________________
અહી
ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ
છે. આપણે પણ આપણા જ્યોતિર્ધરોના ખાલી ગુણગ્રામ જ નથી કરવા, પરંતુ તેમણે જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, તેનો મૂલાધાર શું છે તેને પણ સમજવાનો છે અને તેનું આપણા જીવનમાં ક્યાં અનુસરણ થઈ શકે તે પણ ચેક કરાવવાનું છે. દરેક જીવ જો ધારે તો આ ઉપકારક જિન શાસનની પ્રભાવના કરવા માટે કોઈક રીતે યોગદાન આપી જ શકે છે. મહાપુરુષોના જીવનમાંથી અનેક ગુણોને અનુસારીને આપણે પણ પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ.
સહુ પ્રથમ પાયાનો મૂળભૂત ગુણ છે – ‘ઉપકારભાવ'
ઘોર અંધકાર છે. કંઈ જ દેખાતું નથી. આવા અંધારામાં એક વ્યક્તિ ચાલી રહી છે. તેને મંજિલે પહોંચવું છે, પણ માર્ગ દેખાતો નથી. ઠેબાં ખાઈ રહ્યો છે, પગમાં કાંટા ખૂંચી રહ્યા છે જેના કારણે તે પીડા અને દુઃખનો અનુભવ કરે છે. સ્વયંને પણ ન નિહાળી શકે અને ભયંકર વેદનાની અનુભૂતિ વચ્ચે તે સતત પ્રકાશની ઝંખના કરે છે. ઠોકર ખાતાખાતા અચાનક એને દૂર એક પ્રકાશનું કિરણ દેખાય છે. જેમજેમ એ વ્યક્તિ તે જ્યોતિર્મય પ્રકાશની નજીક પહોંચે છે તેમતેમ અંધકાર લોપ થતો જાય છે અને એક દિવ્ય ધ્વનિ એને સંભળાય છે. એ અલૌકિક આકૃતિ કરુણામય સ્વરમાં કહે છે, ‘“હે વત્સ ! આ લે દીવો, હવે તારે અંધારામાં ભટકવું નહીં પડે. હવે તને માર્ગ સરળતાથી દેખાશે. એ થાકેલી-હારેલી વ્યક્તિની આંખોમાં એક ચમક આવી ગઈ, એના ચહેરા પર એક હાશની મુસ્કાન આવી ગઈ. હજી તો એ કંઈ વિચારે, તેમના પ્રત્યે ઉપકારની અભિવ્યક્તિ કરે તે પહેલાં તો એ દિવ્ય વ્યક્તિત્વ અંતરીક્ષમાં લોપ થઈ જાય છે. તેના હૃદયમાં એક ખળભળાટ મચી જાય છે. તે વ્યક્તિ કૃતજ્ઞતાની અભિવ્યક્તિની ચરમસીમા પર પહોંચી જાય છે. ઉપકારની અનુભૂતિ કરવા લાગે છે કે, જો મને આ દીવો ન મળ્યો હોત તો ખબર નહીં મારે કેટલું ભટકવું પડત અને કેટલી પીડા ભોગવવી પડત. તેના રોમેરોમમાંથી Thank Youનો ઉદ્ગાર પ્રગટ થઈ રહ્યો હતો. તેના મનમાં વિચારોનું એક વાવાઝોડું ચાલી રહ્યું હતું કે, હું હવે આ ઋણમાંથી મુક્ત કઈ રીતે થઈશ, આ વિશેષ ઉપકારનો ભાર હું કઈ રીતે ઉતારીશ ? વિચારોમાં ને વિચારોમાં તે વ્યક્તિ આગળ વધી રહી છે ત્યાં એના અંતરમાંથી એક અવાજ આવ્યો કે, આ જ મોકો છે, આ જ લહાવો છે એક અંશે ઉપકારની અભિવ્યક્તિ કરવાનો. આ માર્ગભૂલેલાને મારા દીપકમાંથી હજી એક જ્યોત પ્રગટાવીને એને માર્ગ ચીંધવાની. સાચા ઋણની ચુકવણી ત્યારે જ કહેવાશે જ્યારે તે અનેકઅનેકો સુધી જ્યોત પહોંચાડી તેમના જીવનને ઉજાગર કરે છે. આ દીવો છે પરમાત્માના જ્ઞાનનો. આ જ્યોત છે સર્વજ્ઞની સમજની. જેને અંધકારમાં અકળામણ અનુભવાય છે તેને જ પ્રકાશની ઝંખના હોય છે અને જ્યારે
૧૬૭
—અને જૈન ધર્મ કી ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે આત્મજ્ઞાનને પ્રજ્વલિત કરનારી પ્રભુની સમજની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનું હૃદય ગદ્ગદિત થઈ જાય છે, પુલકિત થઈ જાય છે. તેના આચારમાં, તેના વિચારમાં, તેની વાણીમાં અને વ્યવહારમાં પ્રભુ પ્રત્યેના ઉપકારની સતત અનુભૂતિ હોય છે.
ઉપકારભાવમાંથી પ્રગટે છે બીજો ગુણ - ‘સેવાભાવ’
ઉત્કૃષ્ટ ઉપકારભાવના વેદનમાંથી જન્મે છે સેવાનો ભાવ, જે ગુરુ પરમાત્માએ આપણા પર મહાઉપકાર કરી આપણા જીવનની દિશાને સમ્યગ્ બનાવી દીધી છે એવા કરુણાનિધાનનાં ચરણે કંઈક અર્પણ કરવાનો ભાવ એ છે સેવાભાવ. સેવા એ ક્યારેય કરવાથી ન થાય, સેવા તો ઉપકારભાવની By product છે, તે Automatically થવા લાગે. પોતાના આરાધ્યનું ઋણ કઈ રીતે ચૂકવે એનો સતત વિચાર અને તેના વડે થતું દરેક કાર્ય તે સેવા. ગુરુ અને પરમાત્માનાં દરેક કાર્યો અને જગતકલ્યાણના ભાવો જ્યારે એક સાધક કરવા લાગે છે તે છે સેવા. જે બોધથી સ્વયં સ્પંદિત થયા છે એવા બોધને વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડવાની ઉત્કૃષ્ટ પરમાર્થભાવનાનું નામ છે સેવા. બે અક્ષરના નાનકડા શબ્દ ‘સેવા’માં મોક્ષપ્રાપ્તિની વિરાટ ક્ષમતા રહેલી છે. આ પંચમકાળમાં સેવા એ મોક્ષપ્રાપ્ત કરવાનો શોર્ટકટ છે. જિન શાસનની, પરમાત્માની સેવાનું આ જ તો મહત્ત્વ છે. તે આપણને સિદ્ધત્વ સુધી લઈ જાય છે અને પોતાના જેવા બનાવી લે છે. સેવા એક એવો ગુણ છે જે અનેક સદ્ગુણોને પ્રગટાવે છે. જેમજેમ સેવાભાવ વધતો જાય તેમતેમ હૃદયનું, ભાવોનું, વિચારોનું અને જીવનનું પરિવર્તન થવા લાગે છે અને બધાં પરિવર્તન અંતે જીવનું પરિવર્તન કરાવનાર પ્રેરકબળ બની જાય છે. જીવનું પરિવર્તન એટલે અનાદિ અનંતકાળની વૃત્તિના સંસ્કારોનું પરિવર્તન ! સેવાભાવી વ્યક્તિના મનમાં પોતાના આરાધ્ય જેવા ગુણો કેળવવાની સતત ઝંખના હોય, તેમના જેવા બનવાની તડપ હોય, જેના કારણે એક સેવકને આચાર અને વિચારની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જ નથી પડતો, તે Zutomatic થવા લાગે છે. સેવાભાવમાંથી પ્રગટે છે ત્રીજો ગુણ - ‘આચારશુદ્ધિ’
ઘણી વાર એવું બને છે કે, મન કે ધનની સેવા કરતાં પણ વધુ પ્રભાવશાળી હોય આચરણની સેવા. એક ઉપાસકની ઉત્કૃષ્ટ આચારશુદ્ધિ જ અને શ્રેષ્ઠ આચરણ
અનેકો માટે પ્રેરણાદાયક બની રહે છે અને શાસનના પ્રભાવને ફેલાવવામાં અને તેની પ્રત્યે અહોભાવ પ્રગટાવવામાં સહાયક થાય છે. એક ઉત્તમ, નિષ્ઠાવાન અને શ્રદ્ધાવાન શ્રાવકનું જીવન અનેક માટે અનુસરણીય બની જતું હોય છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે શ્રી ઉપાસકદશાંગ સૂત્રની વાંચનામાં શ્રમણોપાસકની એક
૧૬૮