SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ક090% વિજ્ઞાન અને જૈન ધર્મ છે જૈન ધર્મ અને વિજ્ઞાનના સામ્યનું કારણ એ છે કે બંનેની ટેક્નિક અને તર્ક સમાન છે. જૈન ધર્મનું મહત્ત્વનું સત્ય એ છે કે એ પ્રત્યેક પદાર્થનું જ્ઞાન અનેક દૃષ્ટિએ કરવું જોઈએ અને એ વિચારને એણે અનેકાંતરૂપે દર્શાવ્યો. સ્યાદવાદ અનુસાર વસ્તુના બધા ગુણ એકસાથે રહી શકતા નથી, પરંતુ એક ગુણના કથન સમયે બીજા ગુણોની સંભાવના રહે છે. વિજ્ઞાન પણ આ સંબંધમાં સંભાવનાનો સિદ્ધાંત આપે છે. વિજ્ઞાનના સમાજશાસ્ત્ર સાથે તો ધર્મ ગાઢરૂપે જોડાયેલો છે. એકમાત્ર જૈન ધર્મ જ એવો ધર્મ છે કે જેણે પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને વનસ્પતિમાં મનુષ્યના જેવી સંવેદના હોય છે એમ કહ્યું છે. આત્મવાદનો આવો સિદ્ધાંત અન્યત્ર લિપલબ્ધ નથી. જેનો એમ માને છે કે બધા આત્માઓ સમાન છે અને પરસ્પરના જીવને સહારો આપે છે. આથી કોઈનુંય જીવન નષ્ટ કરવાનો બીજાને અધિકાર નથી. આ સિદ્ધાંતમાં પર્યાવરણની સુરક્ષાની વાત છે અને પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનો સિદ્ધાંત છે. હવે આપણે એવા યુગનો આરંભ કરીએ કે જેમાં ધર્મ અને દર્શન સામસામાં વિરોધી ન હોય. વિરોધી હોવાનો વિવાદ સમાપ્ત કરીએ અને વૈજ્ઞાનિક અને દાર્શનિક પરસ્પર સંબંધનો સંવાદ કરીએ અને એ રીતે ૨૧મી સદીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનની એકતા સાધીએ, જે સમગ્ર માનવસમાજને માટે હિતકારી બનશે, કારણકે Science is lame without religion and religion is blind wihthout science. Jainism truely acted as a bridge between science and religion. ભૌતિકશાસ્ત્ર, યંત્રવિજ્ઞાન અને અણુવિજ્ઞાનના ત્રણ આયામોમાં ધર્મના ચોથા આયામનો સ્વીકાર કરવામાં આવે તો માનવવિકાસને માટે સમતુલનની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે. વર્તમાનમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી ભૌતિકવિજ્ઞાનના માધ્યમથી ચેતના (કોન્સ્ટસનેસ)નો વિચાર કરે છે. એના પરિસંવાદો પણ થાય છે. અમદાવાદમાં વિચારકો, વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો ધર્મ અને અધ્યાત્મ વિશે નિયમિતપણે મળે છે. આધુનિક વિજ્ઞાને નીતિ, સમાજ અને સંસ્કૃતિને માનવજાતના વિકાસને માટે મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ અને આ રીતે ધર્મ અને વિજ્ઞાનના સંબંધથી પૃથ્વીના ગ્રહ પર ‘સર્વે ભદ્રાણિ પશ્યન્તુ'ની ઊજળી આવતી કાલનું સર્જન કરવું જોઈએ. (અમદાવાદસ્થિત ડૉ. પ્રીતિબહેને સમૂહ માધ્યમોના વિકાસ પર શોધ નિબંધ લખી Ph.D. કરેલ છે. ગુજરાત સમાચારનાં કટાર લેખિકા છે. ‘નવચેતન'ના તંત્રી છે અને ગુજરાત વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે). ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ જૈન આચાર્યો (શ્રમણ)નું જૈન શાસનમાં પ્રદાન - સુરેશભાઈ ગાલા સદ્ગર કો વંદન કરું, દીની અમરત વેલ, તૂટો પડદો ભરમકો, સમજ ગયો સબ ખેલ. સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની અને અનેકાંતવાદી આચાર્ય. આવા આચાર્યએ આત્મસાધનારૂપી અમૃતવેલ આપી જેનું સેવન કરતાં હું દેહ છું, હું મન છું એવા ભ્રમનો પડદો તૂટી ગયો અને હું તો અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ છું એની અનુભૂતિ થઈ, પરિણામે આ સૃષ્ટિનો ખેલ મને સમજાઈ ગયો. મારે શ્વેતાંબર જૈન પરંપરાના એવા આચાર્યો વિશે વિવરણ કરવું છે કે જેમના પ્રદાનને કારણે ૨૫૦૦ વર્ષથી અલ્પસંખ્યક જૈન ધર્મ ટકી રહ્યો છે. સટ્ટરકો વંદન કરું, એસો કિયો ઉપાય, પરંપરા અખંડ રહી, નચિંત રહા સમુદાય. આ વિશ્વમાં સૌથી પ્રાચીન છતાં હજી સુધી અખંડ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક ચાલતી સાધુ કે સંન્યાસીની પરંપરા એ જૈન સાધુની પરંપરા છે ! શ્વેતાંબર જૈન ધર્મની સાધુસંસ્થાની પાટ પરંપરાની વિગત કલ્પસૂત્રમાં છે. આદિનાથ પ્રભુ કે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાની વાત છોડી દઈએ તોપણ ભગવાન મહાવીર પછી પાટ પર સુધર્માસ્વામી બિરાજ્યા હતા. સુધર્માસ્વામી પછી જંબુસ્વામી, સ્વયંભૂસ્વામી અને છેલ્લે દેવર્ધિગણી થામાશ્રમણ પર્વતની પાટ પરંપરાનો ઉલ્લેખ કલ્પસૂત્રના બીજા વિભાગ સ્થવિરાવલ્લિમાં છે. આપણે એમ કહી શકીએ કે ભગવાન મહાવીર પછી લગભગ ૧૦૦૦ વર્ષ સુધીની પાટ પરંપરાનો ઉલ્લેખ છે. ભગવાન મહાવીર પછી પાટ પર સુધર્માસ્વામી બિરાજ્યા માટે આજે પણ સાધુભગવંતો જે પાટ પર બેસી વ્યાખ્યાન આપે છે એ પાટને સુધર્માસ્વામીની પાટ કહે છે. ન ધર્મની સાધુસંસ્થા વિશ્વમાં સૌથી પ્રાચીન છે. આ હકીકતને ચકાસીએ. ઈસ્લામ ધર્મના ઉભવને અંદાજે ૧૪૦૦ વર્ષ થયાં છે. ક્રિશ્ચિયન ધર્મના ઉદ્ભવને અંદાજે ૨૦૧૮ વર્ષ થયાં છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. ભગવાન બુદ્ધ ભગવાન મહાવીરથી ઉંમરમાં નાના હતા. ભારતમાં બૌદ્ધ ૧૨૮
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy