SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ @@ @@ @ વિજ્ઞાન અને જૈન ધર્મ ૪થું પગથિયું - પ્રાણાયામ પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસની ક્રિયા છે અને તેનું મુખ્ય અંગ ફેફસાં છે. પ્રાણ એટલે જીવનશક્તિ અને આયામ એટલે વિસ્તાર-વિકાસ-સંયમ. શરીરમાં ફેફસાંને મળોથી મુક્ત કરવા માટે, લોહીને શુદ્ધ કરવા માટે, શરીરનાં દરેક મંત્રોનું શુદ્ધિકરણ અને પુષ્ટિકરણ કરવા માટે શરીરને પૂરતી માત્રામાં પ્રાણવાયુ મળવો જોઈએ અને અંદર ઉત્પન્ન થયેલો કાર્બનવાયુ પૂરેપૂરો બહાર નીકળી જવો જોઈએ. ચાર પ્રકારે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે છે: સ્વાસને અંદર ભરવો પૂરક - પ્રાણ પ્રબળ થાય છે સ્વાને અંદર રોકી રાખવો કુંભક - પ્રાણ સ્થિર થાય છે રોકેલો શ્વાસ બહાર છોડવો રેચક - પ્રાણ શુદ્ધ થાય છે શ્વાસ વિના રહેવું શૂન્યક - પ્રાણ સૂક્ષ્મ થાય છે તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી મુક્ત થઈ સત્ત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ જરૂરી છે. ઉપરનાં ચાર અંગોની સાધના એ બહિરંગ યોગ કહેવાય છે. હવે પ્રત્યાહારથી અંતરંગ યોગ શરૂ થાય છે. પમું પગથિયું - પ્રત્યાહાર પ્રત્યાહારની સાધના એ અધ્યાત્મનું પ્રવેશદ્વાર છે. આ સાધના પાંચેય ઇન્દ્રિયોને કેળવવાની છે. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયો સતત બહારના વિષયોમાં જ રાચતી હોય છે તેને સાધના દ્વારા અંદરની તરફ વાળવાની છે. આ સાધનાની મુખ્ય ક્રિયાઓ સૂર્યત્રાટક, નાદાનુસંધાન, ૐકારનાદ વગેરે છે જેના વડે બહિર્મુખ થયેલી ઇન્દ્રિયો અંદરની તરફ વળી થોડી વાર માટે શાંત થઈ જાય છે. બાહ્ય જગત સાથેનું ખેંચાણ વીરમી જાય છે. જૈન દર્શનમાં આ રીતે અંતર્મુખ થયેલી ઇન્દ્રિયો માટે ‘‘પ્રતિસંલિનતા' શબ્દ વપરાયો છે. ઇન્દ્રિયોની ચંચળતા અને ભટકવાની ક્રિયા બંધ થવાથી ઇન્દ્રિયો દ્વારા થતાં શુભ-અશુભ કર્મબંધનો બંધાતાં અટકે છે. ૬ઠું પગથિયું - ધારણા અંતરંગ સાધનામાં ધારણાનો અભ્યાસ મનને શાંત અને નિર્વિકલ્પ કરવાનો છે. બહારથી કોઈ જ ક્રિયા કરવાની હોતી નથી. શરીર સ્થિર-ઠાણેણંની સ્થિતિમાં, ૧૧૭ – અને જૈન ધર્મ * વાણી મૌન મોણેણંની સ્થિતિમાં બેસી રહેવાથી શ્વાસ પણ મંદ પડી જાય છે. શ્વાસ મંદ થતાં મન પણ શાંત પડી જાય છે. મનમાં ભૂતકાળની કોઈ સ્મૃતિઓ ન હોય, ભવિષ્યની કોઈ ચિંતા ન હોય, વર્તમાનમાં કોઈ સાથે ગમા કે અણગમા ન હોય, ન રાગ, ન બ્રેષ, મન વિચારશૂન્ય થઈ જાય. કેટલોક સમય વીતે એટલે મન પૂર્ણપણે એકાગ્ર બની જાય છે. ૭મું પગથિયું - ધ્યાન ઉપર જણાવ્યા મુજબ યોગનાં વચ્ચેનાં ચાર અંગોની સાધના ક્રમસર નિયમિત કરતા રહેવાથી આસનો દ્વારા શરીરની નીરોગીતા, પ્રાણાયામ દ્વારા પ્રાણની શુદ્ધતા, પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોની અંતર્મુખતા અને ધારણા દ્વારા મનની એકાગ્રતા સધાય છે. ત્યાર બાદ શરીર, શ્વાસ, ઇન્દ્રિયો અને મન બધું જ શાંત અને સ્થિર થઈ જાય છે. શરીરનું હલનચલન બંધ - ઠાણેણં, વાણીનું મૌન - માણેણં, ઇન્દ્રિયો અંતર્મુખ અને મન એકાગ્ર - જાણેણંની સ્થિતિ આવે છે. આ જ સ્થિતિમાં આશરે બે ઘડી જેટલો સમય વીતી જાય ત્યારે ધ્યાન લાગી જતું હોય છે. ધ્યાન કરવાનું હોતું નથી, પરંતુ નિષ્ઠાપૂર્વક અષ્ટાંગયોગની ક્રમિક સાધના નિયમિતપણે કરતા રહેવાથી ધ્યાન લાગી જતું હોય છે. આ સ્થિતિ દરમિયાન શરીર, વાણી, ઇન્દ્રિયો કે મન વડે કોઈ જ પ્રકારનાં શુભ કે અશુભ કર્મબંધનો થતાં નથી. મન-વચન-કાયા શાંત હોય અને ચેતના જાગૃત હોય ત્યારે નવાં કર્મો બંધાતાં નથી અને જૂનાં કર્મો ધીરેધીરે ખરતાં જાય છે. આ રીતે આત્મા પરના દોષો અને દુષિત કર્મો હટતાં જાય તેમતેમ અંદરના ગુણોનું પ્રગટીકરણ થાય છે. અંધકાર હટતો જાય અને પ્રકાશ ધીરેધીરે ફેલાતો જાય છે. અંતરનો મળ અને અંધકાર દૂર થતા જ્ઞાન પ્રગટે મનમાંથી રાગ દૂર થતા આનંદ પ્રગટે મનમાંથી દ્વેષ દૂર થતા પ્રેમ પ્રગટે શરીર-મનનું શુદ્ધિકરણ થતા શક્તિ પ્રગટે સાધકની અંદર જ્ઞાન-પ્રેમ-આનંદ-શક્તિ વગેરે આત્માના ગુણોનો ભંડાર ભરેલો જ છે. એ ભંડાર ખોલવાની ચાવી તે ધ્યાન છે. ૧૧૮
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy