________________
ક08-09ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ
9222 પ્રત્યેક શ્રાવકે સદ્ગુરુના ઉપદેશ અનુસાર નીચેનાં કૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ :૧) જૈનસૂત્ર - સિદ્ધાંતમાં જે કામો કરવાની ‘આજ્ઞા' હોય તે જ કામો કરવાં,
પણ તેથી વિપરીત કામો કરવાં નહીં ૨) ભવ-ભ્રમણના મુખ્ય કારણરૂપ ‘મિથ્યાત્વ’ કે ખોટી સમજણનો ત્યાગ કરવો ૩) ‘સમ્યકત્વ'ને ધારણ કરવું એટલે કે દેવ, ગુરુ અને ધર્મ વિશે સાચી શ્રદ્ધા
કેળવવી (૪-૯) ‘સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને
પ્રત્યાખાન’ એ ‘પવિધ આવશ્યકો’ નિત્યકર્મ તરીકે કરવાં તથા તેનો મર્મ ગંભીર રીતે વિચારવો. સામાયિક વડે સમતાની વૃદ્ધિ કરવાની છે, ચતુર્વિશતિ-સ્તવ વડે પ્રભુભક્તિમાં લીન થવાનું છે, વંદન વડે ગુરુ પ્રત્યે વિનય કેળવવાનો છે, પ્રતિક્રમણ વડે આત્મનિરીક્ષણની ટેવ પાડવાની છે, કાયોત્સર્ગ વડે દયાનની તાલીમ લેવાની છે તથા પ્રત્યાખ્યાન વડે
ત્યાગભાવનાનો વિકાસ કરવાનો છે. ૧૦) અષ્ટમી, ચતુર્દશી આદિ ‘પર્વો' એ પૌષધવ્રત ધારણ કરવું અને સાધુ
જીવનનો યત્કિંચિત્ અનુભવ મેળવવો ૧૧) શક્તિ મુજબ ‘દાન’ આપવું ૧૨) સદાચારી થવું ૧૩) બને તેટલી ‘તપશ્ચર્યા’ કરવી અને તે વડે દેહ તથા મનની શુદ્ધિ કરવાનો
પ્રયત્ન કરવો ૧૪) “મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યસ્થ” ભાવનાનું રહસ્ય વિચારી તેતે
પ્રકારની ‘ભાવના' ભાવવી અથવા અનિત્યવાદી બાર પ્રકારની ભાવના
ભાવવી ૧૫) ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ કરવો તથા મનનીય પુસ્તકો વાંચાવ-વિચારવાં
અને શક્ય હોય તો સમજાયેલું તત્વ બીજાને પણ અધિકાર જોઈને યોગ્ય
શૈલીથી સમજાવવું ૧૬) પ્રતિદિન નમસ્કાર મંત્રની યથાવિધિ ગણના કરવી ૧૭) પરોપકાર-બુદ્ધિ રાખવી ૧૮) દરેક કામ સાવધાનીપૂર્વક કરવું. બને તેટલી દયા પાળવી
પ૭
&Oy99 – અને જૈન ધર્મ & #27 ૧૯) શ્રી જિનેશ્વરની નિત્ય ત્રિકાલપૂજા કરવી ૨૦) શ્રી જિનેશ્વરદેવના નામનો નિત્ય જાપ કરવો તથા તેમના ગુણોનું કીર્તન કરવું. ૨૧) સદ્ગુરુના ગુણોની સ્તુતિ કરવી ૨૨) સાધર્મિક ભાઈ-બહેનો પ્રત્યે પૂરી લાગણી રાખવી ૨૩) વ્યવહાર શુદ્ધ રાખવો, એટલે કે પ્રામાણિક રહેવું ૨૪) શ્રી જિનેશ્વરદેવની રથયાત્રાનો મહોત્સવ કરવો ૨૫) પ્રતિવર્ષ કુટુંબ સાથે તીર્થયાત્રા કરવા જવું ૨૬) કષાયોને પાતળા પાડવા ૨૭) વિવેક રાખવો, એટલે કે સત્યાસત્યનો તેમ જ હિતાહિતનો નિર્ણય કરવો ૨૮) સંવરની કરણી કરવી, સામાયિક વગેરે કરવાં ૨૯) બોલવામાં સાવધાની રાખવી. પ્રિય, પથ્ય તથા તથ્ય બોલવું
શ્રાવકના એકવીસ ગુણની સઝાય પ્રણમી શ્રુતદેવી શારદા સરસ વચન વર આપે મુદા, શ્રાવક ગુણ બોલું એકવીસ ચિત્તમાં વધારો નિશદિન. પહિલો ગુણ અશુદ્રજ કહ્યો સરલ સભવી વયણે કહ્યો, રૂપવંત બીજો ગુણ ભલો સૌમ પ્રકૃતિ ત્રીજો નિર્મલો. લોકપ્રિય ચોથો ગુણ સદા મિથ્યા વચન ન બોલે કદા, કુરદૃષ્ટિ ન કરે કાઈશ્ય એ પંચમ ગુણ બોલ્યો ઇમ્યું. પાપ થકી ભય પામે ઘણું છઠ્ઠો ગુણ વિણ જે નિરમાં; મનિ ન ધરે ધીઠ્ઠાઈપણું એ સત્તમગુણ ઋજુતાપણું. ગુણ અવગુણ જાણે ધરી નેહ દાક્ષશ્ય ગુણ અઠ્ઠમ કહ્યો એહ, લજાલુ નવમો ગુણ ભણું કાર્ય કાર્ય વિચારે ઘણું. સર્વ કામે યતના પરિણામ દયાવત્ત દસમો અભિરામ, એકાદશમો કહ્યો મધ્યસ્થ સાધુ અસાધુ દેખીને સ્વચ્છ. ગુણવંત દેખી આણે પ્રીતિ એ બારમો ગુણ પરતીતિ, સૌમ્યદષ્ટિ ગુણ કહ્યો તેરમો પરહિતકારી ગુણ ચૌદમો.
૧૫૮