SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દાળ, શ્રુતસંપદા અને જૈન ધર્મ પુસ્તિકા પ્રકટ કરી. તેના લેખક શ્રી મેઘબિંદુ લખે છે, ‘કવિ આનંદ અલગારી જીવ હતા. વ્યવહારજગતથી તેઓ દૂર હતા. તેઓ એકાંતમાં એમની મહેફિલને માણી શકતા હતા અને મેળાની વચ્ચે પણ પોતાનું એકાંત શોધી શકતા હતા. એમની કવિતામાં અખિલાઈનો આનંદ અનુભવાતો, લયનું લાલિત્ય સમજાતું, શબ્દોની સરળતા અનુભવાતી અને નિખાલસતાની જાદુઈ અસર પણ એમનાં કાવ્યોમાં જોવા મળતી. પોતે કવિતાઓ ગાઈને આનંદ માણતા અને અન્યને કરાવતા. અન્ય કવિઓની રચનાઓને પણ તેઓ દિલથી દાદ આપતા. ગમતાંનો ગુલાલ કરવાની એમની નોખી-અનોખી રીત હતી. તેઓ ‘મરીઝ', ‘બેફામ’, ‘ઘાયલ', ‘શૂન્ય’ના ચાહક હતા તથા ‘ગાલિબ'ની ગઝલો એમને ગમતી. તેઓ ઘણી વાર એમની ગઝલો પોતાની રીતે લલકારતા. એમનો કવિતાપ્રેમ એમના હાસ્યમાં વરતાતો. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિઓ હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા તથા રાજેન્દ્ર શુક્લે તેમના અલગઅલગ કાવ્યસંગ્રહોની પ્રસ્તાવના લખી છે. ગુજરાતના જાણીતા કિવ ‘ઉશનસ્’કવિ ‘આનંદ’ વિશે લખે છે, ‘મુનિમહારાજ કેવળ એક સંત ન હતા, એક ઊંચા પ્રતિભાસંપન્ન કવિ પણ હતા. તેઓ અઢી અક્ષર પ્રેમના કવિ હતા અને મોટા સાધક હતા. જૈન ધર્મના મોટા સાધક અને સાધુ છતાં એ વિકસિત થતા ગયા તો પ્રેમ તરફ થતા ગયા. પોતાનું શાસ્ત્રજ્ઞાન અને જૈન ધર્મની સાધનાને વિકસાવી, વ્યાપક બનાવીને અખિલ ભારતીય કે અખિલ માનવીય કક્ષાનો પ્રેમ એમણે એમની કવિતામાં પ્રગટ કર્યો છે. મેં કોઈ જૈન કવિને આટલી ગઝલો ગાતા, ગીતો લખતાં અને ગીતોમાં જીવનનો ઉલ્લાસ ઉછાળતા જોયા નથી. ગુજરાતી સાહિત્યમાં તેઓ એક અને અદ્વિતીય છે.' કવિ ‘આનંદ’ના પોતાના અવાજનું ધ્વનિમુદ્રણ થયું છે અને તે ‘આનંદધારા’ ઑડિયો સી.ડી.માં સચવાયું છે. કવિ ‘આનંદ’ એકાંતપ્રિય અને મૌનના ઉપાસક હતા. ઇગતપુરીમાં આવેલા ગોયન્કાજી દ્વારા નિર્મિત વિપશ્યના ધ્યાન કેન્દ્રમાં યોજાતી વિપશ્યના ધ્યાનશિબિરમાં રહીને તેમણે ધ્યાન સાધના કરી છે તેમ જ સંત પૂજ્ય મોટાના નડિયાદના મૌન મંદિરમાં બંધબારણે સાત દિવસ સુધી એકલા રહીને જાત સાથેનો સંવાદ તેઓ કરી ચૂક્યા હતા. પરમને પામવાની મથામણ એમની કવિતામાં ઝળક્યા કરે છે. કદાચ એટલે જ સાંઈ કવિ મકરંદ દવે મુનિમહારાજ સાથે કાવ્યગોષ્ઠિ કરતા. વિશ્વકવિ ઉમાશંકર જોષી અને લોકપ્રિય કવિ સુરેશ દલાલ એમનાં કાવ્યોને ૭૫ ...અને જૈન ધર્મ બિરદાવતા. આજે પણ શાહબુદ્દીન રાઠોડ જેવા કેટલાય પ્રયવચનકારો અને કલાકારો પોતાનાં વક્તવ્યોમાં ‘આનંદ'ની કંઈકેટલીય પંક્તિઓ ટાંકતા હોય છે. હાલમાં તેમના કવિતાસંગ્રહો અપ્રાપ્ય હોવાથી શાંતિ નિકેતન સાધના કેન્દ્ર તરફથી તેમનાં ચૂંટેલાં કાવ્યોની બે નાનકડી પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી છેઃ ‘આનંદ’ની કવિતા - કવિતાનો આનંદ તથા સાત મંદિર મારી અંદર. ‘આનંદ’ની કવિતા મુનિ મહારાજનાં કાવ્યોમાં મુખ્યત્વે જીવનસ્પર્શી અધ્યાત્મનાં દર્શન થાય છે. કવિ શ્રી ઉમાશંકર જોષીએ જેને નખશિખ કવિતા કહીને સંબોધી હતી તે કવિતા જોઈએ. ધ્યાનની મસ્તી જેમાં છલકાય છે એ કાવ્યનું શીષર્ક છે ઃ મારી અંદર સાત સમંદર ઊછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર કોઈક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું અને કો'ક દી બધું જ લાગે મારી અંદર ધાગા જેવો છું મણકાથી જુદો તોય દરેક મણકો કહી રહ્યો ‘તું મારી અંદર’ જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને ચહલપહલ જે ગુપચુપ ચાલે મારી અંદર ચાલ્યો જયાં અંધાર ભેદતો ઊંડેઊંડે મળી તેજની કેડી મુજને મારી અંદર અગમ નિગમના દુર્ગમ રસ્તા ખુંઘા કિન્તુ અંતે તો હું પામ્યો મુજને મારી અંદર તીર્થંકર પરમાત્માએ અનિત્ય ભાવનાનો બોધ આપ્યો છે. ‘શાંતસુધારસ’ નામના ગ્રંથમાં ઉપાધ્યાય વિનયવિજયજીએ ખૂબ જ રસાળ ભાષામાં અનિત્ય ભાવના પર ગેયાષ્ટક લખ્યું છે. આ ભાવાનો લગતી કંઈકેટલીયે સૂજ્ઝાયો અને પદો જૈન સાહિત્યમાં જોવા મળે છે, પરંતુ મુનિમહારાજની આ ગઝલ ખૂબ સરળ શબ્દોમાં અનિત્ય ભાવનાને વર્ણવી દે છે. ૭૬
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy