________________
જ®®ક નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ પ ર વાસ્તવિકધર્મ કે નિશ્ચયધર્મ જ આત્મધર્મ છે. તેની મુખ્યતાને સ્વીકારીને, તેનું લક્ષ્ય બનાવીને સાધકે વ્યવહારધર્મનું યથાર્થ પાલન કરવું જરૂરી છે.
નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનો સમન્વય કરતાં ગણિ શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે કે:
યોગ જે આસ્રવ પદ હતો, તે કર્યો નિર્જરરૂપ રે, લોહથી કાંચન મુનિ કરે, સાધના સાધ્ય ચિદ્રુપ રે
અષ્ટપ્રવચન માતાની સઝાયમાં રાગ-દ્વેષ યોગની પ્રવૃત્તિ આમ્રવનું કારણ છે, પરંતુ તે યોગને ઉપયોગસમ પારસમણિનો સ્પર્શ થાય તો તે યોગ કાંચન બની જાય છે, અર્થાત્ તેનાથી કર્મનિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે.
સાધક જીવનમાં પાંચ સમિતિનું પાલન યોગની પ્રવૃત્તિરૂપ છે. તેનું પાલન કરવું તે પરમાત્માની આજ્ઞા છે. સાધક તે પ્રવૃત્તિઓ ઉપયોગના અનુસંધાનરૂપ કરે, અર્થાત્ લક્ષ્યને સન્મુખ રાખીને દરેક પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તે પ્રવૃત્તિઓ કર્મબંધના સ્થાને કર્મનિર્જરાનું કારણ બને છે. કેવળીભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ યૌગિક ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓ સમિતિપૂર્વક કરે છે, તે ક્રિયાઓ આત્માના અખંડ ઉપયોગપૂર્વક કરે છે. તીર્થકરોનું તથા પ્રકારનું આચરણ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મના સમન્વયનો સંકેત આપે છે.
સાધકોએ જીવનના પ્રત્યેક વ્યવહારમાં શુદ્ધાત્મામાં સ્થિર થવાનું લક્ષ્ય સતત સન્મુખ રાખીને વ્યવહારનું પાલન કરવું જોઈએ, તે જ તેનો વિવેક છે, તે જ તેની સાધના છે.
સંયમજીવન, અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ
- સાધ્વીરત્ના ઊર્મિલાજી મહાસતીજી. વિશ્વ લેવલ પર સર્વ ખંડોમાં એશિયા ખંડસ્થિત, પરમપાવની, ભારતભૂમિ, ધર્મભૂમિ, આર્યભૂમિ, સંતોની ભૂમિ તરીકેનું મહત્ત્વભર્યું સ્થાન ધરાવે છે. ભારતીય આર્યભૂમિ સદાકાળ આધ્યાત્મિકતાના રંગે રંગાયેલી રહી છે. આ ભૂમિમાં અત્ર, તત્ર, સર્વત્ર ધાર્મિકતા દૃષ્ટિગોચર થાય છે. વિધવિધ ધર્મોનાં સ્થાનો, મંદિરો, મસ્જિદો, ચર્ચ, દેવળ, દેરાસરો, ઉપાશ્રયો નજરે ચડે છે. વ્યક્તિ-વ્યક્તિના હદયમાં ધર્મભાવ જીવંત છે, માનવમન ધર્મસૌરભથી સુવાસિત છે. આબાલવૃદ્ધમાં ધર્મક્રિયાઓ, ધર્મનુષ્ઠાનો પ્રત્યે પ્રેમ અને સંવેદનાઓ ભર્યા છે...
આ બધાંની પાછળ પરાપૂર્વથી ચાલી આવતી ભારતભૂમિની બે ઉમદા, જાજ્વલ્યમાન સંસ્કૃતિઓનું યોગદાન છે. ૧ - શ્રમણ સંસ્કૃતિ અને ૨- બ્રાહ્મણ સંસ્કૃતિ. સમસ્ત માનવસમાજ શિષ્ટ, સભ્ય અને ધાર્મિક બને એવા ભાવથી આ બન્ને સંસ્કૃતિઓ ધર્મ સાથે સદા સંકળાયેલી રહી છે. સુદીર્ધકાળથી ધર્મ અને સંસ્કૃતિ પેરેલલ ચાલ્યાં આવે છે ! ધર્મવિહોણી સંસ્કૃતિ કે સંસ્કૃતિવિહોણો ધર્મ જાણે કે અપૂર્ણ લાગે ! એવું બન્ને વચ્ચે સામંજસ્ય છે.
ભારતીય આર્યભૂમિની બ્રાહ્મણ સંસ્કૃતિ ક્રિયાકાંડ, અનુષ્ઠાનો યજ્ઞયાગના માધ્યમથી ફાલીફૂલી રહી, તો શ્રમણ સંસ્કૃતિ તપ, ત્યાગ, સંયમ દ્વારા અપ્રતિબદ્ધપણે વિકસતી આજ પર્યત નવપલ્લવિત રહી. વળી, તેતે સંસ્કૃતિના પ્રણેતાઓ, અનુયાયીઓ, હિમાયતીઓ દ્વારા જ ભદ્ર, સભ્ય સમાજની સંરચના થઈ. આ સમાજમાંથી કેટલીક
વ્યક્તિઓ સમષ્ટિના કલ્યાણ માટે ધર્મસન્મુખ થઇ ધર્મ ક્ષેત્રે પ્રવેશવા, ધર્મ સમજવા, ધર્મ અપનાવવા, ધર્મનું યથાર્થ પાલન કરવા સદાકાળ તત્પર રહી. તપ, ત્યાગ, સંયમ કે યમ, નિયમ, ધ્યાન, ધારણા, સમાધિ કે વિધવિધ ઉપાસનાઓ, આરાધનાઓ વિના ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ શક્ય જ નથી.
પુણ્યોદયે પ્રાપ્ત બાહ્ય ઉપલબ્ધિઓને સ્વેચ્છાએ છોડવી તે ત્યાગ અને મળેલાં મન, વચન, કાયા, ઇન્દ્રિયો તથા આત્માને નિયંત્રિત કરવા તે સંયમ.
સંયમજીવનઃ વિષયો પ્રત્યેની મૂર્છાથી બેફામપણે દોડતા મન, વચન, કાયાના, ઇન્દ્રિયોના ઘોડાને વશમાં રાખવા, નિયંત્રિત કરવાં તે સંયમ.
૩૬.
(વિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મ.સ.નાં સુશિષ્યા ડૉ. આરતીજીસ્વામીએ ખતરગચ્છીય આચાર્ય શ્રી દેવચંદજીના જીવન-કવન પર સંશોધન કરી મુંબઈ યુનિ.માં Ph.D. કરેલ છે. ગુરુ પ્રાણ આગમ બત્રીશીનાં સહ-સંપાદિકા છે. રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ પ્રેરિત જેન વિશ્વકોશનાં તેઓ પરામર્શક છે)..