________________
ન્ડી કિદ અને જૈન ધર્મ
છે સુવિધાઓ મળવા લાગી.
તેમનું મુખ્ય ધ્યેય તો સમાજ શિક્ષિત બને એ હતું ! શિક્ષણના પ્રચાર માટે તેમણે અનેક સ્થળે શાળાઓ-કૉલેજો સ્થાપવાની પ્રેરણા આપી. આ શાળાઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ મળતો તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તેવી અદ્યતન શાળાઓ પણ સ્થાપવાની તેમની ઇચ્છાને વેગ મળ્યો. તેમણે સમાજમાં મહિલાઓને માનભર્યું સ્થાન અપાવ્યું, જેના ફળસ્વરૂપે સાધ્વી ચંદનાજીને આચાર્યપદ પ્રદાન કર્યું. ગુરુદેવના આશીર્વાદથી આચાર્ય ચંદનાજીએ પણ માનવસેવા, શિક્ષણ અને વૈદકીય સેવામાં મોટું યોગદાન આપ્યું, જેનાથી વિરાયતન સંસ્થાની અનેક શાખાઓ વિકસી. દેશ તેમ જ પરદેશમાં પણ આ સંસ્થા દ્વારા અનેક ઉત્તમ સેવાનાં કાર્યો થઈ રહ્યાં છે. સાધ્વી ચંદનાજીના પ્રયાસથી આજે અનેક સાધ્વીઓ જૈન ધર્મના પ્રચાર અર્થે પરદેશમાં જઈ જૈન શાસનની ગરિમા વધારે છે.
ખરેખર ! અમરમુનિ એમનાં કાર્યોથી સદા અમર જ રહેશે... સદા સ્મરણીય જ
રહેશે...
©ed સેવાભાવ અને જૈન ધર્મ માટે કે તે હતા. આવા કપરા સમયે તેઓએ શ્રી સંઘ સાથે રહીને દરેકને સુરક્ષિત ભારત પહોચાડ્યા, એટલું જ નહીં, ભારત આવીને આ બેસહારા લોકો માટે તેમણે દૈનિક સમાચારોમાં સહાયતા માટે અપીલ છપાવી તેમને મદદરૂપ થયા. તેમણે શ્રુતજ્ઞાનની પણ એટલી જ અમૂલ્ય સેવા કરી. ખંભાતના જ્ઞાનભંડારનો પુનરુદ્ધાર કર્યો અને કહેતા કે, ડબ્બામાં બંધ જ્ઞાન દ્રવ્યશ્રુત છે, તે આત્મામાં આવે ત્યારે ભાવકૃત બને છે. જ્ઞાનમંદિરની સ્થાપનાથી તમે સંતોષ ન માનો, પણ જ્ઞાનનો પ્રચાર થાય એવો ઉદ્યમ કરો. જૈન ધર્મની સાચી પ્રભાવના ત્યારે જ થશે. ખરેખર ! એમનામાં નિષ્કામ કર્મયોગીની ક્રિયાશક્તિ હતી. તેમણે બધાં જ કાર્ય ધર્મ અને કર્તવ્ય સમજીને પૂરી નિષ્ઠાથી કર્યા હતાં. આવા કર્મયોગી વિજયવલ્લભસૂરિને ભક્તિભાવથી વંદન.
અમરમુનિ ‘જૈન સમાજમાં એકતાની અનિવાર્ય જરૂર છે અને એ એકતા જેટલી મજબૂત હશે તેટલું ભગવાન મહાવીરનું શાસન શોભશે’. આ કથન સૈકા પહેલાં થયેલ પૂ. અકરમુનિનું છે.
- પંજાબ પ્રાંતમાં હરિયાણાનું નાનું ગામ એમની જન્મભૂમિ અને પટણા-બિહાર (રાજગૃહી) પૂર્વભારત એમની કર્મભૂમિ બની. માત્ર પંદર વર્ષની વયે જૈન ભાગવતી દીક્ષા લઈ શ્રમણ સંઘના આચાર્ય મોતીરામજી મ.સાહેબના શિષ્ય બન્યા. દીક્ષા પછી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, અંગ્રેજી ભાષાનો તેમ જ આગમશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. એમની જ્ઞાનગરિમા જોઈને એમને સમાજે ઉપાધ્યાયજી પદથી અલંકૃત કર્યા.
સેવા ક્ષેત્રે તેમનું યોગદાન | સ્વાધ્યાય ઉપરાંત લોકકલ્યાણનાં તથા જનસેવાનાં કાર્યોમાં તેઓ વિશેષ રુચિ ધરાવતા હતા. એમનું વિચરણ મોટે ભાગે બિહારની આજુબાજુનાં ક્ષેત્રોમાં રહ્યું. ત્યાંની જનતા ગરીબ અને અભણ. અક્ષરજ્ઞાન બિલકુલ નહીં. વળી ગરીબીને કારણે કુપોષણથી અનેક રોગોથી પીડિત ! આ બધું જોઈને અમરમુનિના હૃદયમાં રહેલી અનુકંપા જાગી ઊઠી. મનોમન આ પીડિત જનતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો. એમની પ્રેરણાથી બિહારના રાજગૃહી રાજગિરિ ક્ષેત્રમાં ‘વિરાયતન' નામની સંસ્થા ઊભી થઈ. આ સંસ્થા દ્વારા પ્રથમ નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન થયું. આ નેત્ર કૅમ્પો દ્વારા હજારો લોકોને આંખોની રોશની મળી. ધીરેધીરે આ સંખ્યા આગળ વધતા તેમાં વિવિધ ચિકિત્સા શરૂ થઈ. ગરીબ પ્રજાને આરોગ્ય સંબંધી અનેક
- ૧૮૭
એક સંતના નિમિત્તથી ... સેવાભાવનાથી હજારો દીન-દુઃખીઓના ચહેરા પર સુખનો સંતોષ પ્રગટી શકે છે, એક સંતના નિમિત્તથી હૃદયપરિવર્તન થઈ જાય છે. એક સંતની સેવાભાવનાથી ... અનેક લોકોના જીવનબાગ મહેંકી ઊઠે છે. ધન્ય છે...સંતોને...વંદન છે સંતોને... સંદર્ભસૂચિ : ૧. શ્રી જગજયંત શ્રુત-સેવા દર્શન - સંપાદન : ગુણવંતભાઈ બરવાળિયા ૨. સંતબાલજી જીવનકવન અને પ્રેરક પ્રસંગો - લેખક : ગુણવંતભાઈ બરવાળિયા ૩. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૪. વલ્લભવંદના - સંકલન : હોની શાહ ૫. જૈન વિશ્વકોશ - ભાગ : ૧. સં. : ડૉ. કુમારપાળ દેસાઈ, ગુણવંત બરવાળિયા.
(જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋસભદાસનાં રાસ પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. તેઓ મુંબઈ મહાસંઘ સંચાલિત છાડવા શિક્ષણ બોર્ડમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરી રહ્યાં છે).