SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વિજ્ઞાન અને જૈન ધર્મ છે ખાતરોનો ઉપયોગ શરૂઆતમાં ખેતપેદાશોમાં વિપુલ ઉત્પાદન માટે લાભદાયી લાગ્યો, પણ પછી જ્યારે એનાથી જ જમીનના જીવંત કોષો નષ્ટ થવા લાગ્યા, જમીન ઉજજડ બનવા લાગી ત્યારે હવે સજીવ ખેતી અને સેન્દ્રિય ખાતરના ઉપયોગ પર ભાર મુકાવા લાગ્યો છે. “શ્રીસૂયગડાંગ સૂત્ર’ મુજબ પાણી દ્રવ્ય નથી, પણ વાયુમાંથી બને છે તે વાત પણ હેન્ડી ક્વોડિન્સે જ્યારે હાઈડ્રોજન અને ઑક્સિજન છૂટા પાડી બતાવ્યા ત્યારે સિદ્ધ થઈ.. આથી જ જૈન ધર્મમાં વનસ્પતિ, જળ વગેરેનો બિનજરૂરી ઉપયોગ નહીં કરવાનું કહ્યું છે. પાણી ઘીની જેમ વાપરવું જોઈએ. આની પાછળનું કારણ એ છે કે એક ટીપામાં અસંખ્ય જીવાણુ રહેલા છે. ૧૬મી સદીમાં માઇક્રોસ્કોપની શોધ થયા પછી સંશોધન થયું અને વૈજ્ઞાનિક કૅપ્ટન સ્કોરસેબીએ પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ ત્રસકાય જીવો શોધી કાઢ્યા હતા. વૈજ્ઞાનિક સંશોધને એ સિદ્ધ કર્યું છે કે જે ધાન્ય કે વૃક્ષમાં જીવનના વિકાસની સંભાવના હોય તેનો નાશ કરીએ અથવા તો તેનું ભક્ષણ કરીએ તો અનંત જીવોની હિંસા થાય છે, કારણકે એમાં રહેલો જીવનવિકાસ કેટલાય જીવોને જન્મ આપતો હશે. એનો નાશ કરવાથી અનંત જીવનની હત્યા થાય છે. જૈનોમાં સામાન્ય રીતે ફણગાવેલાં અનાજ અથવા અંકુરિત થતો વૃક્ષનો કોઈ હિસ્સો ખાવો તેને પાપપૂર્ણ ગણવામાં આવે છે, કારણકે તેમાં અનંતકાય જીવો હોય છે અને આવા અનંતકાય જીવોનું ભક્ષણ અનેક પાપોને નિમંત્રણ આપે છે. જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું તે સમયે આપણા પ્રજ્ઞાપુરુષોને આનો ખયાલ આવ્યો તે આજે તો આશ્ચર્ય જ લાગે ! એની ધાર્મિક ક્રિયાઓ પણ એ રીતે જ રચાઈ છે. કોઈ મંદિર માટે ભૂમિ ખોદવામાં આવે ત્યારે ધરતીની ક્ષમા યાચવામાં આવે છે અને કહે છે કે, મંગલકાર્ય માટે ભૂમિખનન કરું છું તો તે ધરતી, મને ક્ષમા આપજે. આમ જૈન સાધુની પ્રત્યેક ક્રિયા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના આદર સાથે જોડાયેલી છે. જૈન શાસ્ત્રોના છ આવશ્યકમાંના પ્રથમ આવશ્યક સામાયિકની વાત કરીએ. કર્મનિર્જરાનું આ એક અમોઘ સાધન ગણાય છે. પુણિયા શ્રાવકની સામાયિકની મહત્તાનો આપણને સૌને ખયાલ છે. જૈન ધ્યાન-પ્રણાલીનું ઝળહળતું શિખર એ સામાયિક છે. એનાં વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાસાંનો ખયાલ મેળવીએ. એમાં શ્રાવક બે ઘડીના સાધુપણાનો અનુભવ પામે છે. શા માટે ૪૮ મિનિટનું સામાયિક ? માનવમનના સંશોધકોએ સિદ્ધ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિના મનની એકાગ્રતા ૪૮ કહી છે – અને જૈન ધર્મ કે જ મિનિટથી વધુ રહી શકતી નથી. આ સામાયિક દ્વારા આધિ, વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત માનવચિત્તના પરિવર્તનની વાત છે. જેનાથી રાગ અને દ્વેષ દૂર થાય અને સમભાવ કેળવાય તે સામાયિક, પરંતુ એની સાથે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સામાયિકથી બ્લડપ્રેસર પ્રમાણસર રહે છે. કૉલેસ્ટેરોલનું પ્રમાણ જળવાઈ રહે છે. એકાગ્રતાની કેળવણીને પરિણામે યાદશક્તિ વધે છે. માનસિક હતાશા (Deprassion)ના દર્દીને પણ એનાથી લાભ થાય છે. આ રીતે સામાયિક પણ માનસિક કેળવણીની આંતરશક્તિની સમીપ પહોંચી આંતર પરિવર્તન સાધીને આત્મઓળખ, આત્મશુદ્ધિ અને આત્મદર્શન દ્વારા અધ્યાત્મના પરમશિખર સુધી પહોંચવાનું છે. આપણને આપણા આંતરદોષોની ઓળખ પ્રતિક્રમણ આપે છે. જૈન આચાર કહે છે કે, ભૂલ થયાની વ્યક્તિને પોતાને જાણ થાય પછી ક્ષમા ન માગે ત્યાં સુધી એણે ઘૂંક પણ ગળાની નીચે ઉતારવું નહીં. ‘મિચ્છા મિ દુક્કડમ” એ વિશ્વમૈત્રીનો અવસર છે અને અહીં તમે સામે ચાલીને ક્ષમા માગવા જાઓ છો. કોની ક્ષમા ? જેને તમારા આચરણથી દુઃખ પહોંચ્યું છે એની મા. પોતાની ભૂલના પશ્ચાત્તાપની આ અજોડ પદ્ધતિ છે. કેટલાક ધર્મોમાં ધર્મગુરુ પાસે ક્ષમા યાચવામાં આવે છે તો ક્યાંક ઈશ્વર સમક્ષ પોતાનાં દુષ્કૃત્યોની માફી માગવામાં આવે છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ વખતે કટાસણું પાથરીને બેસીએ છીએ. સફેદ ઊનનું - એનો હેતુ શો? સામાયિક દરમિયાન જાગેલી શક્તિને એ શરીરમાંથી બહાર નીકળતી અટકાવે છે. બીજી બાજુ અતિસૂક્ષ્મ જીવજંતુઓને રક્ષણ આપે છે અને હા, એનો શ્વેત રંગ શાંતિ અને આધ્યાત્મિક પરિવેશ પ્રગટાવે છે. - લુઈસ હે પોતાના - 'You can heal your life' પુસ્તકમાં જણાવે છે કે ‘લાંબા સમય સુધી નારાજગીનો ભાવ શરીરમાં રહે તો તે કૅન્સર પેદા કરે છે. સતત નિંદા કરવાની ટેવ આર્કાઈટિસને નિમંત્રણ આપે છે. માનવીની અંદર રહેતા અપરાધભાવથી શરીરમાં દર્દ રહ્યા કરે છે. ડરને કારણે તનાવ-ટાલ પડી જવી, અલ્સર થવું, પગ ફાટી જવા જેવી બીમારીઓ થાય છે. મેં એવું જોયું કે ક્ષમાભાવ રાખવાથી, નારાજગીને ત્યજી દેવાથી કેન્સર મટી પણ શકે છે. મેં એની સફળતા જોઈ છે અને અનુભવ પણ કર્યો છે.’ લુઈસ હે અમેરિકામાં ઘણા પ્રકારની બીમારીઓનો ઉપચાર કરી રહી છે. - ૧૨૪: - ૧૨૩ -
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy