________________
તીર્થસ્થાનો અને જૈન ધર્મ
- ચીમનલાલ કલાધર આપણા ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં જૈન ધર્મ પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. જૈન ધર્મે પોતાની આધ્યાત્મિક, મૌલિક વિચારધારાથી સૌને પ્રાભાવિત કર્યા છે. જૈન ધર્મનાં જે પ્રાચીન-અર્વાચીન તીર્થો છે તેને લીધે જૈન ધર્મની એક નવી આભા સમગ્ર વિશ્વમાં છવાઈ છે. જૈન ધર્મનું ભારતના સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મોટું યોગદાન છે. પોતાના તાત્ત્વિક સિદ્ધાંતોથી જૈન ધર્મ વિશ્વપ્રસિદ્ધ છે. તેમાંય આ ધર્મ દ્વારા સર્જાયેલ તીર્થોએ અને પરમાત્માની પ્રશમરસનિમગ્ન જિન પ્રતિમાઓએ આ જગતને અહિંસાનો ઉપદેશ આપી હિંસાથી દૂર રહેવાનો માર્મિક સંદેશ આપ્યો છે.
ભારતભરના જૈન ધર્મે ધર્મ, સંસ્કૃતિ અને કલાને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. જૈન તીર્થોની બાંધણી, કોતરણી અને મનોહર પ્રતિમાઓ ગમે તેવા નિષ્ફર હૃદયના માણસનું પણ પરિવર્તન કરવા સમર્થ છે. જેનોએ પોતાની સમગ્ર શક્તિ અને સંપત્તિનો વ્યય કરીને ગાઢ અરણ્યો, ગગનચુંબી પર્વતો, ફળદ્રુપ પરિસરો, પુયસલિલ સરિતાઓ અને નૈસર્ગિક સૌંદર્યથી એક અનોખી આભા ધરાવતાં પ્રકૃતિ ક્ષેત્રોમાં અદભુત શિલ્પ-સ્થાપત્યનાં અને કલાવૈભવનાં ધામ માં અલૌકિક એવાં જિનમંદિરોની એક અનેરી હારમાળા રચી છે.
જૈન ધર્મે પોતાના આગમ ગ્રંથો અને અન્ય ગ્રંથો દ્વારા વિશ્વને ધર્મ અને તત્ત્વજ્ઞાનનો મહાસંદેશ આપ્યો છે, તો નયનરમ્ય તીર્થસ્થાનોનું નિર્માણ કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધામાં વૃદ્ધિ કરી છે. જૈનોએ સર્જેલી અદ્ભુત મંદિરાવલીઓથી શોભતા ને અવેર-અહિંસાનો સતત ઉપદેશ આપતાં સ્થાપત્યોનું મૂલ્ય વિશ્વના ઈતિહાસમાં અજોડ છે, બેમિસાલ છે. જેનોની મંદિરનિર્માણની આ અદ્ભુત પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. પોતાના ઉપાસકોના ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવા જૈનોએ સર્જેલ તીર્થસ્થાનોનું ઘણું મોટું યોગદાન છે.
કાળપ્રવાહના કારણે ઘણાં જૈન તીર્થો ખંડિત થયાં છે, ઘણાં લુપ્ત થયાં છે. જૈન સમાજ પાસે પોતાનાં જે કંઈ તીર્થો બચ્યાં છે અને જેન શ્રેષ્ઠીઓના હાથે જીર્ણોદ્ધાર પામ્યાં છે તે જૈન તીર્થો માત્ર જેનો માટે જ નહીં, વિશ્વશાંતિ ઇચ્છતા
- ૨૧૧
S – અને જૈન ધર્મ * * દરેક માનવી માટે પ્રેરક અને માર્ગદર્શક છે. જૈન ઈતિહાસકારો અને પુરાતત્ત્વવિદો આ જૈન તીર્થોનું સંશોધન-સર્વેક્ષણ કરી જૈન ધર્મની તીર્થગરિમાને એક નવો ઓપ આપી રહ્યા છે. આત્મકલ્યાણનાં આવાં જીવંત સ્મારકો અને જૈનોની તીર્થભાવનાનાં જે પ્રમાણો જન અનુકૃતિઓમાંથી મળે છે એ પરથી જેનોની તીર્થ અને તીર્થંકરો પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ આજે પણ અવિચલ જોવા મળે છે. આવી મહામૂલી જૈન સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની કલા જૈનોએ હસ્તગત કરી છે.
જૈન શાસ્ત્રોમાં ‘તીર્થ ગિરિ તીર્થન' એવી તીર્થની વ્યુત્પતિ કરી છે, તેનો અર્થ એ છે કે જેના વડે અસાર એવો આ સંસાર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. આવા તીર્થના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : (૧) જંગમ તીર્થ અને (૨) સ્થાવર તીર્થ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના ચતુર્વિધ સંઘને જંગમ તીર્થ કહેવામાં આવે છે અને આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર તીર્થકર ભગવંતો કહેવાય છે. એ તીર્થકરોથી સંબંધિત સ્થાનો કાળક્રમે સ્થાવર તીર્થરૂપે ખ્યાતિ પામ્યાં અને ત્યાં જૈનો દ્વારા વિશાળ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. તીર્થકરોના જીવન સાથે સંબંધિત ન હોવા છતાં તેમની પ્રેરણાદાયક પ્રભાવક પ્રતિમાઓ જ્યાંજ્યાં પ્રતિષ્ઠિત થયેલી છે તેવા સ્થાનો પણ પરંપરાથી તીર્થરૂપ સુપ્રસિદ્ધ થયાં છે.
જૈન ધર્મમાં તીર્થયાત્રાને જીવનનું એક આવશ્યક અંગ માનવામાં આવ્યું છે. તીર્થયાત્રાનો અચિંત્ય મહિમા ગાતા જૈન મહર્ષિઓ કહે છે કે - श्री तीर्थपान्थरजसा विरजी भवन्ति ।
तीर्थेषु बम्भ्रभवतौ न भवे भ्रमन्ति । द्रव्यव्यया दिह नरा स्थिरसम्पदः स्युः ।
पूज्या भवन्ति जगदीशमयाचर्यन्तः ॥ અર્થાત્ તીર્થયાત્રિકોના પગની રજ વડે રજવાળા થનારા મનુષ્યની કર્મરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનાર મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્યવ્યય કરવાથી મનુષ્યો સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ પરમાત્માની પૂજા-ભક્તિ-આરાધના-તપશ્ચર્યા વગેરે કરનાર સ્વયં પૂજ્ય બને છે.
જૈન ધર્મમાં ‘તીર્થયાત્રા’ શબ્દ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. યાત્રા
કાર