SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 80% ડાયસ્પોરા અને જૈન ધર્મ છે બાબત એ છે કે આ શબ્દ પ્રાચીનકાળમાં જૈન ધર્મનું પાલન કરનારાઓ માટે પ્રયોજાતો હતો. મૌર્યયુગમાં સમ્રાટ અશોકના પ્રજ્ઞાચક્ષુ પુત્ર કુણાલે પોતાન શહેર વસાવ્યું હતું. ઇતિહાસકાર નીલકંઠ શાસ્ત્રી આમ માને છે તેમ જ ચીની સાહિત્યમાં એનું વર્ણન પણ ઉલબ્ધ છે. કુણાલ જૈનધર્મી હતો અને એના પુત્ર સંપતિએ પોતાના સામ્રાજ્યમાં અને વિદેશોમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એમ માનવામાં આવે છે કે સમ્રાટ સંપ્રતિના આક્રમણથી રક્ષણ મેળવવા માટે ચીનની પ્રસિદ્ધ દીવાલનું નિર્માણ થયું હતું. આમ મૌર્યકાળમાં પણ તિબેટ ભારતનો હિસ્સો હતું અને ત્યાં જૈન ધર્મ એનો મુખ્ય ધર્મ હતો. દલાઈ લામાના નિવાસસ્થાન ધર્મશાળામાં પ્રાચીન તિબેટી ભાષામાં લખાયેલા અનેક ગ્રંથો મળે છે. આ ગ્રંથોમાંથી જૂની તિબેટી ભાષામાં લખાયેલા ‘ગાંગકારે ટેકશી’ (શ્વેત ક્લાશ) નામના ગ્રંથમાં જૈન ધર્મના તેમ જ ભગવાન ઋષભદેવ, બાહુબલી અને અન્ય તીર્થકરોના ઉલ્લેખ મળે છે. તિબેટનાં કેટલાંક પ્રાચીન ચિત્રોમાં દિગંબર મુનિઓનાં ચિત્રો પ્રાપ્ત થાય છે, જેનું વર્ણન “ધ હિસ્ટ્રી ઑફ વેસ્ટર્ન તિબેટ'માં A. H. Frankeએ કર્યું છે, જ્યારે “એ શોર્ટ હિસ્ટરી ઑફ તિબેટ' T. T. Moh લખે છે કે ઈ.સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ સેમિ તિબેટિયન લોકોને જિઆન કહેવામાં આવતા હતા. જિનનો અર્થ છે વિજેતા. તિબેટમાં આજે પણ શીલજિઆન કહેવામાં આવે છે અને એના પરથી ચીનમાં આવેલા સિકિયાંગને શીલજિયાન કહેવામાં આવે છે. - પંડિત રાહુલ સાંકૃત્યાયને એમની તિબેટ યાત્રાના વિવરણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, એમણે ત્યાં કોઈ બંધ ઓરડામાં અનેક જૈન મૂર્તિઓ જોઈ હતી, જેમાં લખેલા લેખોનું વર્ણન મળે છે. ક્યાંકક્યાંક પ્રાચીન પ્રતિમાઓ પર લખવામાં આવેલા લેખો અને ચિનોને ઘસીને ભૂંસવાનો પ્રયાસ પણ થયો છે, આમ છતાં સાહિત્ય અને પુરાતત્ત્વ બંનેના આધાર પર નિઃસંદેહ એમ કહી શકાય કે તિબેટનો આદિ ધર્મ જૈન ધર્મ હતો. વર્તમાન સમયની વાત કરીએ તો એક અંદાજ એવો છે કે ભારતની બહાર ત્રણેક લાખ જેટલા જૈનો વસે છે, જેમાં ઉત્તર અમેરિકા (અમેરિકા અને કેનેડા)માં સવાલ લાખ, યુરોપમાં પચાસ હજાર, આફ્રિકામાં ચાળીસ હજાર, નેપાળમાં આઠ હજાર, અખાતી દેશોમાં છ હજાર, સિંગાપોર અને મલેશિયામાં કુલ ત્રણ હજાર, જાપાન, થાઈલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા નાના દેશોમાં કુલ ૨૫૦૦ જેટલા જૈનો ૫૩ e k _ અને જૈન ધર્મ છે વસવાટ કરે છે. ‘આશરે ચાળીસ જેટલા દેશોમાં જૈનોએ વ્યાપાર અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં વસવાટ કર્યો છે અને પ્રગતિ હાંસલ કરી છે. વિદેશમાં વસતા જૈનોમાંથી ત્રીસેક ટકા જેટલા જેનો જુદાજુદા ઉદ્યોગો અને વેપારમાં કામ કરે છે. જ્યારે એમની આજની પેઢી ડૉક્ટર, એન્જિનિયર, સૉફ્ટવેર ડિઝાઈનર અને ડાયમંડ ડીલર જેવા વ્યવસાયોમાં વધુ રસ ધરાવે છે. અગાઉની પેઢીઓએ દેરાસરનું નિર્માણ કરીને પોતાના પુત્રો અને પૌત્રોમાં જૈન ધર્મનો વારસો આપવા પ્રયત્ન કર્યો, પરંતુ દુર્ભાગ્યે યુવાનોને જૈન ધર્મમાં પૂરતો રસ લેતા કરી શક્યા નથી. આનું એક કારણ એ પણ હોય કે પહેલી પેઢીના જૈનો ક્રિયાકાંડથી ટેવાયેલા હતા અને એમનામાં શિક્ષણ માટેની ઇચ્છા હતી અને એમના જૈનત્વને કારણે તેઓ એમની વિદેશની કર્મભૂમિમાં ઊંચા સ્થાને પહોંચ્યા. આ સંદર્ભમાં અમેરિકાની જૈના સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહે નોંધ્યું છે કે, આપણે ત્યાં હજી જૈન ડાયસ્પોરા સંગઠિત થઈ શક્યો નહીં, જ્યારે યહુદી ડાયસ્પોરા અથવા ગ્રીક ડાયસ્પોરા એ સંગઠિત રીતે કાર્ય કરી શક્યો, એનું કારણ એમની સામે એમના જીવનની અને એમની સંસ્કૃતિની રક્ષાનો સવાલ હતો, એવો સવાલ જૈન સમાજ સામે નહોતો, પરંતુ સામે પક્ષે જૈન સંકૃતિ ઝાંખી પડવા લાગી અને જૈનોની સંખ્યા ઘટવા લાગી, પરંતુ આ અંગે લોકો જાગૃત નહોતા. કેનિયાના જૈનો અને સિંગાપોરના જૈનો વચ્ચે અથવા તો ઑસ્ટ્રેલિયાના જૈનો અને કેનેડાના જૈનો વચ્ચે કોઈ સંવાદ નથી. તત્કાળ પ્રસારણનાં સાધનોની સુવિધા હોવા છતાં આ જૈન સમાજો વચ્ચે પરસ્પર સંવાદ નથી તે દુઃખદ બાબત કહેવાય. આખા વિશ્વમાં સન્માનિત થાય તેવું ભારતની બહાર કોઈ દેશમાં એક જૈન દેરાસર નથી. પશ્ચિમના કે ભારતના જૈન સ્કૉલરો વિશે ડેટાબેઝ નથી તેમ જ વિશ્વકક્ષાના ભારતની બહાર વસતા વિજ્ઞાનીઓ, ડૉક્ટરો અને દાનવીરો અંગે કોઈ માહિતી નથી. જૈન ડાયસ્પોરાની સ્થાપના માટે ત્રણ બાબતો મહત્ત્વની છે : જે ધરતી પર વસતા હોઈએ તે કર્મભૂમિના વિકાસમાં ભળી જવું. પોતાના વતન સાથેના સંબંધો સુદૃઢ કરવા અને જુદીજુદી કૉમ્યુનિટીઓ વચ્ચે સંવાદ સ્થાપવો. જેન ડાયસ્પોરા એ વિદેશમાં વસતા જૈન સમાજ માટે પરસ્પર આદાન-પ્રદાનને માટે અને જૈન સંસ્કારોની જાળવણી માટે આજની સૌથી મોટી જરૂરિયાત છે. આ સંદર્ભમાં ઇંગ્લેન્ડમાં ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી દ્વારા ચાલતી પ્રવૃત્તિ દિશાદર્શક બને તેવી છે. આ સંસ્થાએ તૈયાર કરેલા જૈનડેકલેરેશન ઑન નેચર નામની ૫૪ -
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy