SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 90990d સંલેખના અને જૈન ધર્મ અહી જ ઓછું થાય છે. ભવિષ્યમાં ઉત્તમ ગતિ, જાતિ, શ્રેષ્ઠ કુળ, જિન શાસનનો સંયોગ વગેરે સાધનાનુકૂળ નિમિત્તા પ્રાપ્ત થાય છે, નિકટભવી બને છે. સંલેખના દરમિયાન કુદરતી પરિષહ કે દેવક્ત, માનવકૃત કે તિર્યચકૃત ઉપસર્ગો પણ સંભવે છે, જે બધા સમભાવે અને સમ્યક દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાપૂર્વક સહન કરી સાધક આત્મધ્યાનમાં જ લીન બની રહે છે, સંલેખના સમક્તિને જ પરિણમે છે. ધર્મધ્યાનની ચારે અનુપ્રેક્ષા પણ આ સાધનામાં ઉપયોગી બને છે : (૧) જીવન અજીવનું સ્વરૂપ, જીવની ગતિ, જીવ શાશ્વત છે તેનું ચિંતન, જીવની સ્વતંત્રતા અને અનંતજ્ઞાન, અનંતવીર્ય વગેરે તેના અનંતગુણો પ્રત્યેની શ્રદ્ધા અને જીવ કે પુદ્ગલ કોઈ બીજા દ્રવ્યનું કાંઈ ભલું-બૂરું કરી શકે નહીં, જીવ પોતાના જ કર્માનુસાર સુખ-દુઃખ ભોગવે છે કે મુક્તિ પામે છે વગેરે સિદ્ધાંતોમાં અટલ શ્રદ્ધા જ આ મહાન તપશ્ચરણની પૂર્વભૂમિકા બની શકે છે. રૂપી પુગલના સ્વરૂપનું ચિંતન, જીવે પુદ્ગલમાં એકાત્મભાવ કરવા જેવું નથી. (૩) અશરણભાવના. સમક્તિસહિત ફક્ત જિન ધર્મ જ એક હિતકારી શરણ છે. (૪) સંસારનું સ્વરૂપ, સંસાર દુઃખદાયી જ છે. શ્રી જિનધર્મના આશ્રયે જન્મ મરણના ફેરા મિટાવવા જેવું છે. આ ચાર ભાવના આત્મધ્યાન માટે સહાયક છે. શ્રાવકના ત્રણ મનોરથઃ શ્રાવકે દરરોજ ચિંતવવાયોગ્ય ત્રણ મનોરથ જ્ઞાનીઓએ ચીંધ્યા છે. તેમાં પહેલો આરંભ-સમારંભ છોડવાનો, બીજો મુનિદીક્ષા લેવાનો અને છેવટે સંથારારહિત પંડિતમરણ પ્રાપ્તિનો મનોરથ બતાવ્યો છે. પડિમા : આહાર-પાણીના ત્યાગમાં આગળ વધતા ઉગ્ર તપ છતાં હજી શરીરશક્તિ બાકી રહે તો શ્રાવકની ૧૧ પડિમા કે ભિક્ષુની (સાધુ માટે) બાર પડિયા આરાધવામાં આવે છે. ચોથા આરા જેવા કાળમાં જ્યારે શરીરના વજઋષભનારાચ વગેરે સંઘયણ હતા ત્યારે આની જરૂર રહેતી હતી, કેમ કે ત્યારે મજબૂત શરીરને કૃશ કરવા માટે વધુ પુરુષાર્થની જરૂર રહેતી. અત્યારે તો એવા મજબૂત શરીર સંઘયણ જ નથી અને પડિકાઓ વહન કરવી પણ અશક્ય છે. પ્રધાનતા અત્યંતર સંલેખનાની જ છે. કષાયોનો ક્ષય અને આત્મરિણામોની વિશુદ્ધિનો પ્રચંડ પરુષાર્થ એ જ સંલેખના છે. લેશ્યાઃ અંત સમયે શુકલેશ્યા હોય તો સાધક ઉત્કૃષ્ટ આરાધક કહેવાય છે. પદ્મવેશ્યા હોય તો મધ્યમ આરાધક કહેવાય અને પિત્તલેશ્યા હોય તો જઘન્ય આરાધક કહેવાય છે. અતિચાર : સંખનાના વ્રતના પાંચ અતિચાર છે. : (૧) આ લોકમાં સુખની ઇચ્છા થાય (૨) પરલોકમાં સુખની ઇચ્છા થાય (૩) વધુ જીવવાની ઇચ્છા કે ક00 _ અને જૈન ધર્મ છે જ (૪) કષ્ટ સહન ન થતાં વહેલા મરવાની ઇચ્છા થાય (૫) કામભોગ મળવાની ઇચ્છા થાય એ શક્ય અતિચારો છે. કોઈ પણ જાતના ફળની અપેક્ષા વગર ફક્ત આત્મલક્ષની દઢતાપૂર્વક, મૃત્યુની કે શરીરકષ્ટની પરવા કર્યા વગર શરીરશકિતનો આત્મસાધના માટે જ પૂરો સદુપયોગ કરી શરીરનો ત્યાગ કરવો એ સંલેખના છે. - સમાધિમરણ : વૃદ્ધાવસ્થામાં અને અસાધ્ય રોગથી શરીર ઘેરાય, છ આવશ્યક વગેરે ધર્મક્રિયા કરવાની પણ શક્તિ ન હોય ત્યારે અથવા ઉપસર્ગ આવે ત્યારે જેણે પહેલેથી જ શરીરમાં આત્મબુદ્ધિ છોડી તેની ક્ષણિકતા જાણી છે તે અંતરંગ કષાયોને મંદ કરી ધીરેધીરે આહારત્યાગ કરી, શરીરને કૃશ કરી સમભાવે-વીરતાપૂર્વક શરીર કાળને સોંપી દે તે સંલેખના છે. એના અંતે થતું મરણ સમાધિમરણ કે પંડિતમરણ કહેવાય છે. સમાધિમરણ માટે સંથારાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) પાદોપગમનઃ જેમાં કોઈ પણ પ્રકારે કોઈની પણ મદદ લેવાતી નથી, જાતે કોઈ પ્રયાસ કે હલનચલન પણ કરતા નથી. સાધક લાકડીની જેમ પડી જ રહે છે. ફક્ત અંતરથી જ આરાધના ચાલુ રાખે છે. ઇંગિનીઃ જેમાં બીજાઓની મદદ લેવાતી નથી, પણ જાતે ઓછામાં ઓછી જરૂર પૂરતી ક્રિયાઓ કરે છે. (૩) ભત્તપ્રત્યાખ્યાનઃ જેમાં બધી બાજુની સેવા, મદદ લેવાની છૂટ હોય છે. જોકે, આહાર ક્રમેક્રમે ઘટાડીને, બંધ કરીને શરીરને કૃશ કરવાની પ્રક્રિયા ત્રણેયમાં સરખી જ હોય છે. પહેલા બે પ્રકાર વજષભનારાચ વગેરે બળવાન શરીર સંઘયણમાં જ શક્ય છે જે અત્યારે નથી. આ કાળમાં ફક્ત ત્રીજો પ્રકાર જ શક્ય બને છે. અત્યારના ઊતરતા કાળમાં પણ ઘણા ભાગ્યશાળી સાધુઓ અને શ્રાવકો પણ ભત્તપ્રત્યાખ્યાન સંથારાની આરાધના કરે જ છે, તેને ધન્ય છે. ભત્તપ્રત્યાખ્યાનની અવધિ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષશાસ્ત્રોમાં બતાવી છે. (જેનેન્દ્ર સિદ્ધાંત (૨) કોશ). સંલેખના વગર સમભાવપૂર્વક મૃત્યુને વરે તેને બાળપંડિતમરણ કહેવાય છે. સંલેખનાના પરિણામે સમાધિમરણ અને સંસાર પરિમીત થાય છે. બહુ ઓછા ભવ કરતાં છેલ્લે સુયોગ્ય ક્ષેત્રમાં અને કુળમાં જન્મ અને ચરમશરીરે - ધર્મારાધનાની સફળતા અપાવે છે, બુદ્ધ, મુક્ત, સિદ્ધ થવાય છે. સંખના એ અત્યંતર તપમાં શિરમોર છે. (જૈન ધર્મના અભ્યાસુ જશવંતભાઈ ધર્મવિષયક સુંદર લેખો લખે છે અને જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ઘાટકોપર સાથે સંકળાયેલા છે). ૨૩૦ - ૨૨૯
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy