SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસંપદા અને જૈન ધર્મ # ડાયસ્પોરા અને જૈન ધર્મ જ મંદિરમાં શિવસ્તુતિ કરી હતી. વસ્તુપાળ અને તેજપાળે મસ્જિદને માટે જમીનનું દાન આપ્યું હતું. ત્રણત્રણ વર્ષ સુધી વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫માં ભારતમાં આવેલા દુષ્કાળ સમયે જગાએ ખાલી ૧૧૫ અન્નશાળાઓ ખોલાવી હતી, જેમાં કોઈ પણ જાતિ, જ્ઞાતિના ભેદ વગર સહુને અનાજ આપ્યું હું. આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ શીખ ગુરુદ્વારાના મકાન માટે મહત્ત્વનું યોગદાન કર્યું હતું. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ હરિજનો માટે છાત્રાલયો ખોલ્યાં હતાં. ઝારખંડના પેટરબાર વિસ્તારમાં આદિવાસી સમાજમાં પરમદાર્શનિક શ્રી જયંતમુનિજીએ આદિવાસીઓના કલ્યાણ માટે ‘જ્ઞાનજ્યોતિ’ અને ‘નેત્રજ્યોતિ' દ્વારા મહાન સેવાયજ્ઞ કર્યો. વિરાયતનનો જીવંત દાખલો આપણી પાસે છે અને વિશેષ તો જૈન સમાજે બંધાવેલી સ્કૂલો, હૉસ્પિટલો, પાંજરાપોળો અને અન્નક્ષેત્રો સહુ કોઈને માટે ખુલ્લાં હોય છે. આજથી ચારસો વર્ષ પહેલાં શહેનશાહ અકબર અને આજના સમયમાં મહાત્મા ગાંધીજી પણ જૈન ધર્મની વ્યાપક ઉદારતા અને અનેકાંતદષ્ટિથી આકર્ષાયા હતા. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે અનેકાંતવાદનો અભ્યાસ કર્યો અને તે સમયે તેમણે લખ્યું કે એ દિવસે હું હિંદને હિંદની દૃષ્ટિએ અને મુસલમાનોને મુસલમાનની દૃષ્ટિએ જોતાં શીખ્યો. જૈન ધર્મનો સ્યાદ્વાદ એ ઇન્ટરફેઈથ પ્રવૃત્તિની આધારશિલા બની શકે તેમ છે અને તેથી જૈન ડાયસ્પોરા દ્વારા આ ભાવનાઓનો વિશ્વભરમાં પ્રચાર કરવામાં આવે. ત્રીજી ચારિત્રશાખામાં ધરતીકંપ, પૂર, સુનામી, લડાઇ જેવી બાબતોમાં વિશ્વના જૈન સમાજે સંગઠિત બનીને આગવું યોગદાન આપવું. વ્યવસાય, વાણિજ્ય અને વેપાર અંગે ‘જીતો’ સંસ્થા જુદાજુદા દેશોમાં કાર્ય કરતી રહી છે. એવી જ રીતે જૈન સોશિયલ ગ્રુપ, જેન જાગૃતિ સેન્ટર જેવાં અનેક ગ્રુપો બીજા દેશ પર આવેલી કુદરતી આપત્તિ સમયે પોતાના સાધર્મિક ભાઈઓની મદદે દોડી જાય છે. હવે જ્યારે દુનિયા પરસ્પરની નજીક આવી રહી છે, ત્યારે જૈન ડાયસ્પોરા એ આપણી આજની અત્યંત મહત્ત્વની આવશ્યકતા છે. માત્ર જરૂર છે તેને માટે વ્યાપક દૃષ્ટિની, નિસ્પૃહ કાર્યકરોની, અથાગ પરિશ્રમની અને એક વિરાટ આંદોલનની. (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં ૧૦૦થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ ચિંતન સભર પ્રવચનો યોજાય છે. ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશના મુખ્ય સંપાદક છે). જૈન સાહિત્ય અને સમાજ: વૈશ્વિક સંદર્ભે આગવું, અનોખું અને અસરકારક પ્રદાન - ડૉ. બળવંત જાની જૈન સમાજ અને સાહિત્યનો વૈશ્વિક સંદર્ભે વિચાર કરીએ ત્યારે મહત્ત્વનો મુદો એ દૃષ્ટિ સમક્ષ રાખવાનો હોય કે જે પ્રચલન હોય, સ્થિર બાબત હોય એને અતિક્રમીને વિશેષરૂપે પ્રદાન કરીને એમાં આગવું, અનોખું અને અસરકારક ઉમેરણ કરવામાં આવ્યું હોય. ડાયસ્પોરા સમાજ માટે એવી સૈદ્ધાન્તિક બાબત સ્થિર હતી કે માઈગ્રેશન હંમેશાં મોટાં શહેરોમાં થાય. જૈન વેપારીઓ સાગર ખેડીને આફ્રિકા ગયા તો ત્યાંનાં મોટાં શહેરોને બદલે નાનકડાં ગામડાં, જંગલમાં હાટડી-કૂડા દ્વારા વેપાર અને નિવાસ કરીને નવી, આગવી, પોતીકી વિભાવના સ્થાપી અને સ્થિર કરી. બીજું, બહુધા ડાયસ્પોરા સમાજનું વલણ જે-તે શહેરમાં સવલતો અને સુવિધાઓનો ઉપયોગ કરવા પરત્વેનું હોય. જ્યારે જૈન વેપારીઓએ આફ્રિકામાં પોતાના તરફથી મૂળ નિવાસીઓ માટે સવલતો અને સુવિધાઓ જેવી કે નિશાળ, દવાખાનાં, બગીચા અને રસ્તા વગેરેનું નિર્માણ કરીને સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી. ત્રીજું મહત્ત્વનું ઘટક ડાયસ્પોરા સમાજ જ્યાં માઈગ્રેટ થયો હોય ત્યાંનો પ્રભાવ ઝીલે, જીવનશૈલી અપનાવે. જ્યારે જૈન વેપારીઓએ આફ્રિકન નેટિવનો પ્રભાવ ઝીલવાને બદલે પ્રભાવ પાડ્યો. જીવન જીવવાની સાચી શૈલી, રીતભાત શીખવી. ડાયસ્પોરા સમાજ તરીકે વિશ્વમાં આગવાં ધોરણો સ્થાપીને ડાયસ્પોરાની પ્રચલિત થિયરીને આગવું અને અસરકારક પરિમાણ અર્પેલું. ધર્મ, ઉત્સવ અને મેળાવડામાં પણ ત્યાંની પ્રજાને જોડી. અચાર, વિચાર અને વ્યવહારથી અનેકને શાકાહારી બનાવ્યા. જેન સમાજનું આ વૈશ્વિક પ્રદાન સ્વીકારવાનું રહે. હવે સાહિત્ય પરંપરા સંદર્ભે વિચારણા કરીએ તો વિશ્વસાહિત્યનું અવલોકન કરતાં આપણને ખયાલ આવે કે જૈન સાહિત્ય એની પ્રાચીન પરંપરા, મધ્યકાલીન ૬૦
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy