છે અને ઇચ્છા અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે ઇચ્છાનો સંયમ કરો, તેમાં કાપકૂપ કરો. જે ઇચ્છા પેદા થાય તેને તે જ સ્વરૂપે સ્વીકારી ન લેવી, પરંતુ તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો ને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુ ને વધુ સાધનો રજૂ કરવા ઇરછે છે, જે અગાઉ ક્યારેય નથી બન્યા તેવા પદાર્થો ઇચ્છે છે. એક તરફ લોકોનો સુવિધાવાદી દૃષ્ટિકોણ બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની હોડ શરૂ થઈ ગઈ છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ કંઈક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો અને પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયાં છે. આવી સ્થિતિમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ બગડયું છે. આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે, પરંતુ આ પ્રદૂષણ દૂર થાય કઈ રીતે ? સુવિધાવાદી આંકાક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યાને ન જ ઉકેલી શકાય. શ્રમણ સંસ્કૃતિએ ઉપભોગ નહીં પણ ઉપયોગની સંસ્કૃતિના આચરણ પર ભાર મૂક્યો છે જેથી કુદરતી સંપત્તિનો બેફામ દુર્વ્યય અટકશે. વીતરાગી પ્રભુ મહાવીરે પ્રરૂપેલ માર્ગનું આચરણ પર્યાવરણ સંતુલન માટે જરૂર સહાયક થઈ શકે. યોગસાધના અને જૈન ધર્મ - જિતેન્દ્ર મ. કામદાર યોગવિદ્યા એ માનવજાતિના ઉત્કર્ષ માટે ભારતના ઋષિમુનિઓ તરફથી મળેલી અણમોલ ભેટ છે. એક એવી જીવનપ્રણાલી છે કે સામાન્યમાં સામાન્ય માનવી તે માર્ગે ચાલી પોતાના જીવનનો વિકાસ કરી શકે છે. મહાન ઋષિમુનિઓ, પૂર્વોચાર્યો, યોગીઓ પોતાના જ જીવનને પ્રયોગશાળા બનાવી જીવન પર્યત સાધનામાં રત રહેતા હતા. સાધનાની રીતો અને રહસ્યો, તેની ફળશ્રુતિ અને અનુભવના નિચોડરૂપે અનેક ગ્રંથોની રચના કરી તેઓએ યોગવિદ્યાને વહેતા ઝરણાના નિર્મળ નીરની જેમ વહેતી કરી છે. જૈન ધર્મમાં આરાધકને પોતાના આત્માની ઉન્નતિ માટે, રાગ-દ્વેષ અને અન્ય દોષોથી મુક્ત થવા માટે, જન્મ-જન્માંતરથી આત્મા પર લાગેલા કર્મોનો ક્ષય કરી આત્માને નિર્મળ અને મોક્ષમાર્ગે લઈ જવા માટે કરવાની સાધનાના ઘણાં માર્ગો, વિધિવિધાનો, કર્તવ્યો વગેરે કરતાં રહેવાનું માર્ગદર્શન આપ્યું છે. પરંતુ આ બધાં ધર્મકરણી, ક્રિયાઓ માત્ર ગતાનુગતિકતાથી, બીજા કોઈની નકલ કરવાથી કે કૂળપરંપરાથી મળેલા જૈન સંસ્કારોને આધીન કરતા રહેવાથી જોઈતું ફળ પ્રાપ્ત થતું નથી. માત્ર એક સંતોષ મળે કે, મેં આટલો સ્વાધ્યાય કર્યો, સંખ્યાબંધ સામાયિક, પ્રતિક્રમણ કર્યા, ઉપવાસ, આયંબિલ તો અગણિત કર્યા વગેરવગેરે, પરંતુ એટલા માત્રથી આપણો આત્મા રાગ-દ્વેષથી મુક્ત, નિર્મળ, પવિત્ર કેટલો થયો એ કેવી રીતે જાણી શકાય ? આ રીતે કોઈ પણ પ્રકારની ધર્મકરણી, ઉત્સવો, ઉજવણીઓ, તપશ્ચર્યા, મંત્રજાપ, સામાયિક-પ્રતિક્રમણ એકાંતમાં કે સમૂહમાં કયા બાદ, શરીરની ટેવો ન બદલાય, વાણીના દોષો દૂર ન થાય, ઇન્દ્રિયોની ચંચળતા અને બહિર્મુખતા ન ઘટે અને મન એકાગ્ર, શાંત અને નિર્વિકલ્પ ન બને તો ખરેખર ગંભીરતાપૂર્વક વિચારવું કે ભૂલ ક્યાં થઈ છે ? રાગ-દ્વેષ, મોહના સંસ્કારો ન ઘટયા, કામ, ક્રોધ, વાસનાના વિકારોનું શમન ન થયું. ઇચ્છાઓ, અપેક્ષાઓમાં કંઈ પણ ઘટાડો ન થયો, પરિગ્રહ ઘટયો નહીં તો પછી આટઆટલું કર્યાનો અર્થ શો ? Page #58 -------------------------------------------------------------------------- ________________ 80% વિજ્ઞાન અને જૈન ધર્મ છે આગમોમાં, શાસ્ત્રોમાં જણાવેલ જૈન સાધના વિષેની ગંભીર ઊંડાણભરી સાધનાલક્ષી વાતો, પૂર્વાચાર્યોએ તેમના ગ્રંથોમાં રજૂ કરેલું તત્ત્વજ્ઞાન અને આત્મોન્નતિ વિશેનાં માર્ગદર્શનો વાંચી જવાથી આપણી સમજણ-માહિતીમાં વધારો થશે, પરંતુ જ્યાં સુધી શરીર, વાણી, ઇન્દ્રિયો અને મનને શાંત અને શુદ્ધ કરી, તેને પ્રયોગ દ્વારા કસોટી પર લેવામાં નહીં આવે ત્યાં સુધી કરેલી ધર્મકરણીનું ફળ અને અનુભૂતિ પ્રાપ્ત નહીં થાય. કોઈ પણ પ્રકારની ધર્મઆરાધના કરવા માટે ઉત્તમ માધ્યમ આપણું શરીર છે. ત્યાર બાદ વાણી, ઈન્દ્રિયો અને મન તેના સહયોગી છે, પરંતુ જ્યાં સુધી આપણું શરીર જડતા, આળસ, તમોગુણથી જકડાયેલું છે, શરીરમાંના મળોનો પૂરેપરો નિકાલ થયો નથી, શાંત, સ્થિર એક આસને લાંબા સમય સુધી બેસી શકાય એ રીતે શરીર તૈયાર નથી, ઇન્દ્રિયોની ચંચળતા ઘટી નથી, મનમાં હજી વિચારોની વણઝાર ચાલુ જ છે, તો આ સ્થિતિમાં કરાતી સાધના, તપ, તપશ્ચર્યા, સ્વાધ્યાય, મંત્રજાપ અને ધ્યાન જેવી ઉચ્ચ પ્રકારની સાધના કઈ રીતે થઈ શકે? અને કરીએ તોપણ તેમાં સ્થિરતા અને ઊંડાણ કેટલું હોય ? આ પ્રકારની પરિસ્થિતિ નિવારવા માટે, જૈન સાધનામાર્ગને વધુ સઘન અને પરિણામલક્ષી બનાવવા શરીરને માધ્યમ બનાવી જે પ્રકારની યોગસાધના કરવાની છે તેનો વિચાર કરીશું. ભારતના યોગીઓ, ઋષિમુનિઓ, મહર્ષિઓ દ્વારા યોગસાધના અંગે જે માર્ગો દર્શાવ્યા છે તેમાંના અનેક માર્ગો પૈકી એક મહર્ષિ પતંજલિ રચિત “અષ્ટાંગ યોગ' છે, જેમાં મુખ્યત્વે શરીર, શ્વાસ, ઈન્દ્રિયો અને મનને કેળવવાની અને તેને જ માધ્યમ બનાવી ઉત્તમ પ્રકારની સાધના માટેનો ક્રમિક માર્ગ દર્શાવ્યો છે. જૈનાચાર્યોએ પણ યોગસાધના અંગે ઘણાબધા ગ્રંથો રચ્યા છે અને તેમાં સાધના માટે વિપુલ માર્ગદર્શન આપ્યું છે. મહાન જ્ઞાની આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગદૃષ્ટિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ “ભગવાન પતંજલિ” તરીકે કર્યો છે. યોગ વિશે જૈનાચાર્યો દ્વારા રચાયેલ સાહિત્ય નીચે મુજબ છે : આચાર્ય હેમચંદ્રાચાર્યાજી - યોગશાસ્ત્ર આચાર્ય હરિભદ્રસૂરિજી - યોગદષ્ટિ, યોગબિંદુ, યોગશતક વગેરે ઉપા. યશોવિજયજી - અધ્યાત્મસાર, યોગસૂત્રવૃત્તિ મહાયોગી ચિદાનંદજી - અધ્યાત્મ અનુભવ યોપ્રકાશ ૧૧૩ હવે સૌપ્રથમ ૧) યોગ એટલે શું? ૨) યોગસાધના શું છે? ૩) યોગસાધના કોણ કરી શકે? ૪) અષ્ટાંગયોગની ક્રમિક સાધના અને જૈન સાધનાપદ્ધતિ બંનેનો સમન્વય અને તુલનાત્મક અભ્યાસ, આ બધા વિશે વિગતવાર ઊંડાણથી સમજવું જરૂરી છે. ૧) યોગ એટલે શું? યોગનો સાદો-સરળ અર્થ છે જોડાણ. કોઈ બે વસ્તુઓનું, બે વ્યક્તિઓનું એકબીજા સાથે જોડાવું તે યોગ-સંયોગ. (બન્નેનું છૂટા પડવું તે વિયોગ). આપણને પરમતત્ત્વ સાથે જોડી આપનારી સાધના એટલે યોગ. જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધારનારી ક્રિયા તેનું નામ યોગ. જીવનના પ્રત્યેક સ્તરે માનવીને વિકાસના પંથે લઈ જનાર તે યોગ. જીવનમાં સફળતા અને શાંતિ મેળવી આપનારો રાજમાર્ગ તે યોગ. કોઈ પણ કાર્ય કુશળતાપૂર્વક કરવું તે યોગ. યોગ એક કાર્યક્રમ છે, એક અનોખું આયોજન છે. જીવન જીવવાની કળા છે, એક ચિરવિકાસશીલ જીવનદર્શન છે. ૨) યોગસાધના શું છે? યોગ એ એક સાધનાનો માર્ગ છે. એક દીર્ઘકાલીન યાત્રા છે જે શરીરના સ્વાથ્યથી શરૂ થઈ આત્માને નિર્મળ કરી પરમાત્મા સાથે જોડાણ કરાવી મોક્ષમાર્ગે પ્રયાણ કરાવનારી ગંગાધારા છે. આ સાધના માત્ર શરીરશાસ્ત્રનું જ વિજ્ઞાન નથી, પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઊર્વીકરણનું વિજ્ઞાન છે. આ વિદ્યા માત્ર ચર્ચા કે વાંચવાસાંભળવાનો વિષય નથી, પરંતુ પ્રયોગ કરીને પરિણામ મેળવવાનો વિષય છે. શરીર, શ્વાસ, ઇન્દ્રિયો અને મનને કેળવવાની, તેમની ટેવો બદલવાની અને તે દરેકને પ્રથમ શુદ્ધ, સક્રિય અને શાંત કરવાની ક્રમિક સાધના છે. તેનું મુખ્ય કાર્ય આપણને જગાડવાનું છે. આ સાધના માટેનું અતિઉત્તમ અને શ્રેષ્ઠ માધ્યમ આપણું શરીર છે, પરંતુ એ શરીર માંદલું, ખોખલું કે રોગશોકથી ઘેરાયેલું નહીં, પરંતુ સ્વસ્થ, સ્વચ્છ, તંદુરસ્ત, તમામ પ્રકારના મળોથી મુક્ત હોવું જરૂરી છે. પ્રાચીનકાળના ઋષિઓનું કથન છે - "धर्मार्थ काम मोक्षाणां आरोग्यं मूलं उतमम्" ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થની સાધના કરવા માટે મૂળમાં શરીરનું આરોગ્ય ઉત્તમ હોવું જરૂરી છે. ૧૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ તા % e0% વિજ્ઞાન અને જૈન ધર્મ ૩) યોગસાધના કોણ કરી શકે ? જેને આ સાધનામાર્ગે જવું છે તે શા માટે આ માર્ગે જોડાય છે? પોતાને તેના દ્વારા શું પ્રાપ્ત કરવું છે તે બાબતની પોતાની જાત સાથે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. આત્મવિશ્વાસ અને સફળતાના દઢ સંકલ્પ સાથે આ માર્ગે પગરણ માંડવાનાં છે. સામાન્યતઃ જે સાધકને પોતાની શારીરિક તંદુરસ્તી જાળવવી છે, પોતાનો વિકાસ સાધવો છે, દરેક કાર્યો કુશળતા અને ઉત્સાહપૂર્વક કરવાં છે, મનની શાંતિ અને પ્રસન્નતા મેળવવી છે તેમને માટે યોગસાધના ઉત્તમ માર્ગ છે. એક સજજન અને સંસ્કારી વ્યક્તિને છાજે તેવાં આચાર, વિચાર, વાણી; વર્તન પોતાના જીવનમાં વિકસાવવાં હોય તેમને માટે એક આદર્શ જીવન જીવવાની કળા શીખવતી નિષ્ઠાપૂર્વક કરાતી યોગસાધના છે. આ માર્ગ સૌ કોઈ માટે ખુલ્લો અને સુલભ છે. સોનાની દડી છે, ચોકમાં પડી છે, ફાવે તે લઈ જાય. ૪) અષ્ટાંગયોગની કમિક સાધના અને જૈન સાધના પદ્ધતિ, સમન્વય અને તુલનાત્મક અભ્યાસ. મહર્ષિ પતંજલિ રચિત ‘અથંગયોગ”નાં આઠ પગથિયાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાચાર, ધારણા, ધ્યાન, સમાધિ. ૧) ૧લું પગથિયું યમ - યમના પાંચ પ્રકાર છે : હિંસા - જૂઠ - ચોરી - દુરાચાર - પરિગ્રહ. આ પાંચેય દોષોથી સાધકે દૂર રહેવાનું છે અને તેના વિરુદ્ધ એટલે તેના જ ગુણો વિકસાવવાના છે, જેમ કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જૈન ધર્મમાં જે પાંચ અણુવ્રતો દર્શાવાયાં છે તે આ જ છે, બૌદ્ધ ધર્મમાં પંચશીલ તે પણ આ જ છે. યમ પાલન અણુવ્રત/પાપસ્થાનક ૧) હિંસાથી મુક્ત અહિંસા ધર્મનું પાલન પ્રાણાતિપાત વિરમણ ૨) જૂઠથી મુક્ત સત્ય ધર્મનું પાલન મૃષાવાદ વિરમણ ૩) ચોરીથી મુક્ત અસ્તેય ધર્મનું પાલન અદતા દાન વિરમણ ૪) દુરાચારથી મુક્ત બ્રહ્મચર્ય ધર્મનું પાલન મૈથુન વિરમણ ૫) પરિગ્રહથી મુક્ત અપરિગ્રહ ધર્મનું પાલન પરિગ્રહ પરિમાણ સ્વસ્થ સમાજના નિર્માણ માટે યમનું પાલન જરૂરી છે. ' ૧૧૫ &#ી 89 – અને જૈન ધર્મ 9 9999 રજું પગથિયું - નિયમ નિયમો પાંચ છે, જેનું દરેક સાધકે જીવનમાં આચરણ કરવાનું છે. શૌચ : શરીરને મળોથી મુક્ત રાખવું. ન્યાયપૂર્વક ધનપ્રાપ્તિ, શુદ્ધ અને સાત્વિક આહાર, રાગ-દ્વેષ જોવા મળો દૂર કરી આંતરિક પવિત્રતા. સંતોષ : કોઈ પણ પ્રકારની કામના - તૃષ્ણાનો ત્યાગ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ : સ્વધર્મનું પાલન કરતાં જે કષ્ટ પડે તે વેઠવું, વ્રત, તપશ્ચર્યા દ્વારા અંતઃકરણની શુદ્ધિ. સ્વાધ્યાય : પોતાના જીવન વિશેનું અધ્યયન, દોષમુક્તિ અને ગુપ્તાપ્તિ માટે જાગૃતિ, મંત્રજાપ વગેરે. ઈશ્વર પ્રણિધાન : બધાં જ કર્મોનું ફળ પ્રભુને અર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. આ પાંચેય નિયમના પાલનથી જીવન શુદ્ધ અને ધર્મમય બને છે. ૩જું પગથિયું - આસન શરીરનું આરોગ્ય જાળવી રાખવા માટે પોતાની ક્ષમતા મુજબ દરરોજ યોગાસનોનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી શરીરમાં રહેલી જડતા, જકડામણ દૂર થાય છે. શરીરમાં કુદરતી રીતે જ્યાંજ્યાં સાંધાઓ છે ત્યાંથી શરીરને વાળી શકાય છે. જૈન ધર્મમાં ઠાણાંગ સૂત્રમાં “કાયકલેષ''ના નામે સાત આસનોનો ઉલ્લેખ કર્યો છે. - ભગવાન મહાવીર અડોલ આસને ઊભા રહી ધ્યાનસાધના કરતા તે સમપાદ આસન - કાયોત્સર્ગ મુદ્રા હતી. ભગવાન મહાવીરને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ શરીરની ગોહીકાસનમાં બેઠેલા હતા. ગુરુવંદન - દેવવંદન કરવા જે ખમાસણા અપાય છે તે પંચાંગપ્રણિપાત નામનું આસન છે. આસનોના અભ્યાસથી લાંબો સમય સુધી સ્થિર આસનમાં બેસવા શરીર સક્ષમ બને છે જે ધ્યાનની સાધના માટે (‘ઠાણેણં’ની સ્થિતિ) ખાસ જરૂરી છે. ૧૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ @@ @@ @ વિજ્ઞાન અને જૈન ધર્મ ૪થું પગથિયું - પ્રાણાયામ પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસની ક્રિયા છે અને તેનું મુખ્ય અંગ ફેફસાં છે. પ્રાણ એટલે જીવનશક્તિ અને આયામ એટલે વિસ્તાર-વિકાસ-સંયમ. શરીરમાં ફેફસાંને મળોથી મુક્ત કરવા માટે, લોહીને શુદ્ધ કરવા માટે, શરીરનાં દરેક મંત્રોનું શુદ્ધિકરણ અને પુષ્ટિકરણ કરવા માટે શરીરને પૂરતી માત્રામાં પ્રાણવાયુ મળવો જોઈએ અને અંદર ઉત્પન્ન થયેલો કાર્બનવાયુ પૂરેપૂરો બહાર નીકળી જવો જોઈએ. ચાર પ્રકારે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે છે: સ્વાસને અંદર ભરવો પૂરક - પ્રાણ પ્રબળ થાય છે સ્વાને અંદર રોકી રાખવો કુંભક - પ્રાણ સ્થિર થાય છે રોકેલો શ્વાસ બહાર છોડવો રેચક - પ્રાણ શુદ્ધ થાય છે શ્વાસ વિના રહેવું શૂન્યક - પ્રાણ સૂક્ષ્મ થાય છે તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી મુક્ત થઈ સત્ત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ જરૂરી છે. ઉપરનાં ચાર અંગોની સાધના એ બહિરંગ યોગ કહેવાય છે. હવે પ્રત્યાહારથી અંતરંગ યોગ શરૂ થાય છે. પમું પગથિયું - પ્રત્યાહાર પ્રત્યાહારની સાધના એ અધ્યાત્મનું પ્રવેશદ્વાર છે. આ સાધના પાંચેય ઇન્દ્રિયોને કેળવવાની છે. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયો સતત બહારના વિષયોમાં જ રાચતી હોય છે તેને સાધના દ્વારા અંદરની તરફ વાળવાની છે. આ સાધનાની મુખ્ય ક્રિયાઓ સૂર્યત્રાટક, નાદાનુસંધાન, ૐકારનાદ વગેરે છે જેના વડે બહિર્મુખ થયેલી ઇન્દ્રિયો અંદરની તરફ વળી થોડી વાર માટે શાંત થઈ જાય છે. બાહ્ય જગત સાથેનું ખેંચાણ વીરમી જાય છે. જૈન દર્શનમાં આ રીતે અંતર્મુખ થયેલી ઇન્દ્રિયો માટે ‘‘પ્રતિસંલિનતા' શબ્દ વપરાયો છે. ઇન્દ્રિયોની ચંચળતા અને ભટકવાની ક્રિયા બંધ થવાથી ઇન્દ્રિયો દ્વારા થતાં શુભ-અશુભ કર્મબંધનો બંધાતાં અટકે છે. ૬ઠું પગથિયું - ધારણા અંતરંગ સાધનામાં ધારણાનો અભ્યાસ મનને શાંત અને નિર્વિકલ્પ કરવાનો છે. બહારથી કોઈ જ ક્રિયા કરવાની હોતી નથી. શરીર સ્થિર-ઠાણેણંની સ્થિતિમાં, ૧૧૭ – અને જૈન ધર્મ * વાણી મૌન મોણેણંની સ્થિતિમાં બેસી રહેવાથી શ્વાસ પણ મંદ પડી જાય છે. શ્વાસ મંદ થતાં મન પણ શાંત પડી જાય છે. મનમાં ભૂતકાળની કોઈ સ્મૃતિઓ ન હોય, ભવિષ્યની કોઈ ચિંતા ન હોય, વર્તમાનમાં કોઈ સાથે ગમા કે અણગમા ન હોય, ન રાગ, ન બ્રેષ, મન વિચારશૂન્ય થઈ જાય. કેટલોક સમય વીતે એટલે મન પૂર્ણપણે એકાગ્ર બની જાય છે. ૭મું પગથિયું - ધ્યાન ઉપર જણાવ્યા મુજબ યોગનાં વચ્ચેનાં ચાર અંગોની સાધના ક્રમસર નિયમિત કરતા રહેવાથી આસનો દ્વારા શરીરની નીરોગીતા, પ્રાણાયામ દ્વારા પ્રાણની શુદ્ધતા, પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોની અંતર્મુખતા અને ધારણા દ્વારા મનની એકાગ્રતા સધાય છે. ત્યાર બાદ શરીર, શ્વાસ, ઇન્દ્રિયો અને મન બધું જ શાંત અને સ્થિર થઈ જાય છે. શરીરનું હલનચલન બંધ - ઠાણેણં, વાણીનું મૌન - માણેણં, ઇન્દ્રિયો અંતર્મુખ અને મન એકાગ્ર - જાણેણંની સ્થિતિ આવે છે. આ જ સ્થિતિમાં આશરે બે ઘડી જેટલો સમય વીતી જાય ત્યારે ધ્યાન લાગી જતું હોય છે. ધ્યાન કરવાનું હોતું નથી, પરંતુ નિષ્ઠાપૂર્વક અષ્ટાંગયોગની ક્રમિક સાધના નિયમિતપણે કરતા રહેવાથી ધ્યાન લાગી જતું હોય છે. આ સ્થિતિ દરમિયાન શરીર, વાણી, ઇન્દ્રિયો કે મન વડે કોઈ જ પ્રકારનાં શુભ કે અશુભ કર્મબંધનો થતાં નથી. મન-વચન-કાયા શાંત હોય અને ચેતના જાગૃત હોય ત્યારે નવાં કર્મો બંધાતાં નથી અને જૂનાં કર્મો ધીરેધીરે ખરતાં જાય છે. આ રીતે આત્મા પરના દોષો અને દુષિત કર્મો હટતાં જાય તેમતેમ અંદરના ગુણોનું પ્રગટીકરણ થાય છે. અંધકાર હટતો જાય અને પ્રકાશ ધીરેધીરે ફેલાતો જાય છે. અંતરનો મળ અને અંધકાર દૂર થતા જ્ઞાન પ્રગટે મનમાંથી રાગ દૂર થતા આનંદ પ્રગટે મનમાંથી દ્વેષ દૂર થતા પ્રેમ પ્રગટે શરીર-મનનું શુદ્ધિકરણ થતા શક્તિ પ્રગટે સાધકની અંદર જ્ઞાન-પ્રેમ-આનંદ-શક્તિ વગેરે આત્માના ગુણોનો ભંડાર ભરેલો જ છે. એ ભંડાર ખોલવાની ચાવી તે ધ્યાન છે. ૧૧૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને જૈન ધર્મ $$ $$$ $વિજ્ઞાન અને જૈન ધર્મ ઈ ચ્છ ક ૮મું પગથિયું - સમાધિ સમાધિનો તો માત્ર પરિચય જ બસ છે. તેમાં બુદ્ધિ સ્થિર, શરીર-ઇન્દ્રિયો-મન શાંત, પરંતુ ચેતના જાગૃત હોવાથી આ સ્થિતિમાં ચેતનાનો સંપૂર્ણ વિકાસ થાય છે, પણ સાધકની સાધનાનું શિખર સમાધિ છે. ઉપસંહાર યોગસાધક પોતાની સાધના આસનથી શરૂ કરી ધારણા સુધી પહોંચે ત્યાં સુધીમાં તે શાંત અને અંતર્મુખ થઈ જતો હોય છે, એટલું જ નહીં, સાધના પૂરી કર્યા બાદ પણ તેના મનમાં શાંતિ, પ્રસન્નતા, આનંદ, સંતોષ જ રમતાં હોય છે. દિવસ દરમિયાન તે જે કંઈ પણ કાર્ય કરે તેનો આનંદ અને શાંતિ લાંબા સમય સુધી ટકી રહે છે. એ જ રીતે સામાયિક, મંત્રજાપ, ધ્યાન વગેરેની સાધના પૂર્ણ કર્યા બાદ તેની અસર, શાંતિ, પ્રસન્નતા સાધકના મનમાં લાંબો સમય ટકી રહે અને તેની અસર તેનાં વાણી-વર્તનમાં પણ દેખાઈ આવે છે. જૈન ધર્મમાં જપ, તપ, સ્વાધ્યાય, સામાયિક વગેરે જેજે ક્રિયાઓ કરવાની કહી છે તે મૂલ્યવાન મોતી જેવી છે અને યોગસાધના અને તેનું પરિણામ દોરાધાગા જેવું છે, એ બંનેનો સમન્વય થાય એટલે કે દોરામાં મોતી પરોવી દેવામાં આવે તો મૂલ્યવાન અલંકાર, મોતીની માળા શોભી ઊઠે છે. યોગ દ્વારા થતી સાધના અને જૈન ધર્મમાં પ્રરૂપેલી સાધના ૧+૧ જેવી છે, પરંતુ બન્નેને સાથે જોડાણ કરી દેવામાં આવે તો ૧૧ બની જાય છે. યોગની વ્યાખ્યા જ એ છે કે કોઈ પણ બેનું જોડાઈને એક થઈ જવું. તો આ રીતે બન્ને માર્ગનો સમન્વય કરીને સાધક પોતાની સાધના વધુ સઘન બનાવી શકે અને તેની અસર, તેની ખુમારી લાંબો સમય સુધી માણી શકે. જૈન સમાજના અગ્રણીઓ તથા સાધુ-સંતો યોગસાધના પ્રત્યે જાગૃત બને, તેની અનુમોદના કરે તો દરેકના શારીરિક, વાચિક અને માનસિક આરોગ્ય પર તેનો ખૂબ જ પ્રભાવ પડી શકે છે. પ્રત્યેક માનવી માટે આ વિકાસનો માર્ગ છે. ચાલો, આપણે સૌ યોગસાધનાને સ્પષ્ટ સમજીએ અને વિચારપૂર્વક તે માર્ગે પ્રયાણ કરીએ. સંદર્ભ : મહર્ષિ પતંજલિકૃત યોગદર્શન (જિતેન્દ્રભાઈ યોગસાધના અને યોગશિક્ષણમાં રસ ધરાવે છે. તેઓ શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તિથલ સાથે સંકળાયેલા છે) સત્યશોધની બે ધારાઓઃ જૈન દર્શન અને વિજ્ઞાન - ડૉ. પ્રીતિ શાહ વીસમી સદીની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખાયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતા (રિલેટીવિટી)ના સિદ્ધાંતે એક એવું પરિવર્તન કર્યું કે જેનાથી આપણે હજી આજાણ છીએ. ૧૯૦૫માં આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતે દેશ અને કાળસંબંધી અવધારણાઓમાં આમૂલ પરિવર્તન કર્યું. સાપેક્ષના આ સિદ્ધાંતે ધર્મના ચિંતન પર પ્રભાવ પાડ્યો અને સૌથી વધુ તો વિજ્ઞાન અને ધર્મ જે સાવ જુદાજુદા રાહે ચાલતાં હતાં અને આ સિદ્ધાંતે વીસમી સદીમાં પરસ્પર સાથે જોડી દીધાં. એક અર્થમાં કહીએ તો ભગવાન મહાવીરસ્વામીએ અનેકાંતવાદ દ્વારા માનવજીવનના વ્યવહાર માટે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, તો આબર્ટ આઈન્સ્ટાઈને આપણી દેશકાળ સંબંધી અવધારણાઓ વિશે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. એક નોંધપાત્ર બાબત એ છે કે આધ્યાત્મિક વ્યક્તિ સાત્યની શોધ કરે, કોઈ યોગી સાધના દ્વારા પ્રાપ્તિ કરે, સમવસરણમાં બેસીને તીર્થંકર પરમાત્મા દેશના આપે, એ બધામાં સત્ય ઉજાગર થતું હોય છે. ન્યૂટન કે આઈન્સ્ટાઈન અથવા તો જગદીશચંદ્ર બોઝ અને હોમી ભાભાનાં સંશોધનો પણ એક સત્યની શોધ માટેનાં છે. હવે જરા વિચાર કરીએ કે આ શોધ કઈ રીતે થતી હોય છે, તો આનંદ સાથે આશ્ચર્ય એ વાતનું લાગશે કે આ બંનેમાં પછી તે ધર્મ હોય કે વિજ્ઞાન હોય, સ્થળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું હોય છે. ધર્મ જે સત્યની શોધ કરે છે તે અતીન્દ્રિય જ્ઞાનથી કરે છે અને વૈજ્ઞાનિક જે શોધ કરે છે તે સુક્ષ્મ અન્વેષણ અને યંત્રોના માધ્યમથી કરે છે. આનું એક જ ઉદાહરણ જોઈએ. ધર્મે એના અતીન્દ્રિય જ્ઞાનથી પરમાણુની શોધ કરી. આજનો પરમાણુવિજ્ઞાની પણ એ ચેતના તરફ જ જઈ રહ્યો છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ સમયે પૂછવામાં આવ્યું, ‘તમે આવતા જન્મમાં શું કરવા ઇઇછો છો ?'' આઈન્સ્ટાઈને ઉત્તર આપ્યો, ‘આ જન્મમાં મેં જોયને શોધ્યું છે. મારા બધા ૧૨૦ ૧૧૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ 02 વિજ્ઞાન અને જૈન ધર્મ છે વિષયો વસ્તુનિષ્ઠ એટલે કે Objective રહ્યા છે. હવે હું ઇચ્છું છું કે પછીના જન્મમાં હું જ્ઞાતાને જાણવાનો પ્રયાસ કરીશ. આત્માને જાણું, ચૈતન્યના રહસ્યને જાણું એવી મારી ઇચ્છા છે. દેશ અને કાળસંબંધી અવધારણાઓને સાપેક્ષતા સાથે જોડીને જેટલો વિચાર જૈન ધર્મમાં થયો છે, એટલો અન્ય પરંપરામાં મળતો નથી. એક તૌ જૈન પરંપરા વસ્તુવાદી છે અને બહુત્વવાદી છે, જેમ કે આ વસ્ત્ર લાલ છે તેમ કહીએ ત્યારે માત્ર વસ્તુનું રૂપ બતાવીએ છીએ. એની ગંધ કે એના સ્પર્શની વાત કરતા નથી. વળી એને લાલ કહીએ ત્યારે એનાથી વધારે લાલ રંગનું બીજું વસ્ત્ર હોઈ શકે અને એની સરખામણીમાં આને લાલ કહી શકાય નહીં અને ત્રીજી વાત એ છે કે જ્યારે આપણે એને લાલ કહીએ છીએ, એનો અર્થ એ કે બીજા બધા રંગ લાલ રંગમાં દબાઈ ગયા છે, પરંતુ એ હોવા છતાં દેખાતા નથી. આ સાપેક્ષતાનો સિદ્ધાંત એ જૈન દર્શનનો આત્મા છે. સાપેક્ષતાની વાત અનેકાંતવાદમાં જોવા મળે છે, જેમ કે, કશુંક સ્વીકાર્ય બને છે અને કશુંક અસ્વીકાર્ય બને છે, એની પાછળ રાગદ્વેષ કારણભૂત હોય છે. આ બેમાં ત્રીજી સમતાની વાત આવતાં સ્વીકાર્ય અને અસ્વીકાર્ય બંને સાપેક્ષ થઈ જાય છે. આ રીતે જે તર્કનો પ્રયોગ ધર્મમાં જોવા મળે છે તે વિજ્ઞાનમાં પણ હોય છે. માત્ર વિજ્ઞાન તર્કને તર્ક તરીકે જુએ છે, જ્યારે દર્શન એના દ્વારા સત્યની ખોજ કરે છે અને એ રીતે સાપેક્ષતાના સિદ્ધાંતના સંદર્ભમાં અનેકાંતવાદને જોઈ શકાય. આ રીતે વિજ્ઞાન અને જૈન ધર્મ બંને સત્યની શોધની બે ધારાઓ છે. એમને વિરોધી ગણવી જોઈએ નહીં. માત્ર વિજ્ઞાન એ પદાદપક્ષને જુએ છે અને ધર્મ એ ભાવપકાને જોઈને ચાલે છે. વિજ્ઞાન સૂક્ષ્મ તત્ત્વોનું અન્વેષણ કરે છે જે પ્રાયોગિક છે, પરંતુ એનાથી જો જૈન દર્શનનાં સૂક્ષ્મ સત્યો વધુ સ્પષ્ટ થતાં હોય તો જૈન દર્શન-જૈન ધર્મનાં પ્રગતિનાં દ્વાર બંધ કરવાં જોઈએ નહીં. હકીકત તો એ છે કે ધર્મે એક નવો આયામ અને અભિગમ આપવાની જરૂર છે. જો એને નવો આયામ કે અભિગમ આપવામાં આવશે નહીં તો દર્શનને એટલે કે ધર્મના તત્ત્વજ્ઞાનને પ્રયોગ સાથે સંબંધ રહેશે નહીં અને સાર્થકતા સાથે કોઈ નાતો જોડાશે નહીં. એક ભેદ પણ સ્પષ્ટ કરવો જોઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ હોય છે અને એ સાંકેતિક ભાષાઓની પાછળ રહેલા મર્મન પ્રગટ કરવાનો હોય છે, જયારે વિજ્ઞાન એ પોતાની વાત ખૂબ સ્પષ્ટપણે અને અત્યંત ૧૨૧ ( #S OON – અને જૈન ધર્મ 90999) સરળતાથી દર્શાવે છે. ધર્મ હંમેશાં સૂક્ષ્મ અને અમૂર્તની ચિંતા કરે છે અને જેટલા અંશમાં વિજ્ઞાન અમૂર્ત પાસે જાય છે એટલા અંશમાં એ તત્ત્વજ્ઞાન પાસે જાય છે. એક બીજી વાત પણ ખરી અને તે એ કે ધર્મનાં રહસ્યો આધુનિક સાધનો દ્વારા વધુ પ્રગટ થઈ રહ્યાં છે, જેમ કે, આભામંડળ વિશેની આપણી વાત કે સૂર્ય વિશેની આપણી વાત વિજ્ઞાનનાં સાધનો અને પ્રયોગોથી પુરવાર કરી શકીએ છીએ. એક અર્થમાં કહીએ તો ધર્મમાં અતીન્દ્રિય જ્ઞાન અને વિજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો આધાર લેવામાં આવે છે. જૈન ધર્મે પૃથ્વી, જળ, અગ્નિ અને વનસ્પતિમાં ચૈતન્ય છે એમ કહ્યું છે. પ્રથમ જૈન આગમ ‘શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, વનસ્પતિજગતમાં પણ પ્રાણીજગત જેવી સંવેદનશીલતા છે. એ કાળે વિજ્ઞાન આ માન્યતાને સ્વીકારતું નહોતું, પણ જૈન ધર્મ આ તત્ત્વોની ચેતનાને આદર આપતો હતો. જગદીશચંદ્ર બોઝ અને અન્ય વૈજ્ઞાનિકોએ એ તથ્યની પુષ્ટિ કરી કે વનસ્પતિમાં પણ પ્રાણીજગત જેવી જ સંવેદનશીલતા છે, ત્યારે ‘શ્રી આચારંગ સૂત્ર'ના એ કથનને વિજ્ઞાને પણ સ્વીકાર્યું. વનસ્પતિવિજ્ઞાનીઓએ વનસ્પતિની સંવેદનશીલતા અંગે ઘણા પ્રયોગો કર્યા, પોલિગ્રાફ મશીનના તાર વૃક્ષ અને છોડ સાથે જોડી દીધા પછી એવા તારણ પર આવ્યા કે ઝાડપાન વિદ્યુતપ્રવાહ, વધુ કે ઓછું તાપમાન, તીવ્ર આઘાતો વગેરે પ્રત્યે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. સંગીતનો પણ તેના પર પ્રભાવ પડે છે. તે ઇન્ફારેડ કે અસ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે, ટી.વી.ની ઉચ્ચ ફ્રિક્વન્સી અનુભવે છે, તેમ જ માણસ અને જીવજંતુની ગતિવિધિ પણ તે અનુભવે છે. વનસ્પતિજીવોમાં પણ આહાર (અમરવેલ કે બીજા છોડમાં જઈને પોતાને જરૂરી આહાર મેળવી લે છે), ભય (લજામણીનો છોડ, નાગફણી કાંટાથી પોતાની રક્ષા કરે છે), મૈથુન-પરિગ્રહ જેવી સંજ્ઞાઓ છે. ક્રોધ (જંગલોમાં ડંખ મારવાવાળાં વૃક્ષ હોય છે), માન (અહંના વિસ્તારની) વડમાં જોવા મળે છે. યુકેલિપ્ટસ આસપાસની વનસ્પતિ માટે જોખમ-પાણી શોષી લે છે. માયા (કીટભક્ષી વનસ્પતિ), લોભ (પોતાનું ભોજન જમીનમાંથી સંચિત કરે છે. ગાજર, મૂળા, બટેટા) જેવા કષાયો પણ જોવા મળે છે. એમ કહેવાય છે કે અશોક વૃક્ષ નીચે બેસવાથી ટેન્શન દૂર થાય છે, જ્યારે બહેડાના ઝાડ નીચે બેસનારનું ટેન્શન વધી જાય છે. હવે તો વિજ્ઞાન માત્ર વનસ્પતિમાં જ નહીં, પણ જમીન, પાણી, વાયુમાં પણ જીવ હોવાનું ધીમેધીમે સ્વીકારી રહ્યું છે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ૧૨૨ - Page #63 -------------------------------------------------------------------------- ________________ છે. વિજ્ઞાન અને જૈન ધર્મ છે ખાતરોનો ઉપયોગ શરૂઆતમાં ખેતપેદાશોમાં વિપુલ ઉત્પાદન માટે લાભદાયી લાગ્યો, પણ પછી જ્યારે એનાથી જ જમીનના જીવંત કોષો નષ્ટ થવા લાગ્યા, જમીન ઉજજડ બનવા લાગી ત્યારે હવે સજીવ ખેતી અને સેન્દ્રિય ખાતરના ઉપયોગ પર ભાર મુકાવા લાગ્યો છે. “શ્રીસૂયગડાંગ સૂત્ર’ મુજબ પાણી દ્રવ્ય નથી, પણ વાયુમાંથી બને છે તે વાત પણ હેન્ડી ક્વોડિન્સે જ્યારે હાઈડ્રોજન અને ઑક્સિજન છૂટા પાડી બતાવ્યા ત્યારે સિદ્ધ થઈ.. આથી જ જૈન ધર્મમાં વનસ્પતિ, જળ વગેરેનો બિનજરૂરી ઉપયોગ નહીં કરવાનું કહ્યું છે. પાણી ઘીની જેમ વાપરવું જોઈએ. આની પાછળનું કારણ એ છે કે એક ટીપામાં અસંખ્ય જીવાણુ રહેલા છે. ૧૬મી સદીમાં માઇક્રોસ્કોપની શોધ થયા પછી સંશોધન થયું અને વૈજ્ઞાનિક કૅપ્ટન સ્કોરસેબીએ પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ ત્રસકાય જીવો શોધી કાઢ્યા હતા. વૈજ્ઞાનિક સંશોધને એ સિદ્ધ કર્યું છે કે જે ધાન્ય કે વૃક્ષમાં જીવનના વિકાસની સંભાવના હોય તેનો નાશ કરીએ અથવા તો તેનું ભક્ષણ કરીએ તો અનંત જીવોની હિંસા થાય છે, કારણકે એમાં રહેલો જીવનવિકાસ કેટલાય જીવોને જન્મ આપતો હશે. એનો નાશ કરવાથી અનંત જીવનની હત્યા થાય છે. જૈનોમાં સામાન્ય રીતે ફણગાવેલાં અનાજ અથવા અંકુરિત થતો વૃક્ષનો કોઈ હિસ્સો ખાવો તેને પાપપૂર્ણ ગણવામાં આવે છે, કારણકે તેમાં અનંતકાય જીવો હોય છે અને આવા અનંતકાય જીવોનું ભક્ષણ અનેક પાપોને નિમંત્રણ આપે છે. જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું તે સમયે આપણા પ્રજ્ઞાપુરુષોને આનો ખયાલ આવ્યો તે આજે તો આશ્ચર્ય જ લાગે ! એની ધાર્મિક ક્રિયાઓ પણ એ રીતે જ રચાઈ છે. કોઈ મંદિર માટે ભૂમિ ખોદવામાં આવે ત્યારે ધરતીની ક્ષમા યાચવામાં આવે છે અને કહે છે કે, મંગલકાર્ય માટે ભૂમિખનન કરું છું તો તે ધરતી, મને ક્ષમા આપજે. આમ જૈન સાધુની પ્રત્યેક ક્રિયા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના આદર સાથે જોડાયેલી છે. જૈન શાસ્ત્રોના છ આવશ્યકમાંના પ્રથમ આવશ્યક સામાયિકની વાત કરીએ. કર્મનિર્જરાનું આ એક અમોઘ સાધન ગણાય છે. પુણિયા શ્રાવકની સામાયિકની મહત્તાનો આપણને સૌને ખયાલ છે. જૈન ધ્યાન-પ્રણાલીનું ઝળહળતું શિખર એ સામાયિક છે. એનાં વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાસાંનો ખયાલ મેળવીએ. એમાં શ્રાવક બે ઘડીના સાધુપણાનો અનુભવ પામે છે. શા માટે ૪૮ મિનિટનું સામાયિક ? માનવમનના સંશોધકોએ સિદ્ધ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિના મનની એકાગ્રતા ૪૮ કહી છે – અને જૈન ધર્મ કે જ મિનિટથી વધુ રહી શકતી નથી. આ સામાયિક દ્વારા આધિ, વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત માનવચિત્તના પરિવર્તનની વાત છે. જેનાથી રાગ અને દ્વેષ દૂર થાય અને સમભાવ કેળવાય તે સામાયિક, પરંતુ એની સાથે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સામાયિકથી બ્લડપ્રેસર પ્રમાણસર રહે છે. કૉલેસ્ટેરોલનું પ્રમાણ જળવાઈ રહે છે. એકાગ્રતાની કેળવણીને પરિણામે યાદશક્તિ વધે છે. માનસિક હતાશા (Deprassion)ના દર્દીને પણ એનાથી લાભ થાય છે. આ રીતે સામાયિક પણ માનસિક કેળવણીની આંતરશક્તિની સમીપ પહોંચી આંતર પરિવર્તન સાધીને આત્મઓળખ, આત્મશુદ્ધિ અને આત્મદર્શન દ્વારા અધ્યાત્મના પરમશિખર સુધી પહોંચવાનું છે. આપણને આપણા આંતરદોષોની ઓળખ પ્રતિક્રમણ આપે છે. જૈન આચાર કહે છે કે, ભૂલ થયાની વ્યક્તિને પોતાને જાણ થાય પછી ક્ષમા ન માગે ત્યાં સુધી એણે ઘૂંક પણ ગળાની નીચે ઉતારવું નહીં. ‘મિચ્છા મિ દુક્કડમ” એ વિશ્વમૈત્રીનો અવસર છે અને અહીં તમે સામે ચાલીને ક્ષમા માગવા જાઓ છો. કોની ક્ષમા ? જેને તમારા આચરણથી દુઃખ પહોંચ્યું છે એની મા. પોતાની ભૂલના પશ્ચાત્તાપની આ અજોડ પદ્ધતિ છે. કેટલાક ધર્મોમાં ધર્મગુરુ પાસે ક્ષમા યાચવામાં આવે છે તો ક્યાંક ઈશ્વર સમક્ષ પોતાનાં દુષ્કૃત્યોની માફી માગવામાં આવે છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ વખતે કટાસણું પાથરીને બેસીએ છીએ. સફેદ ઊનનું - એનો હેતુ શો? સામાયિક દરમિયાન જાગેલી શક્તિને એ શરીરમાંથી બહાર નીકળતી અટકાવે છે. બીજી બાજુ અતિસૂક્ષ્મ જીવજંતુઓને રક્ષણ આપે છે અને હા, એનો શ્વેત રંગ શાંતિ અને આધ્યાત્મિક પરિવેશ પ્રગટાવે છે. - લુઈસ હે પોતાના - 'You can heal your life' પુસ્તકમાં જણાવે છે કે ‘લાંબા સમય સુધી નારાજગીનો ભાવ શરીરમાં રહે તો તે કૅન્સર પેદા કરે છે. સતત નિંદા કરવાની ટેવ આર્કાઈટિસને નિમંત્રણ આપે છે. માનવીની અંદર રહેતા અપરાધભાવથી શરીરમાં દર્દ રહ્યા કરે છે. ડરને કારણે તનાવ-ટાલ પડી જવી, અલ્સર થવું, પગ ફાટી જવા જેવી બીમારીઓ થાય છે. મેં એવું જોયું કે ક્ષમાભાવ રાખવાથી, નારાજગીને ત્યજી દેવાથી કેન્સર મટી પણ શકે છે. મેં એની સફળતા જોઈ છે અને અનુભવ પણ કર્યો છે.’ લુઈસ હે અમેરિકામાં ઘણા પ્રકારની બીમારીઓનો ઉપચાર કરી રહી છે. - ૧૨૪: - ૧૨૩ - Page #64 -------------------------------------------------------------------------- ________________ 800 વિજ્ઞાન અને જૈન ધર્મ 9 2 ‘શ્રી લોગસ્સ સૂત્ર’ની ક્રિયા દ્વારા વ્યક્તિ એના ચિત્તના વિચારો શુદ્ધ કરે છે અને સાચો માર્ગ મેળવે છે. વિશેષ તો તીર્થકરોને પ્રણામ કરી એમના ગુણોનું ગાન કરીને તે પોતાના આવેગોનું શમન કરે છે. વાંદનાથી સાધુ-સાધ્વીઓને આદર આપીને વ્યક્તિ નમ્ર બને છે, એનો અહંકાર ઓગળે છે અને વિનયના ગુણો ખીલે છે. જૈન ધર્મમાં જે ખમાસણાં લઈએ છીએ ત્યારે તે આખી પ્રક્રિયા શરીરનાં જુદાંજુદાં કેન્દ્રો પર અસર કરે છે. ચૈત્યવંદનમાં જે જુદીજુદી મુદ્રાઓ છે તે દરેક મુદ્રા યોગવિજ્ઞાન સાથે સંકળાયેલી છે. સામાયિક વખતે રખાતા સ્થાપનાચાર્યની સમક્ષ સાધકો બેસે છે. એના પર ધાર્મિક ગ્રંથ હોય છે. ગુરુની અનુપસ્થિતિમાં આ સ્થાપનાજીથી એક શિસ્ત અને લઘુતાનો ભાવ અનુભવાય છે. ગુરુ બિન જ્ઞાન કહાં...', પણ અહીં ગુરુની અનુપસ્થિતિમાં સ્થાપનાજી રખાય છે. સ્વાચ્યવિજ્ઞાન હવે જોરશોરથી કહે છે કે સૂતાં પહેલાં બે-ત્રણ કલાક અગાઉ જમવું આવશ્યક છે. એક સમયે રાત્રિભોજન સાથે હિંસાની વાત જોડાયેલી હતી, પરંતુ હવે રાત્રિભોજન માત્ર હિંસાની સીમા સુધી જ સીમિત નથી, પણ જીવવિજ્ઞાન અને આહારશાસ્ત્રને વટાવીને છેક મેડિકલ સાયન્સ સુધી પહોંચ્યું છે. આજે અમેરિકામાં ઘણા ડૉક્ટરો એના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને સલાહ આપે છે કે, સૂતાં પહેલાં ત્રણેક કલાક અગાઉ ભોજન કરી લેવું. સૂર્યપ્રકાશમાં ભોજનમાં રહેલા વિષાણુઓને નષ્ટ કરવાની શક્તિ છે, જે શક્તિ રાત્રિના અંધકાર પાસે નથી અને એ જ રીતે સર્યપ્રકાશ સમયનું ભોજન શરીરની પાચનક્રિયાને પ્રોત્સાહક બનાવે છે. ચૌવિહારમાં ભોજન પછી સૂર્યાસ્ત બાદ પાણી લેવાતું નથી અને પરિણામે વ્યક્તિને વારંવાર કુદરતી હાજતો માટે ઊઠવું પડતું નથી અને એથી એનો નિદ્રાભંગ થતો નથી. જૈન ધર્મના આહારવિજ્ઞાન તરફ વળીએ. અહીં ભક્ષ્ય અને અભક્ષ્યની ઘણી ઊંડી ચર્ચા છે. જૈન ધર્મની અહિંસાની વિચારણા સાથે ખાદ્ય-અખાઘની વિચારણા જોડાયેલી છે, પરંતુ એ સાથે એમાં એટલું જ ગહન વિજ્ઞાન છે, જેમ કે, અમુક દિવસો સુધી લોટ રાખવાની વાત છે. ચોમાસામાં ભેજ હોવાના કારણે એસ્પર જિલસ, મ્યુકર, રાઈજોયસ, સેકોરોમીઇસસ જેવા કિટાણુઓ લોટને પ્રદૂષિત કરી નાખે છે. જ્યારે અન્ય ઋતુઓમાં એનો પ્રભાવ ઓછો હોવાથી એ વધુ દિવસો સુધી રાખી શકાય છે. - ૧૨૫ - શ્રી કચ્છી – અને જૈન ધર્મ છે દહીંમાં જીવાણુઓની સક્રિયતા ખૂબ ઝડપથી વધે છે અને તેથી જ જૈન ધર્મ સાકર, કિસમિસવાળા દહીંની મર્યાદા ૪૮ મિનિટ આપી છે. ખીચડી, દાળ અને શાકભાજીની મર્યાદા છ કલાકની, રોટલી અને ભાતની મર્યાદા ૧૨ કલાકની છે. લાડુ અને ખાજા ખાનારને એટલી ખબર છે કે એની સમયમર્યાદા ૨૪ કલાકની છે. આ વિષયમાં આજનું વિજ્ઞાન કહે છે કે, રાંધેલા ભોજનમાં જળઅંશ ઓછો હોવાથી અને ચીકાસ હોવાથી એક પ્રકારનું સુરક્ષાકવચ બને છે અને તેથી જીવાણુઓ એને તરત દૂષિત કરી શકતા નથી. જ્યારે કચી રસોઈમાં જળઅંશ વધુ હોવાથી જીવાણુ શીધ્ર ઉત્પન્ન થાય છે તેથી એની સમયમર્યાદા ઓછી આપવામાં આવી છે. આ જ રીતે ઉકાળેલા પાણીની પણ સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાન્ય રીતે ઉકાળેલું પાણી ૧૨ કલાક સુધી જીવાણુરહિત માનવામાં આવે છે. વિજ્ઞાન કહે છે કે ૧૨ કલાક બાદ પાણીમાં ક્લોરૃિડિયમ નામના જીવાણુ પુનઃ સક્રિય થઈ જાય છે. આજે આધુનિક ઉપકરણોએ જે તથ્ય તારવ્યાં છે એ જ વાત જૈન ધર્મની આહારસંહિતામાં વર્ષોથી રહેલી છે. આ આહારસંહિતાની પાછળ એક વિચારધારા રહેલી છે અને એમાંથી શાકાહારની વાત આવે છે. આજે વિશ્વમાં ખૂબ ઝડપથી શાકાહાર પ્રસરી રહ્યો છે. જૈન ધર્મે વર્ષો પહેલાં આહાર સાથે માનવચિત્તને જોડ્યું છે. વિજ્ઞાનનો વિકાસ ધર્મને એક અર્થમાં એ રીતે ઉપયોગી છે કે જે ધર્મમાં સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થયા છે, જે સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત્ કરીએ છીએ, ત્યારે કેવું પરિવર્તન આવે છે તે વિજ્ઞાન બતાવે છે, જેમ કે, કોઈ વ્યક્તિ યોગ કરે અને એનું બ્લડપ્રેસર ઘટી જાય છે, તો બ્લડપ્રેસર, ડાયાબિટીસ કે લોહીનું પરિભ્રમણ જાણવા માટે વૈજ્ઞાનિક યંત્રનો ઉપયોગ થઈ શકે છે અને એ રીતે એ યોગપદ્ધતિ પૂર્ણ વૈજ્ઞાનિક હોવાનું જોઈ શકાય છે. આચાર્ય મહાપ્રજ્ઞ પ્રેક્ષાધ્યાન દ્વારા આવા પ્રયોગો કરતા. આજના ઘણા યોગીઓ આવા પ્રયોગો કરીને પુરવાર કરે છે. બાબા રામદેવના આવા પાઠો તો લોકો ટેલિવિઝન પરથી પણ શીખતા હોય છે. એટલે વિજ્ઞાન એ ધર્મનું તદ્દન વિરોધી છે તે માન્યતા ખોટી છે. જૈન ધર્મે પ્રકૃતિ અને પદાર્થ વિશે તથા જીવન અને મનોવિજ્ઞાન વિશે જે સિદ્ધાંતો પ્રગટ કર્યા તે આજના વૈજ્ઞાનિક વિચારો અને સિદ્ધાંતો સાથે જોવા જોઈએ. ૧૨૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ ક090% વિજ્ઞાન અને જૈન ધર્મ છે જૈન ધર્મ અને વિજ્ઞાનના સામ્યનું કારણ એ છે કે બંનેની ટેક્નિક અને તર્ક સમાન છે. જૈન ધર્મનું મહત્ત્વનું સત્ય એ છે કે એ પ્રત્યેક પદાર્થનું જ્ઞાન અનેક દૃષ્ટિએ કરવું જોઈએ અને એ વિચારને એણે અનેકાંતરૂપે દર્શાવ્યો. સ્યાદવાદ અનુસાર વસ્તુના બધા ગુણ એકસાથે રહી શકતા નથી, પરંતુ એક ગુણના કથન સમયે બીજા ગુણોની સંભાવના રહે છે. વિજ્ઞાન પણ આ સંબંધમાં સંભાવનાનો સિદ્ધાંત આપે છે. વિજ્ઞાનના સમાજશાસ્ત્ર સાથે તો ધર્મ ગાઢરૂપે જોડાયેલો છે. એકમાત્ર જૈન ધર્મ જ એવો ધર્મ છે કે જેણે પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને વનસ્પતિમાં મનુષ્યના જેવી સંવેદના હોય છે એમ કહ્યું છે. આત્મવાદનો આવો સિદ્ધાંત અન્યત્ર લિપલબ્ધ નથી. જેનો એમ માને છે કે બધા આત્માઓ સમાન છે અને પરસ્પરના જીવને સહારો આપે છે. આથી કોઈનુંય જીવન નષ્ટ કરવાનો બીજાને અધિકાર નથી. આ સિદ્ધાંતમાં પર્યાવરણની સુરક્ષાની વાત છે અને પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનો સિદ્ધાંત છે. હવે આપણે એવા યુગનો આરંભ કરીએ કે જેમાં ધર્મ અને દર્શન સામસામાં વિરોધી ન હોય. વિરોધી હોવાનો વિવાદ સમાપ્ત કરીએ અને વૈજ્ઞાનિક અને દાર્શનિક પરસ્પર સંબંધનો સંવાદ કરીએ અને એ રીતે ૨૧મી સદીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનની એકતા સાધીએ, જે સમગ્ર માનવસમાજને માટે હિતકારી બનશે, કારણકે Science is lame without religion and religion is blind wihthout science. Jainism truely acted as a bridge between science and religion. ભૌતિકશાસ્ત્ર, યંત્રવિજ્ઞાન અને અણુવિજ્ઞાનના ત્રણ આયામોમાં ધર્મના ચોથા આયામનો સ્વીકાર કરવામાં આવે તો માનવવિકાસને માટે સમતુલનની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે. વર્તમાનમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી ભૌતિકવિજ્ઞાનના માધ્યમથી ચેતના (કોન્સ્ટસનેસ)નો વિચાર કરે છે. એના પરિસંવાદો પણ થાય છે. અમદાવાદમાં વિચારકો, વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો ધર્મ અને અધ્યાત્મ વિશે નિયમિતપણે મળે છે. આધુનિક વિજ્ઞાને નીતિ, સમાજ અને સંસ્કૃતિને માનવજાતના વિકાસને માટે મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ અને આ રીતે ધર્મ અને વિજ્ઞાનના સંબંધથી પૃથ્વીના ગ્રહ પર ‘સર્વે ભદ્રાણિ પશ્યન્તુ'ની ઊજળી આવતી કાલનું સર્જન કરવું જોઈએ. (અમદાવાદસ્થિત ડૉ. પ્રીતિબહેને સમૂહ માધ્યમોના વિકાસ પર શોધ નિબંધ લખી Ph.D. કરેલ છે. ગુજરાત સમાચારનાં કટાર લેખિકા છે. ‘નવચેતન'ના તંત્રી છે અને ગુજરાત વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે). ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ જૈન આચાર્યો (શ્રમણ)નું જૈન શાસનમાં પ્રદાન - સુરેશભાઈ ગાલા સદ્ગર કો વંદન કરું, દીની અમરત વેલ, તૂટો પડદો ભરમકો, સમજ ગયો સબ ખેલ. સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની અને અનેકાંતવાદી આચાર્ય. આવા આચાર્યએ આત્મસાધનારૂપી અમૃતવેલ આપી જેનું સેવન કરતાં હું દેહ છું, હું મન છું એવા ભ્રમનો પડદો તૂટી ગયો અને હું તો અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ છું એની અનુભૂતિ થઈ, પરિણામે આ સૃષ્ટિનો ખેલ મને સમજાઈ ગયો. મારે શ્વેતાંબર જૈન પરંપરાના એવા આચાર્યો વિશે વિવરણ કરવું છે કે જેમના પ્રદાનને કારણે ૨૫૦૦ વર્ષથી અલ્પસંખ્યક જૈન ધર્મ ટકી રહ્યો છે. સટ્ટરકો વંદન કરું, એસો કિયો ઉપાય, પરંપરા અખંડ રહી, નચિંત રહા સમુદાય. આ વિશ્વમાં સૌથી પ્રાચીન છતાં હજી સુધી અખંડ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક ચાલતી સાધુ કે સંન્યાસીની પરંપરા એ જૈન સાધુની પરંપરા છે ! શ્વેતાંબર જૈન ધર્મની સાધુસંસ્થાની પાટ પરંપરાની વિગત કલ્પસૂત્રમાં છે. આદિનાથ પ્રભુ કે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાની વાત છોડી દઈએ તોપણ ભગવાન મહાવીર પછી પાટ પર સુધર્માસ્વામી બિરાજ્યા હતા. સુધર્માસ્વામી પછી જંબુસ્વામી, સ્વયંભૂસ્વામી અને છેલ્લે દેવર્ધિગણી થામાશ્રમણ પર્વતની પાટ પરંપરાનો ઉલ્લેખ કલ્પસૂત્રના બીજા વિભાગ સ્થવિરાવલ્લિમાં છે. આપણે એમ કહી શકીએ કે ભગવાન મહાવીર પછી લગભગ ૧૦૦૦ વર્ષ સુધીની પાટ પરંપરાનો ઉલ્લેખ છે. ભગવાન મહાવીર પછી પાટ પર સુધર્માસ્વામી બિરાજ્યા માટે આજે પણ સાધુભગવંતો જે પાટ પર બેસી વ્યાખ્યાન આપે છે એ પાટને સુધર્માસ્વામીની પાટ કહે છે. ન ધર્મની સાધુસંસ્થા વિશ્વમાં સૌથી પ્રાચીન છે. આ હકીકતને ચકાસીએ. ઈસ્લામ ધર્મના ઉભવને અંદાજે ૧૪૦૦ વર્ષ થયાં છે. ક્રિશ્ચિયન ધર્મના ઉદ્ભવને અંદાજે ૨૦૧૮ વર્ષ થયાં છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. ભગવાન બુદ્ધ ભગવાન મહાવીરથી ઉંમરમાં નાના હતા. ભારતમાં બૌદ્ધ ૧૨૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ ધર્મની સાધુસંસ્થાની પરંપરા અખંડિત અને વ્યવસ્થિત રીતે જળવાઈ નથી. વૈદિક પરંપરામાં ઋષિ પરંપરા અતિપ્રાચીન છે, પરંતુ ઋષિઓ સાધુ ન હતા. વૈદિક પરંપરામાં વ્યવસ્થિત ચાલતી દશનામી સાધુઓની પરંપરા છે. આ પરંપરા આદિ શંકરાચાર્યે શરૂ કરી હતી, જેને લગભગ ૧૧૦૦ વર્ષ થયાં છે. દશનામી સંન્યાસીની પરંપરા એટલે એવી પરંપરા કે જ્યારે સંન્યાસીને દીક્ષા પછી નામ અપાય છે ત્યારે આ દશ નામમાંથી એક નામ એમના નામની પાછળ લાગે છે. દશનામ એટલે ગિરી, પૂરી, ભારતી, સરસ્વતી, તીર્થ, વન આદિ કે જે સંન્યાસીના નામની પાછળ લાગે છે. આપણે તારતમ્ય પર આવ્યા કે વિશ્વમાં સૌથી પ્રાચીન સાધુઓની પરંપરા કે જે આજ દિન સુધી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે એ જૈન ધર્મની સાધુ પરંપરા છે. એ અલગ વાત છે કે આ પરંપરામાં ઘણા ફાંટા પણ પડયા છે. ભારતમાં મોગલોના શાસનકાળમાં ઈસ્લામ ધર્મ જોરશોરથી ફેલાઈ રહ્યો હતો. હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં. બળજબરીથી વટાળ પ્રવૃત્તિ ચાલી રહી હતી. સિદ્ધપુરના બ્રાહ્મણોને બળજબરીથી વટલાવ્યા કે જેઓ આજે વોરા તરીકે ઓળખાય છે. લોહાણાઓને પણ બળજબરીથી વટલાવ્યા કે જેઓ આજે મેમણ કે ખોજા તરીકે ઓળખાય છે. ઘણીબધી જ્ઞાતિઓની વ્યક્તિઓને બળજબરીથી કે લાલચથી વટલાવી હતી, પરંતુ એક પણ જૈનને બળજબરીથી કે લાલચથી વટલાવ્યો નથી. મોગલોના શાસનકાળમાં ચતુર્વિધ સંઘને એટલે કે જૈન સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને લગભગ અપેક્ષાએ ઊની આંચ આવી નથી. જૈન સ્થાનકો, જૈન મંદિરો અને ગ્રંથભંડારો પણ મોગલોના શાસનકાળમાં અપેક્ષાએ સુરક્ષિત રહ્યાં છે એનાં મારી દૃષ્ટિએ ચાર કારણો છે. (૧) તીર્થંકર પ્રભુની અચિંત્યશક્તિ (૨) શાસન દેવી-દેવતાઓની અમીદષ્ટિ (૩) આચાર્ય ભગવંતોનું તપોબળ, મંત્રબળ, અનેકાંત દૃષ્ટિ, અહિંસક જીવનશૈલીનું બળ, જગતના દરેક જીવો પ્રત્યે કરુણાનો ભાવ, દૂરંદેશી, સમયની માગ પ્રમાણે ત્વરિત નિર્ણયો લેવાની શક્તિ આદિ () જૈન શ્રાવકોનો જિન શાસન પ્રત્યેનો સમર્પણભાવ, તીર્થંકર પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ, જીવદયાની પ્રવૃત્તિઓ માટે ધનનો છૂટથી ઉપયોગ, આચાર્યોના સુચનને શિરોમાન્ય રાખવાની ભાવના, અહિંસક અને મૂલ્યનિષ્ઠ આચરણ. મારી દૃષ્ટિએ ચાર કારણોમાંથી પહેલાં બે કારણો સૂક્ષ્મ ભૂમિકાઓ છે. - ૧૨૯ #શિવાજી – અને જૈન ધર્મ ) ચતુર્વિધ સંઘની સુરક્ષા માટેનું મુખ્ય કારણ છે જૈન આચાર્યો ! જૈનાચાર્યોએ જોયું કે મોગલોની રાજસત્તા આગળ કોઈનું ચાલવાનું નથી. આચાર્યોને શિરે બહુ મોટી જવાબદારી હતી. મોગલોના શાસનકાળમાં જૈન ધર્મની પરંપરા અખંડિત રહે, સુરક્ષિત રહે અને ચતુર્વિધ સંઘની સુખાકારી જળવાઈ રહે એ માટે જૈનાચાર્યો તારતમ્ય પર આવ્યા કે મોગલ રાજ્યકર્તાઓને પ્રભાવિત કરીએ તો જ આ શક્ય બને એમ છે. એમણે એક યૂહરચના કરી. અત્યારનો યુગ હોય કે પહેલાંનો યુગ હોય, કોઈ પણ રાજ્યકર્તાને તપ, ત્યાગ અને સંયમ દ્વારા નહીં, પણ મંત્રશક્તિ, જ્યોતિષનું જ્ઞાન અને રોગ માટેની દવાઓ દ્વારા જ પ્રભાવિત કરી શકાય છે. આચાર્યોએ તેજસ્વી અને હોશિયાર સાધુઓને મંત્રવિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદનો અભ્યાસ કરાવી એમને આ ત્રણ શાસ્ત્રોમાં નિષ્ણાત બનાવ્યા. આ સાધુઓ યતિ કહેવાયા. જૈનાચાર્યોએ જ યતિસંસ્થા ઊભી કરી. યતિઓએ સ્થિરવાસ કરવાનો હતો. એમને એકએક ઈલાકો સોંપવામાં આવ્યો હતો. યતિઓનું કામ રાજ્યકર્તા મુસ્લિમ સૂબાઓ અને નવાબો સાથે ઘરોબો કેળવી મંત્રશક્તિ, જ્યોતિષનું જ્ઞાન અને દવાઓના જ્ઞાન દ્વારા એમને પ્રભાવિત કરવાના હતા. એના બદલામાં જૈન ચતુર્વિધ સંઘ, જૈન ગ્રંથભંડારો, જૈન મંદિરો અને જૈન ઉપાશ્રયો સુરક્ષિત રહે એનું અભયવચન લેવાનું હતું. જૈનચાર્યોની આ ધૂહરચના સફળ રહી. મુસ્લિમ સૂબાઓને જૈન યતિઓના ચારિત્ર પર એટલો વિશ્વાસ હતો કે જૈન યતિઓને જનાનખાનામાં જઈ બેગમોની દવા કરવાની છૂટ હતી. આચાર્યોએ ઊભી કરેલી યતિસંસ્થાનું યોગદાન આપણે વિસરવું જોઈ નહીં કે જેને પરિણામે ૨૫૦૦ વર્ષથી ચાલી આવતી ચતુર્વિધ સંઘની પરંપરા વ્યવસ્થિત અને અખંડ રહી છે. હીરસૂરિ મહારાજ સાહેબે દૂરંદેશી વાપરી પોતાના શિષ્ય ભાનુચંદ્રમણિને પર્શિયન અને ફારસીના નિષ્ણાત બનાવ્યા હતા. અકબર બાદશાહની સૂચનાથી ભાનુચંદ્રગણિએ અકબર બાદશાહના શાહજાદા જહાંગીરને ફારસી અને પર્શિયનનો અભ્યાસ કરાવ્યો હતો. જહાંગીર બાદશાહ બન્યા પછી પણ ભાનુચંદ્રગણિ પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતા હતા. અકબર, જહાંગીર અને બીજા મોગલ બાદશાહોએ જૈન સાધુઓને ઘણાં ફરમાન આપ્યાં હતાં. આ ફરમાનો પર એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ (અમદાવાદ) એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં ફરમાનોની કૉપીઓ છે. આ આચાર્યો રોજ મોગલ બાદશાહના દરબારમાં જતા હતા અને સ્થિરવાસ કરતા હતા. જરૂર પડે ત્યારે જ વિહાર કરતા હતા. આજે પણ આપણે સંખ્યાની દૃષ્ટિએ ઘણો ૧૩૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ નાનો જૈન ધર્મ ટકી રહ્યો છે, એનો આ પાયો છે. મહાકવિ હમીરજીની પ્રેરણાથી મહારાવ લખપતજીએ ભૂજમાં વ્રજ ભાષા પાઠશાળા સ્થાપી હતી. શરૂઆતના સમયમાં કુશળ પરંપરાના વિદ્વાન જૈન યતિઓ જ આ પાઠશાળાના આચાર્યો તરીકે હતા. મહારાવ લખપતજીએ શરૂ કરેલી આ પાઠશાળા સાહિત્યકારોમાં એટલી પ્રખ્યાત હતી કે કહેવત પડી હતી કે, “પંડિત થવું હોય તો કાશી જાવ અને કવિ થવું હોય તો ભૂજ જાવ.” શરૂઆતના સમયમાં આ પાઠશાળાના આચાર્યો જૈન યતિઓ જ હતા. ગુજરાતમાં અપેક્ષાએ શાકાહારનું પ્રમાણ વધારે છે. ઝઘડા, મારામારી કે ખૂનામરકીનું પ્રમાણ અપક્ષાએ ઘણું ઓછું છે. એના મૂળમાં છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના ભત્રીજા કુમારપાળ લગભગ ૨૫ વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહના મારાઓથી પોતાનો જીવ બચાવવા ભાગતા ફરતા હતા. કુમારપાળની લલાટરેખા જોઈને હેમચંદ્રાચાર્ય જાણી ગયા હતા કે ભવિષ્યમાં કુમારપાળ પાટણના રાજા બનવાના છે. કુમારપાળને પૂરતો સહકાર આપવા એમણે જૈન શ્રાવકોને સૂચના આપી હતી. હેમચંદ્રાચાર્યના શબ્દ પર જૈન શ્રેષ્ઠીઓએ પણ કુમારપાળના સંઘર્ષકાળમાં તન, મન અને ધનથી કુમારપાળને મદદ કરી હતી.૫૦મે વર્ષે કુમારપાળ પાટણના રાજા બન્યા. હેમચંદ્રાચાર્યને એમણે પોતાના ગુરુ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે ગુજરાત રાજ્યમાં અમારિ પરિવર્તનની શરૂઆત કરી. એ સમયે માતાજીને બકરાનો બલિ ચઢાવવાની જે પ્રથા હતી એ પ્રથા પણ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ રાજાએ બંધ કરાવી, જેના ફળસ્વરૂપે ગુજરાતમાં અપેક્ષાએ માંસાહારનું પ્રમાણ ઓછું છે અને શાકાહારનું પ્રમાણ વધારે છે. એ સમયે રુદાલીવિત્ત નામનો કર હતો. જો પુરુષ નિઃસંતાન મૃત્યુ પામે તો એની બધી સંપત્તિ રાજ્યકોષમાં જમા થઈ જતી હતી. એ પુરુષની વિધવા બેઘર થઈ નિર્ધન અવસ્થામાં રુદન કરતી રસ્તા પર આવી જતી હતી માટે એ કરનું નામ રૂદાલીવિત્ત હતું. હેમચંદ્રાચાર્યના સૂચનથી કુમારપાળ રાજાએ રુદાલીવિત્ત કર પણ બંધ કર્યો. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે કે, હેમચંદ્રાચાર્યે ત્રીસ હજાર ઘરોને શ્રાવક બનાવ્યા. એટલે કે સવાથી દોઢ લાખ લોકોને જૈન બનાવ્યા. એમણે ધાર્યું હોત તો પોતાનો અલગ સંપ્રદાય સ્થાપી શક્યા હોત, પણ એમણે પોતાને તીર્થકરોના સેવક માની જૈન ધર્મની પરંપરાને આગળ વધારી. હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ વ્યાકરણ ૧૩૧ 8 ) Do @e_ અને જૈન ધર્મ છે ગ્રંથની રચના કરી એક અદ્વિતીય કાર્ય કર્યું. આજે પણ વિદ્વાનો સિદ્ધહેમ વ્યાકરણનો અભ્યાસ કરે છે. કુમારપાળ રાજા પરના હેમચંદ્રાચાર્યના પ્રભાવને કારણે પશુબલિબંધી અને રુદાલીવિત પરનો પ્રતિબંધ શક્ય બન્યો હતો. પરિણામે ઘણા અન્ય ધર્મીઓ મનમાં હેમચંદ્રાચાર્ય પર દુર્ભાવ રાખતા હતા. હેમચંદ્રાચાર્યની માનહાનિ થાય અને કુમારપાળ રાજાની નજરમાંથી હેમચંદ્રાચાર્ય ઊતરી જાય એ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. હેમચંદ્રાચાર્યએ મંત્રશક્તિ અને કુશાગ્રબુદ્ધિના બળથી એમના બધા પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા. બે પ્રસંગોનો ઉલ્લેખ કરીએ: સિદ્ધરાજ જયસિંહના નિમંત્રણથી દરબારમાં હેમચંદ્રાચાર્ય પહેલી વાર ગયા. ત્યારે અન્યધર્મી પંડિતે મજાકમાં હેમચંદ્રાચાર્યને આવકારતાં કહ્યું - આગતો હેમગોપાલો દંડ કંબલ ઉદ્વહન જૈન સાધુ દંડ અને કંબલ એટલે કે ખભે શાલ રાખે છે. ગાયો ચારતા ગોવાળો પણ દંડ અને ખભે કંબલ એટલે કે ખભે શાલ રાખે છે. માટે પંડિત હેમચંદ્રાચાર્યની મજાક કરતાં કહ્યું, દંડ અને કંબલ લઈને હેમચંદ્ર નામનો ગોવાળ આવ્યો છે. હેમચંદ્રાચાર્યે તરત જ જવાબમાં કહ્યું, આગતો હેમગોપાલો દંડ કંબલ ઉદયવહન પદર્શન પશુગ્રામ ચારયતિ જિન વાટિકે. પર્શનરૂપી પશુઓના સમૂહને જિનરૂપી બાગમાં ચરાવવા હેમચંદ્ર ગોપાલ દંડ અને કંબલ લઈને આવ્યો છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે જૈન સાધુઓ કે સાધ્વીજીઓએ માત્ર પાટ પર બેસી વ્યાખ્યાનો આપવાં અને જે સંપ્રદાય સાથે સંકળાયેલા હોય એ સંપ્રદાયના બાહ્ય નિયમોનું પાલન કરવું. એમનાથી બીજાં કોઈ સમાજોપયોગી કાર્યો થાય નહીં આ આપણો એકાંતવાદી અભિગમ છે. આગમ સૂત્રોમાં પણ કહ્યું છે - જો ગિલાન પડિયરઈ સો મામ્ પડિયરઈ. જે બીમારની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે. આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીપાળ રાજાના રાસની છઠ્ઠી ઢાળમાં આઠ પ્રકારના શાસન પ્રભાવકોનો ઉલ્લેખ કર્યો છે. - ૧૩૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ રટરટેજ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ પ્રદજીક ૧) શાસ્ત્રજ્ઞ વર્તમાન ઉપલબ્ધ શ્રુતનો જાણકાર જિનેશ્વરનાં વચનનો જાણકાર. ૨) ધર્મકથી સારો વક્તા દા.ત. નંદિણમુનિ ૩) વાદી (તર્કશાસ્ત્રમાં નિપુણ) દા. ત. મલ્લવાદી ૪) જ્યોતિષ દા. ત. ભદ્રબાહુ ૫) તપસ્વી ૬) મંત્ર વિદ્યાનો જાણકાર દા. ત. વજસ્વામી ૭) રસાયણશાસ્ત્રી દા. ત. કાલકમુનિ (પારામાંથી સોનું બનાવનાર) ૮) કવિ દા.ત. સિદ્ધસેન દિવાકર જેમને માત્ર આત્મસાધના જ કરવી છે એવા તપસ્વી પોતાનામાં જ મસ્ત રહે એ અલગ વાત છે. એવા તપસ્વી પણ શાસનપ્રભાવક છે જ, પરંતુ ૨૫૦૦ વર્ષથી ચાલતી આ જૈન પરંપરાને, સંઘવ્યવસ્થાને જો જાળવવી હોય, વિકસાવવી હોય, એનું રક્ષણ કરવું હોય તો ઉપાધ્યાયજીએ વર્ણવેલ શાસનપ્રભાવકો તરીકે સાધુઓએ કાર્ય કરવું જ પડે છે. જૈન પરંપરાને સલામત રાખવા આચાર્યોએ અને મુનિભગવંતોએ પોતાની આત્મસાધનાની સાથે બે પ્રકારનાં કાર્યો કર્યા છે: ૧) રાજયકર્તાઓ સાથે સંબંધ કેળવી ચતુર્વિધ સંઘની રક્ષા કરી છે, ચતુર્વિધ સંઘની વ્યવસ્થાને વિકસાવી છે અને મજબૂત બનાવી છે ૨) શ્રાવકોના હૃદયમાં ભગવાન મહાવીરની વાણીને ઘૂંટાવીને શ્રાવકોને એવી પ્રેરણા આપી કે પરિણામે શ્રાવકોએ જીવદયાનાં કાર્યો એ જૈન ધર્મની આરાધનાનો એક ભાગ છે એ રીતે જીવદયાનાં કાર્યોને પોતાના જીવનમાં વણી લીધાં. દા.ત. કીડીને કીડિયારું પૂરવું, કબૂતરને ચણ નાખવા, કૂતરાને રોટલા નાખવા, પાંજરાપોળો ઊભી કરવી અને એને સારી રીતે ચલાવવી. જૈનો દૂધાળા પશુઓ રાખતા નથી છતાં પણ આજે ૭૫% ઉપરની પાંજરાપોળોનો વહીવટ અને એમને નિભાવવાનું કામ જૈન શ્રાવકો કરે છે. જીવદયા અને અહિંસાના સંસ્કારો આચાર્યોએ અને મુનિભગવંતોએ જૈન ક00 _ અને જૈન ધર્મ થી જ શ્રાવકોના મનમાં એવા ઘૂંટ્યા કે કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂરની પરિસ્થિતિ, ધરતીકંપ આદિ માટે જૈન શ્રાવકો છૂટે હાથે લક્ષ્મી વાપરતા હતા અને આજે પણ વાપરે છે. શેઠ જગડુશાનું જ્વલંત ઉદાહરણ આપણી સામે છે. મોગલોના જમાનામાં નવાબો કે સુબાઓને જૈન શ્રેષ્ઠીઓએ આર્થિક મદદ કરી છે, પરિણામે જૈન ચતુર્વિધ સંઘ પ્રત્યે મુસ્લિમ શાસકોનો અને મુસ્લિમ સૈનિકોનો અભિગમ હકારાત્મક રહ્યો હતો. આચાર્યોના અને મુનિભગવંતોના બોધને કારણે એ જમાનમાં મોટા ભાગના જૈન શ્રાવકો સદાચારી હતા. ટંટા-ફિસાદ, ઝઘડા-મારામારી આદિથી હજારો ગાઉ દૂર એવી સાદી, સંસ્કારી અને અહિંસક જીવનશૈલી હતી. સમાજોપયોગી કાર્યોમાં લક્ષ્મીનો સદ્ધપયોગ કરતા હતા. ગોળ અંધારામાં ખાઈએ તોપણ મીઠો લાગે એવી વૃત્તિને કારણે દેખાડાનો અભાવ હતો, પરિણામે અન્ય જ્ઞાતિજનો પર જૈનોની એક ઉમદા સમાજ તરીકેની છાપ હતી. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં આપણા જૈનોએ જામનગરથી વહાણોમાં બેસી આફ્રિકા પહોંચી ત્યાંનાં જંગલોમાં હાટડીઓ ખોલી. પરદેશમાં પણ પોતાની રીતરસમ જાળવી, જૈન સંસ્કારો જાળવ્યા. એમની ત્રીજી પેઢી આજે મર્સિડીઝમાં ફરે છે એ અલગ વાત છે. આફ્રિકામાં બે પાંદડે થયા પછી જૈનોએ ત્યાં સુવિધાઓ જન્માવી. દા.ત. શાળાઓ અને હૉસ્પિટલો ખોલી. બગીચાઓ બનાવ્યા આદિ... આપણે જૈનો આર્થિક સમૃદ્ધિને કારણે નહીં, પણ મૂલ્યનિષ્ઠ વ્યવહાર, ચારિત્ર અને ગુણોને કારણે મહાજન કહેવાણા. આના મૂળમાં જૈન સાધુઓનો ઉપદેશ હતો. આજના આ યુગમાં જૈન ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ટકી રહે. વિકસી રહે એ માટે આચાર્યોને શિરે બહુ મોટી જવાબદારી છે. તીર્થોની, જ્ઞાનભંડારોની, ચતુર્વિધ સંઘની રક્ષા થતી રહે, વદ્ધિ થતી રહે અને જૈન પરંપરા નિર્વિદને ચાલતી રહે એ માટે આચાર્યોએ મંત્રોના અવલંબન લેવાં પડતાં હોય છે. આચાર્યો શાંતિમંત્ર, પષ્ટિમંત્ર, વશીકરણ મંત્ર આદિના જાણકાર હોય છે. આ મંત્રનો ઉપયોગ આચાર્યો સ્વહિત માટે ક્યારેય કરતા નથી. સંઘની રક્ષા, સુખાકારી અને સમૃદ્ધિ માટે જ આચાર્યો ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલા મંત્રોનો ઉપયોગ કરે છે. આ મંત્રોના ઉપયોગની પાછળ આચાર્યોના આશય શુભ હોય છે. કોઈને પણ હાનિ થાય એવા મંત્રોનો ઉપયોગ આચાર્યો કરતા નથી. જૈન ધર્મમાં આચાર્ય ભદ્રબાહુને મંત્રવિજ્ઞાનના આદ્યપ્રણેતા તરીકે સ્વીકારી શકીએ. ઉવસગ્ગહરં સ્તોત્ર એમના તરફથી જૈન સંઘને મળેલી અણમોલ ભેટ છે. ૧૩૪ ૧૩૩ - Page #69 -------------------------------------------------------------------------- ________________ 09 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં જ્યારે આચાર્યપદ અપાય છે ત્યારે નવા આચાર્યને એમના ગુરુ સૂરિ મંત્રનો પટ આપે છે. આ પટમાં પાંચ પ્રસ્થાન હોય છે. પાંચ પ્રસ્થાનને પીઠ પણ કહે છે. આચાર્યોએ દરરોજ પાંચ પ્રસ્થાનની ગુરુપરંપરા અનુસાર વાસક્ષેપ દ્વારા પૂજા અને મંત્રો દ્વારા આરાધના કરવાની હોય છે. મૂર્તિપૂજક પરંપરામાં બીજમંત્રનું ચલણ વધારે છે, જેમ કે “ઓમ હ્રીં શ્રીં ઐ ક્લિ’ આદિ. સ્થાનકવાસી પરંપરામાં નામમંત્રનું ચલણ વધારે છે. પેટરબારસ્થિર પૂજ્ય જયંતમુનિએ દેવાધિદેવ નામમંત્ર ફલાદેશ પુસ્તક પોતાને સૂક્ષ્મ સ્તરે થયેલી અનુભૂતિને આધારે લખ્યું છે. આ પુસ્તકમાં તીર્થંકર પ્રભુના નામમંત્રના જપને કારણે થતા લાભનું વર્ણન છે. હાલના યુગમાં વલ્લભસૂરિ મહારાજસાહેબે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી. અમુક જૈનાચાર્યોની ચઢામણીથી ઘણા જૈન સંઘોએ વલ્લભસૂરિ મહારાજસાહેબના આ પગલાનો વિરોધ કર્યો હતો. આવા આચાર્યોનો દૃષ્ટિકોણ એકાંતિક હતો. મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ભણેલા ૬૫ વર્ષથી ઉપરની ઉંમરના ઘણા ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પુછજો કે, જો મહાવીર જૈન વિદ્યાલય ન હોત તો તમે ભણી શક્યા હોત? તમને જવાબ મળશે કે, જો મહાવીર જૈન વિદ્યાલય ન હોત તો અમે ગામડામાં પડયા રહ્યા હોત ! આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાં ગામડામાં રહેતા જૈન સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટે વલ્લભસૂરિ મહારાજ સાહેબનું ઘણું મોટું પ્રદાન છે. | મુનિ શ્રી ચારિત્રવિજયજી મૂર્તિપૂજક પરંપરાના હતા. મુનિ શ્રી કલ્યાણચંદ્રજી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બંને ખાસ મિત્રો બની ગયા. મુનિ શ્રી ચારિત્રવિજયજી કહેતા કે પ્રથમ જ્ઞાનોદ્ધાર કરો, શ્રાવકોદ્ધાર કરો પછી દેરાસરનો જીર્ણોદ્ધાર કરો. બંને મુનિઓએ સાથે મળીને સૌરાષ્ટ્રમાં સોનગઢ ગામમાં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમની સ્થાપના કરી જે સોનગઢ બોર્ડિંગના નામે ઓળખાય છે. આ સંસ્થામાં બાળકોને મેટ્રિક સુધી નિઃશુલ્ક ભણવાની, રહેવાની અને જમવાની સગવડ છે. આજ દિન સુધી આ સંસ્થા કાર્યરત છે. ચંદ્રશેખર મહારાજ સાહેબે પણ શિક્ષણને સમર્પિત ‘તપોવન’ નામના આશ્રમની સ્થાપના નવસારીમાં કરી. અહીં બાળકો ગુરફલની જેમ રહી જૈન ધર્મના સંસ્કાર, આહાર અને જૈન ધર્મના નિયમોના પાલન આદિ સાથે શાળાના અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરે છે. - ૧૩૫ - #DB009 – અને જૈન ધર્મ છીછરછી) મુનિ શ્રી શુભવિજયજીએ એપ્રિલ, ૧૯૫૨માં સેન્ડફર્સ્ટ રોડ સ્ટેશનની નજીક કચ્છના શ્રેષ્ઠીઓની મદદથી સર્વોદય કેન્દ્રની સ્થાપના કરી કે જે પાંચ માળનું મકાન છે. આ કેન્દ્રમાં ખાસ કરીને કચ્છનાં ગામડાંઓમાંથી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવતા છાત્રો માટે રહેવાની અને જમવાની સગવડ ખૂબ જ ઓછા દરમાં હતી. એ જમાનામાં એમણે કચ્છ-માંડવીમાં એક આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં નિરાધાર એવા જૈન વૃદ્ધો નિઃશુલ્ક રહી શકે અને જમી શકે એવી વ્યવસ્થા શરૂ કરી કે જેથી એવા વૃદ્ધો પોતાનો અંતિમ સમય સારી રીતે પસાર કરી શકે. એમની પ્રેરણાથી કચ્છ ભદ્રેશ્વર તીર્થમાં ભોજનશાળાની શરૂઆત થઈ. - તિથલસ્થિત બંધુ ત્રિપુટી મહારાજસાહેબે પણ વાહનનો ઉપયોગ કર્યો. વિદેશ ગયા. વિદેશમાં વસતા જૈન શ્રાવકોને માર્ગદર્શન આપ્યું અને વિદેશમાં જિન મંદિરોની પ્રતિષ્ઠા કરી વિદેશસ્થિત જૈનોને એક અવલંબન પૂરું પાડ્યું કે જેથી વિદેશમાં જૈનો પોતાના ધર્મમાં સ્થિર રહી શકે. ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતિજી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, આનંદઘનજી. શ્રીપાળ રાજાના રાસના રચયિતા વિનયવિજયજી અને ઉપાધ્યાય યશોવિજયજી, ચિદાનંદજી, બુદ્ધિસાગરસૂરિ આદિ આચાર્યોએ પણ જૈન ચતુર્વિધ સંઘ માટે અનેક ગ્રંથો, સ્તવનો આદિ રચીને ઘણું મોટું પ્રદાન કર્યું છે. વિનોબાજીએ લખ્યું છે કે, વૃક્ષ પર જેટલાં પાદડાં હોય છે એટલા ગ્રંથો જૈનાચાર્યોએ રચ્યા છે. જૈનાચાર્યોના આટલા વિશાળ પ્રદાનને કારણે વિષમ પરિસ્થિતિમાં પણ જૈન સમાજ શુભભાવમાં અને નિશ્ચિંત રહી શક્યો છે. આજના યુગમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓએ ક્રાંતિકારી પગલાં લઈ જૈન ધર્મને એક નવો આયામ આપ્યો છે. શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સેવાના ક્ષેત્રની સ્પર્શના કરી છે. સામાન્ય રીતે આ ક્ષેત્રોથી જૈન સાધુઓ વિમુખ હોય છે. આ સાધુઓમાં કેટલીક બાબતો સામાન્ય હતી. ૧) એમની પાસે અનેકાંત દૃષ્ટિકોણ હતો ૨) દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની ઝાંખી પ્રાપ્ત કરી હતી ૩) એમનો અનુયાયી વર્ગ હતો ૪) એમણે આશ્રમ સ્થાનની સ્થાપના કરી હતી ૫) એમણે સંપ્રદાયનો ત્યાગ કર્યો હતો આવા પાંચ સાધુઓના નામ આ પ્રમાણે છે - ૧૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે દ રેક ૧) આચાર્ય સુશીલમુનિ ૨) મુનિ શ્રી સંતબાલજી ૩) ઉપાધ્યાય અમરમુનિ ૪) સોનગઢસ્થિત કાનજીસ્વામી ૫) પેટરબારસ્થિત જયંતમુનિ આચાર્ય સુશીલમુનિ અમેરિકા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટમાં ૧૦૮ એકરમાં સિદ્ધાચલમ નામના આશ્રમની સ્થાપના કરી જે અમેરિકાસ્થિત જૈનો માટે એક યાત્રાધામ બન્યું. મુનિ શ્રી સંતબાલજીએ ચીંચણમાં આશ્રમની સ્થાપના કરી. નળકાંઠા ભાલપ્રદેશમાં સેવાયજ્ઞ આરંભ્યો. સામાન્ય રીતે જૈન સાધુઓ શિક્ષણ, આરોગ્ય અને સેવાના ક્ષેત્રને સ્પર્ધો નથી હોતા. ઉપાધ્યાય અમરમુનિની પ્રેરણાથી ચંદનાશ્રી સાધ્વીજી એ રાજગૃહીમાં ‘વિરાયતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ કામ કર્યું. રાજગૃહીમાં હૉસ્પિટલ સ્થાપી કે જેમાં ગરીબો માટે નિઃશુલ્ક કે ખૂબ જ ઓછી કિંમતમાં સારામાં સારી આરોગ્યની સારવાર મળી શકે. કચ્છમાં કૉલેજની સ્થાપના કરી. એમની દૃષ્ટિએ સાધુ નિષ્ક્રિય નહીં, પણ નિષ્કામ હોવો જોઈએ. કાનજીસ્વામીએ સોનગઢમાં આશ્રમની સ્થાપના કરી. ગુજરાતમાં દિગંબર સંપ્રદાયનો પ્રવેશ અપેક્ષાએ નહિવત્ હતો. કાનજીસ્વામીએ નિશ્ચયનય પર ભાર મૂકી દિગંબર ગ્રંથો પર પ્રવચનો આપ્યાં, પરિણામે ગુજરાતમાં દિગંબર મત પ્રત્યે આસ્થા ધરાવતો એક શ્રાવક વર્ગ ઊભો થયો. મૂળ સૌરાષ્ટ્રના પણ પેટરબારસ્થિત આત્મસાધક પૂજ્ય શ્રી જયંતમુનિએ પેટરબારમાં આંખની હૉસ્પિટલની સ્થાપના કરી. સ્થાનિક જરૂરતમંદ પ્રજા માટે આંખની સારવાર નિઃશુલ્ક રાખી. પરિણામે એમનો એક મોટો ચાહક વર્ગ ઊભો થયો. એમણે આત્મસાધનાને કેન્દ્રમાં રાખી ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક વીર લોકશા અને કડવાશા હતા. એમણે મૂર્તિપૂજાનો સ્વીકાર ન કર્યો, પરંતુ મૂર્તિના અવલંબનને સ્વીકાર્યું. સંપ્રદાયના શરૂઆતનાં વર્ષોમાં લોકશા ગચ્છના ઉપાશ્રયમાં તીર્થંકર પ્રભુની મૂર્તિ રહેતી હતી. મૂળ સ્થાનકવાસી સાધુઓ સુશીલમુનિ, સંતબાલજી, ઉપાધ્યાય અમરમુનિ, કાનજીસ્વામી અને જયંતમુનિએ સંપ્રદાયનો ત્યાગ કરી ક્રાંતિકારી પગલાં ભર્યાં. ૧૩૭ - શ્રી કચ્છી – અને જૈન ધર્મ છે નમ્રમુનિએ સંપ્રદાયમાં રહી ક્રાંતિકારી પગલાં ભર્યા છે. ખીણની ધાર પર ચાલવા જેવું કઠિન કામ છે. એમણે જિનબિંબનો સ્વીકાર કર્યો, દ્રવ્યપૂજાનો નહીં. નમ્રમુનિએ નાભિમાંથી ઉવસગ્ગહરં સ્તોત્રનું વિશિષ્ટ રીતે ઉચ્ચારણ કરી ઉધ્વસગ્ગહરં સ્તોત્રને સ્થાનકવાસી સમાજમાં પ્રચલિત કર્યો, વ્યાપક કર્યો. મારી દષ્ટિએ એમનું મોટામાં મોટું પ્રદાન એટલે Look and Learn સંસ્કારધામ. નાનાં બાળકોના મનમાં જૈન ધર્મના સંસ્કારો ચૂંટાય, જીવનશૈલી સાત્ત્વિક બને એ માટે નમ્રમુનિની પ્રેરણાથી દેશ અને વિદેશમાં ૧૦૦થી વધારે Look and Learn નામનાં સંસ્કાર કેન્દ્રો ખૂલ્યાં છે. મારી દૃષ્ટિએ કોઈ પણ જૈન સાધુએ અત્યાર સુધીના જૈન ધર્મના ઇતિહાસમાં આવું પગલું ભર્યું નથી. મોટી ઉંમરના જૈન શ્રાવકોને પ્રવચનોની એટલી જરૂર નથી જેટલી નાનાં બાળકોને છે. દેશ અને કાળ ખૂબ જ વિપરીત છે. આવા કપરા સમયમાં બાળકોના મનમાં જૈન ધર્મના, માનવતાના સંસ્કારો અને સદ્ગુણો ખીલશે તો એ મોટામાં મોટી સેવા છે. એમની પ્રેરણાથી સુખી જૈન કુટુંબનાં નવયુવાન અને નવયુવતીઓ દ્વારા ‘અઈમ યુવા સેવા ગ્રુપ” શરૂ થયું કે જે નોટબુક વિતરણ આદિ સમાજોપયોગી પ્રવૃત્તિ કરે છે એ પ્રશંસનીય છે. આ જ ગુપ દ્વારા “અમ આહાર’ નામની વ્યવસ્થા ચાલે છે કે જેમાં દરરોજ જ્ઞાતિના ભેદભાવ વિના ભૂખ્યા જનોને ફૂડપૅકેટ આપવામાં આવે છે. ઘાટકોપર અને કાંદિવલીમાં આ સેવા ચાલે છે. ડાયાલિસિસ કે જે ખૂબ જ મોડ્યું છે એને માટે રાહતના દરે ને જરૂર હોય તો નિઃશુલ્ક વ્યવસ્થા પણ એમની પ્રેરણાથી થઈ રહી છે. છ જણા બેસી શકે અને જેમાં બધા ધર્મોના મંત્રો ગૂંજતા હોય એવી શબવાહિની કે જેનું નામ ‘પરમયાત્રા' રાખ્યું છે એ પણ એમની પ્રેરણાથી શરૂ થઈ છે. એમણે આત્મસાધના, સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે એ માટે પારસધામ, પાવનધામ અને પરમધામનું નિર્માણ કર્યું છે. મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે જેથી ભગવાન મહાવીરથી શરૂ થયેલી આ ૨૫૦૦ વર્ષની પરંપરા આવા કપરા સમયમાં પણ ટકી રહે, વિકસી રહે અને સલામત રહે, સમૃદ્ધ બને. એમનું પણ બહુ મોટું પ્રદાન છે. એ માટે ધર્મને નામે વૈષ્ણવ પરંપરામાં કેવું સુંદર આયોજન થયું છે ! | ક્રિશ્ચિયન ધર્મ પર પણ જૈનાચાર્યોને કારણે ખૂબ જ પ્રભાવ પડયો હતો. જિસસે પેલેસ્ટાઈનમાં ૪૦ દિવસના ઉપવાસ કર્યા હતા એવો ઉલ્લેખ મળે છે. જર્મન વિદ્વાન જાજક્સના મતે પાલિતાણાનું અપભ્રંશ પેલેસ્ટાઈટન છે. જિસસે ૧૩૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ * * ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 9 2 22 પાલિતાણામાં જૈન મુનિની નિશ્રામાં ૪૦ દિવસના ઉપવાસ કર્યા હતા. જૈન સાધુઓની જેમ ક્રિશ્ચિયન પાદરીઓ પણ શ્વેત વસ્ત્રો પહેરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. જિસસનું પ્રખ્યાત વાક્ય કે, ‘તારા ગાલ પર કોઈ એક તમાચો મારે તો બીજો ગાલ ધરજે, સામો પ્રહાર કરતો નહીં’ એ વાક્ય પર પણ જૈન ધર્મની અહિંસાની અસર છે. રોમન કેથોલિક સંપ્રદાયમાં પાદરીઓની વિવિધ પદવીઓ સૂચવતા જે શબ્દો છે એના સંબંધ પણ જૈન ધર્મમાં સાધુઓના પદવી સૂચવતા શબ્દો સાથે છે. બંનેમાં સામ્ય છે. જૈન ધર્મ ક્રિશ્ચિયન ધર્મ ગચ્છાધિપતિ પોપ આચાર્ય કાર્ડિનલ ઉપાધ્યાય બિશપ સાધુ ફાધર | સાધ્વીજી રોમન કેથોલિક સંપ્રદાયમાં ચર્ચ માટે જે શબ્દો પ્રચલિત છે એનો સંબંધ પણ જૈન ધર્મમાં દેરાસર (મંદિર) માટે વપરાતા શબ્દો સાથે છે. બંનેમાં સામ્ય છે. | જૈન ધર્મ ક્રિશ્ચિયન ધર્મ | તીર્થ | કેથેડ્રલ | દેરાસર | ચર્ચા | ઘર દેરાસર | ચેપલ | ગુરુમંદિર બેસિલિક મારા, તમારા, આપણા સહુના અને આપણાં બાળકોના જીવનમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એવી તીર્થંકર પ્રભુને અને પથદર્શક આચાર્યોને પ્રાર્થના કરું છું. (જૈન ધર્મના અભ્યાસ સુરેશભાઈ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વક્તવ્ય આપે છે અને તેમનાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે). ૧૩૯ - ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ જૈન શાસનમાં દિવંગત શ્રમણીઓનું યશસ્વી પ્રદાન - ભારતી દીપક મહેતા જિન શાસનનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો તે છે ‘સમતા’. બે શબ્દમાં કહેવો હોય તો ‘સમતા’ અને ‘સ્વાધ્યાય'. ત્રણ શબ્દમાં કહેવો હોય તો સમતા', ‘સ્વાધ્યાય’ અને ‘ત્યાગ’ તથા ચાર શબ્દમાં જ સમજવો હોય તો ઉમેરવી પડે ‘જયણા’. એ ચારેચાર મૂર્તિમંત છે આપણા શ્રમણભગવંતોમાં. તેમાંનાં જ અમુક શ્રમણીજીઓનાં જીવન-કવનની વાત લઈને આજે આવી છું, જેઓએ સંયમવેશ અને જિન શાસન બંનેને દીપાવ્યાં છે. શાસનઅસ્પૃદયનાં વાહક તરીકે દિવંગત શ્રમણીજી ભગવંતોનાં અભુત પ્રદાનને સ્મૃતિવંત કરીએ તો સૌપ્રથમ નામ સાંભરે મલ્લિકુમારીનું. પૂર્વભવમાં કરેલી માયાને કારણે સ્ત્રીવેદ ભલે મળ્યો, પણ ભવિજનોને દર્શાવ્યો શ્રી જૈન શાસનનો એક ભવ્ય સિદ્ધાંત : ‘સ્ત્રીવેદે પણ તીર્થકર બની મોકાધિકારી થઈ શકાય છે.” બીજા સ્મૃતિવંત થાય પ્રભુવીરના શાસનનાં પ્રથમ સાધ્વી શ્રી ચંદનબાળાજી. આ એ સમય હતો જ્યારે પ્રભુપાર્શ્વની શ્રમણી પરંપરામાં દીક્ષિત સાધ્વીજીઓ દીક્ષા ત્યજી પરિવ્રાજિકાઓ બની રહી હતી, નેતૃત્વ શિથિલ બન્યું હતું. એવા સમયે સાધ્વીસંઘનું નેતૃત્વ સંભાળનાર સાધ્વી ચંદનાજીને ત્રિકાળ વંદન. ચક્કી દુર્ગ હરિપળગં, પળગે ચક્રિણ કેસનો ચક્કી, કેસવો ચક્કી કસવ દુ, ચક્કી કેસીઅ ચક્કી. આ ચકા-ચકીસમા શબ્દો ન સમજાયા ને ? જી. ચિત્રકુટના મહારાજના પુરોહિત હરિભદ્ર પંડિતનેય તે નહોતા સમજાયા... અને એટલે જ જિજ્ઞાસાભાવે તેનો અર્થ પૂછવા આઠમી સદીની એક ઊતરતી સાંજે તેઓ ઉપાશ્રયમાં પ્રવેશ્યા, જ્યાં આ ગાથાને પ્રકાશતા એક ધીર-ગંભીર-પ્રૌઢ શ્રમણીજી દેખાયાં, જેઓએ તેમને તેનો અર્થ સમજવા મોકલ્યા જેનાચાર્ય શ્રી જિનભદ્રસૂરિજી સમીપ, જેઓ પાસેથી અવસર્પિણી-ઉત્સર્પિણી ઈત્યાદિ કાળનું ઊંડું સ્વરૂપ સમજતા હરિભદ્રનો જ્ઞાનગર્વ ઓગળી ગયો અને પોતાની પ્રતિજ્ઞા સાંભરી ઃ ‘જો મને કોઈ નવું જ્ઞાન બતાવનાર મળે કે જે સ્વયં સમજી ન શકે, તેનો શિષ્ય થઈ જઈશ.” અને તેઓએ પ્રતિજ્ઞાપાલન કરી જૈન દીક્ષા સ્વીકારી. આજે સૌ ઓળખે છે તેમને ૧૪૪ ગ્રંથોના રચનાકાર 1vo Page #72 -------------------------------------------------------------------------- ________________ હોચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 મહાન આચાર્ય યાકિની મહત્તરાસુનૂ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તરીકે ! યાકિની મહત્તરા શ્રમણીજીએ સકલ શ્રી જૈન શાસન પર કરેલ આ ઉપકાર યુગો પર્યત અવિસ્મરણીય રહેશે. એ પછી નજર ઠરે છે વિક્રમની ૧૨મી સદી પર. ખંભાતમાં રહેતા એક દાદાજી આઠ વર્ષની પૌત્રી પદ્માને લઈ ખેડા જિલ્લાના માતર ગામે ધર્મમૂર્તિ શ્રી મુનિરાજજીના વંદનાર્થે આવેલ. ઉપાશ્રયમાં મુનિમહારાજે સામુદ્રિક લક્ષણો જાણી લઈ દાદાજીને કહ્યું: તમારા કુળનું આ રતન શાસનને સોંપી દો - તે મહાન વિભૂતિ બની મોટું પ્રદાન કરશે. ઘડિયાં લગ્ન લેવાય તેમ દાદજીએ તો ‘તહત્તિ' કહી ત્વરિત દીક્ષા અપાવી અને તેઓ સાધ્વીજી પદ્મશ્રીજી તરીકે નૂતન નામ પામ્યાં. આઠ વર્ષની ઉંમરે દીક્ષા અને ૨૮ જ વર્ષની વયે તો કાળધર્મ પામનાર આ મહામેધાવી શ્રમણીજીના અંત સમયે હતા ૭૦૦ શિષ્યો ! આજે પણ આ અદ્ભુત પ્રદાનની સ્મૃતિમાં માતરતીર્થના જિનાલયના ગભારામાં સાધ્વીજી પદ્મશ્રીજી પ્રતિમાજીરૂપે બિરાજમાન છે, જે જૈન શાસનમાં અચ્છેરું છે ! | વિક્રમની ૧૩મી સદીમાં સિરિમા મહત્તરા સાધ્વીજીએ પ્રચલિત લોકગીતની ભાષા મારૂ ગુર્જરમાં ‘શ્રી જિનપતિસૂરિ વધામણાં ગીત’ રચીને શ્રમણીજીઓના સાહિત્યસર્જનનો માર્ગ જાણે ખુલ્લો મૂક્યો. વિક્રમ સંવત ૧૪૪૫માં મહત્તરા સાધ્વી મહિમાશ્રીજીએ ‘ઉપદેશ ચિંતામણિ અવચૂરિ' રચી, જેનો ઉલ્લેખ અચલગચ્છાચાર્યશ્રી “મેરૂતુંગસૂરિજી રાસ’માં પણ થયેલો છે. વળી આ જ અરસામાં પ્રવર્તિની મેરુલક્ષ્મીજી સાધ્વીજીએ પ્રૌઢાવસ્થામાંય છંદ વૈવિધ્યભરી બે અનુમપ કૃતિ રચેલ, જે ‘તારંગામંડન અજિતનાથ' તથા આદિનાથ સ્તવન” તરીકે આજય સુપ્રાપ્ય છે. સંવત ૧૪૭૭માં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી સમુદાયના શ્રી ગુણસમૃદ્ધિ મહત્તરાએ પ્રાકૃતમાં રચેલ ૫૦૩ પઘ સહિત ‘અંજણાસુંદરી ચરિયં'ની પ્રાત રચના જેસલમેરમાં કરી. ૫૪૧ વર્ષ પૂર્વે રચાયેલ તે પ્રતને જ્યારે જેસલમેરના ગ્રંથભંડારમાં જોઈ ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઈ ગયેલાં. વિક્રમ સંવત ૧૪૯૨માં આ જ સમુદાયનાં શ્રી જયમાલાજીએ રચેલ ‘ચંદ્રપ્રભ સ્તવન' તથા શ્રી નિચન્દ્રસૂરિ ગીત’ની હસ્તપ્રતો બિકાનેરના ગ્રંથભંડારમાં અઘપિ સચવાઈ છે. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં તપાગચ્છ આચાર્ય જિનકીર્તિસૂરિજીનાં આજ્ઞાનુવર્તિની પૂજ્ય રાજલક્ષમીશ્રીજીએ ‘શિવસુલાગણિની-વિજ્ઞપ્તિ' રચીને જૈન #– અને જૈન ધર્મ છીછરછી) સાહિત્યની અનુપમ સેવા કરી છે. ૧૬મી સદીમાં આગમગચ્છીય આચાર્ય હેમરત્નસૂરિજીના કાવ્યપ્રવીણ વિનયચૂલાગણિનીજીએ લખેલ ફાગુ કાવ્યોમાં જૈન શાસનની સુંદર પ્રશસ્તિ છે. એ કાળે ૧૪ છંદોનો પ્રયોગ કરી “શ્રીચંદ્ર ચરિત્ર' રચનાર વિદુષી સાધ્વીજી પદ્મશ્રી, મહાકવિ પુષ્પદંતરચિત ‘જહર ચરિલ’ અને ‘યશોધર ચરિત’ અપભ્રંશીય ચરિત કાવ્યો પર સંસ્કૃતમાં ટિપ્પણી રચનારા આર્થિક રણમતિશ્રીજી અને આ જ સદીના મધ્યકાળમાં વિચરેલ આર્યારત્નમતિશ્રીજી, જેમણે “સમ્યકૃત્વ કૌમુદી’ સંસ્કૃત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, તેઓને કેમ વિસરાય? માત્ર ૧૮ વર્ષે દીક્ષા લઈ પછી પ્રવર્તિની થનાર સાધ્વી શ્રી હેમસિદ્ધિજીએ સંવત ૧૬૬૨માં મલ્હારરાગ ને ૧૮ પદ્યમાં “સોમસિદ્ધિનિર્વાણ ગીતમ્' ઉપરાંત ‘લાવણ્યસિદ્ધિપહુતણી ગીતની રચના કરી, જેની મૂળ હસ્તપ્રત આજે ‘અભય જૈન ગ્રંથાલય’ બિકાનેરમાં છે. ૧૭મી સદીમાં વડતપાગચ્છનાં હેમશ્રી નામક વિદુષી સાધ્વીરત્નાએ ૩૬૭ કડીના ‘કનકાવતી આખ્યાન'ની અભૂતપૂર્વ રચના કરી, જેની હસ્તપ્રત પાટણ - ફોફલિયાવાડાના શેઠ હાલાભાઈ મગનભાઈના ગ્રંથભંડારમાં ઉપલબ્ધ છે. અચલ ગચ્છ નાં સાધ્વી શ્રેષ્ઠ વિવેકસિદ્ધિજી, વિમલશ્રીજી, વિદ્યાસિદ્ધિજી, ગુણશ્રીજીએ રચેલ ‘ઉપાધ્યાય મેઘસાગર ગહુલી, ‘જિનરાજસૂરિ ગીત', ‘ગુરુગુણ ચોવીસી’, ‘પ્રતાપબાબુસિંહ રાસ' આદિ રચનાઓ સાહિત્ય ક્ષેત્રે પ્રશંસનીય છે. એવાં જ એક ખરતરગચ્છનાં સાધ્વી શ્રીજી વિચક્ષણાશ્રીજીની નોંધ પણ મધ્યકાલીન જૈન ઈતિહાસે લીધી છે, જેઓએ માત્ર ૧૨ વર્ષની વયે પ્રવજ્યા સ્વીકારી અનેક શિષ્યાઓનાં ગુણી બની અપ્રતિમ શાસનસેવા કરી. ૨૦મી સદીમાં પૂજ્ય પાર્વતીશ્રીજી નામનાં વિદુષી સાધ્વીજીએ રચેલી ચાર અદ્ભુત કૃતિઓ ‘વૃત્તમંડલી’, ‘અજિતસેનકુમાર ઢાળ’, ‘સુમતિચરિત્ર' તથા ‘અરિદમન ચોપાઈ'માંથી પસાર થઈએ, એટલે ટાઢક વળે કે પ્રતિભાવંત શ્રમણી ભગવતીજીઓ આપણા સમયમાં પણ થયાં છે અને તેમની શ્રુતસાધનાની નિષ્ઠા પણ શત-સહસ્ત્ર નમન કરવા યોગ્ય જ છે. - હવે સંભારવાયોગ્ય છે વાગડ સમુદાયનાં સાધ્વીજીશ્રી અનુપમાશ્રીજી, જેઓની પાલિતાણાના હસ્તગિરિ સમીપની અગ્નિસંસ્કાર ભૂમિમાંથી આજે પણ રાત્રિની નીરવતામાં શ્રી નમસ્કાર મહામંત્રનો નાદ સંભળાય છે... તેનું કારણ છે : તેમણે આત્મભાવે ગણેલા ૪૫ કરોડ નવકાર મહામંત્રો ! વિશ્વશાંતિ અર્થે કરેલ ૧૪૨ ૧૪૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ હોચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 આ ભાવપૂર્વકના જપ અનુષ્ઠાનને ત્રિકાળ વંદન. પરમ પૂજ્ય આચાર્ય પંજાબકેસરી શ્રી વલ્લભસૂરિજી સમુદાયનાં સાધ્વી શ્રેષ્ઠા પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીજી એ તો પંજાબમાં જૈન ધર્મ પરત્વેની જાગૃતિ આણીને કમલા જ કરી છે ! વળી હિમાચલ પ્રદેશના કાંગડા તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા તેઓએ કેટલાંય વર્ષ ત્યાં જ મુકામ કરીને શ્રી જૈન સંઘ પર બૃહદ્ ઉપકાર કર્યો છે. આ જ સમુદાયનાં સાધ્વીજી દેવશ્રીજી મહારાજે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે લાહોરથી ૮૦,૦૦૦ જૈનોને સંપૂર્ણ સુરક્ષા સાથે ભારત પહોંચાડેલ. શ્રી લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત આચાર્ય રાજયશસૂરીશ્વરજી મહારાજનાં બહેનમહારાજ શ્રી સુભદ્રાશ્રીજીએ પલ્લીવાલ પ્રદેશમાં એક લાખ રાજપૂત ભાવિકોને જૈન શાસનના સિદ્ધાંતો સમજાવી જૈન બનાવેલ. સાગરેજી સમુદાયનાં પૂજય સાધ્વીજીઓએ તો કલ્યાણક મહાભૂમિ એવા સમેતશિખરજી તીર્થનો ઉદ્ધાર કરવામાં અગ્રેસર ભાગ ભજવેલ. અધ્યાત્મમૂર્તિ પૂજ્ય કલાપૂર્ણસૂરિજી સમુદાયનાં સાધ્વીજી ચતુર શ્રીજીએ તો ૧૦૦ નાનાં-મોટાં તીર્થો અને દેરાસર-ઉપાશ્રયોના જીર્ણોદ્ધાર કરાવેલ. તપાગચ્છના શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી બાપજી મહારાજના સમુદાયના, ૧૬ ભાષાના જાણકાર, આગમ સંશોધક-સંવર્ધક-શુદ્ધિકારક-અનુવાદક-સંકલનકાર એવા મુનિરાજ શ્રી જંબુવિજયજીથી જૈન શાસન સુપરિચિત છે. તેઓનાં જન્મદાતા એવં ધર્મપ્રેરક માતા અનીબેન એટલે શતાયુષી સાધ્વી શ્રીજી મનોહરજી ‘બા મહારાજ'. આગમોદ્વારનું કાર્ય કરવા તેઓ જ પોતાના દીકરા મહારાજનાં પ્રેરક હતાં. ‘જીવીચાર' ભણાવતાં જે રીતે જીવોના ૫૬૩ ભેદોનું સવિસ્તર વર્ણન કરે, ત્યારે જાણે સર્વજીવ પરત્વે મૈત્રીભાવ સ્થિર જ થઈ જાય ! પ૬ વર્ષના સંયમર્યાયમાં ઘરઘરમાં સ્વર્ગ રચવા મનભેદ-મતભેદો દૂર થઈ જાય, તેઓ તો કર્મગ્રંથ ભણાવવાનો પણ યજ્ઞ ચલાવે. જ્ઞાન-તપસ્યા-ધ્યાન ક્ષેત્રે મનોહર એવાં પૂજ્ય બા મહારાજે સૌથી મોટું પ્રદાન તો પોતાના ૧૪ વર્ષના શિશુરત્નની શ્રી જિન શાસનને ભેટ આપી છે. - ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિશ્વરજી સમુદાયનાં સાધ્વીજી મનગુપ્તાશ્રીજી મહારાજે અમદાવાદની ભંડેરીપોળમાં મુસલમાનોની વચ્ચે ૪૦ વર્ષ રહી જિનાલયજીનું રક્ષણ કર્યું. મુસલમાનો મૂર્તિ તોડવા આવે તો બે હાથ પહોળા કરી, સ્વયં ઊભાં રહી કહેતાં કે, ‘મારા ભગવાનને સ્પર્શતાં પહેલાં મને જ મારો'. મુસલમાનો પણ તેમના આ રૌદ્ર રૂપથી ડરતા. આ જ સમુદાયનાં ‘દર્શનશિશુ’ સાદવીરત્ના ૧૪૩ છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી શીઘકવયિત્રી પૂજ્ય હર્ષપૂર્ણાશ્રીજીએ સાહિત્યસર્જનમાં ડંકો વગાડી શુદ્ધ ચારિત્રની તો સંઘોમાં પ્રરૂપણા કરી જ, ઉપરાંત માલેગાંવના અગણ્ય મુસલમાનો તથા ભીલોને માંસાહાર છોડાવી નવકાર ગણતા કરેલ. અચલ ગચ્છનાં શ્રી ૐકારશ્રીજી સાધ્વીજી મહારાજે લઘુવયે દીક્ષા લીધી. એ પછી ૪૦ વર્ષની ઉંમર સુધીમાં ૨૨,૦૦૦ ગાથાઓ કંઠસ્થ કરી અને સમુદાયમાં નિત્ય આઠ કલાક સંસ્કૃતનો અભ્યાસ કરાવેલ. તેરાપંથી ડૉ. સાધ્વી અક્ષયપ્રભાજીએ જૈન વિશ્વભારતી સંસ્થામાં જૈનાગમમાં એમ.એ., પીએચ.ડી. કરી ‘ઉત્તરાધ્યયનની શેલી-વૈજ્ઞાનિક અધ્યયન'નાં લેખિયા બની અનેકાનેક આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જઈ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરેલ. ડૉ. મુક્તિપ્રભાશ્રીજી અને ડૉ. દિવ્યપ્રભાશ્રીજીએ પુસ્તકલેખન ઉપરાંત ‘લોગસ્સ ધ્યાનકેન્દ્રો' ખોલી શાસનસેવા કરી છે. તપ-ત્યાગ-સ્વાધ્યાયરતા સાધ્વીજીઓનું વિશિષ્ટ પ્રદાન સ્થાનકવાસી સતીવૃંદમાં પણ જોવા મળે ચે. ગોંડલ ગચ્છના શાસનસમ્રાટ આચાર્યપ્રવર પૂજ્યપાદ શ્રી ડુંગરસિંહજી મહારાજ જેવા એકાવતારી, વીર-ધીર સંતનાં જન્મદાત્રી એટલે ૧૮મી સદીનાં મેંદરડા જનપદને દીપાવનારાં પૂજ્ય હીરબાઈ મહાસતીજી. ૪૫ વર્ષની વયે પૂજ્ય રત્નસિંહજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર તેઓ દેહ ને આત્માની ભિન્નતાની અનભુતિ કરતાં અખંડ આત્મભાવમાં સ્થિર રહેતાં. એકદા ગોંડલ ઉપાશ્રયની ઓસરીમાં ત્રણ કલાકના અનુષ્ઠાન અર્થે ધ્યાનસ્થ એવા તેમની સમીપ અચાનક એક શિયાળ આવ્યું અને તીણ દાંત તથા નખથી મહાસતીજીના શરીરને વિદારી માંસ-લોહી આરોગવા લાગ્યું. શૂરવીર સાધિકા તો હતાં આત્મમસ્તીમાં નિમગ્ન ! ત્રણ કલાકે સંપન્ન થતાં લોહીથી તરબતર થયેલ વસ્ત્રોની વ્યવસ્થા માટે તેઓએ અંદર રહેલાં મહાસતીજીઓને બોલાવ્યાં. વીંધાયેલું શરીર, હાડ-માંસ લબડી રહેલાં... એવું કમકમાટીભર્યું દશ્ય જોઈ નાનાં સતીજીઓ તો થરથર ધ્રુજવા લાગ્યાં. નિકટ ગ્રામ બિરાજમાન ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજે પણ તત્કાળ દોડી આવી જોયું કે પોતાનાં જનેતા મરણાંત ઉપસર્ગોને વીસરીને ચૈતન્યવંત આત્માનુભૂતિનો આનંદ માણી રહ્યાં છે. માવજીવનું અનશન અંગીકાર કર્યા પછી ૫૮-૫૮ દિવસની અસહ્ય પીડામાંય આત્મજાગૃતિ રાખી પ્રાંતે તેઓ કાળધર્મ પામ્યાં. આ હૂડા અવસર્પિણીકાળમાં આવવા ઉપસર્ગવિજેતા શ્રમણીજીની ૧૪૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે આત્મસાધનાનાં અભૂતપૂર્વ દર્શન કરી શ્રી જૈન શાસન ધન્ય બન્યું છે. સરળસ્વભાવી પૂજ્ય વેલબાઈ મહાસતીજીનાં તેઓ બા મહાસતીજી અને સાધ્વી સંઘ શિરોમણિ પૂજ્ય માનકુંવરબાઈનાં તેઓ નાનીજી મહાસતીજી હતાં. આજથી ૨૭૩ વર્ષ પૂર્વે પૂજય વેલબાઈની રત્નકુથિએ જન્મ ધરનાર પૂજય માનકુંવરબાઈ ૧૪મે વર્ષે દીક્ષા લઈ પોતાના મામા મહારાજ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સમીપે સુદીર્ઘકાલ પર્યત શાસ્ત્રાભ્યાસ કરી ૯૪ વર્ષની ઉંમરે સાત પ્રહરનો સંથારો કરી દેહથી દિગંત થયાં. તેઓની ઉજ્વળ પરંપરા આજે ગોંડલ ગચ્છની ગરિમા વધારતાં વિસ્તરી રહી છે. સહનશીલતાનાં જીવંત પ્રતીકસમાં પૂજ્ય ગંગાબાઈ મહાસતીજી એટલે આઘપ્રવર્તિની શ્રી માનકુંવરબાઈ મહાસતીજીનાં જ પ્રજ્ઞાધારક અને પ્રવર્તિની શિખ્યા. એકદા માણાવદર ગામના ત્રણ-ચાર યુવાનો દુષ્ટ આશયથી ઉપાશ્રય આસપાસ ફરતા હતા. તે જોઈ તેઓ અંશમાત્ર વિચલિત થયા વગર ધ્યાનશીલ બની ગયાં અને સવારે ધ્યાન પૂર્ણ કર્યું ત્યાં સુધી પેલી યુવાન ટોળકીના પગ સઉન્ડ થઈ ગયેલા તે ગ્રામનોએ સવારે જોયું. તેઓની ભાવવિશુદ્ધિ કરાવી, ભીષ્મપ્રતિજ્ઞા લેવડાવી કે હવે પછી શાસનનાં કોઈ પણ મહાસતીજીઓને બૂરી નજરથી જોશે નહીં. દીપાવલીના દિને સમાધિપૂર્વક દેહત્યાગ કરનાર તેઓના અત્માને ત્રિકાળ વંદન. સૌરાષ્ટ્રના કાલાવડ (શીતલા) ગામને ઉજવલતા પ્રદાન કરનાર હતાં પૂજ્ય ઉજમબાઈ મહાસતીજી. ૧૭મા વર્ષે વૈધવ્યના દુઃખને સહન કરતાં એવાં તેઓ માટે જ જાણે તેજોમૂર્તિ પૂજ્ય જયચંદ્રજી મહારાજનું ચાતુર્માસ કાલાવડમાં થયું. તેઓ સમીપે વૈરાગ્યબીજ અંકુરિત થયું અને યુગપ્રધાન તપસ્વી પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ પાસે દીક્ષિત થઈ જૈનેતરોમાં પણ જિનવાણીનો પ્રચાર કર્યો. ૪૫ વર્ષનો દીક્ષાપર્યાય પાળી સૌરાષ્ટ્રકેસરી પૂજ્ય પ્રાણગુરુદેવ પાસે આલોચના લઈ, અંતિમ આરાધના કરી, “મહાવીર' શબ્દના ઉચ્ચારણ સાથે ઉચ્ચ ગતિએ વિહરી ગયાં. તેઓના ફક્ત ૨૨ દિવસના પરિચયમાં જ પ્રભાવિત થઈને માત્ર ૧૫ વર્ષીય પ્રભાબેને જ્યારે દીક્ષા લીધી ત્યારે ગુરુદેવ પંડિતજીએ રોકીને પ્રભાબાઈ મહાસતીજીને આગમો તથા અનેક સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કરાવી ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં અનેક રીતિએ શાસનપ્રભાવના કરી શકે તે માટે તૈયાર કર્યા. જે સમયમાં યુગપ્રધાન તપસ્વી પૂજ્ય જય-માણેક ગુરુદેવ ગ્રામાનુગ્રામ વિહરતા હતા, તેવા વિ.સં. ૧૮૪૧માં માંગરોળ શ્રી સંઘમાં ત્રણ બહેનોની દીક્ષા - ૧૪૫ - @ @@ @@A અને જૈન ધર્મ થઈ, તેમાંનાં સૌથી નાનાં માત્ર ૨૧ વર્ષનાં હતાં બા.બ્ર. પૂજ્ય મણિબાઈ મહાસતીજી, જેમણે માંગરોળના નવાબસાહેબ હુસૈનમિયાને પણ દીક્ષાના સમર્થનમાં નીડર ઉત્તરો આપી પ્રસન્ન કરેલ, જેથી ફકીરી લેવા માટે તેઓએ ઘણી સહાય પણ કરેલ. વડાલ-સોરઠમાં રહેતા ગાંધીવાદી ભવાનભાઈ મહાત્મા ગાંધીજીને વાત કરવા જાય કે, ‘મારી બહેનને દીક્ષાના ભાવ છે, પણ અમે ના પાડીએ છીએ,’ ત્યારે ગાંધીજી પોતે સમજાવે કે, ‘ભાઈ, જૈન ધર્મની દીક્ષા ખૂબ સારી હોય છે. ત્યાં ચારિત્રની વાડ ખૂબ મજબૂત હોય છે, માટે ભલે ને દીક્ષા લે. તમો ના ન પાડો.” આમ જેઓની દીક્ષાની રજા આપણા રાષ્ટ્રપિતાએ સ્વયં લઈ આપી હોય, તેવાં પૂજ્ય અમૃતબાઈ મહાસતીજીએ ૫૫ (પંચાવન) વર્ષના દીક્ષાપર્યાયમાં શાસનને ઉજજવળ કરી દેખાડ્યું. સન ૧૯૫૨માં લીંબડી સંપ્રદાયની દીકરી ગોંડલ સંપ્રદાયમાં દીક્ષા લેવાની હિંમત કરી શકે? જી હા, એ હતાં સૌનાં આદરપ્રાપ્ત “બાપજી', પૂજ્ય મોતીબાઈ મહાસતીજીના શિષ્યા લલિતાબાઈ મહાસતીજી. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના કૃપાશિષથી જેની જીહુવા પર દેવી સરસ્વતી વાસ કરતાં, તેવાં સાધ્વી શ્રેષ્ઠા પૂ. બાપજીની પ્રેરણાથી જ વિલે પાર્લેમુંબઈમાં ‘વૈયાવચ્ચ કેન્દ્ર’નું બીજારોપણ થયું. કન્યાશિબિરો, જ્ઞાનસત્રોનાં આયોજનો, ‘કલ્પતરુ સાધના કેન્દ્ર’, ‘શ્રી પ્રાણગુરુ જૈન સેંટર'ની સ્થાપના આદિના મૂળરૂપ એવાં તેઓની શ્રુતસંપદા પણ પ્રશસ્તિ પામી છે. ચાર જુલાઈ, ૨૦૧૨ના દિને પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિએ સ્વયં ઠેઠ ચેન્નઈથી લાઈવ ટેલિકાસ્ટ દ્વારા જેઓને અંતિમ નિર્ધામણા કરાવી તેવાં બાપજીની સ્મૃતિમાં દેવલાલીમાં ‘અધ્યાત્મ તીર્થ’ નિર્માણ થાય, તે શ્રમણીજગત માટે નાનીસૂની ઘટના ન જ કહેવાય! ગોંડલ ગચ્છમાં શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ જે નામે પ્રકાશિત થયા, તે ‘ફૂલ-આમ્ર સ્તોકાલય’ એટલે જ સાધ્વીજી શ્રી ફુલકુંવરબાઈ તથા શ્રી અંબાબાઈ મહાસતીજી. તેજોમૂર્તિ ફૂલકુંવરબાઈમાં તો અનાસક્તિ ગુણ એટલો પ્રબળ હતો કે તેમણે શિષ્યો ન કરવાની જ પ્રતિજ્ઞા લીધી હતી. સૌમ્યમૂર્તિ પૂજ્ય અંબાબાઈ મહાસતીજી એટલે દાદાગુરુ ડુંગરસિંહજી મહારાજશ્રી તથા પૂજ્ય હીર-વેલમાનકુંવરબાઈ મહાસતીજીની પરંપરાનાં એવાં શ્રમણી, જેઓ માનતાં કે દુઃખના ડુંગરાથી હારી ન જવાય, કારણકે દુઃખમાં જે ધર્મ આરાધાય, તે જ સાચી શાંતિ ૧૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ રી,ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ અને પ્રાંતે મોક્ષ પણ અર્પી શકે. પ્રાણગુરુદેવની સંધિવાની બીમારીમાં ખંતસહ શુશ્રુષા કરી, શાતા ઉપજાવવાના ફળે જ જાણે વિશાળ પરિવારધારક મુક્તાબાઈ મહાસતીજી તથા ભાવયોગિની લીલમબાઈ મહાસતીજીસમા શિષ્યારત્નોનાં ગુરુણી બનવાનું સુસૌભાગ્ય સંપ્રાપ્ય થયું. ધારીનાં મંગલમૂર્તિ મુક્તાબાઈ મહાસતીજી એટલે મોટાસ્વામી, જેઓની ધર્મપ્રેરણાથી જ માણેકપુરમાં રહેતાં મહાવીરભાઈના જીવનનો રાહ બદલાયો અને વૈરાગી બની સંયમ લેતાં આજે રાષ્ટ્રસંત યુગદિવાકર પૂજ્ય ગરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબરૂપે શોભી રહ્યા છે. સંઘ પર પૂજ્યવરાનું આ ઋણ સદાય રહેશે જ. સંયમનાં ૫૬ વર્ષમાં ‘અર્હમ યુવા ગ્રુપ’ અને ‘પારસધામ' બંનેની શરૂઆતનાં સાક્ષી એવાં મુક્તાબાઈને નમ્રમુનિએ પોતે મહાપ્રાણ ધ્વનિમાં માંગલિક સંભળાવી જાણે પોતાની માડીને અંતિમ વિદાય આપેલ. સરસ્વતીસુતા પૂજ્ય લીલમબાઈ મહાસતીજી એટલે જ્ઞાન ને સમતારસનો રત્નાકર, ૧૧૯ શિષ્યા-પ્રશિષ્યાઓનાં ધારક. આઠમ-પાખીએ આયંબિલ, દર સોમવારે અહોરાત્રિનું મૌન, સાંજે ગરમ ગોચરી ન વાપરવી અને વિદ્યુતની જયણા કરીને જ ગુરુપ્રાણ જન્મશતાબ્દી નિમિત્તે ૩૨ આગમસૂત્રોને અનુવાદિત કરી પ્રધાન સંપાદિકા બનવાનાં નવ વર્ષ પસાર કર્યાં, જેથી ‘અપૂર્વ શ્રુત આરાધિકા’ પદવીથી વિભૂષિત પણ કરાયાં. ૮૪ વર્ષનું આયુ અને ૬૩ વર્ષના પ્રવજ્યાકાળમાં કેવી તો સમતાની ઉપાસના કરી હશે કે અશાતાના તીવ્ર ઉદયમાં ભેદજ્ઞાન તો એવું વ્યાપ્ત કે દેહમાં થયેલી ગાંઠ અંદર જ ફૂટી જાય, ત્યારેય તેની વેદનામાં વહેવાને બદલે કર્મગાંઠ છોડવામાં જ લીન દેખાય. અરિહંતની આરાધના કરવા વહેલી સવારે ત્રણ વાગે ભક્તામર સ્તોત્ર બોલે ત્યારે વિશિષ્ટ કો' પ્રેરણાથી ગાથાના અર્થ પ્રમાણેનાં દૈવિક ચિત્રો પ્રગટ થાય, દિવસના ભાગમાં તે ચિત્રો દોરાય અને તપસમ્રાટની સાનંદ આજ્ઞાથી પછી સ્થાનકવાસી સમાજમાં સૌપ્રથમ સચિત્ર પુસ્તક તરીકે પણ બહાર પડે ! ઉપરાંત પૂજ્ય ડુંગરસિંહજી મહારાજનાં જીવન-કવનનું ‘દૃષ્ટા-દૃષ્ટિ દર્શન’ સચિત્ર પુસ્તક પણ બહાર પાડયું તેય શાસનની અપૂર્વ સેવા જ છે. નાવલી નદીને તીરે ઊછરેલ દેવીબેન સાડા અઢાર વર્ષની બાલી વયે, મોટાં દીક્ષિતભગિની પૂજ્ય લીલમબાઈસ્વામીનાં શિષ્યા બનવા થનગન્યાં અને તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજના શ્રીમુખે દીક્ષામંત્ર ગ્રહણ કરી બન્યાં ઉષાબાઈ મહાસતીજી, જેઓ કાળક્રમે ‘ગુરુપ્રાણ ફાઉન્ડેશન'નાં પ્રેરક બન્યાં. તેઓની જ ૧૪૭ અને જૈન ધર્મી રી ઉપસ્થિતિમાં પૂજ્ય લીલમબાઈ, પૂજ્ય ડૉ. આરતીબાઈ તથા પૂજ્ય સુબોધિકાબાઈ મહાસતીજીના સત્પુરુષાર્થ થકી આગમરત્નો પ્રકાશિત કરવાના ભગીરથ કાર્ય માટે જૈન શાસન તેઓનો સદા ઋણી રહેશે. મોંઘા પંચમહાવ્રતને માણવા માત્ર છ મહિનાના દીક્ષાપર્યાય પછી ૧૧ ઉપવાસનાં પારણાં માટે આ જ ઉષાબાઈ મહાસતીજીએ એક કઠિનતમ અભિગ્રહ ધારણ કરેલો કે, ‘કોઈ કુંવારી કન્યા, કપાળમાં કોરા કુમકુમનો ચાંદલો કરી, શ્વેત વસ્ત્રો ધારણ કરી, છુટ્ટા વાળ રાખી, જો સફેદ વસ્તુ વહોરાવે તો જ પારણું કરવું.' દેવગુરુની અસીમ કૃપા તથા તેઓના તપોબળે તે શક્ય પણ બન્યું. સૌરાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશાદિ અનેક ક્ષેત્રોમાં વિચરી શાસન પ્રભાવનાર્થે સંઘોની સ્થાપના સાથે અને મહિલામંડળ તથા યુવકમંડળો તેઓએ સ્થપાવ્યાં. સ્વયં સુદૂર સુધી ગોચરીએ જઈ અનેક ભાવિકોને ધર્મસ્થાનકમાં આવતા કર્યા અને એ રીતે જ સ્થાપ્યો રાજકોટમાં ગોંડલ રોડ (વેસ્ટ) સંઘ. ગોંડલ સંપ્રદાયનાં ‘સૂર્ય-વિજય' સાધક બેલડીનાં ગુરુ એટલે પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજી પારસમૈયા. ૨૨ શિષ્યાઓનાં ગુરુણી, રસલીનતાની મૂર્તિ, યોગાનંદનાં અવતાર. મહાભિનિષ્ક્રમણનો મંગલ મહોત્સવ અને શાસન સંદેશારૂપ તો તેઓનું સમસ્ત જીવન જ જાણે ! અમરવેલ્લીસમા અમરેલીનાં પુત્રીરત્ના સવિતાબેન અર્થાત્ ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂજ્ય પુરુષોત્તમજી મહારાજસાહેબના સ્વહસ્તે પ્રવ્રજ્યા પામનાર સાધકબેલડી ‘સૂર્ય-વિજય’માંના સૂર્ય એટલે કે ‘ગુજરાતનાં સિંહણ‘ અથવા મોટાં ભગવાન સવિતાબાઈ મહાસતીજી તથા નાનાં ભગવાન વિજયાબાઈસ્વામી ! તેઓને કંઠસ્થ હતાં ૧૬ શાસ્ત્રો અને ૫૧ થોકડા ઉપરાંત ૫૦૦ શ્લોકો. તલસ્પર્શી જ્ઞાન હતું ૩૨ આગમોનું. રાજકોટ ભક્તિ નગર ઉપાશ્રય વિસ્તારમાં વસતિ પણ ઓછી ને વનવગડા જેવું પરિસર હતું, ત્યારે તે સ્થાનકને મોટું કરાવી ઉપવન જેવું રળિયામણું કરનાર, સત્સંગથી ભાવિકો વધારનાર, જૈન શાળા શરૂ કરાવનાર, ગ્રંથાલયનાં પુસ્તકોનું પ્રતિલેખન કરનાર હતાં તેઓ. અધ્યાત્મકેસરી આનંદઘન યોગીરાજ ગુરુદેવ પૂજ્ય જશરાજજી મહારાજ સ્વયં જેઓના કાળધર્મ પામ્યા પછી ગુણપ્રશસ્તિ કરે, તેવાં પૂજ્ય લતાબાઈસ્વામી એટલે પૂજ્ય ‘સૂર્ય-વિજય’ મહાસતીજીનાં શિષ્યા. ૪૪ વર્ષના સાધકજીવનમાં એવા તો તૈયાર થયાં કે અનેક જીવોને ધર્માભિમુખ બનાવ્યા. કૅન્સર જેવી અસાધ્ય બીમારીને ૧૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે કર્મોદય માની આવકારી. સમતાપૂર્વક ક્ષણભંગુર દેહને કઈ રીતે સાપની કાંચળીની જેમ સહજતાથી ત્યાગી શકાય, એ તેઓનો જૈન શાસન માટે મહાન સંદેશ હતો. મજીઠિયો વૈરાગ્ય રંગ ધારણ કરનાર મહાસતીજી બહુસૂત્રી સંતોકબાઈસ્વામી જ્યારે ૧૩ વર્ષનાં હતાં ત્યારે ગોંડલ સંપ્રદાયના પંચમ આચાર્ય શ્રી દેવજીસ્વામી સમીપેથી દેશના સાંભળી દીક્ષાની ભાવના પ્રબળ મની. જામનગરના જામસાહેબે સ્વયં આ નાનકડી બાલિકા સંતોકને આમંત્રીને કહ્યું, “મારા હાથ નીચે રહો દીકરીબા. કદી દુઃખ ન આવે તેવું સાસરું શોધી દઈશ.’ તો ઉત્તર મળ્યો, ‘વડીલશ્રી, કદી વિધવા ન બને તેવી બાંયધરી આપો તો દીક્ષા ન લઉં. મારે તો આત્મકલ્યાણ કરી કર્મોથી મુક્ત બનવું છે.” આ સાંભળી જામસાહેબે પોતાના તરફથી આ બાલિકાની દીક્ષા જાહેર કરી અને દીક્ષા પૂર્વે ૧૩ વર્ષની આ બાલિકાના ૧૩ વરઘોડા નીકળ્યા એ તો ઠીક, પણ સંતોકબેનના વૈરાગ્યના પ્રભાવે જામસાહેબ દંપતીએ માવજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું અને માવજજીવ માંસ-મદિરાનો પણ ત્યાગ કર્યો. અધ્યાત્મની કેટલીય મીઠી મહેંકભરી વાતો અઘપિ સુણી. તેવા જ હવે આવે છે ૧૩ વર્ષની નાની વયે કાળા દેવાંશી નાગને બચાવી જીવતદાન આપનાર અને રાણી લખબાના અતિથિઓને જે ઘેટાનું માંસ પીરસવા તૈયાર કરેલ, તેને સૂંડલાભર બાજરા સામે ગુપ્ત રીતે છોડાવી લઈ, મહાજનને સોંપી દઈને મેંદરડાના દરબારગઢમાં ખલબલી મચાવનાર ગુરુવર્ય શ્રી માણેકચંદ્રજી અને ગુરણીશ્રી મોટાં દૂધીબાઈનાં શિષ્યા પ્રભાવિકા મીઠીબાઈ મહાસતીજી. આ સતીજીનું જીવનચરિત્ર કચ્છના આઠ કોટિ મોટા પક્ષ સાહિત્યરત્ન જ્ઞાનવિશારદ પંડિત શ્રી રત્નચંદ્રજી મહારાજે સ્વયં પંચઢાળિયારૂપે ભૂજમાં રચ્યું હોય, તેવાં મહાતપસ્વિની ૪૦ વર્ષનો અપ્રતિમ દીક્ષા પર્યાય પાળી જૈન શાસનને દીપાવતાં ગયાં. ચોરવાડનાં દીકરી દેવકુંવર - ૧૭ જ વર્ષની વયે થયો વિયોગ માતા-પિતાપતિનો. મોટાં દૂધીબાઈ મહાસતીજી પાસે સંસારની અસારતા સમજી લઈ, પૂજ્ય જયચંદ્રજી મહારાજની આજ્ઞા મુજબ ૨૧થીય વધુ માસક્ષમણનાં તપસ્વી સુંદરબાઈ મહાસતીજી એવં ગુણી મીઠીબાઈ મહાસતીજીના વાર્ધક્યને દીપાવવા દેવકુંવરબાઈ મહાસતીજી તરીકે ઘોષિત થયાં. કાળક્રમે શાસનના હજારો ભવિજનો વૈરાગ્યવાસિત થઈ શ્રાવકવ્રત અંગીકાર કરી ધર્મ સન્મુખ તો બન્યાં જ, ઉપરાંત વયસ્કોની અપૂર્વ સેવાના ફળે તેમને પટ્ટધર પૂજ્ય ઉજમબાઈ, મણિબાઈ, વ્રજકુંવરબાઈ, ફૂલકુંવરબાઈ, મોતીબાઈ, અંબાબાઈ ને છબલબાઈસમાં સત્ત્વસંપન્ન મહપ્રભાવશાળી સાત-સાત - ૧૪૯ - કીજી QR _ અને જૈન ધર્મ 9000 શિષ્યાઓ થયાં. હેમકુંવરબાઈથી શરૂ થતાં લીંબડી સંપ્રદાયનાં શ્રમણી કલ્પદ્રુમમાં સ્મરીએ વિશ્રાંતિનો વડલો, તેજોમૂર્તિ, શાસનપ્રભાવિકા, ગુણજ્ઞ મહાશ્રમણી બા.બ્ર. પૂ. સ્વામીબા લીલાવતીબાઈ મહાસતીજીને. જરા એક દૃશ્યની કલ્પના કરીએઃ ગુરણી પૂજ્ય દિવાળીબાઈ સમીપ સંઘર્યા હોય ને રાત્રે સર્પ ડંખ દે ત્યારે અપૂર્વ નીડરતાથી કચકચાવીને પાટો બાંધીને નવકારના સ્મરણમાં નિરત થઈ જનાર શિષ્યાને સવારે ગુરણી સર્પ અને પાટાનો વૃત્તાંત પૂછે, ત્યારે જવાબ મળેઃ “આત્મા આત્માથી શા માટે ડરે ?” આ એક જ વાક્ય જૈન શાસનને નિર્ભયતાનું પ્રદાન કરે તેમ છે ! ૧૩ વર્ષની બાલી વયે તેઓને વિચાર આવ્યો કે, “કેટલું ચાલીએ તો સંસારનો અંત આવે?’ ઉત્તર મળ્યો: ‘કેટલું એની તો કેવળજ્ઞાનીને જાણ, પણ અંત આણવા એકમાત્ર વિરતિની વાટ જ નિકટ છે.’ ને ૧૮મે વર્ષે તે વાટ પકડી... તે પછીનાં ૪૭ વર્ષ પતિ તેઓએ જૈન શાસનનાં દરેક ક્ષેત્રે સુચારુ પ્રદાન કર્યું. સ્મરણમાં લાવી વંદીએ જૂની પેઢીની પ્રતિકૃતિરૂપ, સવાસો વર્ષ પછી બોટાદ સંપ્રદાયમાં પુનઃ દીક્ષાદ્વાર ખોલનાર, આયુનાં ૮૪ વર્ષ આત્મમંદિરમાં સદૈવ જાગૃત, નૂતન-ચંપકભાગના સુવાસિત પુષ્પ, ૫૧ સાધ્વગણનાં શિરોમણિ પૂજ્ય ચંપાબાઈ મહાસતીજીને. ૪૬મા વર્ષે દીક્ષા અને ૩૮ વર્ષના દીક્ષા પર્યાયમાં ઔદાર્ય, ગાંભીર્ય અને મહાધર્યસમા ગુણોનો ત્રિરંગ ફરકાવનાર હતાં તેઓ. શ્રી ખંભાત સંપ્રદાયનાં ઝળહળતાં સિતારા, પ્રખર વ્યાખ્યાતાં બા.બ્ર. પૂજ્યશ્રી શારદબાઈ મહાસતીજી, જેના સદુપદેશથી પ૧ દંપતીઓ ઉપરાંત અને લોહાણા ભાઈઓએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી, વ્યસનોનો ત્યાગ કર્યો. જેલમાં પણ તેઓ લિખિત પુસ્તકો દ્વારા ધર્મારાધના થઈ. તેઓના વ્યાખ્યાનનાં બહાર પડેલ ૧૩ પુસ્તકોની સંખ્યા ૧૦-૧૦ હજાર હોવા છતાંય આજે અપ્રાપ્ય છે. લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂર્વે થઈ ગયેલાં વિદુષી-આર્યાજીમહાસતીજીઓની સૂચિનાં ૩૦ જેટલાં નામ તો ઊડીને આંખે વળગે તેવાં છે, જેઓએ જિન શાસનને ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું હોય. માત્ર ૨૧ વર્ષની ઉંમરે શ્રી માધવજીભાઈ પ્લેગના રોગચાળામાં આવી ગયા. ઈહલોકની યાત્રા પૂરી થવાની ઘડી-પળ-વિપળની તેઓને પૂર્વ જાણ થઈ ગઈ હતી અને તે સમયે બરવાળા ગામે મહાશિવરાત્રિના રાત્રે એક વાગે આકાશમાંથી ચાંદીનો રથ ઊતરતો અને તેઓના દેહાંત બાદ તે રથ પરત આકાશમાર્ગે ચાલ્યો જતો જોનાર ૧૫૦ ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ક09ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 આજેય ઘણા ભાગ્યશાળીઓ વિદ્યમાન છે. શાસ્ત્રોના એવા મહાપંડિતની દીકરી એટલે મહાસતીજી શ્રી ઉજવલકુમારીજી, એ સમયે જેઓ હતાં ફક્ત દોઢ વર્ષનાં. માતા ચંચળબેનની મેરૂસમ નિશ્ચલ ધર્મનિષ્ઠા આ દીકરીમાં ઊતરી અને પ્રજ્ઞાવાન બાલિકા અંજવાળીએ માત્ર ૧૧ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી, માત્ર ૧૪ વર્ષની ઉંમરે અજમેર સંમેલનમાં ભાષણ આપી જૈન શાસનનો ડંકો વગાડ્યો. તેઓની બાળદીક્ષાનો વિરોધ થતાં પુના કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ‘હું આત્મકલ્યાણ અને જનકલ્યાણ માટે દીક્ષા લઉં , કોઈની જબરજસ્તીથી લેતી નથી', એમ નીડરતાપૂર્વક કહેનાર દૃઢનિશ્ચયી કિશોરી અંજવાળીના પ્રવજ્યા દાતા બન્યાં પૂજ્ય આનંદઋષિજી અને સાત ભાષા જાણનાર ગુરણી પ્રવર્તિની રાજકુંવરજી મહાસતીજી. નિત્ય નવ કલાકના મૌન, શાઓનો ગહન અભ્યાસ, મધુરી વક્નત્વકલા, મહાત્મા ગાંધીજી સાથે કરેલ અહિંસાની ચર્ચા અને વ્યાખ્યાનોમાંથી તૈયાર થયેલ પુસ્તક ‘ઉજ્વળ વાણી’ માટે ઋષિ સંપ્રદાય ઉપરાંત સમસ્ત જૈન શાસનમાં તેઓએ મુઠ્ઠીઉંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંઘાણી સંપ્રદાયના નાયક ગુરુભગવંત શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સમુદાયનાં ૩૫ મહાસતીજીઓમાં અનેક તારકો છે, તેમાં શાસનસેવા માટે સંભારીએ પ્રવર્તિની ચારિત્રજયેષ્ઠા બા.બ્ર. જયવિજયાજી એટલે કે માસ્વામીજીને. ‘ધર્મ એટલે જતું કરતાં શીખવું,’ એ હતો તેઓનો જીવનમંત્ર ! ૯૪ વર્ષની આયુ તથા ૭૮ વર્ષના નિરતિચાર દીક્ષા પર્યાયમાં કૃતજ્ઞતા ને સંવેદનશીલતાનો વારસો આપતાં ગયાં છે જૈ શાસનને. હજુ અગગ્રણ્ય શ્રમણીજીઓના જૈન શાસનને મળેલા પ્રદાનની પ્રશષ્ય વાતો ઉમેરી શકાય. આજેય સમવસરણની ઝાંખી કરીએ તો બધા જ મહાન આત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સમંધરસ્વામીની પર્ષદામાં આગલી હરોળમાં બિરાજેલા દેખાય. તેવા શ્રમણીભગવંતોનાં જીવન-કવન અને શાસનપ્રદાનની વાતોનો સ્વાધ્યાય કરવાનો મને સોનામહોરસમો સમયખંડ ભેટ આપવા બદલ શ્રી પ્રાણગુર જેન સેંટરનો આભાર અને પૂ. સંતો-સતી વંદને પ્રણામ. (રાજકોટસ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ ડિઝાઈનર ગ્રુપનાં લીડર છે). શ્રાવકાચાર અને જૈન ધર્મ - ડૉ. સેજલ શાહ શ્રાવક-શ્રાવિકા પરમસિદ્ધિનાં કઠણ ચઢાણ, પણ ધારે મનમાં વચન એક જ પ્રમાણ, ધર્મ ધારું ધર્મ ધારું એ જ મારો ઉદ્ધાર ! (પ્રસ્તુત લેખમાં શ્રાવક શબ્દ શ્રાવક અને શ્રાવિકા, બન્નેના સંદર્ભે ઉપયોગમાં લેવાયો છે). ‘જ્ઞાન વિના શું ધર્મ, જ્ઞાન વિણ ભૂલ ન ભાગે, જ્ઞાન વિના શું તત્વ, જ્ઞાનથી ચેતન જાગે'. જ્ઞાનની જ્યોત જેમ અંધારાને દૂર કરે છે તેમ શ્રાવક અને શ્રાવિકાની નિષ્ઠા સંઘને ગૌરવ અપાવી સુગંધિત કરે છે. જે સંઘને પોતાની ધર્મધારાને સમર્પિત એવા સન્નિષ્ઠ શ્રાવક-શ્રાવિકા મળે છે તે એ સંઘની મહામોંઘેરી મૂડી ગણાય છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનનો મહિમા પ્રસ્તુત પદમાં દર્શાવે છે. શ્રાવકનાં બે પલ્લામાં જ્ઞાન અને ભાવ બન્નેનું સંમેલન થાય તો જ શ્રાવકપણે ખીલી ઊઠે. સંસારના કાદવમાં રહીને આત્માની ઉકૃષ્ટ અવસ્થા માટે પ્રયત્ન કરતાંફરતાં ધર્મના વ્યવહારને નિભાવતા, સંઘના આચારને જાળવતા પોતાના ચારિત્રને તેજોમય કરવાનો છે, જેમાં લપસણી ભૂમિ અનેક વાર આવે પણ ત્યારે સ્થિરતા જાળવી પોતાના શ્રેય અને સંઘના શ્રેયને કેન્દ્રમાં રાખવાનો છે. આ એક એવી અવસ્થા છે જેમાં સ્વ કરતાં સહુ મહત્ત્વના છે એમ કહી શકાય કે - જેને જોઈ ગુરુના મુખે સ્મિત આવે, જેને જોઈ ગુરુના હૃદયે શાતા વળે, જેને જોઈ તીર્થ અને સંઘની ચિંતા ટળે, જેના હેયે તીર્થંકરની વાણી ફળે, એ જ સાચો શ્રાવક.. પદ્મનંદી પંચવિંશતિ નામક ગ્રંથ પરનાં પ્રવચનો કાનજીસ્વામીએ આપ્યાં હતાં. સૈકાઓ પહેલાં પદ્મનંદી આચાર્ય જંગલમાં વનવાસી હતા. તેમણે ૨૬ અધિકાર કહ્યા હતા, જેમાં છઠ્ઠો અધિકાર છે શ્રાવકાચાર અથવા ઉપાસક સંસ્કાર. પર ૧૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ શ્રાવક માટે એમણે શબ્દ ઉપયોગમાં લીધો છે ઉપાસક. આ ઉપાસકના સંસ્કાર કેવા હોય તે વિશે વર્ણન કર્યું છે પદ્મનંદી આચાર્ય પંચમ આરાના ભાવ સંતમુનિ છે, પણ એમણે અહીં શ્રાવકના સંસ્કારનું વર્ણન કર્યું છે. એક તરફ ઋષભદેવને મહિનાઓથી આહાર નથી મળ્યો, જ્યારે બીજી તરફ શ્રેયાંસકુમારને સ્વપ્ન આવે છે કે ભરતક્ષેત્રમાં કલ્પવૃક્ષ સુકાય છે. શ્રેયાંસકુમાર અને ભગવાન બને મોક્ષગામી છે. જ્યારે શ્રેયાંસકુમાર નિમિત્તજ્ઞાનીને કલ્પવૃક્ષ સુકાવાનું કારણ પૂછે છે ત્યારે કહે છે, તમારે ઘરે મહામુનિ પધારવાના છે. શ્રેયાંસકુમાર નાના ભાઈ છે. આહારની વિધિ ખબર નથી. બંને ભાઈ દર્શનાર્થે જાય છે. ભગવાનને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આઠમા ભવે હું એમની સ્ત્રી હતી. ભગવાનનો આત્મા મારા પતિ હતા. આઠમે ભવે જે રીતે મુનિને આહાર આપ્યો હતો તે યાદ આવે છે અને આહાર દેવાની વૃત્તિ થાય છે અને શેરડીના રસથી પારણું કરાવે છે. આમ વ્રતતીર્થ અને દાનતીર્થ બંને આદિપુરષ છે. શ્રાવકને પંચમ ગુણસ્થાને યોગ્ય શાંતિની સ્થિરતાનો અંશ જામ્યો હોય છે. ગુરુદેવના વચનને જે પૂર્ણ કરવા મથે તે શ્રાવક છે. તીર્થંકરની વાણી પોતાના હૃદયમાં સ્થિર કરી, એને અનુસરે તે શ્રાવક. જે ગૃહસ્થમાં પણ ધર્મનો ભાવ જાળવી રાખે તે શ્રાવકે કહેવાય છે. વ્યવહારનયના ગ્રંથમાં એક ઉદાહરણ આવે છે.. ગૃહસ્થ મુનિને આહાર આપે છે તેથી શરીર ટકે છે. શરીરથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર પામી શકાય છે, એનાથી મોક્ષે જવાય છે. જ્યારે એ શરીર શ્રાવકના આચારને કારણે મોક્ષે જાય ત્યારે એમ કહેવાય કે શ્રાવકે મોક્ષ આપ્યો. શ્રાવકનો અધિકાર જિનમંદિર બનાવવાનો છે. દેશવ્રત ઉદ્યોત્તનો પણ અધિકાર છે. સામાયિક, પૌષધ, સમાધિમરણ એના કાર્યક્ષેત્રમાં આવે છે. શ્રાવક સૌ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. મૈત્રી અને પ્રેમ એનો આગ્રહ હોય છે. શ્રાવક જૈન ધર્મના ઉપાસક છે. શ્રાવક ધર્મપ્રકાશમાં શ્રાવક પાસે શું અપેક્ષા છે તે જણાવ્યું છે. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન વગેરે. કુંદકુંદસ્વામીએ સુનિર્મળ મેરવત, નિષ્કપ, અચળ એવા શ્રાવકની કલ્પના કરી. શ્રાવકે નિરતિચાર, નિશ્ચળ સમ્યકૃત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું જોઈએ. આ સમ્યત્ત્વની ભાવનાથી ગૃહસ્થને અને ગૃહકાર્ય સંદર્ભે આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તો મટી જાય છે. પદ્મનંદી પંચવિશતિકા શાસ્ત્રના સાતમાં અધિકારમાં ગુરુના ભાવ અંગે પણ ચર્ચા થઈ છે. આત્માના આનંદમાં ઝૂલતા અને વનજંગલમાં વસતા વીતરાગી ૧૫૩ - #શિવાજી – અને જૈન ધર્મ ) દિગંબર મુનિરાજ શ્રી પદ્મનંદીસ્વામીએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ શાસ્ત્ર રચ્યું છે. સર્વજ્ઞની ઓળખાણ, દેવગુરુ, શાસ્ત્રનું બહુમાન વગેરેના ભાવો કેવા હોય છે, આત્માના માનસહિત રાગની મંદતાના પ્રકાર કેવા હોય છે, તે અહીં બતાવ્યું છે. શ્રીમદ્રને પણ આ શાસ્ત્ર પ્રિય હતું. એમણે આ શાસ્ત્રને વનશાસ્ત્ર કહ્યું છે. દેશવ્રત ઉદ્યાનમાં પણ શ્રાવકના આ આચાર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સમ્યત્વ દર્શન કરી શુદ્ધિ કેમ વધે ને રાગ કેમ ટળે ને શ્રાવકધર્મની આરાધના કરીને પરમાત્માદશાની સન્મુખ કેમ જાય તે બતાવીને શ્રાવકના ધર્મનો ઉદ્યોત કર્યો છે. શ્રાવકને સર્વજ્ઞ દેવનાં વચનોમાં શ્રદ્ધા હોય છે. શ્રાવકોએ આજે શ્રુત સાહિત્યનાં સંકરણ, સંવર્ધન અને પ્રકાશન ક્ષેત્રે યોગદાન આપવાનું છે. શ્રાવકશ્રાવિકાની વાત કરતાં ઉપાસક દશા નામક આગમ સૌના મુખે તરત યાદ આવે છે. શ્રાવક શબ્દ શ્રાધ્ય આદિના પર્યાયરૂપે છે. શાસ્ત્રીય રીતે તેનું શ્રમણોપાસક નામાંકન થયેલ છે, જે સાથે છે. શ્રમણની પપૃપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવાં અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે. શ્રાવક શબ્દ શ્રવણને આધારે બનેલો છે. ધર્મ શ્રવણ કરે તે શ્રાવક, શ્રાવકનું જ્ઞાન અને ધર્મ, શ્રમણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે જવાની મનોવૃત્તિ ધરાવે છે. શ્રાવકની પ્રતિભા કેવી હોય છે ? ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત શ્રદ્ધાપણું, જેને દેવો પણ ચલિત ન કરી શકે. શ્રાવકનું તત્ત્વજ્ઞાન કેવું હોય છે? સવાલો પૂછે, વિદ્વાન પાસે જાય. (અહીં આપણને જંયતી શ્રાવિકા યાદ આવે છે). ચતુર્વિધ સંઘમાં આ ઇતિહાસ મહત્ત્વનો છે. ચતુર્વિધ સંઘની વ્યવસ્થા છે જેમાં શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા. સંઘને આગમ દ્વારા જે તીર્થકરની વાણી પ્રાપ્ત થઈ છે તે મુજબ વર્તવું એ સંઘનું કર્તવ્ય છે. શ્રમણ-શ્રમણીઓને પાંચ મહાવ્રત આચાર છે. જ્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકાને બાર અણુવ્રત છે. મોક્ષમાર્ગ માટે સમ્યકત્વ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવશ્યક છે. જૈન ધર્મમાં શ્રાવક શબ્દ ગૃહસ્થ માટે ઉપયોગમાં લેવાય છે. આ શબ્દનું મૂળ ‘શ્રવણ' શબ્દમાં રહેલું છે. સંસ્કૃત ક્રિયા, ‘ૐ’ અર્થાત્ સાંભળવું. શ્રાવક તીર્થકરની વાણીનું પાલન કરે છે, અર્થાત્ જે સંતની વાણીનું પાન કરે તે શ્રાવક. શ્રાવક માટે ઉપાસક, અણુવ્રતા, દેશવિરત, સાગાર વગેરે પર્યાયવાચી શબ્દ છે. શ્રાવિકા શબ્દ પર જરા ઊંડાણથી ચિંતન કરીએ, એટલે ‘શ્ર’ ધાતુનો અર્થ ૧૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ સાંભળવું એમ થાય છે. જે શ્રદ્ધાપૂર્વક પ્રવચનોનું શ્રવણ કરે છે અને યથાશક્તિ આચરણ કરવા પ્રયત્ન કરે છે. શ્રાવિકા શબ્દનો એક અર્થ ગ્રહણ કરવું એવો થઈ શકે છે. આ જ શબ્દનો બીજો અર્થ થાય છે ભોજન બનાવવું. શ્રદ્ધાપૂર્વક તેને શ્રવણ કરવાનું છે. મનોરંજન માટે તે નથી સાંભળતી અને વિચારપૂર્વક જે દાન આપે છે. કોઈ પણ પુણ્યકાર્ય કે ધર્મકાર્ય પર ઉપસ્થિત રહે છે. જે સમાજ અને સૌ માટે સારું હોય તે કરે છે. વિવેકપૂર્ણ વ્યવહાર પણ અહીં અપેક્ષિત છે. હવે ત્રીજો અક્ષર ‘કા’નો અર્થ થાય છે પાપને કાપવા. પાપકાર્યમાં તે રત રહેતી નથી. દાન, શીલ, તપ, ભાવનાથી તે પોતાને બચાવે છે. આ ગુણને પ્રાપ્ત કરવો પડે છે, જે આપોઆપ ન મળે. પોતે કષ્ટ સહન કરે છે, વિવેકપૂર્ણ ક્રિયા કરે છે. જીવનરૂપી સરોવરને નિયંત્રિત કરવા નિયમો આવશ્યક છે. ઘરમાં રહીને પણ એવું કાર્ય કરે છે કે મોક્ષમાર્ગે જઈ શકાય. શ્રાવક જે ગૃહસ્થ આશ્રમમાં રહીને થોડાંક અણુવ્રતોનું પાલન કરે તે. Shravak listens to the preaching of the Tirthnkar or the right guru or reads the Jain canonical books. શ્રાવકને તીર્થકરે દર્શાવેલા માર્ગમાં શ્રદ્ધા હોય છે. જે ભૌતિક જગતમાં રહે છે છતાં તેનાથી મુક્તિ તરફનો પથ શોધવાનો પ્રયત્ન કરે છે. બિનજરૂરી પ્રવૃત્તિમાંથી પોતાનું મન પાછું ખેંચી, પોતાના કષાયને ઓછા કરવાનો પ્રયત્ન કરે છે. શ્રાવક : આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે છે, પણ શાસ્ત્રીય રીતે તેનું “શ્રમણોપાસક” નામાંકન થયેલ છે, જે અતિસાર્થક છે. ‘શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક'. | ‘શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. “ધર્મ શ્રવણ કરે તે શ્રાવક”. પ્રાયઃ બધા જ આગમોમાં ‘પર્ષદા ધર્મ સાંભળવા આવી” એવો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે. ઉપાસક દશાંગ અને દેશશ્રુતસ્કંધ આ બેમાં આપણને શ્રાવકાચાર વિશે પૂરતી માહિતી મળે છે. એમાં મનાય છે કે જે ગૃહસ્થાશ્રમમાં હોય તેમને સાધુજીવનની તુલનામાં મોક્ષ પ્રાપ્ત ન થાય, પરંતુ ગ્રંથોમાં કેટલાંક એવાં ઉદાહરણ મળે છે જેમાં શ્રાવકોને પણ પોતાના આચારો દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રાવકના ચાર પ્રકારો છે : ૧) નામશ્રાવકે – જે જૈન કુટુંબમાં જન્મે છે ૧૫૫ - e k _ અને જૈન ધર્મ છે ૨. સ્થપનાશ્રાવક - the statue or photograph of a Shravak; ૩. દ્રવ્યશ્રાવક – એવી વ્યક્તિ જે ઊંડી શ્રદ્ધા વગર જૈનીઝમને અનુસરે. ૪. ભાવશ્રાવક – એવી વ્યક્તિ જેને જૈનીઝમમાં ઊંડી શ્રદ્ધા હોય અને એને એ અનુસરતા પણ હોય પાક્ષિક : Pakshika - A householder who has an inclination (Paksha) towards Ahimsa. He possesses Samyakatva and practices the Mula Gunas (basic restraints) and the Anu-vratas and is diligent in performing the Puja; Nasthika - One who pursues the path upwards through the Pratimas, (spiritual path for laymen) until he reaches the eleventh and last Pratima. As this culminating point, (Nistha) he abandons the household life and practices the Dharma of the ascetic. Sadhaka - One who concludes his human incarnation in the final purification of the self by performing Sanlekhana. - સાચો જૈન શ્રાવક સમ્યક દર્શનને આધારે પોતાના વ્યવહારમાં સાચો આચાર આચરે છે. શ્રાવકના ૧૪ નિયમો દર્શાવ્યા છે. सचित दव्व विगइ वाणह तंबोल वत्थ कुसुमेशु । वाहण शयन विलेपन बंभ दिसि पहाण भत्तेसु ॥ ૧) સચિત્ત એટલે જે જીવમાં સત્તા છે, રોજિંદી વપરાશની વસ્તુ પર મર્યાદા ૨) દ્રવ્ય : રોજિંદી વપરાશની બાબતો પર મર્યાદા આવી ૩) વિચાઈ : વિચાઈ વસ્તુની વપરાશ પર મર્યાદા આકવી ૪) વાણહ : પગમાં પહેરવાની વસ્તુમાં મર્યાદા ૫) તમ્બોલ : મુખવાસ વગેરે ૬) વસ્ત્ર, ૭) કુસુમ ૮) વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય વિગેરે. શ્રાવક જે વચન બોલે તે પ્રિય હોય, પથ્ય હોય અને તથ્ય પણ હોય, એટલે કે (૧) કઠોર ભાષાનો પ્રયોગ કરે નહીં કે અપશબ્દો બોલે નહીં (૨) જે હિતકારી હોય તેવું જ બોલે અને અહિતકર બોલવા કરતાં મૌન રહેવાનું વધારે પસંદ કરે (૩) જે વાત જેવી હોય તેવા પ્રકારે કરે, પણ તેમાં ભેળસેળ કરીને તેના મૂળ આશયને વિકૃત ન કરે. ૧૫૬ * Page #80 -------------------------------------------------------------------------- ________________ ક08-09ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 9222 પ્રત્યેક શ્રાવકે સદ્ગુરુના ઉપદેશ અનુસાર નીચેનાં કૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ :૧) જૈનસૂત્ર - સિદ્ધાંતમાં જે કામો કરવાની ‘આજ્ઞા' હોય તે જ કામો કરવાં, પણ તેથી વિપરીત કામો કરવાં નહીં ૨) ભવ-ભ્રમણના મુખ્ય કારણરૂપ ‘મિથ્યાત્વ’ કે ખોટી સમજણનો ત્યાગ કરવો ૩) ‘સમ્યકત્વ'ને ધારણ કરવું એટલે કે દેવ, ગુરુ અને ધર્મ વિશે સાચી શ્રદ્ધા કેળવવી (૪-૯) ‘સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખાન’ એ ‘પવિધ આવશ્યકો’ નિત્યકર્મ તરીકે કરવાં તથા તેનો મર્મ ગંભીર રીતે વિચારવો. સામાયિક વડે સમતાની વૃદ્ધિ કરવાની છે, ચતુર્વિશતિ-સ્તવ વડે પ્રભુભક્તિમાં લીન થવાનું છે, વંદન વડે ગુરુ પ્રત્યે વિનય કેળવવાનો છે, પ્રતિક્રમણ વડે આત્મનિરીક્ષણની ટેવ પાડવાની છે, કાયોત્સર્ગ વડે દયાનની તાલીમ લેવાની છે તથા પ્રત્યાખ્યાન વડે ત્યાગભાવનાનો વિકાસ કરવાનો છે. ૧૦) અષ્ટમી, ચતુર્દશી આદિ ‘પર્વો' એ પૌષધવ્રત ધારણ કરવું અને સાધુ જીવનનો યત્કિંચિત્ અનુભવ મેળવવો ૧૧) શક્તિ મુજબ ‘દાન’ આપવું ૧૨) સદાચારી થવું ૧૩) બને તેટલી ‘તપશ્ચર્યા’ કરવી અને તે વડે દેહ તથા મનની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો ૧૪) “મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યસ્થ” ભાવનાનું રહસ્ય વિચારી તેતે પ્રકારની ‘ભાવના' ભાવવી અથવા અનિત્યવાદી બાર પ્રકારની ભાવના ભાવવી ૧૫) ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ કરવો તથા મનનીય પુસ્તકો વાંચાવ-વિચારવાં અને શક્ય હોય તો સમજાયેલું તત્વ બીજાને પણ અધિકાર જોઈને યોગ્ય શૈલીથી સમજાવવું ૧૬) પ્રતિદિન નમસ્કાર મંત્રની યથાવિધિ ગણના કરવી ૧૭) પરોપકાર-બુદ્ધિ રાખવી ૧૮) દરેક કામ સાવધાનીપૂર્વક કરવું. બને તેટલી દયા પાળવી પ૭ &Oy99 – અને જૈન ધર્મ & #27 ૧૯) શ્રી જિનેશ્વરની નિત્ય ત્રિકાલપૂજા કરવી ૨૦) શ્રી જિનેશ્વરદેવના નામનો નિત્ય જાપ કરવો તથા તેમના ગુણોનું કીર્તન કરવું. ૨૧) સદ્ગુરુના ગુણોની સ્તુતિ કરવી ૨૨) સાધર્મિક ભાઈ-બહેનો પ્રત્યે પૂરી લાગણી રાખવી ૨૩) વ્યવહાર શુદ્ધ રાખવો, એટલે કે પ્રામાણિક રહેવું ૨૪) શ્રી જિનેશ્વરદેવની રથયાત્રાનો મહોત્સવ કરવો ૨૫) પ્રતિવર્ષ કુટુંબ સાથે તીર્થયાત્રા કરવા જવું ૨૬) કષાયોને પાતળા પાડવા ૨૭) વિવેક રાખવો, એટલે કે સત્યાસત્યનો તેમ જ હિતાહિતનો નિર્ણય કરવો ૨૮) સંવરની કરણી કરવી, સામાયિક વગેરે કરવાં ૨૯) બોલવામાં સાવધાની રાખવી. પ્રિય, પથ્ય તથા તથ્ય બોલવું શ્રાવકના એકવીસ ગુણની સઝાય પ્રણમી શ્રુતદેવી શારદા સરસ વચન વર આપે મુદા, શ્રાવક ગુણ બોલું એકવીસ ચિત્તમાં વધારો નિશદિન. પહિલો ગુણ અશુદ્રજ કહ્યો સરલ સભવી વયણે કહ્યો, રૂપવંત બીજો ગુણ ભલો સૌમ પ્રકૃતિ ત્રીજો નિર્મલો. લોકપ્રિય ચોથો ગુણ સદા મિથ્યા વચન ન બોલે કદા, કુરદૃષ્ટિ ન કરે કાઈશ્ય એ પંચમ ગુણ બોલ્યો ઇમ્યું. પાપ થકી ભય પામે ઘણું છઠ્ઠો ગુણ વિણ જે નિરમાં; મનિ ન ધરે ધીઠ્ઠાઈપણું એ સત્તમગુણ ઋજુતાપણું. ગુણ અવગુણ જાણે ધરી નેહ દાક્ષશ્ય ગુણ અઠ્ઠમ કહ્યો એહ, લજાલુ નવમો ગુણ ભણું કાર્ય કાર્ય વિચારે ઘણું. સર્વ કામે યતના પરિણામ દયાવત્ત દસમો અભિરામ, એકાદશમો કહ્યો મધ્યસ્થ સાધુ અસાધુ દેખીને સ્વચ્છ. ગુણવંત દેખી આણે પ્રીતિ એ બારમો ગુણ પરતીતિ, સૌમ્યદષ્ટિ ગુણ કહ્યો તેરમો પરહિતકારી ગુણ ચૌદમો. ૧૫૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ રી,ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ધ કીધો ગુણ જાણે વળી જેહ પનરસમો ગુણ બોલ્યો એ; વૃદ્ધ આચાર ભલો ચિત્ત ધરે સોલસમો ગુણ અંગે કરે. પક્ષપાત કરે ધર્મનો ગુણ સત્તરમોએ શુભમનો, સત્કથ અઢારસમો ગુણ જાણ વાદવિવાદ કરે નહિ તાણ. તત્ત્વાતત્ત્વ વિચારે જેહ દીર્ધદષ્ટિ ઓગણીસ ગુણ એહ, વિશેયજ્ઞ ગુણ કહ્યો વીસમો વિનયવંત સહુને મન રમ્યો. ૧૦. લબ્ધ લક્ષ ડહાપણનો ગેહ એકવીસ ગુણ ઇમ બોલ્યા જેહ, એહવો શ્રાવક જે સાવધાન ધર્મ રયણનો તેહુ નિધાન. નવે તત્ત્વ જાણે નિર્મલા વાવે વિત્ત સુપાત્રે ભલા, કરણી ધર્મતણી જે કરે શ્રાવક નામ ખરું તે ધરે. સુવિહિત ગીતારથથી સાંભલો ધરી વિવેક પાપથી ટલ, કરે પુન્યને ભવ સવરે શ્રાવક નામ ખરું તે ધરે. પૂર્વ બદ્ધ અશુભ પાચવે ત્રિષ્યે વર્ગ વલી સાચવે, અરજે પુન્યને વરજે પાપ શ્રાવક ગુણની એહવી છાપ. એહવા ગુણ જે અંગે ધરે તે નિશ્ચય ભવસાગર તરે, ધીરવિમલ પંડિતનો શિષ્ય કવિ નય વિમલ કહે નિશદિશ. તું જ તારો તારનાર બન, તું જ તારો ઉદ્ધારક બન, મળે સાચા ગુરુ તો શરણ સ્વીકાર તરત, વાત તીર્થંકરની મનમાં ધાર અડગ, શ્રાવકધર્મ જીવન જીવવાની રીતિ છે, એ માર્ગના અંતે જ રત્નત્રયીની પ્રાપ્તિ છેચ. ૮. ૯. ૧૫૯ ૧૧. ૧૨. ૧૩. ૧૫. મળેલા મનુષ્યજન્મને સાર્થક કરવા પોતાના ચરિત્રને શ્રાવકધર્મથી ધારી આ વિપદકાળમાં પણ મોક્ષમાર્ગે જઈ શકે તેવી શક્યતા છે. ૧૪. (ડૉ. સેજલબહેન નાણાવટી કૉલેજનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. ‘પ્રબુદ્ધ જીવન’નાં તંત્રી છે, છ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં ચિંતનસભર વ્યાખ્યાનો યોજતાં રહે છે). ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ ચતુર્વિધ સંઘ - સંચાલનના પ્રશ્નો અને સમાધાન સંકલન : ખીમજી મ. છાડવા પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ લોકોત્તર અને શ્રેષ્ઠતમ શ્રી સંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચાર અંગોએ જિન શાસનની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી છે. તીર્થંકરોએ સંસારના કર્માધીન જીવોને ચતુર્વિધ સંઘના માધ્યમ દ્વારા જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનાનો સમ્યક્ માર્ગ બતાવ્યો છે. સ્થવિર રચિત મૂળ આગમ નંદી સૂત્રમાં શ્રી સંઘને નગર, ચક્ર, રથ, પદ્મકમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુ પર્વતની વિધવિધ ઉપમા દ્વારા મહત્તમ સ્વરૂપે વર્ણવ્યો છે. ગણધરભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી. આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી’ અને શ્રાવકો માટે શ્રાવકાચાર. હકીકતમાં સાધુધર્મ કે શ્રાવકધર્મ બંનેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ, પણ લાંબો છે. સાધુની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. સમયસમય પ્રમાણેનું આચરણ એટલે સમાચારી કે જેમાં ક્ષેત્ર અને કાળ પ્રમાણે પરિવર્તનોને અવકાશ હોઈ શકે. શ્રાવકાચારની પૂરી જાણકારી રાખી દરેક શ્રાવક-શ્રાવિકાઓએ શ્રાવકાચારનું પાલન કરવું જરૂરી છે અને તો જ તેમના દ્વારા સ્થપાયેલ સંઘ, મહાસંઘ, મંડળ, મહાજન વગેરે સંસ્થાઓ સુવ્યવસ્થિત રહે અને જિન શાસન સમૃદ્ધ બને. પણ આ એકવીસમી સદીમાં જૈનત્વનું ધોવાણ થઈ રહ્યું હોય તેમ લાગે છે. નાનાં ભૂલકાંઓ રમવાની વયમાં જ એકેડેમિક શિક્ષણ મેળવવા લાગે છે અને એવી શાળાઓમાં ગોઠવાઈ જાય છે કે જ્યાં જૈનત્વનો છેદ જ ઊડતો હોય છે. તેઓ જૈન સંસ્કારથી બિલકુલ ભિન્ન જીવનશૈલીથી રંગાવા લાગે છે. તેમનાં યુવાન મા-બાપ પણ નછૂટકે ઊલટી ગંગામાં તણાવા લાગે છે. દેખાદેખીની લાહ્યમાં સ્ટેટસ સિમ્બોલ ૧૬૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪ ક09 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે તરફ લોભાતું આપણું આ યુવાધન સુધ્ધાં અજૈન સંસ્કારોથી અંજાઈને પોતાનાં સંતાનોને ટો દોર આપી દે છે. હવે જો યુવા મા-બાપ જ આવી રીતે જૈનત્વથી દૂર થતાં જશે તો તેમનાં શાળા-કૉલેજમાં ભણતાં સંતાનો પાસેથી આપણે આશા કેમ રાખી શકીએ ? અમુક સંસ્થાઓ પાઠશાળા દ્વારા બાળકો-યુવકોમાં જૈન સંસ્કારોનું સિંચન કરવા પ્રયત્ન તો કરે છે, પણ અન્ય પ્રવૃત્તિઓ-ક્લાસનું વળગણ એટલું જોરદાર હોય છે કે પાઠશાળામાં ભણનારાની સંખ્યા ઘટતી જ જાય છે અને જે પણ પાઠશાળામાં જ્ઞાન મેળવે છે તેને ઘરમાંથી પુષ્ટીકરણ નથી મળતું, પરિણામે અઠવાડિયે એકવાર ચાલતી પાઠશાળાનાં બાળકોને એકનું એક ફરીથી શિખવાડતાં જવું પડે છે. આના ઈલાજ માટે આપણે પ્રથમ તો વિશ્વકક્ષાની શાળાઓ સ્થાપિત કરવી જેથી જૈન સંસ્કાર ઑટોમેટિક એકૅમિક શિક્ષણ સાથે જ મળી જાય. સાથેસાથે આપણી કૉલેજો પણ ઊભી થવી જોઈએ. હવે તો યુનિવર્સિટી સુધ્ધાં સ્થપાવી જોઈએ. આ ક્ષેત્રમાં તેરાપંથ અને દિગંબર સમાજની અમુક સંસ્થાઓ સારું કામ કરી રહી છે. બાળકોમાં જૈનના સંસ્કારો રોપાતાં તે મોટાં થતાં તેમનામાં દૃઢ બનશે. પછી ભલે તે હાઈફાઈ સોસાટી વચ્ચે રહે. જૈન પાઠશાળાઓને પણ આધુનિક ઓપ આપવાની જરૂર છે. વિવિધ ભાષાઓમાં સુંદર સચિત્ર પુસ્તકો તૈયાર કરવાં જોઈએ. આધુનિક ગેજેટ્સનો ઉપયોગ કરી જૈન જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. ત્યાર બાદ આપણે વિચારવાનું છે આધેડ વયનાં શ્રાવક- શ્રાવિકાનું. આ વર્ગ તપમાં હોંશભેર ભાગ લે છે. તેઓ સાધુ-સંતોની વૈયાવચ્ચ પણ સુપેરે કરી જાણે છે, પણ તેઓ પણ જમાનાના શિકાર બનવા લાગ્યા છે. યુવાન કમાતા પુત્રો સાથે રહેતાં તેમની રહેણીકરણી પણ જૈનત્વની ભાવનાને ઠેસ પહોંચાડી રહી છે. પરિણામે તેમનામાં પણ શિથિલતા આવવા લાગે છે, જેથી આપણી ધરોહર સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં ફરક પડવા માંડ્યો છે. સવારે મોડા ઊઠવું - બપોરના જમવામાં મોડું અને સૂર્યાસ્ત પહેલાંનું જમણ તો ભુલાતું જ જાય છે જે આપણા સંસ્કારોથી દૂર ચાલ્યા જાય છે અને હવે તો પરદેશ પણ વસવાટ થવા લાગ્યો છે. આવી રીતે કરવટ બદલતા સમયના વહેણને કેમ સરખો કરવો એ ઊંડો વિચાર માગી લે છે. છેલ્લે વાનપ્રસ્થાન શ્રાવક-શ્રાવિકાઓની વાત કરીએ. તેઓ તો મને ક્યારેક રોબોટ જ લાગે છે, કારણ તેમનામાં દઢ કરાયેલા સંસ્કારો તેમને જરા પણ અલગ, સારું કે નઠારું વિચારવા જ ન દે. જ્યારે ને ત્યારે તેઓ પહેલા પોપટની માફક - ૧૬૧ – અને જૈન ધર્મ * ક્રિયાકાંડો પોતાના પરિવારને સંભળાવ્યા કરે અને સમજણ વગરના ક્રિયાકાંડથી યુવાનો દૂર જ ભાગે. આ વર્ગ પોતાને પણ હોશિયાર માને. તેઓ ઘર ઉપરાંત મહાજન, મંડળ કે સંઘમાં પણ હોબાળા જ કરતા હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેમને નડે જ નહીં, પરિવર્તનની તો વાત જ ક્યાંથી ઉદ્દભવે. આપણો આ વર્ગ જૈન શાસનને વધારવાને બદલે પાછળ લઈ જાય છે. આ વર્ગને સાચવવો બહુ મુશ્કેલ છે. આને માટે સાધુભગવંતો જ આપણને રસ્તા બતાવી શકે, પણ સાધુભગવંતોની સભાઓમાં આ જ વર્ગ મોટે ભાગે હાજર થતો હોય છે એટલે.... આમ હાલ સમગ્ર સમાજસુધારણાની જરૂર છે. તે માટે સાધુ-સાધ્વી અને સુજ્ઞ શ્રાવક-શ્રાવિકાઓએ અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે, જરૂર છે શાસનસેવકોની. ચતુર્વિધ સંઘને મજબૂત રાખવા ચારે પાયા સાધુ-સાધ્વી- શ્રાવક-શ્રાવિકા મજબૂત હોવા જ જોઈએ. * જૈન શાસનને મજબૂત કરવા માટેનાં થોડાં સૂચનો ૧) જૈન શિક્ષણની આદર્શ આધુનિક પદ્ધતિ દશ્ય-શ્રાવ્ય સિસ્ટમ વિકસાવવી. ૨) યુવાધનને ધર્માભિમુખ કરવા રસપ્રદ અનુષ્ઠાનો ગોઠવવા. ૩) જૈન ધર્મના સિદ્ધાંતો વૈજ્ઞાનિક તથ્યો દ્વારા પ્રકાશમાં લાવવા. ધર્મની વાતોને વૈજ્ઞાનિક ઢબથી રજૂ કરવી. ૪) સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓમાં દેશ અને કાળ મુજબ ફેરફાર કરવા. ૫) શાળા, કૉલેજ, દવાખાનાં, હૉસ્પિટલો વગેરે સમાજોપયોગી સંસ્થાઓ વિકસાવવી અને અન્ય ધર્મીઓને પણ લાભ મળે તેવી વ્યવસ્થા કરવી. ૬) દૂર દેશાવરોમાં જ્યાં સાધુ વિચરી ન શકે ત્યાં શાસન ટકાવી રાખવા અને વિકસાવવા મર્યાદિત છૂટ સાથે સુશિક્ષિત શ્રમણ-શ્રમણીને મોકલવા. ૭) વિહારની પદ્ધતિ સરળ- અકસ્માતરહિત બનાવવા પ્રયત્નો કરવા. ૮) જરૂર જણાતાં વીજ ઉપકરણોનો સહારો લેવો. સાધુ-સાધ્વીઓના વૈયાવચ્ચની યોગ્ય વ્યવસ્થા કરવી અને સ્વાશ્મની સારસંભાળ લેવી. ૧૦) એકાંતિક ક્રિયાકાંડ ટાળવા જોઈએ. સંદર્ભ : ગુણવંત બરવાળિયા સંપાદિત જ્ઞાનધારા-૧૧. (ખીમજીભાઈ છાડવા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી, તારદેવ જેન સંઘના મૅનેજિંગ સ્થાપક ટ્રસ્ટી તથા મહાસંઘ શિક્ષણ બોર્ડના મુખ્ય પ્રેરક દાતા છે). ૧ ૧૬૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ શાસનપ્રભાવનામાં ચતુર્વિધ સંઘની ભૂમિકા - શૈલેષી હેમાંગ અજમેરા આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં જ્યારે પરમાત્મા મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે દેવાલોકના દેવો ભવ્યાતિભવ્ય સમવસરણની રચના કરે છે. તે દિવ્ય સમવસરણમાં જ્યારે સર્વજ્ઞ તીર્થંકર પધારે છે અને પ્રથમ દેશનાની શરૂઆત કરે છે ત્યારે તેમના શ્રીમુખેથી શબ્દો સરે છે : “નમો હિન્દુસ્સ''. એટલે કે નમન હોજો તીર્થસ્વરૂપ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ! સર્વજ્ઞ તીર્થકર પરમાત્મા જેઓ ત્રિકાળજ્ઞાની છે અને સ્વયં જિન શાસનના આધારસ્તંભરૂપ, ચતુર્વિધ સંઘસમા તીર્થની સ્થાપના કરે છે, તેઓ જ સ્વયં આ તીર્થને નમન કરે તેની પાછળ શું સંકેત હોઇ શકે ? રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે તીર્થની એક અનોખી વ્યાખ્યા સમજાવતાં એક પ્રવચનમાં ફરમાવ્યું હતું, “જે તારે તે તીર્થ ! ભવસાગરથી પાર ઉતારે તે તીર્થ ! પરમાત્માને ખબર હતી કે એમની પાસે ખૂબ જ એક્ષસમય રહેલો છે. એમનું આયુષ્ય ૭૨ વર્ષ સુધીનું જ છે અને આ જિન શાસનને ૨૧,૦૦૦ વર્ષ સુધી ચલાવવાનું છે. એટલે જ પરમાત્માએ એમના Brand ambassadrosની સ્થાપના કરી જે પરમાત્માના શાસનની બ્રાન્ડને, એમના ભાવો અને સિદ્ધાંતોને ૨૧૦૦૦ વર્ષ સુધી જીવંત રાખીને આખાય જગતમાં ફેલાવશે. એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કે, ‘ચતુર્વિધ સંઘ એ પરમાત્મા મહાવીરની ઉંમર વધારવાનું કાર્ય કરે છે !' પરમાત્મા જાણતા હતા કે સમયે સમયે અનેક ધુરંધર જ્યોર્તિધરો જન્મ લેશે, જેમનાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નેતૃત્વ હેઠળ જૈન પરંપરાની જ્યોત ઝળહળતી રહેશે અને તેઓ જૈન ધર્મની ધજાને વિશ્વભરમાં ફરકાવશે. ચતુર્વિધ સંઘના ગૌરવવંતા ઇતિહાસમાં સમયાંતરે અનેક તેજસ્વી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓએ ઉત્તમ યોગદાન આપી જિનશાસનની ગરિમાને વધારી છે. ઉપકાર માનશું આપણે આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણનો જેઓ એક Visionary સંત હતા. એમણે એમની પ્રજ્ઞાથી ભાખ્યું કે આવનારા સમયમાં કાળક્રમે સર્વેની યાદશક્તિ ઓછી અને ક્ષીણ થતી જશે. - ૧૬૩ ક0% – અને જૈન ધર્મ 5888 એટલે જ પરમાત્માના સમયથી ચાલતી આવતી આગમજ્ઞાન કંઠસ્થ પરંપરા જેમાં ગુરુ પોતાના શિષ્યોને મૌખિક રીતે આગમજ્ઞાન પ્રદાન કરે, તેવી કંઠ સ્થપરંપરાને ગ્રંથસ્થ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. વર્ષો સુધી કંઠસ્થ આગમજ્ઞાનને તાડપત્રી પર ગ્રંથસ્થ કરવાનું અથાગ કાર્ય લગભગ ૫૦૦ જેટલા સંતોની અવિરત મહેનત અને જિન શાસન પ્રત્યેના ઉત્કૃષ્ટ અહોભાવ સાથે સંપન થયું. અનેક સાધ્વીરત્નઓનું શ્રેષ્ઠ યોગદાન સ્મરણપટ પર લાવીએ તો અપૂર્વશ્રત આરાધિકા પરમપૂજ્ય લીલમબાઈ મહાસતીજી અને એમના સમુદાયને કઈ રીતે ભુલાય ? સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.ના જન્મશતાબ્દી નિમિતે તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. આશીર્વાદથી ગુમાણ આગમ બત્રીસીના ઐતિહાસિક ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો, જેમાં બત્રીસેબત્રીસ આગમોની અર્ધમાગધી ભાષામાં રચાયેલી ગાથાઓનો સરળ ગુજરાતી ભાષામાં અર્થઘટન, ભાવાર્થ અને શબ્દાર્થ કરેલ છે. પોતાના ૨૪ શિષ્યોના જ્ઞાનસહયોગે આ ઉત્તમોત્તમ કાર્યને નવનવ વર્ષના અખંડ પુરુષાર્થે પાર પાડી સમસ્ત જૈન સમાજમાં વર્લ્ડ રેકર્ડ સર્યો છે. આજે આગમ ગ્રંથોનાં ગૂઢ રહસ્યોને સરળતાથી સમજીને સ્વયંના જીવનમાં ઉતારી શકાય એવું એક વરદાન પરમપૂજ્ય લીલમબાઈ મહાસતીજીએ જિન શાસનને આપ્યું છે. વેસ્ટર્ન સંસ્કૃતિના રંગે રંગાયેલી આજની યુવા પેઢીને ધર્મસન્મુખ કરવા અને સંસ્કારિતાનું બીજારોપણ કરવા હેતુ દીર્ધદષ્ટા, Visionary, પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે અનેક Missionsની સ્થાપના કરી, જેમ કે અહંમ યુવા સેવા ગ્રુપ, જેમાં યુવાનો અનેક પ્રકારનાં માનવતાનાં કાર્યોમાં જોડાયેલા રહે છે, Look-n-learn જૈન જ્ઞાનધામ - એક આધુનિક પાઠશાળા છે જેમાં ૩-૧૫ વર્ષનાં બાળકોને જૈન ધર્મના પાયાના સંસ્કારો આપવામાં આવે છે જેથી આવનાર પેઢીમાં જૈન સિદ્ધાંતોની સમજ સ્થિર થાય. આવા ઘણાં સ્વ-પર કલ્યાણકારી missionsમાંથી એક શ્રેષ્ઠતમ મિશન છે 'Global Jain Agam Mission'. આ મિશન હેઠળ ૨૫થી વધુ પંડિતો, વિદ્વાનો, જ્ઞાની સાધ્વીછંદ અને ગીતાર્થ ગુરુભગવંતો આગમ ગ્રંથોને ઇંગ્લિશ ભાષામાં અનુવાદિત કરી રહ્યાં છે. ઇંગ્લિશ આગમ ગ્રંથો વિશ્વભરમાં પરમાત્માના સંદેશવાહક બની તેમના જ્ઞાનની જ્યોતને દેશ-વિદેશમાં વસેલા અનેક જૈન અને જૈનેતરોના હૃદયમાં પ્રજ્વલિત કરશે ! રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના અનન્ય વિઝનથી આજની પેઢીને ઇંગ્લિશ આગમો દ્વારા પરમાત્માનાં અમૂલ્ય બોધવચનોનું પાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. પૂજ્ય ૧૬૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે ગુરુદેવની પ્રેરણાથી કેટલાંય મિશનની હારમાળા ચાલી રહી છે જેનાથી શાસનપ્રભાવનાનાં ઉત્તમ કાર્યો ચાલી રહ્યાં છે. સંબોધી સત્સંગ ગ્રુપમાં ભાવિકો અઠવાડિયામાં એક કલાક મળીને પરમાત્માનાં બોધવચનો સમજીને આચરણમાં ઉતારવાનો ભાવ કરે છે અને શાસનપ્રભાવક ગ્રુપ જેમાં પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં તૈયાર થયેલ ઉપાસકો દેશવિદેશમાં પર્યુષણની આરાધના કરાવી જનજનનાં હૃદયમાં સત્યની સમજ પ્રગટાવે છે અને તેમને ધર્મ સાથે જોડે છે. આ શૃંખલા અંતર્ગત હવે જૈન વિશ્વકોશનું પ્રકાશન થઈ રહ્યું છે. જૈન ધર્મના વિવિધ લાખો ગ્રંથોમાં પુષ્કળ માહિતી હોય છે, પરંતુ આ માહિતીનું વ્યવસ્થિત એકત્રીકરણ થયું નથી. જૈન વિશ્વકોશ નામે એક છત્ર હેઠળ જૈન સમાજના અને જૈન શાસનના તમામ વિષયોને આવરી લેવામાં આવશે. વિવિધ કલાઓ, ધર્મતત્ત્વ, ભાષા, સાહિત્ય, જૈન પત્રિકાઓ, દાનવીરો, મંદિરો, તીર્થો, પારિભાષિક શબ્દો, યુગપુરુષો, જૈન સંશોધન, શિક્ષણ, જૈન સાધુ, સાધ્વીજી, જિન પ્રતિમાઓ વગેરે સર્વાગીણ માહિતીનો ભંડાર છે જૈન વિશ્વકોશ. પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી છેલ્લાં ચાર વર્ષમાં ૧૦૦ જેટલા વિદ્વાનો કાર્યરત છે અને ગીતાર્થ ગુરુભગવંતોના માર્ગદર્શનથી જૈન વિશ્વકોશના ચાર ભાગો પ્રકાશિત થયા છે. કક્કાવારી પ્રમાણે માહિતી સંગ્રહિત હોવાથી જિજ્ઞાસુઓને કોઈ પણ વિષય શોધીને સમજવામાં સરળતા રહેશે. આવા હજી ઘણા ભાગો આવનાર સમયમાં પ્રકાશિત થશે. જૈન ધર્મના શ્રુતજ્ઞાનનો આ મહાસાગરસમ જૈન વિશ્વકોશ-Jain Encyclopedia બિનસાંપ્રદાયિક સર્વપ્રથમ વિશ્વકોશ છે જે માત્ર જૈનો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક અમૂલ્ય ભેટ છે. પૂજ્ય ગુરુદેવના જૈન વિશ્વકોશ માટેના ઉદ્ગારો, “જૈન વિશ્વકોશ એટલે હજારો માહિતીનાં પગથિયાં દ્વારા પ્રજ્ઞાનાં શિખરો સર કરવાનો મહાપ્રયાસ !” ધુરંધર સાધુ-સાધ્વીજીઓની સાથેસાથે અનેક પાત્રવાન શ્રાવક અને શ્રાવિકાઓ પણ જિન શાસન પ્રત્યેની અટૂટ શ્રદ્ધા અને સમર્પણતાને કારણે ઉત્તમ યોગદાન આપી ધર્મના આધારસ્તંભ બની રહે છે. આવા જ એક શ્રાવક હતા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. તેમણે ૧૮૯૩માં, chicago, Americaમાં થયેલા વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલ હતું. ભારતીય પરંપરાગત પહેરવેશથી શોભતા ૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તાભરી તટસ્થવૃત્તિથી સભર આકંઠ સરસ્વતીનું પાન વિશ્વ ધર્મ પરિષદના ચાર હજાર શ્રોતાઓને મંત્રમુગ્ધ બની કર્યું હતું. અમેરિકન અખબારે - ૧૬૫ - #– અને જૈન ધર્મ છીછરછી) નોંધ્યું હતું કે, જૈન યુવકે જૈન દર્શન નીતિ અને તત્ત્વજ્ઞાનસંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૂર્વના વિદ્વાનોનું સાંભળ્યું ન હતું. ત્યાર બાદ દેશ-વિદેશમાં ૬૫૦ જેટલાં પ્રવચનો દ્વારા અનેક લોકોનાં હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવ્યો હતો અને શાસનપ્રભાવનાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું. એક ધર્મજિજ્ઞાસુ અંગ્રેજ હર્બર્ટ વોરેન, એમના વક્તવ્યથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે માંસાહારનો ત્યાગ કરીને જૈન સિદ્ધાંતોનો સ્વીકાર કરી આચરણમાં પણ મૂક્યા અને એવા ઘણા foreigners વીરચંદભાઈના ચાહકો અને અનુયાયીઓ પણ બન્યા હતા. આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં એક ઉત્તમ શ્રાવિકા થઈ ગયાં, જેમણે પોતાના ઉત્તમ તપધર્મના આચરણ વડે સમસ્ત નગરીમાં જિન શાસનનો ડંકો વગાડ્યો તે હતાં ચંપા શ્રાવિકા. કઠોર તપસાધના સંપન્ન થયા પછી તેમની તપશ્ચર્યાની અનુમોદના કરવા એક ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અજ્ઞાનીઓ મોટા ભાગે ભવ્યતાના પ્રભાવથી આવે છે અને પછી તેના આત્મામાં ભાવ જાગૃત થાય છે અને તે ધર્મ સાથે જોડાઈ જાય છે. એકનો ત્યાગ અનેકો માટે પ્રેરણારૂપ બની રહે છે અને સહુના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અહોભાવ પ્રગટે છે. એટલે જ આપણા પૂર્વાચાર્યોએ જૈન ધર્મનાં વિશિષ્ટ તપ અને ત્યાગનાં અનુષ્ઠાનોની અનુમોદના અને ધર્મપ્રભાવનાના ભાવથી મહોત્સવો અને ઉજવણીનો સંકેત કર્યો હશે. ચંપા શ્રાવિકાની ભવ્ય શોભાયાત્રાને જોઈને એ નગરીના રાજા અકબર બાદશાહને કુતૂહલતા થાય છે અને વધુ તપાસ કરાવ્યા બાદ એમનું હૃદય ભગવાન મહાવીર અને એમના ધર્મ અને સિદ્ધાંતોને સાંભળીને અહોભાવિત થાય છે. પરમાત્માના ધર્મ માટે અતૂટ શ્રદ્ધા ધરાવનારા અનુયાયીઓ માટે તેમનું મસ્તક આદરભાવથી ઝૂકી જાય છે. આવા અનન્ય ભાવિકોની અનુમોદના અને સન્માનના ઉત્કૃષ્ટ ભાવથી તેમણે એક ફરમાન બહાર પાડ્યું કે, પર્યુષણ મહાપર્વના પાવન દિવસોમાં સર્વ કતલખાનાં બંધ રહેશે અને બધાં પશુઓને અભયદાન અપાશે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ હંમેશાં કહેતા હોય છે, “દરેક ભવી આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા રહેલી હોય છે. માત્ર તેની આંતરિક ચેતનાને જગાડવાની જરૂરત છે, તેનો આત્મવિકાસ કરવાની જરૂરત છે”. ઝળહળતા જૈન ઇતિહાસનાં પાનાંઓ પર જ્યારે આપણે દૃષ્ટિપાત કરીએ ત્યારે આપણને અનેક વીર મહાપુરુષોનાં જીવનચરિત્રમાંથી કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય ૧૬૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ અહી ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે. આપણે પણ આપણા જ્યોતિર્ધરોના ખાલી ગુણગ્રામ જ નથી કરવા, પરંતુ તેમણે જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, તેનો મૂલાધાર શું છે તેને પણ સમજવાનો છે અને તેનું આપણા જીવનમાં ક્યાં અનુસરણ થઈ શકે તે પણ ચેક કરાવવાનું છે. દરેક જીવ જો ધારે તો આ ઉપકારક જિન શાસનની પ્રભાવના કરવા માટે કોઈક રીતે યોગદાન આપી જ શકે છે. મહાપુરુષોના જીવનમાંથી અનેક ગુણોને અનુસારીને આપણે પણ પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ. સહુ પ્રથમ પાયાનો મૂળભૂત ગુણ છે – ‘ઉપકારભાવ' ઘોર અંધકાર છે. કંઈ જ દેખાતું નથી. આવા અંધારામાં એક વ્યક્તિ ચાલી રહી છે. તેને મંજિલે પહોંચવું છે, પણ માર્ગ દેખાતો નથી. ઠેબાં ખાઈ રહ્યો છે, પગમાં કાંટા ખૂંચી રહ્યા છે જેના કારણે તે પીડા અને દુઃખનો અનુભવ કરે છે. સ્વયંને પણ ન નિહાળી શકે અને ભયંકર વેદનાની અનુભૂતિ વચ્ચે તે સતત પ્રકાશની ઝંખના કરે છે. ઠોકર ખાતાખાતા અચાનક એને દૂર એક પ્રકાશનું કિરણ દેખાય છે. જેમજેમ એ વ્યક્તિ તે જ્યોતિર્મય પ્રકાશની નજીક પહોંચે છે તેમતેમ અંધકાર લોપ થતો જાય છે અને એક દિવ્ય ધ્વનિ એને સંભળાય છે. એ અલૌકિક આકૃતિ કરુણામય સ્વરમાં કહે છે, ‘“હે વત્સ ! આ લે દીવો, હવે તારે અંધારામાં ભટકવું નહીં પડે. હવે તને માર્ગ સરળતાથી દેખાશે. એ થાકેલી-હારેલી વ્યક્તિની આંખોમાં એક ચમક આવી ગઈ, એના ચહેરા પર એક હાશની મુસ્કાન આવી ગઈ. હજી તો એ કંઈ વિચારે, તેમના પ્રત્યે ઉપકારની અભિવ્યક્તિ કરે તે પહેલાં તો એ દિવ્ય વ્યક્તિત્વ અંતરીક્ષમાં લોપ થઈ જાય છે. તેના હૃદયમાં એક ખળભળાટ મચી જાય છે. તે વ્યક્તિ કૃતજ્ઞતાની અભિવ્યક્તિની ચરમસીમા પર પહોંચી જાય છે. ઉપકારની અનુભૂતિ કરવા લાગે છે કે, જો મને આ દીવો ન મળ્યો હોત તો ખબર નહીં મારે કેટલું ભટકવું પડત અને કેટલી પીડા ભોગવવી પડત. તેના રોમેરોમમાંથી Thank Youનો ઉદ્ગાર પ્રગટ થઈ રહ્યો હતો. તેના મનમાં વિચારોનું એક વાવાઝોડું ચાલી રહ્યું હતું કે, હું હવે આ ઋણમાંથી મુક્ત કઈ રીતે થઈશ, આ વિશેષ ઉપકારનો ભાર હું કઈ રીતે ઉતારીશ ? વિચારોમાં ને વિચારોમાં તે વ્યક્તિ આગળ વધી રહી છે ત્યાં એના અંતરમાંથી એક અવાજ આવ્યો કે, આ જ મોકો છે, આ જ લહાવો છે એક અંશે ઉપકારની અભિવ્યક્તિ કરવાનો. આ માર્ગભૂલેલાને મારા દીપકમાંથી હજી એક જ્યોત પ્રગટાવીને એને માર્ગ ચીંધવાની. સાચા ઋણની ચુકવણી ત્યારે જ કહેવાશે જ્યારે તે અનેકઅનેકો સુધી જ્યોત પહોંચાડી તેમના જીવનને ઉજાગર કરે છે. આ દીવો છે પરમાત્માના જ્ઞાનનો. આ જ્યોત છે સર્વજ્ઞની સમજની. જેને અંધકારમાં અકળામણ અનુભવાય છે તેને જ પ્રકાશની ઝંખના હોય છે અને જ્યારે ૧૬૭ —અને જૈન ધર્મ કી ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે આત્મજ્ઞાનને પ્રજ્વલિત કરનારી પ્રભુની સમજની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનું હૃદય ગદ્ગદિત થઈ જાય છે, પુલકિત થઈ જાય છે. તેના આચારમાં, તેના વિચારમાં, તેની વાણીમાં અને વ્યવહારમાં પ્રભુ પ્રત્યેના ઉપકારની સતત અનુભૂતિ હોય છે. ઉપકારભાવમાંથી પ્રગટે છે બીજો ગુણ - ‘સેવાભાવ’ ઉત્કૃષ્ટ ઉપકારભાવના વેદનમાંથી જન્મે છે સેવાનો ભાવ, જે ગુરુ પરમાત્માએ આપણા પર મહાઉપકાર કરી આપણા જીવનની દિશાને સમ્યગ્ બનાવી દીધી છે એવા કરુણાનિધાનનાં ચરણે કંઈક અર્પણ કરવાનો ભાવ એ છે સેવાભાવ. સેવા એ ક્યારેય કરવાથી ન થાય, સેવા તો ઉપકારભાવની By product છે, તે Automatically થવા લાગે. પોતાના આરાધ્યનું ઋણ કઈ રીતે ચૂકવે એનો સતત વિચાર અને તેના વડે થતું દરેક કાર્ય તે સેવા. ગુરુ અને પરમાત્માનાં દરેક કાર્યો અને જગતકલ્યાણના ભાવો જ્યારે એક સાધક કરવા લાગે છે તે છે સેવા. જે બોધથી સ્વયં સ્પંદિત થયા છે એવા બોધને વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડવાની ઉત્કૃષ્ટ પરમાર્થભાવનાનું નામ છે સેવા. બે અક્ષરના નાનકડા શબ્દ ‘સેવા’માં મોક્ષપ્રાપ્તિની વિરાટ ક્ષમતા રહેલી છે. આ પંચમકાળમાં સેવા એ મોક્ષપ્રાપ્ત કરવાનો શોર્ટકટ છે. જિન શાસનની, પરમાત્માની સેવાનું આ જ તો મહત્ત્વ છે. તે આપણને સિદ્ધત્વ સુધી લઈ જાય છે અને પોતાના જેવા બનાવી લે છે. સેવા એક એવો ગુણ છે જે અનેક સદ્ગુણોને પ્રગટાવે છે. જેમજેમ સેવાભાવ વધતો જાય તેમતેમ હૃદયનું, ભાવોનું, વિચારોનું અને જીવનનું પરિવર્તન થવા લાગે છે અને બધાં પરિવર્તન અંતે જીવનું પરિવર્તન કરાવનાર પ્રેરકબળ બની જાય છે. જીવનું પરિવર્તન એટલે અનાદિ અનંતકાળની વૃત્તિના સંસ્કારોનું પરિવર્તન ! સેવાભાવી વ્યક્તિના મનમાં પોતાના આરાધ્ય જેવા ગુણો કેળવવાની સતત ઝંખના હોય, તેમના જેવા બનવાની તડપ હોય, જેના કારણે એક સેવકને આચાર અને વિચારની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જ નથી પડતો, તે Zutomatic થવા લાગે છે. સેવાભાવમાંથી પ્રગટે છે ત્રીજો ગુણ - ‘આચારશુદ્ધિ’ ઘણી વાર એવું બને છે કે, મન કે ધનની સેવા કરતાં પણ વધુ પ્રભાવશાળી હોય આચરણની સેવા. એક ઉપાસકની ઉત્કૃષ્ટ આચારશુદ્ધિ જ અને શ્રેષ્ઠ આચરણ અનેકો માટે પ્રેરણાદાયક બની રહે છે અને શાસનના પ્રભાવને ફેલાવવામાં અને તેની પ્રત્યે અહોભાવ પ્રગટાવવામાં સહાયક થાય છે. એક ઉત્તમ, નિષ્ઠાવાન અને શ્રદ્ધાવાન શ્રાવકનું જીવન અનેક માટે અનુસરણીય બની જતું હોય છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે શ્રી ઉપાસકદશાંગ સૂત્રની વાંચનામાં શ્રમણોપાસકની એક ૧૬૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ 80804 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ માટે અલગ જ વ્યાખ્યા સમજાવી. આગમમાં શ્રાવકોને ‘શ્રમણોપાસક' કહીને સંબોધિત કરવામાં આવે છે. શ્રમણ+ઉપાસક એટલે શ્રમણોપાસક, શ્રમણ એટલે કે પંચ મહાવ્રતધારી ગુરૂભગવંતો અને ઉપાસક એટલે કે જે ઉપાસના કરે, ઉપાસના એટલે કે જે copy કરે. એટલે અહીંયાં એમ સમજવું કે એક સાચો શ્રાવક એને જ કહેવાય જે પરમાત્મા અને ગુરુના ગુણોની સતત કૉપી કરતો હોય અને એમના જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરતો હોય. એમના હૃદયમાંથી પ્રભુના અતુલ્ય જ્ઞાન માટે અટૂટા શ્રદ્ધા પ્રગટે છે જેને વર્ણવવા આગમમાં શબ્દ આવે છે - “અઠી મિંજ પમાણુ રાગરજો' એટલે કે પરમાત્માના ઉપાસકો દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા હતા. તેમની શ્રદ્ધા અને પ્રભુપ્રેમ તેમની હાડહાડની મિંજાઓ હતી. દેવદાનવ આદિ તેમની શ્રદ્ધાને ચલિત કરી શકતા ન હતા. તેમના શ્વાસે શ્વાસે ‘તમેવ સચ્ચે નિઃશંકં'નો નાદ સતત ગુંજતો હોય. નિગ્રંથ પ્રવચનનો ધર્મ એ જ સત્ય છે, તથ્ય છે, ઇચ્છિત છે, સ્વીકૃત છે અને જેમ કહ્યું તેમ જ છે. આવા શ્રેષ્ઠ શ્રાવકોના હૃદયના ભાવો સતત વર્ધમાન હોય અને પરમાત્મા સમક્ષ જ્યારે પહોંચે ત્યારે તેઓ કહે, “ણો ખલું અહં તથા સંચામિ મુડે ભવિતા અગારાઓ અણગારિય પત્રુઈત્તએ” એટલે “હે ભંતે ! ગૃહસ્થજીવનનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવર્જિત થવા હું અસમર્થ છું. માટે હું આપની પાસે શ્રાવકના ગૃહસ્થ ધર્મના બાર પ્રકારનાં વ્રતો અંગીકાર કરવા ઇચ્છું છું”. એક શ્રાવકનું લક્ષ્ય તો હંમેશાં ઉત્તમ ચારિત્રપાલન કરીને પંચમહાવ્રત ગ્રહણ કરવાનું જ હોય છે અને એટલા માટે જ તેઓ હંમેશાં જેટલા અંશે બને તેટલા ગુરુભગવંતોની જીવનચર્યાને અનુસરવાનો પ્રયત્ન કરતા રહે છે. આવા જ શ્રેષ્ઠ આચરણ અને શુદ્ધ આચારનું પાલન કરનારા શ્રાવક હતા મારા સ્વર્ગીય દાદા શ્રી માધવલાલ ભુરાભાઈ બરવાળિયા! એમને જ્યારે સ્મરણપટ પર લાવું તો તેઓ મને ઉપાશ્રયમાં પૌષધની આરાધનામાં મગ્ન અથવા પ્રવચનશ્રવણમાં એકાગ્ર એમ જ દેખાય. મુંબઈના ઘાટકોપર, હિંગવાલા લેન ઉપાશ્રયની પ્રથમ lineમાં રોજ હાજર રહેનારા મારા બાપુજી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના અનન્ય ભક્ત હતા. એમના હૃદયમાં ગુરુમાણ માટે એક અનેરું સ્થાન હતું અને તેમના આત્મામાં ઉત્કૃષ્ટ કક્ષાની સમર્પણતા હતી, જાણે કે, “ગુરુમાણની આજ્ઞા તે જ મારા પ્રાણ” એવી દૃઢતાપૂર્વક તેઓ ગુરુઆજ્ઞાનું પાલન કરતા. ગુરુપ્રાણની એક આજ્ઞા, “માધુભાઈ, તમે દર મંગળવારે આયંબિલની આરાધના કરો !” અને આજ્ઞાંકિત શિષ્ય નિર્વિકલ્પભાવે ‘તહત્તી' કહી આજ્ઞાનો સ્વીકાર કરે અને ૪૫-૪૫ વર્ષ સુધી તે આજ્ઞાનું પાલન - ૧૬૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી “આણાએ મા મગ્ન ધમ્મ”ના અડગ ભાવોથી આજીવન કર્યું. પછી તે ગામમાં હોય કે વ્યાપાર અર્થે કે વ્યાવહારિક કામથી ક્યાંય બીજે ગામ હોય તોપણ સ્વયંની સગવડતા માટે ક્યારેય પણ આજ્ઞાઉલ્લંઘનનો લેશમાત્ર વિચાર ન આવે. ગુરુપ્રાણનો બોધ કે શ્રાવક કદી રાત્રિભોજન કરનાર ન હોય અને ભરસભામાં ઊભા થઈને તે વીર આત્મા આજીવન રાત્રિભોજન ત્યાગના પચ્ચખાણ અંગીકાર કરી લે. એમનું જીવન જ એક પ્રેરણા છે. એમનું દરેક સત્ આચરણ કંઇક બોધ પમાડનારું છે અને જીવનમાં ગુરૂઆશાનું મહત્ત્વ સમજાવનારું છે. આવા જ્યોતિર્ધરસમા વ્યક્તિત્વનું આચરણ જ શાસનપ્રભાવના બની જાય છે. તેઓ ક્યારે શું યોગ્ય કે અયોગ્ય તે કહેતા નહીં, પરંતુ જે શીખવવું હોય તેનું સ્વયં આચરણ કરીને અમને શીખવતા જેથી આખુંય કુટુંબ ધર્મમય બની જતું. બધાને જમાડ્યા પછી જ જમનારા મારા બાપુજીને જ્યારે યાદ કરું છું તો મારું મસ્તક તેમના ગુણો પ્રત્યેના આદરથી ઝૂકી જાય છે. દરેક આત્મા ગુણોનો સમૂહ હોય છે. જ્યાં થોડા પાયાના મૂળ ગુણો વિકસવા લાગે છે ત્યાં અનેક સદ્ગણોને આવતા વાર નથી લાગતી. બસ, સ્વયંમાં વિશ્વાસ, ગુરુ અને પરમાત્માની કૃપા પર શ્રદ્ધા કરી દરેક આત્મા આપણા ઉત્તમ એવા શાસનને કંઇક અર્પણ કરી શકે છે. જરૂરી નથી કે તેના માટે આપણી પાસે અત્યાધિક વિશેષ ખૂબી હોય તો જ થઈ શકે. દરેક માતા જે પોતાના બાળકને પારણામાં નવકાર સંભળાવે છે અને તેના આત્મામાં જીવદયાના સંસ્કારોનું સિંચન કરે છે, તે દરેક માતા જિન શાસનની પ્રભાવના કરે છે. દરેક પિતા જે પોતાના પુત્રને નીતિપૂર્વકનો વ્યાપાર કરતા શીખવે છે તે પણ પ્રભુના સિદ્ધાંતોને જીવંત રાખી તેને વારસામાં આપે છે. દરેક ભાઈ, બહેન, મિત્ર, સખી, પતિ, પત્ની જે પોતાના સ્વજનને અધર્મથી પાછા લાવીને ધર્મમાં સ્થિર થવાની પ્રેરણા આપે છે તે દરેક પાત્રવાન આત્મા પ્રભુના ધર્મનાં બીજ વાવે છે જે ક્યારેક વટવૃક્ષ બની ફળ ચોક્કસ આપશે !'' “ઉપકારભાવ'', ‘‘સેવાભાવ” અને “આચારશુદ્ધિભાવ” જેટલા અંશે આપણામાં પ્રગટ થાય છે, તેટલા અંશે આપણે જિન શાસનની પ્રભાવના જાણતા કે અજાણતા કરીએ છીએ. આપણું લક્ષ આ ગુણોને ખીલવવાનું હોય તો પરમાત્માની ઉમર વધારવાનું દાયિત્વ આપણે અવશ્ય નિભાવશું ! (ચેન્નઈસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ શૈલેષીબહેન B.Sc. મુંબઈ યુનિ. જૈનોલૉજી ડીપ્લોમા અને Life Scienceનો વિશ્વભારતીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ પ્રેરિત ‘લૂક એન લર્ન’ અને ‘સંબોધી સત્સંગ’ સાથે સંકળાયેલાં છે). ૧૭૦ * Page #87 -------------------------------------------------------------------------- ________________ દાનભાવના અને જૈન ધર્મ - ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા) ભારતીય સંસ્કૃતિ ધાર્મિકતાથી પરિવૃત્ત છે, કારણકે તેનું ઘડતર સંતો, મહંતો અને ભગવંતો દ્વારા થયું છે. ભાતીગળ ભારતવર્ષનાં અનેક દર્શનોમાં દાન અંગેનાં ધારાધોરણોના અભિપ્રાય અભિપ્રેત છે. હા ! દાન અંગેનો શંખનાદ જગાડવામાં સર્વ દર્શનો એકમત અને એકસૂર પુરાવે છે. ‘દાન’ ફક્ત બે અક્ષરનો શબ્દ છે, છતાં મહત્ત્વપૂર્ણ છે, જેમાં સ્વત્વ અને સ્વામીત્વનું વિસર્જન છે. ‘ટ્રીય તિ નમ્' જે આપવામાં આવે છે, તે દાન છે. દાનથી જીવતરનું પોત વણાય છે અને તેમાંથી પરોપકારના પરિધાનનો ઉન્મેશ ફૂટે છે. - દાનનું તાત્પર્ય ઉદારતાના અર્થમાં લઈએ તો કુદરતનાં તત્ત્વો છૂટા હાથે દાન વેરે છે. પ્રાતઃ કાળનો સૂર્ય પોતાનાં કિરણોનું દાન પ્રકાશરૂપે જગતને આપે છે. વાયુનો વીંઝણો વગર માગે સૌને ટાઢક પહોંચાડે છે. નદી પણ ભેદભાવ વિના સર્વને શીતળ જળ આપે છે. મેથ સર્વત્ર વરસી પ્રાણીઓને જીવન આપે છે. વનસ્પતિ પોતાનું બલિદાન આપી જીવનદાતા બને છે. આમ, પ્રાકૃતિક તત્ત્વોમાં ઉદારતાની ભાવના છલોછલ ભરેલી છે. દાનની ભાવના સત્કર્મમાં ગણીએ તો દેશમાં દુર્ભિક્ષ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રલય અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો આવે છે ત્યારે તેનો નીવેડો લાવવા દાન મોખરે કરાય છે. પ્રાચીનકાળમાં ત્રણ વિશ્વવિદ્યાલયો નાલંદા-તક્ષશિલા-વિક્રમશિલા; જ્યાં વિદેશથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે આવતા હતા. આ વિઘાલયો રાજા, શેઠ, શાહુકારોના ઉદારદિલે આપેલા દાન પર નિર્ભર હતી. અશોકના દાનનો ઉલ્લેખ તૂપો, શિલાલેખો પર અંકિત છે. સમ્રાટ હર્ષ દર પાંચ વર્ષે પોતાની વિપુલ ધનરાશિ દાનમાં આપતા હતા. આજે પણ સમાજની ઘણીખરી સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, અનાથાલયો પ્રાયઃ દાનવીરોની ધનરાશિ પર નભે છે. પ્રત્યેક ધર્મના સાધુ, સંન્યાસીઓ, ભિક્ષુકો, બ્રાહ્મણો ગૃહસ્થના દાન પર અવલંબે છે. ગૃહસ્થજીવન એટલે જ ધન્ય છે, જે સર્વનો ભાર ઉપાડી બદલામાં સંતોનો રાજીપો, આશીર્વાદ મેળલી સ્વયં કરે છે અને બીજાને ઠારે છે. આમ, દાન જ સમાજમાં કે અન્ય #ીઝ અને જૈન ધર્મ છે પ્રાણીઓ પાસેથી લીધેલી સહાયથી ઋણમુક્ત થવા માટે કળિયુગમાં મીઠી વીરડી સમાન છે. દાનની સાથે અભયદાન અને અહિંસાની ભાવનાનો વિનિયોગ છે. કીડીઓને કીડિયારું, વિયાએલી કૂતરીને શીરો, કૂતરાને રોટલો, પક્ષીઓને ચણ આપવા પાછળ એક મહાન તથ્ય સમાયેલું છે. આહાર માટે બીજા જીવો પર નભતાં પશુ-પક્ષીઓને પૂરતો આહાર મળે એટલે તે ખાઈને ધરાઈ જાય, ત્યારે બીજા જીવોની હિંસા કરી ખાતા નથી. આમ, દાનથી પશુ-પક્ષીઓમાં અહિંસક સંસ્કારો પડે છે અને પરિવારના સભ્યોમાં દાનની ભાવનાનું ઘડતર થાય છે. દાનમાં પર્યાવરણની ભાવના વણાયેલી છે. આ સૃષ્ટિની સઘળી સંપત્તિ સહિયારી છે, કોઈ એકની ધરોહર નથી. પ્રાકૃતિક સંપિત્તના બેફામ દુરુપયોગથી ધરતીકંપ, સુનામી, આંધી સર્જાય છે. ભારતના મહર્ષિઓએ પૃથ્વી-પાણી-અગ્નિવાયુ વગેરેમાં દેવત્વનું આરોપણ કરી મંત્રો બનાવી પર્યાવરણની સુરક્ષાની દીર્ઘદૃષ્ટિ ખીલવી છે. જૈન મહર્ષિઓએ જીવદયા પર ભાર મૂકી પર્યાવરણ, પ્રદૂષણ અને વેડફાટની ગુંચ ઉકેલી છે. ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું, ‘મરીને પણ જીવાડો.” એ પર્યાવરણના સંદર્ભમાં અભય દાનનું હાર્દ છે. અન્ય દર્શનોમાં દાનની ભાવના વૈદિક ધર્મમાં ગૃહસ્થના બનેલા ભોજનમાંથી પ્રથમ ગ્રાસ ગાય, કૂતરા, કાગડા, અગ્નિ અને અતિથિનો કાઢવાનો નિર્દેશ થયો છે. ભાગવતપુરાણમાં મહારાજા રતિદેવનું કથાનક છે. જેમણે એવી ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે, “જ્યાં સુધી મારા રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખથી પીડાતી હશે ત્યાં સુધી હું સ્વયં ભોજન કરીશ નહીં.' કહેવાય છે કે તેઓ ૪૯ દિવસ સુધી નિરાહાર રહ્યા હતા. તેમણે પોતાનો અન્નભંડાર ભૂખ્યા પ્રજાજનો માટે મોકલ્યો તેથી તત્કાળ દુકાળનો અંત આવ્યો. તેમનું દાન પ્રજાજનો માટે સંકટમોચન બન્યું. બૌદ્ધશારા “અનુત્તર નિકાય' (૧/૧/૩૨)માં કહ્યું, છે, “મોરા પ્રમા a gવં નં ટીfસા' અર્થાત્ મત્સર્ય અને પ્રમાદથી દાન ન આપવું જોઈએ. જૈન ધર્મમાં આને શ્રાવકના ૧૨મા અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારમાંથી ‘મચ્છરિયાએ’ અતિચાર સાથે તુલના કરી શકાય. નંદમણિયારે દાનશાળા, વાવડીનું નવનિર્માણ કરાવ્યું એ શુભાશય હતો, પરંતુ પોતાનાં વખાણ સાંભળી અહંકારથી ફલાઈ જતો. તેને આ વાવડી ઇત્યાદિ પ્રત્યે ગાઢ આસક્તિ હતી એટલે તેનું દાન 1ર Page #88 -------------------------------------------------------------------------- ________________ 80pદાનભાવના અને જૈન ધર્મ માટે વેડફાઈ ગયું. ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે : “રિદ્રય નાશનં ઢાનમ્' - દાન દરિદ્રતાનો નાશ કરે છે. જૈન દર્શનમાં શાલિભદ્ર અને કવન્ના શેઠનું પ્રસિદ્ધ દષ્ટાંત ઉપરોક્ત સુક્તિને સિદ્ધ કરનાર જ્વલંત ઉદાહરણ છે. આ બન્ને મહાપુરુષોએ પૂર્વજન્મમાં દરિદ્ર અવસ્થામાં તપસ્વી મુનિજનને દાન આપી બીજા ભવમાં અઢળક સંપત્તિ મેળવી હતી. ખરેખર ! દાન એક એવો ખૂણો છે જે વાદળછાયા આકાશ (જીવન)ને મેઘધનુષમાં પલટી નાખે છે. વૈદિક ધર્મમાં એવે ઉલ્લેખ જોવા મળે છે કે, પિતા વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે ત્યારે પોતાનો કૂળ, સંપત્તિ, પરિવાર અને આશ્રિતજનોનો ભાર કર્તવ્યથી હળવો કરવા પોતાના જ્યેષ્ઠ પુત્રને વારસામાં સોપે છે. જૈન દર્શનમાં ‘શ્રી ઉપાસક દશાંગ’ નામના અંગસૂત્રમાં આનંદ શ્રાવકે પડિયા ધારણ કરવા પૂર્વે કુટુંબીજનો, મિત્રો અને સંબંધીઓને પ્રીતિભોજનનું આમંત્રણ આપી ભવ્ય સમારોહ ગોઠવ્યો હતો. સર્વની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને જુંબનું ઉત્તરદાયિત્વ સોંપ્યું હતું. પાશ્ચાત્ય દર્શનમાં એક વિચારકે સુંદર વાત કરી છે. They who scatter with one hand, gather with two; nothing multiplies so much as kindness. Bu જે એક હાથ વડે આપે છે, તે વાસ્તવમાં બંને હાથે પ્રાપ્ત કરે છે. જૈન દર્શન અમિતગતિ શ્રાવકાચાર (ગા. ૬૨) અને વસુનંદી શ્રાવકાચાર (ગા. ૨૪૬/૨૪૭)માં દાનના ફળની તરતમતા પાત્રને આધારે દર્શાવે છે. ‘જે મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ સુપાત્ર (સાધુ-સાધ્વી)ને દાન આપે છે તે યુગલિક ક્ષેત્રમાં; જે મિથ્યાદૃષ્ટિ મધ્યમ પાત્ર (વ્રતધારી ગૃહસ્થોને દાન આપે છે તે મધ્યમ ભોગભૂમિમાં અને જે મિથ્યાષ્ટિ જઘન્ય (અવિરતિ સમ્યક દૃષ્ટિ) પાત્રને દાન આપે છે તે જઘન્ય ભોગભૂમિમાં જન્મે છે. - કુપાત્ર દાનનું ફળ કટુ છે, પરંતુ જૈન દર્શન નિષ્ફર નથી. કુપાત્રને અનુકંપા બુદ્ધિથી દાન આપવામાં આવે તો પાપકર્મનો બંધ થતો નથી. રયણસારમાં કહ્યું છે કે, માતા-પિતા, પત્ની, મિત્ર, ધન-ધાન્ય, વસ્ત્રાલંકાર, હાથી, ઘોડા, મકાન આદિ સંસારી સુખો સુપાત્ર દાનનાં ફળ છે. એટલે જ કહેવત છે કે, ‘હાથે તે સાથે. ભગવતી સૂત્ર (શ.૭, ઉં. ૧) કહે છે કે, “દાન એ કમની પરંપરાને તોડી ક00 _ અને જૈન ધર્મ થી જ અનુક્રમે શિવસુખ અપાવે છે''. જે બીજાને સુખ પહોંચાડે તેને સમાધિ પ્રાપ્ત થાય છે એ સનાતન નિયમ છે, પરંતુ શરત માત્ર એટલી છે કે, ભાવ દિગો ન fસજ્જ અર્થાત્ ભાવ વિનાનો વિકલાંગ આત્મા મુક્તિ મંજિલને આંબી શકતો નથી. આમ, દાનનો આખો મલાજો ભાવના આરોહ-અવરોહ પર અવલંબે છે. ‘શ્રી જ્ઞાનધર્મ કથાગ સૂત્ર'નું નાગશ્રીનું દૃષ્ટાંત આ માટે બંધબેસતું છે. નાગશ્રીનું દાન સુપાત્રને આપેલું હોવા છતાં ઊજળા ભાવોની ખામીને કારણે વખોડાયું. ‘કઠોપનિષદ'માં નચિકેતાનું કથાનક છે, જેમાં અનુપયોગી વૃદ્ધ ગાયો ઋષિમુનિઓને દાનમાં આપવામાં આવી છે; જે દાનમાં કલંકરૂપ છે. જૈનાચાર્યોએ દાનનાં પાંચ દૂષણો કહ્યાં છે: (૧) દાન આપતાં યાચકની અનાદર કરવો (૨) દાન આપવામાં વિલંબ કરવો (૩) અરુચિ બતાવવી (૪) યાચકને અપશબ્દ કહેવા (૫) મનમાં ખેદ કરવો. આ પાંચે દૂષણો વ્યક્તિની દાન પ્રત્યેની કૃપણતા અને વસ્તુ પ્રત્યેની ગાઢ આસક્તિનું પ્રતિબિંબ છે. જેમ અત્તરની શીશીને વારંવાર ખોલ-બંધ કરવામાં આવે તો તેની સુગંધ નષ્ટ થઈ જાય છે, તેમ વારંવાર પૂછતાછ કરવાથી દાનનો ઉત્સાહ ઓસરી જાય છે. વિકલ્પોથી ઘેરાયેલું મન મોહનું જાળું ઉત્પન્ન થતાં ઉત્સાહને ખતમ કરે છે. સુપાત્ર સિવાય સામાન્ય પાત્ર (સમ્યક દૃષ્ટિ અને દીનદઃખિયા જીવો)ને અનુકંપા, વાત્સલ્ય, ઉપકારની ભાવનાથી દાન અપાય તો પુણ્યનો બંધ થાય છે. દા.ત. ભરત મહારાજાએ શ્રાવકો માટે ભોજનાલય અને પ્રદેશ રાજાએ રાજ્યમાં લોકો માટે દાનશાળા ખોલાવી હતી. રયણસાર (ગા. ૨૨/૧૧માં) સ્પષ્ટપણે કહ્યું છે કે : “જે ભવ્ય જીવ મુનિવરોને આહારદાન આપી અવશેષ અન્યને પ્રસાદ સમજી આરોગે છે તે સંસારમાં સર્વોત્તમ સુખોને પ્રાપ્ત કરી મોક્ષસુખ મેળવે છે.” આમ, દાનની પૂર્ણતા એ બુદ્ધત્વ લાભનું એક કારણ છે. દા.ત. મહાતપસ્વી ભગવાન ઋષભદેવને શ્રેયાંસકુમારે ઇક્ષરસનું પાન કરાવી (દાન આપી) મહાન ફળ પ્રાપ્ત કર્યું. એવી જ રીતે નયસારના જીવે લાંબો વિહાર કરીને આવેલા શ્રમિત સંતને અન્નદાન આપી અનુક્રમે પરમપદ પ્રાપ્ત કર્યું. ગીતાકારે ગીતામાં સુંદર પ્રેરણા આપી છે : “રીયતાં ટીવતાં મદમાતુ: ની થમ્ ” મને આપો, મને આપો, મેં પૂર્વભવમાં (કૃપણના, રૂક્ષતા, સૂત્ર ૧૭૪ ૧૭૩ - Page #89 -------------------------------------------------------------------------- ________________ Bee d દાનભાવના અને જૈન ધર્મ છે અને દાનમાં અરે પરે રહેવાની ભાવનાથી) દાન આપ્યું નથી, તેનું આ ફળ ભોગવું છું.” નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું છે : “ર તુમ પ્રાપ્ત ના ચાહતે હો તો ઉત (તાર) વરના fણો ” પંચતંત્રમાં કહ્યું છે (૨ ૧૫૫): “સંચિત ધનનું દાન કરતાં રહેવું એ જ એની સુરક્ષાનો ઉપાય છે. તળાવના પાણીનું વહેતાં રહેવું જ એની શુદ્ધતાનું કારણ છે.” વ્યાસ સ્મૃતિમાં કૃપણ માટે કટાક્ષમાં કહેવાયું છે કે, “પણ માનવી વાસ્તવમાં ત્યાગી છે, કેમ કે તે ધનને અહીં જ છોડી પરલોકમાં ચાલ્યો જાય છે. દાતાને તો હું કૃપણ માનું છું, કેમ કે તે મરવા છતાં ધનને છોડતા નથી, અર્થાત્ પુણ્યરૂપી ધન તેમની સાથે પરલોકમાં જાય છે.” મમ્મણશેઠનું ન્યાયપાર્જિત ધન હોવા છતાં, કૃપણનું ધન કાંકરા બરાબર બન્યું. ન તેણે આપ્યું, ન તેણે ભોગવ્યું ! તેનું મુખ્ય કારણ હતું પૂર્વભવમાં દાન આપીને ૫ છીની પળોમાં કરેલો પશ્ચાત્તાપ. આ કારણે મગધાધીશ કરતાં વધુ સંપત્તિ હોવા છતાં ભોગવી શક્યો નહીં. કાળી મજૂરી કરી નરકમાં ગયો. આચાર્ય સોમદેવે ‘નીતિવાક્યામૃતમાં કહ્યું છે, “તત્ ઉતા યત્ર નાસ્તિ સTR: ?' જે દાનમાં સત્કાર નથી તે દાન કેવું? ગોસ્વામી તુલસીદાસે પણ કટુતાપૂર્વકના દાનનો નિષેધ કર્યો છે. આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમેં નેહ; તુલસી વો ઘર ન જાઈએ, કંચન બરસે મેહ.' ઉપદેશ પ્રાસાદ (ભાગ-૨)માં ધનદત્તના કથાનક દ્વારા લેખક શીખવે છે કે, શ્રાવકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાની આવકનો એક ભાગ ભંડારમાં, એક ભાગ વેપારમાં, એક ભાગ ધાર્મિક કાર્યોમાં અને એક ભાગ જીવનાવશ્યક ખર્ચ માટે વાપરવો જોઈએ; જેથી દાન આપવાની સુવર્ણ તક મળતાં પુણ્યોપાર્જન થાય છે. અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય. પુષ્યના પ્રભાવથી સ્વર્ગગામી બને છે અને પુનઃપુનઃ શ્રીમંત અને દાતા બને છે. આમ, દાનનું પરિણામ પરંપરાએ સુખદ્ અને સુંદર છે. ભાગવતના દશમા સ્કંધના પાંચમા અધ્યાયમાં દાનનો મહિમા ગાતાં કહ્યું છે: ‘દાન ન કરવાથી મનુષ્ય દરિદ્ર બને છે. દરિદ્ર હોવાથી પાપ કરે છે. પાપના - ૧૭૫ છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી પ્રભાવે નરકમાં જાય છે. પુનઃપુનઃ દરિદ્ર અને પાપી થાય છે'. દાન ન આપવાનું કેવું ભયંકર પરિણામ ! માટે જ કહ્યું છે : “ના િરના ઉપર સ્ત્રી પર વા' દાન સમાન આલોક અને પરલોકમાં (સુખ આપનાર) કોઈ મિત્ર નથી. જૈન દર્શનમાં દાનના વિવિધ પ્રકારો બતાવ્યા છે. તેમાં નીચેનાં દાન પ્રચલિત છે. ૧) સુપાત્ર દાન ૨) અનુકંપા દાન ૩) જ્ઞાન દાન ૪) અભય દાન ૫) કીર્તિ દાન ૬) ઉચિત દાન. સુપાત્રદાનઃ જૈન ધર્મમાં દાનને શ્રાવકનો મુખ્ય ધર્મ કહ્યો છે. દાન, શીલ, તપ અને ભાવમાં દાનનું સ્થાન મોખરે છે. હરિભદ્રસૂરિજીએ એટલે જ કહ્યું, ‘ધર્મસ્થ ગરિ પર્ તાનમ્ | ધર્મનો શુભારંભ દાનથી થાય છે; જેમાં સ્વ અને પરના કલ્યાણની ભાવના નિહિત છે. પ્રતિદિન શ્રાવક ભાણે બેસીને સુપાત્ર દાનની ભાવના ભાવે છે. ભગવતીજી સૂત્રમાં ટાંકેલું છે કે, “તુંગિયા નગરીના શ્રાવકો પ્રતિદિન જમતી વેળાએ સાધુ-સંતોને વહોરાવીને ભોજન કરવાની ભાવના ભાવતા હતા.” આવી ભાવના ભાવતા ક્યારેક સુપાત્રનો યોગ ચંદનબાળાની જેમ મળી જાય તો ‘મહાદાન’ બને છે. નિરપેક્ષભાવે નિર્દોષ આહાર પહેરાવતા સુપાત્ર દાન તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરાવે છે. અનુકંપાદાન ઃ સમ્યત્વનું ચોથું લક્ષણ અને દાનનો પાયો અનુકંપા છે, જેમાં દુઃખિયાઓનાં દુઃખો દૂર કરવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે. તેમાં વિવેક અત્યાવશ્યક છે. સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો હોય ત્યાં વર્ષો વૃથા છે. જેણે ભરપેટ ભોજન કર્યું છે, તેને જમાડવો વૃથા છે. સૂર્ય પ્રકાશતો હોય ત્યારે દીપક પ્રગટાવવો નિરર્થક છે, તેમ જે સાધનસંપન્ન છે તેને દાન આપવું વ્યર્થ છે. ભગવાન મહાવીરે સાધનાકાળમાં પોતાની પાછળ દીન-હીન બ્રાહ્મણને આજીજી કરી ફરતો જોયો ત્યારે તેની આંતરડી ઠારવા તર્ક-વિતર્ક કર્યા વિના, સુપાત્ર છે કે નહીં તે જોયા વિના અનુકંપા લાવી પોતાના ખભા પર રહેલું દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું. કેટલાક આચાર્યોએ રોગમુક્ત થવા જીવાદોરી સમાન ઔષધ દાનનો અભય દાનમાં સમાવેશ કર્યો છે. કોઈ ત્યાગી, તપસ્વી મુનિના શરીરમાં અશાતા કે રોગ વર્તાય ત્યારે ગૃહસ્થનું પ્રથમ કર્તવ્ય છે કે, સંયમીની સેવાભાવી વૈઘ કે ડૉક્ટર દ્વારા ચિકિત્સા કરાવી તેમને સમાધિ અપાવે. દા.ત. જુવાનંદા વૈદ્ય કૃમિરોગથી પીડાતા મુનિની ચિકિત્સા કરી, વજનાભ નામના ચક્રવર્તીપદ આદિ ઉત્તમતા પ્રાપ્ત કરી. ૧૭૬ * Page #90 -------------------------------------------------------------------------- ________________ Bee d દાનભાવના અને જૈન ધર્મ છે જ્ઞાન દાન : જ્ઞાન દાન એ પરબ છે, જ્યાં જ્ઞાનપિપાસુ આત્મા જ્ઞાન મેળવી જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવે છે. ખૂની અર્જુનમાળી જ્ઞાનદાનથી મુનિ બન્યા. રોહિણેય, ચિલાતી અને દઢપ્રહારી જેવા ચોર-લૂંટારાઓ આત્મજ્ઞાની થયા. સ્થૂલિભદ્ર પ્રદત્તજ્ઞાનથી કોશા વેશ્યા મટી શ્રાવિકા બની. અધર્મી પ્રદેશીરાજા કેશીસ્વામીના જ્ઞાનદાનથી નાસ્તિક મટી આસ્તિક બન્યો. અભય દાન : સાત પ્રકારના ભય છે. આ ભયથી પ્રાણીઓને મુક્ત કરાવવા એ જ અભય દાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : “મળે નવાવિ તિ વિવું, ન બનિયું ” સર્વ જીવોને જીવન પ્રિય છે, મરવું કોઈને ગમતું નથી. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં આ દાનને શ્રેષ્ઠ કહ્યું છે. “To Bટ્ટ અમથMથા ' સર્વ દાનોમાં અભય દાન સર્વોચ્ચ છે. - જૈન ઇતિહાસમાં મેઘરથ રાજા, ભગવાન અરિષ્ટનેમિનું દૃષ્ટાંત જગપ્રસિદ્ધ છે. તેવી જ રીતે વૈદિક ધર્મમાં શિવિ અને મેઘવાહનનું કથાનક પ્રસિદ્ધ છે. શરણાગત કબૂતરને અભય દાન આપવા શિકારી પક્ષી બાજને કબૂતરના વજન બરોબર પોતાનાં અંગોનું માંસ કાપીને મેઘરથ રાજાએ પોતાના આખા દેહનો ત્યાગ કર્યો ત્યારે દેવ પણ પ્રસન્ન થઈ ગયો. આ મેઘરથરાજા સોળમા શાંતિનાથ નામના તીર્થકર બન્યા, અભય દાનના પ્રભાવે ! કીર્તિ દાન : યશ, પ્રતિષ્ઠા, નામના કે દેખાદેખીથી અપાતું દાન કીર્તિ દાન છે. શ્રીમંતો ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળાઓ બંધાવે છે. અનેક સ્થાને દાતાઓનાં નામની તક્તીઓ મુકાયેલી જોવા મળે છે. આમાં એકાંત નામ કમાવવાની દૃષ્ટિ નથી, પરંતુ દાનવીરોની આવી તક્તીઓ સાધનસંપન્ન અન્ય લોકોમાં દાનની પ્રેરણા જગાડવાનું કાર્ય કરે છે. એટલે જાહેર દાનનો મહિમા પણ ઘટતો નથી. હા, ગુપ્ત દાન રામબાણ ઇલાજ છે. જાહેરાત એ ધર્મની ઊધઈ છે, સત્ત્વ ખઈ જાય છે, એટલે જ બાઇબલમાં કહ્યું છે : ‘તું દાન કરે ત્યારે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે'. ધરતીમાં બીજ ધરબાય છે ત્યારે જ મબલક પાક મળે છે. ઉચિત દાન : કટુંબીજનો, સેવકોને ખુશીના પ્રસંગે પ્રોત્સાહન વધારવા ઇનામના રૂપમાં દાન અપાય છે તે ઉચિત દાન છે. તેમાં ગુણોને પ્રોત્સાહન અને ગુણજ્ઞનું સન્માન તેમ જ પ્રત્યુપકારની ભાવના છે, જેમ કે, પદ્મવિભૂષણ પદ, વીરચક્ર જેવી પદવી આપવી, સ્વાતંત્ર્યસેનાનીઓની દેશભક્તિને બિરદાવવા પ્રતિમાસ - ૧૭૭ ૧ # છે – અને જૈન ધર્મ છેદિલ્હી વેતનના રૂપમાં પુરસ્કાર આપવું, અધ્યાપકોને ઉત્તમ કાર્યો બદલ પારિતોષિક પ્રદાન કરવું તે સર્વ ઉચિત દાન છે. તેમાં વ્યક્તિની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા દાન અપાય છે. એયોગ્ય કે દુર્ગુણીને પદ-પ્રતિષ્ઠા આપવા બિલકુલ ઉચિત નથી, જેમ કે, અંતગડદશાંગ સૂત્રમાં અર્જુનમાળીનો પ્રસંગ છે. જેમાં રાજગૃહી નગરીના છે લલિતગોષ્ઠી પુરુષોનો ઉલ્લેખ છે. જેમને રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિકે તેમના કોઈ કાર્યથી ખુશ થઈ ઇનામરૂપે નગરમાં સ્વછંદપણે ફરવાની છૂટ આપી હતી. આથી તેઓ મનમાની કરતા હતા. ઉચિત દાનના દાયરામાં તેની ગણના ન થઈ શકે, કારણકે ગુંડા, દુરાચારી લોકોને છૂટછાટ આપવાથી દુર્ગુણોને વેગ મળે છે. રાષ્ટ્રની શાંતિ જોખમાય છે. જૈન ધર્મ ત્યાગપ્રધાન છે એટલે ધર્મના ચાર પ્રકારો દાન, શીલ, તપ અને ભાવમાં ત્યાગની ભાવના વણાયેલી છે. દાનમાં મમત્વનો ત્યાગ અને અપરિગ્રહવૃત્તિનું પોષણ છે. મનુષ્યગતિમાં દાનધર્મનું બીજ આસાનીથી ખીલી ઊઠે છે, એટલે જ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં જાય છે ત્યારે દેવશયામાં ઉત્પન્ન થતા નૂતન દેવને દેવીઓ પ્રથમ પ્રશ્ન પૂછે છે, “વિ વા ક્યા, હિં વા મુવા, વિક્ર વારિવા, વા અમારતા?” અર્થાતુ પૂર્વે તમે શું દાન કર્યું હતું ? શું ઉપભોગ કર્યો હતો? શું કાર્ય કરી કયા આચરણથી સ્વર્ગમાં અવતર્યા છો ? આમ, સદ્ગતિ પણ દાનને આભારી છે. (જૈન દર્શનના અભ્યાસુ ડૉ. ભાનુબહેને શ્રાવક કવિ ઋષભદાસના ‘રાજશ્રી રાસ’ પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓ હસ્તપ્રતોના ગ્રંથોના સંશોધનમાં ખૂબ રસ ધરાવે છે). Page #91 -------------------------------------------------------------------------- ________________ સેવાભાવ અને જૈન ધર્મ - ડૉ. રતનબેન ખીમજી છાડવા (પૂમુનિ સંતબાલજી, પૂજ્ય જયંતમુનિ, પૂ. વિજયવલ્લભસૂરિ, પૂ. અકરમુનિના જીવન કવન સંદર્ભે) નૈસર્ગિક સૃષ્ટિમાં જ્યાં નજર પડે ત્યાં કેવી નિર્વ્યાજ સેવાના જ્વલંત આદર્શો દેખાય છે ! જુઓ તો પેલાં સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર, સમુદ્ર, મેઘ, વાયુ, વૃક્ષાદિ સર્વ જીવસૃષ્ટિને પોતપોતાની જાત અર્પીને અહર્નિશ કેવી સેવા આપી રહ્યાં છે ! જેનાથી હવા, પ્રકાશ, પાણી, ફળ-ફળાદિ અનાયાસે સ્વાભાવિક જ પ્રાપ્ત થાય છે. જે હવા વિના ક્ષણવાર પ્રાણી જીવી શકતાં નથી એ હવા મફત... સૂર્યચંદ્રનો પ્રકાશ પણ મફત... છતાં શું તેઓ પોતાના અસીમ ઉપકારના બદલામાં કાંઈક ઇચ્છે છે? કેમ ઇચ્છે ? એ તો એમનો નૈસર્ગિક ધર્મ છે. જો એમનો ધર્મ હોય તો માનવીનો ધર્મ કેમ ન હોય ? જૈન ધર્મ દર્શનમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ અને તપનું છે એટલો જ મહિમા સેવાધર્મનો બતાડ્યો છે. પ્રભુ મહાવીરની છેલ્લી દેશના એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ જ વાત કરી છે કે, “મનુષ્ય પહેલાં મનુષ્યત્વ પ્રાપ્ત કરે', માનવધર્મ પામે પછી જ યથાર્થ સાંભળનારમાં ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એવો શ્રદ્ધામય મનુષ્ય જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. તેથી જ માનવતા આધ્યાત્મિક્તાનો પ્રથમ એકડો છે. આત્મધર્મનો પાયો છે. માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં, પણ સમસ્ત વિશ્વસૃષ્ટિ સાથે પ્રેમની સાંકળ સાંધે તે માનવધર્મ. - પરોપકાર અને અર્પણતા એ બંને સેવામાર્ગનાં પગથિયાં છે. સેવા એટલી સૂક્ષ્મ છે કે જેમજેમ ડૂબકી મારીએ તેમ તેમ તેનાં વિવિધ સ્વરૂપો નજરે પડે છે. સેવા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ સેવા સ્વાભાવિક જ અદ્વૈતરૂપ બને છે. માનવતાને નામે પરોપકારનું ક્ષેત્ર એટલું વિશાળ બની જાય છે કે તેવા પરોપકારી જીવને પછી લિંગ, જાતિ, દેશકાળના ભેદો વગેરેની કોઈ દીવાલ નડતી નથી. ભારત દેશ એવો દેશ છે કે હજારો વર્ષથી ટકી રહ્યો છે. આનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ માનવીના હૈયાને સ્પર્શે છે અને સંસ્કૃતિ માનવીય - ૧૭૯ @@@ @@– અને જૈન ધર્મ નથી સમાજના હૈયાને ઘેરી વળે છે. આ દેશના ધર્મની મહાન ખૂબી એ છે કે તે માનવીય સમાજના એકે એક અંગ અને એકેએક ક્ષેત્રને સ્પર્શીને શાશ્વત અને સર્વધર્મ સમન્વયરૂપ અવિભાજ્ય બની ગયો છે. આનું મુખ્ય કારણ આપણા ઋષિમુનિઓ, સંતો અને ભક્તો છે. તેથી જ ભારત દેશ ઓલિયાનો કે સંતોનો દેશ કહેવાય છે. સાથેસાથે તે ધર્મપ્રધાન પણ છે. વ્યક્સિત અને સમાજગત બન્ને સાધનામાં તાણાવાણાની જેમ વ્યાપેલ હોવાથી સર્વ ક્ષેત્રોમાં પણ ધર્મભાવના પડેલી છે. આવી મહાન સંતસંસ્કૃતિમાં સમયે સમયે સંતોએ પ્રભુ મહાવીરે ચીંધેલ માર્ગ પર ચાલી ઉત્કૃષ્ટ સેવાધર્મની ધજા ફરકાવી છે. તેમાંના મુનિ શ્રી સંતબાલજી, જયંતમુનિ, મુનિ વિજયવલ્લભસૂરિ મ.સાહેબ તેમ જ ઉપાધ્યાયજી અમરમુનિનું સેવા ક્ષેત્રે કરેલું યોગદાન ઉત્કૃષ્ટ સીમાચિહનરૂપે રહેલું છે. સંત મુનિ શ્રી સંતબાલજી : “જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો એક ભાગ બને છે. જૈન સાધુએ સમાજસુધારણા માટે કામ ન કરવું જોઈએ એવી કોઈ વાત કરવામાં આવી નથી'', આ નિવેદન એક સૈકા પહેલાં બહાર પાડનાર ક્રાંતિકારી મુનિ શ્રી સંતબાલજી હતા. આ નિવેદનથી તેમને સંપ્રદાયથી બરતરફ કરવામાં આવ્યા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. કંચન તજીબો સહજ હૈ, સહજ ત્રિયાકો નેહ, માન, બડાઈ, ઈર્ષ્યા તુલસી તજીબો દુર્લભ એહ.' આ બધી જ વાતોથી પર એવા તેઓ સંપ્રદાયથી જુદા થયા, પરંતુ સાધુવેશ ન છોડવો તેમ જ પોતાના ગુરુદેવ નાનચંદ્રજી મ.સાહેબનો અંત સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. એમના ગુરૂદેવે પણ સંતબાલને જૈન સાધુ નહીં, પણ જગતસાધુની ઉપમા આપી હતી. | મુનિ સંતબાલજીની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ પૂ. સંતબાલજીએ સમાજરચનાને ખયાલમાં રાખી. જૈન સંત તરીકે જીવન વ્યતીત કરવાની ભાવના રાખી હતી. ગાંધીજીના વિચારો અને કાર્યોથી પ્રભાવિત સંતબાલજીએ અહિંસામય, કરુણામય દૃષ્ટિથી બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યા હતા. તેમની કોઈ પ્રવૃત્તિ સંસારી ન હતી. બીજાનાં કલ્યાણ સિવાય બીજો કોઈ હેતુ ન હતો. ‘સકળ જગતની બની જનતા વત્સલતા સહુમાં રે’ એમનો જીવનમંત્ર બની રહ્યો. - ૧૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ 08d સેવાભાવ અને જૈન ધર્મ માટે છે કે તે લોકસેવાની તેમની સર્વ પ્રવૃત્તિઓનું બીજ ભાલ નળકાંઠાથી વવાયું. ભાલ નળકાંઠાની મોટા ભાગની વસતિ માંસાહારી, પક્ષીઓનો શિકાર તો રોજની પ્રવૃત્તિ ત્યાંની કોળી અને ભરવાડ કોમમાં બે માટાં અનિષ્ટો-બાળલગ્ન અને દિયરવટું જોવા મળે. આખો પ્રદેશ શાહુકારોના વ્યાજથી શોષિત. તાલુકાદારોનો ત્રાસ. કાયમી દેવાદાર, ચોરી, લૂંટફાટ, સ્ત્રીઓનું અપહરણ, પશુઓની ઉઠાંતરી, જુગાર, દારૂ વગેરે અનિષ્ટો તો ખરાં જ. ઉપરાંત ભાલનો વિશાળ પટ સાવ સૂકો. ન મળે ઝાડ કે ન મળે પાન. પાણીનો ભયંકર ત્રાસ, એટલે પાણીની પણ ચોરી થાય. આ બધાં જ અનિષ્ટો જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠયું. ચિંતનના સ્વરૂપે તેમણે અહિંસા, પ્રામાણિકતા અને નીડરતાના પાયા પર સમાજરચના બદવાની શરૂઆત કરી. | સર્વપ્રથમ તેમણે માણકોલ ગામે (ઈ.સ. ૧૯૩૯) કોળી પટેલોનું સંમેલન ભરી જ્ઞાતિસુધારણાના નિયમોનું બંધારણ ઘડી, ‘લોકપાલ’ એવું નામ આપી તેમનું ગૌરવ વધાર્યું. ત્યાર પછી ગામેગામ વિચરણ કરી તેમણે લોકોને નિર્વ્યસની બનાવવાનો મહાયજ્ઞ શરૂ કર્યો. નળપ્રદેશનાં ૧૧૨ જેટલાં ગામોનું સંગઠન કરી ગામેગામ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ન્યાય વગેરે બાબતોમાં લોકો સ્વાવલંબી બને એવી જાગૃતિ જગાડી તથા સમાજના અનેક પ્રશ્નોનું સમાધાન “શુદ્ધિપ્રયોગ દ્વારા કર્યું. કોઈ પણ માણસ બિલકુલ ખરાબ હોતો નથી. તેનામાં રહેલા સદ્ગુણને જાગૃત કરવા એનું નામ જ શુદ્ધિપ્રયોગ. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના : સમય જતાં સંતબાલજીને ભાલ નળકાંઠા પ્રદેશમાંથી અને ગુજરાતમાંથી અનેક નીડર, અભ્યાસુ તેમ જ કર્મઠ કાર્યક્રો મળ્યા. આ કાર્યકરોની મદદ અને તેમની પ્રેરણાથી ‘ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ'ની સ્થાપના થઈ, જેમાં ગામડાંમાં અને શહેર બંનેના વિકાસ માટે નવીનવી યોજનાઓ ઘડવામાં આવી. આ સંઘના પ્રથમ પ્રમુખ તરીકે પૂ. રવિશંકર મહારાજે સેવા આપી. આ સંઘે વ્યવસ્થિત રીતે ‘સર્વોદય આશ્રમ ગુંદી'માં પોતાનું કાર્યાલય શરૂ કરી વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન હાથ ધર્યું, જેમ કે - વિશ્વ વાત્સલ્ય ખેડૂતમંડળ, ગોપાલકમંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ, શિક્ષણસંચાર સમિતિ વગેરે વગેરે. ટૂંકમાં લોકોના આર્થિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક એમ સર્વાગી વિકાસ માટે કામ કરતી સંસ્થા. આજે પણ આ સંસ્થા ખૂબ જ વિકાસ પામી રહી છે. - ૧૮૧ ક00 _ અને જૈન ધર્મ છે જ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘની સ્થાપના : પૂજ્ય શ્રી સંતબાલજીની પ્રેરણાથી આ સંઘનાં કાર્ય માટે મુંબઈ જેવા શહેરની પસંદગી કરવામાં આવી. આ સંઘના નેજા હેઠળ સેંકડો બહેનોને નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર રોજીરોટી મળી રહે એવા દયેયથી ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા. સંતબાલજી કહેતા કે, જે કાર્ય માતાઓ કરી શકે છે તે પુરુષો નથી કરી શકતા, કારણકે માતાઓમાં વાત્સલ્ય, સેવા, શુક્રૂષા, દયા, નમ્રતા વગેરે જેવી ઉત્તમ શક્તિઓ પડેલી છે. આવી માતૃશક્તિનો વિકાસ કરવો હોય તો તે માતૃસમાજના માધ્યમથી જ થઈ શકે. તેમની આ વિચારધારાને વેગ મળતાં મુંબઈમાં ત્રણ માતૃસમાજની સ્થાપના થઈ. ત્યાર પછી માતૃસમાજની શૃંખલા આગળ વધી. અનેક શહેરોમાં છવાઈ ગઈ. આ ઉપરાંત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા શિક્ષણ, ગૃહઉદ્યોગ, કેળવણી વગેરે વિવિધ પ્રવૃત્તિઓ વિકસી. મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર મુનિ શ્રી સંતબાલજીની વિચારસરણી ખૂબ જ કલ્યાણકારી અને પ્રગતિશીલ હતી તેમ જ એક સ્થાને સ્થિરવાસ રહીને સાધના તેમ જ સેવાનો વધુ અસરકારક લાભ સહુને પ્રાપ્ત થાય એવા આશયથી એમણે મુંબઈથી નજીક ચિંચણમાં ‘મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. ‘અહિંસા પરમો ધર્મને મુખ્ય સૂત્ર બનાવી, મહાવીર માત્ર જૈનોના નહીં, પણ જગતના બનાવવા સાંપ્રદાયિક વાડાઓમાં પુરાઈ ગયેલા જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવા માટે આ કેન્દ્રમાં આ યુગની ચાર વિશ્વવિભૂતિઓનાં નામ ચારે વિભાગોને આપી સર્વધર્મ, નાતજાત કે દેશના ભેદભાવ વગર વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. વિશ્વનો કોઈ પણ માનવી ઉત્તમ ગુણોથી સભર જીવન જીવી શકે એવી ઉમદા ભાવના તેમના હૈયે વસી હતી. એટલે જ આ કેન્દ્રના ચાર વિભાગોમાં તેને અનુલક્ષી સર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જે આજે પણ વિવિધ પ્રવૃત્તિઓથી સંતબાલજીની સેવાભાવનાની સુગંધ પ્રસરાવી રહી છે. ગુજરાતના આ વિરલ સંતનો વિશ્વવાત્સલ્યનો આદર્શ વિશ્વભરમાં જીવંત રહે એવી શુભ ભાવના સાથે તેઓને વંદન... પરમ પૂજય દાર્શનિક જયંતમુનિ જેમ ગુજરાતમાં વિરલ સંત સંતબાલજીએ ‘આત્મનામ હિતાય સર્વજન સુખાય’નો સંદેશ ગુંજતો કર્યો... તો જે ધરતી અને પથ પર તીર્થકરોની ચરણરજ - ૧૮૨ * Page #93 -------------------------------------------------------------------------- ________________ d સેવાભાવ અને જૈન ધર્મ માટે જ પથરાયેલી છે એ પથ પર તેમના પગલે ચાલતા જ રહેવું... ઐરવતિ... ચરવતિ... એવા ધ્યેય સાથે ત્યાગ અને સમર્પણથી નવા ઇતિહાસનું સર્જન કરનાર મહાન વિભૂતિ એટલે ગોંડલ ગચ્છના શિરોમણિ પરમ પૂજ્ય શ્રી જયંતમુનિ. ઈ.સ. ૧૯૫૨નો સમય કાશીથી કોલકાતાનો વિહાર અને ચાતુર્માસ શ્રી જયંતમુનિના શ્રમણજીવનનો મહત્ત્વનો કાળ બની ગયો. કાશીમાં કરેલા અધ્યયનને અનુભવનું સિંચન આ સમયમાં અને આ ક્ષેત્રમાં મળ્યું, પણ... જીવન એક નવી દિશા તરફ વળી રહ્યું હતું, એનો અણસાર સ્વયં તેમને પણ કદાચ ન હતો, પરંતુ બીજ અંકુરિત થઈ પલ્લવિત થઈ રહ્યું હતું, ભવિષ્ય અજાણ રીતે આકાર લઈ રહ્યું હતું. સેવાક્ષેત્રે પરમ પૂ. જયંતમુનિનું યોગદાન કોલકાતામાં ઐતિહાસિક ચાતુર્માસ પૂરું કરી તેમણે બિહારનાં ગામડાંઓ તરફનો વિહાર શરૂ કર્યો. પલામ જિલ્લો એટલે પછાત આદિવાસી વિસ્તાર. ત્યાંની જનતાના બેહાલ, ભયંકર ગરીબી, નિરક્ષરતા, આળસ વગેરે જોઈને તેમનું હૃદય દ્રવી ઊર્યું. મનોમન તેમણે પૂર્વભારતના ભાગ્યને પલટાવવાનો નિર્ધાર કર્યો. માત્ર શબ્દથી નહીં કર્મથી... ભગવાન મહાવીરનો સંદેશ મહાવીરની ભૂમિ પર ફેલાવવા તેમ જ ચક્ષુહીન અને જ્ઞાનહીન એવા જીવોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રારંભ કર્યો. આ ક્ષેત્રોમાં મોતિયા વગેરેના ઉપચાર માટે કોઈ સગવડ ન હતી, એટલે અંધાપો સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ત્યારે પૂ. શ્રી જયંતમુનિએ સર્વપ્રથમ નેત્રશિબિરનું આયોજન કરી આંખોના દર્દથી પીડાતા લોકોના આધાર બન્યા. તેમની પ્રેરણાથી ‘અહિંસા સંઘ'ની સ્થાપના થઈ. શક્તિની બરબાદી, સંપત્તિની બરબાદી અને બુદ્ધિની બરબાદી એનું બીજું નામ જ શરાબ. તેમના પ્રયાસથી આદિવાસીઓના જીવનને પાયમાલ કરનાર શરાબને છોડાવવાનું કાર્ય શરૂ થયું. તેમણે માત્ર અહિંસાની વાતો જ કરી નહીં, પણ આદિવાસીઓને માંસાહાર ત્યાગ કરાવી શાકારાહારી બનાવ્યા તેમ જ જામફળ, કેરી, પપૈયા જેવાં ફળોની ખેતી શરૂ કરાવી. નશામાં ડૂબેલા સમાજને એમની વાણીએ નશામુક્ત કર્યો. આમ તેમણે જૈન સાધુતાને અચારમાં મૂર્તિમંત કરીને સેવાના યજ્ઞ દ્વારા બિહાર અને ઝારખંડના નિરક્ષર, બેહાલ આદિવાસીઓના જીવનમાં નવી ચેતના જગાડી. આ જાતિ આળસુ પણ એટલી જ... વ્યસન અને વાતોમાં જ દિવસ પસાર કરે. આ જોઈ પૂજ્યશ્રીએ આદિવાસીઓને મહેનતનો મહિમા સમજાવ્યો અને ઉદ્યમી બનાવ્યા. આ પ્રજા ઝઘડાળુ પણ - ૧૮૩ #DB009 – અને જૈન ધર્મ 928 29 ) એટલી જ. વાતવાતમાં લડી પડે. મારામારી સુધી પહોંચી જાય. આવા કલહને કારણે દુઃખી જીવન જીવતા આદિવાસીઓને તેમણે મમતા અને સ્નેહના પાઠ શીખવ્યા. આદિવાસી બાળકોની દુર્દશા પણ એવી જ ! પોષણના અભાવે શરીર તો જાણે હાડપિંજર ! વળી પહેરવા માટે માત્ર એક મેલીઘેલી લંગોટી ! આવાં બાળકો માટે પહેલાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરી, વશ-વિતરણ દ્વારા કપડાં આદિ આપવામાં આવ્યાં તેમ જ મુનિશ્રીએ નિશાળો સ્થાપવાની પ્રેરણા આપીને એમને ભણતા કર્યા. - બિહારના કારમાં દુષ્કાળ સમયે એમને રાહતકાર્યો માટે પ્રબળ પ્રેરણા પૂરી પાડી. સળંગ આઠઆઠ મહિના સુધી લોકોને અનાજ, ભોજન તેમ જ પશુઓને ઘાસચારો વગેરેની વ્યવસ્થા બેલચંપાની રાહતશિબિર દ્વારા કરવામાં આવી. આમ બેલચંપાના આશ્રમથી શરૂ થયેલી આ સેવાયાત્રા સતત વિકસતી રહી. ભારત દેશમાં તે વખતે ભૂદાનની ચળવળ ચાલતી હતી. ત્યારે તેમણે ગૌદાનનું અભિયાન શરૂ કર્યું. ગરીબ પરિવારને એક દૂઝતી ગાય દાન મળે, જેથી આ પરિવારને દૂધ મળે, આવક થાય અને સમય જતાં તેઓ પગભર થાય. કેવી ગજબની તેમની કોઠાસૂઝ ! આ ગૌ-દાન દ્વારા શાકાહારને પણ પુષ્ટિ મળે અને કુટુંબને દૂધ. વળી ગોબર મળતાં બળતણની સમસ્યા દૂર થાય. આ વિસ્તારમાં વિકલાંગોની સંખ્યા વધી અને એમની દુર્દશા પણ એટલી જ! આવા વિકલાંગોને ટ્રાયસિકલ આપીને હરતાંફરતાં કરી પગભર બનાવ્યા. નેત્ર ચિકિત્સાનો વ્યાપ વધતાં એક હૉસ્પિટલની જરૂર ઊભી થતાં આ માનવતાના મસીહાએ સેવાની આહલેક જગાડતી ‘પૂજ્ય તપસ્વીજી જગજીવનજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય'ના નામે બોકારોના પેટરબાર નામના નાના ગામડામાં હૉસ્પિટલ ઊભી કરાવી જે આજે પણ સેવાનું વણથંબું કામ કરી રહી છે, જેમાં દંત ચિકિત્સા, જનરલ ચેકઅપ, ઈ. એન. ટી. સારવાર, આઇબૅન્ક જેવા વિવિધ વિભાગો કાર્યરત થયા છે. સાથેસાથે તેમની પ્રેરણાથી અનેક વિદ્યામંદિરોની સ્થાપના થઈ તેમ જ ગૃહવિહીન અસંખ્ય બેસહારા લોકોને ઘર આપી નોધારાના આધાર બન્યા. આવા કરુણાનાં કાર્યો ખીલતાં બિહારની ભૂમિ નંદનવન સમી બનવા લાગી અને સાચા અર્થમાં તેઓ આખા પ્રદેશના બાબા ભગવાન તરીકે પૂજાયા. આ ભૂમિના કુખ્યાત આતંકવાદીઓનો ભય આખા વિસ્તારમાં વ્યાપ્ત છે, તેમ છતાં તેઓ પણ ‘પેટરબારના બાબાનું નામ પડતાં મસ્તક ઝુકાવીને કહેતા ‘વો હમારે ભગવાન હૈ” ! ૧૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ કરી સેવાભાવ અને જૈન ધર્મ પરમ પૂજ્ય જયંતમુનિને વંદન છે કે જેમણે ‘નેત્રજ્યોતિ પ્રદાતા'નું ઉપનામ ધારણ કરી માનવતાની જ્યોત પ્રગટાવી આપણી ભુલાઈ ગયેલી સંસ્કૃતિ અને પરંપરાના પ્રાણને નવસિંચન કરી ધબકતા રાખ્યા. શ્રી વિજયવલ્લભસૂરિ મ.સાહેબ ‘સમાજનું ઉત્થાન માત્ર વાતોથી ન થાય અને ન તો ઉપાશ્રયોમાં વ્યાખ્યાનો આપવાથી થાય...' આ શબ્દો હતા શ્રી વિજયવલ્લભસૂરિ મ.સાહેબના. ગુજરાત એમની જન્મભૂમિ, પણ પંજાબને તેમણે કર્મભૂમિ બનાવી. સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસના સમકાલીન, પ્રકાંડ વિદ્વાન એવા આત્મારામજી મ.સાહેબના તેઓ શિષ્ય હતા. ગુરુનો અંતિમ આદેશ હતો કે, “પંજાબમાં વાવેલા ધર્મના વેલાને ધ્યાનમાં રાખી ઠેરઠેર શિક્ષાપ્રચાર માટે સરસ્વતી મંદિરોની સ્થાપના કરવામાં કોઈ કચાશ રાખતો નહીં'' અને ગુરુનાં વચનોને ફળીભૂત કરવા મુનિ વલ્લભવિજયજીએ સામાજિક અને શૈક્ષણિક અભિયાનમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો. સેવા ક્ષેત્રે તેમનું યોગદાન જ્ઞાન, પ્રેમ અને કરુણા આ ત્રણેય નદીઓ મુનિ વિજયવલ્લભસૂરિના હૃદયમાં વહેતી હતી. સાધુત્વના નિયમોનું પાલન કરવા સાથે સમાજકલ્યાણકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેઓ કટિબદ્ધ બન્યા. ભારતના અલગઅલગ પ્રાંતમાં વિચરણ કરી સત્ય અને અહિંસાની જ્યોત જગાવી. સમાજ અને રાષ્ટ્રને એક નવી દષ્ટિ આપી. એમના સમતાભાવથી જાતિ અને સંપ્રદાયવાદની દીવાલો તૂટી જેનાથી લોકોમાં નવચેતનાનો સંચાર થયો. તેમના જીવનના મુખ્ય ત્રણ આદર્શો હતા ઃ (૧) આત્મસંન્યાસ (૨) જ્ઞાનપ્રચાર અને (૩) શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. આ ત્રણમાંથી જ્ઞાનપ્રચારના ક્ષેત્રમાં તેમની વિશેષ પ્રેરણા રહી. તેઓ જૈન ધર્મને સર્વોદયની દૃષ્ટિથી ફેલાવવા માગતા હતા. તેઓ કહેતા કે, જૈન સમાજની ઉન્નતિમાં જ જૈન ધર્મની ઉન્નતિ રહેલી છે. એટલે જ્યાં સુધી રચનાત્મક કાર્ય નહીં થાય ત્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે. તેઓ જાણતા હતા કે શિક્ષણ વિના સમાજ કે દેશની પ્રગતિ નહીં થાય. તેઓ ચોક્કસપણે માનતા હતા કે આધુનિક યુગમાં શિક્ષણની ઉપેક્ષા કરવાથી સમાજની પ્રગતિ રૂંધાઈ જશે અને સમાજના ઉત્કર્ષના અભાવમાં ધર્મનો પ્રવાહ પણ અટકી જશે. આવા વિચારોના ચિંતનના ફળસ્વરૂપે તેમની પ્રેરણાથી અલગઅલગ પ્રાંતોમાં શિક્ષણસંસ્થાઓની ૧૮૫ ...અને જૈન ધર્મ સ્થાપના થઈ. એમની આવી દૂરષ્ટિના કારણે જ આજે સેંકડો નવયુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી જૈન શાસનની શાન વધારી રહ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે એમની પ્રેરણાથી સ્થાપિત ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ’”. આ સંસ્થાએ સમગ્ર ભારતમાં ‘શિક્ષણ અને સાસ્કૃતિક પ્રવૃત્તિનું પુણ્યધામ'ના નામથી અદ્ભુત પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ નારીશિક્ષણના એટલા જ હિમાયતી હતા. તેમની પ્રેરણાથી જૂનાગઢ, વેરાવળ વગેરે સ્થળોમાં જૈન સ્ત્રીશિક્ષણ શાળાઓની સ્થાપના થઈ. તેમના મતે વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક બંનેનું શિક્ષણ જરૂરી છે. આધ્યાત્મિક શિક્ષણનું સાધન ધર્મ અને સદાચાર છે. એના વગર વ્યાવહારિક શિક્ષણનો કોઈ અર્થ નથી એટલું જ નહીં, તેઓ કહેતા કે, સાધ્વીસમાજને પણ પ્રભુ વીરની વાણીને સંભળાવવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે, સૂત્રો-શાસ્ત્રો ભણવાનો અધિકાર જેટલો સાધુસમાજને છે તેટલો જ અધિકાર તેમને પણ છે, જેનાથી સાધ્વીસમાજ તો જાગૃત બનશે, પણ એની સાથેસાથે શ્રાવિકાઓની પ્રગતિ થશે અને એક સુવ્યવસ્થિત સુદૃઢ આચારયુક્ત સમાજનું નિર્માણ થશે. કેવી અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ ! તેમની આ વાણીનો પ્રભાવ સમાજ પર પડચો અને સાધ્વીઓના અધ્યયનની દિશા ખૂબી. તેઓ સમન્વય, સદ્ભાવના અને એકતાના સમર્થક હતા. તેમનામાં સાંપ્રદાયિક સંકુચિત વૃત્તિનો અભાવ હતો. વિશ્વશાંતિ માટે તેમણે ‘સાંપ્રદાયિકતાને ભૂલી ‘માનવતા’ માનવનો મૂળ ધર્મ છે, એવો સંદેશ આપ્યો. તેમણે વિષમતા અને અસમાનતાને દૂર કરવા બડૌતના હરિજનોને કૂવામાંથી પાણી લેવાનો અધિકાર અપાવ્યો. સમાજમાં વ્યાપેલ કુરિવાજો જેવા કે દહેજ, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, અંધવિશ્વાસ સામે વિરોધ દર્શાવી લોકોને જાગૃત કર્યા. સમાજના સંગઠન માટે આપસમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનું સૂત્ર આપી કહેતા કે, ‘સમાજ જીવિત રહેશે તો ધર્મ જીવશે’, ‘વ્યસનોથી રાષ્ટ્રને બચાવો' જેવાં છટાદાર વ્યાખ્યાનો યોજી લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા. સમાજના મધ્યમવર્ગી લોકો તરફ વિશેષ ધ્યાન આપી તેમને નાત-જાતના ભેદભાવ વગર સહાયતા મળે તેવી વ્યવસ્થા કરી. એમની દેશભક્તિ પણ ઉચ્ચ કક્ષાની હતી. ખાદી તો જીવનભર પહેરી, એટલું જ નહીં, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પ્રભાવશાળી વ્યાખ્યાનો યોજ્યાં. અખંડ હિન્દુસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે તેઓ ગુજરાનવાલા શહેરમાં ૧૮૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ ન્ડી કિદ અને જૈન ધર્મ છે સુવિધાઓ મળવા લાગી. તેમનું મુખ્ય ધ્યેય તો સમાજ શિક્ષિત બને એ હતું ! શિક્ષણના પ્રચાર માટે તેમણે અનેક સ્થળે શાળાઓ-કૉલેજો સ્થાપવાની પ્રેરણા આપી. આ શાળાઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ મળતો તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તેવી અદ્યતન શાળાઓ પણ સ્થાપવાની તેમની ઇચ્છાને વેગ મળ્યો. તેમણે સમાજમાં મહિલાઓને માનભર્યું સ્થાન અપાવ્યું, જેના ફળસ્વરૂપે સાધ્વી ચંદનાજીને આચાર્યપદ પ્રદાન કર્યું. ગુરુદેવના આશીર્વાદથી આચાર્ય ચંદનાજીએ પણ માનવસેવા, શિક્ષણ અને વૈદકીય સેવામાં મોટું યોગદાન આપ્યું, જેનાથી વિરાયતન સંસ્થાની અનેક શાખાઓ વિકસી. દેશ તેમ જ પરદેશમાં પણ આ સંસ્થા દ્વારા અનેક ઉત્તમ સેવાનાં કાર્યો થઈ રહ્યાં છે. સાધ્વી ચંદનાજીના પ્રયાસથી આજે અનેક સાધ્વીઓ જૈન ધર્મના પ્રચાર અર્થે પરદેશમાં જઈ જૈન શાસનની ગરિમા વધારે છે. ખરેખર ! અમરમુનિ એમનાં કાર્યોથી સદા અમર જ રહેશે... સદા સ્મરણીય જ રહેશે... ©ed સેવાભાવ અને જૈન ધર્મ માટે કે તે હતા. આવા કપરા સમયે તેઓએ શ્રી સંઘ સાથે રહીને દરેકને સુરક્ષિત ભારત પહોચાડ્યા, એટલું જ નહીં, ભારત આવીને આ બેસહારા લોકો માટે તેમણે દૈનિક સમાચારોમાં સહાયતા માટે અપીલ છપાવી તેમને મદદરૂપ થયા. તેમણે શ્રુતજ્ઞાનની પણ એટલી જ અમૂલ્ય સેવા કરી. ખંભાતના જ્ઞાનભંડારનો પુનરુદ્ધાર કર્યો અને કહેતા કે, ડબ્બામાં બંધ જ્ઞાન દ્રવ્યશ્રુત છે, તે આત્મામાં આવે ત્યારે ભાવકૃત બને છે. જ્ઞાનમંદિરની સ્થાપનાથી તમે સંતોષ ન માનો, પણ જ્ઞાનનો પ્રચાર થાય એવો ઉદ્યમ કરો. જૈન ધર્મની સાચી પ્રભાવના ત્યારે જ થશે. ખરેખર ! એમનામાં નિષ્કામ કર્મયોગીની ક્રિયાશક્તિ હતી. તેમણે બધાં જ કાર્ય ધર્મ અને કર્તવ્ય સમજીને પૂરી નિષ્ઠાથી કર્યા હતાં. આવા કર્મયોગી વિજયવલ્લભસૂરિને ભક્તિભાવથી વંદન. અમરમુનિ ‘જૈન સમાજમાં એકતાની અનિવાર્ય જરૂર છે અને એ એકતા જેટલી મજબૂત હશે તેટલું ભગવાન મહાવીરનું શાસન શોભશે’. આ કથન સૈકા પહેલાં થયેલ પૂ. અકરમુનિનું છે. - પંજાબ પ્રાંતમાં હરિયાણાનું નાનું ગામ એમની જન્મભૂમિ અને પટણા-બિહાર (રાજગૃહી) પૂર્વભારત એમની કર્મભૂમિ બની. માત્ર પંદર વર્ષની વયે જૈન ભાગવતી દીક્ષા લઈ શ્રમણ સંઘના આચાર્ય મોતીરામજી મ.સાહેબના શિષ્ય બન્યા. દીક્ષા પછી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, અંગ્રેજી ભાષાનો તેમ જ આગમશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. એમની જ્ઞાનગરિમા જોઈને એમને સમાજે ઉપાધ્યાયજી પદથી અલંકૃત કર્યા. સેવા ક્ષેત્રે તેમનું યોગદાન | સ્વાધ્યાય ઉપરાંત લોકકલ્યાણનાં તથા જનસેવાનાં કાર્યોમાં તેઓ વિશેષ રુચિ ધરાવતા હતા. એમનું વિચરણ મોટે ભાગે બિહારની આજુબાજુનાં ક્ષેત્રોમાં રહ્યું. ત્યાંની જનતા ગરીબ અને અભણ. અક્ષરજ્ઞાન બિલકુલ નહીં. વળી ગરીબીને કારણે કુપોષણથી અનેક રોગોથી પીડિત ! આ બધું જોઈને અમરમુનિના હૃદયમાં રહેલી અનુકંપા જાગી ઊઠી. મનોમન આ પીડિત જનતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો. એમની પ્રેરણાથી બિહારના રાજગૃહી રાજગિરિ ક્ષેત્રમાં ‘વિરાયતન' નામની સંસ્થા ઊભી થઈ. આ સંસ્થા દ્વારા પ્રથમ નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન થયું. આ નેત્ર કૅમ્પો દ્વારા હજારો લોકોને આંખોની રોશની મળી. ધીરેધીરે આ સંખ્યા આગળ વધતા તેમાં વિવિધ ચિકિત્સા શરૂ થઈ. ગરીબ પ્રજાને આરોગ્ય સંબંધી અનેક - ૧૮૭ એક સંતના નિમિત્તથી ... સેવાભાવનાથી હજારો દીન-દુઃખીઓના ચહેરા પર સુખનો સંતોષ પ્રગટી શકે છે, એક સંતના નિમિત્તથી હૃદયપરિવર્તન થઈ જાય છે. એક સંતની સેવાભાવનાથી ... અનેક લોકોના જીવનબાગ મહેંકી ઊઠે છે. ધન્ય છે...સંતોને...વંદન છે સંતોને... સંદર્ભસૂચિ : ૧. શ્રી જગજયંત શ્રુત-સેવા દર્શન - સંપાદન : ગુણવંતભાઈ બરવાળિયા ૨. સંતબાલજી જીવનકવન અને પ્રેરક પ્રસંગો - લેખક : ગુણવંતભાઈ બરવાળિયા ૩. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૪. વલ્લભવંદના - સંકલન : હોની શાહ ૫. જૈન વિશ્વકોશ - ભાગ : ૧. સં. : ડૉ. કુમારપાળ દેસાઈ, ગુણવંત બરવાળિયા. (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋસભદાસનાં રાસ પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓ મુંબઈ મહાસંઘ સંચાલિત છાડવા શિક્ષણ બોર્ડમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરી રહ્યાં છે). Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું અર્થશાસ્ત્ર અને જૈન ધર્મ - યોગેશભાઈ બાવીસી ૫.પૂ. બાપજી મ.સ.ને ભાવવંદન સાથે જ્ઞાનસત્રના પ્રણેતા જ્ઞાનપિપાસુ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ને વંદન. પાવનધામમાં બિરાજિત ડૉ. તરુલતાબાઈ મસાસતીજી આદિ સતીગણ તેમ જ પાવનધામના પદાધિકારીગણ અને મારા વહાલા મિત્ર સાહિત્યકાર ગુણવંતભાઈ બરવાળિયા... આજે આપણે “મારા મહાવીરની દૃષ્ટિએ અર્થશાસ્ત્ર” પર વિચાર-વિમર્શ કરીશું. મહાવીર સર્વશ હતા અને ત્રિકાળજ્ઞાની હતા, એટલે અર્થશાસ્ત્ર પણ તેમના માટે જાણીતું જ હતું. આપણે સમાજમાં અર્થશાસ્ત્રની ગોઠવણ કેમ કરવી તેનો ખયાલ આપણા નાણામંત્રી જે દેશનું અર્થશાસ્ત્ર અને વિગતો બજેટમાં પ્રસ્તુત કરે, આપણી રિઝર્વ બૅન્ક ચલણનો વહીવટ કરે અને આપણે ઉપાર્જન કરતા નાણાંનો વહીવટ કરીએ, પરંતુ તેમાં મૂળ સુધી પહોંચતા જ નથી. અર્થશાસ્ત્ર એટલે Demand & Supply ઉપર તેનો વહીવટ રહેલો છે, જ્યારે મહાવીરનું અર્થશાસ્ત્ર ઇચ્છા, પરિગ્રહ અને સત્ય પર રહેલું છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે અને સુખ તે બાહ્ય સાધનો અને ઇન્દ્રિયોના ભોગવટા પર રહેલ છે. જો તમારા મનમાં, મગજમાં ઇન્દ્રિયો પર કન્ટ્રોલ આવી જાય અને આ બાહ્યાંતર સાધનોની જરૂર પર લગામ આવી જાય તો તમારી Demand ઘટી જાય અને અર્થશાસ્ત્ર surplusમાં રહે એટલે નાણાંની જરૂર ઓછી પડે. નાણાં એ જીવનની કરોડરજજુ છે, પરંતુ તે બાહ્ય સપોર્ટ છે. અહીંયાં આપણો થોડું comprarisan કરીએ. આજના અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય મનુષ્યના સ્વાર્થમાં મનોવેગને ઉત્તેજના આપે છે. જ્યારે સામ્યવાદનું તેવું માનવું છે કે, રોટી, કપડાં અને મકાન દરેકને મળશે અને પ્રત્યેકની આવશ્યકતા પૂરી થશે. જ્યારે મારા મહાવીર કહે છે કે પ્રિય અને હિત પર ધ્યાન આપશો. એક વાત પ્રિય છે, પરંતુ હિતકર નથી. બીજી વાત હિતકર છે, પરંતુ પ્રિય નથી. સંપત્તિનો વિકાસ પ્રિય છે, પરંતુ હિતકર નથી. જે પ્રિય છે તેનાથી સ્વાર્થવૃત્તિને ઘણો જ વેગ મળશે, જે સમાજમાં ઘણી સમસ્યાઓ ઊભી કરશે જે અત્યારે @@ @@_ અને જૈન ધર્મ છે જ વર્તમાન પરિસ્થિતિને જોઈને સમજી શકાય છે. અહીંયાં અર્થશાસ્ત્રને ઇન્દ્રિયો પરના contralની વાત છે. તો આર્થિક વિકાસ કેવી રીતે થાય ? તો મહાવીર કહે છે (૧) અહિંસા અને સાધનશુદ્ધિ (૨) મૂલ્યોનો હ્રાસ ન થાય (૩) સ્વાર્થની સીમા. આ ત્રણેયના સંયોજનથી આર્થિક અને ધાર્મિક વિકાસ સાથે થાય. અહીંયાં અર્થશાસ્ત્ર તમારા મનમાં ઊઠતા તરંગો પર લગામ લગાવે છે. આર્થિક વિકાસ ધર્મના વિકાસ સાથે થવો જોઈએ. વિકાસમાં સ્વાર્થ અને ક્રૂરતા ન આવવી જોઈએ. રોજગાર નિર્માણ ટેકનૉલૉજી વધતા રોબોટ (રાબૉટ) યુગ આવતાં ઘટશે. માથા દીઠ ઇન્કમ (Per capital income) સારી લાગે છે, પરંતુ પૂંજીવાદ તરફ લઈ જાય છે. તેમાં સમાનતા ન રહેવાથી તે વિલાસતા તરફ લઈ જાય છે. મારા મહાવીર કહે છે કે, જીવનશૈલીમાં સમાનતા લાવો. નાના-મોટાનો ભેદ દૂર કરો. બધા જીવ એકસરખા છે અને આ આર્યોત્રમાં દરેકને જીવન જીવવાનો સમાન અધિકાર છે. સાથે મળીને જીવો. “પરસ્પર ગ્રહો જીવનામ”. આપણું ચિંતન ન તો આર્થિક ધરિદ્રનું છે, ન ધન વધારવાનું છે. અર્થ જરૂરી છે સુખી જીવન માટે, પરંતુ આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી નથી. ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી છીએ. અર્થાજન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કોઈને બંધનકર્તા ન બનીએ, અહિંસાનું પાલન કરીએ. કોઈના અંગ-ભંગ ન કરીએ કે કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરીએ એટલે જાગરૂકતા કેળવવી ખૂબ જરૂરી છે. અર્થયુદ્ધનું મુખ્ય કારણ જર, જમીન અને જોરુ રહેલાં છે. જો જીવનમાં વ્યભિચાર ન આવે, સંતોષની લાગણી હોય અને પરિગ્રહ વ્રતનું પાલન કરીએ તો જીવન આનંદમય થાય અને આનંદ જ આત્માનો ગુણ છે, જ્યારે સુખ એ ઇન્દ્રિયની માયાજાળ છે. તમામ અર્થશાસ્ત્રી અને આપણા મહાવીર વિલાસિતાના ઉપભોગનું સમર્થન નથી કરતા, કારણકે તેમાં વિષમતા છે. ઉત્પાદન કાર્યો માટે મૂડી ઓછી થઈ જાય છે અને ઓછી આવકવાળા કે સંપત્તિવાળા પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. વિલાસિતા વિજય માલ્યા, નીરવ મોદી, હર્ષદ મહેતા જેવાઓને જન્મ આપે છે. મારા મહાવીર કહે છે કે, અર્થ ઉપાર્જનમાં નૈતિકતા, પ્રામાણિકતા, ખોટી રજૂઆત ન કરવી અને પારદર્શકતા રાખવી ખૂબ જ જરૂરી છે. આપણા મહાવીરના સૂત્ર અનુસાર પ્રખ્યાત ચિંતક એરિકેટ્રાએ સમર્થન ૧૯૦૧ ૧૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ #શિવાજી – અને જૈન ધર્મ ) અતિચારમાં સુંદર વર્ણન છે. જો વિશ્વને વિશ્વશાંતિ તરફ લઈ જવું હોય તો પ્રભુ મહાવીરનું અર્થશાસ્ત્ર અપનાવવું જરૂરી છે. Technologyનો ઉપયોગ માણસની રોજગારીને ભોગે નહીં, અર્થ ઉપાર્જન નીતિ, નૈતિકતા અને પ્રામાણિકતાના ભોગે નહીં. દરેક કાર્યમાં સંયમ અને વિનમ્રતા, દરેક જણમાં સંતોષની પરાકાષ્ઠા. જે થઈ રહ્યું છે તે મારા કર્મનું ફળ છે. બીજાં દર્શનમાં કહેવાય છે કે, “રામ રાખે તેને કોણ ચાખે? હોની કો કોઈ ટાલ નહીં શકતા, પાંચમની છઠ્ઠ નથી થવાની’ આ પ્રમાણે ઉલ્લેખ છે, પરંતુ પર્યાય વારંવાર બદલાય છે. દરેક જણ બીજાની સાથે સરખામણીની આદતો છોડે, નબળા વર્ગ માટે કરુણાનો ભાવ જન્માવે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ Forget part, live in present & plan future. આપણે સૌ આપણાં ખૂબ જ જ્ઞાની સાધુ-સાધ્વીના માર્ગદર્શન હેઠળ પ્રભુ મહાવીરે કહેલા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં આગળ વધીએ તો વિશ્વશાંતિ આ યુગમાં શક્ય છે. $$$ીd અર્થશાસ્ત્ર અને જૈન ધર્મ મા છેક આપ્યું કે નવી અર્થનીતિમાં ભાવના જાગૃત થવી જોઈએ અને પદાર્થ આપણા માટે ત્રાણ (ખેંચાણ) નથી, પરંતુ અશરણ અનુપ્રેક્ષા છે. અર્થવ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે અસમાનતા અને અપરાધનો વિચ્છેદ થઈ જાય. આ અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. ડૉ. માર્શલ તેમના કથનમાં જણાવે છે કે, જરૂરિયાત અપૂરણીયતાનું પ્રતિપાદન છે, જેમાં ઇચ્છાઓ ક્યાંય પૂર્ણ થતી નથી. તેમાંથી લોભનો જન્મ થાય છે. વસ્તુ અને પદાર્થનો ઉપયોગ થોડુંક સુખ આપે છે, પરંતુ ઉપભોગ ન કરવાથી ખૂબ દુઃખ થાય છે. ધર્મની દૃષ્ટિ કેળવવાથી નિયામક તત્વ એટલે કે સંયમ (Contral)નું અદકેરું મહત્ત્વ છે. આવશ્યકતા વધવાથી Demand વધે છે, આર્થિક સ્થિતિ સુદૃઢ થાય છે, પરંતુ તેના ફળસ્વરૂપે ઘણી વાર કલેશ, અસંતોષ, વર્ગસંઘર્ષ અને સ્વાર્થવૃત્તિને વેગ મળે છે. ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની વચ્ચે પ્રકૃતિનું અંતર છે. મનુષ્યને આત્મગ્લાનિનો અનુભવ થાય છે. ધન આવશ્યકતા પૂર્તિનું સાધન છે, સાધ્ય નથી. ધન મનુષ્ય માટે છે, મનુષ્ય ધન માટે નથી. અહીંયાં આપણે સિદ્ધ મહાવીરની વાત નથી કરતા, સાધક મહાવીરની વાત કરી રહ્યા છીએ. આદિ તીર્થકર શ્રી ઋષભદેવે યોગાનુકૂળ માર્ગદર્શન આપ્યું હતું અને હસી, મસી અને કૃષિનું સુંદર માર્ગદર્શન આપેલ હતું. વૈજ્ઞાનિક અને મહાવીર બન્ને ચિંતક છે, પરંતુ વૈજ્ઞાનિકનું ચિંતન તાત્કાલિક છે અને મહાવીરનું ચિંતન વૈકાલિક છે. ભગવાન મહાવીર પાસે બે વ્યક્તિ આવી - (૧) સમ્રાટ શ્રેણિક અને (૨) પુણિયો શ્રાવક. તેમણે કહ્યું કે, પુણિયા શ્રાવકનું સુખ સમ્રાટ શ્રેણિક ક્યારેય મેળવી નહીં શકે. આપણી પાસે ત્રણ પ્રશ્નો છે – (૧) શાન્તિ અપેક્ષિત છે કે નહીં? (૨) સ્વતંત્રતા પ્રિય છે કે નહીં ? (૩) પવિત્રતા અને આનંદ જોઈએ છે કે નહીં ? આ સાથે ૧૫ કર્માદાનમાં જણાવ્યા પ્રમાણે પર્યાવરણ પણ અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલ છે. જો આપણો દષ્ટિકોણ એકાન્ત છે તો તે દરેક સમસ્યાનું મૂળ છે. જો આપણે આપણો દૃષ્ટિકોણ નહીં બદલીએ તો ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નથી. જૈન દર્શન કે બધાં દર્શનનું મૂળ સમ્યક દર્શન છે અને બધાં પાપોનું મૂળ મિથ્યા દર્શન છે. આપણાં બધાં વ્રતોના અતિચારમાં શ્રાવકે શું કરવું કે ન કરવું તે તેના - ૧૯૧ સંદર્ભ : ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર : લેખક : આચાર્ય મહાપ્રજ્ઞજી (જૈન ધર્મના અભ્યાસુ યોગશભાઈ ઘાટકોપર આગ્રા રોડ સંઘના પૂર્વપ્રમુખ, વિશ્વવાત્સલ્ય પ્રા. સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપરના ઉપપ્રમુખ છે). Page #98 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ સ્થાપત્ય, કળાવૈભવ અને જૈન ધર્મ - રેણુકા પોરવાલ ભારતીય સંસ્કૃતિ અને જેન કળા: ભારતની ધર્મપ્રધાન સંસ્કૃતિનો પ્રારંભિક તબક્કો સિંધુઘાટીની સભ્યતાનો ગણાય. અહીં ઉખનનમાં પ્રાપ્ત થયેલ વિશાળ અવશેષોમાં, જંગલમાં સાધના કરતા ઋષિમુનિઓ, સ્વસ્તિકો, માટી અને ધાતુની અલંકૃત મૂર્તિઓ, પશુ-પક્ષીનાં ચિત્રો, આભૂષણો વગેરે લગભગ દશ હજાર વર્ષ પૂર્વેની કળા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ સ્થળેથી યજ્ઞવેદી મળી નથી, માટે એ શિલ્પો પ્રાચીન શ્રમણધર્મ પરંપરાના હોઈ શકે એવી વિદ્વાનોની માન્યતા છે. મથુરા નગરના સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલા ૨૦૦ ઈ.પૂ.ના શિલાલેખવાળાં અઢળક શિલ્પો અને પ્રતિમાઓ જૈન કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે જે દેવનિર્મિત સ્તૂપમાં સ્થાપિત થયેલા હતા. જૈનકળા પ્રદર્શિત કરતાં આવાં ધર્મસ્થાનકો પરદેશી આક્રમણો અને કુદરતની હોનારતનાં ભોગ બન્યાં જેથી આપણી મૂલ્યવાન ધરોહર કાળના ચક્રમાં વિલીન થઈ સ્મૃતિશેષ અને નામશેષ બની ગઈ. આ સર્વની ઉપર એક અન્ય કારણ એ પણ છે કે જેનોમાં ઇતિહાસ અને પુરાતત્ત્વ પરત્વેની રૂચિ ઓછી જોવાય છે, માટે જીર્ણોદ્ધાર સમયે એની સંભાળ લેવાતી નથી. આમ આપણે અજાણતાં જ વિરલ કળાકૃતિઓ નષ્ટ કરીએ છીએ. તેમ છતાં શિલાલેખો, પુરાવશેષો અને શાસ્ત્રઓલેખોના સંદર્ભો પ્રાચીન સમયથી અવિરત રીતે ગતિ કરતી જૈનોની કળા, સ્થાપત્ય અને ધર્મ પ્રત્યેની અભિરુચિને વ્યક્ત કરે છે. જૈન દર્શન ધર્મ અને માન્યતા જેનો આત્માની ઉન્નતિ થકી અધ્યાત્મના શિખરે પહોંચવા તીર્થંકરોની સ્તુતિભક્તિ કરે છે. ઉપરાંત એને તેઓ સંસારસાગર પાર ઉતારવા માટેનું શ્રેષ્ઠ સાધન માને છે. જૈન ઉપાસકો પ્રભુના આદર્શોને સતત સ્મરણમાં રાખી નિજાત્માને પરભાવમાંથી ખેંચી લઈ સ્વભાવમાં રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. એને માટે તેઓ તીર્થકરોની પંચકલ્યાણકની ભૂમિઓ પર સુંદર દેરાસરો બાંધી દર્શન માટે જાય છે જે ચૈત્ય પરિપાટી તરીકે જાણીતી છે. ત્યાં શ્રાવકો પ્રભુના ગુણોની સ્તવના દ્વારા પોતાની શ્રદ્ધા, ઉત્કૃષ્ટ ૧૯૩ S 9 – અને જૈન ધર્મ * અનુરાગ અને પ્રેમ વ્યક્ત કરે છે, જેને આપણે આંતરચેતના જાગૃત કરવાની પ્રક્રિયા કે સિદ્ધપ્રાપ્તિની યાત્રા પણ કહી શકીએ. પ્રભુની ઉપાસના બે રીતે આવકાર્ય હોય છે - દ્રવ્ય ઉપાસના અને ભાવઉપાસના. દ્રવ્ય ઉપાસના : શ્રાવકો પોતાના પ્રાણપ્યારા પરમાત્માની પ્રતિકૃતિ-પ્રતિમાનું સ્થાપન ભવ્ય મંદિરોમાં કરે એ દ્રવ્ય ઉપાસના થઈ. એમાં પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ વગેરે અષ્ટપ્રકારના દ્રવ્યથી પ્રભુભક્તિ કરાય છે. ભાવ ઉપાસના ભાવ ઉપાસનામાં પ્રભુની ભક્તિ રાસા, સ્તુતિ, પ્રાર્થના અને ચરિત્રોનું રાગ-રાગિણી સાથે ગાન કરવામાં આવે છે. ઉપરાંત પ્રભુનું ધ્યાન ધરવામાં આવે છે જેથી હૃદય પુલકિત થાય. સંગીતની સુરાવલી થકી ભક્તિના ભાવોને ચરમસીમાએ સાધક લઈ જાય છે. એનું સુંદર ઉદાહરણ રાવણની ભકિતનું છે. જેન કળાઃ કળા અર્થાત્ મનમાં ઉત્પન્ન થતા સુસંગત, વ્યવસ્થિત વસ્તુસ્વરૂપને વ્યક્ત કરવા કોઈ માધ્યમ શોધી લઈ એના પર પોતાના હાથની કરામતથી અભિવ્યક્ત કરવું અથવા કોઈ પાસે કરાવવું. એ કળાને જીવંત કરનાર કસબીને આપણે કલાકાર કહીએ. કલાકાર પોતાની કળાને શબ્દવિહીન દશામાં રહી પથ્થર કે દીવાલ પર એક અસર ઉપજાવે અને તે શિલ્પ કે ચિત્રને જોઈ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થાય એ સાચી કળા છે. કલાપારખું નજરવાળી વ્યક્તિ પણ કળાના વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપે છે. કળાને સમજવા માટે તેને આત્મસાત કરવી પડે. દા.ત. શાંતરસ પ્રસરાવતી જિનપ્રતિમા જોતાં મનના ઉદ્વેગ શાંત થઈ જાય તો એ કળા, કેળાકાર અને આત્મજ્ઞાનીની વિશેષતા કહેવાય. પ્રકૃતિ અને એનાં પ્રતીકોમાં ધાર્મિક આસ્થાનું પ્રતિબિંબ હોય છે, જેમ કે - પહાડની તળેટી અને શિખર, નદી, વૃક્ષ, ગાય, હંસ, કમળ, સૂર્ય, ચંદ્ર વગેરે. આ સર્વ કુદરતી પ્રતીકોને કળાના સ્વરૂપમાં દર્શાવી સાથે ધાર્મિકતા જોડી દઈ એક રીતે એમની રક્ષાનો સંદેશ શાસ્ત્રોમાંથી માનવને મળે છે. ઉપરાંત આવાં કુદરતી તત્ત્વોમાંથી પ્રવાહિત થતી અપારશક્તિ સાધક પામી શકે એવા શુદ્ધ આશયથી પણ એમનાં પ્રતીકોની પૂજાઅર્ચના શરૂ થઈ. આમ અનાયશ પર્યાવરણની રક્ષાનું કવચ ભારતના બધા ધર્મો સાથે જોડાયું. કળાના પ્રકારો જૈન કળાને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય - શિલ્પકળા, ચિત્રકળા અને સ્થાપત્યકળા. ૧૯૪ : Page #99 -------------------------------------------------------------------------- ________________ ટીલ શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ શિલ્પકળા : પથ્થર કે ધાતુ જેવાં માધ્યમો પર છીણી અને નાની હથોડીનો ઉપયોગ કરી કલાકાર તીર્થંકર કે દેવ-દેવીના જીવનના પ્રસંગો, પ્રતિમાઓ અને સુશોભન શિલ્પ ઘડે એ શિલ્પકળા. ઉદયગિરિ અને ખંડગિરિમાં તેત્રીસથી વધુ ગુફાઓ સાધુઓનાં રહેણાંક માટે ખારવેલે બનાવી હતી. અહીં તીર્થંકરોના જીવનપ્રસંગો, દેવ દેવી અને મંગળ પ્રતીકો કોતરેલાં છે જે જૈન ધર્મની આગવી વિશેષતા છે. ખારવેલના શિલાલેખના પ્રારંભમાં સ્વસ્તિક, શ્રીવત્સ અને અંતે ધર્મધજાનું અંકન છે જે પ્રભુના શાસનનો જયજયકાર કરવા ઉપરાંત જૈન ધર્મનો ધ્વજ આગળ વધતો જ રહે એવો આશય હોઇ શકે. અહીંની ગુફાઓનાં દ્વારો પર રત્નત્રયી, નાગરાજો, હાથીઓ, કમળો, ઉપસના કરતાં દેવ-દેવીઓ વગેરે ખૂબ કલામય રીતે નિર્મિત કરેલાં છે. ઉદયગિરિ-ખંડગિરિમાં ખારવેલે પૂજા કે બીજાં કોઈ વિધિવિધાનની પરંપરા જળવાઈ રહે માટે જૈન સંસ્કૃતિ અને સંસ્કારને શિલા પર અંકિત કરાવી લીધાં. અષ્ટમંગળ અને મંગળ પ્રતીકો જૈન ધર્મમાં પ્રકૃતિજન્ય પૂજનીય આકૃતિઓમાં કમળ, સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ, પૂર્ણકળશ, મીનયુગલ વગેરે મંગળ પ્રતીકોની અર્ચના કરવામાં આવતી જે આજે પણ લોકપ્રિય છે. એમાં અષ્ટની સંખ્યાના મંગળ સમૂહને અષ્ટમંગળ કહેવાય છે. કલાના અદ્ભુત નમૂના તરીકે અને જેનાં દર્શનમાત્રથી સર્વત્ર મંગળ પ્રસરે એવા ઉદ્દેશ્યથી પ્રભુ પ્રતિમાની સન્મુખ અષ્ટમંગળની રચના કરવામાં આવે છે. મથુરાના સ્તૂપમાંથી લગભગ ૧૪ જેટલાં મંગળ પ્રતીકો આયાગપટોમાં અંકિત થયેલાં પ્રાપ્ત થયાં છે. આયાગપટના કેન્દ્રમાં છત્ર અને ચૈત્યવૃક્ષથી શોભાયમાન જિનેશ્વરની મૂર્તિ તથા એની ચારેબાજુ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની રત્નત્રયીનાં શિલ્પાંકન હોય છે. એની ફરતે ત્રણ લોકના જીવોને પરિધિમાં અર્થાત્ સંસારચક્રમાં ઘૂમતાં દર્શાવ્યાં છે. તેઓ રત્નત્રયીની આરાધનાથી સિદ્ધત્વ પામી શકાય વું પ્રતિપાદન કરતાં હોય એમ જણાય છે. કલાનાં આ પ્રતીકો હવે દેરાસરોના પટના રૂપમાં જોવાય છે. મથુરાનાં સ્તૂપ અને મંદિરોમાંથી સરસ્વતી, ચક્રેશ્વરી, લક્ષ્મી, અંબિકા, કૃષ્ણ, બલરામ, સૂર્ય, કુબેર વગેરેની સ્વતંત્ર મૂર્તિઓ મળી છે. જૈનોનું આ એવું સ્થળ છે જ્યાંથી દરેક કાળની જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અહીંના શિલાલેખોમાં ગુરુમહારાજોનાં નામો અને વંશાવલી કલ્પસૂત્ર અને નંદીસૂત્રની પટ્ટાવલીઓને અનુરૂપ હોવાથી જૈન ધર્મની પ્રાચીન કળા અને સ્થિતિ જાણવા મળે છે. પ્રાચીન શિલ્પોમાં એક અગત્યનું શિલ્પ પ્રભુ મહાવીરના ગર્ભહરણનું છે, જેમાં આસન પર હરિણ્યગમેશદેવ બિરાજ્યા ૧૯૫ ...અને જૈન ધર્મ છે બીજા એક શિલ્પમાં ઋષભદેવજીને અપ્સરા નિલાંજનાનું નૃત્ય જોતાં જીવનની ક્ષણભંગુરતા સમજાઈ અને દીક્ષા માટે પ્રયાણ કર્યું એ પ્રસંગનું આંકન છે જે ભારતીય નૃત્યકળામાં અતિપ્રાચીન ગણાય. જૈન પ્રતિમા, વિજ્ઞાન અને પ્રાચીન પ્રતિમાઓનો પરિચય પાટલીપુત્રથી મળી આવેલી અશોક મૌર્ય સ્થાપિત કરેલા સ્તંભ જેવી પ્રતિમા, ખારવેલના શિલાલેખમાં દર્શાવેલ કલિંગ, જિનની પ્રતિમા ઉપરાંત મુંબઈના મ્યુઝિયમની પાર્શ્વનાથની પ્રતિમા અને કુશાન સમયની મૂર્તિઓ પ્રાચીન સમયની પ્રતિમાઓનો પરિચય કરાવે છે. પ્રતિમાઓની લાક્ષણિકતા પરથી એ ક્યારે સ્થાપિત થઈ હતી એની માહિતી મળે છે. દા.ત. કુશાન સમયની પ્રતિમાઓમાં પદ્માસનમાં હાથની કોણીઓ બહારની તરફ રહેતી. ઉપરાંત મસ્તક પર શિખાનું પ્રચલન નહિવત્ હતું. પ્રભુ પ્રતિમાની હથેળી અને આંગળીઓ પર તથા પાર્શ્વનાથની ફણા પર અખટમંગળનાં પ્રતીકોની કોતરણી થતી હતી. ગુપ્તાકાળની પ્રતિમાઓને કુશન પર બિરાજમાન કરી તેનો એક ભાગ પબાસન પર રખાતો. આવી બધી લાક્ષણિકતાને કારણે પ્રતિમાજીઓનું સ્થાપના વર્ષ જાણી શકાય છે. આવી મૂર્તિઓની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે જ એની પૂજા-અર્ચના શક્ય બને છે. મથુરાથી મળેલ આદિશ્વરજીની સર્વ પ્રતિમાઓ કેશસહિત છે અને પાર્શ્વનાથની ધરણેન્દ્રદેવના છત્ર સાથેની છે. ઉપરાંત અરિષ્ટનેમિની મૂર્તિ કૃષ્ણ-બલરામ સાથે જોવા મળે છે. આવી પ્રતિમા મથુરાકલાની વિશિષ્ટ કલાકૃતિ ગણાય. અહીંનાં શિલ્પો અને મૂર્તિઓને ચારેતરફથી કોતરણીવાળી તૈયાર કરવામાં આવતી જે મથુરાકલના અદ્ભુત નમૂનાઓ છે. સર્વતોભદ્ર પ્રતિમાઓ ખડગાસનમાં સ્તંભ ઉપર સ્થપિત કરાતી હતી. ચિત્રકળા : વૉલ પેઇન્ટિંગ અને મિનિએચર પેઇન્ટિંગ ભીંતીચિત્રો : વૉલપેઇનિટંગ ઃ મુંબઈના ગોડીજી દેરાસરમાં પહેલા દેરાસરની દીવાલો પર સુંદર ચિત્રો હતાં જે જીર્ણોદ્વાર સમયે જાળવી શકાયાં નહીં. સિતાનાવત્સલનાં પેઇન્ટિંગ અજંતાની ગુફાઓથી પણ વધુ પુરાણાં છે. અહીંના રાજા મહેંદ્રવર્મા પહેલા જૈનધર્મી હતી. તેમણે આ ગુફાઓમાં એમનાં પોતાનાં ચિત્રો પણ દોરાવ્યાં હતાં, પરંતુ એ પાછળથી બૌદ્ધધર્મી થઈ જતાં જૈનોને ઘણું નુકસાન થયું. શ્રવણબેલગોલાના જૈન મઠમાં અનકે ચિત્રો છે જેમાં છ લેશ્યા, પ્રભુ પાર્શ્વનું સમવસરણ, કૃષ્ણરાજ વાડિયારનો દશેરા દરબાર, મઠના દરવાજા વગેરેનાં સુંદર રંગીન ચિત્રણો જોવાલાયક છે. રતલામ, ૧૯૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ 80804 શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ માટે કપડવંજ, સુરત વગેરે શહેરોમાં મંદિરોમાં બસો વર્ષ પૂર્વેનાં ભીંતચિત્રો ઘણાં જ આકર્ષક અને સારી રીતે જળવાયેલ છે. હસ્તપ્રતોનાં મિનિએચર પેઇન્ટિંગ – લઘુચિત્રકળા મધ્યકાળમાં તાડપત્ર, કાપડ અને કાગળ પર લઘુચિત્રકળા વિકાસ પામી. એમાં સંગીતનાં વિવિધ રાગ-રાગિણીનાં ચિત્રો તૈયાર થયાં જે કલાના ઉત્તમ નમૂનાઓ કહેવાયા. કલ્પસૂત્ર પટખંડાગમ વગેરે ગ્રંથો સચિત્ર તૈયાર થયા. કલાકારોએ જૈન કળાને નવીનતા બક્ષવા લઘુચિત્રોમાં નાયકનાં ચિત્રણોમાં ચહેરા પરની હડપચીને ત્રિકોણ જેવો આકાર આપી સાઈડ તરફના નેત્રને પણ સંપૂર્ણ દર્શાવવાની ટેકનિક અપનાવી. કાલકાચાર્યનાં કથાનકો, યશોધરરાજા, નેમનાથના ચરિત્રનાં પેઇન્ટિંગ ઘણાં પ્રખ્યાત થયાં. હસ્તપ્રતોનાં પેઇન્ટિંગનું પ્રથમ પુસ્તક “જૈન ચિત્રકલ્પદ્રુમ’ સારાભાઈ નવાબે પ્રકાશિત કર્યું. જૈન યંત્રો, પટો વગેરે કળામય રીતે તૈયાર કરવામાં આવતાં જે પ્રથા આજે પણ ચાલુ છે. સ્થાપત્યના પ્રકાર - શૈલી જ્યારથી મનુષ્યમાં કલાની પરખ આવી ત્યારથી કળાના ઉત્તરોત્તર વિકાસની ભાવના વૃદ્ધિ પામી જેના પરિણામે કલા અને સંસ્કૃતિની અભિવ્યક્તિનો ઉદ્દભવ થયો. વિકાસ પામતી કલા અને સંસ્કૃતિની સાથે અનાયાસે સ્થાપત્ય જોડાયું જેનો અર્થ ગૃહનિર્માણની વિદ્યા કે ભવનનિર્માણની શૈલી થાય. સ્થાપત્યની કૌશલ્યતા પ્રથમ તૂપમાં આકાર પામી ત્યાર બાદ ગુફા-મંદિરોમાં વિકસિત થઈ અને અંતે વર્તમાનમાં નિર્માણ પામતાં સુંદર દેરાસરોના રૂપમાં પરિવર્તિત પામી. સ્તૂપ અને ચૈત્યનો અર્થ તથા વિકાસ તૂપ શબ્દ ચૈત્યમાંથી નિસ્પન્ન થયેલો હોવાથી પ્રથમ ચૈત્ય શું છે એ જાણીએ. મહાપુરુષોનાં નિર્વાણ સ્થળ પર એમની યાદમાં ભવન નિર્માણ કરવામાં આવે છે. આ પ્રથા ભારતીય મૂળના દરેક ધર્મમાં સરખી જોવા મળે છે. વિશેષ પ્રકારે તૈયાર થયેલા આ બાંધકામને ચેઇય કે ચૈત્ય કહે છે. આવાં ચૈત્યો પુણ્યભૂમિ તરીકે વિકાસ પામતાં ગયાં અને કાળક્રમે મંદિર કે દેરાસરનાં ભવન તરીકે પ્રખ્યાત થયાં. જૈનોમાં ચૈત્યાલય શબ્દ દેરાસરો માટે પણ વપરાય છે. “ચૈત્યવંદન કે અરિહંતે ચેઇયાઇમ’ વગેરે રોજિંદા શબ્દો ચૈત્ય શબ્દના ઉત્તરોત્તર વિકાસ પછી નિપજેલ છે. નિર્વાણ સ્થળ પર નિર્માણ પામેલ બાંધકામ જો અર્ધગોળાકાર હોય તો એને સ્તૂપ કહેવાય છે. કોઈક વાર ત્યાં ચબૂતરો બાંધી વૃક્ષારોપણ કરાય છે જે ચૈત્યવૃક્ષ તરીકે પણ પૂજાય છે. ભારતમાં વૃક્ષપૂજા તો વૈદિકકાળથી જ અસ્તિત્વ ધરાવે છે. - ૧૯૭ ૦ ક00 _ અને જૈન ધર્મ છે જ સ્તૂપનું સ્થાપત્ય જૈન ધર્મમાં સ્તૂપની અવધારણા કે વિચાર બૌદ્ધ ધર્મથી પણ વધુ પ્રાચીન છે. જૈન શાસ્ત્રોમાં ત્રણ સ્થળે વિશાળ સ્તૂપ હોવાના ઉલ્લેખો મળે છે - અષ્ટાપદ - ભરત ચક્રવર્તીએ પ્રભુ ઋષભદેવના નિર્વાણસ્થળે સિંહનિષિદયા આયતન –અષ્ટસૌપાનીય સ્તૂપનું નિર્માણ કર્યું હતું. વૈશાલી - આ સ્થળે મુનિસુવ્રતસ્વામીનો અતિવિશાળ સ્તૂપ હતો જેનો કુણિકરાજાએ વૈશાલી પર જીત મેળવવા માટે નાશ કર્યો. મથુરા - મથુરાના દેવનિર્મિત સ્તૂપના ઉલ્લેખો આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ-ટિકા, વ્યવહાર ચૂર્ણિ-ટિકા, યશસતિલક ચંપુ કાવ્ય વગેરે ઘણાં જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. વિવિધ તીર્થકલ્પ ખરતર ગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ ઇ.સ. ૧૩૩૩માં રચ્યો હતો. એમાં સ્તૂપનિર્માણની કથા, એનાં સ્થાપત્યનો પ્રકાર, ગુરુમહારાજાઓની મથુરાની યાત્રા વગેરે વિપુલ માહિતી ભરી છે. તૂપનું સ્થાપત્ય જાણવા અને જોવા માટે આપણી પાસે શાસ્ત્રો ઉપરાંત મથુરાના જૈન સ્તુપમાંથી પ્રાપ્ત થયેલાં કેટલાંક શિલ્પો છે, જેમાં સંપૂર્ણ સ્તૂપનું સ્થાપત્ય દૃષ્ટિગોચર થાય છે, જે નીચે મુજબ છે – - મથુરાના રૂપનું સ્થાપત્ય અને કંકાળી ટીલો લોણશોભિકા નામની ગણિકાના આયાગપટ તરીકે જાણીતા શિલ્પમાં સંપૂર્ણ તૂપ દૃષ્ટિગોચર થાય છે - અહીં સ્તૂપના તોરણદ્વાર પર પહોંચવા માટે અષ્ટસોપાન નજરે પડે છે. એની બંને તરફ ગવાક્ષમાં ક્ષેત્રપાલ-કુબેરાદેવીની સ્થાપના છે. દરવાજા પર સુંદર અલંકૃત તોરણ, રેલિંગ, ત્રણ વેદિકાઓ, સૌથી ઉપર ચૈત્યવૃક્ષની વેલીઓ અને એની નીચે અર્ધગોળાકાર ડોમ, બંને બાજુએ સ્તંભ જેની ઉપર અનુક્રમે ધર્મચક્ર અને સિંહ અથવા હાથીનું કોતરકામ જોઈ શકાય છે. રાયપનિય સૂત્રના આધારે દ્વારની ઉભય બાજુએ સોળ-સોળ શાલભંજિકાઓ સ્થાપિત કરાઈ છે. અહીં પણ પ્રતીક તરીકે બંને તરફ આકર્ષક ભાવભંગિમા ધરાવતી એકએક પૂતળી સ્થાપિત કરેલી દેખાય છે. એક ઘણા જ વિશાળ તોરણદ્વાર પર સ્તૂપની પૂજા માટે આવતાં ગ્રીક દેવીદેવતા કંડારેલાં છે જેનો આકાર સમવસરણને મળતો છે. એક આયાગપટ જેને એક નર્તકે સ્થાપિત કર્યો હતો એના પર અર્ધગોળાકારવૃત્ત છે, બંને તરફ શાલભંજિકાઓ, વિશાળ સ્તંભ, પ્રદક્ષિણાપથ અને એની ચારેતરફ સાદી રેલિંગ નજરે પડે છે. અહીં પણ અલંકૃત તોરણ પ્રવેશદ્વારને અનેરી શોભા આપે છે, ૧૯૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ એક શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ પરંતુ સોપાન પાંચ છે તથા એની આસપાસ ગવાક્ષનો અભાવ છે. અન્ય એક શિલ્પ બે ખંડમાં વિભાજિત છે, એમાં ઉપરના ભાગમાં સ્તૂપ તથા એની બંને તરફ મુગટ અને કુંડલ ધારણ કરેલા બે-બે તીર્થંકરો બિરાજમાન કરાયા છે. અહીં સ્તૂપનો આકાર સમવસરણ જેવો દેખાય છે. બીજા ખંડમાં કષ્ટસાધુ અને વિદ્યાદેવી તથા ભક્તો નજરે પડે છે. - વિવિધ તીર્થકલ્પની કથા પ્રમાણે સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથના સમયમાં બે સાધુઓ - ધર્મરુચિ અને ધર્મઘોષ મથુરા નગરીમાં વર્ષાવાસ કરવા ઉદ્યાનમાં પધાર્યા હતા. તેમની ઉગ્ર સાધના જોઈ ઉદ્યાનની દેવી કુબેરાએ અતિપ્રસન્ન થઈને – ‘કંચનથી ઘડાયેલ રત્નજડેલો અને દેવ-દેવીના પરિવારથી યુક્ત ચૈત્યવૃક્ષની લતાથી શોભિત, તોરણ, ધજા, માળાથી અલંકૃત, ત્રણ મેખલા-વેદિકાવાળો અને સોનાની પ્રતિમાઓથી સ્થાપિત મેરુ સદશ સ્તૂપનું નિર્માણ એક જ રાત્રિમાં કરી આપ્યું.' ત્યાર બાદ ઘણાં વર્ષો સુધી એની પૂજા થતી હતી. આ બિનાનો ઉલ્લેખ બે હજાર વર્ષ પ્રાચીન પ્રતિમાના શિલાલેખમાં પણ મળે છે. ગઝનીથી આવેલા હુમલાખોરોએ આખી મથુરા નગરી અને સ્તૂપનો ઈ.સ. ૧૦૧૮માં નાશ કર્યો, પરંતુ પાંચ જ વર્ષમાં મથુરા સંઘે એનો જીર્ણોદ્ધાર કરી લીધો હતો એવું ઈ.સ. ૧૦૨૩ની સાલ ઉપરાંત ત્યાર બાદની ૬૩ વર્ષ સુધીની ભરાવેલ ઘણી પ્રતિમાઓના આધારે કહી શકાય. ત્યાર બાદ ચારસો વર્ષ આ. જિનપ્રભસૂરિ ઈ.સ. ૧૩૩૩માં યાત્રાએ આવ્યા તે સમયે પણ સ્તૂપ સારી સ્થિતિમાં હતા, જે અકબરના રાજ્યમાં પણ સારી સ્થિતિમાં રહ્યા એમ જણાય છે, પરંતુ નાદીરશાહ અને અહમદશાહ અબ્દાલી વગેરે હુમલાખોરોએ એનો સંપૂર્ણ નાશ કર્યો. ઈ.સ. ૧૮૮૮-૧૮૯૨માં બ્રિટિશરોએ મથુરા નગરીના ઘણા ટેકરાઓની સાથે આ જૈન સ્તૂપના વિશાળ ટેકરાનું પણ ખોદકામ કરાવ્યું. ત્યાં કોઈકે દેવીની આકૃતિવાળા એક સ્તંભને બહાર કાઢી લઈ ટેકરી પર પધરાવી મંદિર બાંધી એને કંકાળીદેવી એવું નામ આપ્યું જેને કારણે ઉત્ખનનમાં પ્રાપ્ત થયેલી જૈનોની આ મોટી વસાહત કંકાળી ટેકરો-ટીલાના નામથી ઓળખાયો. જૈન સ્તૂપના અન્ય ઉલ્લેખો અશોક મૌર્યે કાશ્મીરમાં જૈન સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું એવો ઉલ્લેખ કલ્હણરચિત ‘રાજ તરંગિણી’માં મળે છે. અકબરના સમયમાં શાહુ ટોડરમલે ૫૨૭ સ્તૂપોનું નિર્માણ મથુરામાં કર્યું હતું કે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એવા ઉલ્લેખો છે. ૧૯૯ અને જૈન ધર્મી રી સ્તૂપોનાં નિર્માણ ઘટતાં ગુફાઓમાં તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત થતાં ગુફાના સ્થાપત્યનો વિકાસ થયો. ગુફા મંદિરો પ્રાચીન સમયમાં સાધુઓ કુદરતી ગુફાઓ અને જંગલોમાં રહેતા તથા કેવળ ચાતુર્માસ દરમિયાન વસતિમાં આવતા. ગુફાઓમાં ધ્યાન કરવા માટે તીર્થંકરોની પ્રતિમાઓ કોતરતા. આ ગુફાઓમાં તેઓ તીર્થંકરોના જીવનપ્રસંગોનાં શિલ્પો તથા ચિત્રો દોરતાં જે આજે કલાનો અદ્ભુત વારસો ગણાય. દા.ત. ઉદયગિરિ-ખંડગિરિ, એલોરા, બદામી, ઐહોલે, સિતાનાવત્સલ, દેવગઢ વગેરે. ઉદયગિરિ-ખંડગિરિની ગુફાઓમાં ખારવેલના શિલાલેખ ઉપરાંત પાર્શ્વનાથના જીવનપ્રસંગો છે. બદામીની ગુફાઓમાં અદ્ભુત કોતરણી છે. આ સર્વ ગુફાઓમાં શિલાલેખો હોવાથી જૈનોનો કડીબદ્ધ ઇતિહાસ તથા તેઓ ક્યારે દક્ષિણ ભારત અને સિલોનમાં ગયા હતા તેની માહિતી મળે છે. એલોરાની ગુફાઓમાં સ્તંભોની વચ્ચે ગવાક્ષ-ગોખલામાં દેવ-દેવીની પ્રતિમાઓ કોતરેલી છે. ઐહોલેમાં પણ એવી જ રચનાઓ જોવા મળે છે જે આજના ગર્ભગૃહનું અર્ધવિકસિત સ્વરૂપ હોઈ શકે. અહીંની ત્રણ માળની ગુફા દ્રવિડ શૈલીનું પૂર્વરૂપ છે. સિતાનાવત્સલ, તિરુમલાઈ, તિરુપતિકુંદરમ, જિનકાંચિ વગેરે દક્ષિણ ભારતની ઘણી ટેકરીઓ પર સાધુઓનાં સૂવા માટેનાં ઓશીકાઓ સહિતની શૈયાઓ પથ્થર પર કોતરેલી છે. ઉપરાંત પહાડોની ટોચ પર જિનપ્રતિમાઓ તરાશેલી છે. આવી ઊંચાઈ પર કેવી રીતે કયાં સાધનો વડે આવું દુર્ગમ કાર્ય કર્યું હશે તે આશ્ચર્ય પમાડે છે. તામિલનાડુના ૮૯ બ્રાહ્મી ભાષાના શિલાલેખોમાંથી ૮૫ જૈનોના છે. વર્તમાન દેરાસરોનો ઉદ્ભવ એહોલેની મેનાબસતીની ગુફાનું સ્થાપત્ય અદ્ભુત રીતે તૈયાર કરાયું છે. ગુફામાં દાખલ થતાં છત પર મિથુન, વિશાળ નાગરાજ અને નકશીદાર સ્વસ્તિકનું શિલ્પાંકન છે. ગર્ભગૃહને અલગ દર્શાવવા માટે ત્રણ સ્તંભોની આડશ લઈને મૂળ નાયકને સ્થાપિત કર્યા છે. બદામીની ગુફામાં બાહુબલીનું અંકન છઠ્ઠી સદીનું છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષે અહીં સલેખનાવ્રત લઈ મોક્ષે ગયા હતા. ગુફા મંદિરોની સાથે સમાંતરે નગરોમાં પણ મંદિરો બાંધવાની કળા ચાલુ જ હતી. વર્તમાન દેરાસરોનાં સ્થાપત્ય દેરાસરોનાં સ્થાપત્યમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે દ્રવિડ શૈલી. ૨૦૦ નગર શૈલી અને Page #102 -------------------------------------------------------------------------- ________________ શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ ) છે જ નગર શૈલી ઉત્તર ભારતનાં મંદિરોમાંનું સ્થાપત્ય નગર કે નગર શૈલીનું ગણાય જેમાં મુખ્યત્વે શિખરોની રચનામાં ફરક હોય છે. અહીં પંચરથ પ્રકાર ઉપરાંત શિખરની ગોળાકાર રચના અને તેની ઉપર કલશ જોવા મળે છે. ખજૂરાહોનું પાર્શ્વનાથનું મંદિર શાધાર પ્રાસાદ કલાનું કહેવાય. મંદિરોનાં સ્થાપત્યને વિગતવાર વર્ણવતા સોલંકીકાળના ગ્રંથો નીચે મુજબ છે – ૧) વાસ્તુશાસ્ત્ર - વિશ્વકર્મા ૨) વાસ્તુવિદ્યા - વિશ્વકર્મા ૩) અપરાજિત પૃચ્છા - ભુવનદેવ ૪) શ્રી દેવ્યાધિકાર ૫) વૃક્ષાર્ણવ - પૂર્વ સોલંકીકાળના ગ્રંથ દેરાસરોના અલગ અલગ ભાગો નીચે મુજબ છે - જગતી, લંબચોરસ, લૅટફૉર્મ, પેસેજ-નલી, પ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, ભમતી, વળનક, દેવકુલિકા, વિતાન, તોરણ, સ્તંભ. રાણકપુરનું ‘વૈલોક્યદીપક પ્રાસાદ' ચતુર્મુખ મંદિર એનાં સ્થાપત્ય અને કળા માટે અજોડ છે. શિખરોની રચના નલિની ગુલ્મ વિમાન જેવી છે. અહીં ત્રણ માળનો વળાનક છે, જેમાં અંદર દાખલ થવા માટે એક પૅસેજ-નલીમાંથી પસાર થવું પડે છે, જેનું કાર્ય દર્શનાર્થીઓને એક નજરમાં સંપૂર્ણ મંદિરનાં દર્શન કરાવાનું હોય છે. જ્યારે ભક્ત પગથિયાં ચઢીને વળનકના દરવાજે આવે છે ત્યારે એને લગભગ વીસથી પચ્ચીસ ફુટ લાંબી આ ઊંચી નળી-ટનલમાંથી પસાર થવું પડે છે. અહીં બંને તરફ ગવાક્ષમાં એકએક શાસનદેવ કે ઇન્દ્ર હોય છે. જેવો પૈસેજ પૂરો થાય કે તરત ઉપર ચઢવા માટે અષ્ટસોપાન નજરે ચઢે છે અને અંતે દર્શનાર્થી પોતાની જાતને કોઈ સ્વપ્નલોકમાં આવી ગયો હોય એવું અનુભવે છે. પછી એ દેરાસરની ભવ્યતાને ધરાઈને નિહાળે છે. આ વિશેષતા પશ્ચિમ ભારતમાં અગિયારમી સદીમાં વિકાસ પામી. રાણકપુર, મીરપુર, કેશરિયાજી, પાલિતાણા વગેરે સ્થળોએ આ પ્રકારની બાંધણી જોવા મળે છે, જ્યારે મંદિર ફરતે બાવન નાની દેરીઓ હોય તો એને બાવન જિનાલય અને બોતેર દેરીઓ હોય તો બોતેર જિનાલય કહેવાય છે. દ્રવિડ શૈલી દ્રવિડ શૈલીમાં સ્તંભ આકૃતિઓ કે ચતુષ્કોણ આકૃતિઓ હોય છે જે ઉપર તરફ ૨૦૧ e k _ અને જૈન ધર્મ છે જતાં ક્રમશઃ નાની થાય છે અને અંતે સ્કૂપિકા જેવો આકાર ગ્રહણ કરે છે. ઐહોલેનું મધુટી મંદિર સૌથી પ્રાચીન અને ત્યાર બાદ પટ્ટદકલનું મંદિર ગણાય ચે જે છઠ્ઠી સદીનું છે. શ્રવણબેલગોલાન દશમી સદીનું મંદિર વિશ્વની અજાયબી ગણાય. તે ઉપરાંત કાંચિપુરમ, હલિબિ, મૂળબદ્રિ, હુમચ, લકુંડિ, કારકલ વગેરે ઘણે સ્થળે બસદી અને બટેટા પ્રકારનાં મંદિરો છે. બસદી પ્રકારમાં વિપુલ પ્રમાણમાં સ્તંભો હોય છે અને કોઈક વાર જ પરિક્રમા જોવા મળે છે જ્યારે બટેટા પ્રકારમાં મંદિર નાની ટેકરી પર બાંધેલું જોવા મળે છે. મૂળ બદ્રિનાં શિખરો પિરામિડલ શૈલીનાં છે. દિગંબર સંપ્રદાયનાં મંદિરોમાં પ્રવેશમાં એક વિશાળ સ્તંભ હોય છે જે માનસ્તંભ કહેવાય છે. સંકલન જૈન શાસ્ત્રો પહેલાં મૌખિકરૂપે જ હતાં, પરંતુ મહામારી કે બીજી કોઈ કુદરતી આફત કે સમસ્યા ઉદ્ભવે તો એને સ્મરણમાં રાખવા માટે આપણા મહાન ગુરુજનોએ જૈન ધર્મનાં આચારો, સિદ્ધાંતો, પ્રભુપૂજનવિધિ, ગુરુપરંપરા, ગોચરી વહોરવાના નિયમો, ચતુર્વિધ સંઘનો પહેરવેશ, જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુઓનાં પાત્ર અને પ્રતિલેખના સાથેનાં પરિધાન, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી વગેરેને શિલ્પોમાં મઢી લીધાં જે સર્વ આજે પણ મથુરાના સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પો અને પ્રતિમાઓમાં જળવાયેલ છે. બે હજાર વર્ષથી વધુ જૂનાં મંદિરોના આ અવશેષોમાં મૂર્તિઓ, ઉત્તમ કારીગીરીયુક્ત સ્તંભ, તોરણ, બારશાખ, છત્ર, પૂતળી વગેરેનો વિપુલ જથ્થો જૈનોમાં કલા અને સ્થાપત્યની ઊંડી સમજ અને પ્રાકૃતિક શક્તિના સ્રોત થકી આત્મિકસિદ્ધિ મેળવવાની ખેવના હતી. સંદર્ભસૂચિ : કલ્હણ - રાજ તરંગિણી, પ્રથમ તરંગ - શ્લોક ૧૦૧-૧૦૫. મધુકરમુનિ - રાયપસેનિય સૂત્ર જિનપ્રભસૂરિ - વિવિધ તીર્થકલ્પ ડૉ. રેણુકા પોરવાલ – જૈન સ્તૂપ એટ મથુરા : આર્ટ ઍન્ડ આઈકોન્સ. (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગિરનાં જીવન અને કવન પર સંશોધન કરી Ph.D. કરેલ છે. જૈન શિલ્પ સ્થાપત્ય સ્તૂપ પર તેમના બે ગ્રંથો પ્રગટ થયા છે. તેઓ જૈન જગત હિંદી વિભાગના સંપાદન કાર્યમાં સંકળાયેલાં છે). ૨૦૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત અને જૈન ધર્મ - ડૉ. મધુબહેન જી. બરવાળિયા અનેકાંતવાદ એ વિશ્વને જૈન ધર્મની અણમોલ ભેટ છે. અહીં એક જ વસ્તુ કે વિચારને અલગઅલગ દૃષ્ટિકોણથી જોવાની વાત છે. અનેકાંતવાદની ખૂબ જ સાદી સમજ એ કે વ્યક્તિએ વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવો, એ અન્ય વ્યક્તિના સ્થાને બિરાજી એ વ્યક્તિની દૃષ્ટિથી તત્ત્વને અને વિચારને સમજવો. એની પાસે પોતાનું સત્ય હોય છે. એ સત્યને સમજવું, પોતાના દુરાગ્રહ રાખ્યા વગર. ચાર અંધજનને હાથી પાસે લઈ જઈને પૂછ્યું કે, આ હાથી છે? તો જેના હાથમાં સૂંઢ આવી, જેના હાથમાં પૂંછ આવી, જેના હાથમાં પગ આવ્યા, જેના હાથમાં જે આવ્યું એવો હાથી છે એવું દરેક કહેશે. એ બધાનું પોતાનું સત્ય છે, પણ એ એકબીજાનાં સત્ય જુદાં છે છતાં જે જે-જે કહે એ સત્ય છે જ. અહીં એક અંત નથી, અલગ અંત છે, આ અનેકાંતવાદ. બીજો દાખલો, એક વ્યક્તિ એક વ્યક્તિના પિતા છે, બીજાનો પતિ છે, ત્રીજાનો ભાઈ છે અને ચોથાનો પુત્ર છે. સંબંધમાં આ બધાને પોતપોતાનાં સત્ય છે, પણ વ્યક્તિ તો એક જ છે. કોઈ એમ નહીં કહી શકે કે મારો પિતા છે એટલે તારો પતિ કે ભાઈ નથી. (૧) પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવો, પૂરી સમજણથી સ્વીકાર કરવો અને (૨) વસ્તુ એક જ હોવા છતાં એનાં ભિન્નભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્ભવે જ છે અને આ ભિન્નભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે ‘નય’ બુદ્ધિ કહીશું. પ્રત્યેક વસ્તુ અનેક ગુણધર્માત્મક છે. નયની સહાયથી ભિન્નભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્નભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર caliber & Catagery મુજબ સમજી શકે છે. વસ્તુને અંશથી જ્યારે જોવાય ત્યારે મતભેદ ન સ્યાત્ રહે છે. આ મતભેદોને નિવારવાનું સાધન તે આ ‘નયજ્ઞાન’ છે. આજે અનેક વસ્તુનો અનેક રીતે સ્વીકાર કરતા આ નય શીખવે છે. ધર્મના આચરણમાં જૈન દાર્શનિકોએ બે નય કહ્યાં છેઃ (૧) વ્યવહારનય (૨) નિશ્ચયનય. વ્યવહાર-સાધન અને નિશ્ચય એ સાઘ્ય-સાધનો વડે સાધ્ય સિદ્ધ થાય છે. સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે અને સિદ્ધ થનારું સાધ્ય અને નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. ધ્યાન દ્વારા આત્માનો વિકાસ થાય ત્યાં ધ્યાન એ સાધન છે અને વિકાસ એ સાધ્ય છે. ૨૦૩ ...અને જૈન ધર્મ આજે આ જ નય દ્વારા આપણે મનને તપાસીએ છીએ. મન દૂષિત છે. એ એ જ જુએ છે જેમાં એને સુખ મળે છે, પરંતુ મનનો નિશ્ચય એ આનંદ છે અને એ માટે એને વ્યવહારને બદલવાનો છે. જ્યારે વ્યવહારમાં આચરણની વાત આવે ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન Code of Conduct આપણે નક્કી કરવો પડે. નિશ્ચયદૃષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનની દૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઈ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકવાનું કામ તે કરે છે. માણસે પોતાનું આંતરિક અને બાહ્ય બંને પ્રકારનું જીવન શુદ્ધ રાખવું જોઈએ, પરંતુ આ અનેકાંતવાદ સમજવો એટલો જ સરળ નથી. આ વિચાર પર જૈનાચાર્યોએ અને વિદ્વન્દ્વનોએ મહાગ્રંથો લખ્યા છે અને આ વિચારની વિશદ્ ભાષ્યછણાવટ કરી છે. આ અનેકાંતવાદ સાથે ‘નય’ શબ્દ જોડાયો છે. નય એટલે દષ્ટિ, વિચાર, વિચારક્રમ. એક વ્યક્તિ બીજી વ્યક્તિના વિચાર પાસે જાય તો સર્વપ્રથમ તો તેના ‘દ્વેષ’નો છેદ ઊડી જાય છે, જેવો આ કષાય મંદ પડ્યો એટલે નવાં કર્મોના પ્રવેશનો નિષેધ થયો. મન જેવું રાગ-દ્વેષથી મુક્ત થયું તેવું જ એના માટે મોક્ષનું દ્વાર ખૂલી ગયું સમજવું. આ મોક્ષમાર્ગે આગળ વધવા માટે સાત નયોને સમજવાં જરૂરી છે, જેને સપ્તભંગી કહે છે. ઘડો માટીમાંથી બને છે. જો આ થડો ફૂટી જાય તો માટી તો હજુ ઉપસ્થિત છે એટલે ઘડો નથી, તોપણ ઘડો છે જ, આવાં સાત નયો વ્યક્તિને આત્મજ્ઞાન પાસે લઈ જાય છે. આ નયના બે મુખ્ય બે વિભાગ છે : (૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સંભવે તે (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તેતે સાત નય. ૧) નૈગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર ૫) શબ્દ ૬) સમભિરૂઢ ૭) નું ભૂ ધર્મના આચરણ માટે જૈન દાર્શનિકોએ એને નિશ્ચય અને વહેવારનય એમ બે વિભાગમાં વહેચ્યાં છે. અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિદ્ધાંત ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. માટે વહેવારનયમાં એ સિદ્ધાંતની પૂર્તિ માટે વહેવારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ સિદ્ધાંતનો બાધક વિરોધી કે ઉન્મૂલક હોય એવા વ્યવહારનો આમ પણ એમાં સમાવેશ થતો નથી. પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. આ અનેક ધર્માત્મક એટલે પ્રત્યેક વસ્તુને એક નહીં પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખયાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે ‘કે’ આ અનેક ધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે. ૨૦૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ ©ed અનેકાંત અને જૈન ધર્મ માટે કે તે ઝેર એક જ હોય છે. પ્રમાણ અને અવસ્થાભેદે તે માણસને મારે પણ છે અને જીવાડે પણ છે. મારતી વખતે એ ઝેર કહેવાય છે અને જિવાડતી વખતે એ ઔષધ અમૃત કહેવાય છે. એક જ વસ્તુનો આ પરસ્પરવિરોધી સ્વભાવ થયો. મૂળ વસ્તુ એકની એક હોવા છતાં તેનાં જુદાંજુદાં સ્વરૂપો જુદાજુદા નામથી ઓળખાય છે. આ જુદાંજુદાં સ્વરૂપો પાછા પરસ્પર વિરોધી ગુણધર્મોવાળા હોય છે. લોખંડ એક વસ્તુ છે. તેમાંથી બનાવવામાં આવતાં ઢાલ, તલવાર, ચાકુ, કાતર અને સોય વગેરેમાં લોખંડ હોવા છતાં તે બધા જુદાંજુદાં નામે ઓળખાય છે અને વળી પરસ્પરવિરોધી કામ પણ કરે છે. તલવાર કાપે છે જ્યારે ઢાલ એને કાપવા દેતી નથી. કાતર ચીરા પાડી શકે છે જ્યારે સોય એ ચીરાને સાંધીને પાછા એક કરી દે છે. પિસ્તોલ આપણા હાથમાં હોય છે ત્યારે આપણું રક્ષણ કરે છે. પ્રતિપક્ષીના હાથમાં જાય તો એ જ પિસ્તોલ આપણું મોત નીપજાવે છે. અહીં પિસ્તોલનો ક્ષેત્રભેદ થયો. પેલા ઝેરમાં (પ્રમાણ) ભાવભેદ થયો હતો. માણસની પણ બચપણ, કિશોરાવસ્થા, યૌવન, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા જોઈએ છીએ. દેહ અને નામ એક જ હોવા છતાં કાળભેદ કાળની અપેક્ષાએ કેટલાં સ્વરૂપો થયાં ? તેમાં પાછા પરસ્પરવિરોધી, આ વિરોધી પણ માત્ર દૃષ્ટિ પૂરતા જ, દેખાવ પૂરતા જ નહીં. સ્વભાવ પણ પાછો પરસ્પરવિરોધી હોય છે. ‘સ્યાદ્વાદ'ને અનેકાંતવાદ અથવા સાપેક્ષવાદ નામથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની રજૂઆત કરવા માટેની સ્યાદ્વાદ એક પદ્ધતિ છે. અનેકાંત તથા સ્યાદ્વાદનો સંબંધ ‘વાચ્ય-વાચક' જેવો અથવા “સાધ્ય-સાધક' જેવો પણ મનાય છે. ઉપમાની દૃષ્ટિએ વાત કરીએ તો અનેકાંતને સુવર્ણની અને સ્યાદ્વાદને કસોટીની અથવા અનેકાંતને કિલ્લાની અને સ્યાદ્વાદને એ કિલ્લા તરફ દોરી જતા વિવિધ માર્ગો બતાવતા નકશાની સાથે સરખાવી શકાય છે. આપણે સાથે એક સ્પષ્ટ સમજી લઈએ કે અનેકાંતવાદ અને સ્યાદ્વાદ, એક જ તત્ત્વવિજ્ઞાનનાં અંગ હોઈ વસ્તુતઃ એક જ છે. સ્યાત્ અને વાદ એમ શબ્દોના સમુચ્ચયથી બનેલા પ્રથમ શબ્દ ‘સ્યાનો અર્થ ક્વચિત્ કોઈ એક પ્રકાર - In some respect• એવો થાય છે. આમાં જે પ્રકાર શબ્દ છે તે કોઈ એક અવસ્થા, સ્થિતિ, સંયોગ દર્શાવે છે. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન પ્રૉફેસર સ્વ. આનંદશંકર ધ્રુવસાહેબે પોતાના એક વખતનાં વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સિદ્ધાંત વિશેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, ‘સ્યાદ્વાદ, એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ પર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતો નથી. એ નિશ્ચિત છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે.” - ૨૦૫ - #DB009 – અને જૈન ધર્મ છીછરછી) બીજો પણ સાચો હોઈ શકે, બીજી દાર્શનિક પરંપરા ને અન્ય ધર્મોની વાત સહિષ્ણુતાથી સાંભળવી (તેને માની લેવી એવું જરૂરી નથી). તેમ કરવાથી ધર્મઝનૂન નિવારી શકાય. અનેકાંત સમજીને દરેક પાસાંનો વિચાર કરવાથી વ્યાવહારિક જીવનમાં પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ જેવા સંબંધોમાં સામંજસ્ય સર્જાશે. શિષ્ય-ગુરુ, ભક્ત-ગુરુ, નોકર-માલિક (શેઠ), સંસ્થાના કાર્યકરો, રાજકીય પક્ષો, શિક્ષક-વિદ્યાર્થી, નેતા-અમલદાર-પ્રજા વચ્ચે દરેક તબક્કે હાર્મની જળવાઈ રહેશે. અનેકાંત દ્વારા રાષ્ટ્રની સીમાઓ, જળ, જમીન, આકાશ અને કુદરતી સંપત્તિની વહેંચણી માટેનાં ઘર્ષણ અટકશે. અનેકાંતનું આચરણ વ્યક્તિને અન્ય ધર્મ પ્રત્યે થતી નફરત રોકશે, પણ જ્યાં જ્યાં સારું છે તે મારું છે, મારું છે તે જ સારું છે નહીં, પણ અનેકાંતની સમજણથી હંસદૃષ્ટિનો વિવેક, પ્રમોદભાવ અને માધ્યસ્થભાવ પ્રગટશે. ' લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે. વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે. અયોગ્ય માર્ગે કોઈનું બ્રેઈન વૉશ કરવું કે પäત્રો રચવાં એ હિંસા છે. | વિચારોના વિક્ત અર્થઘટન અને અભિવ્યક્તિ દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ. સાધનાના માર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થૂળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પુરુષાર્થ છે. અને ભગવાન મહાવીરે ચીંધેલી અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે. કુટુંબકલેશથી માંડીને કૉસ્મિક વિશ્વની વહેંચણીનો કલહ અનેકાંતના આચરણથી સામંજસ્યમાં પરિણમશે. આમ ભગવાન મહાવીરનો અનેકાંતવાદ વિશ્વશાંતિનો મુલાધાર છે. સંદર્ભ ગ્રંથ : પ્રબુદ્ધ સંપદા - સંપાદક: બકુલભાઈ ગાંધી, ડૉ. સેજલ શાહ (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. મધુબહેન ‘સોહમ મહિલા ગ્રુપ’ સાથે સંકળાયેલાં છે. તેમણે ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું છે). ૨૦૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ અને જૈન ધર્મ - મણિલાલ ગાલા ૩૮ વર્ષ પહેલાં માર્ચ, ૧૯૮૦માં પત્રકારત્વમાં પદાર્પણ કર્યું. મુંબઈના ફ્રી પ્રેસ ગ્રુપનું ‘જનશક્તિ' ગુજરાતી અખબાર મારી કારકિર્દીનું પ્રથમ અખબાર. ઉપતંત્રી અને સંવાદદાતા તરીકે શરૂઆત કર્યા બાદ પછીનાં વર્ષોમાં ‘મુંબઈ સમાચાર”, “સંદેશ” અને હાલ જન્મભૂમિ અખબાર જૂથનાં “જન્મભૂમિ” અને આર્થિક અખબાર ‘‘વ્યાપાર''માં છેલ્લાં ૧૫ વર્ષથી વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ બજાવું છું. ‘જન્મભૂમિ'માં અન્ય સમાચારો ઉપરાંત ૧૫ વર્ષથી “જૈન જગત” કૉલમનું સંપાદન કરું છું. દર શુક્રવારે આ કૉલમ પ્રસિદ્ધ થાય છે જેમાં જૈનોના ચારેય ફિરકાઓના ધાર્મિક તેમ જ સામાજિક સમાચારોને સ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રતિષ્ઠિત મુખપત્ર પખવાડિક “જૈન પ્રકાશ''નું સંપાદનકાર્ય છેલ્લાં ૧૨ વર્ષથી સંભાળું છું. છેક ૧૯૧૩માં શરૂ થયેલા ૧૦૫ વર્ષથી અવિરત પ્રગટ થતા “જૈન પ્રકાશ''ની ૧૨,૦૦૦ નકલો દેશ-વિદેશમાં લાખો જેનો વાંચે છે. આટલી પૂર્વભૂમિકા એટલા માટે આપવી જરૂરી જણાઈ કે જૈન સમાજ અને ચતુર્વિધ સંઘના સમાચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાની મારી વિશેષ જવાબદારી બની રહી છે. ચતુર્વિધ સંઘના ચાર સ્તંભ – શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓને લગતા સમાચારોમાં ક્યારેય કોઈને અન્યાય ન થાય, કોઈને વિશે ઘસાતું ન લખાય કે વ્યક્તિગત ષ તેમાં ન ભળે એની પણ કાળજી લેવી પડે છે અને એમાં હું ખરો ઊતર્યો છું એવું મારું માનવું છે. અનેક વાર એવા પ્રસંગો બન્યા છે કે શ્રાવકાચાર કે સાધુ-સાધ્વીજી ભગવંતોની સમાચારીમાં શિથિલતા અંગેના સમાચાર મળ્યા હોય, પરંતુ તેને અખબારના પાને ચડાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાથી દૂર રહ્યો છું. ત્યારે એમ માનીને સમાધાન કર્યું છે કે પ્રમાદ કે કર્મોદયને કારણે અથવા માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવી ગઈ હશે. ત્યારે સંબંધિત વ્યક્તિનો વ્યક્તિગત સંપર્ક કરીને એ ઊણપ દૂર કરવાના પ્રયાસ થવા જોઈએ, નહીં કે છાપે ચડાવીને. આમ છતાં જરૂર જણાઈ છે ત્યારે આ ચાર સ્તંભોમાંથી કોઈની ઊણપ દેખાઈ $$ $$0 0 _ અને જૈન ધર્મ શ09 હોય તો તે પ્રત્યે અંગુલીનિર્દેશ જરૂર કર્યો છે. શાસનદેવની પરમકૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદને કારણે આજે આટલાં વર્ષોથી જૈન સમાજના સમાચારો અવિરતપણે આપી રહ્યો છું. પત્રકારમાં વાચકોને શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. તેઓ માને છે કે પત્રકારે લખલું બધું સત્ય હોય છે અને ત્યારે પત્રકારની સમાજ પ્રત્યેની જવાબદારી ઑર વધી જાય છે. પત્રકાર સત્યનો શોધક અને સંશોધક હોય છે. જેને પત્રકારત્વનો અર્થ પત્રકારત્વમાં જૈન દૃષ્ટિ. જૈન પત્રકારને હૈયે ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત વસેલું હોય. શ્રાવકાચાર-શ્રાવિકાચાર પ્રત્યેની સભાનતા, સાધુ-સાધ્વીજીઓની સમાચારી પ્રત્યે જાગૃતિ અને ક્યાંક શિથિલાચાર થતો હોવાનું જણાય તો તેને ચારિત્રમાં સ્થિર કરવાનો સમ્યક પુરુષાર્થ કરે એ ખરો જૈન પત્રકાર ગણાય એમ હું માનું છું. સમાજ અને વાચકોમાં સનસનાટી ફેલાવીને અખબારોનું સર્ક્યુલેશન વધારવાની આજે હોડ લાગી છે. એમાં સારાસાર અને વિવેક બાજુ એ રહે છે ત્યારે જિન શાસનની છબી ખરડાય તેવા લેખ કે ચતુર્વિધ સંઘના ચારે સ્તંભો વિશે ઘસાતું. લખવાનું ટાળે અને તે પત્રિકામાં પ્રગટ કરે નહીં કે તેની ચૅનલમાં રિલીઝ કરે નહીં તેવી સમતા દાખવનારને હું ખરો જૈન પત્રકાર માનું છું. જૈન દર્શનના ચાર પાયા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે તેમ જૈન સમાજના ચાર પાયા છે, શ્રાવક, શ્રાવિકા, શ્રમણ અને શ્રમણી. ઉતાવળે, વિવેકબુદ્ધિ વિના અને સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના સમાચારપત્રો કે ઉલેક્ટ્રોનિક ચૅનલમાં સમાચાર પ્રસારિત કરવા ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય એ રીતે વર્તમાન સમસ્યાઓ કે તિથિ-તીર્થની ચર્ચાનું સમ્યક વિશ્લેષણ કરે એ સાચો જૈન પત્રકાર. પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણમાં આવ્યા વિના, તટસ્થ રીતે અહેવાલ આપે એ ખરો કર્મશીલ પત્રકાર છે. અદભુત નિરીક્ષણ અને સંવેદના સાથે વૃત્તાંતને વિવેકબુદ્ધિ અને તટસ્થતાના કિનારા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ આદર્શ પત્રકાર કરી શકે છે. વિખ્યાત સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે, પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ, ચારણોનો ચારણ, દીનદુખિયા અને મૂક વર્ગ પર થતા જુલમ અને અત્યાચાર સામે તે સેનાપતિ થઈને પત્રકારત્વ ધર્મ નિભાવે. રાજકર્તાઓની અયોગ્ય નીતિઓ સામે લોકમત કેળવી પ્રજાનો પ્રતિનિધિ ૨૦૭ ૨૦૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ હત પત્રકારત્વ અને જૈન ધર્મ 9 0 હજ થઈ લોકોમાં ચેતના જગાવે છે. આમ લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુની ચતુર્વિધ પદવીનો ધારક પત્રકાર બની શકે છે અને એટલે જ અખબારોને ચોથી જાગીર” (ફોર્થ એસ્ટેટ) તરીકે નવાજવામાં આવ્યાં છે. પત્રકાર એટલે બધી ખબર રાખે અને બધાની ખબર લે. સહસ્ત્ર તલવાર કરતાં એક કલમ વધારે તાકાતવાન છે. સમાચારપત્રો અને સામયિકો એવાં હોવાં જોઈએ જે પ્રજાના સંસ્કાર ઘડતરનું કાર્ય કરે, વિકૃતિનું સંસ્કૃતિમાં, વ્યભિચારનું સદાચારમાં, અન્યાયનું ન્યાયમાં, અશ્લીલતાનું સંસ્કારિતામાં પરણિમન કરે. જે પત્ર સત્યનું પુરસ્કૃત બની તેનો પ્રચાર-પ્રસાર કરવા સક્ષમ નથી કે તેના પુરુષાર્થ પર નિર્ભર નથી તે પ્રત્યેક પ્રજાનું હર હણવા માટે મોકલાયેલા વિશ્વના પ્યાલા સમાન છે. જૈન પત્રો અને જૈન પત્રકાર અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય તેમ જ ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહના સ્થાને ત્યાગ અને દાન, વૈચારિક સંઘર્ષના સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યક પુરુષાર્થ કરે છે. જૈન પત્રકારનું કાર્ય ઉપભોકતાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ લઈ જઈ જનજનનાં હૈયાંમાં વિવેક અને સંયમના ભાવોને પ્રવાહિત કરવાનું છે. સાચો પત્રકાર કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી પૃથક્કરણ કરી માર્મિકતાથી સમાજજીનવના હિતમાં યોગ્ય લાગે તે નીડર રીતે પ્રગટ કરે. જૈન પત્રો-સામયિકો તરફ એક દૃષ્ટિપાત જૈન પત્રકારત્વ પણ દોઢ સદી કરતાં વધુ પ્રાચીન છે. આજથી બરાબર ૧૫૯ વર્ષ પહેલાં અમદાવાદથી “જૈન દીપક' નામના માસિકનું પ્રકાશન ૧૮૫૯માં શરૂ થયું અને જૈન પત્રકારત્વની જ્યોત પ્રગટી. ત્યારથી આજ સુધીમાં જૈનોના બધા ફિરકા અને જૈન સંસ્થાઓના મળીને ૭૦૦થી વધુ પત્રો-સામયિકો પ્રગટ થયાં છે અને આધુનિક યુગમાં ઇન્ટરનેટ પર માત્ર ઑનલાઈન પત્રોની સંખ્યા પણ મોટી છે. સંચાલનની દૃષ્ટિએ જૈન પત્રકારત્વને નીચે પ્રમાણેના વિભાગોમાં મૂકી શકાય - (૧) ફિરકા અને સંપ્રદાયનાં પત્રો (૨) વ્યક્તિગત માલિકીનાં પત્રો-પત્રિકાઓ (૩) જ્ઞાતિની સંસ્થાઓ-મંડળો, સમાજનાં પત્રો (૪) પૂ. ગુરુભગવંતો, પૂ. સતીજીઓ પ્રેરિત પત્રો-પત્રિકાઓ - ૨૦૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી (૫) દેશ-વિદેશની જૈન સંસ્થાઓ અને ફેડરેશનોનાં મુખપત્રો. અહીં બધાં પત્રોનો ઉલ્લેખ શક્ય નથી, પરંતુ કેટલાંક જાણીતા પત્રોની વિગત અહીં રજૂ કરું છું, જેમાં બુદ્ધિપ્રભા, જૈન દીપક, જૈન દિવાકાર માસિક, જૈન સુધારસ, જૈન હિતેચ્છુ, જ્ઞાન પ્રકાશ, ધર્મોદય, તત્ત્વ વિવેચક, આનંદ, શ્રાવક, સનાતન જૈન, કવિઓ જૈન પત્રિકા, શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, જૈન પતાકા, સમાલોચન, પ્રબુદ્ધજીવન, વિશ્વ વાત્સલ્ય, જૈન પ્રકાશ, આત્માનંદ પ્રકાશ; પ્રાણપુષ્પ, જૈન ક્રાંતિ, જિન શાસન સંદેશ, મુક્તિદૂત, પ્રેરણાપત્ર, શાસન પ્રગતિ, ગુરુપ્રસાદ, જિનવાણી, શ્રમણોપાસક, દિગંબર જૈન મહાસમિતિ પત્ર, સાધુમાર્ગીય પત્રિકા, જૈન મિત્ર, રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરિત ‘લૂક એન લર્ન' સાપ્તાહિક, તેરાપંથ ટાઈમ્સ, તુલસી પ્રજ્ઞા, જીવદયા, હિંસા નિવારણ, જાગૃતિ સંદેશ, દિવ્યધ્વનિ, અક્રમવિજ્ઞાન, વિનિયોગ પરિવાર, રાધનપુર જૈન દર્શન, દશા શ્રીમાળી વગેરેનો ઉલ્લેખ કરી શકાય. આ તમામ પત્રો લોકકેળવણીનું અદ્ભુત કામ કરી રહ્યાં છે. તેઓએ ધર્મની સમજ આપવા સાથે સમાજસુધારણાનું નોંધપાત્ર કાર્ય કર્યું છે અને કરી રહ્યાં છે. સમયના વહેણ સાથે આ તમામ પત્રોનાં રૂપ, રંગ, સામગ્રી બદલાયાં છે. શાસન સમાચાર, જૈન શિક્ષણ, યુવા અને મહિલા ઉત્કર્ષનાં લખાણો, બાળકો માટેના વિભાગ, ઉપરાંત શ્રાવકાચાર અને સાધુજીવનની સમાચારીની સમજણ પણ આપી રહ્યાં છે. અંતમાં ચતુર્વિધ સંઘના ચારે સ્તંભ-સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાના અનુક્રમે સમાચારી અને શ્રાવકાચારના નિયમોનું પાલન દ્વારા અનુશાસનમાં રહેવાનો દૃઢસંકલ્પ કરીએ. હું બાર વ્રતધારી શ્રાવક બનું, મને સાધુપણું પ્રાપ્ત થાય અને અંતે મને સમાધિમરણ મળે તેવા શ્રાવકના ત્રણ મનોરથ વારંવાર ચિંતવીએ અને વિશ્વકલ્યાણકર જિન શાસનરૂપી પેઢીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરીએ. આ સમગ્ર લખાણમાં જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ માગીને વરમું છું. સંદર્ભ : સન્ડિક સહચિંતન લેખક : ગુણવંત બરવાળિયા (જન્મભૂમિ જૂથના વરિષ્ઠ પત્રકાર મણિલાલ ગાલા જૈન પ્રકાશ તથા જન્મભૂમિ જૈન જગતના સંપાદક છે). Page #107 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાનો અને જૈન ધર્મ - ચીમનલાલ કલાધર આપણા ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં જૈન ધર્મ પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. જૈન ધર્મે પોતાની આધ્યાત્મિક, મૌલિક વિચારધારાથી સૌને પ્રાભાવિત કર્યા છે. જૈન ધર્મનાં જે પ્રાચીન-અર્વાચીન તીર્થો છે તેને લીધે જૈન ધર્મની એક નવી આભા સમગ્ર વિશ્વમાં છવાઈ છે. જૈન ધર્મનું ભારતના સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મોટું યોગદાન છે. પોતાના તાત્ત્વિક સિદ્ધાંતોથી જૈન ધર્મ વિશ્વપ્રસિદ્ધ છે. તેમાંય આ ધર્મ દ્વારા સર્જાયેલ તીર્થોએ અને પરમાત્માની પ્રશમરસનિમગ્ન જિન પ્રતિમાઓએ આ જગતને અહિંસાનો ઉપદેશ આપી હિંસાથી દૂર રહેવાનો માર્મિક સંદેશ આપ્યો છે. ભારતભરના જૈન ધર્મે ધર્મ, સંસ્કૃતિ અને કલાને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. જૈન તીર્થોની બાંધણી, કોતરણી અને મનોહર પ્રતિમાઓ ગમે તેવા નિષ્ફર હૃદયના માણસનું પણ પરિવર્તન કરવા સમર્થ છે. જેનોએ પોતાની સમગ્ર શક્તિ અને સંપત્તિનો વ્યય કરીને ગાઢ અરણ્યો, ગગનચુંબી પર્વતો, ફળદ્રુપ પરિસરો, પુયસલિલ સરિતાઓ અને નૈસર્ગિક સૌંદર્યથી એક અનોખી આભા ધરાવતાં પ્રકૃતિ ક્ષેત્રોમાં અદભુત શિલ્પ-સ્થાપત્યનાં અને કલાવૈભવનાં ધામ માં અલૌકિક એવાં જિનમંદિરોની એક અનેરી હારમાળા રચી છે. જૈન ધર્મે પોતાના આગમ ગ્રંથો અને અન્ય ગ્રંથો દ્વારા વિશ્વને ધર્મ અને તત્ત્વજ્ઞાનનો મહાસંદેશ આપ્યો છે, તો નયનરમ્ય તીર્થસ્થાનોનું નિર્માણ કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધામાં વૃદ્ધિ કરી છે. જૈનોએ સર્જેલી અદ્ભુત મંદિરાવલીઓથી શોભતા ને અવેર-અહિંસાનો સતત ઉપદેશ આપતાં સ્થાપત્યોનું મૂલ્ય વિશ્વના ઈતિહાસમાં અજોડ છે, બેમિસાલ છે. જેનોની મંદિરનિર્માણની આ અદ્ભુત પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. પોતાના ઉપાસકોના ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવા જૈનોએ સર્જેલ તીર્થસ્થાનોનું ઘણું મોટું યોગદાન છે. કાળપ્રવાહના કારણે ઘણાં જૈન તીર્થો ખંડિત થયાં છે, ઘણાં લુપ્ત થયાં છે. જૈન સમાજ પાસે પોતાનાં જે કંઈ તીર્થો બચ્યાં છે અને જેન શ્રેષ્ઠીઓના હાથે જીર્ણોદ્ધાર પામ્યાં છે તે જૈન તીર્થો માત્ર જેનો માટે જ નહીં, વિશ્વશાંતિ ઇચ્છતા - ૨૧૧ S – અને જૈન ધર્મ * * દરેક માનવી માટે પ્રેરક અને માર્ગદર્શક છે. જૈન ઈતિહાસકારો અને પુરાતત્ત્વવિદો આ જૈન તીર્થોનું સંશોધન-સર્વેક્ષણ કરી જૈન ધર્મની તીર્થગરિમાને એક નવો ઓપ આપી રહ્યા છે. આત્મકલ્યાણનાં આવાં જીવંત સ્મારકો અને જૈનોની તીર્થભાવનાનાં જે પ્રમાણો જન અનુકૃતિઓમાંથી મળે છે એ પરથી જેનોની તીર્થ અને તીર્થંકરો પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ આજે પણ અવિચલ જોવા મળે છે. આવી મહામૂલી જૈન સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની કલા જૈનોએ હસ્તગત કરી છે. જૈન શાસ્ત્રોમાં ‘તીર્થ ગિરિ તીર્થન' એવી તીર્થની વ્યુત્પતિ કરી છે, તેનો અર્થ એ છે કે જેના વડે અસાર એવો આ સંસાર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. આવા તીર્થના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : (૧) જંગમ તીર્થ અને (૨) સ્થાવર તીર્થ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના ચતુર્વિધ સંઘને જંગમ તીર્થ કહેવામાં આવે છે અને આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર તીર્થકર ભગવંતો કહેવાય છે. એ તીર્થકરોથી સંબંધિત સ્થાનો કાળક્રમે સ્થાવર તીર્થરૂપે ખ્યાતિ પામ્યાં અને ત્યાં જૈનો દ્વારા વિશાળ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. તીર્થકરોના જીવન સાથે સંબંધિત ન હોવા છતાં તેમની પ્રેરણાદાયક પ્રભાવક પ્રતિમાઓ જ્યાંજ્યાં પ્રતિષ્ઠિત થયેલી છે તેવા સ્થાનો પણ પરંપરાથી તીર્થરૂપ સુપ્રસિદ્ધ થયાં છે. જૈન ધર્મમાં તીર્થયાત્રાને જીવનનું એક આવશ્યક અંગ માનવામાં આવ્યું છે. તીર્થયાત્રાનો અચિંત્ય મહિમા ગાતા જૈન મહર્ષિઓ કહે છે કે - श्री तीर्थपान्थरजसा विरजी भवन्ति । तीर्थेषु बम्भ्रभवतौ न भवे भ्रमन्ति । द्रव्यव्यया दिह नरा स्थिरसम्पदः स्युः । पूज्या भवन्ति जगदीशमयाचर्यन्तः ॥ અર્થાત્ તીર્થયાત્રિકોના પગની રજ વડે રજવાળા થનારા મનુષ્યની કર્મરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનાર મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્યવ્યય કરવાથી મનુષ્યો સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ પરમાત્માની પૂજા-ભક્તિ-આરાધના-તપશ્ચર્યા વગેરે કરનાર સ્વયં પૂજ્ય બને છે. જૈન ધર્મમાં ‘તીર્થયાત્રા’ શબ્દ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. યાત્રા કાર Page #108 -------------------------------------------------------------------------- ________________ કged તીર્થસ્થાનો અને જૈન ધર્મ છે એ પર્યટન તો હરગિજ નથી. યાત્રા અને પર્યટનમાં ગૂઢ શબ્દભેદ છે, તે સમજવો જરૂરી છે. જે અટનભ્રમણ કે પરિભ્રમણ આંતરિક વિશુદ્ધિના હેતુથી થાય તેને યાત્રા કહેવાય છે અને જે અટનભ્રમણ કે પરિભ્રમણ બાહ્ય દૃષ્ટિએ કેવળ મનોરંજન માટે થાય તેને પર્યટન કહેવાય છે. યાત્રા શબ્દ ભવસમુદ્ર તરવાના હેતુરૂપ છે. યાત્રાસ્થળે યાત્રિકોએ વિધિપૂર્વક જવું જોઈએ. ત્યાં પહોંયા પછી મનવચન-કાયાની પૂરી પવિત્રતા જાળવવી જોઈએ. તીર્થસ્થળો મોજમજા કરવાનાં, માલ-મલીદા ઉડાવવાનાં કે ધીંગામસ્તી કરવાનાં સાધનો નથી. તીર્થયાત્રા વેળાએ તીર્થ અને તીર્થેશ્વરની પૂરી આમાન્યા જાળવવી જરૂરી છે. તીર્થમાં આવ્યા પછી પરમાત્માની ભાવપૂર્વક આરાધના કરવી જોઈએ. જીવનવિકાસ, આત્મોન્નતિ, દોષાય અને ગુણવૃદ્ધિ જેવાં ધ્યેયો સાકાર કરવાં આ તીર્થયાત્રા અવશ્ય ઉપકારી નીવડે છે. કોઈ પણ સંજોગોમાં તીર્થની આશાતના ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં એટલે જ કહેવાયું છે કે - अन्य स्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं, वजलेयो भविष्यति ।। અર્થાત્ અન્ય સ્થાને કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ તીર્થસ્થાનમાં પાપ કર્યું હોય તો તે વજલેપ જેવું અર્થાત્ નિકાચિત બની જાય છે. તીર્થંકરભગવંતો અને મુનિમહાત્માઓ પોતાના પાદવિહારથી જે ભૂમિ પાવન થઈ હોય ત્યાં પ્રાચીનકાળથી ભક્તવર્ગ એમનાં સ્તૂપ, નિષધા અને મંદિરો નિર્માણ કરતા અને સમય જતાં આ સ્થાનો પવિત્ર તીર્થસ્થાન તરીકે જેનાના હૃદયમાં અંકિત થઈ જતાં. ધર્માનુરાગી લોકો આવાં તીર્થસ્થાનોની ભાવથી યાત્રા કરતા અને પોતાના હૃદયમાં તીર્થંકરભગવંતો પ્રત્યે પ્રેમ, ભક્તિ અને ભાવના વ્યક્ત કરતા. મોટા ભાગે જૈન તીર્થસ્થાનો પર્વત પર રચાયાં છે અને એથી જ પ્રકૃતિની ગોદમાં આવાં ગિરિતીર્થો તરફ જૈનોની ભાવનામાં સતત અભિવૃદ્ધિ થાય તેમાં શી નવાઈ ! જૈનોમાં પર્વતીય પ્રદેશોનો ભારે મહિમા છે. વસ્તુતઃ આવાં ગિરિસ્થાનોએ તપ-જપ-ત્યાગ અને સાધનાની કઠોર ભૂમિકાને સાકાર કરવા માટે મોટી ભૂમિકા ભજવી છે. આવાં પર્વતીય તીર્થસ્થાનોમાં મંદિરોનાં શિખરો ઉત્તુંગ ગિરિશિખરોની યાદ આપે છે. ગર્ભગૃહ એ ધ્યાનસ્થ મહાત્માઓની સાધનામાંથી ઊભું થયું હોય છે અને તીર્થનો સભામંડપ એ મહાત્માના ઉપદેશ શ્રવણ કરવાની વ્યાખ્યાનપીઠ હોય તેવી શાસ્ત્રકારોએ કલ્પના ૨૧૩ S 9 – અને જૈન ધર્મ * * કરી છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આવાં અભુત તીર્થસ્થાનો તીર્થંકરભગવંતોની સમવસરણની રચનાનું અનુકરણ હોય તેમ જણાય છે. બૃહત્ કલ્પસૂત્ર'માં જિન મંદિરોનાં શાશ્વત ચેત્યો, સાધર્મિક ચેત્યો, મંગલ ચેત્યો અને ભક્તિ ચૈત્યો એમ ચાર પ્રકાર વર્ણવામાં આવ્યા છે. જિનાલય નિર્માણ માટે ‘રાયપેરીણઈય સૂત્ર', જીવાજીવાભિગમ સૂત્ર’ વગેરેમાં જાણવા જેવી અનેક માહિતી સંગ્રહાયેલી છે. મધ્યયુગીનકાલનાં જિનમંદિરો વિષે ‘નિર્માણ'માં કલિકા’, વાસ્તુસાર’ જેવા પ્રાચીન ગ્રંથોમાં અનેક વિષયોનું પદ્ધતિસર વર્ણન જોવા મળે છે. જેનોના કોઈ પણ તીર્થની યાત્રા કરતા, તેના ઇતિહાસમાં ઊંડા ઊતરતા સેંકડો અને હજારો વર્ષના કાળના પડદા ખૂલી જાય છે અને એ સમય અને ભૂમિની વિરલ ઘટનાઓનું હૃદયગમ્ય દૃશ્ય નજર સમક્ષ ખડું થઈ જાય છે. જૈનાનાં તીર્થો કલા કે વૈભવના માત્ર નમૂના નથી, પણ જેનોની ચુસ્ત જીવનચર્યા અને આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો છે. કાળની ઝંઝાવાતમાં પણ જૈન સંસ્કૃતિનાં આ અપ્રતિમ પ્રતિકોએ અણનમ રીતે જૈન સંઘની, જૈન તીર્થોની રક્ષા કરી છે, જૈન સંઘોને એક જ સાંકળે ગૂંથી રાખ્યા છે. આવાં પવિત્ર અને અલૌકિક તીર્થસ્થાનોની રક્ષા કરવામાં અને કાળથી જીર્ણશીર્ણ થતાં તીર્થોને ઉદ્ધારવામાં જૈન સંઘોએ પોતાનો સર્વસ્વનો ભોગ આપ્યો છે, તેમ ઇતિહાસકાર કહે છે. જૈન સંઘે આવાં પવિત્ર તીર્થસ્થાનોના જીર્ણોદ્ધાર માટે પોતાની અઢળક સંપત્તિનો સવ્યય કરીને પોતાની પ્રતિમ તીર્થભક્તિ અને પ્રેરક ઉદારતાનાં વખતોવખત દર્શન કરાવ્યાં છે. જૈન સંઘો પોતાનાં આત્મસન્માન પર, પોતાની ખુમારી પર અને પોતાના કર્તવ્યધર્મ પર આજ સુધી અટલ રહી શક્યા છે. તેનાં કારણોમાં તેની ઉત્કૃષ્ટ ધર્મશ્રદ્ધા અને શ્રુત સમર્થ મુનિમહાત્માઓના ઉપદેશને આભારી છે. જૈન તીર્થો જૈન ધર્મની ઉત્તુંગ ભાવનાને અને અતૂટ ધર્મશ્રદ્ધાને સર કરનારાં વિરલ શિખરો છે, જેનોનાં એ કલાત્મક મંદિરોમાં બિરાજમાન હીરા, પન્ના, નીલમ, સ્ફટિક, સુવર્ણ, રોપ્ય, ધાતુ અને પાષાણની પ્રશમરસનિમગ્ન ભાવવાહી મૂર્તિઓ ભક્તજનોની આસ્થા અને શ્રદ્ધા સતત પ્રજ્વલિત કરતી રહી છે. જેની અલૌકિક સ્તંભાવલીમાં જીવનસત્યોનો આવિષ્કાર, જેના ગુંબજોમાં મૃત્યુંજય મહાત્માઓની ભક્તિ કરતાં દેવ-દેવીઓનાં સુંદર શિલ્પસ્થાપત્યો સાથે નાટ્યશાસ્ત્રનો નિચોડ અવલોક્વા મળે છે. ટોલેટોડલે આત્મદર્શનની આછેરી ઝલક આપતાં કમળ, શંખ, દીપક, સંઘાવર્ત વગેરેની ઊડીને આંખે વળગતી અદ્ભુત ચિત્રકલા અને અવનવાં આભૂષણો, મધુર સુરાવલીઓ રેલાવતાં વાજિંત્રો અને પશુ-પંખીઓની પ્રસન્ન હારમાળાઓ આલેખવામાં આવી છે. આ બધાં જ Page #109 -------------------------------------------------------------------------- ________________ * #824 તીર્થસ્થાનો અને જૈન ધર્મ છે મંદિરોનાં ઉત્તુંગ શિખરો જૈનોની ઊર્ધ્વગામી કઠિન સાધનાની સતત પ્રતીતિ કરાવતાં હોય તેમ અડીખમ ઊભાં છે. આવાં જિનમંદિરો જૈન ધર્મની શિલ્પ સ્થાપત્યકલા, અનુપમ સૌંદર્યની પ્રણાલિકા અને ધર્મનો અભિજાત્ય અધિકાર નિઃશંકપણે પ્રગટ કરે છે. આવાં તીર્થો આર્યાવર્તની પ્રજાની સાદાઈ, સદાચાર અને સંસ્કાર જાળવી રાખી, તમસનો પરિત્યાગ કરી, ૨જસનું દમન કરી સત્ત્વગુણના પ્રાગટયનો આદેશ યુગયુગોથી આપી રહ્યાં છે. જૈનોનાં આવાં પ્રેરણાદાયી તીર્થો પ્રત્યેક પહાડો અને પ્રત્યેક મંદિરાવલીઓએ જૈન ધર્મ, શાસન અને સમાજની સાત્વિકતા, સભ્યતા અને ધર્મભાવનાની એક અનોખી વિચારપરંપરાની પૂરા વિશ્વને ભેટ આપી છે. જેનાનાં ઉત્થાન, વિકાસ અને ભાવના આ તીર્થોની મનમોહક પ્રતિમાઓ, શિલ્પસ્થાપત્યોની ભાવવાહી કલાકૃતિઓ, તીર્થસ્થાનોની આસપાસનાં પવિત્ર પરિસરો અને તેનાં નૈસર્ગિક ઉદ્યાનો એ બધાં જ આત્મકલ્યાણનાં પ્રતીકો તરીકે જેન શાસ્ત્રકારોએ જણાવ્યાં છે. આવી અભુત પરંપરા આંખોથી નિહાળી શકાય, શ્રુતિથી સમજી શકાય તેમ છે. જેના પ્રાચીન તીર્થાવલીમાં શત્રુંજયની પવિત્રતા, સમેતશિખરની પ્રાચીનતા, ગિરનારની ઉત્તુંગતા, આબુની કલામયતા અને તારંગાનાં જિનમંદિરોની બેનમૂન શિલ્પરેચનાની યશોગાથા દિગંતમાં પ્રસરેલી છે. આવાં તરણતારણ તીર્થોની યાત્રાથી યાત્રિકો અનેરી આહલાક્તા અનુભવે છે તો કલાપ્રેમીઓ આ કલાવૈભવથી આફરીન પુકારી ઊઠે છે. જેનોએ આવાં ગિરિશૃંગો પર અને વન્યભૂમિમાં જંગલમાં મંગલસમી આવી અદ્ભુત અને અલૌકિક સમૃદ્ધ જિનમંદિરોની હારમાળા ખડી કરી દીધી છે. આપણાં આગમશાસ્ત્રોના વિશારદ પૂ. મુનિ શ્રી જંબુવિજયજી મહારાજનું આ વિષે સુંદર કથન છે કે, “મૂર્તિપૂજાના ખોળામાં જ શિલ્પકલા સચવાઈ રહી છે.” “મૂતિઓ અને મંદિરોની વિવિધ રચનાઓ આપણા રાષ્ટ્રની ધર્મભાવનાને સવિશેષ સુદઢ કરે છે. આવાં પ્રાચીન-અર્વાચીન મંદિરો અને તેમાં પ્રસ્થાપિત કરાયેલ મૂર્તિઓ જૈનોની અપ્રતિમ શ્રદ્ધા અને ભક્તિનું, સંસ્કારિતા અને સભ્યતાનું પ્રતિબિંબ પાડી રહી છે. કોણ કહી શકે કે આવાં તીર્થસ્થાનોની સમૃદ્ધ કલામય મંદિરાવલીઓ જૈનોની જીવંત ધર્મભાવનાનો પડઘો નથી સાંભળી શકતી ? (જૈન ધર્મના અભ્યાસુ ચીમનલાલ શાહ ‘કલાધર’, ‘નવકારનો રણકાર', મુલુન્ડ ન્યૂઝ જૈન જગત’ અને ‘મીડ ડે” જૈન કોલમના સંપાદન કાર્ય સાથે સંકળેલા છે). ધ્યાનસાધના અને જૈન ધર્મ - ડૉ. રશ્મિ ભેદા | મુમુક્ષુ સાધકો ધ્યાન કે યોગમાર્ગની ઉપાસના કરીને બ્રહ્મસ્વરૂપ પરમાત્માને અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ધ્યાનસાધનાની સમસ્ત પ્રક્રિયા દેહ, ઇન્દ્રિયો અને મનથી પર સચ્ચિદાનંદસ્વરૂપ આત્મતત્ત્વને ઓળખવા અને અનુભવવા માટે છે. પોતાના પ્રગટ-અપ્રગટ નિજદોષના નાશ અને ગુણોના વિકાસ માટેની સાધના છે. જિનાગમોમાં અને યોગસંબંધી પ્રકરણ ગ્રંથોમાં ‘ધ્યાન’ અંગેની વિવિધ પરિભાષાઓ મળે છે. એ સર્વ પરિભાષાઓનો સાર એ છે કે ચિત્તની સ્થિરતા, એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મસ્વરૂપમાં ચિત્રનો લય કરવો. ધ્યાનયોગની સાધના માટે સાધકે પોતાના જીવનમાં યોગ્યતા કેળવવી જોઈએ. પોતે આત્મનિરીક્ષણ કરે કે પોતાની અન્તવૃત્તિ અને વલણ સંસારાભિમુખ છે કે આત્માભિમુખ, આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત થવાની ઝંખના, આત્મિક ઉત્ક્રાન્તિની ઉત્કંઠા હોવી જોઈએ. તત્ત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતા અને શાનભાવનાદિ ચાર પ્રકારની ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા સતત નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરતા રહેવું એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની પૂર્વભૂમિકા છે. તત્ત્વચિંતા અને ભાવનાના સતત સેવનથી મન નિર્મળ બનીને આત્માભિમુખ બને છે તે પછી ધ્યાનયોગની સાધના માટેની પાત્રતા આવે છે. પ્રત્યેક શરીરધારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલો છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આત્માના આ ત્રણ પ્રકાર વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે; જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે ‘બહિરાત્મા’ કહેવાય છે. જીવની આંતરદષ્ટિ ઊઘડતા જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે ‘અંતરાત્મા’ કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે ‘પરમાત્મા’ કહેવાય છે. બહિરાત્મા દશામાં જીવ પોતાના શરીર સાથે જ તન્મયતાનો અનુભવ કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન-યોગ વિયક ગમે તેટલી સમજ ધરાવતો હોય તો પણ તેને ધ્યાનસાધના લાગુ પડતી નથી. સાધના માત્ર સમજણથી સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની વૃત્તિઓનું શુદ્ધિકરણ અને સ્થિતિકરણ આવશ્યક છે. ‘દેખાતું આ શરીર એ ‘હું નથી, પણ દેહથી ભિન્ન એવું પરમાત્મ સંદેશ જે આત્મતત્વ છે તે જ ‘હું છું” આવી સ્ટષ્ટ સમજણ વડે ૨૫ ૨૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ ક0804 ધ્યાનસાધના અને જૈન ધર્મ સમગ્ર મનસ્વતંત્ર બંધાય છે, ત્યારે જ ધ્યાન-યોગની સાધનાની શરૂઆત માટે દેહાદિકને સ્પર્શતી બાબતોમાં સાક્ષીભાવ કેળવાય છે. બહિરાત્મભાવનો ત્યાગ કરીને અંદર વળવું તે અંતરાત્મ વલણ છે. જીવાત્મા અને પરમાત્માનો સમ્પ યોગ એ અંતરાત્મ દશા છે, જેમજેમ તેનો વિકાસ થતો જાય છે તેમતેમ જીવાત્મા પર લાગેલાં અજ્ઞાન-અવિઘાનાં આવરણો દૂર થતાં જાય છે અને પરમાત્મસ્વરૂપનો સહપ્રકાશ પ્રગટતો જાય છે. સ્થિર-નિશ્ચલ અધ્યવસાય અર્થાત્ આત્માનો પરિણામ-આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપ પરિણત થાય છે અને પછી સર્વથા અહંકારરહિત બનીને પરમશુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. જૈન ધર્મમાં, તેના આગમ ગ્રંથોમાં અને એની દૈનિક ધર્મઆરાધનાઓમાં ધ્યાનસાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ‘પતિ જa pપંઘકથા'માં શ્રી સિદ્ધર્ષિગણિ ‘જિનાગમોનો સર્વસાર, દ્વાદશાંગીનો નિચોડ શો ?’ એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે - ‘‘સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ જ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળગુણો કે ઉત્તરગુણો બતાવ્યા છે અને જે બાહ્ય ક્રિયાઓ બતાવેલી છે એ સર્વ ધ્યાનયોગને સિદ્ધ કરવા માટે છે.” આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રમાં કહે છે, ‘મોક્ષ: શર્મક્ષવાવ # વાતમજ્ઞાનતો મન: થનHIM મત્ત ત ત ધ્યાને હિતમામન: I'-૧૧૩. અર્થાત્ મોક્ષાકર્મના ક્ષયથી થાય છે, કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. દૂધમાં વ્યાપીને રહેલા ઘીની જેમ સર્વ જિનાગમોમાં અને પ્રકીર્ણ ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ‘ધ્યાન’ પદાર્થ વ્યાપ્ત છે. આશ્રવનાં દ્વારો એ સંસારનો માર્ગ છે અને સંવર-નિર્જરાનાં તારો એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો પરમ ઉપાય તપ છે અને તપમાં ધ્યાન સૌથી મોખરે છે. દયાનના મુખ્ય બે પ્રકાર છે - દ્રવ્યધ્યાન અને ભાવથ્થાન. દ્રવ્યધ્યાનના બે પ્રકાર છે - આÁધ્યાન અને રૌદ્ધધ્યાન. આ બંને ધ્યાન અશુભ છે એટલે ત્યાજવાયોગ્ય છે. શુભધ્યાનનું સ્વરૂપ બતાવતાં પહેલાં અશુભ ધ્યાને બતાવ્યાં છે, કારણ અશુભધ્યાન અને તેનાં કારણોને દૂર કર્યા સિવાય શુભધ્યાનનો પ્રારંભ જ થઈ શકતો નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય એને નવો રંગ બરાબર ચઢતો નથી. તેમ મનની મલિનતા, અશુદ્ધતા દૂર કર્યા વિના શુભધ્યાન આવતું નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ ભાવધ્યાન છે જે ભવપરંપરાનો ક્ષય કરી અક્ષયસુખ આપનાર છે. ધર્મધ્યાનમાં આત્મવસ્તુના શુદ્ધ સ્વભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનોક્ત અનુષ્ઠાનો, વ્રતનિયમો વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન ૨૭ @@ @ @@_ અને જૈન ધર્મ & #27 કરવું પડે છે. આજ્ઞાવિય, અપાયવિચસ, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે. ધર્મધ્યાનના બીજા ભેદમાં ચાર પ્રકારે ધ્યાન થાય છે - ૧. પિંડસ્ટ, પદસ્ય, રૂપસ્ય અને રૂપાતીત પિંડર્યાધ્યાન. પિંડ એટલે શરીર. શરીર પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશનું બનેલું છે. પાંચ મહાભૂતોને આશ્રયીને શરીર બનેલું છે. તેનું ધ્યાન ધરતા પિંડમાં વ્યાપી રહેલ આત્મા સુધી પહોંચવાનું છે. આ પાંચ મહાભૂતોનું ધ્યાન પાંચ ધારણાઓથી થાય છે -૧) પાર્થિવી ધારણા. ૨) આગ્નેયી ધારણા ૩) મારુતિ/વાયવી ધારણા ૪) વારુણી ધારણા ૫) તત્ત્વભૂ ધારણા. પિંડસ્થ ધ્યાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પદયધ્યાન - આ ધ્યાનનું મુખ્ય આલંબન “શબ્દ” છે. પવિત્ર મંત્રપદોનું આલંબન લઈને આ ધ્યાન કરાય છે. અનેક પ્રકારે મંત્રરાજ એનું ધ્યાન, પંચપરમેષ્ઠીનું, પ્રણવનું ધ્યાન કરી શકાય છે. ૩. રૂપસ્ય દયાન - રૂપમાં બિરાજમાન અર્થાત્ સમવસરણમાં બિરાજમાન, કેવળજ્ઞાનથી દીપતા, ૩૪ અતિશયોથી યુક્ત, અષ્ટપ્રતિહાર્ય સહિત અરિહંત પરમાત્માનું ધ્યાન. રૂપાતીત ધ્યાન - અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન, નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન. અહીં રૂપસ્ય આદિ સાલંબન ધ્યેયોથી નિરાલંબન દયેયમાં પ્રવેશ કરે છે. યોગી જ્યારે ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે, એ જ સમરસીભાવ છે. આ ધ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન કરનાર શુકલધ્યાનનું કારણ બને છે. શુક્લધ્યાન - એ ચરમ કોટિનું ધ્યાન છે. શુકલ એટલે શુદ્ધ, નિર્મળ. વજ ઋષભનારાચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા પૂર્વધર શુકલધ્યાનને યોગ્ય હોય છે. શુક્લધ્યાનના ચાર ભેદ છે. ત્રીજા અને ચોથો ભેદ સર્વથા રાગદ્વેષરહિત કેવળજ્ઞાનીઓને હોય છે. શુકલધ્યાનના ચોથા ભેદના અંતે કેવળજ્ઞાન દર્શનયુક્ત યોગી સર્વ કર્મોથી મુક્ત થઈ સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ એવા સુખને પ્રાપ્ત કરી સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે. કાયોત્સર્ગઃ ધ્યાનસાધનામાં જૈન દર્શનમાં કાયોત્સર્ગ અથવા કાઉસગ્ન એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવું, અર્થાત્ કાયા, શરીર પરની મમતા છોડી દેવી. કાયોત્સર્ગમાં મન ૨૧૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઘી ધ્યાનસાધના અને જૈન ધર્મમ - વચન અને કાયા – ત્રણે યોગની સ્થિરતા થતી હોવાથી તેને માનસિક, વાચિક અને કાયિક ધ્યાનરૂપ માન્યું છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ પર ભાર મુકાયો છે. દેહને સ્થિર કર્યો હોય, પરંતુ સ્થૂળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થૂળ બની રહે છે. દેહરાગનો ત્યાગ એ સાચા કાઉસગ્ગનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થતા માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, આત્મામાં લીન થવા માટે કાયોત્સર્ગ ઘણું મહત્ત્વનું છે. નિદાસગણિએ કાઉસગ્ગના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે ઃ દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ. દ્રવ્ય કાઉસગ્ગમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થાય છે. સાધક જ્યારે આવી રીતે દ્રવ્ય કાઉસગ્ગમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાયોત્સર્ગભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્ગમાં સાંસારિક વાસનાઓના ત્યાગ પર, આર્ત અને રોર્દ્રધ્યાનના ત્યાગ પર, કષાયોના ત્યાગ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દોષોને નિર્મૂળ કરતા જઈ આત્મિક શક્તિનો વિકાસ થાય છે. પ્રેક્ષાઘ્યાન ઃ જૈન ધર્મમાં ધ્યાનસાધનાના ક્ષેત્રે તેરાપંથી આચાર્ય મહાપ્રજ્ઞજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડી ધ્યાનની નવી પદ્ધતિનો આવિષ્કાર કર્યો છે જેનું નામ છે પ્રેક્ષાધ્યાન. એનાં મૂળ આપણને આચારાંગ સૂત્ર, સૂતક્તાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર વગેરે આગમ ગ્રંથોમાં મળી આવે છે. પ્રેક્ષાધ્યાનનો અર્થ છે - આત્મા વડે આત્માને જુઓ. અહીં જોવાનો અર્થ છે રાગ એટલે પ્રિયતા અને દ્વેષ એટલે અપ્રિયતા છોડીને જે વર્તમાનમાં ઘટિત થાય છે તેને તટસ્થભાવે જોવું. પ્રેક્ષાઘ્યાનમાં જે પ્રયોગો છે - શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષા, લેશ્યાધ્યાન, અનિમેષપ્રેક્ષા... તેમાં ચિત્ત વડે ધ્યેયક્રિયા (શ્વાસ વગેરે)ને તટસ્થભાવે એકાગ્રતાથી અનુભવ કરવાનો હોય છે. આત્માનો સ્વભાવ દર્શન (ઉપયોગ) છે, ચિંતન અને વિચાર નથી. એટલે પ્રક્ષાધ્યાનમાં પ્રેક્ષાને (સાક્ષીભાવે જોવાને) વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ચિંતનને એના તાં ઓછું મહત્ત્વ અપાય છે. આચાર્ય મહાપ્રજ્ઞાજીએ પોતે ઘણાં વર્ષો સુધી ધ્યાનની લાંબી સાધના કરી હતી. પોતાના અનુભવના આધારે એમણે પ્રેક્ષાધ્યાનની વ્યવસ્થિત ધ્યાનપદ્ધતિનો આવિષ્કાર કર્યો જેનો અભ્યાસ કરવાવાળાને કષાય અને નોકષાયનાં વમળો નડતાં નથી. એવા સાધકોનો જીવનવ્યવહાર, સાચા અર્થમાં અંતર્મુખતાને પ્રગટ કરે છે અને સાધક સાચું આધ્યાત્મિક જીવન જીવે છે. (ડૉ. રશ્મિબહેને યોગ પર શોધ પ્રબંધ લખી Ph.D. કરેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન સાહિત્ય સંમેલનો જ્ઞાનસત્રમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે). ૨૧૯ કાવડનાં વ્રતો અને જૈન ધર્મ - ડૉ. ઉત્પલા મોદી મનુષ્યના જીવનમાં તેની સુખ-શાંતિ તેમજ ઉન્નતિનો આધાર તેના આચાર-વિચાર પર છે, નહીં કે તેનાં બાહ્ય ધનાદિ, સંપિત્ત-સમૃદ્ધિ કે હકૂમત પર. જૈન ધર્મમાં શ્રાવકના વ્રતને સુવર્ણ સમાન કહ્યું છે, અર્થાત્ સોનું વાલ, બે વાલ, તોલો, બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદ કરી શકાય છે તેવી જ રીતે શ્રાવકનાં વ્રત પણ યથાશક્તિ અંગીકાર કરી શકાય છે. જૈન ધર્મમાં શ્રાવકનાં વ્રતોમાં એવો આગ્રહ નથી કે અમુકે આટલાં વ્રતો ધારણ કરવાં જોઈએ. આ કારણથી તે આગારી ધર્મ કહેવાય છે. જેટલી થયોપશમ, જેટલી શક્તિ તેટલા પ્રમાણમાં વ્રતો ધારણ કરે, અર્થાત્ આગાર સહિત વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે. જૈન ધર્મમાં વ્રતોની રચના એવા પ્રકારની છે કે જેમાં સમાજની પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવા માટે વધારેમાં વધરો સગવડ મળી રહે. તેથી આ ઉદ્દેશને પાર પાડવા શ્રાવકોના અને સાધુઓના ધર્મના નિયમો ઘડવામાં આવ્યા છે. જૈન ધર્મમાં જિન ભગવાને અનુયાયીએ પાળવાનાં વ્રત, નિયમો બનાવ્યાં છે. આ નિયમો બે વિભાગમાં કરાયેલા છે. ગૃહસ્થ અથવા શ્રાવકો માટે - જેને શ્રાવકાચાર અથવા શ્રાવકધર્મ કહેવામાં આવે છે અને સાધુઓ માટે – જેને મુનિધર્મ અથવા સાધુધર્મ કહેવામાં આવે છે. શ્રાવકધર્મમાં ગૃહસ્થની સામાજિક પરિસ્થિતિ, ફરજ અને જવાબદારીને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તે નિયમોમાં, વ્રતોમાં કેટલીક છૂટછાટ હોય છે. - શ્રાવકના ધર્મમાં વ્રત બાર અને વિભાગ ત્રણ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને વધારાનું વ્રત સંલેખના છે. ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવાય. અંશથી વ્રત ગહણ કરવાં અથવા દેશથી પાપોનો ત્યાગ કરવા તેને અણુવ્રત કહેવાય છે અથવા મહાવ્રતની અપેક્ષાથી જે નાનાં વ્રત છે તેને અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રતો કહેવાય છે. અહિંસા વ્રત અથવા પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં પ્રાણોના અતિપાત એટલે ૨૨૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસાધના અને જૈન ધર્મ માટે કે કોઈ પણ જીવોને પ્રાણરહિત કરવા તેને પ્રાણાતિપાત કહે છે. જીવહિંસાથી વિરામ પામવું અથવા હિંસાનો ત્યાગ કરવો. અહિંસા વ્રતના પાલનથી કરુણા, ક્ષમા, દયા, કોમળતા, મૈત્રી આદિ અનેક ગુણો પ્રાપ્ત થાય છે. સત્ય વ્રત અથવા મૃષાવાદ વિરમણ વ્રત જૂઠનો ત્યાગ કરવો તેને મૃષાવાદ વિરમણ વ્રત કહે છે. સર્વ પ્રકારના સામાન્ય ત્યાગ અથવા હંમેશાં સત્ય બોલવું. સત્ય વ્રતના પાલનથી નીડરતા, બીજાનો વિશ્વાસ પ્રાપ્ત થાય, લોકોમાં પ્રિય બને વગેરે ઘણા લાભ થાય છે. અસ્તેય, અચૌર્ય અથવા અદત્તાદાન વિરમણ વ્રતમાં માલિકની આજ્ઞા ન હોવા છતાં આપ્યા વિના વસ્તુ લેવી તે, કોઈની પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી વસ્તુ લેવી નહીં તે. અદત્તાદાન એટલે ચોરી. અસ્તેય વ્રતના પાલનથી લોકોને વિશ્વાસઘાત થાય, સ્નેહીજનનો પ્રેમ મળે, યશકીર્તિ મળે, નિર્ભયતા આદિ ગુણો મળે. બ્રહ્મચર્ય અથવા મૈથુન વિસ્મય વ્રતમાં બ્રહ્મચર્યનો ત્યાગ-યશાશક્તિ બ્રહ્મચર્યનું પાલન. પરરી માતાબહેન સમાન માને તથા પોતાની પરણેલી સ્ત્રી, પુરુષમાં સંતોષ રાખે ને સંયમમર્યાદા રાખી વર્તે એમ સ્થૂલ મૈથુનથી વિરમવું. બ્રહ્મચર્યના પાલનથી શરીર નીરોગી, હૃદય બળવાન, ઇન્દ્રિયો સતેજ, બુદ્ધિ તીણ, ચિત્ત સ્વસ્થ, કષાયોની અને વિકારોની ઉપશાંતતા, મોહભાવમાં ઘટાડો, વ્રત-નિયમ-સંયમની વૃદ્ધિ, ભૌતિક અને આત્મિક અનેક લાભો થાય છે. અપરિગ્રહ અથવા પરિગ્રહ પરિમાણ વ્રતમાં મૂચ્છભાવ, આશક્તિભાવ, મમત્વનો ત્યાગ અથવા સીમા બાંધવી. જન્મ પર્વત બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનું પોતાની ઇચ્છા, આવશ્યકતા પ્રમાણે પરિમાણ એટલે સીમા બાંધવી. અપરિગ્રહના પાલનથી, ખરાબ વિચારોથી મુક્તિ મળે છે. વસ્તુઓમાં આસક્તિ ઓછી થાય છે, જીવ સંતોષી બને છે, કાવાદાવા, ઝઘડા વગેરે મટે છે. જે અણુવ્રતોને લાભ પહોંચાડે છે, જે આત્મિક ગુણોની ખીલવણી કરે છે તેને ગુવ્રત કહે છે. આ ત્રણ ગુણવ્રત શ્રાવકજીવનને વધુ ગુણોજ્વલ બનાવનારા હોવાથી ગુણવ્રત કહેવાય છે. ગુણવ્રતથી અણુવ્રતોનું પાલન સરળ બને છે. દિશા પરિમાણ વ્રત યાવત્ જીવન માટે લેવામાં આવે છે. દિશાઓની મર્યાદા કરવી, જેજે દિશમાં જેટલું જવું પડે તેટલી મર્યાદા બાંધવી. દિશા દસ (૧૦) છે - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, કોણ, વાયવ્ય, ઇશાન, નૈઋત્ય, ઊર્ધ્વદિશા ને અધોદશા. જીવન દરમિયાન સાંસારિક પ્રવૃત્તિ કરવા માટે દરેક દિશામાં જવાની સીમા કરવી. દિશા પરિમાણ વ્રત અર્થાત્ દિશાઓની મર્યાદા કરવાથી મર્યાદાની બહાર જવાનો ત્યાગ થવાથી તે જગ્યાએ હિંસા વગેરે પાપોનો મોટો કર્મબંધ અટકે - ૨૨૧ #શિવાજી – અને જૈન ધર્મ ) છે. ઉપભોગ-પરિભોગ વ્રત એક વાર તથા વારંવાર ભોગવી શકાય તેથી વસ્તુઓની મર્યાદા કરવાના વિષય છે. જે વસ્તુ એકવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે, જેવી રીતે અન્ન, પાણી, આહાર, પુષ્પ, ફળ આદિ... જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે તેને પરિભોગ કહે છે, જેવી રીતે વરા, પાત્ર, શયા, આભૂષણ, મકાન આદિ વસ્તુઓનું પરિમાણ, ભોજન સંબંધી - આહારમાં બાવીસ અભક્ષ્ય, બત્રીસ, અનંતકાય, રાત્રિભોજન, ચલિતરસ તથા સંચિત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, કારણકે આ વસ્તુઓના ઉપભોગથી બહુ પાપ લાગે છે. વ્યાપારનું પરિમાણ - કર્મ સંબંધી નરકાદિ દુર્ગતિના દાતા એવા મહાઆરંભ, સમારંભ છોડવા માટે શ્રાવક પંદર કર્મદાનનો વ્યાપાર કરે નહીં. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતથી ઇચ્છા ઓછી થાય છે, આવશ્યકતાઓ ઘટે છે, જીવન સંતોષી અને ત્યાગી બને છે. ધર્મ આચારણ માટે વધુ સમય મળે છે અને ઘણો મોટો કર્મબંધ અટકે છે. અનર્થ દંડ વિરમણ વ્રતમાં પ્રયોજન વિના આત્મા દંડાય, તેને અટકાવવું. જે કાર્ય સ્વયંના પરિવારનાં સગાં-સંબંધી મિત્રાદિના હિતમાં ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય છે, તેને અનર્થ દંડ કહે છે. નિયમિત ક્ષેત્રમાં પણ પ્રયોજનભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ-સમારંભ કરવાનો ત્યાગ. દંડ બે પ્રકારના કહ્યા છે. અર્થ દંડ અને અનર્થ દંડ. શરીર, કુટુંબ આદિ આશ્રિતોનું પાલન-પોષણ કરવાને છકાય જીવોનો આરંભ કરવો પડે છે તે અર્થ દંડ કહેવાય છે. વિના કારણ તથા જરૂરથી વધારે પાપ કરવામાં આવે છે તેને અનર્થ દંડ કહેવાય છે. મોક્ષપ્રાપ્તિ માટેનાં અનુષ્કા ક્રિયાતી જે શિક્ષા દે યા કર્મક્ષયની શિક્ષા દે તેને શિક્ષા વ્રત કહે છે. વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા, અભ્યાસ પ્રેક્ટિસ થાય છે એટલે શિક્ષા વ્રત કહેવાય છે. શિક્ષા વ્રત અથવા શિસ્ત વ્રત શ્રાવકોને ભવિષ્યમાં સાધુજીવન માટેની તૈયારી કરવા માટે મદદ કરે છે. સામાયિક વ્રતનો અર્થ સમ એટલે સમતા-શાંતિ, આય એટલે લાભ, વૃદ્ધિ. જેનાથી શાંતિ થાય તે સામાયિક સમ+આ+ઇક એટલે સમભાવની આવક યાને પ્રાપ્તિ. સામાયિક એકાંતમાં બેસીને, રાગદ્વેષ છોડીને, સમતાભાવ રાખી આત્મધ્યાનનો અભ્યાસ કરવો. કાયાને સ્થિર રાખવી સમયમર્યાદા બાંધી (ઓછામાં ઓછી ૪૮ મિનિટ) પાપપ્રવૃત્તિ-નિવૃત્તિ, રાગદ્વેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષ્યબિંદુ છે. સામાયિકમાં સમભાવની સાધનારૂપ ૪૮ મિનિટની (ક્રિયા) વિરતિનું નામ છે સામાયિક. સામાયિક દ્રવ્યથી ૨૨૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ d ધ્યાનસાધના અને જૈન ધર્મ માટે જ અશુભ અને પાપકારી વ્યાપાર (ક્રિયાનો) ત્યાગ, ક્ષેત્રથી આખા લોક પ્રમાણે, કાળથી બે ઘડી (૪૮ મિનિટ) ભાવથી બે કરણ, ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચખાણ લેવાય છે. સામાયિક દરમિયાન આર્ત-રૌદ્ધધ્યાન, વિકથા, સંશાનું સેવન, પૈસાનો વહીવટ તથા સંસારી કોઈ પણ કાર્યો કે વ્યવહાર ન કરવો જોઈએ અને મન અધ્યાત્મ વાંચનમાં વ્યસ્ત રહેવું જોઈએ. વ્યક્તિ સામાયિકમાં છે તેનું સતત ધ્યાન રાખવું જોઈએ અને મનમાં સારા વિચાર (અધ્યાત્મ), ચિંતન અને મનન કરવું જોઈએ. સામાયિકથી સમભાવની પ્રાપ્તિ થાય છે, ૧૮ પાપનો ત્યાગ થાય છે, બે ઘડી સાધુ જેવું જીવન પસાર થાય છે, જીવોની દયા અને રાની ભાવના વધે છે તથા ભાવના વિશેષ દૃઢ બને છે. સામાયિક કરવાથી જિનવાણી સાંભળવાનો, વાંચવાનો તથા સમજવાનો અવસર મળે છે ઇત્યાદિ ઘણા લાભો પ્રાપ્ત થાય છે. દેશાવગાસિક વ્રતમાં છઠ્ઠા વ્રતમાં જે મર્યાદાઓ યાવત્ જીવન માટે કરી હતી, તેનાથી પણ અધિક સંક્ષેપમાં દિવસભર માટે જે મર્યાદાઓ કરવી તેને દેશાવગાસિક વ્રત કરે છે. ખાવાપીવાની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. ગોચરી કરીને અથવા દયા પાળીને કરવામાં આવે છે. એક દિવસ રાત્રિદિશાની મર્યાદા સાથે ભોગપભોગની મર્યાદા કરી પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થવું. આત્માનો શુદ્ધ સ્વભાવ તે સંવત ઘરમાં રહેવાનો છે. માટે આસવને સર્વથા ત્યાગવાનો છે. દેશાવગાસિક વ્રતમાં છઠ્ઠા તથા સાતમા વ્રતને સંક્ષેપીને એક દિવસ અને એક રાત્રિની સંવર કરી એકાસણું કરે તે દેશાવગાસિક વ્રત છે. પૌષધ વ્રતમાં પૌષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરવો તે પૌષધોપવાસ. આત્માના ગુણોને પૌષવાવાળું વ્રત તે પૌષધ વ્રત. ધર્મને પુષ્ટ કરે તેને પૌષધ કહેવાય છે. એક દિવસ અને રાત (આઠ પ્રહર) વિરતિની સાધના તેને પૌષધ કહેવાય છે. ધર્મધ્યાન દ્વારા આત્માને પોષી અહિંસક, અણાહારી, અવેદી અને અપરિગ્રહી એક દિવસ માટે બની રહેવું. પૌષધ, ઓછામાં ઓછા ચાર પ્રહરનો હોય છે. જ્યારે પૌષધ વ્રત તો આઠ પ્રહરનો હોય તેમાં આહારનો ત્યાગ હોય જ છે, પણ નિદ્રા લઈ શકે છે. ચાર પ્રહરનો હોય તો આહાર અને નિદ્રા કરે તેને દયા કહે છે. એક માસમાં બે અઠ્ઠમ અને બે ચૌદશ પૌષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે અછું અને બે ચૌદશ પૌષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો તે પૌષદોપવાસ છે. પૌષધના ચાર પ્રકાર છે. આહાર, શરીર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધ. અતિથિ સંવિભાગ વ્રત એટલે જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. અચાનક ઘરે આવનાર મહેમાનોને ૨૨૩ 60 થી _ અને જૈન ધર્મ 90) અને સાધુ-સાધ્વીને પણ અતિથિ કહેવાય. આંગણે પધારેલ સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર-પાણી વહોરાવવાં. અતિથિને (સાધુ-સાધ્વીને) વિધિ પ્રમાણે પોતાની પાસે રહેલા પદાર્થોમાંથી સાધુઓને સાધનામાર્ગમાં પોષક, અસણં, પાણ, ખાઈમ, સાઇમ, દાન દેવું તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને સંયમની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ પામે છે. આમ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી કુલ બાર વ્રતો થયાં. તદ્ધપરાંત સંલેખના વ્રતનો ઉમેરો થયો છે. સંલેખના શરીર અને કષાયને કૃશ, અંત સમયની શય્યા. અનશન, ચારે પ્રકારના આહારનો ત્યાગ, નિઃશલ્ય થઈને ચારે આહારનો ત્યાગ કરી મર્યાદિત ક્ષેત્રમાં અંત સમયની ક્રિયા કરવામાં આવે છે તેનું નામ સંખના. - જો શક્તિ હોય તો બારે વ્રતનું પાલન કરવું, નહીં તો શક્તિ અનુસાર બને તેટલાં વ્રત અંગીકાર કરી જેમજેમ અવસર પ્રાપ્ત થતો જાય તેમતેમ વ્રતોમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. બારે વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાંકરતાં વૈરાગ્ય ભાવમાં વૃદ્ધિ કરતાંફરતાં જ્યારે વિશેષ વૈરાગ્ય આવે છે ત્યારે અધિક ધર્મવૃદ્ધિ કરવાના અભિલાષી શ્રાવક ગૃહકાર્ય અને પરિગ્રહાદિનો ભાર પોતાના પુત્ર, ભ્રાતા વગેરે જે તેનો નિર્વાહ કરવાને સમર્થ હોય તેને સોંપી દે છે અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃત્તિ પામે છે અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવાં કે, આસન, ગુચ્છો, રજોહરણ, મુખવસ્ત્રીકા, માળા, પુસ્તક તથા ઓઢવા, બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પૌષધશાળા આદિ ધર્મસ્થાનકમાં ચાલ્યા જાય છે અને પછી શ્રાવકની ૧૧ પ્રતિમાનું યથાવિધિ સમાચરણ કરે છે. દર્શન, વ્રત, સામાયિક, પૌષધોપવાસ, સચિતત્યાગ, નિશીભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતીત્યાગ અને ઉદીષ્ટત્યાગ પ્રતિમા આ અગિયાર પ્રતિમાની સાધનામાં જોરદાર ઉદ્યમ અને માનસિક અને આધ્યાત્મિક સંયમની જરૂર હોય છે. દરેક શ્રાવક જે દીક્ષા લેવા ઉત્સુક છે તે આ પ્રતિમાના અભ્યાસથી સાધુપણાનું કઠણ જીવન જીવવા તૈયાર બને છે. (ઉત્પલાબહેને M.A., Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. સોમાની ભવન્સ કૉલેજનાં ફિલોસોફીનાં હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે). ૨૨૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ સંલેખના અને જૈન ધર્મ - જસવંતભાઈ વ. શાહ સંલેખના-સંથારો એ આત્મસાધનાની પરિપૂર્તિ માટેની જૈન ધર્મની આગવી દેન છે. જૈન ધર્મે કોઈ એક જ ઇશ્વરનો ઇનકાર કરી આત્માને જ કેન્દ્રમાં રાખ્યો છે; જીવ પોતે જ પોતાના પરનાં બધાં કર્મોને ખંખેરી નાખવા સમર્થ છે અને પોતાના જ અનંતજ્ઞાન, અનંતઆનંદ વગેરે ગુણોને પૂર્ણ પ્રગટ કરી જાતે જ ઈશ્વર બની શકે છે. આ જ રીતે આજ સુધીમાં અનંતજીવો સંસારથી મુક્ત જાતે ‘ઈશ્વર’ બન્યા છે. આ લક્ષે જ તપ વિગેરે આરાધનાનો ઉપદેશ થયો છે અને તેની પરાકાષ્ઠારૂપે સંલેખના વ્રત છે. પ્રતિક્રમણમાં પણ બાર વ્રતોના અતિચારો ઉપરાંત સલેખના વ્રતના પાંચ અતિચારોને આલોવવાના હોય છે. સંલેખનાની આરાધના એના ખરા સ્વરૂપે ફક્ત જૈન ધર્મે જ બતાવી છે. અણસમજુ લોકો સંલેખના-સંઘારાને આત્મહત્યા ગણાવે છે જે સત્ય નથી. સંસારી જીવાત્મા શરીરમાં થયેલાં રોગો, પીડા, વેદના વગેરે અસહ્ય બનતાં લાચારીથી અથવા સંબંધીઓ સાથે થયેલા વેરઝેરયુક્ત અણબનાવના કારણે અથવા માથે નાણાકીય દેણું વધી જતાં કંટાળીને કષાયભાવોપૂર્વક જાતે જીવનનો અંત આણે છે એ આત્મહત્યા છે જેનાં માઠાં પરિણામ પછીના ભવોમાં ભોગવવાં પડે છે. જ્યારે સંથારો તો આરાધક જીવાત્મા આત્મા અને બાકીના બધા સંબંધો, સંયોગોના ભેદને સમજીને લોકના એકેએક જીવને ખમાવીને, બધા સાથે પ્રેમ અને સમભાવપૂર્વક, આત્મજાગૃતિ સાથે પોતાથી આ પહેલાં થયેલા બધા અતિચારો, દોષોને વોસિરાવીને મૃત્યુ દેહને ગ્રહી લે એ પહેલાં જ સામેથી તે ખુશીપૂર્વક મૃત્યુને હવાલે કરી દે છે. સંથારો એ તો અજ્ઞાન અને મોહદશાથી પોતે આજ સુધી જે જડશરીરને અને પરના સંબંધોને પોતાના માની વળગી રહ્યો હતો તેનાથી સમજપૂર્વક છૂટી, સ્વ-આત્મદ્રવ્યની પરમશુદ્ધ દશાને પ્રગટ કરવાનો પ્રશસ્ત પુરુષાર્થ, અરે ! પરાક્રમ છે; તે આત્મહત્યા નથી જ નથી; તે સમાધિમરણ છે જેને જેન દર્શને પંડિતમરણ કહ્યું છે જે પરંપરાએ મોક્ષ અપાવે છે. શતાવધાની પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિરચિત અર્ધમાગધી કોશમાં સંથારા માટે આપેલા શબ્દો છે ઃ - સંલેહણા, સંલેખના. શારીરિક, માનસિક તપથી કષાયાદિને કાબૂમાં કરવા. નાશ કરવાનો તવિશેષ. ૨૨૫ ...અને જૈન ધર્મ કરી પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજી કૃત રાજેન્દ્રકોશમાં પર્યાયવાચી શબ્દો આપ્યા છે ઃ સંલેખ, સંલીણ, સંલીન, સંવૃત. શ્રી જિનેન્દ્રવર્ણીજી વિરચીત જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ ભા. ૪થો (પ્રત ૧૯૯૩)માં સંલેખનાનું સવિસ્તર વર્ણન છે. આમાં શબ્દપ્રયોગ છે ઃ સલ્લેખના. બાહ્ય રીતે શરીર તથા ઇન્દ્રિયોને (સમ્ એટલે સારી રીતે (લેખન એટલે) આહાર, દવા, ઉપચારના ત્યાગથી કૃશ કરવા તે દ્રવ્યસંલેખના છે. જ્યારે શરીરનો આરાધનામાં પૂરો કસ કાઢીને અંતરંગથી કષાયો વગેરે વિભાવોને કૃશ કરવા – નાશ કરવા, કષાયરહિત અનંતજ્ઞાન આદિ અનંતગુણોવાળા આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું એ ભાવસલેખના છે. ખરું મહત્ત્વ તો અંતરંગ લેખનનું, શુદ્ધિનું, પ્રાપ્તિનું જ છે. બાહ્ય આરાધના અંતરંગની પુષ્ટિમાં સહાયક બને છે. શરીર અને કષાયોરૂપી પરિગ્રહનો ત્યાગ છે. સંલેખનાના સાધકને ક્ષપક પણ કહે છે. . પૂર્વતૈયારી : સંલેખનાનો ભાવ અચાનક કેઈને એમ ને એમ થતો નથી. અસંખ્ય પૂર્વભવોની આરાધના અને ચાલુ ભવમાં જીવનભરની સમજણભરી-સંયમિત વ્રતધારી આરાધના જ જીવનના અંતે સંથારાનો ભાવ સુઝાડી શકે છે સમ્યક્ દેવ, ગુરુ અને ધર્મની દૃઢ શ્રદ્ધા સાથે અસીમ સંયમ અને તપની જરૂર રહે છે જે જીવનમાં ધીરેધીરે જ વિકસે છે. શ્રાવકનાં બાર વ્રતોનું કે શ્રમણ અવસ્થામાં પાંચ મહાવ્રતોનું યથાર્થ પાલન થાય છે. જીવનની જરૂરિયાતો ઘટતી જાય, વૃત્તિઓ સંયમિત અને શાંત થતી જાય, શરીર અને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય-મટી જાય એ એની પૂર્વભૂમિકા છે. સાથોસાથ શ્રુતશ્રમણ, જિનવચનની પૂર્ણ શ્રદ્ધા, સતત સ્વાધ્યાય અને ગુરુનિશ્રામાં કાઉસગ્ગ અને ધ્યાનના સુયોગ્ય પ્રયોગોથી આત્મલક્ષ વધુ પ્રબળ થાય, સંસારની જવાબદારીઓ, પ્રવૃત્તિઓ સંકેલાઈ જાય, છેવટે સંસાર અને શરીર પ્રત્યેનો રાગ ક્ષીણ થાય છે. આ વિકટ છે, મહાન તપ છે, પણ આમ જ જીવનના અંતે સંલેખના સ્ફુરી શકે છે. જે જન્મ્યા તે દરેકનું મૃત્યુ નિશ્ચિત જ છે, પણ જીવને શરીર છોડવું ગમતું નથી. મૃત્યુનો ડર પણ લાગે છે. અનાદિકાળથી જીવ સ્વોપાર્જિત કર્મોના વિપાકે જુદીજુદી ગતિમાં જન્મી ભવભ્રમણ કર્યા કરે છે. નામ એનો નાશ છે, સંયોગ છે ત્યાં વિયોગ છે જ, પણ જીવ જેજે ગતિમાં જેજે શરીરમાં જન્મ્યો ત્યાં તેણે શરીરનું મમત્વ કર્યા કર્યું, આ શરીર તે જ હું છું એવો મોહ કર્યો અને એના જ પરિણામે ચાર ગતિ ચોવીશ દંડકમાં જન્મ-મરણના ફેરા ચાલુ રહ્યા. ચારમાંથી ફક્ત એક મનુષ્યગતિમાં જ જીવ ધર્મારાધના અને ઉત્કૃષ્ટ તપ એવા સંથારાની આરાધના કરી શકે છે. મનુષ્યને જ્યારે જીવ, અજીવ વગેરે નવ તત્ત્વોની ૨૨૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ ©ed સંલેખના અને જૈન ધર્મ માટે કે તે સમજ મળે છે, પ્રબળ પુણ્યોદયે તેની શ્રદ્ધા થાય છે અને શરીર વગેરે પુલોની નશ્વરતાના જ્ઞાન સાથે જ શાશ્વત એવા આત્મદ્રવ્યનું સતત ચિંતન થાય છે, આત્મસાધનાની ઉત્કંઠા થાય છે, આગળ વધતાં સંવેગ જાગે છે અને આત્માના શરીરથી ભેદીપણાની શ્રદ્ધા દૃઢ થાય છે. ધમ્મો મંગલ મુક્કિé, અહિંસા, સંયમો, તવો; દેવાવિત્ત નમસંતિ, જલ્સ ધમ્મ સયામણો. - શવૈકાલિક સૂત્ર - સાધક જીવ લોકના બધા જીવો પ્રત્યે અવેરભાવ, મૈત્રીભાવ, સમભાવ કેળવી એ જ ખરી અહિંસા છે એમ સમજતા એના જીવનમાં અનાયાસે સંયમ આવે છે અને જરૂરી પ્રવૃત્તિઓ ને વૃત્તિઓ સંકોચાતાં જરૂરિયાતો ઘટતી જાય છે અને આરાધના તપમાં પરિણમે છે. આવા અંતરના મૈત્રીભાવપૂર્ણ અહિંસા, સંયમ, તપને જ્ઞાનીઓએ ઉત્કૃષ્ટ અને મંગળકારી ધર્મ બતાવ્યો છે જેના આરાધકને દેવો પણ નમે છે. આમ, સાધકજીવ આત્મભાવમાં સ્થિરતા કેળવતાં શરીરની નશ્વરતાનો વિચાર કરે છે. શરીર સમય પાક્ય મને કે કમને છોડવાનું જ છે. તો લાવ ને મૃત્યુ શરીરને આંચકી લે એ કરતાં હું જ શરીર પ્રત્યેનો એકાત્મભાવ છોડી તેનો આરાધનામાં સદુપયોગથી પૂરો કસ કાઢી છેવટે એને પોષણ અટકાવીને, કૃશ કરીને સામે ચાલીને કાળને સોંપી દઉં ! ત્યાગની આ ઉત્તમોત્તમ ભાવના છે, આ સંલેખના છે. શરીરમાં રોગ, દર્દ હોય તો તેને મટાડવાની ઇચ્છા રહે છે. અકસ્માતથી અપંગતા આવે કે વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયોની નબળાઈના કારણે પરવશતા કે મુશ્કેલીઓ વધે તોપણ જિજીવિષા રહે જ છે, પણ મનની સ્વસ્થતા સાથે પૂરા આત્મલક્ષપૂર્વક શરીરનો શક્ય તે પૂરો ઉપયોગ આત્મસાધનામાં કરીને તેનો ત્યાગ કરવો તે સંલેખના છે. અહીં સાધક દ્વારા શરીરમાંના એકપણાનો જ ત્યાગ થાય છે. આત્માના સ્વતંત્રપણાનો, તેની પૂર્ણ શક્તિઓનો, તેનાં શુદ્ધ, બુદ્ધ સ્વરૂપનો, અગુરુલઘુપણું વગેરે ગુણોના સ્વીકાર સાથે એની દઢ શ્રદ્ધા થાય છે. ઇચ્છાઓનો પૂર્ણ ત્યાગ થાય છે, આ સંલેખના છે. સંથારપ્રયોગ : જીવ જ્યારે જીવનના એવા તબક્કે પહોંચે કે જ્યારે શરીર ધર્મારાધનામાં કામ લાગે એવું ન રહે ત્યારે સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, પ્રાયઃ એની નિશ્રામાં જ લોકના બધા જીવોને ખમાવીને, પૂર્વ ભવોના શક્ય બધા દોષો, અતિચાર, અનાચારોની આલોચના કરીને, બધા સાથે પૂર્ણ-મૈત્રીભાવ સાથે શરીરનો મમત્વભાવ ત્યાગે છે, ક્ષેત્રની મર્યાદા કરે છે, શરીર માટેના જરૂરી સાધનોની પણ મર્યાદા સ્વીકારે છે, દવાઉપચાર અને ખોરાકનો ત્યાગ કરે છે, પીવાના પાણીની મર્યાદા સ્વીકારતાં ધીરે ધીરે એનો પણ ત્યાગ કરે છે. આ બધું પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણીપૂર્વક કરે છે, એમાંથી હવે २२७ #S OON – અને જૈન ધર્મ 5000 કિ પાછા હટવાનું નથી. આમ, શરીરને પોષણ બંધ કરીને પૂર્ણ આત્મધ્યાનમાં લાગે છે. એમાં સહાયક એવાં જાપ, સ્તુતિ, ભક્તિ, શાસ્ત્રસ્વાધ્યાય, ધાર્મિક વાચન-શ્રવણ વગેરે આત્મજાગૃતિની પ્રવૃત્તિઓ કરે છે અને આસપાસના સહાયકો જેને કરોઈયા કહેવાય છે તેના દ્વારા ચાલુ રખાવે છે. શરીરનો પૂરો કસ આત્મસાધના માટે જ કાઢે છે. એનો ઉદ્યમ સતત આત્મજાગૃતિનો રહે છે અને સમય પાક્ય શરીરશક્તિ ક્ષીણ થતાં શરીર છૂટી જાય છે. આત્મશક્તિ મહઅંશે પ્રગટ થાય છે. શરીરનો મોહ છોડવાનો, સામે ચાલીને શરીર કાળને સોંપી દેવાનો અને આત્મભાવમાં સ્થિર થવાનો આ પ્રશસ્ત પુરુષાર્થ છે. આ આત્મહત્યા નથી, મૃત્યુ નથી; આ મૃત્યુ સામેનો જંગ છે. મૃત્યુના શરણે થવાના બદલે આત્માનો ઉપયોગ પૂર્ણપણે આત્મામાં લીન કરીને મૃત્યુને પોતાના શરણે સામેથી બોલાવાય છે. આ સંલેખના છે. ઉપાસક દશાંગ સૂત્રમાં દશ મહાન વ્રતધારી શ્રમણોપાસક શ્રાવકોનાં જીવનચરિત્ર આવે છે. એ બધાં ખૂબ જ સમૃદ્ધિશાળી હતા, પણ વ્રતધારી હતા, શ્રમણોપાસક હતા. ધીરેધીરે પરિગ્રહત્યાગ અથવા તેની મર્યાદા કરતાં ગયા, ધર્મારાધના વધારતા ગયા. છેવટે શ્રાવકની ૧૧ પડિમાઓ પાળી. કોઈએ મુનિદક્ષા લીધી ન હતી. છતાં બધાએ અંત સમયે સંલેખના કરી હતી. પરમશુદ્ધ શ્રાવકના ઉત્તમ ઉદાહરણ બન્યાં. શુભગતિ પામી એકાવતારી થઈ ગયાં. તીર્થકરો તો નિયમથી આયુષ્યના છેડે સંથારો કરે જ છે. આત્મા અને શરીરના જુદાપણાની જાણકારી શર થયેલી આત્મયાત્રા સંથારાના પ્રયોગથી પરાકાષ્ટાએ પહોંચે છે, સાધક કૃતકૃત્યતા અનુભવે છે એ જ મોક્ષની પ્રક્રિયા બની રહે છે. મરણના પ્રકાર : શરીર ત્રણ રીતે છોડાય છેઃ - (૧) આત્મહત્યામાં શરીરની કે સંયોગોની પ્રતિકૂળતાથી કંટાળીને આધિ, વ્યાધિ, ઉપાધિ સાથે તેનાથી છૂટવાનો પ્રયાસ છે, પણ આર્તધ્યાન અને રોદ્રધ્યાનના પરિણામે જીવને આગળ દુર્ગતિ જ મળે છે. (૨) કુદરતી મૃત્યુમાં રિબાતાં, કચવાતા આર્તધ્યાન થાય તો દુર્ગતિ થાય છે અને સમભાવ રહે તો સુગતિ પણ મળે છે. (૩) જ્યારે સંથારામાં લોકના બધા જીવોને ખમાવીને પૂર્ણ મૈત્રીભાવ અને બધાના લ્યાણનો અનુકંપાભાવ કેળવ્યો છે, પૂર્વેના બધા અતિચાર, દોષોની આલોચના કરી છે, સંસારની ઇચ્છા છૂટી છે અને હું જ પરમાત્માસ્વરૂપ શુદ્ધાત્મા છું એવી દૃઢ શ્રદ્ધાપૂર્વકની જાગૃતિ છે, ખુશીપૂર્વક શરીર છોડાય છે, આવા શુદ્ધ આત્મપરિણામથી ઘણીબધી કર્મનિર્જરા થાય છે અને ભવભ્રમણ મટે છે અથવા ૨૨૮* Page #116 -------------------------------------------------------------------------- ________________ 90990d સંલેખના અને જૈન ધર્મ અહી જ ઓછું થાય છે. ભવિષ્યમાં ઉત્તમ ગતિ, જાતિ, શ્રેષ્ઠ કુળ, જિન શાસનનો સંયોગ વગેરે સાધનાનુકૂળ નિમિત્તા પ્રાપ્ત થાય છે, નિકટભવી બને છે. સંલેખના દરમિયાન કુદરતી પરિષહ કે દેવક્ત, માનવકૃત કે તિર્યચકૃત ઉપસર્ગો પણ સંભવે છે, જે બધા સમભાવે અને સમ્યક દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાપૂર્વક સહન કરી સાધક આત્મધ્યાનમાં જ લીન બની રહે છે, સંલેખના સમક્તિને જ પરિણમે છે. ધર્મધ્યાનની ચારે અનુપ્રેક્ષા પણ આ સાધનામાં ઉપયોગી બને છે : (૧) જીવન અજીવનું સ્વરૂપ, જીવની ગતિ, જીવ શાશ્વત છે તેનું ચિંતન, જીવની સ્વતંત્રતા અને અનંતજ્ઞાન, અનંતવીર્ય વગેરે તેના અનંતગુણો પ્રત્યેની શ્રદ્ધા અને જીવ કે પુદ્ગલ કોઈ બીજા દ્રવ્યનું કાંઈ ભલું-બૂરું કરી શકે નહીં, જીવ પોતાના જ કર્માનુસાર સુખ-દુઃખ ભોગવે છે કે મુક્તિ પામે છે વગેરે સિદ્ધાંતોમાં અટલ શ્રદ્ધા જ આ મહાન તપશ્ચરણની પૂર્વભૂમિકા બની શકે છે. રૂપી પુગલના સ્વરૂપનું ચિંતન, જીવે પુદ્ગલમાં એકાત્મભાવ કરવા જેવું નથી. (૩) અશરણભાવના. સમક્તિસહિત ફક્ત જિન ધર્મ જ એક હિતકારી શરણ છે. (૪) સંસારનું સ્વરૂપ, સંસાર દુઃખદાયી જ છે. શ્રી જિનધર્મના આશ્રયે જન્મ મરણના ફેરા મિટાવવા જેવું છે. આ ચાર ભાવના આત્મધ્યાન માટે સહાયક છે. શ્રાવકના ત્રણ મનોરથઃ શ્રાવકે દરરોજ ચિંતવવાયોગ્ય ત્રણ મનોરથ જ્ઞાનીઓએ ચીંધ્યા છે. તેમાં પહેલો આરંભ-સમારંભ છોડવાનો, બીજો મુનિદીક્ષા લેવાનો અને છેવટે સંથારારહિત પંડિતમરણ પ્રાપ્તિનો મનોરથ બતાવ્યો છે. પડિમા : આહાર-પાણીના ત્યાગમાં આગળ વધતા ઉગ્ર તપ છતાં હજી શરીરશક્તિ બાકી રહે તો શ્રાવકની ૧૧ પડિમા કે ભિક્ષુની (સાધુ માટે) બાર પડિયા આરાધવામાં આવે છે. ચોથા આરા જેવા કાળમાં જ્યારે શરીરના વજઋષભનારાચ વગેરે સંઘયણ હતા ત્યારે આની જરૂર રહેતી હતી, કેમ કે ત્યારે મજબૂત શરીરને કૃશ કરવા માટે વધુ પુરુષાર્થની જરૂર રહેતી. અત્યારે તો એવા મજબૂત શરીર સંઘયણ જ નથી અને પડિકાઓ વહન કરવી પણ અશક્ય છે. પ્રધાનતા અત્યંતર સંલેખનાની જ છે. કષાયોનો ક્ષય અને આત્મરિણામોની વિશુદ્ધિનો પ્રચંડ પરુષાર્થ એ જ સંલેખના છે. લેશ્યાઃ અંત સમયે શુકલેશ્યા હોય તો સાધક ઉત્કૃષ્ટ આરાધક કહેવાય છે. પદ્મવેશ્યા હોય તો મધ્યમ આરાધક કહેવાય અને પિત્તલેશ્યા હોય તો જઘન્ય આરાધક કહેવાય છે. અતિચાર : સંખનાના વ્રતના પાંચ અતિચાર છે. : (૧) આ લોકમાં સુખની ઇચ્છા થાય (૨) પરલોકમાં સુખની ઇચ્છા થાય (૩) વધુ જીવવાની ઇચ્છા કે ક00 _ અને જૈન ધર્મ છે જ (૪) કષ્ટ સહન ન થતાં વહેલા મરવાની ઇચ્છા થાય (૫) કામભોગ મળવાની ઇચ્છા થાય એ શક્ય અતિચારો છે. કોઈ પણ જાતના ફળની અપેક્ષા વગર ફક્ત આત્મલક્ષની દઢતાપૂર્વક, મૃત્યુની કે શરીરકષ્ટની પરવા કર્યા વગર શરીરશકિતનો આત્મસાધના માટે જ પૂરો સદુપયોગ કરી શરીરનો ત્યાગ કરવો એ સંલેખના છે. - સમાધિમરણ : વૃદ્ધાવસ્થામાં અને અસાધ્ય રોગથી શરીર ઘેરાય, છ આવશ્યક વગેરે ધર્મક્રિયા કરવાની પણ શક્તિ ન હોય ત્યારે અથવા ઉપસર્ગ આવે ત્યારે જેણે પહેલેથી જ શરીરમાં આત્મબુદ્ધિ છોડી તેની ક્ષણિકતા જાણી છે તે અંતરંગ કષાયોને મંદ કરી ધીરેધીરે આહારત્યાગ કરી, શરીરને કૃશ કરી સમભાવે-વીરતાપૂર્વક શરીર કાળને સોંપી દે તે સંલેખના છે. એના અંતે થતું મરણ સમાધિમરણ કે પંડિતમરણ કહેવાય છે. સમાધિમરણ માટે સંથારાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) પાદોપગમનઃ જેમાં કોઈ પણ પ્રકારે કોઈની પણ મદદ લેવાતી નથી, જાતે કોઈ પ્રયાસ કે હલનચલન પણ કરતા નથી. સાધક લાકડીની જેમ પડી જ રહે છે. ફક્ત અંતરથી જ આરાધના ચાલુ રાખે છે. ઇંગિનીઃ જેમાં બીજાઓની મદદ લેવાતી નથી, પણ જાતે ઓછામાં ઓછી જરૂર પૂરતી ક્રિયાઓ કરે છે. (૩) ભત્તપ્રત્યાખ્યાનઃ જેમાં બધી બાજુની સેવા, મદદ લેવાની છૂટ હોય છે. જોકે, આહાર ક્રમેક્રમે ઘટાડીને, બંધ કરીને શરીરને કૃશ કરવાની પ્રક્રિયા ત્રણેયમાં સરખી જ હોય છે. પહેલા બે પ્રકાર વજષભનારાચ વગેરે બળવાન શરીર સંઘયણમાં જ શક્ય છે જે અત્યારે નથી. આ કાળમાં ફક્ત ત્રીજો પ્રકાર જ શક્ય બને છે. અત્યારના ઊતરતા કાળમાં પણ ઘણા ભાગ્યશાળી સાધુઓ અને શ્રાવકો પણ ભત્તપ્રત્યાખ્યાન સંથારાની આરાધના કરે જ છે, તેને ધન્ય છે. ભત્તપ્રત્યાખ્યાનની અવધિ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષશાસ્ત્રોમાં બતાવી છે. (જેનેન્દ્ર સિદ્ધાંત (૨) કોશ). સંલેખના વગર સમભાવપૂર્વક મૃત્યુને વરે તેને બાળપંડિતમરણ કહેવાય છે. સંલેખનાના પરિણામે સમાધિમરણ અને સંસાર પરિમીત થાય છે. બહુ ઓછા ભવ કરતાં છેલ્લે સુયોગ્ય ક્ષેત્રમાં અને કુળમાં જન્મ અને ચરમશરીરે - ધર્મારાધનાની સફળતા અપાવે છે, બુદ્ધ, મુક્ત, સિદ્ધ થવાય છે. સંખના એ અત્યંતર તપમાં શિરમોર છે. (જૈન ધર્મના અભ્યાસુ જશવંતભાઈ ધર્મવિષયક સુંદર લેખો લખે છે અને જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ઘાટકોપર સાથે સંકળાયેલા છે). ૨૩૦ - ૨૨૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રસરી પ્રાગુરુ જૈન ફિલોસોફિક્કલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંભઈના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.નાં વિદ્વાન શિષ્યા 5 ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જમશતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબદી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે :* જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હરતલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરનારને માર્ગદર્શન. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. * જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની c.D. તૈયાર કરાવવી. * દેશ-વિદેશોમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઈટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહ્યોગની જૈન ફિલોસોફિકલ ઍન્ડ અપેક્ષા સાથે લિટરરી રિચર્સ સેન્ટર ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia @ gmail.com M : 9820215542 ગુણવંત બરવાળિયનાં પુસ્તકો | સર્જન તથા સંપાદન) ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પ્રાણગર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઈન્સ્ટિટયૂટ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ-અમદાવાદ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. પારસધામ સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર સાથે સંકળાયેલા છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. * હદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા સમરસેન વયરસેન કથા - સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion Introduction to Jainisim. I * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glory of detachment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જેન કથાનો * વિનય ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના . ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * આગમ એવગાર્ડન * જ્ઞાનધારા (ભાગ 1 થી 18) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * જૈન દર્શનમાં કેળવણી વિચાર * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક * જૈન દર્શન અને ગાંધીવિચારધારા * અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * જીવનસંધ્યાએ અરુણોદય •સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીને ઉપનિષદ * જૈન સાહિત્ય વિમર્શ * આણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉપનિર્ઝર (કાવ્ય સંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ : દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો * ભગવાન મહાવીર અને સંયમજીવન છે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * સાત્વિક સહચિંતન * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. - જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસગપ્પર સ્તોત્ર : એક અધ્યયન * ધૃતસીનનાં અજવાળો * શૈલેશી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો * વિશ્વ કલ્યાણની વાટે * જૈન વિશ્વકોશ ભાગ-૧થી 4 (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે). E-mail : gunvant.barvalia@gmail.com M : 9820215542 232 * 231