________________
d ધ્યાનસાધના અને જૈન ધર્મ માટે
જ અશુભ અને પાપકારી વ્યાપાર (ક્રિયાનો) ત્યાગ, ક્ષેત્રથી આખા લોક પ્રમાણે, કાળથી બે ઘડી (૪૮ મિનિટ) ભાવથી બે કરણ, ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચખાણ લેવાય છે. સામાયિક દરમિયાન આર્ત-રૌદ્ધધ્યાન, વિકથા, સંશાનું સેવન, પૈસાનો વહીવટ તથા સંસારી કોઈ પણ કાર્યો કે વ્યવહાર ન કરવો જોઈએ અને મન અધ્યાત્મ વાંચનમાં વ્યસ્ત રહેવું જોઈએ. વ્યક્તિ સામાયિકમાં છે તેનું સતત ધ્યાન રાખવું જોઈએ અને મનમાં સારા વિચાર (અધ્યાત્મ), ચિંતન અને મનન કરવું જોઈએ. સામાયિકથી સમભાવની પ્રાપ્તિ થાય છે, ૧૮ પાપનો ત્યાગ થાય છે, બે ઘડી સાધુ જેવું જીવન પસાર થાય છે, જીવોની દયા અને રાની ભાવના વધે છે તથા ભાવના વિશેષ દૃઢ બને છે. સામાયિક કરવાથી જિનવાણી સાંભળવાનો, વાંચવાનો તથા સમજવાનો અવસર મળે છે ઇત્યાદિ ઘણા લાભો પ્રાપ્ત થાય છે. દેશાવગાસિક વ્રતમાં છઠ્ઠા વ્રતમાં જે મર્યાદાઓ યાવત્ જીવન માટે કરી હતી, તેનાથી પણ અધિક સંક્ષેપમાં દિવસભર માટે જે મર્યાદાઓ કરવી તેને દેશાવગાસિક વ્રત કરે છે. ખાવાપીવાની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. ગોચરી કરીને અથવા દયા પાળીને કરવામાં આવે છે. એક દિવસ રાત્રિદિશાની મર્યાદા સાથે ભોગપભોગની મર્યાદા કરી પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થવું. આત્માનો શુદ્ધ સ્વભાવ તે સંવત ઘરમાં રહેવાનો છે. માટે આસવને સર્વથા ત્યાગવાનો છે. દેશાવગાસિક વ્રતમાં છઠ્ઠા તથા સાતમા વ્રતને સંક્ષેપીને એક દિવસ અને એક રાત્રિની સંવર કરી એકાસણું કરે તે દેશાવગાસિક વ્રત છે. પૌષધ વ્રતમાં પૌષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરવો તે પૌષધોપવાસ. આત્માના ગુણોને પૌષવાવાળું વ્રત તે પૌષધ વ્રત. ધર્મને પુષ્ટ કરે તેને પૌષધ કહેવાય છે. એક દિવસ અને રાત (આઠ પ્રહર) વિરતિની સાધના તેને પૌષધ કહેવાય છે. ધર્મધ્યાન દ્વારા આત્માને પોષી અહિંસક, અણાહારી, અવેદી અને અપરિગ્રહી એક દિવસ માટે બની રહેવું. પૌષધ, ઓછામાં ઓછા ચાર પ્રહરનો હોય છે. જ્યારે પૌષધ વ્રત તો આઠ પ્રહરનો હોય તેમાં આહારનો ત્યાગ હોય જ છે, પણ નિદ્રા લઈ શકે છે. ચાર પ્રહરનો હોય તો આહાર અને નિદ્રા કરે તેને દયા કહે છે. એક માસમાં બે અઠ્ઠમ અને બે ચૌદશ પૌષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે અછું અને બે ચૌદશ પૌષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો તે પૌષદોપવાસ છે. પૌષધના ચાર પ્રકાર છે. આહાર, શરીર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધ. અતિથિ સંવિભાગ વ્રત એટલે જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. અચાનક ઘરે આવનાર મહેમાનોને
૨૨૩
60 થી _ અને જૈન ધર્મ 90) અને સાધુ-સાધ્વીને પણ અતિથિ કહેવાય. આંગણે પધારેલ સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર-પાણી વહોરાવવાં. અતિથિને (સાધુ-સાધ્વીને) વિધિ પ્રમાણે પોતાની પાસે રહેલા પદાર્થોમાંથી સાધુઓને સાધનામાર્ગમાં પોષક, અસણં, પાણ, ખાઈમ, સાઇમ, દાન દેવું તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને સંયમની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ પામે છે.
આમ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી કુલ બાર વ્રતો થયાં. તદ્ધપરાંત સંલેખના વ્રતનો ઉમેરો થયો છે. સંલેખના શરીર અને કષાયને કૃશ, અંત સમયની શય્યા. અનશન, ચારે પ્રકારના આહારનો ત્યાગ, નિઃશલ્ય થઈને ચારે આહારનો ત્યાગ કરી મર્યાદિત ક્ષેત્રમાં અંત સમયની ક્રિયા કરવામાં આવે છે તેનું નામ સંખના.
- જો શક્તિ હોય તો બારે વ્રતનું પાલન કરવું, નહીં તો શક્તિ અનુસાર બને તેટલાં વ્રત અંગીકાર કરી જેમજેમ અવસર પ્રાપ્ત થતો જાય તેમતેમ વ્રતોમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. બારે વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાંકરતાં વૈરાગ્ય ભાવમાં વૃદ્ધિ કરતાંફરતાં જ્યારે વિશેષ વૈરાગ્ય આવે છે ત્યારે અધિક ધર્મવૃદ્ધિ કરવાના અભિલાષી શ્રાવક ગૃહકાર્ય અને પરિગ્રહાદિનો ભાર પોતાના પુત્ર, ભ્રાતા વગેરે જે તેનો નિર્વાહ કરવાને સમર્થ હોય તેને સોંપી દે છે અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃત્તિ પામે છે અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવાં કે, આસન, ગુચ્છો, રજોહરણ, મુખવસ્ત્રીકા, માળા, પુસ્તક તથા ઓઢવા, બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પૌષધશાળા આદિ ધર્મસ્થાનકમાં ચાલ્યા જાય છે અને પછી શ્રાવકની ૧૧ પ્રતિમાનું યથાવિધિ સમાચરણ કરે છે. દર્શન, વ્રત, સામાયિક, પૌષધોપવાસ, સચિતત્યાગ, નિશીભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતીત્યાગ અને ઉદીષ્ટત્યાગ પ્રતિમા આ અગિયાર પ્રતિમાની સાધનામાં જોરદાર ઉદ્યમ અને માનસિક અને આધ્યાત્મિક સંયમની જરૂર હોય છે. દરેક શ્રાવક જે દીક્ષા લેવા ઉત્સુક છે તે આ પ્રતિમાના અભ્યાસથી સાધુપણાનું કઠણ જીવન જીવવા તૈયાર બને છે.
(ઉત્પલાબહેને M.A., Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. સોમાની ભવન્સ કૉલેજનાં ફિલોસોફીનાં હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
૨૨૪