SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લકી ડાયસ્પોરા અને જૈન ધર્મ છે. આપણે ક્યાં જાણીએ છીએ ? આથી તો આજે બંગાળમાં જૈન મૂર્તિઓને ભૈરવનાથરૂપે અથવા મનસાના રૂપમાં પૂજવામાં આવે છે. બંગાળના તેલકૂપીમાં આવેલી ભૈરવનાથની મૂર્તિ એ હકીકતમાં ભગવાન મહાવીરની મૂર્તિ છે. જૈન ધર્મના કેટલાય શબ્દો તમને બંગાળી ભાષામાં મળી આવશે. જૈનશાસ્ત્રોમાં ગામને માટે ‘પલ્લી’ શબ્દ આવે છે. બંગાળી ભાષામાં ગામને ‘પલ્લી’ કહેવામાં આવે છે. જૈન સાધુના ઉત્તરિયને ‘પછેડી’ કહેવામાં આવે છે, તો બંગાળીમાં એને ‘પછોડી’ કહે છે. જૈન સાધુ જે રજોહરણથી સૂક્ષ્મ જંતુઓની જયણા કરે છે અને ધૂળ દૂર કરે છે તે રજોહરણને ‘પીછી’ કહેવામાં આવે છે. બંગાળમાં પણ ઝાડુને પીછી કહેવામાં આવે છે. બંગાળમાં પૂજાતી મનસાદેવી એ મૂળ ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતી છે અને બંગાળના નાથ સંપ્રદાયના આદિ ગુરુ આદિનાથ એ ભગવાન ઋષભદેવ છે. ઓરિસ્સામાં ખારવેલના સમયમાં કલિગમાં જૈન ધર્મનો સુવર્ણયુગ પ્રવર્તતો હતો. ચીની પ્રવાસી યુ.એન. સાંગે એના પ્રવાસવર્ણનમાં આનો ઉલ્લેખ કર્યો છે. ઉડિયા ભાષામાં જે ભાગવત્ મળે છે, એમાં ઋષભદાન અને એમના એકસો પુત્રોનો વાર્તાલાપ આપવામાં આવ્યો છે, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતોની છણાવટ કરી છે. જૈન ધર્મની ‘નાથ એ ઉપાધિ કે પદવી એ જગન્નાથના ધર્મસંપ્રદાયમાં પણ જોવા મળે છે. ખંગિરિ અને ઉદયગિરિમાં જૈન કલા અને વાસ્તુશિલ્પના ઘણા નમૂના મળે છે. ઝારખંડ, બિહાર, બંગાળ અને ઉડિયામાં સરાક જાતિ વસે છે. પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિજી મહારાજે જંગલમાં વસતી આ જાતિના ઉત્થાન માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. મૂળ શ્રાવકમાંથી ‘સરાક’ શબ્દ આવ્યો છે. આ જાતિનાં રીતરિવાજ, રહેણીકરણી અને ખાનપાન જૈન ધર્મની સાથે સામ્ય ધરાવે છે. સરાક લોકો પૂર્ણ અહિંસામાં દૃઢ શ્રદ્ધા રાખે છે. જેમાં કીડા હોય એવાં ફળ કે શાકભાજીનો ઉપયોગ કરતા નથી. પાણી ગાળીને પીએ છે. ભાષામાં પણ હિંસાનો પ્રયોગ ન થાય તેની તકેદારી રાખે છે. પોતાની આસપાસની પ્રકૃતિ પ્રત્યે એમને અગાધ પ્રેમ છે અને ઋષભદેવ, અનંતદેવ, ધર્મદેવ જેવાં એમનાં ગોત્રો છે. જૈન તીર્થંકરો અને એમના ગણધરોનાં નામ પરથી એમનાં ગોત્રનાં નામ પડચાં છે. આજે અનેક અવશેષો અને સ્મારકો જૈન ધર્મની જાહોજલાલીના એ સમયનું સ્મરણ કરાવે છે. કેરળમાં પણ જૈન ધર્મ વ્યાપક પ્રસરેલો હતો. તમિલ મહાકાવ્ય ‘સિલપ્પાદિકરમ્’ના રચયિતા શ્રી ઇલાન્ગો આદિગલ કેરળના અત્યંત પ્રભાવશાળી જૈન ઉપાસક હતા. તેઓ ત્રિકન્નક મથિલાકમમાં રહેતા હતા, જે જૈન શિક્ષણ અને ૫૧ ...અને જૈન ધર્મ સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું હતું. જૈન ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ અંગે ઘણાં સંશોધનો થયાં. બે ખાસ ટુકડી એની તપાસ માટે કૈલાસ-માનસરોવર ગઈ હતી અને આજે એવાં એંધાણ મળ્યાં છે કે તિબેટ અને ચીનની સરહદ પર આ અષ્ટાપદ આવેલું છે. સંશોધન એમ પણ કહે છે કે એક સમયે તિબેટનો મુખ્ય ધર્મ જૈન ધર્મ હતો. આને વિશે વિશેષ વિચાર કરીએ તો તિબેટના પ્રાચીન ઇતિહાસમાં જોઈએ તો તેમાં લિચ્છવી જાતિનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ભગવાન મહાવીરના સમયમાં વૈશાલીના ગણતંત્રમાં છ વંશો ભેગા થઈને આખું ગણતંત્ર બન્યું હતું. આ છ વંશોમાં લિચ્છવી વંશ સૌથી મુખ્ય હતો અને વૈશાલીના ગણતંત્રના પ્રમુખ ચેટક લિચ્છવી જાતિના હતા. આ ચેટક તે ભગવાન મહાવીરના પરમભક્ત એવા રાજાઓમાં સમાવેશ પામે છે. ઇતિહાસ કહે છે તેમ અજાતશત્રુએ શૂરવીરતાને ભૂલીને સૌંદર્યતામાં પડેલા અને કુસંપથી નબળા બનેલા લિચ્છવી ગણતંત્રનો સર્વનાશ કર્યો છે, ત્યારે લિચ્છવી જાતિના લોકો પોતાનો પ્રદેશ છોડીને નેપાળ અને તિબેટના આશરે ગયા હતા. આમ પ્રાચીનકાળથી આ લિચ્છવી જાતિનો તિબેટ સાથે સંબંધ રહ્યો છે. તિબેટમાં આ લિચ્છવી જાતિના રાજાઓનો સમય ઇ.સ. પૂર્વે ૪૦૦થી ઈ.સ. પૂર્વે એકસો સુધીનો ગણે છે. વળી એમ માનવામાં આવે છે કે આ જાતિના પ્રથમ રાજા એ તિબેટની બહારથી આવ્યા હતા એ વાત પણ આનું પ્રમાણ છે. આજનો બૌદ્ધ ધર્મ સાતમી શતાબ્દીમાં તિબેટ ગયો અને એમ માનવામાં આવે છે કે બંગાળના મિલરેપા સૌપ્રથમ તિબેટમાં ગયા હતા અને તેઓ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેતા હતા. પહાડોમાં તપશ્ચર્યા કરતા હતા. તિબેટમાં બૌદ્ધ ધર્મ પૂર્વે બૌન ધર્મ પ્રચલિત હોવાના સંકેત મળે છે, જેની ઘણી માન્યતાઓ જૈન ધર્મની સાથે મળતી આવે છે. બૌદ્ધ ધર્મનું મુખ્ય સ્વસ્તિકનું પ્રતીક આજે પણ તિબેટનાં ગામોમાં જોવા મળે છે અને બરાબર એ જ રીતે જૈનો જિનમંદરોમાં ચોખાથી સ્વસ્તિકનું પ્રતીક રચે છે. આ પરંપરા એ વાતને પુષ્ટ કરે છે કે તિબેટનો મૂળ આદિ ધર્મ જૈન હતો. લાંબા સંશોધનના પરિણામે એવી પણ જાણકારી મળે છે કે જિન, વ્રઅત્ય અને શ્રમણ શબ્દનો ઉદ્ભવ તિબેટ, ચીન અને મંગોલિયાની સરહદ પર મળે છે. ઉલ્લેખનીય પર
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy