________________
કેશલંચન અને જૈન ધર્મ
- રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. લોચ તો મારી લૉટરી છે !!!
કેશકુંચન... જેમાં વેદનાને હસતાંહસતાં સહન કરવાની હોય. લોચ એટલે વેદનાની, દુઃખની આગતા-સ્વાગતા કરવાની. જગત આખું જ્યારે સુખની, ગમતાની આગતા-સ્વાગતા કરે છે ત્યારે સાધુ દુઃખની વેદનાની આગતા-સ્વાગતા કરે છે, કેમ કે, તેને ખબર છે આ જ દુઃખ મારા પરમસુખનું કારણ છે, આ જ દુઃખ મારાં અનંતા કર્મોના શયનું કારણ છે અને આ જ દુઃખ મને પરમસુખ તરફ લઈ જનારું છે.
“આખા વિશ્વના જે પોણા બસ્સો ધર્મ અત્યારે પ્રચલિત છે એમાં માત્ર એક જ ધર્મ એવો છે જેમાં કેશકુંચનની વિધિ બતાવી છે. એકએક વાળને ચૂંટીને કાઢવાની કેશાંચનની આવી વિધિ એ જૈન ધર્મની શ્રેષ્ઠ સાધના છે.” કેશાંચન એ જૈન સાધુત્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેદજ્ઞાન આપતું પર્વ છે.
જેમ સંસારીઓ માટે દિવાળી એક તહેવાર હોય છે, તેમ સંયમીઓ માટે ‘લોચ’ એક તહેવાર હોય છે.
આત્મયુદ્ધ જે નીકળ્યા હોય છે એવા શુરવીર યોદ્ધાને જ્યારે શત્રના સૈનિકો હારે અને પોતાના સૈનિકો જીતે ત્યારે જે આનંદ થાય એવો આનંદ સાધુને લોચ કરતી વખતે થાય છે, કેમ કે, સાધુ આત્મયુદ્ધનો સેનાની હોય છે.
હે આત્મન ! આત્માના દમનમાં જ તારું આત્મહિત છે. આત્મદમન ખરેખર દુષ્કર છે, પણ જો તું આત્મદમન કરીશ તો જ તું સુખી થઈશ, જો તું આત્મદમન કરીશ તો જ આ ભવમાં અને પરભવમાં, આ લોકમાં અને પરલોકમાં સુખી થઈશ.
જો આ ભવે તું આત્મદમન નહીં કરે તો પશુઓના ભવમાં, તિર્યંચના ભવમાં, નરક આદિ યોનિમાં તારે પરાણે આત્મદમન કરવું પડશે.
આ સંસારમાં આપણે જોઈએ છીએ, ઘોડાને ચાબુક મારતા હોય, બળદને માર મારતા હોય, હેલ માછલીને બ્લાસ્ટ કરીને મારી નાખતા હોય, સૂવરને પકડીને
હર
- અને જૈન ધર્મ 900 0 નિર્દયતાથી એના વાળ ખેંચીને કાઢતા હોય, સસલાંની ખાલ ઉતારાતી હોય. આવા ભવમાં પરાણે પીડા સહેવી પડે છે.
હે પ્રભુ ! આ સંસારમાં જ્યારે કર્મોના કારણે દુઃખ ભોગવતા હોય એવા અનેક જીવો છે, ત્યારે ધર્મના કારણે દુઃખ સહન કરવાની મારી તૈયારી જ છે, અનંતા કર્મોની સેનાને હટાવવા હું તૈયાર જ છું.
લોચ તો મારા લોચનને ખોલવાની પળ છે. મારો લોચ મારા આત્મલોચનને ખોલવા માટે છે, મારી આત્મદૃષ્ટિને ખીલવવા માટે છે. લોચ સમયે મનમાં આ ભાવો સાથે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ.
જે મજેમ કાળા કે શ ઊતરે છે દેહ પરથી,
તેમતેમ કાળાં કેમ ઊતરે છેઆત્મા પરથી. આ જીવે તો રડતાંરડતાં બહુ દુઃખો સહન કર્યા છે, પણ હસતાં હસતાં જે દુઃખને સહન કરે છે તે શૂરવીર યોદ્ધા કહેવાય છે.
લોચ એ તો હસતાં હસતાં સહન કરવાની એક કળા છે. એક કાવ્ય છે : વેદના ! તમને હો મારી વંદના !! વેદનાને કહેવાનું છે,
વેદના ! હું તને વંદન કરું છું, કેમ કે, તારા કારણે જ મારી આત્મચેતના જાગૃત થઈ છે, તારા કારણે જ મને પ્રભુનાં ચરણ મળ્યાં છે અને પ્રભુ જેવું આચરણ મળ્યું છે.
જો પ્રભુનાં ચરણ અને પ્રભુ જેવું આચરણ મળતું હોય તો ગમે તેવી વેદના પણ સહન કરવા તૈયાર છું.
વેદના ! આવ.. હું તને આવકારવા તૈયાર છું, મેં જ તને આમંત્રણ આપ્યું છે.
જે દિવસે મેં સાધુત્વનો સ્વીકાર કર્યો હતો તે જ દિવસે મેં વેદનાને આમંત્રણપત્રિકા મોકલી હતી. સાધુત્વ એ કંટકનો માર્ગ છે અને એમાં પળેપળે વેદના આવવાની જ છે અને મેં એને સ્વેચ્છાએ જ સ્વીકારી છે.
માટે જ, હું વેદનાને વેદનારૂપે નહીં, પણ સંપત્તિરૂપે જોઉં છું. વેદના સંયમીઓની એ લક્ષ્મી છે જે એમને આત્મધનથી ધનવાન બનાવે છે.
જેમ સંસારીઓ લમીનું સ્વાગત કરવા તૈયાર હોય તેમ સંયમી વેદનાનું સ્વાગત કરવા તૈયાર હોય. જેમ સંસારીને ખબર છે, સંપત્તિથી એમનું ઘર સમૃદ્ધ થશે, એમ સંયમીને ખબર છે કેસમતાભાવે વેદનાને સહન કરવાથી એનાં કર્મો ખપશે અને એને આત્મઘરની પ્રાપ્તિ થશે.