________________
* * ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ
9 2 22 પાલિતાણામાં જૈન મુનિની નિશ્રામાં ૪૦ દિવસના ઉપવાસ કર્યા હતા. જૈન સાધુઓની જેમ ક્રિશ્ચિયન પાદરીઓ પણ શ્વેત વસ્ત્રો પહેરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. જિસસનું પ્રખ્યાત વાક્ય કે, ‘તારા ગાલ પર કોઈ એક તમાચો મારે તો બીજો ગાલ ધરજે, સામો પ્રહાર કરતો નહીં’ એ વાક્ય પર પણ જૈન ધર્મની અહિંસાની અસર છે.
રોમન કેથોલિક સંપ્રદાયમાં પાદરીઓની વિવિધ પદવીઓ સૂચવતા જે શબ્દો છે એના સંબંધ પણ જૈન ધર્મમાં સાધુઓના પદવી સૂચવતા શબ્દો સાથે છે. બંનેમાં સામ્ય છે. જૈન ધર્મ
ક્રિશ્ચિયન ધર્મ ગચ્છાધિપતિ
પોપ આચાર્ય
કાર્ડિનલ ઉપાધ્યાય
બિશપ
સાધુ
ફાધર
| સાધ્વીજી રોમન કેથોલિક સંપ્રદાયમાં ચર્ચ માટે જે શબ્દો પ્રચલિત છે એનો સંબંધ પણ જૈન ધર્મમાં દેરાસર (મંદિર) માટે વપરાતા શબ્દો સાથે છે. બંનેમાં સામ્ય છે. | જૈન ધર્મ
ક્રિશ્ચિયન ધર્મ | તીર્થ
|
કેથેડ્રલ | દેરાસર
| ચર્ચા | ઘર દેરાસર | ચેપલ | ગુરુમંદિર
બેસિલિક મારા, તમારા, આપણા સહુના અને આપણાં બાળકોના જીવનમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એવી તીર્થંકર પ્રભુને અને પથદર્શક આચાર્યોને પ્રાર્થના કરું છું.
(જૈન ધર્મના અભ્યાસ સુરેશભાઈ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વક્તવ્ય આપે છે અને તેમનાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે).
૧૩૯ -
ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ જૈન શાસનમાં દિવંગત શ્રમણીઓનું યશસ્વી પ્રદાન
- ભારતી દીપક મહેતા જિન શાસનનો સાર જો એક શબ્દમાં કહેવો હોય તો તે છે ‘સમતા’. બે શબ્દમાં કહેવો હોય તો ‘સમતા’ અને ‘સ્વાધ્યાય'. ત્રણ શબ્દમાં કહેવો હોય તો સમતા', ‘સ્વાધ્યાય’ અને ‘ત્યાગ’ તથા ચાર શબ્દમાં જ સમજવો હોય તો ઉમેરવી પડે ‘જયણા’. એ ચારેચાર મૂર્તિમંત છે આપણા શ્રમણભગવંતોમાં. તેમાંનાં જ અમુક શ્રમણીજીઓનાં જીવન-કવનની વાત લઈને આજે આવી છું, જેઓએ સંયમવેશ અને જિન શાસન બંનેને દીપાવ્યાં છે.
શાસનઅસ્પૃદયનાં વાહક તરીકે દિવંગત શ્રમણીજી ભગવંતોનાં અભુત પ્રદાનને સ્મૃતિવંત કરીએ તો સૌપ્રથમ નામ સાંભરે મલ્લિકુમારીનું. પૂર્વભવમાં કરેલી માયાને કારણે સ્ત્રીવેદ ભલે મળ્યો, પણ ભવિજનોને દર્શાવ્યો શ્રી જૈન શાસનનો એક ભવ્ય સિદ્ધાંત : ‘સ્ત્રીવેદે પણ તીર્થકર બની મોકાધિકારી થઈ શકાય છે.”
બીજા સ્મૃતિવંત થાય પ્રભુવીરના શાસનનાં પ્રથમ સાધ્વી શ્રી ચંદનબાળાજી. આ એ સમય હતો જ્યારે પ્રભુપાર્શ્વની શ્રમણી પરંપરામાં દીક્ષિત સાધ્વીજીઓ દીક્ષા ત્યજી પરિવ્રાજિકાઓ બની રહી હતી, નેતૃત્વ શિથિલ બન્યું હતું. એવા સમયે સાધ્વીસંઘનું નેતૃત્વ સંભાળનાર સાધ્વી ચંદનાજીને ત્રિકાળ વંદન.
ચક્કી દુર્ગ હરિપળગં, પળગે ચક્રિણ કેસનો ચક્કી,
કેસવો ચક્કી કસવ દુ, ચક્કી કેસીઅ ચક્કી. આ ચકા-ચકીસમા શબ્દો ન સમજાયા ને ? જી. ચિત્રકુટના મહારાજના પુરોહિત હરિભદ્ર પંડિતનેય તે નહોતા સમજાયા... અને એટલે જ જિજ્ઞાસાભાવે તેનો અર્થ પૂછવા આઠમી સદીની એક ઊતરતી સાંજે તેઓ ઉપાશ્રયમાં પ્રવેશ્યા,
જ્યાં આ ગાથાને પ્રકાશતા એક ધીર-ગંભીર-પ્રૌઢ શ્રમણીજી દેખાયાં, જેઓએ તેમને તેનો અર્થ સમજવા મોકલ્યા જેનાચાર્ય શ્રી જિનભદ્રસૂરિજી સમીપ, જેઓ પાસેથી અવસર્પિણી-ઉત્સર્પિણી ઈત્યાદિ કાળનું ઊંડું સ્વરૂપ સમજતા હરિભદ્રનો જ્ઞાનગર્વ ઓગળી ગયો અને પોતાની પ્રતિજ્ઞા સાંભરી ઃ ‘જો મને કોઈ નવું જ્ઞાન બતાવનાર મળે કે જે સ્વયં સમજી ન શકે, તેનો શિષ્ય થઈ જઈશ.” અને તેઓએ પ્રતિજ્ઞાપાલન કરી જૈન દીક્ષા સ્વીકારી. આજે સૌ ઓળખે છે તેમને ૧૪૪ ગ્રંથોના રચનાકાર
1vo