SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ છ00 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે જ શ્રાવક માટે એમણે શબ્દ ઉપયોગમાં લીધો છે ઉપાસક. આ ઉપાસકના સંસ્કાર કેવા હોય તે વિશે વર્ણન કર્યું છે પદ્મનંદી આચાર્ય પંચમ આરાના ભાવ સંતમુનિ છે, પણ એમણે અહીં શ્રાવકના સંસ્કારનું વર્ણન કર્યું છે. એક તરફ ઋષભદેવને મહિનાઓથી આહાર નથી મળ્યો, જ્યારે બીજી તરફ શ્રેયાંસકુમારને સ્વપ્ન આવે છે કે ભરતક્ષેત્રમાં કલ્પવૃક્ષ સુકાય છે. શ્રેયાંસકુમાર અને ભગવાન બને મોક્ષગામી છે. જ્યારે શ્રેયાંસકુમાર નિમિત્તજ્ઞાનીને કલ્પવૃક્ષ સુકાવાનું કારણ પૂછે છે ત્યારે કહે છે, તમારે ઘરે મહામુનિ પધારવાના છે. શ્રેયાંસકુમાર નાના ભાઈ છે. આહારની વિધિ ખબર નથી. બંને ભાઈ દર્શનાર્થે જાય છે. ભગવાનને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આઠમા ભવે હું એમની સ્ત્રી હતી. ભગવાનનો આત્મા મારા પતિ હતા. આઠમે ભવે જે રીતે મુનિને આહાર આપ્યો હતો તે યાદ આવે છે અને આહાર દેવાની વૃત્તિ થાય છે અને શેરડીના રસથી પારણું કરાવે છે. આમ વ્રતતીર્થ અને દાનતીર્થ બંને આદિપુરષ છે. શ્રાવકને પંચમ ગુણસ્થાને યોગ્ય શાંતિની સ્થિરતાનો અંશ જામ્યો હોય છે. ગુરુદેવના વચનને જે પૂર્ણ કરવા મથે તે શ્રાવક છે. તીર્થંકરની વાણી પોતાના હૃદયમાં સ્થિર કરી, એને અનુસરે તે શ્રાવક. જે ગૃહસ્થમાં પણ ધર્મનો ભાવ જાળવી રાખે તે શ્રાવકે કહેવાય છે. વ્યવહારનયના ગ્રંથમાં એક ઉદાહરણ આવે છે.. ગૃહસ્થ મુનિને આહાર આપે છે તેથી શરીર ટકે છે. શરીરથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર પામી શકાય છે, એનાથી મોક્ષે જવાય છે. જ્યારે એ શરીર શ્રાવકના આચારને કારણે મોક્ષે જાય ત્યારે એમ કહેવાય કે શ્રાવકે મોક્ષ આપ્યો. શ્રાવકનો અધિકાર જિનમંદિર બનાવવાનો છે. દેશવ્રત ઉદ્યોત્તનો પણ અધિકાર છે. સામાયિક, પૌષધ, સમાધિમરણ એના કાર્યક્ષેત્રમાં આવે છે. શ્રાવક સૌ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. મૈત્રી અને પ્રેમ એનો આગ્રહ હોય છે. શ્રાવક જૈન ધર્મના ઉપાસક છે. શ્રાવક ધર્મપ્રકાશમાં શ્રાવક પાસે શું અપેક્ષા છે તે જણાવ્યું છે. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન વગેરે. કુંદકુંદસ્વામીએ સુનિર્મળ મેરવત, નિષ્કપ, અચળ એવા શ્રાવકની કલ્પના કરી. શ્રાવકે નિરતિચાર, નિશ્ચળ સમ્યકૃત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું જોઈએ. આ સમ્યત્ત્વની ભાવનાથી ગૃહસ્થને અને ગૃહકાર્ય સંદર્ભે આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તો મટી જાય છે. પદ્મનંદી પંચવિશતિકા શાસ્ત્રના સાતમાં અધિકારમાં ગુરુના ભાવ અંગે પણ ચર્ચા થઈ છે. આત્માના આનંદમાં ઝૂલતા અને વનજંગલમાં વસતા વીતરાગી ૧૫૩ - #શિવાજી – અને જૈન ધર્મ ) દિગંબર મુનિરાજ શ્રી પદ્મનંદીસ્વામીએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ શાસ્ત્ર રચ્યું છે. સર્વજ્ઞની ઓળખાણ, દેવગુરુ, શાસ્ત્રનું બહુમાન વગેરેના ભાવો કેવા હોય છે, આત્માના માનસહિત રાગની મંદતાના પ્રકાર કેવા હોય છે, તે અહીં બતાવ્યું છે. શ્રીમદ્રને પણ આ શાસ્ત્ર પ્રિય હતું. એમણે આ શાસ્ત્રને વનશાસ્ત્ર કહ્યું છે. દેશવ્રત ઉદ્યાનમાં પણ શ્રાવકના આ આચાર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સમ્યત્વ દર્શન કરી શુદ્ધિ કેમ વધે ને રાગ કેમ ટળે ને શ્રાવકધર્મની આરાધના કરીને પરમાત્માદશાની સન્મુખ કેમ જાય તે બતાવીને શ્રાવકના ધર્મનો ઉદ્યોત કર્યો છે. શ્રાવકને સર્વજ્ઞ દેવનાં વચનોમાં શ્રદ્ધા હોય છે. શ્રાવકોએ આજે શ્રુત સાહિત્યનાં સંકરણ, સંવર્ધન અને પ્રકાશન ક્ષેત્રે યોગદાન આપવાનું છે. શ્રાવકશ્રાવિકાની વાત કરતાં ઉપાસક દશા નામક આગમ સૌના મુખે તરત યાદ આવે છે. શ્રાવક શબ્દ શ્રાધ્ય આદિના પર્યાયરૂપે છે. શાસ્ત્રીય રીતે તેનું શ્રમણોપાસક નામાંકન થયેલ છે, જે સાથે છે. શ્રમણની પપૃપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવાં અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે. શ્રાવક શબ્દ શ્રવણને આધારે બનેલો છે. ધર્મ શ્રવણ કરે તે શ્રાવક, શ્રાવકનું જ્ઞાન અને ધર્મ, શ્રમણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે જવાની મનોવૃત્તિ ધરાવે છે. શ્રાવકની પ્રતિભા કેવી હોય છે ? ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત શ્રદ્ધાપણું, જેને દેવો પણ ચલિત ન કરી શકે. શ્રાવકનું તત્ત્વજ્ઞાન કેવું હોય છે? સવાલો પૂછે, વિદ્વાન પાસે જાય. (અહીં આપણને જંયતી શ્રાવિકા યાદ આવે છે). ચતુર્વિધ સંઘમાં આ ઇતિહાસ મહત્ત્વનો છે. ચતુર્વિધ સંઘની વ્યવસ્થા છે જેમાં શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા. સંઘને આગમ દ્વારા જે તીર્થકરની વાણી પ્રાપ્ત થઈ છે તે મુજબ વર્તવું એ સંઘનું કર્તવ્ય છે. શ્રમણ-શ્રમણીઓને પાંચ મહાવ્રત આચાર છે. જ્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકાને બાર અણુવ્રત છે. મોક્ષમાર્ગ માટે સમ્યકત્વ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવશ્યક છે. જૈન ધર્મમાં શ્રાવક શબ્દ ગૃહસ્થ માટે ઉપયોગમાં લેવાય છે. આ શબ્દનું મૂળ ‘શ્રવણ' શબ્દમાં રહેલું છે. સંસ્કૃત ક્રિયા, ‘ૐ’ અર્થાત્ સાંભળવું. શ્રાવક તીર્થકરની વાણીનું પાલન કરે છે, અર્થાત્ જે સંતની વાણીનું પાન કરે તે શ્રાવક. શ્રાવક માટે ઉપાસક, અણુવ્રતા, દેશવિરત, સાગાર વગેરે પર્યાયવાચી શબ્દ છે. શ્રાવિકા શબ્દ પર જરા ઊંડાણથી ચિંતન કરીએ, એટલે ‘શ્ર’ ધાતુનો અર્થ ૧૫૪
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy