SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રુતસંપદા અને જૈન ધર્મ Dી છી છી જ એના અર્થની પ્રગભતા અને એના ભાવોનું માધુર્ય એક એવું વાતાવરણ રચે છે કે જે સાધકને પ્રભુભક્તિમાં એકલીન થઈ ઇજન (આમંત્રણ) આપે છે. આમ માત્ર મંત્રના શબ્દો જાણવા પૂરતા નથી, અર્થો જાણે તોપણ કામ ન સરે, એનું મનન કરવું પણ પર્યાપ્ત નથી, પરંતુ ચિત્તમાં એક વાતાવરણ સર્જીને તેમાં એકરૂપ બનવાનું છે. આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આ ભક્તામર સ્તોત્ર દ્વારા સાધકની કે મુમુક્ષુના ચિત્તની એકલીનતાનું સ્મરણ કર્યું છે. આથી આ સ્તુતિમાં જુદાજુદા ભયની વાત કરે છે. એ ભયને દૂર કરવા માટે આ સ્તોત્ર નથી. હાથીનો ભય, સિંહનો ભય, દાવાનળનો ભય, સર્પનો ભય, સંગ્રામ ભય, જલોદરનો ભય અને બંધનથી ઉત્પન્ન થયેલો ભય જેવા આઠ ભયોની વાત શબ્દોમાં કરી છે, પરંતુ એ દ્વારા એમણે એ સૂચિત કર્યું છે કે, ગમે તેવો ભય હોય તો પણ તમારી પાસે ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિથી જાગેલો એવો અભય હોય તો ભય તેમને સ્પર્શી શકે જ નહીં. આ મહામંત્રની બીજી શક્તિ પ્રબળ આત્મવિશ્વાસ જગાવે છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, ‘તું જ તારો ભાગ્યવિધાતા છે.' માણસ ભયગ્રસ્ત છે, વ્યથિત છે, શંકા- સંદેહ અને દ્વિધાના કિલ્લામાં કેદ થયેલો છે. ત્યારે ભક્તામર સ્તોત્ર એ માણસના મનની લેબૉરેટરીમાં પ્રચંડ આત્મવિશ્વાસ જગાડે છે. આસ્થા પર નજર ઠેરવીને, ચિત્તની ભાવના રાખીને, હૃદયમાં શ્રદ્ધા રોપીને અને મનોબળ જગાડીને આત્મવિશ્વાસ પ્રગટ કરવાની વાત કરે છે. એકવાર આત્મવિશ્વાતજયોત પ્રગટ્યા પછી માણસ હિમાલયને ડગાવી શકે છે. એ જ આત્મવિશ્વાસ. આચાર્ય શ્રી માનતુંગસૂરિજીની નજર અપ્રમાદ પર છે, અપ્રમત્તતા પર છે. આથી એમની આંતરભાવનાનું આ ચિત્ર આપણી આંખોના રંગથી, ભાવની રેખાથી અને અંતઃકરણનાં સંચાલનોથી દોરીએ તો ખયાલ આવશે કે આ સ્તોત્ર એ આત્માને પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરનાર સ્તોત્ર છે. જગતની બધી બેડીઓ આપોઆપ તૂટી જાય છે, ભવનું ચક્ર, સમસ્યાનું ચક્ર, ભવભ્રમણના ફેરા નષ્ટ થઈ જાય તેવું ઔષધ ભક્તામર સ્તોત્ર દ્વારા આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આપ્યું છે. તેથી જ આ સ્તોત્ર અત્યંત પ્રસિદ્ધ, પ્રચલિત અને પ્રભાવક સ્તોત્ર છે, જે જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. પ્રખર દર્શનશાસ્ત્રી હરિભદ્ર ચિત્રકૂટ મહારાજાના દરબારમાં પુરોહિતે ગૌરવવંત પદ શોભાવતા હતા. છતાં તેમનામાં બાળક જેવી સરળતાપૂર્વકનું વ્યક્તિત્વ મોટામોટા વિદ્વાનોને વ્યાકુળ કરી દેતું હતું. પુરોહિત હરિભદ્રમાં બાળસહજ જિજ્ઞાસા, કુતૂહલવૃત્તિ અને નવું જાણવાની ધગશ હતી. વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો e k _ અને જૈન ધર્મ છે સ્વાભાવિક રીતે હરિભદ્રને મળ્યો હતો. આ કારણે જૈન શાસ્ત્રો, જૈન દર્શન પ્રત્યે તેમને અરુચિભાવ હતો. એકવાર મધ્યાહુનના સમયે હરિભદ્રને રાજસભામાં જવાનું થયું. રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ભયગ્રસ્ત થયેલા લોકોનો આવાજ સાંભળ્યો, ‘ભાગો-દોડો.... પાગલ હાથી પાછળ આવી રહ્યો છે'. હરિભદ્રએ પાછળ ફરીને જોયું તો તેમને લાગ્યું કે સાક્ષાત યમરૂપે મદોન્મત્ત હાથ છે. તેની સમક્ષ જે કંઈ આવતું તેને ખેદાનમેદાન કરી ભયાનક ગર્જના કરતો દોડતો આવી રહ્યો હતો. હરિભદ્ર આકુળવ્યાકુળ બની ગયા. કરે તો શું કરે ? રસ્તો સાંકડો હતો, આગળ વધવું મુશ્કેલ હતું, તેથી દોડીને એક મકાનમાં ઘૂસી ગયા. મકાનમાં પ્રવેશીને જોયું તો સુંદર નયનરમ્ય જિનાલય હતું. તેમાં જિનેશ્વર પરમાત્માની અલૌકિક પ્રતિમા બિરાજમાન હતી, પરંતુ વંશપરંપરાગત સંસ્કારોને કારણે હૃદયમાં જૈન ધર્મ-દર્શન પ્રત્યે અરુચિ હતી. તેથી શ્રી વીતરાગ પરમાત્માના દર્શન કરતાં તેમનાં દિલમાં સદ્ભાવ જાગ્યો નહીં, પરંતુ મજાકના સ્વરમાં પ્રભુની સ્તુતિ કરી કે, ‘વપુરેવ તવાચક્ટ સ્પષ્ટ મિષ્ટાન ભોજનમ્ વાહ! તારું શરીર જ બતાવે છે કે તું મિષ્ટાન્ન ખાય છે.” હાથીનો ઉપદ્રવ શાંત થતાં જ ભય દૂર થયો અને હરિભદ્ર પોતાના સ્થાને જતા રહ્યા. તેઓને હંમેશાં એવું લાગતું હતું કે, આ જગતમાં ઘણુંબધું જાણવા જેવું છે. જ્ઞાનગર્વિષ્ઠ હોવા છતાં નવું માણવાની જિજ્ઞાસા પણ હતી. નવું જાણવું અને સમજણમાં ન આવે તો સમજાવનારનાં ચરણોમાં નમી જવું એવી અપૂર્વ સહૃદયતા તેમનામાં હતી. પંડિત હરિભદ્ર એકવાર સંધ્યાકાળે રાજસભામાંથી કાર્ય પૂર્ણ કરી પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે એક મકાન પાસેથી પસાર થતા હતા, તેવામાં સ્ત્રીના મધુર કંઠે ગવાતા એક શ્લોક-ગાથાના શબ્દો તેમના કાનમાં પડ્યા. આ અપરિચિત શબ્દોને તેઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા - ચક્કી દુર્ગ હિરપણાં, પણ ચક્કીણ કેસો ચક્કી ! કેસવો ચક્કી કસવ દુ, ચક્કી કેસીએ ચક્કી !! પંડિત હરિભદ્રે પહેલાં ક્યારેય પણ આ શ્લોક સાંભળ્યો ન હતો. તેથી જિજ્ઞાસાવશ તેઓ મકાનમાં પ્રવેશ્યા જે જૈન સાધ્વીજીઓનો ઉપાશ્રય હતો. સાધ્વીજીઓ સ્વાધ્યાયમાં મગ્ન હતાં. તેમણે સાધ્વીજી મહારાજસાહેબાને પૂછ્યું કે, “માતાજી, આ ગાથામાં ચાકચીક શું છે ? કૃપા કરી આનો અર્થ સમજાવો.” ૮૩ -
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy