SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વીશે શ્રુતસંપદા અને જૈન ધર્મ અને ‘બદલાયા કરે’ રાહ એના એ રહે ને રાહી બદલાયા કરે વૃક્ષ ડાળી એ જ કિન્તુ પર્ણ બદલાયાં કરે એ જ નદીઓ એ જ કાંઠા રોજ લાગે એક શા ખયાલ ના આવે એ રીતે પાણી બદલાયા કરે નામ એનું એ રહે ને કાળ ના રાખે શરમ બાળપણ, યૌવન ને ઘડપણ રૂપ બદલાયાં કરે એ જ તખ્તો એ જ બેઠક એ જ છે ગીતો ભલે કાલના ગાયક ને શ્રોતા આજે બદલાયા કરે એ જ મુખ ને એ જ આંખો એ જ દિલ છે તે છતાં જે હતા ગઈકાલ ભાવો આજ બદલાયા કરે મુનિમહારાજે પર્યુષણ પર્વને લગતું એક સુંદર ગીત લખ્યું છે. પર્યુષણા પર્વનો હાર્દ સાવ સરળ શબ્દોમાં તેમણે વણી લીધો છે. તેનું શીર્ષક છે ઃ પર્યુષણા : આત્માની વસંત. તેની કેટલીક પંક્તિઓ જોઈએ. છે પર્યુષણા આતમાની વસંત, અહીં પ્રેમ જલનાં ઝરણ જોઈએ ક્ષમા, નમ્રતા, ધૈર્ય, ઔદાર્યથી, વિરોધો તણા બસ શમન જોઈએ અનેકાન્ત દર્શન છે મહાવીરનું, બધાને સમાવે છે આકાશ સમ ન વાદળને પકડી ઝઘડીએ હવે, ચલો ગાઈએ કે ‘ગગન જોઈએ’ અરિહન્ત ને સિદ્ધના ધ્યાનથી બને શાન્તરસમાં જ તરબોળ મન ટૂંકી જિંદગીનો તો પ્રત્યેક દિન ઊજવવો આ તહેવાર સમ જોઈએ. મુનિચન્દ્રજી મહારાજે પોતાના જીવન વિશે પણ કેટલાંક આત્મકથનાત્મક કાવ્યો અને ગીતો રચ્યાં છે. એવું જ એક સુંદર ગીત છે : ‘એકાન્તે પણ મેળા’. આમ જુઓ તો એકલદોકલ, આમ જુઓ તો મેળા આમ લાગીએ આગળ-પાછળ, આમ જુઓ તો ભેળા આમ લાગીએ સંત ધરમના, મરમ લગી પહોંચેલા આમ જુઓ તો છીએ મુસાફર થેલા લૈ નીકળેલા 99 થવું ગમે ના ગુરુ કોઈના, થઈ શક્યા ના ચેલા કેમ માનીએ છેલ્લા તમને, કેમ અમોને પહેલા ભીતરમાં ભગવાન વસે તો, બધા દાખલા સહેલા નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા ભલે લાગીએ જંગલમાં પણ છીએ અલખ અલબેલા અનુભૂતિના રંગ કસુંબલ, એકાન્તે પણ મેળા. મુનિ શ્રી મુનિચન્દ્ર મહારાજજી એટલે કે કવિ ‘આનંદ’નાં કાવ્યો અને ગીતો સીધાં જ લોકહૃદય સુધી પહોંચે છે. ભારેખમ શબ્દો નહીં, પરંતુ લોકની બોલચાલમાં વપરાતા શબ્દોને કારણે સૌ કોઈને તેઓ સ્પર્શે છે. તેમનાં કાવ્યો આપણને જાગૃત કરે છે. એમાંની એકાદ પંક્તિ પણ આપણે મમળાવતા રહીએ તો બેડો પાર થઈ જાય. એવી જ થોડી પંક્તિઓ સાથે આ લેખને વિરામ આપું છું : ૧) આ જાય સમય ! ઓ જાય સમય ! ના પળભર એ રોકાય સમય પકડું પકડું થાય મને ને હાથતાળી દઈ જાય સમય ઇચ્છાઓના સર્પ ડસે ને ડંખાતું મન દોટ મૂકે એના સ્પર્શ થકી જ સમય, લાગે અવિરત દોટ મૂકે મનની સાથે જાય સમય, મન જીતો તો જીતાય સમય. ૨) ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં ? ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં ? વસ્તુ (જ્હોની શાહ જૈન સાહિત્ય સંમેલનો તથા જૈન જ્ઞાનસત્રમાં અભ્યાસપૂર્ણ પેપર પ્રસ્તુત કરે છે. ‘પાહિણીદેવી’ નાટનકનું તેમણે સુંદર દિગ્દર્શન કર્યું છે).
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy