SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ક09 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે તરફ લોભાતું આપણું આ યુવાધન સુધ્ધાં અજૈન સંસ્કારોથી અંજાઈને પોતાનાં સંતાનોને ટો દોર આપી દે છે. હવે જો યુવા મા-બાપ જ આવી રીતે જૈનત્વથી દૂર થતાં જશે તો તેમનાં શાળા-કૉલેજમાં ભણતાં સંતાનો પાસેથી આપણે આશા કેમ રાખી શકીએ ? અમુક સંસ્થાઓ પાઠશાળા દ્વારા બાળકો-યુવકોમાં જૈન સંસ્કારોનું સિંચન કરવા પ્રયત્ન તો કરે છે, પણ અન્ય પ્રવૃત્તિઓ-ક્લાસનું વળગણ એટલું જોરદાર હોય છે કે પાઠશાળામાં ભણનારાની સંખ્યા ઘટતી જ જાય છે અને જે પણ પાઠશાળામાં જ્ઞાન મેળવે છે તેને ઘરમાંથી પુષ્ટીકરણ નથી મળતું, પરિણામે અઠવાડિયે એકવાર ચાલતી પાઠશાળાનાં બાળકોને એકનું એક ફરીથી શિખવાડતાં જવું પડે છે. આના ઈલાજ માટે આપણે પ્રથમ તો વિશ્વકક્ષાની શાળાઓ સ્થાપિત કરવી જેથી જૈન સંસ્કાર ઑટોમેટિક એકૅમિક શિક્ષણ સાથે જ મળી જાય. સાથેસાથે આપણી કૉલેજો પણ ઊભી થવી જોઈએ. હવે તો યુનિવર્સિટી સુધ્ધાં સ્થપાવી જોઈએ. આ ક્ષેત્રમાં તેરાપંથ અને દિગંબર સમાજની અમુક સંસ્થાઓ સારું કામ કરી રહી છે. બાળકોમાં જૈનના સંસ્કારો રોપાતાં તે મોટાં થતાં તેમનામાં દૃઢ બનશે. પછી ભલે તે હાઈફાઈ સોસાટી વચ્ચે રહે. જૈન પાઠશાળાઓને પણ આધુનિક ઓપ આપવાની જરૂર છે. વિવિધ ભાષાઓમાં સુંદર સચિત્ર પુસ્તકો તૈયાર કરવાં જોઈએ. આધુનિક ગેજેટ્સનો ઉપયોગ કરી જૈન જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. ત્યાર બાદ આપણે વિચારવાનું છે આધેડ વયનાં શ્રાવક- શ્રાવિકાનું. આ વર્ગ તપમાં હોંશભેર ભાગ લે છે. તેઓ સાધુ-સંતોની વૈયાવચ્ચ પણ સુપેરે કરી જાણે છે, પણ તેઓ પણ જમાનાના શિકાર બનવા લાગ્યા છે. યુવાન કમાતા પુત્રો સાથે રહેતાં તેમની રહેણીકરણી પણ જૈનત્વની ભાવનાને ઠેસ પહોંચાડી રહી છે. પરિણામે તેમનામાં પણ શિથિલતા આવવા લાગે છે, જેથી આપણી ધરોહર સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં ફરક પડવા માંડ્યો છે. સવારે મોડા ઊઠવું - બપોરના જમવામાં મોડું અને સૂર્યાસ્ત પહેલાંનું જમણ તો ભુલાતું જ જાય છે જે આપણા સંસ્કારોથી દૂર ચાલ્યા જાય છે અને હવે તો પરદેશ પણ વસવાટ થવા લાગ્યો છે. આવી રીતે કરવટ બદલતા સમયના વહેણને કેમ સરખો કરવો એ ઊંડો વિચાર માગી લે છે. છેલ્લે વાનપ્રસ્થાન શ્રાવક-શ્રાવિકાઓની વાત કરીએ. તેઓ તો મને ક્યારેક રોબોટ જ લાગે છે, કારણ તેમનામાં દઢ કરાયેલા સંસ્કારો તેમને જરા પણ અલગ, સારું કે નઠારું વિચારવા જ ન દે. જ્યારે ને ત્યારે તેઓ પહેલા પોપટની માફક - ૧૬૧ – અને જૈન ધર્મ * ક્રિયાકાંડો પોતાના પરિવારને સંભળાવ્યા કરે અને સમજણ વગરના ક્રિયાકાંડથી યુવાનો દૂર જ ભાગે. આ વર્ગ પોતાને પણ હોશિયાર માને. તેઓ ઘર ઉપરાંત મહાજન, મંડળ કે સંઘમાં પણ હોબાળા જ કરતા હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેમને નડે જ નહીં, પરિવર્તનની તો વાત જ ક્યાંથી ઉદ્દભવે. આપણો આ વર્ગ જૈન શાસનને વધારવાને બદલે પાછળ લઈ જાય છે. આ વર્ગને સાચવવો બહુ મુશ્કેલ છે. આને માટે સાધુભગવંતો જ આપણને રસ્તા બતાવી શકે, પણ સાધુભગવંતોની સભાઓમાં આ જ વર્ગ મોટે ભાગે હાજર થતો હોય છે એટલે.... આમ હાલ સમગ્ર સમાજસુધારણાની જરૂર છે. તે માટે સાધુ-સાધ્વી અને સુજ્ઞ શ્રાવક-શ્રાવિકાઓએ અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે, જરૂર છે શાસનસેવકોની. ચતુર્વિધ સંઘને મજબૂત રાખવા ચારે પાયા સાધુ-સાધ્વી- શ્રાવક-શ્રાવિકા મજબૂત હોવા જ જોઈએ. * જૈન શાસનને મજબૂત કરવા માટેનાં થોડાં સૂચનો ૧) જૈન શિક્ષણની આદર્શ આધુનિક પદ્ધતિ દશ્ય-શ્રાવ્ય સિસ્ટમ વિકસાવવી. ૨) યુવાધનને ધર્માભિમુખ કરવા રસપ્રદ અનુષ્ઠાનો ગોઠવવા. ૩) જૈન ધર્મના સિદ્ધાંતો વૈજ્ઞાનિક તથ્યો દ્વારા પ્રકાશમાં લાવવા. ધર્મની વાતોને વૈજ્ઞાનિક ઢબથી રજૂ કરવી. ૪) સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓમાં દેશ અને કાળ મુજબ ફેરફાર કરવા. ૫) શાળા, કૉલેજ, દવાખાનાં, હૉસ્પિટલો વગેરે સમાજોપયોગી સંસ્થાઓ વિકસાવવી અને અન્ય ધર્મીઓને પણ લાભ મળે તેવી વ્યવસ્થા કરવી. ૬) દૂર દેશાવરોમાં જ્યાં સાધુ વિચરી ન શકે ત્યાં શાસન ટકાવી રાખવા અને વિકસાવવા મર્યાદિત છૂટ સાથે સુશિક્ષિત શ્રમણ-શ્રમણીને મોકલવા. ૭) વિહારની પદ્ધતિ સરળ- અકસ્માતરહિત બનાવવા પ્રયત્નો કરવા. ૮) જરૂર જણાતાં વીજ ઉપકરણોનો સહારો લેવો. સાધુ-સાધ્વીઓના વૈયાવચ્ચની યોગ્ય વ્યવસ્થા કરવી અને સ્વાશ્મની સારસંભાળ લેવી. ૧૦) એકાંતિક ક્રિયાકાંડ ટાળવા જોઈએ. સંદર્ભ : ગુણવંત બરવાળિયા સંપાદિત જ્ઞાનધારા-૧૧. (ખીમજીભાઈ છાડવા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી, તારદેવ જેન સંઘના મૅનેજિંગ સ્થાપક ટ્રસ્ટી તથા મહાસંઘ શિક્ષણ બોર્ડના મુખ્ય પ્રેરક દાતા છે). ૧ ૧૬૨
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy