SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કરી સેવાભાવ અને જૈન ધર્મ પરમ પૂજ્ય જયંતમુનિને વંદન છે કે જેમણે ‘નેત્રજ્યોતિ પ્રદાતા'નું ઉપનામ ધારણ કરી માનવતાની જ્યોત પ્રગટાવી આપણી ભુલાઈ ગયેલી સંસ્કૃતિ અને પરંપરાના પ્રાણને નવસિંચન કરી ધબકતા રાખ્યા. શ્રી વિજયવલ્લભસૂરિ મ.સાહેબ ‘સમાજનું ઉત્થાન માત્ર વાતોથી ન થાય અને ન તો ઉપાશ્રયોમાં વ્યાખ્યાનો આપવાથી થાય...' આ શબ્દો હતા શ્રી વિજયવલ્લભસૂરિ મ.સાહેબના. ગુજરાત એમની જન્મભૂમિ, પણ પંજાબને તેમણે કર્મભૂમિ બનાવી. સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસના સમકાલીન, પ્રકાંડ વિદ્વાન એવા આત્મારામજી મ.સાહેબના તેઓ શિષ્ય હતા. ગુરુનો અંતિમ આદેશ હતો કે, “પંજાબમાં વાવેલા ધર્મના વેલાને ધ્યાનમાં રાખી ઠેરઠેર શિક્ષાપ્રચાર માટે સરસ્વતી મંદિરોની સ્થાપના કરવામાં કોઈ કચાશ રાખતો નહીં'' અને ગુરુનાં વચનોને ફળીભૂત કરવા મુનિ વલ્લભવિજયજીએ સામાજિક અને શૈક્ષણિક અભિયાનમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો. સેવા ક્ષેત્રે તેમનું યોગદાન જ્ઞાન, પ્રેમ અને કરુણા આ ત્રણેય નદીઓ મુનિ વિજયવલ્લભસૂરિના હૃદયમાં વહેતી હતી. સાધુત્વના નિયમોનું પાલન કરવા સાથે સમાજકલ્યાણકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેઓ કટિબદ્ધ બન્યા. ભારતના અલગઅલગ પ્રાંતમાં વિચરણ કરી સત્ય અને અહિંસાની જ્યોત જગાવી. સમાજ અને રાષ્ટ્રને એક નવી દષ્ટિ આપી. એમના સમતાભાવથી જાતિ અને સંપ્રદાયવાદની દીવાલો તૂટી જેનાથી લોકોમાં નવચેતનાનો સંચાર થયો. તેમના જીવનના મુખ્ય ત્રણ આદર્શો હતા ઃ (૧) આત્મસંન્યાસ (૨) જ્ઞાનપ્રચાર અને (૩) શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. આ ત્રણમાંથી જ્ઞાનપ્રચારના ક્ષેત્રમાં તેમની વિશેષ પ્રેરણા રહી. તેઓ જૈન ધર્મને સર્વોદયની દૃષ્ટિથી ફેલાવવા માગતા હતા. તેઓ કહેતા કે, જૈન સમાજની ઉન્નતિમાં જ જૈન ધર્મની ઉન્નતિ રહેલી છે. એટલે જ્યાં સુધી રચનાત્મક કાર્ય નહીં થાય ત્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે. તેઓ જાણતા હતા કે શિક્ષણ વિના સમાજ કે દેશની પ્રગતિ નહીં થાય. તેઓ ચોક્કસપણે માનતા હતા કે આધુનિક યુગમાં શિક્ષણની ઉપેક્ષા કરવાથી સમાજની પ્રગતિ રૂંધાઈ જશે અને સમાજના ઉત્કર્ષના અભાવમાં ધર્મનો પ્રવાહ પણ અટકી જશે. આવા વિચારોના ચિંતનના ફળસ્વરૂપે તેમની પ્રેરણાથી અલગઅલગ પ્રાંતોમાં શિક્ષણસંસ્થાઓની ૧૮૫ ...અને જૈન ધર્મ સ્થાપના થઈ. એમની આવી દૂરષ્ટિના કારણે જ આજે સેંકડો નવયુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી જૈન શાસનની શાન વધારી રહ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે એમની પ્રેરણાથી સ્થાપિત ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ’”. આ સંસ્થાએ સમગ્ર ભારતમાં ‘શિક્ષણ અને સાસ્કૃતિક પ્રવૃત્તિનું પુણ્યધામ'ના નામથી અદ્ભુત પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ નારીશિક્ષણના એટલા જ હિમાયતી હતા. તેમની પ્રેરણાથી જૂનાગઢ, વેરાવળ વગેરે સ્થળોમાં જૈન સ્ત્રીશિક્ષણ શાળાઓની સ્થાપના થઈ. તેમના મતે વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક બંનેનું શિક્ષણ જરૂરી છે. આધ્યાત્મિક શિક્ષણનું સાધન ધર્મ અને સદાચાર છે. એના વગર વ્યાવહારિક શિક્ષણનો કોઈ અર્થ નથી એટલું જ નહીં, તેઓ કહેતા કે, સાધ્વીસમાજને પણ પ્રભુ વીરની વાણીને સંભળાવવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે, સૂત્રો-શાસ્ત્રો ભણવાનો અધિકાર જેટલો સાધુસમાજને છે તેટલો જ અધિકાર તેમને પણ છે, જેનાથી સાધ્વીસમાજ તો જાગૃત બનશે, પણ એની સાથેસાથે શ્રાવિકાઓની પ્રગતિ થશે અને એક સુવ્યવસ્થિત સુદૃઢ આચારયુક્ત સમાજનું નિર્માણ થશે. કેવી અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ ! તેમની આ વાણીનો પ્રભાવ સમાજ પર પડચો અને સાધ્વીઓના અધ્યયનની દિશા ખૂબી. તેઓ સમન્વય, સદ્ભાવના અને એકતાના સમર્થક હતા. તેમનામાં સાંપ્રદાયિક સંકુચિત વૃત્તિનો અભાવ હતો. વિશ્વશાંતિ માટે તેમણે ‘સાંપ્રદાયિકતાને ભૂલી ‘માનવતા’ માનવનો મૂળ ધર્મ છે, એવો સંદેશ આપ્યો. તેમણે વિષમતા અને અસમાનતાને દૂર કરવા બડૌતના હરિજનોને કૂવામાંથી પાણી લેવાનો અધિકાર અપાવ્યો. સમાજમાં વ્યાપેલ કુરિવાજો જેવા કે દહેજ, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, અંધવિશ્વાસ સામે વિરોધ દર્શાવી લોકોને જાગૃત કર્યા. સમાજના સંગઠન માટે આપસમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનું સૂત્ર આપી કહેતા કે, ‘સમાજ જીવિત રહેશે તો ધર્મ જીવશે’, ‘વ્યસનોથી રાષ્ટ્રને બચાવો' જેવાં છટાદાર વ્યાખ્યાનો યોજી લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા. સમાજના મધ્યમવર્ગી લોકો તરફ વિશેષ ધ્યાન આપી તેમને નાત-જાતના ભેદભાવ વગર સહાયતા મળે તેવી વ્યવસ્થા કરી. એમની દેશભક્તિ પણ ઉચ્ચ કક્ષાની હતી. ખાદી તો જીવનભર પહેરી, એટલું જ નહીં, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પ્રભાવશાળી વ્યાખ્યાનો યોજ્યાં. અખંડ હિન્દુસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે તેઓ ગુજરાનવાલા શહેરમાં ૧૮૬
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy