________________
ક0%
– અને જૈન ધર્મ 5888 આ રીતે ક્રમેક્રમે સંયમપર્યાય વધતાવધતા અનંતઅનંત આત્મિક સુખનો અનુભવ કરે. ધન્ય તે મુનિવરો ! ધન્ય તેઓનું જીવન !
કહેવાય છે કે પૃથ્વી પર ધરતી કરતાં ત્રણ ગણું પાણી હોવા છતાં આવા સંયમીઓના સંયમના પ્રભાવે એ પાણી ધરતી પર ફરી વળતું નથી.
વર્તમાન જગતમાં વિજ્ઞાન જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પણ... સંયમીઓ બાહ્ય શોધને બદલે આંતરખોજમાં લાગી ગયા છે... “આ છે અણગાર અમારા... આ છે શણગાર અમારા...”
ધન્ય..ધન્ય... તે મુનિવરા !!
(ગોં. સં.ના પ્રાણપરિવારનાં પૂજ્ય ઊર્મિલાજી મહાસતીજીએ પ્રાણ આગમ બત્રીશીના આગમનું સંપાદન કાર્ય કર્યું છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
88080 અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ
9 0 % - સાધુને સંતપણા રે, જગમાં નથી મફતમાં મળતાં.”
જીવન પર્યંત, પ્રતિદિન, ક્ષણેક્ષણે જાગૃતિપૂર્વક સ્વીકારેલાં મહાવ્રતો અને અષ્ટપ્રવચનમાતાનું નિર્મળપણે પાલન કરનાર સંયમી આત્માઓને લાખલાખ વંદન !! એમના સંયમી જીવનની ભૂરિભૂરિ અનુમોદના !
“આગ લગી આકાશ, ઝરે ઝરે બરસત અંગાર,
સંત ન હોત જો જગતમેં, જલ જાતા સંસાર.” આવો નિર્મળ સંયમ પાળતા સંયમીને કેટલું સુખ મળે ? કેવું આત્મિક સુખ અનુભવાય તેનું વર્ણન જૈનશાસ્ત્ર આધારિત થોકડાઓમાં નીચે પ્રમાણે કર્યું છે - ૧. એક માસનો નિર્મળ સંયમ પાળવાથી વણવ્યંતર દેવોના સુખને ઉલ્લંઘી જાય ૨. બે માસનો નિર્મળ સંયમ પાળવાથી નવ નિકાયના દેવોના સુખને ઉલ્લંઘે ૩. ત્રણ માસનો નિર્મળ સંયમ પાળવાથી અસુરકુમારના દેવોના સુખને ઉલ્લંઘી
જાય ૪. ચાર માસનો નિર્મળ સંયમ પાળવાથી ગ્રહ, નક્ષત્ર, તારાના દેવોના સુખને
ઉલ્લંઘી જાય ૫. પાંચ માસનો નિર્મળ સંયમ પાળવાથી સૂર્ય-ચંદ્રના દેવોના સુખને ઉલ્લંઘી જાય ૬. છ માસનો નિર્મળ સંયમ પાળવાથી પહેલા-બીજા દેવલોકના દેવોના સુખને
ઉલંઘી જાય ૭. સાત માસનો નિર્મળ સંયમ પાળવાથી ત્રીજા-ચોથા દેવલોકના દેવોના સુખને
ઉલ્લંઘી જાય. ૮. આઠ માસનો નિર્મળ સંયમ પાળવાથી પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોના સુખને
ઉલ્લંઘી જાય ૯. નવ માસનો નિર્મળ સંયમ પાળવાથી સાતમા-આઠમા દેવલોકના દેવોના સુખને
ઉલ્લંઘી જાય ૧૦. દસ માસનો નિર્મળ સંયમ પાળવાથી નવમાથી બારમા દેવલોકના દેવોના સુખને
ઉલ્લંઘી જાય ૧૧. અગિયાર માસનો નિર્મળ સંયમ પાળવાથી નવ નૈવેયકના દેવલોકના દેવોના
સુખને ઉલંઘી જાય ૧૨. બાર માસનો નિર્મળ સંયમ પાળવાથી પાંચ અનુત્તર વિમાનવાસી દેવલોકના
દેવોના સુખને ઉલ્લંઘી જાય.