________________
અને જૈન ધર્મ
989 મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ પરિણતિથી પરિણત થયાં. સાદી-સાન્ત શાશ્વતીમાં પ્રભુ સમાધિસ્થ થયા. જીવનમાં અંતિમ પ્રાપ્તવ્યને વરી પૂર્ણતાને પામ્યા. બાકી રહેલ અઘાતી કર્મો તેની સ્થિતિ પૂરી થતાં સહજ ચાલ્યાં જશે. હવે નથી કોઈ માર્ગ, નથી કોઈ મંજિલ!
ભગવાન મહાવીર સ્વ-પર કલ્યાણકારી થયા. તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ માત્રથી કેટલાં કાર્યો થાય છે. તેમનું અવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન તથા નિર્વાણ બધું જ સ્વ-પરનાં કલ્યાણનાં નિમિત્ત બને છે. માટે કલ્યાણક કહેવાયા. એ ક્ષણે ત્રણે લોકમાં પ્રકાશ થાય. આ પ્રકાશનું નિમિત્ત પામી કેટલાક જીવ સમ્ય દર્શનને પ્રાપ્ત થાય.
તીર્થકર ભગવાનની દેશના સાંભળી સુપાત્ર જીવને પરિણામની ચડતી ધારાએ ચોથું-પાંચમું કે છ ગુણસ્થાન સ્પર્શી જાય. એ જ સમયે સભામાં પ્રભુની સમક્ષ ધૂળવ્રતો કે મહાવ્રતરૂપ ચારિત્રને ગ્રહણ કરે, એટલું જ નહીં, મોક્ષ પામવા માટેની અંતિમ સોપાનશ્રેણી જ્યાંથી શરૂ થાય છે તે ક્ષપકશ્રેણી પણ બહુધા તીર્થકર ભગવાનની હાજરીમાં થાય એવી પણ એક માન્યતા છે.
ભગવાન મહાવીરનું નિમિત્ત પામી સેંકડો-સેંકડો આત્મા સર્વ સંસારથી પાર થયા. ભગવાનનાં દૂરથી જ દર્શન થતાં ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાનોનાં માન ગળી ગયાં અને પ્રભુનાં ચરણોમાં સદાસર્વદા માટે સમર્પિત થઈ ગયા. પછી તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. કેવો નિમિત્ત-નૈમિત્તિકનો સરસ સુમેળ !!!
આ યુગમાં આપણે આત્મદર્શન માટે નૂરીએ છીએ. કંઈકેટલા પ્રયત્નો કરીએ છીએ, છતાં થતું નથી. ભગવાનની હાજરીમાં જે સહજ હતું. આપણી પાત્રતા ઓછી પડે છે. આપણા કમભાગ્યે સાક્ષાત્ તીર્થંકરનું નિમિત્ત પણ નથી, કે જેથી સંવેગ ઊપડે. છતાં ભગવાન મહાવીરને આપણા હૃદયસિંહાસન પર બિરાજમાન કરી, તેમનાં કહેલાં તત્ત્વોને આત્મસાત્ કરી, તેમના બતાવેલ માર્ગે ચાલવા પ્રબળ પુરુષાર્થ ઉપાડીએ તો આત્મદર્શન દૂર નહીં હોય !!
| (ગોં. સ.નાં અધ્યાત્યયોગિની પૂ. બાપજી લલિતબાઈ મહાસતીજીનાં સુશિષ્યા ડૉ. તરુલતાજીસ્વામીએ અવધૂતયોગી આનંદઘન, કવિ બનારસીદાસ, કબીરજી અને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન-કવન પર શોધ પ્રબંધ રચી Ph.D. કરેલ છે. પૂજ્યશ્રીનાં સાત પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં ‘હું આત્મા છું' ગ્રંથ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં કેટલીક આવૃત્તિ થઈ છે. આ લોકપ્રિય ગ્રંથનો દેશ-વિદેશમાં અનેક સંસ્થાઓ સમૂહ સ્વાધ્યાયમાં સુપેરે ઉપયોગ કરે છે).
નિશ્ચય-વ્યવહાર અને જૈન ધર્મ
- ડૉ. સાધ્વી આરતીજી ધર્મ શું છે ? વાસ્તવમાં વધુ Hદાવો ધબ્બો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. જે વસ્તુનો જે સ્વભાવ છે, તે તેનો ધર્મ છે. જયે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે. તેથી ઉષ્ણતા તે અગ્નિનો ધર્મ છે. શીતળતા તે પાણીનો ધર્મ છે. આ રીતે દરેક પદાર્થના ધર્મ ભિન્નભિન્ન હોય છે. પ્રસ્તુત પ્રસંગમાં આપણે આત્મધર્મ વિષયક વિચારણા કરવાની છે. આત્માનો સ્વભાવ તે જ આત્મધર્મ છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે : ને આવા રે favoTTEા, ને વિUTTયા છે આવા અધ્ય. ૫/૫
જે આત્મા છે, તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે, અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન તેનો સ્વભાવ છે. તેથી જ્ઞાન તે જ આત્મધર્મ છે. આત્માના લક્ષણમાં પણ તેનું ચૈતન્યલક્ષણ છે. સ્થિતિ જ્ઞને વિન્ - ધાતુ જ્ઞાન અર્થમાં પ્રયુક્ત થાય છે, અર્થાત્ ચૈતન્ય એટલે જ્ઞાનયુક્તતા, જ્ઞાનમયતા. જે જ્ઞાનમય છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાનમય છે.
સામાન્ય રીતે સંસારી જીવોનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય છે. ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન અત્યંત સીમિત છે તેમ જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન અનેક વિકલ્પોથી યુક્ત હોય છે. હું આ પદાર્થને જાણું, જોઉં, સાંભળું આવા અનેક વિકલ્પો યુક્ત હોય છે. તે ઉપરાંત ઇન્દ્રિયજન્ય જ્ઞાન થયા પછી તુરત જ રાગદ્વેષાત્મક પ્રતિક્રિયા પણ થાય છે. આ સારું - ખરાબ, મારું -તારું, ગમો- અણગમો વગેરે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓની સંભાવના છે.
પરંતુ આત્મજ્ઞાનમાં આવું કાંઈ જ થતું નથી. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. કેવળ = Only. શાન, માત્ર જ્ઞાન. કોઈ પણ પ્રકારના વિકલ્પરહિતનું જ્ઞાન, કાઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વિનાનું જ્ઞાન, વસ્તુ-વ્યક્તિ કે પરિસ્થિતિના નિમિત્ત વિના પ્રગટેલું જ્ઞાન તે જ કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન તે જ આત્માનો સ્વભાવ છે અને તે જ આત્મધર્મ છે.
આત્માની પરમવિશુદ્ધ સ્થિતિ તે શુદ્ધ આત્મધર્મ કે નિશ્ચય આત્મધર્મ છે. આત્માની શુદ્ધ વાસ્તવિક સ્થિતિને પામવાનો પરમપુરુષાર્થ કરવો, તે જ ધર્મારાધના
- ૩૧
રે