________________
કged તીર્થસ્થાનો અને જૈન ધર્મ
છે એ પર્યટન તો હરગિજ નથી. યાત્રા અને પર્યટનમાં ગૂઢ શબ્દભેદ છે, તે સમજવો જરૂરી છે. જે અટનભ્રમણ કે પરિભ્રમણ આંતરિક વિશુદ્ધિના હેતુથી થાય તેને યાત્રા કહેવાય છે અને જે અટનભ્રમણ કે પરિભ્રમણ બાહ્ય દૃષ્ટિએ કેવળ મનોરંજન માટે થાય તેને પર્યટન કહેવાય છે. યાત્રા શબ્દ ભવસમુદ્ર તરવાના હેતુરૂપ છે. યાત્રાસ્થળે યાત્રિકોએ વિધિપૂર્વક જવું જોઈએ. ત્યાં પહોંયા પછી મનવચન-કાયાની પૂરી પવિત્રતા જાળવવી જોઈએ. તીર્થસ્થળો મોજમજા કરવાનાં, માલ-મલીદા ઉડાવવાનાં કે ધીંગામસ્તી કરવાનાં સાધનો નથી. તીર્થયાત્રા વેળાએ તીર્થ અને તીર્થેશ્વરની પૂરી આમાન્યા જાળવવી જરૂરી છે. તીર્થમાં આવ્યા પછી પરમાત્માની ભાવપૂર્વક આરાધના કરવી જોઈએ. જીવનવિકાસ, આત્મોન્નતિ, દોષાય અને ગુણવૃદ્ધિ જેવાં ધ્યેયો સાકાર કરવાં આ તીર્થયાત્રા અવશ્ય ઉપકારી નીવડે છે. કોઈ પણ સંજોગોમાં તીર્થની આશાતના ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં એટલે જ કહેવાયું છે કે -
अन्य स्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति ।
तीर्थस्थाने कृतं पापं, वजलेयो भविष्यति ।। અર્થાત્ અન્ય સ્થાને કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ તીર્થસ્થાનમાં પાપ કર્યું હોય તો તે વજલેપ જેવું અર્થાત્ નિકાચિત બની જાય છે.
તીર્થંકરભગવંતો અને મુનિમહાત્માઓ પોતાના પાદવિહારથી જે ભૂમિ પાવન થઈ હોય ત્યાં પ્રાચીનકાળથી ભક્તવર્ગ એમનાં સ્તૂપ, નિષધા અને મંદિરો નિર્માણ કરતા અને સમય જતાં આ સ્થાનો પવિત્ર તીર્થસ્થાન તરીકે જેનાના હૃદયમાં અંકિત થઈ જતાં. ધર્માનુરાગી લોકો આવાં તીર્થસ્થાનોની ભાવથી યાત્રા કરતા અને પોતાના હૃદયમાં તીર્થંકરભગવંતો પ્રત્યે પ્રેમ, ભક્તિ અને ભાવના વ્યક્ત કરતા. મોટા ભાગે જૈન તીર્થસ્થાનો પર્વત પર રચાયાં છે અને એથી જ પ્રકૃતિની ગોદમાં આવાં ગિરિતીર્થો તરફ જૈનોની ભાવનામાં સતત અભિવૃદ્ધિ થાય તેમાં શી નવાઈ ! જૈનોમાં પર્વતીય પ્રદેશોનો ભારે મહિમા છે. વસ્તુતઃ આવાં ગિરિસ્થાનોએ તપ-જપ-ત્યાગ અને સાધનાની કઠોર ભૂમિકાને સાકાર કરવા માટે મોટી ભૂમિકા ભજવી છે. આવાં પર્વતીય તીર્થસ્થાનોમાં મંદિરોનાં શિખરો ઉત્તુંગ ગિરિશિખરોની યાદ આપે છે. ગર્ભગૃહ એ ધ્યાનસ્થ મહાત્માઓની સાધનામાંથી ઊભું થયું હોય છે અને તીર્થનો સભામંડપ એ મહાત્માના ઉપદેશ શ્રવણ કરવાની વ્યાખ્યાનપીઠ હોય તેવી શાસ્ત્રકારોએ કલ્પના
૨૧૩
S 9 – અને જૈન ધર્મ * * કરી છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આવાં અભુત તીર્થસ્થાનો તીર્થંકરભગવંતોની સમવસરણની રચનાનું અનુકરણ હોય તેમ જણાય છે.
બૃહત્ કલ્પસૂત્ર'માં જિન મંદિરોનાં શાશ્વત ચેત્યો, સાધર્મિક ચેત્યો, મંગલ ચેત્યો અને ભક્તિ ચૈત્યો એમ ચાર પ્રકાર વર્ણવામાં આવ્યા છે. જિનાલય નિર્માણ માટે ‘રાયપેરીણઈય સૂત્ર', જીવાજીવાભિગમ સૂત્ર’ વગેરેમાં જાણવા જેવી અનેક માહિતી સંગ્રહાયેલી છે. મધ્યયુગીનકાલનાં જિનમંદિરો વિષે ‘નિર્માણ'માં કલિકા’, વાસ્તુસાર’ જેવા પ્રાચીન ગ્રંથોમાં અનેક વિષયોનું પદ્ધતિસર વર્ણન જોવા મળે છે. જેનોના કોઈ પણ તીર્થની યાત્રા કરતા, તેના ઇતિહાસમાં ઊંડા ઊતરતા સેંકડો અને હજારો વર્ષના કાળના પડદા ખૂલી જાય છે અને એ સમય અને ભૂમિની વિરલ ઘટનાઓનું હૃદયગમ્ય દૃશ્ય નજર સમક્ષ ખડું થઈ જાય છે. જૈનાનાં તીર્થો કલા કે વૈભવના માત્ર નમૂના નથી, પણ જેનોની ચુસ્ત જીવનચર્યા અને આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો છે. કાળની ઝંઝાવાતમાં પણ જૈન સંસ્કૃતિનાં આ અપ્રતિમ પ્રતિકોએ અણનમ રીતે જૈન સંઘની, જૈન તીર્થોની રક્ષા કરી છે, જૈન સંઘોને એક જ સાંકળે ગૂંથી રાખ્યા છે. આવાં પવિત્ર અને અલૌકિક તીર્થસ્થાનોની રક્ષા કરવામાં અને કાળથી જીર્ણશીર્ણ થતાં તીર્થોને ઉદ્ધારવામાં જૈન સંઘોએ પોતાનો સર્વસ્વનો ભોગ આપ્યો છે, તેમ ઇતિહાસકાર કહે છે. જૈન સંઘે આવાં પવિત્ર તીર્થસ્થાનોના જીર્ણોદ્ધાર માટે પોતાની અઢળક સંપત્તિનો સવ્યય કરીને પોતાની પ્રતિમ તીર્થભક્તિ અને પ્રેરક ઉદારતાનાં વખતોવખત દર્શન કરાવ્યાં છે. જૈન સંઘો પોતાનાં આત્મસન્માન પર, પોતાની ખુમારી પર અને પોતાના કર્તવ્યધર્મ પર આજ સુધી અટલ રહી શક્યા છે. તેનાં કારણોમાં તેની ઉત્કૃષ્ટ ધર્મશ્રદ્ધા અને શ્રુત સમર્થ મુનિમહાત્માઓના ઉપદેશને આભારી છે.
જૈન તીર્થો જૈન ધર્મની ઉત્તુંગ ભાવનાને અને અતૂટ ધર્મશ્રદ્ધાને સર કરનારાં વિરલ શિખરો છે, જેનોનાં એ કલાત્મક મંદિરોમાં બિરાજમાન હીરા, પન્ના, નીલમ, સ્ફટિક, સુવર્ણ, રોપ્ય, ધાતુ અને પાષાણની પ્રશમરસનિમગ્ન ભાવવાહી મૂર્તિઓ ભક્તજનોની આસ્થા અને શ્રદ્ધા સતત પ્રજ્વલિત કરતી રહી છે. જેની અલૌકિક સ્તંભાવલીમાં જીવનસત્યોનો આવિષ્કાર, જેના ગુંબજોમાં મૃત્યુંજય મહાત્માઓની ભક્તિ કરતાં દેવ-દેવીઓનાં સુંદર શિલ્પસ્થાપત્યો સાથે નાટ્યશાસ્ત્રનો નિચોડ અવલોક્વા મળે છે. ટોલેટોડલે આત્મદર્શનની આછેરી ઝલક આપતાં કમળ, શંખ, દીપક, સંઘાવર્ત વગેરેની ઊડીને આંખે વળગતી અદ્ભુત ચિત્રકલા અને અવનવાં આભૂષણો, મધુર સુરાવલીઓ રેલાવતાં વાજિંત્રો અને પશુ-પંખીઓની પ્રસન્ન હારમાળાઓ આલેખવામાં આવી છે. આ બધાં જ