SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કથાવિશ્વ અને જૈન ધર્મ - ડૉ. અભય દોશી વિશ્વસાહિત્યમાં કથાસાહિત્યનું મહત્ત્વ ઘણું મોટું છે. કથઓએ મનુષ્યવિશ્વની જિજ્ઞાસાને સંતોષી છે. સાથે જ ન્યાય, નીતિ અને સંસ્કારનો બોધ આપ્યો છે. પ્રાચીન કથાસાહિત્યમાં ધર્મ સાથે સંકળાયેલું કથાસાહિત્ય વ્યાપક છે. વૈદિક ધર્મમાં વેદ અને પુરાણની કથાઓ, જૈન ધર્મમાં આગમની કથાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ સુપ્રસિદ્ધ છે. એ જ રીતે યહૂદી ધર્મની જૂના કરારની કથાઓ, ખ્રિસ્તી ધર્મની ઈશુ ખ્રિસ્તના જીવન સાથે સંકળાયેલી તેમ જ અન્ય બાઇબલની કથાઓ સુપ્રસિદ્ધ છે. આ કથાઓ દ્વારા સાધુ-સંતોએ સદાચારી જીવન જીવવાની તેમ જ ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યોનો ઉપદેશ આપ્યો છે. જૈન કથાઓના સંદર્ભે જોઈએ તો આગમોમાં અTTઘધts વI (જ્ઞાતાધર્મકથા) જેવા આગમોમાં અનેક કથાઓનો અમૂલ્ય ખજાનો રહ્યો છે. એ ઉપરાંતના અન્ય આગમો આચારાંગ, ભગવતી આદિમાં પણ અનેક ચરિત્રો તેમ જ દૃષ્ટાંતકથાઓ ઉપલબ્ધ થાય છે. વસ્તુને સરળ કરવા, લોકોને બોધ પ્રાપ્ત થાય એ માટે આગમના રચયિતા મુનિઓએ અનેક દૃષ્ટાંતકથાઓ, લોકકથાઓ આદિને પોતાના સૂત્રપ્રવાહમાં વણીને જીવંત રાખી છે. મૂળ આગમો ઉપરાંત ચૂર્તી અને ટીકાઓમાં પણ અનેક કથાઓ ઉપલબ્ધ થાય છે. | જૈન કથાઓનો આ આગમિક સ્રોત ઉપરાંત તીર્થકરો તેમ જ શલાકાપુરષોનાં ચરિત્રોનો વિપુલ સંચય દૃષ્ટિવાદ નામના અંગના ગંડિકામાં થયો હતો. કાળક્રમે આ દૃષ્ટિવાદ પૂર્વવિચ્છેદ પામતાં આ શલાકાપુરુષ ચરિત્રો ‘ચઉપન્ન મહાપુરુષચરિયન’, ‘મહાપુરાણ’, ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર' જેવા ગ્રંથોમાં કાંઈક અંશે ફેરફાર સાથે સચવાયો. | તીર્થંકરચરિત્રોમાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના અનેક ભવોની કથાઓ ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત ચંદ્રપ્રભસ્વામી અને મુનિસુવ્રતસ્વામીની કથાઓ પણ ક્યાંક અનુક્રમે નવ અને સાત ભવવાળી ઉપલબ્ધ થાય છે. શ્રી મલ્લિનાથ પ્રભુની કથા જ્ઞાતાધર્મકથાગમાં વિશિષ્ટ પ્રસંગોના આલેખનથી સભર ઉપલબ્ધ થાય છે. બાકીના ૧૬ તીર્થંકરોના ત્રણ #2982 – અને જૈન ધર્મ 922 ભવની કથાઓ મુખ્ય માળખાને વશવર્તી-વિશિષ્ટ ઘટનાઓના ઉલ્લેખોથી રહિત ઉપલબ્ધ થાય છે. શ્રી આદિનાથ (ઋષભદેવ) ધર્મના આદિકારી તેમ જ રાજ્યાવસ્થાના પણ અધિકારી હોવાથી તેમનું સુવિસ્તૃત ચરિત્ર તેમ જ તેમના ૧૦૦ પુત્ર અને બે પુત્રીઓનાં જીવનના મહત્ત્વપૂર્ણ પ્રસંગો આ કથામાં સુંદર રીતે સંકલિત થયેલા જોવા મળે છે. ઋષભદેવ ભગવાનના ૧૩ ભવની કથાઓમાં દાનધર્મનો મહિમા તેમ જ પ્રભુનો અન્યને સહાય કરવાના વિરલ ગુણનું આલેખન આપણા ચિત્તને પરમશાંતિ આપનાર બને છે. મહાપુરાણનો પ્રારંભિક ભાગ જે ‘આદિપુરાણ' નામે પ્રસિદ્ધ છે તે “આદિનાથચરિત્ર'ને વર્ણવે છે. શ્વેતાંબર-દિગંબર પરંપરાના અનેક આચાર્યોએ શ્રી આદિનાથચરિત્ર વિસ્તારથી, રસભરી રીતે વર્ણવ્યું છે. ભાગવતમાં પણ આ ઋષભદેવચરિત્ર થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે. ૧૬મા શાંતિનાથના બાર ભવની કથાઓ ઉપબ્ધ થાય છે. આ કથાઓમાં ન્યાય, નીતિ અને શાંતિ-સમાધાનના સંસ્કાર બાર ભવમાં કઈ રીતે વિકસ્યા તેની મનહરકથા છે. આ શાંતિનાથચરિત્ર પણ એક યુગમાં ખાસ્સે સુપ્રસિદ્ધ હતું. તેની વિવિધ કૃતિઓ દ્વારા લખાયેલી હસ્તપ્રતોની એક સચિત્ર હસ્તપ્રત શ્રી લા. દ. વિદ્યામંદિમાં સચવાઈ છે અને યુનેસ્કો' દ્વારા ‘વર્લ્ડ ટ્રેઝર'માં સન્માનિત સ્થાન પામ્યું છે, પૌર્ણિમા ગચ્છના અજિતપ્રભસૂરિએ સ. ૧૩૦૭માં શાંતિનાથચરિત્ર રચ્યું છે તે જ રીતે માણિજ્યચન્દ્રસૂરિએ પણ ૫૫૭૪ શ્લોકપ્રમાણ શાંતિનાથચરિત્ર રચ્યું. છે. દક્ષિણ ભારતમાં દિગંબર પરંપરામાં રચાયેલ ‘શાંતિપુરાણ'ની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ થાય છે. - ૨૨મા નેમિનાથનું ચારિત્ર અનેક કલમો દ્વારા સુમધુર રીતે આલેખાયું છે. નેમ-રાજુલનો વિયોગ અને દીક્ષા બાદ પુનઃ આધ્યાત્મિક મિલનની આ કથા કવિઓ માટે ખાસ્સા આકર્ષણનો વિષય રહી છે. કીર્તિરાજ ઉપાધ્યાય (પાછળથી કીર્તિરત્નસૂરિ)નું સં. ૧૪૯૫માં રચાયેલું ૧૨ સર્ગ અને ૭૦૩ શ્લોકવાળું કાવ્ય પણ અત્યંત મનોહારી છે. એ જ રીતે ગુણવિજયગણિ કૃત ‘નેમિનાથચરિત્ર' પણ નોંધપાત્ર છે. બ્રહ્મ નામિ દિગંબર-પરંપરાના કવિએ પણ ‘નેમિનાથ મહાકાવ્ય’ રચ્યું છે. ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને વર્ણવતાં ૨૫થી વધુ કાવ્યો મળે છે. આ કાવ્યોમાં પાર્શ્વનાથ ભગવાને વિવિધ ભવમાં દાખલ ક્ષમા અને સમાધિનો મહિમા કરવામાં આવ્યો છે. ૯
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy