________________
ઘી
ધ્યાનસાધના અને જૈન ધર્મમ
-
વચન અને કાયા – ત્રણે યોગની સ્થિરતા થતી હોવાથી તેને માનસિક, વાચિક અને કાયિક ધ્યાનરૂપ માન્યું છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ પર ભાર મુકાયો છે. દેહને સ્થિર કર્યો હોય, પરંતુ સ્થૂળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થૂળ બની રહે છે. દેહરાગનો ત્યાગ એ સાચા કાઉસગ્ગનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થતા માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, આત્મામાં લીન થવા માટે કાયોત્સર્ગ ઘણું મહત્ત્વનું છે. નિદાસગણિએ કાઉસગ્ગના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે ઃ દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ. દ્રવ્ય કાઉસગ્ગમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થાય છે. સાધક જ્યારે આવી રીતે દ્રવ્ય કાઉસગ્ગમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાયોત્સર્ગભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્ગમાં સાંસારિક વાસનાઓના ત્યાગ પર, આર્ત અને રોર્દ્રધ્યાનના ત્યાગ પર, કષાયોના ત્યાગ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દોષોને નિર્મૂળ કરતા જઈ આત્મિક શક્તિનો વિકાસ થાય છે.
પ્રેક્ષાઘ્યાન ઃ જૈન ધર્મમાં ધ્યાનસાધનાના ક્ષેત્રે તેરાપંથી આચાર્ય મહાપ્રજ્ઞજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડી ધ્યાનની નવી પદ્ધતિનો આવિષ્કાર કર્યો છે જેનું નામ છે પ્રેક્ષાધ્યાન. એનાં મૂળ આપણને આચારાંગ સૂત્ર, સૂતક્તાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર વગેરે આગમ ગ્રંથોમાં મળી આવે છે. પ્રેક્ષાધ્યાનનો અર્થ છે - આત્મા વડે આત્માને જુઓ. અહીં જોવાનો અર્થ છે રાગ એટલે પ્રિયતા અને દ્વેષ એટલે અપ્રિયતા છોડીને જે વર્તમાનમાં ઘટિત થાય છે તેને તટસ્થભાવે જોવું. પ્રેક્ષાઘ્યાનમાં જે પ્રયોગો છે - શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષા, લેશ્યાધ્યાન, અનિમેષપ્રેક્ષા... તેમાં ચિત્ત વડે ધ્યેયક્રિયા (શ્વાસ વગેરે)ને તટસ્થભાવે એકાગ્રતાથી અનુભવ કરવાનો હોય છે. આત્માનો સ્વભાવ દર્શન (ઉપયોગ) છે, ચિંતન અને વિચાર નથી. એટલે પ્રક્ષાધ્યાનમાં પ્રેક્ષાને (સાક્ષીભાવે જોવાને) વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ચિંતનને એના તાં ઓછું મહત્ત્વ અપાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞાજીએ પોતે ઘણાં વર્ષો સુધી ધ્યાનની લાંબી સાધના કરી હતી. પોતાના અનુભવના આધારે એમણે પ્રેક્ષાધ્યાનની વ્યવસ્થિત ધ્યાનપદ્ધતિનો આવિષ્કાર કર્યો જેનો અભ્યાસ કરવાવાળાને કષાય અને નોકષાયનાં વમળો નડતાં નથી. એવા સાધકોનો જીવનવ્યવહાર, સાચા અર્થમાં અંતર્મુખતાને પ્રગટ કરે છે અને સાધક સાચું આધ્યાત્મિક જીવન જીવે છે.
(ડૉ. રશ્મિબહેને યોગ પર શોધ પ્રબંધ લખી Ph.D. કરેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન સાહિત્ય સંમેલનો જ્ઞાનસત્રમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે).
૨૧૯
કાવડનાં વ્રતો અને જૈન ધર્મ
- ડૉ. ઉત્પલા મોદી
મનુષ્યના જીવનમાં તેની સુખ-શાંતિ તેમજ ઉન્નતિનો આધાર તેના આચાર-વિચાર પર છે, નહીં કે તેનાં બાહ્ય ધનાદિ, સંપિત્ત-સમૃદ્ધિ કે હકૂમત પર. જૈન ધર્મમાં શ્રાવકના વ્રતને સુવર્ણ સમાન કહ્યું છે, અર્થાત્ સોનું વાલ, બે વાલ, તોલો, બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદ કરી શકાય છે તેવી જ રીતે શ્રાવકનાં વ્રત પણ યથાશક્તિ અંગીકાર કરી શકાય છે.
જૈન ધર્મમાં શ્રાવકનાં વ્રતોમાં એવો આગ્રહ નથી કે અમુકે આટલાં વ્રતો ધારણ કરવાં જોઈએ. આ કારણથી તે આગારી ધર્મ કહેવાય છે. જેટલી થયોપશમ, જેટલી શક્તિ તેટલા પ્રમાણમાં વ્રતો ધારણ કરે, અર્થાત્ આગાર સહિત વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે.
જૈન ધર્મમાં વ્રતોની રચના એવા પ્રકારની છે કે જેમાં સમાજની પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવા માટે વધારેમાં વધરો સગવડ મળી રહે. તેથી આ ઉદ્દેશને પાર પાડવા શ્રાવકોના અને સાધુઓના ધર્મના નિયમો ઘડવામાં આવ્યા છે.
જૈન ધર્મમાં જિન ભગવાને અનુયાયીએ પાળવાનાં વ્રત, નિયમો બનાવ્યાં છે. આ નિયમો બે વિભાગમાં કરાયેલા છે. ગૃહસ્થ અથવા શ્રાવકો માટે - જેને શ્રાવકાચાર અથવા શ્રાવકધર્મ કહેવામાં આવે છે અને સાધુઓ માટે – જેને મુનિધર્મ અથવા સાધુધર્મ કહેવામાં આવે છે. શ્રાવકધર્મમાં ગૃહસ્થની સામાજિક પરિસ્થિતિ, ફરજ અને જવાબદારીને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તે નિયમોમાં, વ્રતોમાં કેટલીક છૂટછાટ હોય છે.
-
શ્રાવકના ધર્મમાં વ્રત બાર અને વિભાગ ત્રણ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને વધારાનું વ્રત સંલેખના છે.
ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવાય. અંશથી વ્રત ગહણ કરવાં અથવા દેશથી પાપોનો ત્યાગ કરવા તેને અણુવ્રત કહેવાય છે અથવા મહાવ્રતની અપેક્ષાથી જે નાનાં વ્રત છે તેને અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રતો કહેવાય છે.
અહિંસા વ્રત અથવા પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં પ્રાણોના અતિપાત એટલે
૨૨૦