________________
02 વિજ્ઞાન અને જૈન ધર્મ
છે વિષયો વસ્તુનિષ્ઠ એટલે કે Objective રહ્યા છે. હવે હું ઇચ્છું છું કે પછીના જન્મમાં હું જ્ઞાતાને જાણવાનો પ્રયાસ કરીશ. આત્માને જાણું, ચૈતન્યના રહસ્યને જાણું એવી મારી ઇચ્છા છે.
દેશ અને કાળસંબંધી અવધારણાઓને સાપેક્ષતા સાથે જોડીને જેટલો વિચાર જૈન ધર્મમાં થયો છે, એટલો અન્ય પરંપરામાં મળતો નથી. એક તૌ જૈન પરંપરા વસ્તુવાદી છે અને બહુત્વવાદી છે, જેમ કે આ વસ્ત્ર લાલ છે તેમ કહીએ ત્યારે માત્ર વસ્તુનું રૂપ બતાવીએ છીએ. એની ગંધ કે એના સ્પર્શની વાત કરતા નથી. વળી એને લાલ કહીએ ત્યારે એનાથી વધારે લાલ રંગનું બીજું વસ્ત્ર હોઈ શકે અને એની સરખામણીમાં આને લાલ કહી શકાય નહીં અને ત્રીજી વાત એ છે કે જ્યારે આપણે એને લાલ કહીએ છીએ, એનો અર્થ એ કે બીજા બધા રંગ લાલ રંગમાં દબાઈ ગયા છે, પરંતુ એ હોવા છતાં દેખાતા નથી. આ સાપેક્ષતાનો સિદ્ધાંત એ જૈન દર્શનનો આત્મા છે.
સાપેક્ષતાની વાત અનેકાંતવાદમાં જોવા મળે છે, જેમ કે, કશુંક સ્વીકાર્ય બને છે અને કશુંક અસ્વીકાર્ય બને છે, એની પાછળ રાગદ્વેષ કારણભૂત હોય છે. આ બેમાં ત્રીજી સમતાની વાત આવતાં સ્વીકાર્ય અને અસ્વીકાર્ય બંને સાપેક્ષ થઈ જાય છે. આ રીતે જે તર્કનો પ્રયોગ ધર્મમાં જોવા મળે છે તે વિજ્ઞાનમાં પણ હોય છે. માત્ર વિજ્ઞાન તર્કને તર્ક તરીકે જુએ છે, જ્યારે દર્શન એના દ્વારા સત્યની ખોજ કરે છે અને એ રીતે સાપેક્ષતાના સિદ્ધાંતના સંદર્ભમાં અનેકાંતવાદને જોઈ શકાય. આ રીતે વિજ્ઞાન અને જૈન ધર્મ બંને સત્યની શોધની બે ધારાઓ છે. એમને વિરોધી ગણવી જોઈએ નહીં. માત્ર વિજ્ઞાન એ પદાદપક્ષને જુએ છે અને ધર્મ એ ભાવપકાને જોઈને ચાલે છે. વિજ્ઞાન સૂક્ષ્મ તત્ત્વોનું અન્વેષણ કરે છે જે પ્રાયોગિક છે, પરંતુ એનાથી જો જૈન દર્શનનાં સૂક્ષ્મ સત્યો વધુ સ્પષ્ટ થતાં હોય તો જૈન દર્શન-જૈન ધર્મનાં પ્રગતિનાં દ્વાર બંધ કરવાં જોઈએ નહીં. હકીકત તો એ છે કે ધર્મે એક નવો આયામ અને અભિગમ આપવાની જરૂર છે. જો એને નવો આયામ કે અભિગમ આપવામાં આવશે નહીં તો દર્શનને એટલે કે ધર્મના તત્ત્વજ્ઞાનને પ્રયોગ સાથે સંબંધ રહેશે નહીં અને સાર્થકતા સાથે કોઈ નાતો જોડાશે નહીં.
એક ભેદ પણ સ્પષ્ટ કરવો જોઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ હોય છે અને એ સાંકેતિક ભાષાઓની પાછળ રહેલા મર્મન પ્રગટ કરવાનો હોય છે, જયારે વિજ્ઞાન એ પોતાની વાત ખૂબ સ્પષ્ટપણે અને અત્યંત
૧૨૧ (
#S OON – અને જૈન ધર્મ 90999) સરળતાથી દર્શાવે છે. ધર્મ હંમેશાં સૂક્ષ્મ અને અમૂર્તની ચિંતા કરે છે અને જેટલા અંશમાં વિજ્ઞાન અમૂર્ત પાસે જાય છે એટલા અંશમાં એ તત્ત્વજ્ઞાન પાસે જાય છે.
એક બીજી વાત પણ ખરી અને તે એ કે ધર્મનાં રહસ્યો આધુનિક સાધનો દ્વારા વધુ પ્રગટ થઈ રહ્યાં છે, જેમ કે, આભામંડળ વિશેની આપણી વાત કે સૂર્ય વિશેની આપણી વાત વિજ્ઞાનનાં સાધનો અને પ્રયોગોથી પુરવાર કરી શકીએ છીએ.
એક અર્થમાં કહીએ તો ધર્મમાં અતીન્દ્રિય જ્ઞાન અને વિજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો આધાર લેવામાં આવે છે. જૈન ધર્મે પૃથ્વી, જળ, અગ્નિ અને વનસ્પતિમાં ચૈતન્ય છે એમ કહ્યું છે. પ્રથમ જૈન આગમ ‘શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, વનસ્પતિજગતમાં પણ પ્રાણીજગત જેવી સંવેદનશીલતા છે. એ કાળે વિજ્ઞાન આ માન્યતાને સ્વીકારતું નહોતું, પણ જૈન ધર્મ આ તત્ત્વોની ચેતનાને આદર આપતો હતો. જગદીશચંદ્ર બોઝ અને અન્ય વૈજ્ઞાનિકોએ એ તથ્યની પુષ્ટિ કરી કે વનસ્પતિમાં પણ પ્રાણીજગત જેવી જ સંવેદનશીલતા છે, ત્યારે ‘શ્રી આચારંગ સૂત્ર'ના એ કથનને વિજ્ઞાને પણ સ્વીકાર્યું.
વનસ્પતિવિજ્ઞાનીઓએ વનસ્પતિની સંવેદનશીલતા અંગે ઘણા પ્રયોગો કર્યા, પોલિગ્રાફ મશીનના તાર વૃક્ષ અને છોડ સાથે જોડી દીધા પછી એવા તારણ પર આવ્યા કે ઝાડપાન વિદ્યુતપ્રવાહ, વધુ કે ઓછું તાપમાન, તીવ્ર આઘાતો વગેરે પ્રત્યે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. સંગીતનો પણ તેના પર પ્રભાવ પડે છે. તે ઇન્ફારેડ કે અસ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે, ટી.વી.ની ઉચ્ચ ફ્રિક્વન્સી અનુભવે છે, તેમ જ માણસ અને જીવજંતુની ગતિવિધિ પણ તે અનુભવે છે. વનસ્પતિજીવોમાં પણ આહાર (અમરવેલ કે બીજા છોડમાં જઈને પોતાને જરૂરી આહાર મેળવી લે છે), ભય (લજામણીનો છોડ, નાગફણી કાંટાથી પોતાની રક્ષા કરે છે), મૈથુન-પરિગ્રહ જેવી સંજ્ઞાઓ છે. ક્રોધ (જંગલોમાં ડંખ મારવાવાળાં વૃક્ષ હોય છે), માન (અહંના વિસ્તારની) વડમાં જોવા મળે છે. યુકેલિપ્ટસ આસપાસની વનસ્પતિ માટે જોખમ-પાણી શોષી લે છે. માયા (કીટભક્ષી વનસ્પતિ), લોભ (પોતાનું ભોજન જમીનમાંથી સંચિત કરે છે. ગાજર, મૂળા, બટેટા) જેવા કષાયો પણ જોવા મળે છે. એમ કહેવાય છે કે અશોક વૃક્ષ નીચે બેસવાથી ટેન્શન દૂર થાય છે, જ્યારે બહેડાના ઝાડ નીચે બેસનારનું ટેન્શન વધી જાય છે.
હવે તો વિજ્ઞાન માત્ર વનસ્પતિમાં જ નહીં, પણ જમીન, પાણી, વાયુમાં પણ જીવ હોવાનું ધીમેધીમે સ્વીકારી રહ્યું છે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક
૧૨૨ -