SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એક શિલ્પસ્થાપત્ય અને જૈન ધર્મ પરંતુ સોપાન પાંચ છે તથા એની આસપાસ ગવાક્ષનો અભાવ છે. અન્ય એક શિલ્પ બે ખંડમાં વિભાજિત છે, એમાં ઉપરના ભાગમાં સ્તૂપ તથા એની બંને તરફ મુગટ અને કુંડલ ધારણ કરેલા બે-બે તીર્થંકરો બિરાજમાન કરાયા છે. અહીં સ્તૂપનો આકાર સમવસરણ જેવો દેખાય છે. બીજા ખંડમાં કષ્ટસાધુ અને વિદ્યાદેવી તથા ભક્તો નજરે પડે છે. - વિવિધ તીર્થકલ્પની કથા પ્રમાણે સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથના સમયમાં બે સાધુઓ - ધર્મરુચિ અને ધર્મઘોષ મથુરા નગરીમાં વર્ષાવાસ કરવા ઉદ્યાનમાં પધાર્યા હતા. તેમની ઉગ્ર સાધના જોઈ ઉદ્યાનની દેવી કુબેરાએ અતિપ્રસન્ન થઈને – ‘કંચનથી ઘડાયેલ રત્નજડેલો અને દેવ-દેવીના પરિવારથી યુક્ત ચૈત્યવૃક્ષની લતાથી શોભિત, તોરણ, ધજા, માળાથી અલંકૃત, ત્રણ મેખલા-વેદિકાવાળો અને સોનાની પ્રતિમાઓથી સ્થાપિત મેરુ સદશ સ્તૂપનું નિર્માણ એક જ રાત્રિમાં કરી આપ્યું.' ત્યાર બાદ ઘણાં વર્ષો સુધી એની પૂજા થતી હતી. આ બિનાનો ઉલ્લેખ બે હજાર વર્ષ પ્રાચીન પ્રતિમાના શિલાલેખમાં પણ મળે છે. ગઝનીથી આવેલા હુમલાખોરોએ આખી મથુરા નગરી અને સ્તૂપનો ઈ.સ. ૧૦૧૮માં નાશ કર્યો, પરંતુ પાંચ જ વર્ષમાં મથુરા સંઘે એનો જીર્ણોદ્ધાર કરી લીધો હતો એવું ઈ.સ. ૧૦૨૩ની સાલ ઉપરાંત ત્યાર બાદની ૬૩ વર્ષ સુધીની ભરાવેલ ઘણી પ્રતિમાઓના આધારે કહી શકાય. ત્યાર બાદ ચારસો વર્ષ આ. જિનપ્રભસૂરિ ઈ.સ. ૧૩૩૩માં યાત્રાએ આવ્યા તે સમયે પણ સ્તૂપ સારી સ્થિતિમાં હતા, જે અકબરના રાજ્યમાં પણ સારી સ્થિતિમાં રહ્યા એમ જણાય છે, પરંતુ નાદીરશાહ અને અહમદશાહ અબ્દાલી વગેરે હુમલાખોરોએ એનો સંપૂર્ણ નાશ કર્યો. ઈ.સ. ૧૮૮૮-૧૮૯૨માં બ્રિટિશરોએ મથુરા નગરીના ઘણા ટેકરાઓની સાથે આ જૈન સ્તૂપના વિશાળ ટેકરાનું પણ ખોદકામ કરાવ્યું. ત્યાં કોઈકે દેવીની આકૃતિવાળા એક સ્તંભને બહાર કાઢી લઈ ટેકરી પર પધરાવી મંદિર બાંધી એને કંકાળીદેવી એવું નામ આપ્યું જેને કારણે ઉત્ખનનમાં પ્રાપ્ત થયેલી જૈનોની આ મોટી વસાહત કંકાળી ટેકરો-ટીલાના નામથી ઓળખાયો. જૈન સ્તૂપના અન્ય ઉલ્લેખો અશોક મૌર્યે કાશ્મીરમાં જૈન સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું એવો ઉલ્લેખ કલ્હણરચિત ‘રાજ તરંગિણી’માં મળે છે. અકબરના સમયમાં શાહુ ટોડરમલે ૫૨૭ સ્તૂપોનું નિર્માણ મથુરામાં કર્યું હતું કે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એવા ઉલ્લેખો છે. ૧૯૯ અને જૈન ધર્મી રી સ્તૂપોનાં નિર્માણ ઘટતાં ગુફાઓમાં તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત થતાં ગુફાના સ્થાપત્યનો વિકાસ થયો. ગુફા મંદિરો પ્રાચીન સમયમાં સાધુઓ કુદરતી ગુફાઓ અને જંગલોમાં રહેતા તથા કેવળ ચાતુર્માસ દરમિયાન વસતિમાં આવતા. ગુફાઓમાં ધ્યાન કરવા માટે તીર્થંકરોની પ્રતિમાઓ કોતરતા. આ ગુફાઓમાં તેઓ તીર્થંકરોના જીવનપ્રસંગોનાં શિલ્પો તથા ચિત્રો દોરતાં જે આજે કલાનો અદ્ભુત વારસો ગણાય. દા.ત. ઉદયગિરિ-ખંડગિરિ, એલોરા, બદામી, ઐહોલે, સિતાનાવત્સલ, દેવગઢ વગેરે. ઉદયગિરિ-ખંડગિરિની ગુફાઓમાં ખારવેલના શિલાલેખ ઉપરાંત પાર્શ્વનાથના જીવનપ્રસંગો છે. બદામીની ગુફાઓમાં અદ્ભુત કોતરણી છે. આ સર્વ ગુફાઓમાં શિલાલેખો હોવાથી જૈનોનો કડીબદ્ધ ઇતિહાસ તથા તેઓ ક્યારે દક્ષિણ ભારત અને સિલોનમાં ગયા હતા તેની માહિતી મળે છે. એલોરાની ગુફાઓમાં સ્તંભોની વચ્ચે ગવાક્ષ-ગોખલામાં દેવ-દેવીની પ્રતિમાઓ કોતરેલી છે. ઐહોલેમાં પણ એવી જ રચનાઓ જોવા મળે છે જે આજના ગર્ભગૃહનું અર્ધવિકસિત સ્વરૂપ હોઈ શકે. અહીંની ત્રણ માળની ગુફા દ્રવિડ શૈલીનું પૂર્વરૂપ છે. સિતાનાવત્સલ, તિરુમલાઈ, તિરુપતિકુંદરમ, જિનકાંચિ વગેરે દક્ષિણ ભારતની ઘણી ટેકરીઓ પર સાધુઓનાં સૂવા માટેનાં ઓશીકાઓ સહિતની શૈયાઓ પથ્થર પર કોતરેલી છે. ઉપરાંત પહાડોની ટોચ પર જિનપ્રતિમાઓ તરાશેલી છે. આવી ઊંચાઈ પર કેવી રીતે કયાં સાધનો વડે આવું દુર્ગમ કાર્ય કર્યું હશે તે આશ્ચર્ય પમાડે છે. તામિલનાડુના ૮૯ બ્રાહ્મી ભાષાના શિલાલેખોમાંથી ૮૫ જૈનોના છે. વર્તમાન દેરાસરોનો ઉદ્ભવ એહોલેની મેનાબસતીની ગુફાનું સ્થાપત્ય અદ્ભુત રીતે તૈયાર કરાયું છે. ગુફામાં દાખલ થતાં છત પર મિથુન, વિશાળ નાગરાજ અને નકશીદાર સ્વસ્તિકનું શિલ્પાંકન છે. ગર્ભગૃહને અલગ દર્શાવવા માટે ત્રણ સ્તંભોની આડશ લઈને મૂળ નાયકને સ્થાપિત કર્યા છે. બદામીની ગુફામાં બાહુબલીનું અંકન છઠ્ઠી સદીનું છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષે અહીં સલેખનાવ્રત લઈ મોક્ષે ગયા હતા. ગુફા મંદિરોની સાથે સમાંતરે નગરોમાં પણ મંદિરો બાંધવાની કળા ચાલુ જ હતી. વર્તમાન દેરાસરોનાં સ્થાપત્ય દેરાસરોનાં સ્થાપત્યમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે દ્રવિડ શૈલી. ૨૦૦ નગર શૈલી અને
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy