________________
* #824 તીર્થસ્થાનો અને જૈન ધર્મ
છે મંદિરોનાં ઉત્તુંગ શિખરો જૈનોની ઊર્ધ્વગામી કઠિન સાધનાની સતત પ્રતીતિ કરાવતાં હોય તેમ અડીખમ ઊભાં છે. આવાં જિનમંદિરો જૈન ધર્મની શિલ્પ
સ્થાપત્યકલા, અનુપમ સૌંદર્યની પ્રણાલિકા અને ધર્મનો અભિજાત્ય અધિકાર નિઃશંકપણે પ્રગટ કરે છે. આવાં તીર્થો આર્યાવર્તની પ્રજાની સાદાઈ, સદાચાર અને સંસ્કાર જાળવી રાખી, તમસનો પરિત્યાગ કરી, ૨જસનું દમન કરી સત્ત્વગુણના પ્રાગટયનો આદેશ યુગયુગોથી આપી રહ્યાં છે.
જૈનોનાં આવાં પ્રેરણાદાયી તીર્થો પ્રત્યેક પહાડો અને પ્રત્યેક મંદિરાવલીઓએ જૈન ધર્મ, શાસન અને સમાજની સાત્વિકતા, સભ્યતા અને ધર્મભાવનાની એક અનોખી વિચારપરંપરાની પૂરા વિશ્વને ભેટ આપી છે. જેનાનાં ઉત્થાન, વિકાસ અને ભાવના આ તીર્થોની મનમોહક પ્રતિમાઓ, શિલ્પસ્થાપત્યોની ભાવવાહી કલાકૃતિઓ, તીર્થસ્થાનોની આસપાસનાં પવિત્ર પરિસરો અને તેનાં નૈસર્ગિક ઉદ્યાનો એ બધાં જ આત્મકલ્યાણનાં પ્રતીકો તરીકે જેન શાસ્ત્રકારોએ જણાવ્યાં છે. આવી અભુત પરંપરા આંખોથી નિહાળી શકાય, શ્રુતિથી સમજી શકાય તેમ છે. જેના પ્રાચીન તીર્થાવલીમાં શત્રુંજયની પવિત્રતા, સમેતશિખરની પ્રાચીનતા, ગિરનારની ઉત્તુંગતા, આબુની કલામયતા અને તારંગાનાં જિનમંદિરોની બેનમૂન શિલ્પરેચનાની યશોગાથા દિગંતમાં પ્રસરેલી છે. આવાં તરણતારણ તીર્થોની યાત્રાથી યાત્રિકો અનેરી આહલાક્તા અનુભવે છે તો કલાપ્રેમીઓ આ કલાવૈભવથી આફરીન પુકારી ઊઠે છે. જેનોએ આવાં ગિરિશૃંગો પર અને વન્યભૂમિમાં જંગલમાં મંગલસમી આવી અદ્ભુત અને અલૌકિક સમૃદ્ધ જિનમંદિરોની હારમાળા ખડી કરી દીધી છે. આપણાં આગમશાસ્ત્રોના વિશારદ પૂ. મુનિ શ્રી જંબુવિજયજી મહારાજનું આ વિષે સુંદર કથન છે કે, “મૂર્તિપૂજાના ખોળામાં જ શિલ્પકલા સચવાઈ રહી છે.” “મૂતિઓ અને મંદિરોની વિવિધ રચનાઓ આપણા રાષ્ટ્રની ધર્મભાવનાને સવિશેષ સુદઢ કરે છે. આવાં પ્રાચીન-અર્વાચીન મંદિરો અને તેમાં પ્રસ્થાપિત કરાયેલ મૂર્તિઓ જૈનોની અપ્રતિમ શ્રદ્ધા અને ભક્તિનું, સંસ્કારિતા અને સભ્યતાનું પ્રતિબિંબ પાડી રહી છે. કોણ કહી શકે કે આવાં તીર્થસ્થાનોની સમૃદ્ધ કલામય મંદિરાવલીઓ જૈનોની જીવંત ધર્મભાવનાનો પડઘો નથી સાંભળી શકતી ?
(જૈન ધર્મના અભ્યાસુ ચીમનલાલ શાહ ‘કલાધર’, ‘નવકારનો રણકાર', મુલુન્ડ ન્યૂઝ જૈન જગત’ અને ‘મીડ ડે” જૈન કોલમના સંપાદન કાર્ય સાથે સંકળેલા છે).
ધ્યાનસાધના અને જૈન ધર્મ
- ડૉ. રશ્મિ ભેદા | મુમુક્ષુ સાધકો ધ્યાન કે યોગમાર્ગની ઉપાસના કરીને બ્રહ્મસ્વરૂપ પરમાત્માને અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ધ્યાનસાધનાની સમસ્ત પ્રક્રિયા દેહ, ઇન્દ્રિયો અને મનથી પર સચ્ચિદાનંદસ્વરૂપ આત્મતત્ત્વને ઓળખવા અને અનુભવવા માટે છે. પોતાના પ્રગટ-અપ્રગટ નિજદોષના નાશ અને ગુણોના વિકાસ માટેની સાધના છે. જિનાગમોમાં અને યોગસંબંધી પ્રકરણ ગ્રંથોમાં ‘ધ્યાન’ અંગેની વિવિધ પરિભાષાઓ મળે છે. એ સર્વ પરિભાષાઓનો સાર એ છે કે ચિત્તની સ્થિરતા, એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મસ્વરૂપમાં ચિત્રનો લય કરવો. ધ્યાનયોગની સાધના માટે સાધકે પોતાના જીવનમાં યોગ્યતા કેળવવી જોઈએ. પોતે આત્મનિરીક્ષણ કરે કે પોતાની અન્તવૃત્તિ અને વલણ સંસારાભિમુખ છે કે આત્માભિમુખ, આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત થવાની ઝંખના, આત્મિક ઉત્ક્રાન્તિની ઉત્કંઠા હોવી જોઈએ. તત્ત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતા અને શાનભાવનાદિ ચાર પ્રકારની ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા સતત નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરતા રહેવું એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની પૂર્વભૂમિકા છે. તત્ત્વચિંતા અને ભાવનાના સતત સેવનથી મન નિર્મળ બનીને આત્માભિમુખ બને છે તે પછી ધ્યાનયોગની સાધના માટેની પાત્રતા આવે છે.
પ્રત્યેક શરીરધારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલો છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આત્માના આ ત્રણ પ્રકાર વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે; જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે ‘બહિરાત્મા’ કહેવાય છે. જીવની આંતરદષ્ટિ ઊઘડતા જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે ‘અંતરાત્મા’ કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે ‘પરમાત્મા’ કહેવાય છે. બહિરાત્મા દશામાં જીવ પોતાના શરીર સાથે જ તન્મયતાનો અનુભવ કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન-યોગ વિયક ગમે તેટલી સમજ ધરાવતો હોય તો પણ તેને ધ્યાનસાધના લાગુ પડતી નથી. સાધના માત્ર સમજણથી સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની વૃત્તિઓનું શુદ્ધિકરણ અને સ્થિતિકરણ આવશ્યક છે. ‘દેખાતું આ શરીર એ ‘હું નથી, પણ દેહથી ભિન્ન એવું પરમાત્મ સંદેશ જે આત્મતત્વ છે તે જ ‘હું છું” આવી સ્ટષ્ટ સમજણ વડે
૨૫
૨૬