SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દાનભાવના અને જૈન ધર્મ - ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા) ભારતીય સંસ્કૃતિ ધાર્મિકતાથી પરિવૃત્ત છે, કારણકે તેનું ઘડતર સંતો, મહંતો અને ભગવંતો દ્વારા થયું છે. ભાતીગળ ભારતવર્ષનાં અનેક દર્શનોમાં દાન અંગેનાં ધારાધોરણોના અભિપ્રાય અભિપ્રેત છે. હા ! દાન અંગેનો શંખનાદ જગાડવામાં સર્વ દર્શનો એકમત અને એકસૂર પુરાવે છે. ‘દાન’ ફક્ત બે અક્ષરનો શબ્દ છે, છતાં મહત્ત્વપૂર્ણ છે, જેમાં સ્વત્વ અને સ્વામીત્વનું વિસર્જન છે. ‘ટ્રીય તિ નમ્' જે આપવામાં આવે છે, તે દાન છે. દાનથી જીવતરનું પોત વણાય છે અને તેમાંથી પરોપકારના પરિધાનનો ઉન્મેશ ફૂટે છે. - દાનનું તાત્પર્ય ઉદારતાના અર્થમાં લઈએ તો કુદરતનાં તત્ત્વો છૂટા હાથે દાન વેરે છે. પ્રાતઃ કાળનો સૂર્ય પોતાનાં કિરણોનું દાન પ્રકાશરૂપે જગતને આપે છે. વાયુનો વીંઝણો વગર માગે સૌને ટાઢક પહોંચાડે છે. નદી પણ ભેદભાવ વિના સર્વને શીતળ જળ આપે છે. મેથ સર્વત્ર વરસી પ્રાણીઓને જીવન આપે છે. વનસ્પતિ પોતાનું બલિદાન આપી જીવનદાતા બને છે. આમ, પ્રાકૃતિક તત્ત્વોમાં ઉદારતાની ભાવના છલોછલ ભરેલી છે. દાનની ભાવના સત્કર્મમાં ગણીએ તો દેશમાં દુર્ભિક્ષ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રલય અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો આવે છે ત્યારે તેનો નીવેડો લાવવા દાન મોખરે કરાય છે. પ્રાચીનકાળમાં ત્રણ વિશ્વવિદ્યાલયો નાલંદા-તક્ષશિલા-વિક્રમશિલા; જ્યાં વિદેશથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે આવતા હતા. આ વિઘાલયો રાજા, શેઠ, શાહુકારોના ઉદારદિલે આપેલા દાન પર નિર્ભર હતી. અશોકના દાનનો ઉલ્લેખ તૂપો, શિલાલેખો પર અંકિત છે. સમ્રાટ હર્ષ દર પાંચ વર્ષે પોતાની વિપુલ ધનરાશિ દાનમાં આપતા હતા. આજે પણ સમાજની ઘણીખરી સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, અનાથાલયો પ્રાયઃ દાનવીરોની ધનરાશિ પર નભે છે. પ્રત્યેક ધર્મના સાધુ, સંન્યાસીઓ, ભિક્ષુકો, બ્રાહ્મણો ગૃહસ્થના દાન પર અવલંબે છે. ગૃહસ્થજીવન એટલે જ ધન્ય છે, જે સર્વનો ભાર ઉપાડી બદલામાં સંતોનો રાજીપો, આશીર્વાદ મેળલી સ્વયં કરે છે અને બીજાને ઠારે છે. આમ, દાન જ સમાજમાં કે અન્ય #ીઝ અને જૈન ધર્મ છે પ્રાણીઓ પાસેથી લીધેલી સહાયથી ઋણમુક્ત થવા માટે કળિયુગમાં મીઠી વીરડી સમાન છે. દાનની સાથે અભયદાન અને અહિંસાની ભાવનાનો વિનિયોગ છે. કીડીઓને કીડિયારું, વિયાએલી કૂતરીને શીરો, કૂતરાને રોટલો, પક્ષીઓને ચણ આપવા પાછળ એક મહાન તથ્ય સમાયેલું છે. આહાર માટે બીજા જીવો પર નભતાં પશુ-પક્ષીઓને પૂરતો આહાર મળે એટલે તે ખાઈને ધરાઈ જાય, ત્યારે બીજા જીવોની હિંસા કરી ખાતા નથી. આમ, દાનથી પશુ-પક્ષીઓમાં અહિંસક સંસ્કારો પડે છે અને પરિવારના સભ્યોમાં દાનની ભાવનાનું ઘડતર થાય છે. દાનમાં પર્યાવરણની ભાવના વણાયેલી છે. આ સૃષ્ટિની સઘળી સંપત્તિ સહિયારી છે, કોઈ એકની ધરોહર નથી. પ્રાકૃતિક સંપિત્તના બેફામ દુરુપયોગથી ધરતીકંપ, સુનામી, આંધી સર્જાય છે. ભારતના મહર્ષિઓએ પૃથ્વી-પાણી-અગ્નિવાયુ વગેરેમાં દેવત્વનું આરોપણ કરી મંત્રો બનાવી પર્યાવરણની સુરક્ષાની દીર્ઘદૃષ્ટિ ખીલવી છે. જૈન મહર્ષિઓએ જીવદયા પર ભાર મૂકી પર્યાવરણ, પ્રદૂષણ અને વેડફાટની ગુંચ ઉકેલી છે. ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું, ‘મરીને પણ જીવાડો.” એ પર્યાવરણના સંદર્ભમાં અભય દાનનું હાર્દ છે. અન્ય દર્શનોમાં દાનની ભાવના વૈદિક ધર્મમાં ગૃહસ્થના બનેલા ભોજનમાંથી પ્રથમ ગ્રાસ ગાય, કૂતરા, કાગડા, અગ્નિ અને અતિથિનો કાઢવાનો નિર્દેશ થયો છે. ભાગવતપુરાણમાં મહારાજા રતિદેવનું કથાનક છે. જેમણે એવી ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે, “જ્યાં સુધી મારા રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખથી પીડાતી હશે ત્યાં સુધી હું સ્વયં ભોજન કરીશ નહીં.' કહેવાય છે કે તેઓ ૪૯ દિવસ સુધી નિરાહાર રહ્યા હતા. તેમણે પોતાનો અન્નભંડાર ભૂખ્યા પ્રજાજનો માટે મોકલ્યો તેથી તત્કાળ દુકાળનો અંત આવ્યો. તેમનું દાન પ્રજાજનો માટે સંકટમોચન બન્યું. બૌદ્ધશારા “અનુત્તર નિકાય' (૧/૧/૩૨)માં કહ્યું, છે, “મોરા પ્રમા a gવં નં ટીfસા' અર્થાત્ મત્સર્ય અને પ્રમાદથી દાન ન આપવું જોઈએ. જૈન ધર્મમાં આને શ્રાવકના ૧૨મા અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારમાંથી ‘મચ્છરિયાએ’ અતિચાર સાથે તુલના કરી શકાય. નંદમણિયારે દાનશાળા, વાવડીનું નવનિર્માણ કરાવ્યું એ શુભાશય હતો, પરંતુ પોતાનાં વખાણ સાંભળી અહંકારથી ફલાઈ જતો. તેને આ વાવડી ઇત્યાદિ પ્રત્યે ગાઢ આસક્તિ હતી એટલે તેનું દાન 1ર
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy