________________
(સંપાદકીય)
આ પ્રસગે “પાહિણીદેવી” એકપાત્રીય નાટકની ઉત્કૃષ્ટ ભાવવાહી રજૂઆત કરનાર સુશ્રી અર્ચના શાહ અને શ્રી હોની શાહનો આભાર
સમગ્ર આયોજન કે સંપાદનમાં કોઈ જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં.
-ગુણવંત બરવાળિયા
૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). ૨-૧૦-૨૦૧૮ (ગાંધીજયંતી)
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર -૧૭ અને ૧૮ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોનો સંચય ‘– અને જૈન ધર્મ' રૂપે ગ્રંથસ્થ કરી પ્રગટ કરવાના અવસરે આનંદની અનુભૂતિ કરું છું.
આયોજનમાં, ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ, કલ્પતરુ સાધના કેન્દ્ર, રૉયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ - રાજકોટ, પાવનધામ જૈન સંઘ - કાંદિવલી, શ્રી યોગેશભાઈ બાવીશી તથા શ્રી ખીમજીભાઈ છાડવાનો સહકાર બદલ આભાર માનું છું.
રાજકોટમાં જેમની પાવન નિશ્રામાં આ જ્ઞાનસત્ર યોજાયેલ હતું તે રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આદિ વિશાળ સંત-સતીવૃંદ અને કાંદિવલીમાં તત્ત્વચિંતક પૂ. ડૉ. તરુલતાજીસ્વામી આદિ સતીવૃંદના મળેલા માર્ગદર્શન માટે ઉપકાર સ્મરણ કરી અભિવંદના કરું છું.
જ્ઞાનસત્રોના પ્રમુખસ્થાને ડૉ. કુમારપાળ દેસાઈ તથા જ્ઞાનસત્રોમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર વિદ્વાનોના કારણે જ આ આયોજન સફળ રહ્યું છે.