________________
ક હી જ મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ
જ શરીરની ચંચળતા, અહં, મન અને મનની ચંચળતા પર તેઓ વિજય પ્રાપ્ત કરી રહ્યા હતા. અનાદિના અધ્યાસથી જ્યાંજ્યાં આત્મા પરાજિત થઈ, આત્મસામ્રાજ્યને હારી, મોહ રાજાનો બંદી બન્યો હતો. તેને બંધનમાંથી મુક્ત કરી નિજ સામ્રાજ્યને પાછું મેળવવા, પૂર્ણ સ્વતંત્રતાની પ્રાપ્તિ અર્થે આ પ્રયોગો ચાલુ હતા.
પ્રભુએ પોતાના સાધનાકાળમાં બહુ જ અલ્પ ઊંઘ લીધી છે. તેઓ સતત જાગૃત રહેતા. ઊંઘનું આક્રમણ થાય તો થોડું ચાલતા, ઊભા ઊભા ધ્યાન કરતા.
વળી અત્યંત અલ્પ આહાર લેતા તેથી તેઓને બહુ જ ઓછી ઊંઘની જરૂર પડતી. જે સાધક સહજ સમાધિદશામાં લાંબો સમય સ્થિર રહે છે, તેને શારીરિક, માનસિક એટલી તૃપ્તિ મળે છે કે ઊંઘ અને આહાર બન્નેની આવશ્યકતા ઓછી થઈ જાય છે.
ભગવાન મહાવીર શૂલપાણી યક્ષના ચૈત્યમાં ધ્યાન કરી રહ્યા હતા. રાત્રિના પાછલા પહોરમાં એક અંતમુહૂર્ત જેટલો સમય તેમને ઊંઘ આવી, તેમાં પ્રભુએ ૧૦ સ્વપ્નો જોયાં. ૧. તાલ પિશાચને પરાજિત કરવાનું સ્વપ્ન – મોહના ક્ષીણ થવાનું સૂચક છે. ૨. સફેદ પાંખવાળા નર કોયલનું સ્વપ્ન - શુકલધ્યાનમાં વિકાસનું સચૂકે છે. ૩. રંગબેરંગી પાંખવાળા નર કોયલનું સ્વપ્ન - અનેકાન્ત દર્શનના પ્રતિપાદનનું
સૂચક છે. ૪. બે રત્નમાળાનું સ્વપ્ન - સાધુધર્મ અને ગૃહસ્થધર્મ - આ બે ધર્મની
સ્થાપનાનું સૂચક છે. ૫. સફેદ ગોકુળનું સ્વપ્ન - સંઘની સમૃદ્ધિનું સૂચક છે. ૬. વિકસિત પદ્મ સરોવરનું સ્વપ્ન - દિવ્યશક્તિની ઉપસ્થિતિનું સૂચક છે. ૭. તરંગિત સમુદ્રને તરવાનું સ્વપ્ન - સંસારસાગરથી પાર થવાનું સૂચક છે. ૮. જાજવલ્યમાન સૂર્યનું સ્વપ્ન - કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સૂચક છે. ૯. આંતરડાથી માનુષોતર પવર્તને વીંટવાનું સ્વપ્ન - પ્રતિપાદિત સિદ્ધાંતોની
વ્યાપકતાનું સૂચક છે. ૧૦. મેરુ પર્વત પર ચઢવાનું સ્વપ્ન - ધર્મનું ઉચ્ચતમ પ્રસ્થાપન કરવાનું સૂચક
ક00 _ અને જૈન ધર્મ
છે જ આ દસ સ્વપ્નોના સંકેત સ્વ-પર બન્નેનું કલ્યાણ પ્રભુ મહાવીર દ્વારા થશે તેનાં સૂચક છે. પ્રભુના આત્માની વધતી વિશુદ્ધતાનાં પરિણામો પરાકાષ્ઠાનાં આત્મિક ફળો આપવા સમર્થ છે. તો બીજી બાજુ સદ્ધર્મનું પ્રવર્તન કરવા માટે તીર્થકર ભગવંતની નિષ્કારણ કરુણાના ફળસ્વરૂપ સંઘને શું - શું ઉપલબ્ધ થશે તેના પણ સૂચક છે.
સાધકની સાધનાના વિકાસ સાથે તેની દૃષ્ટિ આત્મામાં ઊંડી ઊતરતી જાય અને આત્મામાં રહેલ અખૂટ આનંદનું વેદન અનુભવાય તેમતેમ બાહ્ય જગતનાં ગુપ્ત રહસ્યો તેમની દૃષ્ટિ સામે ખૂલતાં જાય છે. પ્રભુ અંતરદૃષ્ટિથી પોતાને તો જાણે જ છે, પણ એ જ દૃષ્ટિ બહાર પણ જુએ છે.
'जे अज्झत्थ जाणड़ से बहिया जाणई' જે આત્માને જાણે છે તે અન્યનાં સુખ-દુઃખને જાણે છે.
મહાકરુણાસાગર પ્રભુ સ્વને જાણે છે. જીવોનાં સુખ-દુઃખને પણ જાણે છે. જાણીને, દુઃખ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય એવો માર્ગ બતાવે છે. તેથી જ સંપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થયા પછી, સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા કૃત્કૃત્ય થઈ ગયા છે. છતાં જગતજીવો પર વહેતી કરુણાના કારણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
ભગવાન મહાવીરની અભય અને મૈત્રીની સાધના ચંડકૌશિકના નિમિત્તે પૂર્ણ થાય છે. ચંડકૌશિક ડંખ દે છે છતાં પ્રભુ કલેશ નથી પામતા. અદ્ભુત સમતાનું દર્શન આ પ્રસંગથી થાય છે.
ભગવાન મહાવીર ત્યાં ૧૫ દિવસ સુધી રહ્યા. તેમનો આ પ્રવાસ : ૧. અભ્ય અને મૈત્રીની કસોટી ૨. ધ્યાનકોષ્ઠમાં બાહ્ય પ્રભાવમુક્તિનો પ્રયોગ ૩. અહિંસાની પ્રતિષ્ઠામાં ક્રૂરતાનું મૃદુતામાં પરિવર્તન અને ૪. જનતાના ભયનું નિવારણ આ ચાર નિષ્પત્તિઓ સાથે પૂરો થયો ?
પ્રભુએ જાણ્યું કે માર્ગમાં મહાદષ્ટિવિષ સર્પ છે. તેના વિષથી કોઈ બચી શકતું નથી. છતાં પ્રભુએ એ જીવ સાથે મૈત્રી પ્રસ્થાપિત કરી. મૃત્યુના ભયથી ભયભીત ન થયા. સાક્ષાત્ મૃત્યુ સામે હોવા છતાં વિચલિત ન બન્યા. અંતરમાં
--------------
૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત. ૨. આચારાંગ ૧૯૨-.
૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત. ૨. આચારાંગ સૂત્ર ૧} {૭-૨.
૨૬