SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસાધના અને જૈન ધર્મ માટે કે કોઈ પણ જીવોને પ્રાણરહિત કરવા તેને પ્રાણાતિપાત કહે છે. જીવહિંસાથી વિરામ પામવું અથવા હિંસાનો ત્યાગ કરવો. અહિંસા વ્રતના પાલનથી કરુણા, ક્ષમા, દયા, કોમળતા, મૈત્રી આદિ અનેક ગુણો પ્રાપ્ત થાય છે. સત્ય વ્રત અથવા મૃષાવાદ વિરમણ વ્રત જૂઠનો ત્યાગ કરવો તેને મૃષાવાદ વિરમણ વ્રત કહે છે. સર્વ પ્રકારના સામાન્ય ત્યાગ અથવા હંમેશાં સત્ય બોલવું. સત્ય વ્રતના પાલનથી નીડરતા, બીજાનો વિશ્વાસ પ્રાપ્ત થાય, લોકોમાં પ્રિય બને વગેરે ઘણા લાભ થાય છે. અસ્તેય, અચૌર્ય અથવા અદત્તાદાન વિરમણ વ્રતમાં માલિકની આજ્ઞા ન હોવા છતાં આપ્યા વિના વસ્તુ લેવી તે, કોઈની પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી વસ્તુ લેવી નહીં તે. અદત્તાદાન એટલે ચોરી. અસ્તેય વ્રતના પાલનથી લોકોને વિશ્વાસઘાત થાય, સ્નેહીજનનો પ્રેમ મળે, યશકીર્તિ મળે, નિર્ભયતા આદિ ગુણો મળે. બ્રહ્મચર્ય અથવા મૈથુન વિસ્મય વ્રતમાં બ્રહ્મચર્યનો ત્યાગ-યશાશક્તિ બ્રહ્મચર્યનું પાલન. પરરી માતાબહેન સમાન માને તથા પોતાની પરણેલી સ્ત્રી, પુરુષમાં સંતોષ રાખે ને સંયમમર્યાદા રાખી વર્તે એમ સ્થૂલ મૈથુનથી વિરમવું. બ્રહ્મચર્યના પાલનથી શરીર નીરોગી, હૃદય બળવાન, ઇન્દ્રિયો સતેજ, બુદ્ધિ તીણ, ચિત્ત સ્વસ્થ, કષાયોની અને વિકારોની ઉપશાંતતા, મોહભાવમાં ઘટાડો, વ્રત-નિયમ-સંયમની વૃદ્ધિ, ભૌતિક અને આત્મિક અનેક લાભો થાય છે. અપરિગ્રહ અથવા પરિગ્રહ પરિમાણ વ્રતમાં મૂચ્છભાવ, આશક્તિભાવ, મમત્વનો ત્યાગ અથવા સીમા બાંધવી. જન્મ પર્વત બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનું પોતાની ઇચ્છા, આવશ્યકતા પ્રમાણે પરિમાણ એટલે સીમા બાંધવી. અપરિગ્રહના પાલનથી, ખરાબ વિચારોથી મુક્તિ મળે છે. વસ્તુઓમાં આસક્તિ ઓછી થાય છે, જીવ સંતોષી બને છે, કાવાદાવા, ઝઘડા વગેરે મટે છે. જે અણુવ્રતોને લાભ પહોંચાડે છે, જે આત્મિક ગુણોની ખીલવણી કરે છે તેને ગુવ્રત કહે છે. આ ત્રણ ગુણવ્રત શ્રાવકજીવનને વધુ ગુણોજ્વલ બનાવનારા હોવાથી ગુણવ્રત કહેવાય છે. ગુણવ્રતથી અણુવ્રતોનું પાલન સરળ બને છે. દિશા પરિમાણ વ્રત યાવત્ જીવન માટે લેવામાં આવે છે. દિશાઓની મર્યાદા કરવી, જેજે દિશમાં જેટલું જવું પડે તેટલી મર્યાદા બાંધવી. દિશા દસ (૧૦) છે - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, કોણ, વાયવ્ય, ઇશાન, નૈઋત્ય, ઊર્ધ્વદિશા ને અધોદશા. જીવન દરમિયાન સાંસારિક પ્રવૃત્તિ કરવા માટે દરેક દિશામાં જવાની સીમા કરવી. દિશા પરિમાણ વ્રત અર્થાત્ દિશાઓની મર્યાદા કરવાથી મર્યાદાની બહાર જવાનો ત્યાગ થવાથી તે જગ્યાએ હિંસા વગેરે પાપોનો મોટો કર્મબંધ અટકે - ૨૨૧ #શિવાજી – અને જૈન ધર્મ ) છે. ઉપભોગ-પરિભોગ વ્રત એક વાર તથા વારંવાર ભોગવી શકાય તેથી વસ્તુઓની મર્યાદા કરવાના વિષય છે. જે વસ્તુ એકવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે, જેવી રીતે અન્ન, પાણી, આહાર, પુષ્પ, ફળ આદિ... જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે તેને પરિભોગ કહે છે, જેવી રીતે વરા, પાત્ર, શયા, આભૂષણ, મકાન આદિ વસ્તુઓનું પરિમાણ, ભોજન સંબંધી - આહારમાં બાવીસ અભક્ષ્ય, બત્રીસ, અનંતકાય, રાત્રિભોજન, ચલિતરસ તથા સંચિત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, કારણકે આ વસ્તુઓના ઉપભોગથી બહુ પાપ લાગે છે. વ્યાપારનું પરિમાણ - કર્મ સંબંધી નરકાદિ દુર્ગતિના દાતા એવા મહાઆરંભ, સમારંભ છોડવા માટે શ્રાવક પંદર કર્મદાનનો વ્યાપાર કરે નહીં. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતથી ઇચ્છા ઓછી થાય છે, આવશ્યકતાઓ ઘટે છે, જીવન સંતોષી અને ત્યાગી બને છે. ધર્મ આચારણ માટે વધુ સમય મળે છે અને ઘણો મોટો કર્મબંધ અટકે છે. અનર્થ દંડ વિરમણ વ્રતમાં પ્રયોજન વિના આત્મા દંડાય, તેને અટકાવવું. જે કાર્ય સ્વયંના પરિવારનાં સગાં-સંબંધી મિત્રાદિના હિતમાં ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય છે, તેને અનર્થ દંડ કહે છે. નિયમિત ક્ષેત્રમાં પણ પ્રયોજનભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ-સમારંભ કરવાનો ત્યાગ. દંડ બે પ્રકારના કહ્યા છે. અર્થ દંડ અને અનર્થ દંડ. શરીર, કુટુંબ આદિ આશ્રિતોનું પાલન-પોષણ કરવાને છકાય જીવોનો આરંભ કરવો પડે છે તે અર્થ દંડ કહેવાય છે. વિના કારણ તથા જરૂરથી વધારે પાપ કરવામાં આવે છે તેને અનર્થ દંડ કહેવાય છે. મોક્ષપ્રાપ્તિ માટેનાં અનુષ્કા ક્રિયાતી જે શિક્ષા દે યા કર્મક્ષયની શિક્ષા દે તેને શિક્ષા વ્રત કહે છે. વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા, અભ્યાસ પ્રેક્ટિસ થાય છે એટલે શિક્ષા વ્રત કહેવાય છે. શિક્ષા વ્રત અથવા શિસ્ત વ્રત શ્રાવકોને ભવિષ્યમાં સાધુજીવન માટેની તૈયારી કરવા માટે મદદ કરે છે. સામાયિક વ્રતનો અર્થ સમ એટલે સમતા-શાંતિ, આય એટલે લાભ, વૃદ્ધિ. જેનાથી શાંતિ થાય તે સામાયિક સમ+આ+ઇક એટલે સમભાવની આવક યાને પ્રાપ્તિ. સામાયિક એકાંતમાં બેસીને, રાગદ્વેષ છોડીને, સમતાભાવ રાખી આત્મધ્યાનનો અભ્યાસ કરવો. કાયાને સ્થિર રાખવી સમયમર્યાદા બાંધી (ઓછામાં ઓછી ૪૮ મિનિટ) પાપપ્રવૃત્તિ-નિવૃત્તિ, રાગદ્વેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષ્યબિંદુ છે. સામાયિકમાં સમભાવની સાધનારૂપ ૪૮ મિનિટની (ક્રિયા) વિરતિનું નામ છે સામાયિક. સામાયિક દ્રવ્યથી ૨૨૨
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy