SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 80804 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ માટે અલગ જ વ્યાખ્યા સમજાવી. આગમમાં શ્રાવકોને ‘શ્રમણોપાસક' કહીને સંબોધિત કરવામાં આવે છે. શ્રમણ+ઉપાસક એટલે શ્રમણોપાસક, શ્રમણ એટલે કે પંચ મહાવ્રતધારી ગુરૂભગવંતો અને ઉપાસક એટલે કે જે ઉપાસના કરે, ઉપાસના એટલે કે જે copy કરે. એટલે અહીંયાં એમ સમજવું કે એક સાચો શ્રાવક એને જ કહેવાય જે પરમાત્મા અને ગુરુના ગુણોની સતત કૉપી કરતો હોય અને એમના જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરતો હોય. એમના હૃદયમાંથી પ્રભુના અતુલ્ય જ્ઞાન માટે અટૂટા શ્રદ્ધા પ્રગટે છે જેને વર્ણવવા આગમમાં શબ્દ આવે છે - “અઠી મિંજ પમાણુ રાગરજો' એટલે કે પરમાત્માના ઉપાસકો દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા હતા. તેમની શ્રદ્ધા અને પ્રભુપ્રેમ તેમની હાડહાડની મિંજાઓ હતી. દેવદાનવ આદિ તેમની શ્રદ્ધાને ચલિત કરી શકતા ન હતા. તેમના શ્વાસે શ્વાસે ‘તમેવ સચ્ચે નિઃશંકં'નો નાદ સતત ગુંજતો હોય. નિગ્રંથ પ્રવચનનો ધર્મ એ જ સત્ય છે, તથ્ય છે, ઇચ્છિત છે, સ્વીકૃત છે અને જેમ કહ્યું તેમ જ છે. આવા શ્રેષ્ઠ શ્રાવકોના હૃદયના ભાવો સતત વર્ધમાન હોય અને પરમાત્મા સમક્ષ જ્યારે પહોંચે ત્યારે તેઓ કહે, “ણો ખલું અહં તથા સંચામિ મુડે ભવિતા અગારાઓ અણગારિય પત્રુઈત્તએ” એટલે “હે ભંતે ! ગૃહસ્થજીવનનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવર્જિત થવા હું અસમર્થ છું. માટે હું આપની પાસે શ્રાવકના ગૃહસ્થ ધર્મના બાર પ્રકારનાં વ્રતો અંગીકાર કરવા ઇચ્છું છું”. એક શ્રાવકનું લક્ષ્ય તો હંમેશાં ઉત્તમ ચારિત્રપાલન કરીને પંચમહાવ્રત ગ્રહણ કરવાનું જ હોય છે અને એટલા માટે જ તેઓ હંમેશાં જેટલા અંશે બને તેટલા ગુરુભગવંતોની જીવનચર્યાને અનુસરવાનો પ્રયત્ન કરતા રહે છે. આવા જ શ્રેષ્ઠ આચરણ અને શુદ્ધ આચારનું પાલન કરનારા શ્રાવક હતા મારા સ્વર્ગીય દાદા શ્રી માધવલાલ ભુરાભાઈ બરવાળિયા! એમને જ્યારે સ્મરણપટ પર લાવું તો તેઓ મને ઉપાશ્રયમાં પૌષધની આરાધનામાં મગ્ન અથવા પ્રવચનશ્રવણમાં એકાગ્ર એમ જ દેખાય. મુંબઈના ઘાટકોપર, હિંગવાલા લેન ઉપાશ્રયની પ્રથમ lineમાં રોજ હાજર રહેનારા મારા બાપુજી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના અનન્ય ભક્ત હતા. એમના હૃદયમાં ગુરુમાણ માટે એક અનેરું સ્થાન હતું અને તેમના આત્મામાં ઉત્કૃષ્ટ કક્ષાની સમર્પણતા હતી, જાણે કે, “ગુરુમાણની આજ્ઞા તે જ મારા પ્રાણ” એવી દૃઢતાપૂર્વક તેઓ ગુરુઆજ્ઞાનું પાલન કરતા. ગુરુપ્રાણની એક આજ્ઞા, “માધુભાઈ, તમે દર મંગળવારે આયંબિલની આરાધના કરો !” અને આજ્ઞાંકિત શિષ્ય નિર્વિકલ્પભાવે ‘તહત્તી' કહી આજ્ઞાનો સ્વીકાર કરે અને ૪૫-૪૫ વર્ષ સુધી તે આજ્ઞાનું પાલન - ૧૬૯ - છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી “આણાએ મા મગ્ન ધમ્મ”ના અડગ ભાવોથી આજીવન કર્યું. પછી તે ગામમાં હોય કે વ્યાપાર અર્થે કે વ્યાવહારિક કામથી ક્યાંય બીજે ગામ હોય તોપણ સ્વયંની સગવડતા માટે ક્યારેય પણ આજ્ઞાઉલ્લંઘનનો લેશમાત્ર વિચાર ન આવે. ગુરુપ્રાણનો બોધ કે શ્રાવક કદી રાત્રિભોજન કરનાર ન હોય અને ભરસભામાં ઊભા થઈને તે વીર આત્મા આજીવન રાત્રિભોજન ત્યાગના પચ્ચખાણ અંગીકાર કરી લે. એમનું જીવન જ એક પ્રેરણા છે. એમનું દરેક સત્ આચરણ કંઇક બોધ પમાડનારું છે અને જીવનમાં ગુરૂઆશાનું મહત્ત્વ સમજાવનારું છે. આવા જ્યોતિર્ધરસમા વ્યક્તિત્વનું આચરણ જ શાસનપ્રભાવના બની જાય છે. તેઓ ક્યારે શું યોગ્ય કે અયોગ્ય તે કહેતા નહીં, પરંતુ જે શીખવવું હોય તેનું સ્વયં આચરણ કરીને અમને શીખવતા જેથી આખુંય કુટુંબ ધર્મમય બની જતું. બધાને જમાડ્યા પછી જ જમનારા મારા બાપુજીને જ્યારે યાદ કરું છું તો મારું મસ્તક તેમના ગુણો પ્રત્યેના આદરથી ઝૂકી જાય છે. દરેક આત્મા ગુણોનો સમૂહ હોય છે. જ્યાં થોડા પાયાના મૂળ ગુણો વિકસવા લાગે છે ત્યાં અનેક સદ્ગણોને આવતા વાર નથી લાગતી. બસ, સ્વયંમાં વિશ્વાસ, ગુરુ અને પરમાત્માની કૃપા પર શ્રદ્ધા કરી દરેક આત્મા આપણા ઉત્તમ એવા શાસનને કંઇક અર્પણ કરી શકે છે. જરૂરી નથી કે તેના માટે આપણી પાસે અત્યાધિક વિશેષ ખૂબી હોય તો જ થઈ શકે. દરેક માતા જે પોતાના બાળકને પારણામાં નવકાર સંભળાવે છે અને તેના આત્મામાં જીવદયાના સંસ્કારોનું સિંચન કરે છે, તે દરેક માતા જિન શાસનની પ્રભાવના કરે છે. દરેક પિતા જે પોતાના પુત્રને નીતિપૂર્વકનો વ્યાપાર કરતા શીખવે છે તે પણ પ્રભુના સિદ્ધાંતોને જીવંત રાખી તેને વારસામાં આપે છે. દરેક ભાઈ, બહેન, મિત્ર, સખી, પતિ, પત્ની જે પોતાના સ્વજનને અધર્મથી પાછા લાવીને ધર્મમાં સ્થિર થવાની પ્રેરણા આપે છે તે દરેક પાત્રવાન આત્મા પ્રભુના ધર્મનાં બીજ વાવે છે જે ક્યારેક વટવૃક્ષ બની ફળ ચોક્કસ આપશે !'' “ઉપકારભાવ'', ‘‘સેવાભાવ” અને “આચારશુદ્ધિભાવ” જેટલા અંશે આપણામાં પ્રગટ થાય છે, તેટલા અંશે આપણે જિન શાસનની પ્રભાવના જાણતા કે અજાણતા કરીએ છીએ. આપણું લક્ષ આ ગુણોને ખીલવવાનું હોય તો પરમાત્માની ઉમર વધારવાનું દાયિત્વ આપણે અવશ્ય નિભાવશું ! (ચેન્નઈસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ શૈલેષીબહેન B.Sc. મુંબઈ યુનિ. જૈનોલૉજી ડીપ્લોમા અને Life Scienceનો વિશ્વભારતીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ પ્રેરિત ‘લૂક એન લર્ન’ અને ‘સંબોધી સત્સંગ’ સાથે સંકળાયેલાં છે). ૧૭૦ *
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy