SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ શાસનપ્રભાવનામાં ચતુર્વિધ સંઘની ભૂમિકા - શૈલેષી હેમાંગ અજમેરા આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં જ્યારે પરમાત્મા મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે દેવાલોકના દેવો ભવ્યાતિભવ્ય સમવસરણની રચના કરે છે. તે દિવ્ય સમવસરણમાં જ્યારે સર્વજ્ઞ તીર્થંકર પધારે છે અને પ્રથમ દેશનાની શરૂઆત કરે છે ત્યારે તેમના શ્રીમુખેથી શબ્દો સરે છે : “નમો હિન્દુસ્સ''. એટલે કે નમન હોજો તીર્થસ્વરૂપ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ! સર્વજ્ઞ તીર્થકર પરમાત્મા જેઓ ત્રિકાળજ્ઞાની છે અને સ્વયં જિન શાસનના આધારસ્તંભરૂપ, ચતુર્વિધ સંઘસમા તીર્થની સ્થાપના કરે છે, તેઓ જ સ્વયં આ તીર્થને નમન કરે તેની પાછળ શું સંકેત હોઇ શકે ? રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે તીર્થની એક અનોખી વ્યાખ્યા સમજાવતાં એક પ્રવચનમાં ફરમાવ્યું હતું, “જે તારે તે તીર્થ ! ભવસાગરથી પાર ઉતારે તે તીર્થ ! પરમાત્માને ખબર હતી કે એમની પાસે ખૂબ જ એક્ષસમય રહેલો છે. એમનું આયુષ્ય ૭૨ વર્ષ સુધીનું જ છે અને આ જિન શાસનને ૨૧,૦૦૦ વર્ષ સુધી ચલાવવાનું છે. એટલે જ પરમાત્માએ એમના Brand ambassadrosની સ્થાપના કરી જે પરમાત્માના શાસનની બ્રાન્ડને, એમના ભાવો અને સિદ્ધાંતોને ૨૧૦૦૦ વર્ષ સુધી જીવંત રાખીને આખાય જગતમાં ફેલાવશે. એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કે, ‘ચતુર્વિધ સંઘ એ પરમાત્મા મહાવીરની ઉંમર વધારવાનું કાર્ય કરે છે !' પરમાત્મા જાણતા હતા કે સમયે સમયે અનેક ધુરંધર જ્યોર્તિધરો જન્મ લેશે, જેમનાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નેતૃત્વ હેઠળ જૈન પરંપરાની જ્યોત ઝળહળતી રહેશે અને તેઓ જૈન ધર્મની ધજાને વિશ્વભરમાં ફરકાવશે. ચતુર્વિધ સંઘના ગૌરવવંતા ઇતિહાસમાં સમયાંતરે અનેક તેજસ્વી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓએ ઉત્તમ યોગદાન આપી જિનશાસનની ગરિમાને વધારી છે. ઉપકાર માનશું આપણે આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણનો જેઓ એક Visionary સંત હતા. એમણે એમની પ્રજ્ઞાથી ભાખ્યું કે આવનારા સમયમાં કાળક્રમે સર્વેની યાદશક્તિ ઓછી અને ક્ષીણ થતી જશે. - ૧૬૩ ક0% – અને જૈન ધર્મ 5888 એટલે જ પરમાત્માના સમયથી ચાલતી આવતી આગમજ્ઞાન કંઠસ્થ પરંપરા જેમાં ગુરુ પોતાના શિષ્યોને મૌખિક રીતે આગમજ્ઞાન પ્રદાન કરે, તેવી કંઠ સ્થપરંપરાને ગ્રંથસ્થ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. વર્ષો સુધી કંઠસ્થ આગમજ્ઞાનને તાડપત્રી પર ગ્રંથસ્થ કરવાનું અથાગ કાર્ય લગભગ ૫૦૦ જેટલા સંતોની અવિરત મહેનત અને જિન શાસન પ્રત્યેના ઉત્કૃષ્ટ અહોભાવ સાથે સંપન થયું. અનેક સાધ્વીરત્નઓનું શ્રેષ્ઠ યોગદાન સ્મરણપટ પર લાવીએ તો અપૂર્વશ્રત આરાધિકા પરમપૂજ્ય લીલમબાઈ મહાસતીજી અને એમના સમુદાયને કઈ રીતે ભુલાય ? સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.ના જન્મશતાબ્દી નિમિતે તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. આશીર્વાદથી ગુમાણ આગમ બત્રીસીના ઐતિહાસિક ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો, જેમાં બત્રીસેબત્રીસ આગમોની અર્ધમાગધી ભાષામાં રચાયેલી ગાથાઓનો સરળ ગુજરાતી ભાષામાં અર્થઘટન, ભાવાર્થ અને શબ્દાર્થ કરેલ છે. પોતાના ૨૪ શિષ્યોના જ્ઞાનસહયોગે આ ઉત્તમોત્તમ કાર્યને નવનવ વર્ષના અખંડ પુરુષાર્થે પાર પાડી સમસ્ત જૈન સમાજમાં વર્લ્ડ રેકર્ડ સર્યો છે. આજે આગમ ગ્રંથોનાં ગૂઢ રહસ્યોને સરળતાથી સમજીને સ્વયંના જીવનમાં ઉતારી શકાય એવું એક વરદાન પરમપૂજ્ય લીલમબાઈ મહાસતીજીએ જિન શાસનને આપ્યું છે. વેસ્ટર્ન સંસ્કૃતિના રંગે રંગાયેલી આજની યુવા પેઢીને ધર્મસન્મુખ કરવા અને સંસ્કારિતાનું બીજારોપણ કરવા હેતુ દીર્ધદષ્ટા, Visionary, પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે અનેક Missionsની સ્થાપના કરી, જેમ કે અહંમ યુવા સેવા ગ્રુપ, જેમાં યુવાનો અનેક પ્રકારનાં માનવતાનાં કાર્યોમાં જોડાયેલા રહે છે, Look-n-learn જૈન જ્ઞાનધામ - એક આધુનિક પાઠશાળા છે જેમાં ૩-૧૫ વર્ષનાં બાળકોને જૈન ધર્મના પાયાના સંસ્કારો આપવામાં આવે છે જેથી આવનાર પેઢીમાં જૈન સિદ્ધાંતોની સમજ સ્થિર થાય. આવા ઘણાં સ્વ-પર કલ્યાણકારી missionsમાંથી એક શ્રેષ્ઠતમ મિશન છે 'Global Jain Agam Mission'. આ મિશન હેઠળ ૨૫થી વધુ પંડિતો, વિદ્વાનો, જ્ઞાની સાધ્વીછંદ અને ગીતાર્થ ગુરુભગવંતો આગમ ગ્રંથોને ઇંગ્લિશ ભાષામાં અનુવાદિત કરી રહ્યાં છે. ઇંગ્લિશ આગમ ગ્રંથો વિશ્વભરમાં પરમાત્માના સંદેશવાહક બની તેમના જ્ઞાનની જ્યોતને દેશ-વિદેશમાં વસેલા અનેક જૈન અને જૈનેતરોના હૃદયમાં પ્રજ્વલિત કરશે ! રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના અનન્ય વિઝનથી આજની પેઢીને ઇંગ્લિશ આગમો દ્વારા પરમાત્માનાં અમૂલ્ય બોધવચનોનું પાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. પૂજ્ય ૧૬૪
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy