SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 80% શ્રુતસંપદા અને જૈન ધર્મ છે ભવ્યતા અને અર્વાચીન ઊંડાણને કારણે પારસી, અંગ્રેજ, બૌદ્ધ ઈત્યાદિ ધારાને મુકાબલે આગવી ઊંચાઈ ધરાવે છે. આગમ ગ્રંથોમાં આલેખાયેલી ધર્મકથાનુયોગમાંની કથાઓ, પંચતંત્ર, હિતોપદેશ કે ઉપનિષદની કથાઓની સામે મૂલ્યનિષ્ઠા, જીવદયા અને વ્યાપકરૂપનો માનવપ્રેમનો મહિમા પ્રગટાવે છે. પંચતંત્રમાંના શિયાળને લુચ્ચું કહીને સૂક્ષ્મ હિંસાબોધ એમાં નિહિત છે, જ્યારે જૈન સાહિત્યની પ્રાણીકથાઓ પણ પ્રાણી પરત્વે અપાર આદર, સમુદાર દૃષ્ટિબિંદુ અને સ્નેહાસિકત સમભાવ પ્રગટાવનારી છે. પૂ. હેમચંદ્રાચાર્યએ પણ પ્રાકૃત, અપભ્રંશ અને અર્ધમાગધીમાં રચાયેલા સાહિત્ય પરત્વે આપણે બહુ આભ્યાસ કર્યો નથી, પણ સિરિસિરિવાલ કહા, પહેમચરિઉ કે ત્રિષષ્ટિશલાકાપુરષોનો અભ્યાસ કરીને પંડિતોએ, વિશ્વના વિદ્વાનોએ જૈન સાહિત્યમાંથી પ્રગટતો ઉદાત્ત માનશ્રેમ એ સામાન્ય પરત્વે પણ સમભાવનું વલણ, તમામ જીવ પરત્વે સમુદાર વલણ રાખવાનું સૂચવે છે. વિષયસામગ્રીમાંથી પ્રગટતું આવું આગવું અને અનોખાપણું એ પહેલી મોટી વિશિષ્ટતા. વિશ્વમાં સાહિત્ય તો દરેક પ્રજાનું રહ્યું હોય, પ્રજાને ગમ્યું હોય, પોંખ્યું હોય અને વિસારે પાડી દીધું. જૈન સમાજની બીજી વિશિષ્ટતા એ કે એમણે માત્ર સાહિત્યનું શ્રમણપાન જ ન કર્યું, સંરક્ષણ અને પ્રસારણ પણ કર્યું. આજે પ્રાચીન સાહિત્ય તાડપત્રોથી માંડીને કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલું વિપુલ માત્રામાં કોઈ પરંપરાનું સાહિત્ય ઉપલબ્ધ હોય તો જૈન સાહિત્ય. કવનકાળ વર્ષો અને કૃતિઓની વિપુલતાની ત્રીજી અને ચોથી બાબતો તે છે અવલોકીએ તો, વિશ્વની દરેક પ્રજાને એના મધપુરુષો, મહાનુભાવો અને ઉપદેશકો હોય, પણ જૈન ધર્મપુરુષોની વિશ્વના ધર્મપુરુષોને મુકાબલે વિશિષ્ટતા એ કે એમણે માત્ર ઉપદેશ જ ન આપ્યો, માત્ર જ્ઞાનપ્રબોધન જ ન કર્યું, પણ સાથેસાથે જીવનબોધ, ભાવબોધ અને સૌંદર્યબોધ પ્રગટાવતું સાહિત્ય પણ રચ્યું. સાહિત્ય તો ઘણા ધર્મના ઘણા ધર્મપુરુષોએ રચેલ હોય, પણ જૈન ધર્મોપદેશકો-સંતો જેટલું વિપુલ, સત્ત્વશીલ અને નિરંતર સાહિત્યસર્જન ક્યાંય બહુ અવલોકવા મળતું નથી. તુરણ વયે દીક્ષા અને પછી શાસ્ત્રનો અભ્યાસ. સતત, નિરંતર અધ્યયન-સત્સંગ અને પછી વિહાર દરમિયાન પણ સાહિત્યઆલેખન. એટલે સામાન્ય રીતે સાહિત્યનું સર્જન કરનારનો સર્જનકાળકવનકાળ સમય વધુ ને વધુ ચાળીસ-પચાસ વર્ષનો હોય. જો કે, એવાં દૃષ્ટાંતો ઓછાં મળે. ત્રીસેક વર્ષના સર્જનકાળનાં થોડાંક દૃષ્ટાંતો પણ સતત, નિરંતર તો - ૬૧ #b) Dog – અને જૈન ધર્મ ) નહીં જ. જ્યારે જૈન ધર્મપુરુષો તો દીક્ષા, અધ્યયન અને સાહિત્યસર્જન પચીસેક વર્ષની વયે આરંભે અને સમગ્ર જીવનકાળ દરમિયાન સર્જન કરતા જ રહે, એટલે અંદાજે સાઠ-સિત્તેર વર્ષનો એમનો કવનકાળ હોય અને એમની પાસેથી વિપુલ માત્રામાં કથન-રચનાઓ પ્રાપ્ત થાય. પાંચમો વિશિષ્ટ મુદ્દો એ કે, આ રચનાઓમાં પણ વિષયવૈવિધ્ય, સ્વરૂપવૈવિધ્ય પણ આ ધારામાં અપાર દૃષ્ટિગોચર થાય. એ સ્વરૂપવૈવિધ્ય પણ ઘણું. રાસ, પ્રબંધ, ચોપાઈ, પદ, સજ્જાઈ, બારમાસી, ફાગુ, હરિયાળી એમ ત્રીસથી વધુ સાહિત્યરૂપી જૈન સાહિત્ય પરંપરામાં પ્રાપ્ત થાય. આટલું વિપુલ અને આવું સ્વરૂપવૈવિધ્ય અન્ય કોઈ સાહિત્યપરંપરા પાસે નથી. આપણે આપણને આપણા વર્તુળમાં સીમિત રહીને નહીં, પણ વૈશ્વિક સંદર્ભે અવલોકીએ તો આપણી રિદ્ધિ, આપણી સિદ્ધિ ભારે મોટી અને વ્યાપકરૂપની છે એવી પ્રતીતિ થાય. - છઠ્ઠો મહત્ત્વનો મુદ્દો એ કે, વ્યાકરણ ગ્રંથો, કોશ ગ્રંથો, એન્સાઈક્લોપીડિયા, પ્રારંભમાં વિશ્વમાં કોઈએ આપ્યા હોય તો પૂ. હેમચંદ્રાચાર્યએ. એમણે રચેલા કોશ અવલોકીએ ત્યારે ખયાલ આવે કે એમણે કેવી પ્રજ્ઞાથી સામગ્રીનું એકત્રીકરણ કર્યું હશે, એની સમુચિત રીતે ગોઠવણી કરી હશે અને આલેખન કર્યું હશે. છંદની, અલંકારની અને કાવ્યશાસ્ત્રની ખરી ખૂબીઓ ખોલવી, એને દૃષ્ટાંતો સાથે મૂકવી, સમજાવવી અને મુલવવી. આટલું બધું ભારે બૌદ્ધિક સર્જકો એમના જૂથ સાથે રહીને પણ માંડમાંડ એક આયખા દરમિયાન પૂર્ણ ન કી શકે. - જ્યારે પૂ.હેમચંદ્રાચાર્યએ તો એકલપંડે, એમના થોડા સાધુભગવંતોની સાથે રહીને એમણે છ જેટલા કોશ ગ્રંથો, ત્રણ વ્યયાશ્રય ગ્રંથો અને સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા અમૂલ્ય અને કાલજયી ગ્રંથો જગતને ભેટ ધર્યા. હજાર વર્ષ પછી પણ એમની ઉપયોગિતા જૂની થઈ નથી, ઓછી થઈ નથી. બહુવિઘાકીય વ્યક્તિ પ્રતિભા એ જૈન સર્જકોના સાહિત્યની સાતમી મોટી વિશિષ્ટતા છે. એમાં સાહિત્ય ઉપરાંત, જ્યોતિષ, આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, રસશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વ્યાકરણ આદિ વિવિધ વિદ્યાશાખા જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. કોઈ પરંપરાના લેખકોનું આવું બહુવિદ્યાશાખાકીય અર્થાત્ મલ્ટિીડિસિપ્લીનરી પ્રદાન પ્રાપ્ત થયું નથી. જૈન સર્જની વ્યક્તિ પ્રતિભા આવગી, અનોખી અને અપૂર્વ છે. ૬૨ -
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy