SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હોચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ 90 આ ભાવપૂર્વકના જપ અનુષ્ઠાનને ત્રિકાળ વંદન. પરમ પૂજ્ય આચાર્ય પંજાબકેસરી શ્રી વલ્લભસૂરિજી સમુદાયનાં સાધ્વી શ્રેષ્ઠા પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીજી એ તો પંજાબમાં જૈન ધર્મ પરત્વેની જાગૃતિ આણીને કમલા જ કરી છે ! વળી હિમાચલ પ્રદેશના કાંગડા તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા તેઓએ કેટલાંય વર્ષ ત્યાં જ મુકામ કરીને શ્રી જૈન સંઘ પર બૃહદ્ ઉપકાર કર્યો છે. આ જ સમુદાયનાં સાધ્વીજી દેવશ્રીજી મહારાજે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે લાહોરથી ૮૦,૦૦૦ જૈનોને સંપૂર્ણ સુરક્ષા સાથે ભારત પહોંચાડેલ. શ્રી લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત આચાર્ય રાજયશસૂરીશ્વરજી મહારાજનાં બહેનમહારાજ શ્રી સુભદ્રાશ્રીજીએ પલ્લીવાલ પ્રદેશમાં એક લાખ રાજપૂત ભાવિકોને જૈન શાસનના સિદ્ધાંતો સમજાવી જૈન બનાવેલ. સાગરેજી સમુદાયનાં પૂજય સાધ્વીજીઓએ તો કલ્યાણક મહાભૂમિ એવા સમેતશિખરજી તીર્થનો ઉદ્ધાર કરવામાં અગ્રેસર ભાગ ભજવેલ. અધ્યાત્મમૂર્તિ પૂજ્ય કલાપૂર્ણસૂરિજી સમુદાયનાં સાધ્વીજી ચતુર શ્રીજીએ તો ૧૦૦ નાનાં-મોટાં તીર્થો અને દેરાસર-ઉપાશ્રયોના જીર્ણોદ્ધાર કરાવેલ. તપાગચ્છના શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી બાપજી મહારાજના સમુદાયના, ૧૬ ભાષાના જાણકાર, આગમ સંશોધક-સંવર્ધક-શુદ્ધિકારક-અનુવાદક-સંકલનકાર એવા મુનિરાજ શ્રી જંબુવિજયજીથી જૈન શાસન સુપરિચિત છે. તેઓનાં જન્મદાતા એવં ધર્મપ્રેરક માતા અનીબેન એટલે શતાયુષી સાધ્વી શ્રીજી મનોહરજી ‘બા મહારાજ'. આગમોદ્વારનું કાર્ય કરવા તેઓ જ પોતાના દીકરા મહારાજનાં પ્રેરક હતાં. ‘જીવીચાર' ભણાવતાં જે રીતે જીવોના ૫૬૩ ભેદોનું સવિસ્તર વર્ણન કરે, ત્યારે જાણે સર્વજીવ પરત્વે મૈત્રીભાવ સ્થિર જ થઈ જાય ! પ૬ વર્ષના સંયમર્યાયમાં ઘરઘરમાં સ્વર્ગ રચવા મનભેદ-મતભેદો દૂર થઈ જાય, તેઓ તો કર્મગ્રંથ ભણાવવાનો પણ યજ્ઞ ચલાવે. જ્ઞાન-તપસ્યા-ધ્યાન ક્ષેત્રે મનોહર એવાં પૂજ્ય બા મહારાજે સૌથી મોટું પ્રદાન તો પોતાના ૧૪ વર્ષના શિશુરત્નની શ્રી જિન શાસનને ભેટ આપી છે. - ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિશ્વરજી સમુદાયનાં સાધ્વીજી મનગુપ્તાશ્રીજી મહારાજે અમદાવાદની ભંડેરીપોળમાં મુસલમાનોની વચ્ચે ૪૦ વર્ષ રહી જિનાલયજીનું રક્ષણ કર્યું. મુસલમાનો મૂર્તિ તોડવા આવે તો બે હાથ પહોળા કરી, સ્વયં ઊભાં રહી કહેતાં કે, ‘મારા ભગવાનને સ્પર્શતાં પહેલાં મને જ મારો'. મુસલમાનો પણ તેમના આ રૌદ્ર રૂપથી ડરતા. આ જ સમુદાયનાં ‘દર્શનશિશુ’ સાદવીરત્ના ૧૪૩ છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી શીઘકવયિત્રી પૂજ્ય હર્ષપૂર્ણાશ્રીજીએ સાહિત્યસર્જનમાં ડંકો વગાડી શુદ્ધ ચારિત્રની તો સંઘોમાં પ્રરૂપણા કરી જ, ઉપરાંત માલેગાંવના અગણ્ય મુસલમાનો તથા ભીલોને માંસાહાર છોડાવી નવકાર ગણતા કરેલ. અચલ ગચ્છનાં શ્રી ૐકારશ્રીજી સાધ્વીજી મહારાજે લઘુવયે દીક્ષા લીધી. એ પછી ૪૦ વર્ષની ઉંમર સુધીમાં ૨૨,૦૦૦ ગાથાઓ કંઠસ્થ કરી અને સમુદાયમાં નિત્ય આઠ કલાક સંસ્કૃતનો અભ્યાસ કરાવેલ. તેરાપંથી ડૉ. સાધ્વી અક્ષયપ્રભાજીએ જૈન વિશ્વભારતી સંસ્થામાં જૈનાગમમાં એમ.એ., પીએચ.ડી. કરી ‘ઉત્તરાધ્યયનની શેલી-વૈજ્ઞાનિક અધ્યયન'નાં લેખિયા બની અનેકાનેક આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જઈ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરેલ. ડૉ. મુક્તિપ્રભાશ્રીજી અને ડૉ. દિવ્યપ્રભાશ્રીજીએ પુસ્તકલેખન ઉપરાંત ‘લોગસ્સ ધ્યાનકેન્દ્રો' ખોલી શાસનસેવા કરી છે. તપ-ત્યાગ-સ્વાધ્યાયરતા સાધ્વીજીઓનું વિશિષ્ટ પ્રદાન સ્થાનકવાસી સતીવૃંદમાં પણ જોવા મળે ચે. ગોંડલ ગચ્છના શાસનસમ્રાટ આચાર્યપ્રવર પૂજ્યપાદ શ્રી ડુંગરસિંહજી મહારાજ જેવા એકાવતારી, વીર-ધીર સંતનાં જન્મદાત્રી એટલે ૧૮મી સદીનાં મેંદરડા જનપદને દીપાવનારાં પૂજ્ય હીરબાઈ મહાસતીજી. ૪૫ વર્ષની વયે પૂજ્ય રત્નસિંહજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર તેઓ દેહ ને આત્માની ભિન્નતાની અનભુતિ કરતાં અખંડ આત્મભાવમાં સ્થિર રહેતાં. એકદા ગોંડલ ઉપાશ્રયની ઓસરીમાં ત્રણ કલાકના અનુષ્ઠાન અર્થે ધ્યાનસ્થ એવા તેમની સમીપ અચાનક એક શિયાળ આવ્યું અને તીણ દાંત તથા નખથી મહાસતીજીના શરીરને વિદારી માંસ-લોહી આરોગવા લાગ્યું. શૂરવીર સાધિકા તો હતાં આત્મમસ્તીમાં નિમગ્ન ! ત્રણ કલાકે સંપન્ન થતાં લોહીથી તરબતર થયેલ વસ્ત્રોની વ્યવસ્થા માટે તેઓએ અંદર રહેલાં મહાસતીજીઓને બોલાવ્યાં. વીંધાયેલું શરીર, હાડ-માંસ લબડી રહેલાં... એવું કમકમાટીભર્યું દશ્ય જોઈ નાનાં સતીજીઓ તો થરથર ધ્રુજવા લાગ્યાં. નિકટ ગ્રામ બિરાજમાન ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજે પણ તત્કાળ દોડી આવી જોયું કે પોતાનાં જનેતા મરણાંત ઉપસર્ગોને વીસરીને ચૈતન્યવંત આત્માનુભૂતિનો આનંદ માણી રહ્યાં છે. માવજીવનું અનશન અંગીકાર કર્યા પછી ૫૮-૫૮ દિવસની અસહ્ય પીડામાંય આત્મજાગૃતિ રાખી પ્રાંતે તેઓ કાળધર્મ પામ્યાં. આ હૂડા અવસર્પિણીકાળમાં આવવા ઉપસર્ગવિજેતા શ્રમણીજીની ૧૪૪
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy