SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રુતસંપદા અને જૈન ધર્મ ‘ભક્તામર સ્તોત્ર ઉત્પત્તિ’ની કથામાં રાજા-ઘટનાસ્થળ, સમકાલીન કવિઓ, તાળાં કે બંધનોને આધારે શ્લોકોની સંખ્યાવિશેષાના વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે, પરંતુ આ સર્વ વિદ્વાનો એક વાત સાથે સંમત થાય છે કે ‘ભક્તામર સ્તોત્ર’ની રચના શ્રી માનતુંગસૂરિએ બંધનાવસ્થામાં કરી હતી અને તેમના પર કારાવાસનું જે સંકટ હતું તેમાંથી મુક્ત થયા હતા. કાવ્યત્વ : શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના માટે વસંતતિલકા છંદને પસંદ કર્યો છે. તેનું અપરનામ મધુમાધવી છે. તે શકવરી જાતિનો છંદ છે. શકવરી એટલે બળવાન બળદ – ‘ઋષભ’. શ્રી આદિનાથ ભગવાનનું લાંછન પણ ઋષભ છે. અન્ય એક કારણ એ પણ હોઈ શકે કે આ છંદના ચૌદ અક્ષર છે. પૂર્વ પણ ચૌદ છે, અર્થાત્ ચૌદ પૂર્વના સારરૂપ આ છદંની પસંદગી તેમણે કરી હોઈ, ભક્તામર સ્તોત્રમાં શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર એમ ત્રણે પ્રકારના અલંકારોથી વસંતતિલકા છંદમાં અલંકૃત થયેલું જોવા મળે છે. પ્રભાવક કથાઓ ઃ શ્રી ભક્તામર સ્તોત્રની સૌથી પ્રાચીન કથા ઈ.સ. ૧૩૭૦માં શ્રી ગુણાકરસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર વૃત્તિ’માં લખી છે. તેમણે ૨૮ પ્રભાવક કથાઓ લખી છે. આ કથાઓમાં ભક્તામર સ્તોત્રના શ્લોકોનું માહાત્મ્ય દર્શાવે છે કે, આ પ્રત્યેક શ્લોક મંત્રસમાન છે અને તેનું સ્મરણમાત્ર આવી પડેલી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે. ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર-તંત્ર અને અષ્ટકો ઃ ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર છે. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર જેવા નાનકડા સ્તોત્રમાં સંસ્કૃત સાહિત્યના અનેક તાંત્રિક ગ્રંથોનો સાર આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉપનિષદના ૐથી લઈને શક્તિપૂજાના ચંડીપાઠના ‘ૐ એ હીંક્લીં' આદિ મંત્રશક્તિશાળા મંત્રબીજોનો ઉપયોગ તેઓએ કર્યો છે. આ દરેક મંત્ર પર યંત્રો રચાયાં છે અને તેના પર રચાયેલાં તંત્રોની રચના પણ વિવિધ પ્રકારની જોવા મળે છે. ગુણાકરસૂરિની વૃત્તિમાં આપેલા મંત્રાખ્યાનોની સંખ્યા ૨૮ની છે. મંત્રની સામે ઋદ્ધિ મંત્ર પણ આપવામાં આવ્યો છે. આ સ્તોત્રમાં વિદ્યાષ્ટક અને ભયાષ્ટ એમ બે પ્રકારનાં અષ્ટકો સમાયેલાં છે. આ સ્તોત્ર પર જેટલાં મંત્ર-યંત્ર-તંત્ર રચાયેલાં છે એટલાં કદાચ અન્ય કોઈ સ્તોત્ર પર નહીં રચાયાં હોય તેવું વિદ્વાનોનું માનવું છે. દરેકેદરેક શબ્દ, અક્ષર બીજમંત્રસમાન છે, ગ્રહોને લગતા મંત્રો પણ આ સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગુંથાયેલા છે. વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ભક્તામર સ્તોત્રને લગતું સાહિત્ય વિશાળ પ્રમાણમાં ૮૧ અને જૈન ધર્મ D મળી આવે છે. આ સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારનું છે : (૧) વૃત્તિરૂપ (૨) પાદપૂર્તિરૂપ. શ્વેતાંબરોમાં વૃત્તિરૂપ સાહિત્યની સંખ્યા ૨૪ની છે, તેમાં વૃત્તિ, અવસૂરિ, બાલાવબોધ ઇત્યાદિ છે. દિગમ્બરોમાં પણ મળી આવતી વૃત્તિઓની સંખ્યા ૧૦ જેટલી છે. પાદપૂર્તિરૂપ કાવ્યોની સંખ્યા ૨૩ જેટલી છે. પદ્યસંખ્યા : ભક્તામર સ્તોત્રની પઘસંખ્યા વિશે વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. શ્વેતાંબરોની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૪ની છે. દિગમ્બરોના મતે શ્લોકો ૪૮ છે. શ્લોકવિષયક મતમતાંતરો હોવા છતાં બંને સંપ્રદાય ભક્તામર સ્તોત્રમાન્ય છે. દિગમ્બરોમાં જે ચાર અતિરિક્ત પદ્યો છે તેમાં પ્રયોજવામાં આવેલા અલંકારો-ઉપમા-ઉપમેય, શબ્દાલંકાર ઇત્યાદિના મૂળ સ્તોત્રના ૪૪ પદ્યોમાં પ્રયોજવામાં આવેલા સાથે સુમેળ બેસતો નથી. આ ચાર પદ્યોના પ્રાસો કંઈક જુદા જ પ્રકારના જણાય છે. આથી મૂળકર્તાની રચનાની તુલનામાં આ પઘો ઊતરતી કક્ષાના સાબિત થાય છે તેવું વિદ્વાનોનું માનવું છે. જે પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે તેમાં કોઈક અપવાદ સિવાય મોટા ભાગનાં કાવ્યો ૪૪ પદ્યવાળાં જ છે. સૌથી પ્રાચીન વૃત્તિ શ્રી ગુણાકરસૂરિ દ્વારા રચાયેલી છે તે પણ ૪૪ પદ્યો પર જ રચાયેલી છે. બાહ્ય જીવનની વિગતોને પેલે પાર રહેલા આચાર્ય શ્રી માનતુંગસૂરિના આંતરજીવનની ઓળખ મેળવવાનો પ્રયાસ કરીએ તો પહેલો વિચાર એ આવે છે કે, ભક્તામર સ્તોત્રની સાધનાનું કેન્દ્ર શું છે ? સામાન્ય દૃષ્ટિએ આપણને એમ લાગે છે કે અહીં તો જુદાજુદા ભયને દૂર કરીને અભય પામવાની વાત કરવામાં આવી છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ભક્તામર સ્તોત્રને ભયહર સ્તોત્ર કહેવામાં આવે છે, પરંતુ અહીં આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ અભયની નહીં, પણ એનાથી ઊંચા શિખરે આવેલા અપ્રમાદની વાત કરી છે. એ અપ્રમાદ એટલે ક્ષણેક્ષણની જાગૃતિ. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, જે જાગે છે તે સાધુ છે, જે ઊંઘે છે તે અસાધુ છે. આ જાગૃતિની વાત છે. ભક્તામર સ્તોત્ર એ ભયમુક્તિ કરતાં પણ વિશેષ અપ્રમત્તતાની સાધના છે. જો વ્યક્તિ અપ્રમત્ત બની જાય તો પછી તેઓ માત્ર આઠ ભયથી જ નહીં, પરંતુ તમામ પ્રકારના ભયોમાંથી મુક્તિ મેળવી શકે છે. બીજી બાબત એ છે કે, ભક્તામર સ્તોત્રમાં ભાવોની જાગૃતિ માટે માત્ર શબ્દોનું જ્ઞાન પૂરતું નથી, અર્થની ઓળખ પર્યાપ્ત નથી. એના માટે તો સૌથી વધુ એકાત્મતા જોઈએ, એકલીનતા જોઈએ. આ સ્તોત્ર એક વાતાવરણ રચે છે. એના શબ્દોનું સંગીત, ૮૨
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy