SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ડાયસ્પોરા અને જૈન ધર્મન પુસ્તિકા ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે આ પુસ્તિકા લંડનના પાંચે ખંડના જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ વાઈડ ફંડ ફૉર નેચર' સંસ્થાના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને અર્પણ કરવામાં આવી. આની સાથોસાથ જૈન ધર્મનો wwના નેટવર્કમાં સમાવેશ થયો. આ પુસ્તિકાની આઠ હજાર પ્રત અમેરિકાની ‘જૈના’ સંસ્થાએ અમેરિકા અને કૅનેડામાં વસતા જૈન સમાજને મોકલી તથા સિંગાપોર, હૉંગકૉંગ અને જાપાનમાં પણ તેનું વિતરણ થયું. એ જ રીતે ઇંગ્લૅન્ડમાં ઓશવાળ અને નવનાત વિણિક સમાજમાં તથા બૅલ્શિયમના એન્ટવર્પ ઇન્ડિયન ઍસોસિયેશનમાં પણ આ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું. આમ ભારત અને વિશ્વભરમાં વ્યાપકપણે તેનું વિતરણકાર્ય થયું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ અમદાવાદમાં આને પુનઃમુદ્રિત કરી. અત્યાર સુધીમાં આ પુસ્તિકાની અંગ્રેજી ભાષામાં ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. બ્રિટનની કેટલીક સ્કૂલોમાં એના ધર્મવિષયક અભ્યાસક્રમમાં આ પુસ્તક્નો ઉપયોગ કરવામાં આવે છે. માદામ કૉલેટ કાયા અને ડૉ. નલિની બલબીરે પ્રગટ કરેલો એનો ફ્રેન્ચ અનુવાદ ફ્રાંસના ભારતીય વિદ્યાનાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થયો. એ પછી વિદેશમાં રહેલી મૂલ્યવાન જૈન હસ્તપ્રતોના ટલોગનું કામ હાથ પર લેવામાં આવ્યું, જેના માનદ પેટ્રન તરીકે એ સમયના ભારતના વડા પ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજી હતા. એ પછી કૅટલોગના ત્રણ ગ્રંથોનું દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિમોચન કરવામાં આવ્યું, તે સમયે ભારતના વડા પ્રધાન શ્રી મનમોહન સિંહ, સાંસ્કૃતિક મંત્રી શ્રી અંબિકા સોની અને બ્રિટનના હાઇ કમિશનર ઉપસ્થિત હતાં. વિદેશમાં ગયેલા ભારતીય જ્ઞાનને પાછું લાવવામાં સંસ્થાના પ્રયત્નોની સહુએ સરાહના કરી. એ પછી આ સંસ્થાએ આચાર્ય શ્રી ઉમાસ્વાતિજીએ રચેલા ‘તત્ત્વાર્થ સૂત્ર’નું અદ્યતન અંગ્રેજી ભાષામાં 'That Which is'ના નામે ભાષાંતર તૈયાર કરાવ્યું. આ કાર્યમાં ભારતના તમામ સંપ્રદાયોના અગ્રણી સાધુપુરુષો, મહાનુભાવો તેમ જ ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ, બ્રિટનના ઓશવાળ ઍસોસિયેશન ઑફ યુ.કે. અને નવનાત વણિક ઍસોસિયેશને ઉમદા સહયોગ આપ્યો. જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. નથમલ ટાટિયાના સંપાદન હેઠળ આ અનુવાદકાર્ય થયું. લંડનના સેન્ટ જેમ્સ પૅલેસમાં ૧૯૯૫ના જૂન મહિનામાં પ્રિન્સ ફિલિપના હસ્તે તેનું વિમોચન થયું અને વિખ્યાત પ્રકાશન-સંસ્થા હાર્પર કોલિન્સ દ્વારા ઇન્ટરનૅશનલ સૅક્રેડ લિટરેચર ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં એ પ્રકાશિત થયું અને આ રીતે જૈન ધર્મનો એક મહત્ત્વનો ગ્રંથ કે જેમાં જૈન ધર્મ અને દર્શનનાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે, તે અદ્યતન ૫૫ ...અને જૈન ધર્મી અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થયો. વળી, આ ગ્રંથરચનામાં જૈન ધર્મના ચારેય મુખ્ય સંપ્રદાયોએ ફાળો આપ્યો અને એના મહાત્માઓએ આશીર્વાદ આપ્યા, તે વિશિષ્ટ ઘટના બની. એવી જ રીતે ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી “પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ’’ના શતાબ્દી સમારોહ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ વિશ્વભરના જૈનોને ‘‘ધ જૈન્સ’’ના એક જ બેનર હેઠળ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો, જેમાં ‘‘જૈના’ ફૅડરેશન તથા ‘જૈન સોસાયટી ઑફ શિકાગો''એ સાથે રહીને આ કાર્ય કર્યું. આ પ્રસંગે એકસો જેટલા સંશોધનપત્ર મારફતે જૈન ધર્મ વિશે પ્રભાવશાળી રજૂઆત કરી. પરિષદના અંતે ‘‘ગ્લોબલ એથિક્સ’' નામના તૈયાર થયેલા ડેક્લેરેશનમાં પણ જૈનોની દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં ૧૯૯૯માં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ જૈન વિદ્વાનોને મોકલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. તે સમર્થ વિદ્વાને અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં પાંચસોથી વધુ પ્રવચનો આપીને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને જૈન દર્શનના ઊંડાણનો પશ્ચિમના લોકોને ખયાલ આપ્યો હતો. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની બે અર્ધપ્રતિમા તૈયાર કરાવી અને તેમાંની એક એમના જન્મસ્થળ મહુવામાં અને બીજી શિકાગોના જૈન દેરાસરના પરિસરમાં મુકાવી. જુદીજુદી સંસ્થાઓના સહયોગથી એમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં અને અમદાવાદના નવરંગપુરા બસસ્ટેંન્ડની નજીક વીરચંદ રાઘવજી ગાંધી ચૉકનું નામાભિધાન કર્યું. ૧૯૯૫ની ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટન ખાતેના ભારતીય હાઈ કમિશનર ડૉ. એલ. એમ. સિંઘવી સાથે સર્વપ્રથમ જૈન ડેલિગેશન નામદાર પોપ જ્હૉન પૉલ (દ્વિતીય)ને વેટિકન સિટીમાં મળ્યું. આ સમયે કાર્ડિનલ ફ્રાન્સિસ આરીઝે, આર્ય બિશપ માઈકલ ફિટ્ઝજેરાલ્ડ અને પૉન્ટિફિસિયલ કાઉન્સિલ ફૉર ઇન્ટર રિલિજિયસ ડાયલૉગના બીજા સભ્યો સાથે જૈન તત્ત્વજ્ઞાન, પર્યાવરણ અને સામૂહિક રસના વિષયો પર ચર્ચા કરવામાં આવી. લંડનની થેમ્સ નદીના કિનારે ૨૦મી સદીના સમાપન વેળાએ અને ૨૧મી સદીના ઉષાકાળે બ્રિટિશ સરકારે મિલેનિયમ ડૉમનું આયોજન કર્યું. એમાં જુદાજુદા ધર્મના ‘ઝોન’માં બ્રિટિશ સરકારે જૈન ધર્મના ઝોન માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીને ૫૬
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy