SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કરે વિજ્ઞાન અને જૈન ધર્મ મ ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું છે પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જો બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે. યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઓક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા પ૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જાઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવાસમાન છે. વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઑક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે. જૈન ધર્મ અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે. કોલાહલના કારણે થતાં ધ્વનિપ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે. આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં ૧૦૭ ...અને જૈન ધર્મ પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્થમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે. તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે. ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ ન તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદશ-તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. - અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડયું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ ૧૦૮
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy